Monday, April 24, 2017

ટ્રિપલ તલાક મુસ્લિમોની સમસ્યા હિંદુ મહિલાઓની સમસ્યા સામું જોવો-દેશ સામું જોવો

ટ્રિપલ તલાક મુસ્લિમોની સમસ્યા
હિંદુ મહિલાઓની સમસ્યા સામું જોવો-દેશ સામું જોવો
-         પ્રસન્ન શાસ્ત્રી

ભારત સરકારના પ્રધાનો અને રાજકીય પક્ષો વચ્ચે તાજેતરના દિવસોમાં મુસ્લિમ મહિલાઓની સમસ્યા પર ખૂબ ચિંતા વ્યક્ત કરતા ચિંતન થઈ રહ્યા છે. સારી વાત છે કે મુસ્લિમ મહિલાઓની ચિંતા કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. મામલો છે, ત્રણ વખત એક સાથે તલાક કહીને મુસ્લિમ મહિલાને તેના પતિ દ્વારા છૂટાછેડા આપવાની પ્રથાનો.

કુપ્રથાને પ્રોત્સાહનથી તુષ્ટિકરણ-

ભારતનું શાસન ભારતીય બંધારણ પ્રમાણે ચાલે છે. ભારતના બંધારણમાં સામાજિક ન્યાયને ઘણું પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ટ્રિપલ તલાક નામે ઓળખાતી કુપ્રથાને મજહબી પરંપરા અને માન્યતા સાથે જોડીને મુલ્લાઓએ ભારતમાં ઈસ્લામને બાનમાં લીધો છે અને આવી કુપ્રથાને ટેકો આપીને તેમના દ્વારા મુસ્લિમ મહિલાઓ સાથે અન્યાયપૂર્ણ વર્તન થઈ રહ્યું છે. આ વર્તન આઝાદીના 70 વર્ષ સુધી ચુપચાપ જોવામાં આવ્યું છે. હવે તેની ચર્ચા થઈ રહી છે. જો કે દુનિયાના પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઈજીપ્ત સહીતના વીસ ઈસ્લામિક દેશો ભારતના મુલ્લાઓના કહેવા પ્રમાણેની ટ્રિપલ તલાકની કુપ્રથાને પ્રતિબંધિત કરી ચુક્યા છે. પરંતુ વોટબેંકના રાજકારણમાં તુષ્ટિકરણથી તગડા બનેલા મુલ્લાઓએ ભારતના મુસ્લિમ સમાજમાં કોઈપણ પ્રકારના સુધારાની તમામ સંભાવનાઓને ખતમ કરી નાખી છે.
1947માં હિંદુ રાષ્ટ્રવાદનો ભય દેખાડીને પાકિસ્તાન નામના બે ટુકડા કાપી નાખનારા જિન્નાવાદી માનસિકતાના બીજો ધરાવતા મુલ્લાઓએ ભારતમાં આઝાદીના 70 વર્ષે મુસ્લિમ સમાજમાં ભારતના બંધારણ પ્રમાણેનો સામાજિક ન્યાય સ્થાપિત કરી શકાય તેવી એકપણ બાબતને પ્રસ્થાપિત થવા દીધી નથી. તેમા મુસ્લિમ મહિલાઓને અન્યાય રૂપ ટ્રિપલ તલાક, બહુવિવાહ, હલાલા કે તેના જેવી અન્ય કોઈપણ પ્રકારની કુપ્રથાઓ હોય. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડ દ્વારા  સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને કહેવામાં આવ્યુ છે કે આવી પરંપરાઓ તેમનો ધાર્મિક અધિકાર છે અને તેમા કોઈપણ દખલગીરી કરી શકે નહીં.

મુસ્લિમોમાં સુધારાવાદી આંદોલનો નિષ્ફળ-

ભારતનું બંધારણીય રાજ્ય સેક્યુલર છે. પરંતુ સેક્યુલારિઝમનો અર્થ સ્ટેટ વિધિન સ્ટેટની સ્થિતિ એમ થતો નથી. ભારતમાં હિંદુ પર્સનલ લૉ, મુસ્લિમ પર્સનલ લૉ જેવા સમુદાયોનો આગવા કાયદાઓ છે. આ પર્સનલ લૉને કારણે ભારતમાં કદાચ સ્ટેટ વિધિન સ્ટેટ જેવી સ્થિતિ છે. ભારતના બંધારણમાં લિખિત સામાજિક ન્યાયને લાગુ કરવામાં આવી સ્ટેટ વિધિન સ્ટેટની સ્થિતિઓ માત્ર અડચણ નથી, પણ બંધારણની પ્રભુસત્તાને પડકાર છે. ભારતની 125 કરોડની વસ્તીમાં 18 કરોડ મુસ્લિમો છે. 18 કરોડ મુસ્લિમો વિકાસની દોડમાં પાછળ રહી જવાને કારણે ભારત પણ વિકાસની દોડમાં પાછળ રહેશે તેવી દલીલો અને તર્કો અવાર-નવાર સાંભળવામાં આવ્યા છે. પરંતુ ભારતના મુસ્લિમો પછાત શા માટે છે? તેની ચર્ચા ક્યારે કરવામાં આવી નથી. ભારતમાં હિંદુ અને મુસ્લિમ પર્સનલ લૉને જોવો તો આઝાદીના સાત દાયકામાં હિંદુ પર્સનલ લૉની અંદર દહેજપ્રથા, સતીપ્રથા, બાળલગ્નો, ઘરેલુ હિંસા, વારસાઈ અધિકારો સહીતના આમૂલચૂલ પરિવર્તનો પરંપરાઓને મઠારીને કરવામાં આવ્યા છે. પરંતુ મુસ્લિમ પર્સનલમાં આવા સુધારાઓ નહીવત અથવા તો બિલકુલ થયા નથી. એટલે કે સામાજિક સુધારણાના મામલામાં ભારતનો મુસ્લિમ સમુદાય હિંદુ સમુદાયથી કોસો દૂર છે અને આ એક ષડયંત્ર છે.

સુધારાવાદી આંદોલનો ભારતના મુસ્લિમોમાં ચાલે નહીં તેના માટે વોટબેંક પોલિટિક્સના માંધાતાઓ તેમને પગ માથા વગરના તર્કો આપીને સુધારાવાદી બનતા રોકવા માટે કટ્ટરવાદની ધરી સાથે જોડી રાખવાનું કામ કરી રહ્યા છે. કટ્ટરવાદની ધરી સાથે જોડાયેલો મુસ્લિમ સમુદાય આતંકવાદ અને ધાર્મિક ઉન્માદ પેદા કરવાની શક્યતાઓ વધારે છે. પરંતુ વોટબેંકની ચિંતા કરનારાઓને આની ચિંતા બિલકુલ નથી. આતંકવાદ પેદા થાય કે ધાર્મિક ઉન્માદ બસ વોટની ખેતી કરનારાઓને માત્ર વોટની દરકાર છે. મુસ્લિમ સમાજમાંથી સુધારાવાદી આંદોલન માટેના અવાજના ઉઠવાની તમામ શક્યતાઓને ભારતના વોંટબેંકના રાજકારણે ખતમ કરી નાખી છે.

કટ્ટરવાદને છાવરતું વોટબેંક પોલિટિક્સ-

કેટલાક ઉદાહરણોથી સમજવાની કોશિશ કરીએ, મુંબઈમાં આવેલી હાજી અલીની દરગાહમાં મહિલાઓના પ્રવેશની ભૂતકાળમાં છૂટ હતી. પરંતુ તેને થોડા વર્ષોથી પ્રતિબંધિત કરાઈ હતી અને આ મામલે થોડીક મુસ્લિમ મહિલાઓ સાથે મળીને હિંદુ સામાજિક કાર્યકર્તા દ્વારા દરગાહમાં મહિલાના પ્રવેશ માટેની લડત ચલાવવામાં આવી અને કોર્ટના હસ્તક્ષેપ બાદ મહિલાઓને પ્રવેશ મળી શક્યો. પરંતુ મુસ્લિમ સમાજના કટ્ટરવાદી અવાજમાં સુધારાવાદી અવાજ લગભગ ઘૂંટાઈ ગયો હતો.

બોલીવુડના સિંગર સોનુ નિગમે મસ્જિદોમાંથી લાઉડ સ્પીકરની મદદથી થતી આજાનને કારણે પોતાની ઉંઘ ખરાબ થતી હોવાનો મુદ્દો ઉઠાવ્યો.. પણ તેની સામે ફતવો જાહેર કરવામાં આવ્યો અને માથું મુંડાવીને જોડાનો હાર પહેરાવા સુધીની વાત કરવામાં આવી. મસ્જિદો પર લાઉડસ્પીકર દ્વારા અજાનના મામલે ઘણી કોર્ટોએ પણ ધ્વનિ પ્રદૂષણ સંદર્ભેના અવલોકનો આપતી ટીપ્પણી કરી છે. પરંતુ નવરાત્રિના સમયે દશ વાગ્યા બાદ ગરબા અને દિવાળીમાં ફટાકડા સામે વાંધો ઉઠાવનારા લોકો મસ્જિદો પર લાઉડ સ્પીકરના ઉપયોગને કારણે થઈ રહેલા ધ્વનિ પ્રદૂષણ મામલે સેક્યુલર હોવાનો દંભ કરીને મજહબી દાદાગીરી સામે મોંઢામાં મગ ભરવાનું કામ કરે છે.

ગૌહત્યાને ભારતના હિંદુઓ મોટું પાપ ગણે છે. ગાયની સાથે હિંદુઓની ધાર્મિક આસ્થા જોડાયેલી છે. પરંતુ પોતાની આસ્થાના મામલે આક્રમક થનારા મુસ્લિમ કટ્ટરપંથીઓ અન્ય ધર્મની આસ્થાનો અનાદર કરવો પોતાનો મજહબી અધિકાર ગણાવે છે. ગૌહત્યા પ્રતિબંધ ફરમાવતા કાયદાઓ હોવા છતાં તંત્રનો ખોફ રાખ્યા વગર ગોતસ્કરી અને ગૌહત્યા બેફામપણે કરીને બાદમાં ગૌરક્ષકોને બદનામ કરતી દાદાગીરી કરવાનું પણ ચુકવામાં આવતું નથી.

ભારતમાતા કી જય અને વંદેમાતરમ ભારતની આઝાદીના શ્વાસેશ્વાસમાં વણાયેલા છે. પરંતુ વંદેમાતરમ ગાવું પોતાની મજહબી માન્યતાઓ વિરુદ્ધ હોવાની વાત કરવાનું કટ્ટરવાદી મુસ્લિમો ચુકતા નથી. વંદેમાતરમના અનાદરની ઘટના અને ભારતમાતા કી જય બોલવાથી પેટમાં દુખાવો ઉપડતો હોય તેવી ઘટનાઓ કટ્ટરવાદી મુસ્લિમો અને તેમને છાવરતા સેક્યુલર દંભીઓ થકી તાજેતરમાં ઘણી વખત સામે આવી છે.

કટ્ટરવાદી મુસ્લિમો દ્વારા અપાતા તમામ કુતર્કોને ભારતની સાંસ્કૃતિક વિવિધતા સાથે જોડીને તેને ધાર્મિક આઝાદીમાં ખપાવવાની કોશિશ કરવામાં આવે છે. પરંતુ સાંસ્કૃતિક વિવિધતા માટેના સેક્યુલર દંભીઓ દ્વારા રજૂ કરવામાં આવતા ખ્યાલ ખતરનાક છે. બોલો રાષ્ટ્રવાદની અભિવ્યક્તિ માટે ભારતમાતા કી જય અને વંદેમાતરમ બોલવાની જરૂર નહીં હોવાના કુતર્કો અપાય છે. ગૌહત્યાને ભોજનના અધિકાર સાથે ખપાવાનો કુતર્ક અપાય છે. પરંતુ સવાલ એટલો છે કે ભારતની સંસ્કૃતિને ખતમ કરે તેવી બાબતને સાંસ્કૃતિક વિવિધતા ગણીને તેને છાવરવાની મૂર્ખામી શા માટે કરવામાં આવે છે? જેને સાંસ્કૃતિક વિવિધતાના નામે છાવરવામાં આવે છે, તેની અંદર દેશદ્રોહની વૃત્તિ-પ્રવૃત્તિના બીજ અંકુરિત થવાની સંભાવનાઓ રહેલી હોવાનું વોટબેંકના પોલિટિક્સમાં શા માટે ભૂલી જવાય છે?

ટ્રિપલ તલાક દૂર કરવાની પહેલ મુસ્લિમો કરે-

તમામ સ્તરે બંધારણીય અધિકારીઓની દુહાઈ આપી રહેલા મુસ્લિમ નેતાઓ અને સેક્યુલરિઝમનો દંભ કરનારી ટોળકી મુસ્લિમ મહિલાઓને બંધારણમાં નિહિત સામાજિક ન્યાય અપાવવાના મામલે ભેદી મૌન પાળવાનું પસંદ કરે છે. મુસ્લિમ મહિલાઓ અને મુસ્લિમ સમાજના બિનકટ્ટરવાદી લોકોએ વિચારવાની જરૂર છે કે તેમના સમાજ માટે ટ્રિપલ તલાક સહીતની કુપ્રથાઓને ચાલુ રાખવાની જીદ તેમના સમાજ માટે ફાયદાકારક છે કે નુકસાનકારક? મુસ્લિમ સમાજના લોકો અને મુસ્લિમ સમાજની મહિલાઓએ તેમની સાથે મુલ્લાઓની દાદાગીરીથી થઈ રહેલા સામાજિક અન્યાય સામે સુધારણા કરવા માટે અવાજ ઉઠાવીને સરકાર સામે રજૂઆત કરવી જોઈએ.

ટ્રિપલ તલાક હિંદુઓની સમસ્યા નથી-

ટ્રિપલ તલાકનો મામલો હિંદુ સમાજ અથવા હિંદુ મહિલાઓ સાથે જોડાયેલો મામલો નથી. ચોક્કસપણે લવજેહાદનો ભોગ બનીને મુસ્લિમ સાથે લગ્ન કરનારી હિંદુ મહિલાઓ સાથે ટ્રિપલ તલાકનો મામલો જોડાયેલો છે. જો કે કોર્ટે આવી હિંદુ મહિલાઓની ટ્રિપલ તલાક મામલે અરજીને સાંભળવાનો ઈન્કાર કરી દીધો છે. ત્યારે મુસ્લિમ મહિલાઓના સામાજિક ન્યાય માટે ખૂબ ચર્ચાઓ કરનારા હિંદુ સામાજિક-રાજકીય નેતાઓએ હિંદુ મહિલાઓની સમસ્યાઓની વિશેષ ચિંતા કરવાની જરૂર છે.

હિંદુ મહિલાઓને સમસ્યામાં ફસાતી બચાવો-

બદલાયેલા સામાજિક પરિવેશમાં સૌથી વધારે ચિંતા પશ્ચિમી પવનને કારણે આધુનિકીકરણના નામે પ્રવેશી ચુકેલી સ્વચ્છંદતા નામની ફોરવર્ડનેસ સામે જાગૃતિ ઉભી કરવા માટે હિંદુ નેતાઓ અને અગ્રણીઓએ વિશેષ પ્રયાસો કરવાની જરૂર છે. હિંદુ બેન-દીકરીઓને પીડિત બનતી અટકાવવા માટે બોલીવુડની ફિલ્મોમાં મુસ્લિમ અભિનેતાઓ અને હિંદુ અભિનેત્રીઓના લવસીનને કારણે લવજેહાદને મળી રહેલા પ્રોત્સાહન સામે જાગરૂકતા ઉભી કરવા માટેની પુરજોર કોશિશો કરવાની તાત્કાલિક જરૂરત છે. હિંદુ મહિલાઓને ખાસ કરીને ટ્રિપલ તલાકના મુસ્લિમ પુરુષોને મળેલા અધિકારની વાત સમજાવીને તેમને લવજેહાદનો ભોગ બનતી અટકાવવાની કોશિશ કરવાની જરૂર છે.

ભારતમાં મહિલાઓની મર્યાદાભંગ અને બળાત્કારના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. આવી ઘટનાઓમાં ભોગ બનનારી મહિલાઓ મોટાભાગે હિંદુ સમુદાયની હોય છે અને તેમની ચિંતા પણ ટ્રિપલ તલાક પર છાતી પીટીને હાયતોબા મચાવનારા હિંદુ નેતા અને અગ્રણીઓએ કરવી જરૂરી છે. લીવ ઈન રિલેશનશીપની તરફદારી કરનારા અને રાધા-કૃષ્ણના ઉદાહરણ આપતી ટોળકીને હિંદુ યુવતીઓ સમક્ષ ઉજાગર કરીને તેમને આવા કુચક્રમાં ફસાતી રોકવા માટે શાળા-કોલેજોમાં વિશેષ જાગરૂકતા અભિયાનોની જરૂરત છે. ગુજરાત, કેરળ, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાનથી માંડીને પશ્ચિમ બંગાળ, આસામ સહીતના ભારતના રાજ્યોમાં મુસ્લિમ યુવકો દ્વારા હિંદુ નામ રાખીને હિંદુ યુવતીઓને પ્રેમજાળમાં ફસાવવાની લવજેહાદની પ્રવૃત્તિઓ મોટાપ્રમાણમાં ચાલી રહી છે. આવી બાબતો રાજકીય રીતે પણ ખૂબ ગાઝી છે. આવી પ્રવૃત્તિઓને ખાળવા માટેના સામાજિક અને સાંસ્કૃતિક ઉપાયો સાથે રાજકીય રાહે પણ વિકલ્પો વિચારવાની જરૂરિયાત છે. ઉત્તરપ્રદેશમાં એન્ટિ-રોમિયો સ્ક્વોર્ડ બની છે. આવી એન્ટિરોમિયો સ્ક્વોર્ડ અન્ય રાજ્યોમાં પણ બનવી જોઈએ કે નહીં, તેની પણ સમીક્ષા કરવાની જરૂર છે.

હિંદુ મહિલાઓને હિંદુ સમાજ, હિંદુ સંસ્કૃતિ અને હિંદુ ધર્મના મૂલ્યો પ્રત્યે જાગરૂક કરવી એક મોટી દેશસેવા છે. ફિલ્મોની અસરતળે હિંદુ યુવતીઓ જાણે-અજાણે પોતાના સામાજિક મૂલ્યોને વિસરાવીને કોઈ ષડયંત્રનો ભોગ બનીને કુચક્રમાં ફસાય નહીં તેના માટેની કોશિશો સામાજિક-સાંસ્કૃતિક ક્ષેત્રમાં રહેલા સંગઠનોએ આક્રમક રીતે કરવી જરૂરી છે.  હિંદુ નેતાઓ અને અગ્રણીઓ માટે હિંદુ મહિલાઓની ચિંતા મુસ્લિમ મહિલાઓના ટ્રિપલ તલાક કરતા મોટો મુદ્દો છે. મુસ્લિમ મહિલાઓને ન્યાય અપાવવો કે નહીં, આ મામલો મુસ્લિમ સમાજના સુધારાવાદી લોકો અને સરકારે જોવાનો મામલો છે. વળી મુસ્લિમ સમાજની ટ્રિપલ તલાકથી ત્રસ્ત મુસ્લિમ મહિલાઓ ન્યાયની અપેક્ષા રાખતી હોય, તો તેઓ હિંદુ બની જાય તેમને ન્યાય ચોક્કસપણે મળશે..

સમાન નાગરિક ધારો લાગુ કરો-

ટ્રિપલ તલાક એક સામાજિક દૂષણ છે. આવા દૂષણોને અટકાવવા માટે સરકાર પણ સમાન નાગરિક ધારાને લાગુ કરે. બંધારણના માર્ગદર્શક સિદ્ધાંતોમાં સમાન નાગરિક ધારો લાવવો બંધારણના ઘડવૈયાઓનું સપનું હતું. આ સપનાને પૂર્ણ કરવા માટે સરકારને જનતા પૂર્ણપણે સમર્થન આપશે. તેની સાથે સમાન નાગરિક ધારો ભારતમાં સ્ટેટ વિધિન સ્ટેટની સ્થિતિમાં કટ્ટરવાદી મુલ્લાઓની મજહબી અધિકારોના નામે થઈ રહેલી દાદાગીરીને પણ રોકી શકશે. જો કે સમાન નાગરિક ધારા માટે વાચાળતા કરતા રાજકીય ઈચ્છાશક્તિની વધારે જરૂર છે. શાહબાનો કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા મુસ્લિમ મહિલાને ન્યાય આપવામાં આવ્યો હતો અને સુપ્રીમ કોર્ટના ચુકાદાને સંસદની અંદર રાજીવ ગાંધીની તત્કાલિન સરકારે બદલી નાખ્યો હતો અને અહીંથી જ તો મુસ્લિમ મહિલાઓને અન્યાય પર મ્હોર મારવામાં આવી હતી. આ ભૂલને સુધારવાની હજીપણ ભારતના રાજનેતાઓ અને સંસદ પાસે તક છે.

રાજકીય ઈચ્છાશક્તિ માટે પુતિનમાંથી પ્રેરણા લઈ શકાય-

પ્રેરણાની કોઈ ઉણપ હોય કે પરંપરાગત વૈચારીક પ્રેરણાસ્ત્રોતો સુકાઈ ગયા હોય, તો રાજકીય ઈચ્છાશક્તિનું ઉદાહરણ મેળવવા માટે વિદેશી નેતાઓ તરફ પણ પ્રેરણા માટે નજર દોડાવી શકાય છે. રશિયાની સંસદમાં રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને રશિયામાં રહેતી મુસ્લિમ લગુમતીઓને સ્પષ્ટ સંદેશો આપ્યો હતો. આ સંદેશા બાદ પુતિનને પાંચ મિનિટ સુધી તાળીઓના ગડગડાટ વચ્ચે સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું.

રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને રશિયન મુસ્લિમોને સંદેશો આપ્યો હતો કે રશિયામાં રશિયનની માફક જીવો. કોઈપણ ઠેકાણેની કોઈપણ લઘુમતી રશિયામાં કામ કરવા અને રહેવા ઈચ્છે છે, તો તેમણે રશિયન બોલવી પડશે અને રશિયાની સંસ્કૃતિનું સમ્માન કરવું પડશે. પરંતુ તેઓ શરિયાના કાયદાને પસંદ કરીને મુસ્લિમ બનીને રહેવા માગતા હોય, તો તેઓ તેમને ચોખ્ખી સલાહ આપે છે કે તેઓ એવા દેશમાં જાય કે જ્યાં શરિયા રાજ્યનો કાયદો હોય. રશિયાના પ્રમુખ પુતિને અલગતાવાદી માનસિકતા ધરાવતી મુસ્લિમ લઘુમતીને સંદેશો આપ્યો હતો કે રશિયાને મુસ્લિમ લઘુમતીઓની જરૂર નથી. લઘુમતીઓને રશિયાની જરૂર છે અને રશિયા તેમને વિશેષાધિકાર આપશે નહીં અથવા તો તેમની માન્યતા મુજબ કાયદાકીય ફેરફાર પણ નહીં કરે. તેના માટે તેઓ ભેદભાવનો કેટલોય મોટો દેકારો મચાવે, પણ તેની પરવાહ નથી. રશિયાની સંસ્કૃતિનો અનાદર બિલકુલ શાખી લેવાશે નહીં. પુતિને એમ પણ કહ્યુ હતુ કે જ્યારે આ માનનીય સંસદીય સંસ્થા નવો કાયદો બનાવવાનું વિચારે, ત્યારે તેઓ રશિયાના રાષ્ટ્રીય હિતોને સર્વોપરી રાખે અને ધ્યાનમાં રાખે કે મુસ્લિમ લઘુમતીઓ રશિયન નથી.

ઉદારવાદને કારણે વકરે છે મુસ્લિમ કટ્ટરપંથ-

ભારતમાં મુસ્લિમ કટ્ટરપંથને રાષ્ટ્રવાદના મજબૂત થવાનું કારણ માનવામાં આવે છે. પરંતુ રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને કહેલી વાતનું તાત્પર્ય સ્પષ્ટ છે. પશ્ચિમી દેશો અને અમેરિકાના ઉદારવાદી સમાજો અને વાતાવરણમાં મુસ્લિમ લઘુમતીઓ કટ્ટરવાદથી આતંકવાદના માર્ગે આગળ વધી છે. પુતિને પોતાના સંદેશામાં રશિયામાં રહેવા માગતા મુસ્લિમોને વિશેષ ધાર્મિક અધિકારો વગર રશિયાની સંસ્કૃતિ સાથે ઐક્ય સાધવાની સલાહ આપી છે. પુતિને શરિયાના કાયદાની માગણી કરતા મુસ્લિમોને રશિયામાં રહેવા માટે રશિયાના બંધારણીય કાયદા સિવાય બીજો કોઈ વિકલ્પ નહીં હોવાનો સંદેશો આપ્યો છે.

ભારતમાં બંધારણની સર્વોચ્ચતા-

ભારતની જીવનપદ્ધતિમાં રહેલા સેક્યુલારિઝમનું સ્થાન રાજકીય સેક્યુલારિઝમે લીધું છે. ભારતના રાજકારણમાં મુસ્લિમ વોટબેંકને છાવરવા માટે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓને ઉતારી પાડવાની એક હોડ છેલ્લા સાત દાયકાથી ચાલી છે. ત્યારે ટ્રિપલ તલાકના નામે હવે મુસ્લિમોના સામાજિક સુધારાના નામે આવી કોઈ નવી હોડ તો શરૂ થઈ રહી નથી ને? તેની પણ ચકાસણી જરૂરી છે. ભારતમાં બંધારણ સર્વોચ્ચ છે. બંધારણની સર્વોચ્ચતાને પડકારતા કોઈપણ મજહબી કાયદાઓ અથવા કોઈ રાજકીય પાર્ટી દ્વારા તેની તરફદારી શાખી શકાય નહીં. પણ આ બધું ચટ્ટાન જેવી રાજકીય ઈચ્છાશક્તિથી જ શક્ય છે.