Monday, December 21, 2009

રંગનાથ પંચ: ભારત વિભાજનનો નવો પેંતરો

ધર્મને આધાર બનાવીને ભારતને વિભાજીત કરવાનું દુષ્કૃત્ય અંગ્રેજોની કુટિલનીતિઓનો હાથો બનીને મુસ્લિમ લીગ થકી 1947માં સંપન્ન થયું છે. છતાં જે કામ ભારત વિભાજન પહેલા મુસ્લિમ લીગે કર્યું હતું, તેવું જ કામ કોંગ્રેસ કરી રહી છે. ભારત હવે ધર્મના આધારે વિભાજીત થાય કે તેવી પરિસ્થિતિ ઉભી થાય તો તેના માટે માત્ર અને માત્ર કોંગ્રેસ અને તેની નીતિઓ જ જવાબદાર હશે. રામમંદિર આંદોલનની તીવ્રતાએ ભાજપને રાજકીય તક આપી હતી. હિંદુત્વનું આંદોલન રાજકીય દ્રષ્ટિએ પણ તીવ્ર બન્યુ હતું. પણ આ આંદોલનને છોડવાને કારણે હિંદુત્વનું આંદોલન રાજકીય રીતે શિથિલ થયું છે. જેના કારણે હિંદુઓનું જે સામુહિક ચિંતન રાજકીય રીતે મતદાન થકી પ્રદર્શિત થતું હતું, હાલ વેર-વિખેર થયું છે. લોકોની આસ્થાઓ અને ભાવનાઓ સાથેની રમત ભાજપને ભારે પડી છે. જેના કારણે ઉપરાઉપરી બે લોકસભા ચૂંટણીઓમાં જનતાએ ભાજપને નકાર્યો છે. જો કે આ કારણોનું કોંગ્રેસ ખેમાએ અલગ જ અર્થઘટન કર્યું હોવાનું તેના કેટલાંક રાજકીય પગલાં થકી નજરે પડે છે. 2004 અને 2009ની લોકસભાની ચૂંટણીમાં ભાજપની કફોડી હાલતને કારણે કોંગ્રેસના નેતાઓએ આકલન કર્યું છે કે હિંદુત્વનું આંદોલન રાજકીય રીતે શિથિલ થયું છે અને હિંદુ સમાજની વેરવિખેર રાજકીય આંકાક્ષાઓને સ્વરૂપ આપનારા ટાંચા સાબિત થયા છે. જેના કારણે હવે તેઓ તેમના લઘુમતી તુષ્ટિકરણના પત્તાને આરામથી રમી શકશે અને તેમ કરીને વોટબેંકના નીચ રાજકારણ થકી તેઓ પોતાની ખુરશીઓ સાબૂત રાખી શકશે. આ પ્રયત્નો કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકાર 2004માં સત્તા પર આવી ત્યારથી જ આદરવામાં આવ્યા હતા. સચ્ચર સમિતિના ગઠનથી શરૂ થયેલું લઘુમતી અને ખાસ કરીને મુસ્લિમ તુષ્ટિકરણ લિબરાહન રિપોર્ટ અને રંગનાથ પંચના અહેવાલ થકી ઉભરાય રહ્યું છે. અયોધ્યામાં રામજન્મભૂમિ સ્થાન પરથી બાબરી ઢાંચાને હટાવવાની ઘટના ભારતની રાજનીતિમાં કેન્દ્ર સ્થાને રહેલી કોંગ્રેસને હટાવવાનું સાધન બની હતી. જેના કારણે લગભગ એક દસકો કોંગ્રેસને સત્તાસ્થાનેથી અળગા રહેવું પડયું હતું. તેનું મુખ્ય કારણ હતું, હિંદુઓમાં જાગૃતિ અને મુસ્લિમોનું કોંગ્રેસથી અલગ થવું. જો કે દોઢ દાયકા બાદ પરિસ્થિતિ બદલાય રહી છે. આ પરિવર્તિત પરિસ્થિતિઓમાં કોંગ્રેસ પોતાની રાજકીય બઢત જાળવી રાખવા માટે મુસ્લિમ વોટબેંકને ફરીથી અંકે કરવા માટે નવા રાજકીય આંટાપાટા રમી રહી છે.
કોંગ્રેસ મહાસચિવ અને સોનિયાના લાલ રાહુલ ગાંધી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં ગયા હતા, ત્યારે એક યુવતીએ તેમને પુછયું હતું કે આ દેશમાં મુસ્લિમ વડાપ્રધાન બની શકશે? ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે વડાપ્રધાન પદ માટેની યોગ્યતા ધરાવતો કોઈપણ વ્યક્તિ ભારતનો વડાપ્રધાન બની શકે છે. તેમણે હાલના વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહના સંદર્ભે વાત કરતાં કહ્યું હતું કે તેઓ શીખ હોવાના કારણે વડાપ્રધાન નથી, તેઓ તેમની યોગ્યતાના કારણે વડાપ્રધાન છે. ભારતનું બંધારણ આ પ્રકારની વ્યવસ્થા ધરાવે છે, તે પણ હકીકત છે. આપણે આ વાતને બીજી રીતે લઈએ કે ભારતની મુખ્યધારામાં સમર્પિત થયેલો કોઈપણ વ્યક્તિ ભારતનો વડાપ્રધાન કે અન્ય કોઈપણ પદ માટે યોગ્યતાના આધારે બિરાજમાન થઈ શકે છે. ત્યારે સવાલ એ છે કે અન્ય લઘુમતીઓની સરખામણીએ ભારતની મુખ્યધારામાં મુસ્લિમો કેટલી હદે સામેલ થયા છે અને તેની પાછળના કારણો ક્યાં છે? ભારતની મુખ્યધારામાં મુસ્લિમોને સામેલ કરવા માટે ગાંધીજીથી માંડીને અત્યારસુધીના મોટાભાગના નેતાઓએ મુસ્લિમ તુષ્ટિકરણની નીતિ અપનાવી છે. દુર્ભાગ્ય તો એ વાતનું છે કે જેઓ કહી રહ્યાં છે કે જસ્ટિસ ફોર ઓલ એન્ડ અપિઝમેન્ટ ફોર નન, તેમણે પણ પોતાના વચનો પાળ્યા નથી. જેના કારણે પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે 1937નું પુનરાવર્તન થઈ રહ્યું છે, તે વખતે જે રીતે મુસ્લિમ લીગના વડપણ નીચે મુસ્લિમોએ વંદેમાતરમનો વિરોધ કર્યો હતો, તેવી જ રીતે જમિયત ઉલેમા એ હિંદના અધિવેશનમાં વંદેમાતરમને બિનઈસ્લામિક ગણાવતા દેવબંદના ફતવાનું ખુલ્લેઆમ સમર્થન કરવામાં આવ્યું છે. આઝાદીને આજે 62 વર્ષ થયા છે, છતાં મુસ્લિમોની તકિયાનુસી માનસિકતામાં કોઈ ફરક આવ્યો નથી. ભારતની પ્રત્યે પ્રેમની આદરની અભિવ્યક્તિ કરતાં વંદેમાતરમ ગીતને કેટલાંક નાસમજોની હરકતને કારણભૂત ગણાવીને બિનઈસ્લામિક ગણવાની હિમાકત કરી છે. આવી પરિસ્થિતિ તથા ભારતમાં ચાલી રહેલી ભાંગફોડની રાષ્ટ્રવિરોધી પ્રવૃતિમાં મુસ્લિમ યુવાનોની સંલિપ્તતા મુસ્લિમ સમાજના ભારતમાં મુખ્યપ્રવાહમાં સામેલ થવાની બાબતે પ્રશ્નાર્થો ઉભા કરે છે. ત્યારે કારણો શોધવા જોઈએ કે તેઓ ભારતના મુખ્યપ્રવાહમાં સામેલ થયા નથી તેની પાછળ અન્ય સમાજ જવાદાર છે, ભારતની બંધારણીય વ્યવસ્થા જવાબદાર છે, બંધારણનો દુરુપયોગ કરનારી રાજકીય વ્યવસ્થાનો દોષ છે કે ભારતના રાજનેતાઓની મુસ્લિમ સમાજને વોટબેંક તરીકે જોવાની વૃતિ જવાબદાર છે?
આ પ્રશ્નોના જવાબ શોધવાના તો દૂર રહ્યાં પણ આ સંદર્ભે વધારે ગુંચવાડો ઉભો કરીને મુસ્લિમોને ભારતના મુખ્યપ્રવાહથી દૂર રાખીને ભારતની એકતા અને અખંડિતતાને તાક પર મૂકવાની કોશિશ રાજકારણીઓ અવારનવાર કરી રહ્યાં છે. સચ્ચર સમિતના રિપોર્ટને કારણે સરકારે પણ માન્યુ કે ભારતના મુસ્લિમોની હાલત દલિતો અને વનવાસીઓ કરતાં પણ ખરાબ છે. અહીંથી જ દલિતો અને આદિવાસીઓના હક પર તરાપ મારવા માટેની રણનીતિ તૈયાર કરવામાં આવી છે. ભારતના વડાપ્રધાને લોકસભાની ચૂંટણી પહેલા ભારતના સંસાધનો પર લઘુમતીઓનો પ્રથમ અધિકાર હોવાની વાત કહીને હદ કરી નાખી છે. જાણે કે આ દેશમાં ગરીબ, વંચિત અને શોષિત સમાજ લઘુમતી અને ખાસ કરીને મુસ્લિમ જ હોય. આંધ્રપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ધર્મના નામે મુસ્લિમોને અનામત આપવાની વાત કરવામાં આવી. ત્યાં સુપ્રિમ કોર્ટ અને હાઈકોર્ટે ધર્મના નામે અનામત આપવાની મનાઈ કરીને તે જોગાવાઈને લાંબા સમય સુધી ઠેલી રાખી હતી. જો કે કાયદાનો પોતાના રાજકીય લાભ માટે ઉપયોગ કરનારા અને અર્થઘટન કરનારા રાજકારણીઓએ આંધ્રપ્રદેશમાં મુસ્લિમોને ચાર ટકા અનામત આપ્યુ છે. ધર્મના નામે અનામતનું રાજકારણ ખેલનારા રાજકારણીઓમાં કોંગ્રેસ મુખ્ય હતી. કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકારે ઓકટોબર 2004માં પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ રંગનાથ મિશ્રાના વડપણ હેઠળ ધાર્મિક અને ભાષાકીય લઘુમતીઓ માટેના રાષ્ટ્રીય પંચની રચના કરી હતી. આ પંચે 2005માં કાર્યભાર સંભાળ્યા બાદ મે-2007માં લઘુમતીઓને ધર્મના નામે અનામત આપવાની ભલામણોવાળો અહેવાલ વડાપ્રધાન મનમોહનસિંહને સુપ્રત કર્યો હતો. જો કે તે સમયે હિમાચલપ્રદેશ, ગુજરાત અને કર્ણાટકમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીઓ અને 2009ની લોકસભાની ચૂંટણીઓમાં યુપીએ તથા કોંગ્રેસને કોઈ રાજકીય પડકારનો સામનો ન કરવો પડે, તે માટે અહેવાલને બે વર્ષ સુધી દબાવી રાખવામાં આવ્યો હતો.
હાલમાં ચાલી રહેલા શિયાળુ સત્રમાં ડિસેમ્બર-2009ના આખરમાં આ અહેવાલને સંસદીય પટલ પર લઘુમતી બાબતોના કેન્દ્રીય મંત્રી સલમાન ખુરશીદે મૂક્યો છે. ત્યારે જોવાનું એ રહે છે કે સંસદ બહાર જુદાજુદા રાજકીય પક્ષોની પ્રતિક્રિયાઓને કારણે રાજકીય ભડકાનું સ્વરૂપ ધારણ કરનાર રંગનાથ પંચનો અહેવાલ સંસદમાં કેવીક આગ લગાવે છે. કારણ કે સંસદમાં લાગેલી આગ તેના અમલીકરણ સ્વરૂપે સામે આવશે, તો દેશભરમાં આંદોલનો થાય તેવી સંભાવનાઓ નકારી શકાય તેમ નથી. વળી રંગનાથ પચના અહેવાલને સંસદીય પટલ પર અત્યારે જ શા માટે મૂકવામાં આવ્યો તે પરિસ્થિતિનું વિશ્ર્લેષણ કરવું પડે તેમ છે. ઈન્ડિયન એક્સપ્રેસમાં લીક થયા બાદ બાબરી ધ્વંસ પરનો લિબરાહન રિપોર્ટ સંસદીય પટલ પર નાછૂટકે યુપીએ સરકારને મૂકવો પડયો છે. આ રિપોર્ટને કારણે યુપીએના નેતાઓના નિવેદનો પરથી આકલન નીકળી શકે કે તેઓ માને છે કે દેશના મુસલમાનો તેમની તરફ ફરીથી ખેંચાયા છે અને ભાજપ તથા સંઘપરિવારના વિરુદ્ધનું વાતાવરણ બન્યું છે. આવી પરિસ્થિતિનો પૂરો ફાયદો ઉઠાવવા માટે તેમણે રંગનાથ પંચનો અહેવાલ રાજકીય ગણતરીઓના આધારે સંસદીય પટલ પર મૂક્યો છે. રંગનાથ પચે સરકારી નોકરીઓમાં મુસ્લિમો માટે દસ ટકા અનામત અને અન્ય લઘુમતીઓ માટે પાંચ ટકા અનામતની ભલામણ કરી છે. આ ઉપરાંત પંચે તમામ ધર્મોમાં દલિતોને અનુસૂચિત જાતિનો દરજ્જો આપવાની તરફેણ કરી છે. પંચે લઘુમતીઓ માટેના ક્વોટા સંદર્ભે કહ્યું છે કે જો કેન્દ્ર અને રાજ્ય સરકારની કોઈપણ કેડર કે ગ્રેડમાં 10 ટકા મુસ્લિમ અનામતમાંની કોઈ જગ્યા ખાલી રહે છે, તો તે જગ્યાને અન્ય લઘુમતીઓ દ્વારા ભરવી જોઈએ. પરંતુ આ તમામ લઘુમતીઓ માટે જે કુલ 15 ટકા અનામત છે તે કોઈપણ સંજોગોમાં બહુમતી સમુદાયના સભ્યોથી ભરવી ન જોઈએ.
આ જોગવાઈ માટે બંધારણની અનુચ્છેદ-16(4)ને આધાર બનાવવામાં આવી છે. તર્ક આપવામાં આવ્યો છે કે ઓબીસીને તેના આધારે જોબ ક્વોટા મળી શકે, તો સામાજિક અને આર્થિક રીતે પછાત લઘુમતીઓને પણ અનામત આપી શકાય તેમ છે. ત્યારે સૌથી પહેલો પ્રશ્ન એ છે કે ધર્મના આધારે કોઈપણ સંજોગોમાં અનામત નહીં આપવાના બંધારણના ઘડવૈયાઓની ભાવના અને બંધારણીય સહમતીનું શું થશે? અન્ય ભલામણોની સાથે સાથે પંચે અનુસૂચિત જાતિના દરજ્જાને ધર્મથી અલગ રાખવાની ભલામણ કરી છે. પંચે 1950ના શિડયુલ્ડ કાસ્ટ ઓર્ડરને રદ્દ કરવાની માગણી કરી છે. શિડયુલ્ટડ કાસ્ટ ઓર્ડર હેઠળ શરૂઆતમાં હિંદુ અને ત્યાર બાદ બૌદ્ધ અને શીખને અનુસૂચિત જાતિમાં દાખલ થવાની પરવાનગી મળેલી છે. જ્યારે આ શિડયુલ્ડ કાસ્ટ ઓર્ડરના કારણે મુસ્લિમો, ખ્રિસ્તીઓ, જૈનો અને પારસીઓ એસસીમાંથી બાકાત રહ્યાં છે. પંચની આ ભલામણને અનુસૂચિત જાતિના હકો પર તરાપ મારવા બરાબર ગણવામાં આવે છે. પંચની અંદર પર આ સંદર્ભે સહમતિ નથી કે ખ્રિસ્તી કે મુસ્લિમ બનેલા દલિતોને પણ એસસી ગણવામાં આવે.પંચના સેક્રેટરી આશા દાસે પંચની આ ભલામણ સામે નારાજગી દર્શાવીને મામલો સુપ્રિમ કોર્ટને સોંપવા માટેનું સૂચન કર્યું છે. તેમણે કહ્યું છે કે તેના માટેનું કોઈ કારણ નથી. તેમણે કહ્યું છે કે કોઈ દલિત ધર્માંતરણ કરીને ઈસાઈ કે મુસ્લિમ બને તો તેનો સમાવેશ એસસીમાં ન કરતાં તેને ઓબીસીમાં સમાવિષ્ટ કરવા જોઈએ. જો કે પંચે કહ્યું છે કે તેઓ ભલામણના દરેક શબ્દને દ્રઠતાપૂર્વક વળગી રહ્યાં છે.
પંચે વિકલ્પ સૂચવતા કહ્યું છે કે જો આ ભલામણના અમલમાં મુશ્કેલી પડે તો ઓબીસીને અપાતા 27 ટકા અનામતમાંથી 8.4 ટકાનો સબ ક્વોટાલઘુમતીઓને ફાળવવો. પંચે તેમાંથી 6.2 ટકાનો ક્વોટા માત્ર મુસ્લિમો માટે અને બાકીનો ક્વોટા અન્ય લઘુમતીઓને આપવાની ભલામણ કરતું મોડલ પણ સૂચવ્યું છે. રંગનાથ પંચનો તર્ક છે કે કુલ લઘુમતીઓમાંના 73 ટકા મુસ્લિમો હોવાથી તેમને સબક્વોટામાંથી 6 ટકા હિસ્સો આપવો જોઈએ. રંગનાથ પંચની જોગાવાઈઓ જોતાં આ અહેવાલ બંધારણની મૂળ ભાવના અને અનામત સંદર્ભે બંધારણીય ઘડવૈયાઓની મૂળ ભાવના સાથે સુસંગત નથી. હિંદુ સમાજના કલંક સમાન અસ્પૃશ્યતાના દૂષણ અને જાતિપ્રથાની કુવ્યવસ્થાને કારણે આગળ વધી નહીં શકેલા સમાજના કચડાયેલા અને દબાયેલા વર્ગો માટે અનામતની વ્યવસ્થા દાખલ કરવામાં આવી હતી. ત્યારે પોતાને ત્યાં વર્ણવ્યવસ્થા, જાતિપ્રથા અને અસ્પૃશ્યતા જેવા દૂષણો ન હોવાનો દાવો કરનારા મુસ્લિમો અને ખ્રિસ્તીઓ કઈ રીતે પોતાનામાં ધર્માંતરિત થનારા દલિત માટે અનામત માંગી શકે?આવું અનામત તેમના ધર્મની મૂળ ભાવનાઓની વિરુદ્ધ નથી? જો વંદેમાતરમ બિનઈસ્લામિક હોઈ શકે તો સામાજિક અસમાનતાને આધાર બનાવીને અમલમાં આવેલી અનામત પ્રથાને બિનઈસ્લામિક ગણીને તેના લાભ લેવાની મનાઈ ફરમાવતો ફતવો બહાર પાડવામાં નહીં આવે? જો આમ ન થાય તો સમજવું કે માત્ર ભારત વિરોધ અને હિંદુઓની ભાવનાનો અનાદર જ વંદેમાતરમ વિરુદ્ધના ફતવાની મૂળ ભાવના છે.
રંગનાથ પંચનો અહેવાલ તેની ભલામણો થકી એસસી, એસટી અને ઓબીસીના હાલના વર્ગોના અધિકારો પર તરાપ છે. આ પંચના અહેવાલ થકી યુપીએ સરકાર બંધારણીય સભાના ધાર્મિક આધારે અનામત નહીં આપવાની સહમતિનો હ્રાસ કરી રહી છે. રંગનાથ પંચના અહેવાલનો અમલ હિંદુ એસસી, એસટી અને ઓબીસી માટે મૃત્યુ સમાન છે. કારણ કે સુપ્રિમ કોર્ટે પોતાના વિખ્યાત ચુકાદામાં અનામતની મર્યાદા પચાસ ટકાથી વધારે ન હોઈ શકે તેવું કહ્યું છે. ત્યારે જો રંગનાથ પંચની ભલામણોનો અમલ કરવો હોય તો દલિતો, વનવાસીઓ અને અન્ય પછાત વર્ગોના હકોમાં ભાગ પડાવવો પડે તેમ છે. વળી આ ભલામણો દ્વારા દેશમાં ધર્માંતરણને પ્રોત્સાહન પણ મળશે. કારણ કે અનામતના હકો મેળવવા માટે અલગ-અલગ જાતિના નેતાઓ અનામતની શ્રેણીમાં તે જાતિને લાવી દેવાનું રાજકારણ રમતા રહ્યાં છે. વળી કેટલાંક કિસ્સાઓમાં ખોટા સર્ટિફિકેટ દ્વારા અનામતનો લાભ લેનારા લોકોના કિસ્સા પણ સામે આવ્યા છે. તો તેવી જ રીતે બેકારીના આ વખતમાં ધાર્મિક આધારે અનામત યુવાનોના ધર્માંતરણનું કારણ બની શકે છે. મુસ્લિમ ધર્મમાં એક કરતાં વધારે પત્ની રાખવાનો કાયદો અન્ય ધર્મના લોકો દ્વારા દુરુપયોગ પામ્યો છે. ત્યારે ધાર્મિક આધારે અનામત હેઠળ આવા સગવડિયાં ધર્માંતરણોના દાખલા નહીં બને તેવી કોઈ ખાતરી ખરી?
આ રિપોર્ટમાં બીપીએલ લિસ્ટને સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત શોધવા માટેનો મુખ્ય આધાર ગણવાની વાત કરવામાં આવી છે. ત્યારે સવાલ એ છે કે બીબીએલ લિસ્ટમાં ધાંધલીના અહેવાલોની તપાસ કરવામાં આવશે કે કેમ? આ સિવાય મુસ્લિમો અને અન્ય લઘુમતીઓ માટે ઉપયોગમાં લેવાયેલા આંકડાઓની નિષ્પક્ષ સત્યતા ચકાસાશે કે કેમ? જો કે હાલમાં ઉપલબ્ધ આંકડાઓમાં પણ પંચ અને સરકારના તર્કો સામે વિરોધાભાસ ઉભો થઈ શકે તેવા તથ્યો રહેલા છે. હાલમાં શિક્ષણ, નર્સિંગ, ક્લેરિકલ અને જુનિયર સીઈઓ કક્ષાએ સારા ભણતર અને અન્ય યોગ્યતાઓને કારણે ખ્રિસ્તીઓ તેમની સંખ્યાના પ્રમાણમાં વધારે સંખ્યામાં છે. તો શું તેવા ખ્રિસ્તી સમુદાયની જોબ ઓપોર્ચ્યુનિટી રંગનાથ મિશ્રાના અહેવાલને કારણે ઘટી નહીં જાય? આ તથ્યને ધ્યાનમાં રાખીને ધ પુવર ખ્રિશ્ચિયન લિબરેશન મૂવમેન્ટ(પીસીએલએમ) અને ઈન્ડિયન ખ્રિશ્ચિયન રાયટિયસ એકશન ફોરમ(આઈસીઆરએએફ)ના નેતાઓએ રંગનાથ મિશ્રાની ભલામણોને નજરઅંદાજ કરવાની વડાપ્રધાનને અપીલ કરી છે. તેમણે રોગ કરતાં સૂચવાયેલી દવાને વધારે ખતરનાક ગણાવી છે. તેમના માનવા પ્રમાણે ધાર્મિક આધારે અનામત ગરબંધારણીય અને લઘુમતી તથા હિંદુ દલિતો અને ઓબીસી વચ્ચે વૈમનસ્ય પેદા કરનારું છે.
સવાલ એ છે કે દેશમાં લઘુમતીવાદને પુનર્જીવિત કરવાની ગણતરીમાં રંગનાથ મિશ્રા અહેવાલ એક પડાવ તો નથી ને? કારણ કે જસ્ટિસ રંગનાથ મિશ્રા રાજ્યસભામાં છ વર્ષ સુધી કોંગ્રેસના સાંસદ રહ્યાં છે. તેના કારણે તેમની ન્યાયિક દ્રષ્ટિ રાજકીય રંગે રંગાય હોવાની સંભાવના નકારી શકાય તેમ નથી. રંગનાથ મિશ્રા અહેવાલના રજૂ થયા બાદ તેના પર એકશને ટેકન રિપોર્ટ માટે પણ માગણી ઉઠી છે. જો કે આ પંચ ઈન્કવાયરી એક્ટ નીચે સ્થપાયેલું ન હોવાને કારણે તેના પર એકશન ટેકન રિપોર્ટની જરૂર ન હોવાની વાત લઘુમતી બાબતોના મંત્રી સલમાન ખુરશીદે સંસદમાં કરી છે. જેના કારણે સ્પષ્ટ બને છે કે ધાર્મિક આધારે મુસ્લિમો અને અન્ય લઘુમતીઓને અનામતનું ગાજર બતાવીને કોંગ્રેસના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર આગામી દિવસોમાં આવનારી વિધાનસભા ચૂંટણીમાં ગણતરીપૂર્વક મુસ્લિમ અને લઘુમતીવાદનું કાર્ડ ખેલવા માંગે છે. કારણ કે ઉત્તરપ્રદેશ, બિહાર, કેરળ અને પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી આગામી બે વર્ષ દરમિયાન આવનાર છે. જેમાંથી ઉત્તરપ્રદેશમાં 18 ટકા મુસ્લિમ, બિહારમાં 16 ટકા મુસ્લિમ, કેરળમાં 23 ટકા મુસ્લિમ અને પશ્ચિમ બંગાળમાં 30 ટકા મુસ્લિમ છે. જેમના એકજથ્થામાં મત લેવા માટે રંગનાથ મિશ્રા પંચનો અહેવાલ એક મોટી ભૂમિકા ભજવશે, તેવું કોંગ્રેસી નેતાગણને લાગે છે. તેઓ તેમના આ પ્રયાસમાં સફળ થશે, તો આગળ મિશન-2014 માટે કોંગ્રેસ અને યુપીએ ઘટકદળો મોટાપાયે લઘુમતીવાદને પુનર્જીવિત કરવાના અન્ય તિકડમ રચશે. ત્યારે તેની સામે હિંદુ હિત કી બાત કરેગા, વોહી દેશ મેં રાજ કરેંગા...વાળી ભાવના ફરીથી પેદા કરવા માટે કોઈ દીર્ધકાલિન, રચનાત્મક અને પરિણામલક્ષી કાર્યક્રમ દેશભરમાં આંદોલન સ્વરૂપે ઉભરે તો જ કોંગ્રેસને જડબાતોડ જવાબ આપી શકાય તેમ છે. યાદ રહે કે મુસ્લિમ લીગ જે કરી શકી, તેનું કોંગ્રેસ દ્વારા થઈ રહેલું પુનરાવર્તન અટકાવવા માટે હિંદુઓની સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક એકતાની સાથે સાથે રાજકીય એકતા પણ એટલી જ જરૂરી છે.

Tuesday, November 17, 2009

વંદે માતરમનો નિરાદર, રાષ્ટ્રીય અસ્મિતાનો અનાદર

ભારતમાં બ્રિટિશકાળથી બિનવિવાદાસ્પદ બાબતોને વિવાદાસ્પદ બનાવવાનો એક સિલસિલો શરૂ થયો છે. લાગતું હતું કે આઝાદી બાદ આ સિલસિલો સમાપ્ત થશે. પણ લાગે છે કે કેટલાંક સ્થાપિત હિતો ધરાવતા અને તેને પામવા માટે કાર્યરત લોકો અને સંગઠનો આવી બિનવિવાદાસ્પદ બાબતોને વિવાદાસ્પદ બનાવી રાખવાનો સિલસિલો સમાપ્ત કરવા માટે તૈયાર નથી. વંદે માતરમ એટલે કે માતૃભૂમિની માતા માનીને વંદના કરવી. શું વાંધો હોઈ શકે છે, માતૃભૂમિની માતાતુલ્ય સમજીને વંદના કરવામાં? આઝાદી પહેલા જે વંદે માતરમ ગીત ગાતા ગાતા હિંદુ-મુસ્લિમ યુવાનિયાઓ સ્વતંત્રતા માટે હસતે મોઢે ફાંસીએ ચઢયા હતા, જે વંદે માતરમના ગાનથી બંગ-ભંગને રદ્દ કરવું પડયું હતું, જે વંદે માતરમ ભારતની એકતાનો સૂત્રપાત કરતું હતું. તે વંદે માતરમ કોમવાદી રાજકારણ ચલાવી રહેલી મુસ્લિમ લીગ માટે એક શસ્ત્ર બન્યું હતું. મુસ્લિમ લીગે વંદે માતરમ કે જે તે વખતે રાષ્ટ્રીય ગાન બની ચૂક્યું હતું, તે વંદે માતરમને કોંગ્રેસ સામે શસ્ત્ર સ્વરૂપે ઉપયોગમાં લાવીને મુસ્લિમોને હિંદુઓ વિરુધ્ધ ભડકાવ્યા હતા. દેશના અન્ય પ્રતીકો સામે પણ આવી જ મોહિમ ચલાવીને મુસ્લિમ લીગે થોડા વર્ષોમાં જ ધર્મના આધારે દ્વિરાષ્ટ્રના પ્રતિપાદન સ્વરૂપે પાકિસ્તાનને પ્રાપ્ત કરી લીધું હતું. જો કે આઝાદી બાદ વંદે માતરમ રાષ્ટ્રીય ગાનનો દરજ્જો તો પામ્યું નથી. પણ વંદે માતરમને જન ગન મન- રાષ્ટ્રીય ગાન સમકક્ષ રાષ્ટ્ર ગીતનો દરજ્જો આપવામાં આવ્યો છે. ત્યારે માનવામાં આવતું હતું કે આ વિવાદ હવે સમાપ્ત થઈ ચૂક્યો છે. પણ આ 1937 નથી, આ 1947 નથી, આ 1948 નથી કે આ 1949 કે 1950 નથી, આજે 2009 છે. ઉત્તરપ્રદેશના દેવબંદ ખાતે પોતાને રાષ્ટ્રવાદી ગણાવતા મુસ્લિમોના રાષ્ટ્રવાદી ગણાવાતા સંગઠન જમિયત ઉલેમા એ હિંદના 30મા અધિવેશનમાં સેંકડો ઉલેમાઓ અને મુસ્લિમોની હાજરીમાં વંદે માતરમને બિનઈસ્લામિક ગણાવતા ફતવાનું સમર્થન કરતો પ્રસ્તાવ પારિત કરે છે. આઝાદીના 62 વર્ષ બાદ આટલી મોટી સંખ્યમાં એકઠા થયેલા મુસ્લિમોને ઉલેમાઓ અને જમિયત ઉલેમા એ હિંદ શું સંદેશો આપવા માગે છે? દેવબંદના વંદેમાતરમ વિરુધ્ધના ફતવાનું અત્યારે સમર્થન કરીને જમિયત ઉલેમા એ હિંદ શું સાબિત કરવા માગે છે? આ ઈતિહાસના કોઈ પુનરાવર્તનની ઘટના તો નથી ને? આ સવાલોના જવાબ તો સમય જ આપશે.
જમિયત ઉલેમા એ હિંદના મૌલાના મહમૂદ મદનીએ જમિયતના વંદે માતરમને બિન ઈસ્લામિક કરાવતા ફતવા અંગે સ્પષ્ટીકરણ આપતા કહી રહ્યાં છે કે આ પ્રસ્તાવમાં વંદે માતરમનો વિરોધ કરવાની વાત નથી. માત્ર વંદે માતરમ બિન ઈસ્લામિક હોવાથી મુસ્લિમોને વંદે માતરમ ન ગાવાનું સૂચન કરવામાં આવ્યું છે. તેઓ સુપ્રિમ કોર્ટના ફરજિયાત વંદે માતરમ ગાવ સંબંધે કોઈને બાધ્ય ન કરી શકાય, તે મતલબના ચુકાદાને પણ ટાંકી રહ્યાં છે. જો કે અત્રે પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે આજે વંદે માતરમને બિન ઈસ્લામિક ગણાવીને તે ન ગાવાનું સુચન કરાયું છે. બની શકે કે કદાચ ભવિષ્યમાં આ સંસ્થા કે અન્ય કોઈ મુસ્લિમોના નામે કામ કરતી સંસ્થા વંદે માતરમનો વિરોધ પણ કરે. આજે વંદે માતરમન ગાવાનું સૂચન કરનારા લોકો આવતીકાલે કદાચ ભારતના રાષ્ટ્રધ્વજ સામે ઝુકવાની પણ મનાઈ ફરમાવે, અશોક સ્તંભ સામે પણ વાંધો ઉઠાવે, જન ગન મન પણ તેમને કોઈ કારણસર વાંધાજનક લાગે, તો તેવા સંજોગોમાં ફરી એક વખત ભારતમાં ઈતિહાસની પુરોક્તિ થઈ શકે તેવી સંભાવના નકારી શકાય તેમ નથી. વંદે માતરમ રાષ્ટ્રની અસ્મિતા સાથે જોડાયેલું ગીત છે, માત્ર ગીત જ નથી, પણ શહીદો અને સ્વતંત્રસેનાનીઓએ ભારતને પરતંત્ર બનાવનારી શક્તિઓ સામે કરેલો યુધ્ધ ઘોષ છે. રાષ્ટ્ર પેદા થાય છે અને તેનો ક્રમિક વિકાસ આગળ વધે છે, ત્યારે તેની સાથે...તેની અસ્મિતા સાથે કેટલીક બાબતો પ્રતીકો જોડાય છે. સમયાંતરે જોડાતા આ પ્રતીકો અને બાબતો રાષ્ટ્રના લોકો માટે સર્વદા આદરણીય બની જતા હોય છે. પછી તે તિરંગો હોય, જન ગન મનનું રાષ્ટ્રીય ગાન હોય કે અશોક સ્તંભ હોય કે પછી વંદે માતરમ હોય. આવા પ્રતીકો અને બાબતોનું રાષ્ટ્ર સન્માન કરે, તેવી સ્વાભાવિક પ્રક્રિયા છે. જ્યારે કોઈ રાષ્ટ્રની અસ્મિતા સાથે, રાષ્ટ્રના ગૌરવ સાથે અને રાષ્ટ્રના અસ્તિત્વ સાથે જોડાયેલી રાષ્ટ્ર અને લોકો દ્વારા માન્યતા પ્રાપ્ત બાબતોનો અનાદર કરે છે, ત્યારે તેવા વ્યક્તિ કે સંગઠનને રાષ્ટ્રદ્રોહી કેમ ન સમજવો જોઈએ? જેવી રીતે ગુલાબમાં ખુશ્બુ પોતાની મેળે પેદા થાય છે. તેવી રીતે જ નાગરિકોમાં રાષ્ટ્રભક્તિ પણ પેદા થવી જોઈએ. રાષ્ટ્રીય અસ્મિતા સાથે જોડાયેલા પ્રતિકોના સન્માન સાથે જ તો નાગરિકોની રાષ્ટ્રભક્તિ જોડાયેલી છે. જે ગુલાબમાં ખુશ્બુ ન હોય, તે ગુલાબને કોણ સુંઘશે? જેઓ પોતાના રાષ્ટ્રગીત, રાષ્ટ્રધ્વજ અને બંધારણનું સન્માન નથી કરતાં, તેમનું સન્માન કોણ કરશે? રાષ્ટ્રીયગાન સમકક્ષ સન્માન પામેલા રાષ્ટ્રગીત વિરુધ્ધ ફતવો જાહેર કરનારા અને તેનું સમર્થન કરનારા લોકોનું કતૃત્વ દેશદ્રોહની શ્રેણીમાં આવે છે અને તેવો પોતે બુધ્ધિદ્રોહીની કક્ષામાં પહોંચે છે.
વંદે માતરમમાં એવું તે શું છે કે તે ગાવામાં કોઈને પણ તકલીફ પડે? બંકિમચંદ્રે જે વંદેમાતરમ 1875માં લખ્યું હતું, તેના માત્ર પહેલા બે પદો જ આપણા રાષ્ટ્રગીતના સ્વરૂપે માન્યતા પામેલા છે. આ બંને પદોમાં એકપણ શબ્દ એવો નથી કે જે ઈસ્લામ કે અન્ય કોઈની વિરુધ્ધમાં લખાયો હોય. ફતવો બહાર પાડનારા લોકોએ વંદે શબ્દના અર્થને જાણવાની કોશિશ કરી હોય, તેવી કોઈ સંભાવના દેખાતી નથી. સંસ્કૃતનો વંદે શબ્દ વંદ ધાતુ પરથી બનેલો છે. જેનો મૂળ અર્થ છે પ્રણામ, નમસ્કાર, સન્માન, પ્રશંસા. કેટલાંક શબ્દકોશોમાં પૂજા-અર્ચના પણ લખેલું છે. પણ સવાલ એ છે કે માતૃભૂમિની પૂજા કેવી રીતે થશે? મંદિર, મસ્જિદ કે અન્ય પૂજા સ્થળ બનાવવામાં આવશે, તો માતૃભૂમિની પૂજા થઈ જશે? લાખો વર્ગ કિલોમીટરમાં પથરાયેલી આ રાષ્ટ્રભૂમિને કોઈપણ વ્યક્તિ મંદિર કે અન્ય પૂજા સ્થાનમાં કેદ કરી શકશે નહીં. હા, તેના પ્રતિક સ્વરૂપને અવશ્ય પોતાની ભક્તિ અને ભાવનાથી આદર આપશે. પણ તે જે-તે વ્યક્તિની શ્રધ્ધાના આપયેલા સ્વરૂપની વાત છે. અહીં માતૃભૂમિની વંદનાનો સીધો-સાદો અર્થ છે કે પોતાના રાષ્ટ્ર પ્રત્યે શ્રધ્ધા અને સન્માન રાખવા. એવો ક્યો ઈસ્લામી દેશ છે કે જે પોતાની માતૃભૂમિ પ્રત્યે શ્રધ્ધા રાખવાનો વિરોધ કરતો હોય? હજરત મોહમ્મદ પયગંબરે પણ કહ્યું છે કે માતાના પગ તળે સ્વર્ગ હોય છે. ત્યારે સ્વર્ગથી પણ શ્રેષ્ઠ જનની જન્મભૂમિનો અનાદર કરવો પયગંબર મહોમ્મદ સાહેબના ઉપદેશની વિરુધ્ધનું આચરણ નથી, તે ઈસ્લામ વિરુધ્ધનું આચરણ નથી?
માતાનો દરજ્જો એટલો ઉંચો છે કે આપણાં રાષ્ટ્રગીતમાં રાષ્ટ્રભૂમિને માતૃભૂમિ કહેવામાં આવી છે. અફઘાન લોકો પાસેથી માદરે વતન શબ્દ મળ્યો છે. શું તેઓ મુસલમાન નથી? બાંગ્લાદેશના રાષ્ટ્રગીતમાં માતૃભૂમિનો ઉલ્લેખ ચાર વખત આવે છે. શું તમામ બાંગ્લાદેશીઓ કાફિર છે? ઈન્ડોનેશિયા, તુર્કી અને સાઉદી અરેબિયાના રાષ્ટ્રગીતમાં પણ માતૃભૂમિના સૌંદર્ય પર જાન છીડકવામાં આવી છે. શું આ તમામ ઈસ્લામિક રાષ્ટ્રો ઈસ્લામનું ઉલ્લંઘન કરી રહ્યાં છે અને ભારતના મુસ્લિમો વંદે માતરમ ગીતને બિનઈસ્લામિક ગણાવીને તેના વિરુધ્ધ ફતવો જાહેર કરીને ઈસ્લામનું પાલન કરી રહ્યાં છે? જનની જન્મભૂમિને સ્વર્ગથી મહાન ગણાવી છે, તેને ક્યાંય બ્રહ્મથી મહાન ગણાવાઈ નથી. ત્યારે બ્રહ્મ કે અલ્લાહ સાથે સરખામણી કરવી અયોગ્ય બની રહેશે. આને કારણે વંદે માતરમને તૌહીદ(એકશ્વરવાદ) વિરુધ્ધ ઉભું કરવું એક મૂર્ખામીથી વધારે કંઈ જ નથી. હિંદુઓમાં પણ એકેશ્વરવાદીઓ છે, તેમણે પણ ક્યારેય માતૃભૂમિની વંદનામાં તેમના એકેશ્વરવાદનું ઉલ્લંઘન થતું હોવાની વાત કરી નથી. માટે જ વંદે માતરમને તૌહીદ વિરુધ્ધ ઉભું રાખીને તેને ઈસ્લામ વિરોધી ગણાવવું તર્ક સંગત નથી. જ્યાં સુધી વંદે માતરમના ઉર્દૂ તર્જુમાનો સવાલ છે, તો તેમા વંદેનો અર્થ સલામ કે તસ્લીમાત છે. ક્યાય પણ વંદેને ઈબાદત કે પૂજા નથી કહેવાયું. વંદે માતરમનો અંગ્રેજી અનુવાદ કરીએ તો તેમા વંદેને સેલ્યુટના અર્થમાં લેવાયું છે. તેને ક્યાંય પણ વરશિપના અર્થમાં લેવાયું નથી. તેથી જ વંદે માતરમને બુત પરસ્તી સાથે જોડવામાં કોઈ ઔચિત્ય દેખાતું નથી.
દારુલ ઉલુમ દેવબંદ દ્વારા વંદે માતરમ વિરુધ્ધ ફતવાનું સમર્થન કરીને જમિયત ઉલેમા એ હિંદે ફરી એક વખત સાબિત કરી દીધુ છે કે કેટલાંક લોકો ભારતની પંથનિરક્ષતાના તાણા-વાણાંને તારતાર કરવા માટે હજી પણ કાર્યરત છે. આવા લોકો એવા મુદ્દા ઉઠાવી રહ્યાં છે કે જેનું સમાધાન આપણા બંધારણે શોધી કાઢયું છે. વળી કટુ હકીકત એ છે કે મુસ્લિમ નેતૃત્વ દ્વારા વંદે માતરમ સંદર્ભે જે તર્કો રજૂ કરાઈ રહ્યાં છે, તે તર્કોની વકીલાત જ્યારે દેશના વિભાજનની માગણી વખતે મુસ્લિમ લીગે કરી હતી. આ ભાગલાવાદી પરંપરાને હજી પણ ભારતમાં આગળ વધારવામાં આવશે? આવા અધિવેશનમાં પહોંચેલા કેન્દ્રીય ગૃહપ્રધાન પી. ચિદમ્બરમને બાબરી ઢાંચો તૂટયો તે યાદ આવ્યું, પણ વંદે માતરમનો વિરોધ કરનારી જમાતને દેશ તૂટયો તેના સંદર્ભે કંઈપણ કહેવાનું ચિદમ્બરમ ચુકી ગયા હતા. મીડિયામાં ખબર આવી હતી કે વંદે માતરમ વિરુધ્ધના જમિયતના પ્રસ્તાવના મંજૂર થવાના સમયે પી.ચિદમ્બરમ હાજર હતા. જો કે પાછળથી આ સમાચારને રદિયો આપવામાં આવ્યો હતો.
જરા નજર કરો વંદે માતરમના ઈતિહાસ પર. વંદે માતરમનો ઈતિહાસ કોઈ પણ રીતે કલંકિત નથી. જો કે તેને મુસ્લિમ લીગી વિરોધ અને દેવબંદી ફતવાઓથી કલંકિત થવું પડયું છે. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયના આનંદ મઠમાં સામેલ વંદે માતરમની રચના તે ઉપન્યાસની રચના પહેલા એટલે કે 1875માં રચના કરવામાં આવી હતી. જ્યારે બંકિમચંદ્રે આનંદ મઠની રચના 1882માં કરી હતી. પોતાના આવિર્ભાવના ત્રીસ વર્ષ બાદ એટલે કે 7મી ઓગસ્ટ, 1905ના દિવસે પહેલી વાર વંદે માતરમે રાષ્ટ્રમંત્રનું રૂપ લીધું અને બંગ ભંગના વિરોધમાં કોલકત્તાની ગલીઓમાં ગુંજવા માંડયું હતું. 20મી મે, 1906ના દિવસે બોરિસાલમાં વંદે માતરમ લખેલા ઝંડાઓ સાથે વંદે માતરમના ગાન અને ઉદઘોષ સાથે દસ હજાર હિંદુ-મુસ્લિમોનું જૂલુસ નીકળ્યું હતું. બંગ ભંગ વિરુધ્ધના આંદોલન વખતે ખૂન-ખરાબા અને ધરપકડો થઈ, ત્યારે વંદે માતરમે જન જનના કંઠહાર બનીને પ્રેરક બળ પુરું પાડયું હતું. 1920-22ના ખિલાફત આંદોલનમાં ઈસ્લામી કટ્ટરવાદીઓના ફરીથી ઉભરવાને કારણે વિરોધના સૂર પ્રખર બન્યા હતા. તે પહેલા મુસ્લિમ લીગ મંદ સૂરોમાં વંદે માતરમનો વિરોધ કરતી હતી. જો કે કોંગ્રેસના રાષ્ટ્રગાન સ્વરૂપે માન્યતા પ્રાપ્ત વંદે માતરમનો વિરોધ 1923ના કાકીનાડા અદિવેશનમાં કોંગ્રેસ અધ્યક્ષ મૌલાના મોહમ્મદ અલીએ મજહબી આધારે વિરોધ કર્યો હતો. તેમ છતાં સંપૂર્ણ વંદે માતરમનું ગાન કરવામાં આવ્યું હતું. આ પરંપરા 1938ના હરિપુરા કોંગ્રેસ અધિવેશન સુધી ચાલું રહી હતી. મુસ્લિમ લીગના ભાગલાવાદી નેતા મોહમ્મદ અલી ઝીણા કોંગ્રેસમાં હતા, ત્યાં સુધી વંદે માતરમનું ગાન કરતાં હતા. જો કે 1937માં મુસ્લિમ લીગ કોન્ફરન્સમાં ઝીણાએ રાષ્ટ્રીય ઝંડા, વંદે માતરમ અને હિંદીનો વિરોધ કર્યો હતો. તેમનો તર્ક હતો કે ઝંડો, ગીત અને ભાષા ત્રણેય હિંદુઓના પ્રતિક ચિન્હ છે, માટે તે મુસ્લિમો માટે સર્વદા અસ્વીકાર્ય છે. 1937માં કોંગ્રેસે મુસ્લિમોમાં વધી રહેલા વંદે માતરમ વિરોધને ધ્યાનમાં રાખીને સમિતિની રચના કરીને નિષ્કર્ષ આપ્યો કે વંદે માતરમના પહેલા બે છંદોને રાષ્ટ્રીય ગીત સ્વરૂપે સ્વીકારવા. જો કે રિયાયતો અને તેવી જ અન્ય છૂટને કારણે એક દશક જેટલાં ઓછા સમયમાં ઝીણા ઈસ્લામિક દેશ સ્વરૂપે પોતાની મહત્વકાંક્ષા પૂર્ણ કરી શક્યા હતા. આઝાદી બાદ કેટલાંક મુસ્લિમ નેતાઓના વાંધાને ધ્યાનમાં રાખીને વંદે માતરમના પ્રથમ બે છંદોને જ રાષ્ટ્રગીત તરીકે માન્યતા આપીને જન ગન મન સમાન સન્માન આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારે રાષ્ટ્રગીત તરીકે માન્યતા પ્રાપ્ત વંદે માતરમમાં ભારતની પ્રાકૃતિક સૌંદર્યની વાતથી મજહબી કટ્ટરતા ધરાવતા લોકોના પેટમાં તેલ કેમ રડાય છે? તેમના હ્રદયમાં અન્ય કોઈ બાબત તો રમી નથી રહી ને? તે પણ સંશોધનનો વિષય છે.
વંદે માતરમનો વિરોધ કરનારાઓને ખબર છે કે વંદે માતરમના ગીત ગાતા ગાતા ખુદીરામ બોઝ , મદનલાલ ઢીંગરા અને અશફાક ઉલ્લાખાન જેવા અનેક નામી-અનામી દેશભક્તોએ ફાંસીને માંચડે ચઢીને મોતને વ્હાલું કર્યું હતું. કિશોર વયના ચંદ્રશેખર આઝાદને વંદે માતરમના નારા થકી જ ક્રૂર અંગ્રેજોના કોડા સહન કરવાની શક્તિ મળી હતી. વંદે માતરમના ગાન થકી જ તેઓ અન્ય ક્રાંતિકારી પ્રવૃતિઓને જારી રાખી શકયા હતા. વંદે માતરમ ભારતના સ્વતંત્રતા સંગ્રામનો યુધ્ધ ઘોષ હતો. સંપૂર્ણ વંદે માતરમમાં ભારતમાતાને દુર્ગા કે કાલી સ્વરૂપે દર્શાવવામા આવ્યા છે. પણ તે કવિની અભિવ્યક્તિનું સામર્થ્થ છે કે માતૃભૂમિને તેમણે દુર્ગા સ્વરૂપે કે કાલી સ્વરૂપે દર્શાવી છે. પણ કોઈ કવિ પોતાની પૃષ્ઠભૂમિ પ્રમાણે પોતાની રાષ્ટ્રભૂમિને માતૃભૂમિ કે દુર્ગા સ્વરૂપે સ્થાપીને તેની વંદના ન કરી શકે. વળી આનંદ મઠમાં વિદ્રોહી સ્વતંત્રતાકાંક્ષી સંન્યાસીઓનો જંગ મુસ્લિમ જમીનદાર સામે હતો. તે યોગાનુયોગ છે. વંદે માતરમ ગીત આનંદ મઠની રચના પહેલા 1875માં રચાયું છે. વળી આનંદ મઠના દ્વીતિય સંસ્કરણમાં વિદ્રાહી સ્વતંત્રતાકાંક્ષી સંન્યાસીઓ સામે બ્રિટિશરોને દર્શાવાયા છે. જો કે આના કારણે વિરોધ કરનારા લોકોને કારણે વંદે માતરમના પ્રથમ બે છંદોને રાષ્ટ્રીય ગીત તરીકે માન્યતા આપવામાં આવી છે. જો કે મુસ્લિમ લીગે આવી સમજાવટો છતાં અંત સુધી પોતાનો દુરાગ્રહ છોડયો નથી, પણ પોતાની દુર્બુધ્ધિ અહીં છોડી ગયા છે. આ દુર્બુધ્ધિને આપણા સ્વતંત્ર ભારતની જમિયત ઉલેમા એ હિંદ છાતીએ શા માટે લગાડી રહી છે? જમિયત ઈસ્લામના પંડિતો, વિદ્વાનો અને આલિમોની સંસ્થા છે. તે મુસ્લિમ લીગીઓની જેમ અંગ્રેજોના હાથમાં ખુરશી માટે રમતું રમકડું તો નથી. ત્યારે તેમની પાસે આશા રાખી શકાય કે તેઓ સમગ્ર મામલા પર ફરીથી ખુલીને વિચારે અને મુસ્લિમોને સાચો સંદેશો આપે. તેઓ મુસ્લિમ લીગના ટોટકાઓની લાશનું વહન શા માટે કરી રહ્યાં છે? તેનો મકસદ ઈસ્લામની ખિદમત છે કે મુસ્લિમ લીગના વારિસ બનવાનો છે? વંદે માતરમ પરના નકલી વિવાદના મુદ્દાઓ ક્યારનાય મુસ્લિમ લીગની કબરમાં સુઈ ગયા છે. હવે તેમને જગાડવાનો ફાયદો અને તેની પાછળનું શું ગણિત હોઈ શકે? જો કે પરિસ્થિતિ આઝાદી પહેલા હતી તેટલી હદે ખરાબ નથી. અત્યારે ઘણા મુસ્લિમો જમિયતના વંદે માતરમ વિરોધી પ્રસ્તાવ સામે અવાજ ઉઠાવી રહ્યાં છે. જે ઘણું સૂચક છે. આઝાદી પહેલા મુસ્લિમોના માનસ વિષાક્ત કરીને વંદે માતરમ જેવા મુદ્દાઓ થકી મુસ્લિમ લીગની દેશ વિભાજનની મનસા પૂરી થઈ શકી હતી. પણ લોક માનસને જોતા મુસ્લિમો હવે આઝાદી પહેલાની માનસિકતા ધરાવતા નથી. અહીંના વતન પરસ્ત મુસ્લિમોએ વંદે માતરમ સામે અપાયેલા ફતવા અને તેનું સમર્થન કરનારાઓ સામે અવાજ બુલંદ કર્યો છે. માટે જો કોઈના પણ મુસ્લિમ લીગી ઈરાદાઓ હોય તો તેમણે ચેતવાની જરૂર છે, આ વખતે દેશ તૂટશે નહીં, પણ તેમનો દેશ નિકાલ થશે. આમતો દેશ ભક્તિમાં પણ ભક્તિ શબ્દ આવે છે અને ભક્તિનો અર્થ પૂજા અને આરાધન થાય છે. તો તમે દેશભક્તિ કે દેશભક્ત સરીખા શબ્દો સામે વાંધો ઉઠાવવાની દુર્બુધ્ધિ તો વાપવાના નથી ને? યાદ રાખો દેશ ભક્તો વંદે માતરમનો નિરાદર, રાષ્ટ્રીય અસ્મિતાનો અનાદર છે. જેને કોઈપણ ભારતીય સહન કરશે નહીં.

Monday, November 16, 2009

ચીની ડ્રેગનના ખંધાઈ ભરેલા દાવપેચ

ભારતની મોટાભાગની સામરિક સમસ્યાઓ માટે પરોક્ષ કે પ્રત્યક્ષપણે ચીન જવાબદાર છે. આ ચીન 1962 પછી એકાદ બે લશ્કરી અટકચાળાને બાદ કરતાં ઘણો લાંબો સમય સુધી પ્રત્યક્ષપણે શાંત રહ્યું હતું. જો કે હવે એશિયા અને ખાસ કરીને દક્ષિણ એશિયામાં બદલાઈ રહેલી સામરિક પરિસ્થિતિને કારણે વધારે વખત શાંત રહેવા માંગતું નથી. જ્યારથી દક્ષિણ એશિયામાં અમેરિકાના પ્રત્યક્ષ લશ્કરી હસ્તક્ષેપને કારણે અને ભારત સાથે કરવામાં આવેલા અસૈનિક પરમાણુ કરારને કારણે સામરિક સ્થિતિમાં પરિવર્તનની શરૂઆત થઈ છે, ત્યારથી ભારત સામે ડ્રેગને આગ ઓકવાનું તેજ કર્યું છે. પછી તે છેલ્લા બે-ત્રણ વર્ષથી ભારત-ચીન સરહદે લાલસેના દ્વારા થતું અતિક્રમણ હોય, અરુણાચલપ્રદેશની વડાપ્રધાન મનમોહનસિંહની યાત્રા હોય કે દલાઈ લામાની તવાંગ મઠની મુલાકાત હોય. તિબેટને હડપ કરી ગયેલું ચીન હવે અરુણાચલ પ્રદેશ પર પોતાની વક્ર દ્રષ્ટિ કરી રહ્યું છે. છેલ્લા કેટલાંક સમયથી ભારતની સરહદે ચીને સૈનિકી ગતિવિધિઓ વધારી દીધી છે. જેના કારણે ભારતે પણ તેવા પગલાં લેવા પડયા છે. ચીની થિંક ટેન્કે કહ્યું છે કે ચીન થોડો પ્રયત્ન કરે તો ભારતના 30થી વધારે ટુકડા કરી શકે છે. તેના માટે ચીની થિંક ટેન્કે ભારતમાં કાશ્મીર, પૂર્વોત્તર અને તમિલ ક્ષેત્રના અલગતાવાદીઓને મદદ કરવાની ભલામણ કરી છે. ભારતના સંરક્ષણ નિષ્ણાત કેપ્ટન ભરત વર્માએ જણાવ્યું છે કે પોતાની આંતરિક પરિસ્થિતિથી પરેશાન ચીન ભારત પર 2012 સુધીમાં હુમલો કરે તેવી સંભાવના છે. તો 4052 કિલોમીટર લાંબી સરહદો પર બંને તરફની લશ્કરી ગતિવિધિઓ જોઈને લોકો જણાવી રહ્યાં છે કે આવી સૈનિકી હિલચાલ 1962 વખતે પણ ન હતી! જેના કારણે એક વાત સ્પષ્ટ બને છે કે ભારત-ચીન સરહદે પરિસ્થિતિ 1962થી અત્યાર સુધી રહી તેવી સામાન્ય નથી. આ તમામ પરિસ્થિતિઓ યુધ્ધ કે યુધ્ધ જેવી પરિસ્થિતિ પેદા થાય તેવી સંભાવનાઓ દર્શાવી રહી છે.
વળી ભારતે દલાઈ લામાને દેશના સન્માનીય મહેમાન ગણાવીને ધાર્મિક-આધ્યાત્મિક પ્રવૃતિઓની છૂટ આપી છે. જેના અંતર્ગત તેવો તિબેટિયનો અને બૈધ્ધોના દ્વિતિય આસ્થા કેન્દ્ર સમા તવાંગ મઠની મુલાકાતે ગયા છે. જેના પરથી ભારત સરકારે ચીનને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે અરુણાચલ પ્રદેશ ભારતનું અતૂટ અંગ છે અને ત્યાં દલાઈ લામા પોતાની ધાર્મિક પ્રવૃતિઓ માટે બેરોકટોક જઈ શકે છે. જો કે ભારતના આ પગલાંથી ચીનના પેટમાં તેલ રેડાયું છે. ચીનની સરકારના નિયંત્રણમાં રહેલા ચીનના મીડિયાએ ભારતને 1962ના યુધ્ધની યાદ અપાવીને ઘણી ખરી-ખોટી સંભળાવી છે. જ્યારે ચીનના વિદેશ મંત્રાલયે કૂટનીતિક રીતે દલાઈ લામાની તવાંગ યાત્રાને ચીન સામેની અલગતાવાદી પ્રવૃતિ ગણાવી છે. ચીનનો દાવો છે કે તવાંગ દક્ષિણ તિબેટનો ભાગ છે અને તે વિવાદાસ્પદ વિસ્તાર હોવાથી ત્યાં આવી યાત્રાઓ માટે પરવાનગી આપવી ન જોઈએ. ચીનના આવા અટકચાળાથી તેની વિસ્તારવાદી માનસિકતા ખુલ્લી પડી રહી છે. સામ્યવાદી ચીનના સંસ્થાપક માઓત્સે તુંગે ચીનના વિસ્તાર સંબંધિત પોતાની વસિયતમાં લખ્યું છે કે તિબેટ એ હાથની હથેળી છે કે જેની પાંચ આંગળીઓ લડાખ, સિક્કિમ, નેપાળ, ભૂટાન અને નેફા(હાલનું અરુણાચાલ પ્રદેશ) છે. આ તમામ વિસ્તારોને આઝાદ કરાવીને ચીનમાં સામેલ કરવા આવશ્યક છે. ચીની નેતૃત્વ પોતાના સર્વોચ્ચ નેતાનું સ્વપ્ન ભૂલી ગયું હશે, તે માનવું બેવકૂફી હશે. જે પ્રકારે ચીન પોતાની સૈન્ય ક્ષમતાઓને મર્યાદા બહાર જઈને વધારી રહ્યું છે, તે ભારત પ્રત્યેના ચીનના આક્રમક વલણને જાણવા માટે પૂરતું છે. ભારતીય ક્ષેત્રોમાં ધૂસણખોરી કરી રહેલા ચીન તરફ ભારતનું વલણ ઉદાસિન છે. ચીનના લશ્કરની નાની-મોટી ઘૂસણખોરી તેની બૃહત્તર રણનીતિનું મહત્વપૂર્ણ પગલું છે. તેમ છતાં ભારત સરકારના પેટનું પાણી હલતું નથી. આ ધૂસણખોરીઓ ચીની આદત હોવાનું માનીને ભારત સરકારે તેને નજરઅંદાજ કરી છે. વળી ભારત ચીનની નારાજગી વ્હોરી લેવામાં માનતું નથી. કારણ કે ન તો ભારતની સૈનિક ક્ષમતા ચીન જેટલી છે અને ન તો ચીનને પાકિસ્તાનની જેમ સક્રિય શત્રુની શ્રેણીમાં મૂકવાની ભારત સરકારની હિંમત છે. ભારત સરકારની નહેરુના જમાનાથી ચાલી આવતી આવી નીતિ અને આપરાધિક ઉપેક્ષાને પરિણામે ભારતે અકસાઈ ચીન ક્ષેત્રનો 43,180 વર્ગ કિલોમીટરનો વિસ્તાર અને તે પહેલા ગુલામ કાશ્મીરનો 5180 વર્ગ કિલોમીટરનો ભાગ ગુમાવ્યો છે. હવે ધીરે ધીરે અરુણાચલ પ્રદેશને ચીન પોતાનું નિશાન બનાવી રહ્યું છે. જેના કારણે હિમાલયન રેન્જમાં ભારતીય અને અન્ય દેશોના વિસ્તારો પર ચીની ડ્રેગનના વિસ્તાવાદની આગ અવિરત સળગી રહી છે.
ચીનની ઉદંડ અને વિસ્તારવાદી માનસિકતા તેની વિકાસ યાત્રામાં પ્રતિબિંબિત થાય છે. 1949માં પછાત અવસ્થામાંથી આજે ચીન વિશ્વભરમાં આર્થિક અને સૈનિકી ક્ષેત્રે પોતાની ધાક ધરાવે છે. એશિયાના મોટા દેશો જાપાન અને ભારતથી વિપરિત ચીને પહેલા આર્થિક શક્તિને વધારવાની જગ્યાએ સૈનિકી ક્ષમતાને વધારવાની પ્રવૃતિઓને પ્રાથમિકતા આપી હતી. 1978માં દેંગ જિયાઓપિંગના આર્થિક આધુનિકીકરણ કાર્યક્રમ પહેલા જ ચીન આંતરમહાદ્વીપીય બેલેસ્ટીક મિસાઈલનું પરીક્ષણ કરી ચૂકયું હતું. ડીએફ-5 નામની તેની મિસાઈલ 12 હજાર કિલોમીટરની મારક ક્ષમતા ધરાવે છે. ચીને આ સાથે થર્મોન્યુક્લિયર હથિયારો વિકસિત કરવામાં પણ સફળતા પ્રાપ્ત કરી હતી. અમર્યાદિત સૈનિકી ક્ષમતા પ્રાપ્ત કરી ચૂકેલા ચીને આર્થિક આધુનિકીકરણ દ્વારા આજે પોતાની અર્થ વ્યવસ્થાને 13 ગણી વધારવામાં સફળતા પ્રાપ્ત કરી છે. જેના કારણે ચીન તકનીકી અને સંશાધન એમ બંને ક્ષેત્રોમાં વૈશ્વિક આર્થિક ખેલાડી બની ચૂક્યું છે. જ્યારે ચીન પછાત હતું અને આંતરિક સમસ્યાઓથી ગ્રસ્ત હતું, ત્યારે 1949માં શિનશિયાંગ અને 1950માં તિબેટને સૈનિકી શક્તિના જોરે ચીનનો ભાગ બનાવ્યા હતા. ચીને 1950માં કોરિયા પર હુમલો કર્યો, 1962માં ભારત પર આક્રમણ કર્યું હતું. એટલું જ નહીં, 1969માં સૈન્ય હુમલાઓ દ્વારા સોવિયત રશિયા સાથે લશ્કરી ટકરાવ ઉભો કર્યો હતો અને 1979માં વિયેતનામ પર હુમલો કર્યો હતો. આર્થિક અને સૈન્ય શક્તિ સંપન્ન ચીન હવે તેના પાડોશીઓ અને ખાસ કરીને ભારત માટે ખતરારૂપ બની ગયું છે.
આવી પરિસ્થિતિમાં ચીન ભારત માટે કૂટનીતિક અને સામરિક મુશ્કેલીઓ ઉભી કરી રહ્યું છે. ચીને થોડા વખત પહેલા કાશ્મીરીઓને સ્ટેપલ વિઝા આપીને કાશ્મીર વિવાદિત ક્ષેત્ર હોવાનો મુદ્દો ઉભો કર્યો હતો. જો કે ભારત સરકારે તેનો જોરદાર વિરોધ કર્યો હોવા છતાં ચીન તેની આવી ગતિવિધિઓ બંધ કરવા માટે રાજી નથી. સાથે ચીને પાકિસ્તાનને ન્યુક્લિયર બોમ્બ બનાવવા માટે યુરેનિયમ અને ટેકનોલોજી પૂરી પાડી હોવાની વાતથી આગળ વધીને મીડિયા રિપોર્ટ જણાવી રહ્યાં છે કે પાકિસ્તાનને ચીને તૈયાર પરમાણુ બોમ્બ જ આપી દીધો છે. ચીન પાકિસ્તાનને નવા અદ્યતન ફાઈટર જેટ પણ આપી રહ્યું છે. આ સિવાય ચીને પાકિસ્તાનને ઘાતક મિસાઈલો પણ આપ્યા છે. ચીન પાકિસ્તાનને સૈનિકી મદદ કરતું રહ્યું છે અને ભારત સાથેની સામરિક જરૂરતને ધ્યાનમાં રાખીને આ પ્રકારની પ્રવૃતિ આગળ પણ ચાલુ રાખશે, તે નિશ્ચિત છે.
ભારતે કમ્યુનિસ્ટ ચીન સાથે પહેલેથી સારા સંબંધો રાખવાનો પ્રયત્ન કર્યો હતો. ભારતે કમ્યુનિસ્ટ ચીનને દુનિયાના વિરોધ છતાં માન્યતા આપી હતી. ચીનને સંયુક્ત રાષ્ટ્રસંઘમાં સભ્ય પદ અપાવવા માટે નહેરુએ વિશેષ પ્રયત્નો કર્યા હતા. ચીનને સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિમાં કાયમી સભ્ય પદ માટે ભારતના તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ વિશેષ પ્રયત્નો કર્યા હતા. જો કે નહેરુના પ્રયત્નોથી મળેલા વીટો પાવરને ચીને અવાર-નવાર ભારત વિરુધ્ધ વાપર્યો છે. ભારત શરૂઆતથી જ ચીને પોતાના સામરિક સહયોગી તરીકે જોતું રહ્યું હતું. ભારતના શરૂઆતના પ્રયત્નોમાં તેની તે મનસા પ્રતિબિંબિત થાય છે. પણ લુચ્ચાઈથી ભરેલા ચીની ડ્રેગનના દિલમાં કંઈક બીજી ગણતરીઓના મંડાણ થયા હતા. ચીનનો વિસ્તારવાદી ચહેરો ત્યારે સામે આવ્યો કે જ્યારે તેણે શિનશિયાંગ અને તિબેટ પર લશ્કરી બળ વાપરીને કબ્જો જમાવ્યો હતો.
તિબેટ પર કબ્જો જમાવીને ચીન સમગ્ર હિમાલયન પટ્ટીના નાના સ્વતંત્ર રાજ્યો અને ભારતીય પ્રદેશોને હડપ કરવાની મનસા ધરાવે છે. ચીનની આ વિસ્તારવાદી ગણતરીમાં કોઈ આડે આવે, તેમ હતું કે છે તો તે ભારત છે. કારણ કે ભારતની વધતી આર્થિક અને સૈનિકી તાકાત ચીન માટે મોટો પડકાર બની શકે તેમ છે. જેના કારણે ભારત તરફથી લંબવવામાં આવેલા મિત્રતાના હાથને ચીને ઠુકરાવ્યો હતો. જો કે ચીનને જ્યાં સુધી પોતાની શક્તિ ભારતનો મુકાબલો કરવા માટે સક્ષમ હોવાની ખાતરી ન થઈ, ત્યાં સુધી તેણે હિંદી-ચીની ભાઈ ભાઈનું નાટક ચાલુ રાખ્યું હતું. જ્યારે ચીનને ભારત પર સામરિક અને લશ્કરી બઢતની ખાતરી થઈ ગઈ તે વખતે જ ચીને ભારત પર 1962માં હુમલો કર્યો હતો. જો કે ત્યાર બાદ તે તેના અન્ય પાડોશી દેશો સાથે યુધ્ધમાં વ્યસ્ત રહ્યું હતું. સાથે વૈશ્વિક સ્તરે પોતાની વિસ્તારવાદી છબી ખુલ્લી પડી ન જાય, તે માટે તે વખતના સંજોગોમાં ચીનને ભારત સાથેનું કોઈપણ લશ્કરી અટકચાળું ભારે પડી શકે તેમ હતું. આવે વખતે ચીનને એક એવા સામરિક સાથીની જરૂર હતી કે જે ભારતને લશ્કરી અને આર્થિક ક્ષેત્રે આગળ વધતું રોકે. ચીનની આ જરૂરિયાત પૂરી કરી શકે તેમ કોઈ હતું તો તે એક માત્ર પાકિસ્તાન હતું.
ભારત વિરોધ પર રચાયેલા પાકિસ્તાન સાથે 1952માં ચીને સામરિક સમજૂતી કરી હતી. જેના કારણે પાકિસ્તાન ચીનનું સામરિક સહયોગી બન્યું. ચીન અને પાકિસ્તાનની સામરિક ધરીએ ભારતને આજ દિન સુધી અકલ્પ્ય નુકસાન પહોંચાડયું છે. 1962માં ચીને ભારત પર આક્રમણ કરીને કેટલોક ભારતીય ભૂભાગ પોતાના કબ્જામાં લઈ લીધો હતો. જો કે ભારતની આંતરરાષ્ટ્રીય સ્તરે તે વખતે જે શાખ હતી, તેના કારણે ચીનને પોતાના વિકાસમાં ભારત વિરોધી પ્રવૃતિઓ અવરોધરૂપ બને તેવી શક્યતા હતી. ચીને આ સંભાવનાઓને જોઈ અને જાણ્યા બાદ પાકિસ્તાનનો ભારત વિરુધ્ધ સામરિક ઉપયોગ કરવાની શરૂઆત કરી હતી. પાકિસ્તાનના તમામ સામરિક અને લશ્કરી પગલાં ભારત વિરોધી હતા. તેમાં હંમેશા પાકિસ્તાનને પોતાના હિતોની પૂર્તિ દેખાતી હતી. પણ હકીકત એ હતી કે પાકિસ્તાનના હિતોની સાથે સાથે ચીન પોતાના ભારત વિરુધ્ધના સામરિક હિતો સાંધી રહ્યું હતું. ચીનની વધી રહેલી લશ્કરી તાકાત અને અદ્યતન ટેકનોલોજી માટે અમેરિકા કરતાં ચીન વધારે પ્રમાણમાં જવાબદાર હતું. પાકિસ્તાનના મિસાઈલ પ્રોગ્રામ હોય કે પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમ હો.ય કે અન્ય લશ્કરી સહાયતા હોય. ચીને પાકિસ્તાનને તેનાથી બેથી ત્રણ ગણા ભારત સામે લડવાની ક્ષમતા પૂરી પાડી હતી. જો કે તે વખતે પાકિસ્તાનને અમેરિકા અને સોવિયત સંઘના કોલ્ડ વોરનો પણ ફાયદો મળ્યો હતો. પણ સૌથી વધારે ફાયદો ચીનની મદદથી થયો હતો. આ એ સમયગાળો છે કે જ્યારે પાકિસ્તાનમાં નોન સ્ટેટ એકટરની સરખામણીએ આર્મી સ્વરૂપે સ્ટેટ એકટર પ્રભાવી હતા. આવા સમયે મૂર્ખ તાનાશાહોએ ભારત સામે 1965 અને 1971માં યુધ્ધો કર્યા હતા. જેમાં 1971ના યુધ્ધમાં પાકિસ્તાનના ટુકડા થયા હતા. 80ના ઉતરાર્ધમાં પાકિસ્તાનમાં આતંકવાદી જૂથો સ્વરૂપે નોન સ્ટેટ એકટર્સ પણ પાકિસ્તાની આર્મી અને આઈએસઆઈના સહયોગથી પ્રભાવી બનવા લાગ્યા હતા. 1991માં કોલ્ડ વોરના સોવિયત રશિયાના પતન બાદ ખતમ થવાને કારણે પાકિસ્તાન ભારત સામે યુધ્ધ કરવા સુધી જઈ શકે તેમ ન હતું. જો કે ભારતમાં ઉભી થયેલી પરિસ્થિતિઓનો લાભ લઈને પાકિસ્તાને ભારતમાં આતંકવાદની શરૂઆત કરી હતી. પાકિસ્તાને ભારતમાં આતંકવાદી પ્રવૃતિઓ પોતાના હિતો સાંધવા માટે શરૂ કરી હતી. જો કે પાકિસ્તાનના ભારત સામેના યુધ્ધ અને આતંકવાદી પ્રવૃતિઓથી ચીનના સામરિક લક્ષ્યો સિધ્ધ થતાં હતા.
ચીનનું એકમાત્ર લક્ષ્ય હતું કે ચીનની સરખામણીએ ભારત એશિયા કે વિશ્વમાં ચીનનો જવાબ બની ન શકે. આર્થિક દ્રષ્ટિએ અને સૈનિકી ક્ષેત્રોમાં ચીન કરતાં ભારત કોશો દૂર રહે. આ માટે ચીને પાકિસ્તાનનો ઉપયોગ કર્યો છે. ભારત પાકિસ્તાન સાથેના ત્રણ યુધ્ધ અને આતંકવાદી પ્રવૃતિ તથા કારગિલ કાંડને કારણે આર્થિક પ્રગતિ તરફ પોતાનું ધ્યાન યોગ્ય પ્રમાણમાં કેન્દ્રિત કરી શક્યું ન નથી. યુધ્ધ અને અવિરત આતંકવાદી પ્રવૃતિને કારણે ભારત અદમ્ય પ્રયત્નો છતાં આર્થિક અને વિકાસમાં બહુ મોટી હરણફાળ ભરી શક્યું નથી. ભારતમાં પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદી પ્રવૃતિઓ ચાલે તેમાં ચીનને પણ રસ છે. ભારતના ટુકડા કરવાની નીતિ પર ચીન તેની થિંક ટેન્કના સૂચન પહેલા જ કામ કરી રહ્યું છે. ભારતીય ક્ષેત્રોમાં આતંકવાદી પ્રવૃતિ કરી રહેલા જૈશે મહોમ્મદના સરગના અઝહર મસૂદ અને અન્ય બે આતંકવાદીઓ વિરુધ્ધના પ્રસ્તાવનો ટેનકનિકલ કારણોસર ચીને સંયુક્ત રાષ્ટ્રસંઘમાં વિરોધ કર્યો છે. આ પ્રકારે પહેલા પણ કેટલીક પાકિસ્તાન તરફી અને ભારતના હિત વિરોધી પ્રવૃતિઓમાં ચીને ખુલીને પોતાના વીટો પાવરનો ઉપયોગ કર્યો છે. જો કે સોવિયત સંઘના પતન બાદ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ક્ષેત્રોમાં વધી રહેલા આતંકવાદે 9/11 બાદ અમેરિકા અને પશ્ચિમી દેશોનું ધ્યાન ખેંચ્યું, ત્યારે અમેરિકા અને નાટો દળો આ ક્ષેત્રોમાં ઉતરી આવ્યા છે. અમેરિકા પાકિસ્તાનને મદદ કરી રહ્યું છે, પણ તેની પાછળનું કારણ પાકિસ્તાન સ્ટેટ તરીકે ટકી રહે અને આતંકવાદ સામે લડતું રહે તે છે. જો કે ભવિષ્યની સામરિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અમેરિકાએ ભારત સાથે પરમાણુ કરાર કરીને સામરિક સહયોગ ઉભો કરવાનો પ્રયત્ન કર્યો છે. જેના કારણે ચીનને પેટમાં દુખ્યું છે અને તે માથુ કૂટી રહ્યું છે. કારણ કે ભારત અને અમેરિકાનો સામરિક સહયોગ વધે, તો તેના સામરિક હિતો ઘવાય તેમ છે. આવા સંજોગોમાં અમેરિકા ભારતને લશ્કરી અને આર્થિક મદદ પોતાની સામરિક જરૂરિયાતો પ્રમાણે કરે તેવી સંભાવના રહેલી છે. તેવા સંજોગોમાં ચીન સામે પાકિસ્તાન સાથે ઉલજેલું રહેલું ભારત એક મોટો પડકાર બની શકે, તેમ છે. અમેરિકાના ક્ષેત્રમાં લશ્કરી હસ્તક્ષેપને કારણે પાકિસ્તાનના સ્ટેટ એકટર્સ માટે ભારત વિરોધી પ્રવૃતિઓમાં સીધા સામેલ થવું હવે અઘરું છે. કારણ કે પાકિસ્તાનના નિયંત્રણ બહાર ગણાતાં તથાકથિત નોન સ્ટેટ એકટર્સ અને તાલિબાન વિરુધ્ધ મોટું લશ્કરી અભિયાન તેમને રોકી રહ્યું છે.
26 નવેમ્બર, 2008ના મુંબઈ હુમલા બાદ પાકિસ્તાન પ્રાયોજિત નોન સ્ટેટ એકટર્સ પર આંતરરાષ્ટ્રીય દબાણને વશ પાકિસ્તાનના સ્ટેટ એકટર્સ જેવા કે આર્મી અને આઈએસઆઈએ નિયંત્રણો લાધવા પડયા છે. જેના કારણે ત્યારથી ઘણાં લાંબા સમય સુધી ભારત પર કોઈ આતંકવાદી હુમલો થયો નથી. જો કે આવા હુમલા માટેની તૈયારીઓ અને શક્યતાઓની ઈન્ટેલીજન્સ બ્રીફ આવતી રહે છે. આવા હુમલા હવે પાકિસ્તાનના નોન સ્ટેટ એકટર્સ હવે ભારતમાં પોતાની ઉપસ્થિતિ દર્જ કરાવવા માટે કરે તેવી સંભાવનાઓ વધારે છે. તેવા સંજોગોમાં જનતાના દબાણ નીચે ભારત સરકાર કોઈ ઠોસ કાર્યવાહી કરવા માટે મજબૂર બને તેવી સંભાવનાઓ વધારે છે. આવા સંજોગોમાં ભારત સાથેના સામરિક લક્ષ્યો સાંધવા માટે ચીન માટે પાકિસ્તાન નકામુ સાબિત થશે. આવા સંજોગોમાં ચીન માટે પોતાના ભારત સામેના સામરિક લક્ષ્યોની પૂર્તિ માટે પોતે જ સામે આવવું પડે તેવી પરિસ્થિતિ છે. ત્યારે હાલમાં અમેરિકાને જવાબ આપવાની ક્ષમતા ધરાવતું ચીન સરહદે અતિક્રમણ અને અરુણાચલ પ્રદેશ પરનો દાવો કરીને એશિયામાં પોતાની ધાક જમાવવા માટે ભારતને એક સામરિક સંદેશ આપી રહ્યું છે. ત્યારે ભારતે કોઈપણ આપરાધિક ઉપેક્ષા કર્યા વગર પોતાની તમામ પ્રકારની તૈયારીઓ રાખવી જરૂરી બની છે.
ચીન સાથે મુકાબલો કરવા માટે બંને દેશો વચ્ચેના શક્તિ અસંતુલનને સમાપ્ત કરવાની પહેલ કરવી પડશે. વિશ્વસનીય આંકડાઓથી સિધ્ધ થાય છે કે ભારતના તત્કાલિન સંરક્ષણ પ્રધાન, વિદેશ પ્રધાન અને ઉચ્ચ સૈન્ય અધિકારીઓ દ્વારા ચીન ભારતનો પહેલો શત્રુ હોવા સંદર્ભે કરાયેલા નિવેદનનો છતાં આપણે આપણી સૈન્ય ક્ષમતા બાબતે ઉપેક્ષા કરી હોવાની વાતની ચાડી ખાય છે. ચીનની પીપલ્સ લિબરેશન આર્મી વિશ્વની સૌથી મોટી સેના છે, જેના ત્રીસ લાખ સૈનિકો છે. ચીન પાસે વિશ્વનું સૌથી મોટું સ્ટેન્ડિંગ આર્મી છે. 2009માં ચીનનું સંરક્ષણ બજેટ 70.3 અબજ ડોલર હતું. જ્યારે 2009માં ભારતનું સંરક્ષણ બજેટ 32.7 અબજ ડોલર હતું. સૈન્ય બાબતોના આંકડા જોઈએ, તો ભારત ચીન કરતાં દરેક મામલે પાછળ છે. ચીનનો સાક્ષરતા દર 92 ટકા છે, જ્યારે ભારતનો સાક્ષરતા દર 65 ટકા છે. ભારતની 27.5 ટકા વસ્તી ગરીબી રેખાની નીચે છે, જ્યારે દસ ટકા ચીની લોકો જ ગરીબી રેખાની નીચે છે. ચીનના જીડીપીમાં ઔદ્યોગિક ક્ષેત્રોનું યોગદાન 48.6 ટકા છે, જ્યારે ભારતના જીડીપીમાં ઔદ્યોગિક ક્ષેત્રનું યોગદાન 29 ટકા છે. ચીન પાસે 21.3 ખરબ ડોલરનો વિદેશી મુદ્રા ભંડાર છે, જ્યારે ભારત પાસે 280 અબજનો વિદેશી મુદ્રા ભંડાર છે. ઉપરોક્ત આંકડા દર્શાવે છે કે ચીન પાસે ભારત કરતાં બહેતર સામરિક તાકાત ઉપલબ્ધ છે. આ સમયે જરૂરી છે કે ભારત પોતાની પ્રતિરોધક ક્ષમતામાં ઉલ્લેખનીય વૃદ્ધિ કરે.જો કે 1968માં નેફા બોર્ડર પર અને 1987માં સિક્કિમના ફિંગર પોઈન્ટ પર કરાયેલા ચીની અડપલાંઓનો ભારતીય સેનાએ પૂર્ણ દિલેરીથી માકૂલ જવાબ આપ્યો હતો. ત્યાર બાદ હવે છેલ્લા બે-ત્રણ વર્ષથી ચીને ભારત સામે આક્રમક વલણની શરૂઆત કરી છે. ત્યારે ભારતે પોતાની ક્ષમતા વધારવા સાથે આવા કોઈ જવાબ આપવા માટે પણ તૈયાર રહેવાની જરૂર છે.
એક દાર્શનિકનું કથન છે કે ન્યાયનો પ્રશ્ન ત્યારે ઉદભવે છે કે જ્યારે શક્તિનું સમીકરણ બરાબર હોય. બાકીની પરિસ્થતિઓમાં શક્તિશાળી જ બધું લઈ જાય છે કે જે તે લઈ જઈ શકે છે અને કમજોરને જ ઝુકવું પડે છે. જો આપણે વૈશ્વિક શક્તિ સંતુલનની એક ધુરી બનવું હશે, તો આપણે આપણી રાષ્ટ્રીય શક્તિની પરિધિ વધારવી પડશે અને તેના માટે હંમેશા તૈયાર રહેવું પડશે. માત્ર શક્તિનું પાસું જ એ નિર્ધારિત કરનારું હશે કે આપણા રાષ્ટ્રીય ઉદેશ્યોની પૂર્તિ કેવી રીતે થશે? નિશંકપણે આ યોગ્ય સમય છે કે જ્યારે આંતરરાષ્ટ્રીય નૈતિકતા, ન્યાય અને શક્તિ જેવા મુદ્દાઓ પર નવેસરથી ચર્ચા આરંભ થવી જોઈએ. આપણે સ્વીકાર કરવું પડશે કે આંતરરાષ્ટ્રીય નૈતિકતા સૈન્ય શક્તિના સહારા વગર કાયમ રહ શકે, તેવી બાબાત છે. ત્યારે ભારતે શાંતિ માટે અવશ્ય પ્રયત્ન કરવો જોઈએ, પણ 1962ની જેમ સામરિક બાબતોમાં કૂટનીતિ પર જ આધાર ન રાખવો જોઈએ. આપણે સૈન્ય શક્તિને વધારવા માટે અને આપણા સામરિક લક્ષ્યોને પર પાડવા માટે પૂરતું મહત્વ આપવું જોઈએ. આ માટે દીર્ધકાલિક, સ્થિર અને એકનિષ્ઠ સૈનિક નીતિ બનાવવી જોઈએ અને ભારતીય રાજકારણના ગેરરાષ્ટ્રીય, આત્મમુગ્ધ, વિલાસી ચરિત્રને છેહ આપવો જોઈએ.

Friday, October 30, 2009

યુવતીઓ સાવધાન :ભારતમાં લવ જેહાદ

ઈસ્લામિક આતંકવાદીઓ ઈસ્લામની જેહાદની વિભાવનાથી દુનિયાભરમાં હિંસાચાર અને આતંક ફેલાવી રહ્યાં છે. ભારત શરૂઆતથી જ ઈસ્લામિક કટ્ટરપંથીઓના નિશાના પર રહેલું છે. ભારતમાં ઈસ્લામિક કટ્ટરપંથીઓ ત્રણ પ્રકારે કાર્યરત છે-(1) ભારતીય મુસ્લિમોને ઉદ્દામવાદી બનાવવા, તેના માટે ઈન્ડિયન મીડિયા, કેબલ ટીવી દ્વારા ભારતીય મુસ્લિમોને પાકિસ્તાની પ્રોપાગંડા દર્શાવવા (2) હિંદુ ફેબ્રિકને તોડવાના ગુપ્ત એજન્ડા પર કામ કરવું. જેમાં હિંદુ યુવતીઓને પ્રેમના જાળમાં ફસાવીને ધર્માંતરણ કર્યા બાદ લગ્ન કરવા. આવી યુવતીઓને ખાડી દેશો અને અન્ય મુસ્લિમ દેશોમાં મોકલવી. (3) લવ જેહાદ, આ પ્રકાર બીજા પ્રકાર જેવો જ છે, પણ તેનાથી વધારે તાત્કાલિક, વિષાક્ત અને ભયંકર છે. જેમાં બિન મુસ્લિમ યુવતી કે જેમાં હિંદુ યુવતીઓ વધારે પ્રમાણમાં હોય છે, તેમને મુસ્લિમ યુવકો વ્યવસ્થિત ષડ્યંત્રમાં ફસાવીને જેહાદ માટે તૈયાર કરી રહ્યાં છે. આની પાછળનો ઈરાદો યુવતીઓને આતંકવાદી કે આત્મધાતી બોમ્બર બનાવવા સુધીનો ભયંકર હોય છે. મુસ્લિમ લફંગાઓ દ્વારા ફસાવાયેલી હિંદુ અને ખ્રિસ્તી યુવતીઓને લવ બોમ્બ તરીકે ઓળખવામાં આવે છે.
જેહાદી માનસિકતાથી ગ્રસિત મુસ્લિમ સંગઠનોએ ભારતના સામાજિક તાણાંવાણાને તોડવા માટે વ્યવસ્થિત ષડ્યંત્ર નીચે લવ જેહાદ નામની જેહાદ ચાલુ કરી છે. આમ તો પ્રેમ વ્યક્તિગત અને પ્રાથમિક અભિવ્યક્તિ છે. પણ આ અભિવ્યક્તિને પ્રાથમિક અને વ્યક્તિગત ન રહેવા દઈને ધાર્મિક અને સામાજિક હિતો સાથે પાન ઈસ્લામિક જેવા આંતરરાષ્ટ્રીય ષડ્યંત્રને પાર પાડવાના ઉદેશ્ય સાથે મુસ્લિમ સંગઠનો કામ કરી રહ્યાં છે. જેના કારણે દક્ષિણ ભારતના રાજ્યો કેરળ અને કર્ણાટકમાં સામાજિક ભૂકંપ જેવી પરિસ્થિતિ છે. કેરળ હાઈકોર્ટે મામલાની ગંભીરતાને પારખીને તેમા પોલીસ તપાસના આદેશ આપ્યા છે. લવ જેહાદની ઘટનાઓ મધ્ય-પૂર્વ કે પાકિસ્તાન કે બાંગ્લાદેશમાં ઘટિત થતી નથી, પણ આશ્ચર્ય વચ્ચે ભારતમાં બની રહી છે. હાલમાં કેરળમાં લવ જેહાદને કારણે અતિ ચિંતા અને ભયનું વાતાવરણ પ્રવર્તી રહ્યું છે. જુવાન દિકરીઓના માતાપિતા તેમની દિકરી શાળા કે કોલેજથી પાછી ન ફરે ત્યાં સુધી ભય અને ચિંતામાં જીવી રહ્યાં છે. આધિકારિક આંકડાઓ દર્શાવે છે કે કેરળમાંથી દરરોજ 8 યુવતીઓ શંકાસ્પદ સ્થિતિમાં ગૂમ થાય છે. જેના કારણે કેરળમાં ચિંતા અને ભયનું વાતાવરણ વધી રહ્યું છે. કોચીની નેશનલ યુનિવર્સિટી ઓફ એડવાન્સ્ડ લીગલ સ્ટડીઝ દ્વારા કેરળના ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના આંકડાઓને આધારે કરાયેલા અભ્યાસમાં 2007માં 2167 અને 2008માં 2530 યુવતીઓ ગૂમ થઈ છે. પોલીસ અને ઈન્વેસ્ટીગેશન એજન્સીઓને આમાંની 600 જેટલી યુવતીઓ સંદર્ભે કોઈ જ માહિતી નથી. વળી આ તો નોંધાયેલા કેસ સંદર્ભેના આંકડા છે, જ્યારે આખા મામલામાં લવ જેહાદથી પીડિત યુવતીઓના આંકડા વધુ મોટા હોવાની સંભાવના છે.
લવ જેહાદ એટલે શું? ઘણાં પ્રેમપ્રકરણોમાં જોડકાંઓ પ્રેમમાં પડે છે, નાસીને પરણી જાય છે. આવા મામલાઓની જાણ 2થી 3 સપ્તાહમાં થઈ જતી હોય છે. પણ અત્રે પ્રશ્ન એવા કિસ્સાઓનો છે કે જેમાં યુવતીઓ પ્રેમમાં પડે છે, નાસીને પરણી જાય છે. પણ તેમની માહિતી સાંપડતી નથી. આવા મામલાની તપાસમાંથી લવ જેહાદની ભારતના સોશ્યલ ફેબ્રિક માટે મહાવિદારક સંકલ્પના બહાર આવે છે. 2006થી કેરળમાં લવ જેહાદની પ્રવૃતિ આક્રમકપણે ઈસ્લામિક આતંકવાદ સાથે સંકળાયેલા અજ્ઞાત દેશી અને વિદેશી મુસ્લિમ સંગઠનો ચલાવી રહ્યાં છે. કેરળમાં વધી રહેલી લવ જેહાદના કારણે યુવતીઓ અને સ્ત્રીઓના અદ્શ્ય થવાની ઘટનામાં એકાએક ઉછાળ આવ્યો છે.
લવ જેહાદમાં જેહાદી રોમિયો-એટલે કે મુસ્લિમ યુવાન પોતાની અવનવી પધ્ધતિઓ દ્વારા બિનમુસ્લિમ એટલે કે હિંદુ અને ખ્રિસ્તી યુવતીઓને પોતાની પ્રેમજાળમાં ફસાવીને તેને લગ્ન કરવાનું વચન આપે છે. આવા જેહાદી રોમિયો સાથે ઈસ્લામ સ્વીકાર્યા બાદ યુવતીના લગ્ન થાય છે. આવી ધર્માંતરિત યુવતીને જેહાદી રોમિયો ધર્માંતરણ કેન્દ્રોમાં મૂકી આવે છે અને ત્યાર બાદ તે બીજા શિકારની તલાશમાં આગળ વધે છે. ધર્માંતરણ કેન્દ્રમાં રહેલી બિન મુસ્લિમ યુવતી પર અનેક પ્રકારના જુલમ કરવામાં આવે છે. આવી યુવતીઓને ડ્રગ એડિક્ટ બનાવીને ખાડી દેશો અને અન્ય મુસ્લિમ દેશોમાં મોકલવામાં આવે છે. તેના માટે મેંગલુરુ, ચેન્નઈ, ગોવા,લક્ષદ્વીપ, કેરળ અને કર્ણાટક જેવા વિસ્તારોમાંથી લાવવામાં આવતી યુવતીઓને કોચ્ચિ, કોઝિકોડ વગેરે માનવવિહીન દરિયાકિનારાના સ્થળોએથી નાની હોડીઓ દ્વારા જહાજ સુધી પહોંચાડવામાં આવે છે. ત્યાર બાદ ત્યાંથી તેમને ખાડી દેશોમાં અને અન્ય મુસ્લિમ દેશોમાં પહોંચાડવામાં આવે છે. અહીં તેમની સાથે જાતીય શોષણ તો કરવામાં આવે જ છે. સાથે તેમને જેહાદી પ્રવૃતિઓમાં યેનકેન પ્રકારે સામેલ કરવામાં આવે છે. જ્યારે અન્ય પ્રકારમાં યુવતીઓને ખાડી દેશોમાં નોકરીની લાલચ આપીને દેહવ્યાપારમાં ધકેલવામાં આવે છે. તપાસમાં બહાર આવેલી વિગતો પ્રમાણે, કોચ્ચિ અને કોઝિકોડના રેડલાઈટ એરિયામાં પોલીસ રેડમાં પકડાયેલી યુવતીઓ હકીકતમાં મેંગલુરુ અને બેંગલુરુમાંથી લવ જેહાદ હેઠળ ઈસ્લામમાં ધર્માંતરિત કરાયેલી મૂળ હિંદુ-ખ્રિસ્તી યુવતીઓ હોય છે.
લવ જેહાદથી ધર્માંતરણના આંકડા:
લવ જેહાદના જેહાદી ધર્માંતરણ હેઠળ ધર્માંતરિત થયેલાઓના આંકડા પરથી 2006થી આધાતજનક સંખ્યામાં યુવતીઓ અને સ્ત્રીઓને મુસ્લિમ બનાવવામાં આવી છે. આવી રીતે ધર્માંતરિત થયેલી હિંદુ અને ખ્રિસ્તી યુવતીઓની સંખ્યા 2876 જેટલી થવા જાય છે. આવા મામલાઓમાં માત્ર 705 જેટલાં જ કેસો નોંધાયા છે. કેરળનું કાસરગોડ લવ જેહાદના 568 કેસો સાથે સૌથી વધુ પીડિત છે. જો કે ત્યાં માત્ર 123 પોલીસ કેસો નોંધાયા છે. કેરળમાં 2006થી 2009માં અત્યાર સુધીમાં લવ જેહાદથી ધર્માંતરણના જિલ્લાવાર આંકડાઓ નીચે પ્રમાણે છે.


ઉપરોક્ત આંકડા પરથી કસારગોડ, મલ્લપુરમ્,કન્નુર સહિત કેરળના તમામ જિલ્લાઓ વત્તા-ઓછા પ્રમાણમાં લવ જેહાદની ઝપેટમાં આવેલા છે. કેન્દ્રીય તપાસ સંસ્થાઓના અહેવાલો પ્રમાણે સમગ્ર ભારતમાંથી 4000થી વધારે યુવતીઓને લવ જેહાદ હેઠળ ધર્માંતરિત કરીને પાકિસ્તાન તરફી આતંકવાદી સંગઠનો તેમને જેહાદી પ્રવૃતિઓ ચલાવવા માટેની તાલીમ આપી રહ્યાં છે. તાજેતરમાં અંબાલાપુઝાની ત્રણ યુવતીઓ અનિલા, વેની અને જુલીની આત્મહત્યાથી કેરળમાં શોકની લાગણી છવાઈ હતી. આ ત્રણેય યુવતીઓને તેમના ક્લાસમેટ સૌફર અને શાહનવાઝ પરેશાન કરતાં હતા. બંને આરોપીઓ કેરળની મુસ્લિમ કટ્ટરપંથી સંસ્થા એનડીએફ સાથે સંકળાયેલા છે. જેહાદી રોમિયોને તેમના મિશનને પૂરું કરવા માટે વિશેષ સુવિધાઓ, ઈનામ અને નાણાં આપવામાં આવે છે. કોઝકોડ લો કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી જહાંગીર રઝાકે અત્યાર સુધીમાં લવ જેહાદ હેઠળ 42 યુવતીઓને ફસાવી હોવાનો અંદાજ છે. તેની આતંકવાદી જૂથો દ્વારા ચેન્નઈમાં ચાલતા સેક્સ રેકેટ સાથે સંલગ્નતા હોવાની પણ આશંકા સેવાય છે. કેરળમાં લવ જેહાદનો મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો કે જ્યારે કેરળ હાઈકોર્ટમાં સંપૂર્ણ મામલાની જાણકારી પીડિત યુવતીઓના માતાપિતા દ્વારા હેબિયસ કોર્પસ દાખલ કરવામાં આવી હતી. સમગ્ર મામલાની જાણકારી બાદ કેરળ હાઈકોર્ટે કેરળના ડીજીપીને તપાસના આદેશ આપ્યા છે. જેમાં વચગાળાના રિપોર્ટમાં લવ જેહાદ નામનું કોઈ સંગઠન કાર્યરત ન હોવાની વાત કહેવામાં આવી છે. જો કે લવ જેહાદ પરનો અંતિમ રિપોર્ટ આવવાના બાકી છે.
આ સંદર્ભે કેરળ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ શંકરે કેરળ સરકાર અને કેન્દ્ર સરકારને જાણકારી આપી છે. ન્યાયમૂર્તિ શંકરનું કહેવુ છે કે ઉક્ત ષડયંત્ર કેવળ કેરળ પૂરતું સિમિત નથી, પણ તે કર્ણાટક, તમિલનાડુ જેવા પાડોશી રાજ્યોમાં પણ ઝેરીલા વાયરસની જેમ વિસ્તરી રહ્યું છે. કોર્ટે સરકારને સચેત કરતાં કહ્યું છે કે તેઓ એની તપાસ કરે કે ઉક્ત ષડયંત્ર કોણ સંચાલિત કરી રહ્યું છે? એટલું જ નહીં પણ તેના માટે રોમિયો જેહાદીને નાણાં કોણ પૂરાં પાડે છે? આ સમગ્ર ઘટનાક્રમની કેરળ કેથોલિક બિશપ કાઉન્સિલે પણ આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે. તેમણે લવ જેહાદમાં ખ્રિસ્તી યુવતીઓને પણ ફસાવવામાં આવતી હોવાની વાતને સાચી ગણાવી છે. ખ્રિસ્તી અને હિંદુ સંગઠનો લવ જેહાદ માટે કેરળમાં સંગઠિત થઈ રહ્યાં છે.
લવ જેહાદની મોડસ ઓપરન્ડી: લવ જેહાદ માટે રોમિયો જેહાદીની કાર્યપ્રણાલી અલગ-અલગ પ્રકારની છે. જેમાં ઈઝિ રિસાર્જની દુકાનો પર મોબાઈલ રિચાર્જ કરાવતી યુવતીઓને રોમિયો જેહાદી ટારગેટ બનાવે છે. ઈઝી રિચાર્જની દુકાન પર મોબાઈલ રિચાર્જ કરાવતી બિન-મુસ્લિમ યુવતીઓના ફોન નંબર લવ જેહાદીસ્ટોના લિસ્ટમાં સામેલ થઈ જાય છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કેરળના મુખ્ય શહેરોમાં સેંકડો રિચાર્જ શોપ ખુલી છે. આવી દુકાનો લવ જેહાદિસ્ટો માટે બિન-મુસ્લિમ યુવતીઓના મોબાઈલ નંબર મેળવવાનો અડ્ડો બની ગયા છે. એક વખત યુવતીનો નંબર રોમિયો જેહાદી પાસે પહોંચી જાય છે, પછી તે એસએમએસ કરે છે કે મોડી રાત્રે ફોન કરે છે. ત્યાર બાદ તે રૂટિન બની જાય છે. શરૂઆતના તબક્કે યુવતી આવા ફોન કે એસએમએસ ખાળવાનો પ્રયત્ન કરે છે. પણ ત્યાર બાદ રોમિયો જેહાદી કોઈને કોઈ પ્રકારથી યુવતીને તેની જાળમાં ફસાવે છે. ત્યાર બાદ આવી યુવતી સાથે ધરોબો કેળવાયા બાદ બિભત્સ વાતો પણ કરે છે. આમ તેને પોતાની જાળમાં ફસાવીને લગ્ન કરવા સુધી રાજી કરે છે.
કેટલીક સાયબર કાફેની મુલાકાતે જતી યુવતીઓને સંબંધિત સાયબાર કાફે સંચાલક પોર્ન સાઈટ જોવા માટેની વ્યવસ્થા કરી આપે છે કે તે સંદર્ભે આંખ આડા કાન પણ કરાયા છે. આવી યુવતીઓને પિન પોઈન્ટ કરીને રોમિયો જેહાદી તેમના ઈ-મેઈલ આઈડી મેળવીને તેમની સાથે ચેટિંગ કરે છે. અઠવાડિયું કે પંદર દિવસ ચેટિંગ કર્યા બાદ તેની સાથે ઈસ્લામિની આધુનિકતા અને તેવા વિષયો પર ચર્ચા કરીને તેની સાથે ધરોબો કેળવવાનો પ્રયત્ન કરે છે. આમા રોમિયો જેહાદી સફળ થાય તો, ત્યાર બાદ તેની સાથે પ્રેમ સંબંધો વધારીને લગ્ન અને ધર્માંતરણ કરવા સુધીની કક્ષાએ પહોંચવામાં આવે છે.
આ સિવાય ત્રીજી કાર્યપધ્ધતિ એવી છે કે જેમાં શાળા કોલેજોમાં લવ જેહાદિસ્ટોના બે જૂથ કામ કરે છે. જેમા પહેલું જૂથ જે-તે શાળા કોલેજોમાં સરળતાથી ફસાઈ શકે તેવી હિંદુ અને ખ્રિસ્તી યુવતીઓને પિન પોઈન્ટ કરે છે. જ્યારે બીજા જૂથમાં સ્માર્ટ અને દેખાવડા રોમિયો જેહાદી આવી યુવતીઓને પોતાના ઠાઠમાઠથી આકર્ષે છે. આવા યુવાનો પાસે મોટરકાર કે બાઈક, મોંધા કપડાં, મોબાઈલ ફોન વગેરે આપવામાં આવે છે. તેઓ યુવતીઓને સ્ટડી મટિરિયલ્સ, પરીક્ષા ફી, મોબાઈલ ફોન, લોંગ ટ્રીપ અને અન્ય ભેટ-સોગાદો આપીને ધરોબો કેળવે છે.
લવ જેહાદના પ્રાઈમ ટારગેટમાં કોલજ અને સ્કૂલની યુવતીઓ, વર્કિંગ વુમન અને આટી પ્રોફેશનલ્સ છે. લવ જેહાદના જાળમાં ફસાયેલી યુવતીઓ સાથે શારીરિક ધરોબો કેળવવા માટે રોમિયો જેહાદી તેમને કપલ રૂમ, આઈસક્રીમ પાર્લર કે મસાજ પાર્લરમાં લઈ જાય છે. મલબાર વિસ્તારમાં આવા પાર્લર હવે ધર્માંતરણના કેન્દ્ર બની ગયા છે. આવા પાર્લરમાં યુવતીઓના બિભત્સ ક્લિપિંગ્સ ઉતારીને તેમને બ્લેક મેલ પણ કરાય છે. આ પ્રકારે તેમને લવ જેહાદના શિકાર બનાવીને ધર્માંતરિત કરીને જેહાદી પ્રવૃતિઓ માટે પોતાના દેશમાં જ ભાંગફોડ કરવા માટે તૈયાર કરવામાં આવે છે.
કેમ્પસ ફ્રન્ટ, મુસ્લિમ યૂથ ફોરમ, તસરીન મિલ્લયત, શહીન ફોર્સ, ઈસ્લામ એસોસિયેશન વગેરે સંગઠનો લવ જેહાદ માટે ટેકો આપતા હોવાની વાત ઘણી તપાસમાં બહાર આવી છે. તસરાન વિલીયત અને શહીન ફોર્સ જેવી બે જેહાદી મહિલા સંસ્થાઓ કેરળમાં ગુપ્તપણે પોતાના ઓપરેશન પાર પાડી રહ્યાં છે . આવી સંસ્થાઓ જેહાદી રોમિયોને તમામ લોજેસ્ટિક સપોર્ટ પૂરો પાડી રહી છે. લવ જેહાદનું એક યુનિટ કાર્યરત કરવા માટે અંદાજે પચાસ હજારથી એંસી હજાર સુધીનો ખર્ચ કરવામાં આવે છે. આ માટે ઈન્ડિયન ફ્રેટિનીટી ફોરમ અને અન્ય તેવા ભળતા નામે વિદેશોમાંથી ફંડ પણ આવે છે. જો કે ડીજીપીએ લવ જેહાદ સંગઠન કાર્યરત હોવાની વાતનો પોતાની તપાસમાં ઈન્કાર કર્યો છે. જો કે ત્યારે પણ આટલી મોટી સંખ્યામાં કેરળના દરેક જિલ્લામાંથી ગૂમ થનારી યુવતીઓના કિસ્સા કોઈ ષડયંત્રના ભાગ હોવાની શંકાને મજબૂત કરે છે. અને જો સામાન્ય પ્રેમપ્રકરણ હોત, તો જે-તે કિસ્સામાં ગૂમ થયેલી યુવતીઓની ભાળ મળી હોત.પણ ગૂમ થેયલી કેટલીક યુવતીઓની ભાળ મળતી ન હોવાની વાત ઘણી ચિંતા પ્રેરનાર છે. કારણ કે આવી યુવતીઓને ખરેખર બ્રેઈન વોશ કરીને દેશમાં જેહાદી પ્રવૃતિ અને ભાંગફોડ માટે તૈયાર કરાઈ હશે, તો તે દેશની સુરક્ષા માટે મોટો ખતરો છે. કારણ કે જેહાદીઓને અને પાકિસ્તાન તરફી આતંકવાદી જૂથોને ભારતમાં ભાંગફોડ કરી શકે તેવા સ્થાનિક મોડયુલ્સ આવી યુવતીઓના રૂપમાં મળી ચૂક્યા હશે.
લવ જેહાદ થકી બિન-મુસ્લિમ યુવતીને ધર્માંતરિત કરીને જેહાદી સંગઠનો બે ઉદેશ્ય પૂર્ણ કરે છે, એક તો નિકાહના નામે કોઈ બિન-મુસ્લિમને મુસ્લિમ બનાવીને મઝહબી લાભ કમાય છે અને બીજું પોતાના મજહબની સંખ્યામાં વૃધ્ધિ કરીને દુનિયા પર વર્ચસ્વ જમામવવાની દૂરગામી નીતિને આગળ વધારે છે. આ નાપાક લવ જેહાદમાં શિકાર બનતી યુવતીઓમાં મોટાભાગે યુવતીઓ ગરીબ હોય છે. આવા કિસ્સામાં પકડતાં મુસ્લિમ યુવકો ભળતી વાત કરીને ઉપજાવી કાઢેલા સંગઠનોના નામ આપીને પોલીસને ગેરમાર્ગે દોરે છે. આ તમામ બાબતો કોઈ તાલીમ વગર શક્ય નથી કેરળ, સિવાય તમિલનાડુ, મહારાષ્ટ્ર, કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને ગુજરાતમાં પણ લવ જેહાદ જેવા પ્રકરણોમાં મુસ્લિમ યુવકો દ્વારા હિંદુ યુવતીઓને લગ્ન દ્વારા ધર્માંતરિત કરવાના કિસ્સા બનતા રહ્યાં છે. ત્યારે કેરળની સાથે ગુજરાતમાં પણ યુવતીઓ, વાલીઓ અને સરકાર તકેદારી રાખે તે જરૂરી છે.
કેરળમાં લવ જેહાદ સામે હિંદુ અને ખ્રિસ્તી સંગઠનોએ જાગૃતિ અભિયાન આદર્યું છે. તેમા યુવતીઓને આવા ટ્રેપથી પરિચિત કરાવાય છે. અને મુસ્લિમ ધર્મમાં જેન્ડર ઈન્કાવાલિટી અને મહિલાઓની સ્થિતિથી અવગત કરાવાય છે. જો કે પ્રેમ એ વ્યક્તિગત બાબત છે. પ્રેમ દિલનો મામલો છે. પ્રેમને દેશ, ધર્મ, જાતિ, ભાષા અને અન્ય આવા કોઈ સીમાડામાં બાંધી શકાતો નથી. ત્યારે પ્રેમની આ તાકાતને પોતાની તાકાત બનાવીને ઝેરીલી માનસિકતા સાથે મુસ્લિમ યુવકો લવ જેહાદમાં બિન-મુસ્લિમ યુવતીઓને પોતાની પ્રેમજાળમાં ફસાવે છે. ત્યારે યુવતીઓએ પણ સાવધાન થવાની જરૂર છે. લવ જેહાદના મોટા ભાગના મામલાઓમાં યુવતી નિકાહ માટે તૈયાર થાય, તે પછી તેમની સાથે નિકાહ કરવાની જગ્યાએ તેમને આતંકવાદી સંગઠનોને સોંપી દેવામાં આવે છે. જ્યારે આવા યુવકો સાથે પોલીસ પૂછપરછ કરે છે, ત્યારે તે એવા વ્યક્તિ કે સંગઠનનું નામ આપી દે છે કે જે અસ્તિત્વમાં જ ન હોય. એટલે કે અસલી અપરાધી કોણ છે?સંગઠન કોણ ચલાવે છે? કોના ઈશારે કામ થાય છે? આવા સવાલો અનુત્તર રહે છે. યુવતી વયસ્ક હોય અને તેના નિકાહ કરી લેવાય છે, ત્યારે કાયદો પણ કંઈ જ કરી શકતો નથી. આવી યુવતીઓને અન્ય મુસ્લિમ પ્રદેશમાં લઈ જઈને તેમની જીંદગી દોઝખ બનાવવાના તમામ ઈન્તજામ આતંકવાદી જૂથો દ્વારા કરવામાં આવે છે. માટે જ યુવતીઓ પ્રેમ કરતી વખતે સાવધાન, ભારતમાં લવ જેહાદ ચાલી રહી છે.

Thursday, October 22, 2009

ગૌ ગ્રામ યાત્રાથી વિશ્ર્વ મંગળના નૂતન અભિગમનો પ્રારંભ

માણસની વિકાસ પાછળની દોડે વિશ્ર્વનો વિનાશ ઢુંકડો કર્યો છે. વિકાસના નામે માણસે પ્રકૃતિનું દોહન કર્યું છે, પોતાના શીધ્રગામી લાભો માટે સૃષ્ટિનું શોષણ કર્યું છે. વિકાસના નામે સૃષ્ટાના સૃષ્ટિચક્રને ખોરવી નાખવાનું મહાપાપ માનવે કર્યું છે. જ્યારે માણસને આ વાતનો ખ્યાલ આવ્યો, ત્યારે હવે તેણે વિકાસની ખોટી પરિભાષા તરફ દોડવાનો પસ્તાવો વ્યક્ત કર્યો છે. ટકાઉ વિકાસ, ઈકો-ફ્રેન્ડલી વિકાસ કે ઈકો –બ્રધરલી વિકાસના જાપ જપવાના શરૂ કર્યા છે. ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે ઘણાં દેશો ધ્રુવીય બરફ પીગળવાને કારણે મોટા પ્રમાણમાં પોતાના ભૂભાગો ગુમાવે તેવી સંભાવનાઓ ઉભી થઈ છે. માણસના વિકાસના નામે અમર્યાદિત અને પ્રકૃતિ વિરુધ્ધના જીવનને કારણે પ્રકૃતિએ તાંડવ નૃત્ય શરૂ કર્યું છે. અનિશ્ચિત ઋતુચક્રો વચ્ચે ક્યાંક ગરમી તો ક્યાંક ઠંડી, ક્યાંક પૂર તો ક્યાક દુકાળ, ક્યાંક વાવાઝોડું તો ક્યાંક ભૂકંપ કે સુનામીનો અનુભવ લોકો કરી રહ્યાં છે. પ્રકૃતિના રૌદ્રરૂપ માટે જવાબદાર માત્ર અને માત્ર માણસ છે. વૈજ્ઞાનિકો આ વાતને પોતાના સંશોધનો દ્વારા અલગ પરિભાષાઓમાં રજૂ કરી રહ્યાં છે. પણ તેનો અર્ક એક જ છે કે આ તમામ બાબતો માટે માત્ર અને માત્ર માણસ જવાબદાર છે અને હવે માણસે પોતાની વિકાસની દ્રષ્ટિ પર્યાવરણ અને પ્રકૃતિ તરફે બનાવવી પડશે. આ તમામ બાબતોના ઉકેલ સ્વરૂપે કેટલાંક લોકો ભારતીય એટલે કે હિંદુ જીવનપધ્ધતિને જોઈ રહ્યાં છે. હિંદુ જીવનપધ્ધતિ ખરા અર્થમાં ઈકો બ્રધરલી છે. તે ટકાઉ વિકાસ આપવા માટે સક્ષમ પણ છે. ગાય અને ગ્રામ તેના બે મહત્વના અંગો છે.
જો કે હિંદુ જીવનપધ્ધતિને છેલ્લી કેટલીક સદીઓથી ભારે નુકસાન પહોંચ્યું છે. ગ્રામ અને ગાય ભારતની જીવનપધ્ધતિના આધારબિંદુઓ ભુંસાયા છે. બર્બર મુસ્લિમ શાસકોના જુલમો વચ્ચે પણ ભારતના હિંદુઓએ સંસ્કૃતિને ગાય અને ગ્રામ સાથે જોડી રાખી હતી. ચુસ્તપણે ગાયને પોતાના શ્રધ્ધાબિંદુ તરીકે જાળવી રાખી હતી. પણ મુસ્લિમોના જુલ્મી શાસન બાદ આવેલા અંગ્રેજોના કુટિલ શાસનમાં આ તમામ બાબતોનો છેહ ઉડવા લાગ્યો હતો. લોકો પર અંગ્રેજો નહીં, પણ અંગ્રેજીયત શાસન કરી રહી હતી. લોકો અંગ્રેજીકરણના રંગે રંગાવા લાગ્યા હતા. આ સિલસિલો આજે પણ ચાલુ છે. દેશમાંથી અંગ્રેજો ગયા પણ અંગ્રેજીયત અને અંગ્રેજીકરણ હજી પણ યથાવત છે. આજે તેના સ્વરૂપો બદલાયા છે. જેને આપણે આધુનિકીકરણ કહીએ છીએ, તે હકીકતમાં પશ્ચિમીકરણ છે. જેને આપણે ગ્લોબલાઈઝેશન કહીને વધાવીએ છીએ, તે વાસ્તવમાં વિશ્ર્વના અમેરિકીકરણ માટેની કુટિલ યોજના છે. જ્યારે સ્વાભાવિક પણે ગ્રામ ભુલાશે અને શહેરીકરણ થશે, ત્યારે સ્વાભાવિકપણે ગાય ભુલાશે અને તેની જગ્યાએ આપણી જીવનપધ્ધતિ સાથે અનુકૂળ ન હોય તેવી બાબતો જોડાશે. ભારતે જો પોતાની જીવન પધ્ધતિને અનુકૂળ આધુનિકીકરણ કર્યું હોત, તો ભારતની કોઈપણ રીતે અધોગતિ શક્ય ન હતી. ગાય ભારતીય જીવનમાં એવી રીતે વણાયેલી છે કે જેના માટે પવિત્ર શબ્દ પણ નાનો પડે તેમ છે. જ્યારે વેદો અને પુરાણોમાં ગાયને પવિત્ર ગણવામાં આવી હતી, ત્યારે તેના માનવજીવની ઉપયોગી થવાની તેના જીવનનો આધાર બનવાની લાક્ષણિકતા કારણભૂત હશે. વેદો પુરાણોએ આ લાક્ષણિકતાને માત્ર એક શબ્દમાં વર્ણવી અને તે શબ્દ છે, પવિત્ર. પણ આજે આપણે આપણી જીવનપધ્ધતિના મૂળ આધારને ભૂલી ગયા છીએ અને ભ્રમિત થઈ ગયા છીએ. જેના કારણે પશ્ચિમ અને અમેરિકી વિચારકો, ચિંતકો અને વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવેલી વિકાસની ખોટી પરિભાષાઓની ભ્રમણામાં ભ્રમિત બન્યા છીએ. આપણો વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યેનો અભિગમ પણ આપણો નથી, તે પણ પશ્ચિમ કે અમેરિકી છે. કારણ કે મોટાભાગનું આધુનિક વિજ્ઞાન ત્યાં જ તો વિકસિત બન્યું છે. જો આપણો વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યેનો અભિગમ આપણો હોત, તો આપણે પ્રકૃતિભંજક વિકાસની પરિભાષાને શરૂઆતથી જ નકારી હોત. આપણે કોઈ જ આધુનિકતાનો કે ખરા અર્થમાં વિકાસનો વિરોધ કરવાનો નથી. પણ જ્યાં સુધી આપણા અભિગમનો સવાલ છે, ત્યાં સુધી આપણે આપણી સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિમાં વિકાસ અને વિજ્ઞાન-ટેકનોલોજીને ઢાળી શક્યા છીએ? જો આમ ન થયું હોય અને હવે જેમણે પ્રકૃતિની પ્રણાલીને ધ્વસ્ત કરી છે, તેઓ કહેતા હોય કે આ વિકાસ પર્યાવરણમિત્ર તરીકે કરવો જોઈએ. તો તેઓ કેટલા ખોટા હતા, તે સમજીને આપણા સાંસ્કૃતિક મૂલ્યો તરફ આપણે પાછા ફરવું જોઈએ. તેનો અર્થ એવો બિલકુલ નથી કે આપણે પાછા અઢારમી સદીમાં જઈશુ કે વિકાસ વિરોધી થઈ જઈશું.
હાલમાં વિશ્ર્વ મંગળ ગૌ ગ્રામ યાત્રા થકી સાંસ્કૃતિક મૂલ્યોના આધારસ્તંભ સમા ગાય અને ગૌની પુર્સ્થાપના માટેના પ્રયત્નો ચાલી રહ્યાં છે. આ એવી યાત્રા છે કે જે 108 દિવસ પછી નાગપુરમાં સ્થૂળ સ્વરૂપે પૂર્ણ થયા બાદ પણ ચાલુ રહેશે. જો આમ નહીં થાય તો આ યાત્રા કાઢવાના ઉદેશ્યોની પૂર્તિ નહીં થઈ શકે. વૈશ્વિકરણના દોરમાં દુનિયાને ગ્લોબલ વિલેજ એટલે કે વિશ્ર્વ ગ્રામ તરીકે જોવામાં આવે છે. પણ તેમાથી ગામડાઓને બાકાત રાખવામાં આવ્યા છે. ગામડા આજે ભાંગીને ભુક્કો થઈ રહ્યાં છે. સિમેન્ટ કોંક્રીટના જંગલની જેમ શહેરો વિકસી અને વિસ્તરી રહ્યાં છે. ભારતમાં આઝાદી સમયે 90 ટકા વિસ્તારો ગ્રામ્ય હતા. આજે ભારતમાં ગ્રામ્ય વિસ્તાર 65થી 70 ટકા વચ્ચે સમેટાઈને રહ્યો છે. વળી આ વિસ્તાર દર વર્ષે ઘટી રહ્યો છે. આઝાદી કાળે ભારત સરકારની દ્રષ્ટિ ગ્રામોન્મુખ હતી. પણ હવે તેની દ્રષ્ટિ ગ્રામોન્મુખ કે કૃષિ તરફી રહી નથી. જેના પરિણામે હજારો ખેડૂતોની આત્મહત્યાના બનાવો બન્યા છે અને આ બનાવો કરોડો રૂપિયાના રાહત પેકેજ બાદ પણ બની રહ્યાં છે. ત્યારે અત્રે એ સમજવું જરૂરી છે કે આ તમામ દુષ્પરિણામો ભારતના રાષ્ટ્રીય એકમ સમા ગામડાંઓ ભાગવાના કારણે આવ્યા છે. ગામ ભાંગવાની સાથે ગૌ આધારિત જીવનપધ્ધતિને અલવિદા કહેવાઈ છે. બળદને સ્થાને ટ્રેકટર, ગાયના દૂધને સ્થાને મિલ્ક પાવડરનું દૂધ, અને અન્ય ગૌપેદાશોના સ્થાને આધુનિક ગણાતી વસ્તુઓએ પોતાની જગ્યા કરી લીધી છે.
ત્યારે જરૂરી છે કે લોકોના બદલાયેલા માનસને સાચી દિશા સાંપડે, એવી દિશા કે જે ગ્રામોન્મુખી હોય, દેશના આત્માને પુલકિત કરનારી હોય. આ માટેનો પ્રયત્ન છે વિશ્ર્વ મંગળ ગૌ ગ્રામ યાત્રા. પણ આ યાત્રાને માત્ર એક યાત્રા તરીકે લેવાશે, તો તેમાથી તેના કોઈ હેતુ પાર પડવાના નથી. યાત્રા એક સ્થૂળ પ્રવૃતિ છે, તેની પાછળ સુક્ષ્મ પ્રવૃતિ એ છે કે જેનાથી લોકોના દિલ-દિમાગમાં ગ્રામ અને ગાય ફરીથી એ જ સ્થાન પામે કે જે સ્થાન આઝાદી સમય સુધી રહ્યું હતું. અંગ્રેજીયતથી પ્રેરાયેલા નેતાઓ અને નીતિ-નિર્ધારકોએ દેશના વિકાસનું અંગ્રેજીકરણ કર્યુ છે. અને આ પ્રવૃતિ હજીપણ ચાલુ છે. દેશના જીડીપીમાં એક સમયે કૃષિ અને કૃષિઉદ્યોગોનો બહુ મોટો ફાળો હતો. આજે આ ફાળો સંકોચાઈ રહ્યો છે. તેના માટેની અનામત રકમ ઘટાડી દેવામાં આવી છે. તેના સ્થાને ઔદ્યોગિકરણને વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જો કે ઔદ્યોગિકકરણના અભિગમમાં પાયાનો પ્રશ્ન એ છે કે આપણે ત્યાં કૃષિ અને પશુપાલન આધારિત ઔદ્યોગિક પ્રગતિ કેમ થઈ નથી? આપણે ત્યાં હાલમાં આવેલા ઉદ્યોગોએ કૃષિ અને પશુપાલનનું તો નિકંદન કાઢયું છે. સાથે સાથે આપણી પર્યાવરણ મિત્ર જીવનપધ્ધતિનું પણ નિકંદન કાઢયું છે. જરૂર જણાય તેટલા ઉદ્યોગો બિનખેતી કે બિનપશુપાલન આધારિત હોય શકે છે. પણ માણસની નાની નાની જરૂરિયાતો માટે અલગ-અલગ કોસ્મેટિક ચીજ-વસ્તુઓના સ્થાને ગોઆધારિત અને કૃષિઆધારિત બાબતોને આધાર બનાવી શકાયો હોત. પણ વિજ્ઞાન અને ટેકનોલોજી થકી વિકાસ માટેની ઉધારની દ્રષ્ટિએ આપણને આમ કરતા રોક્યા છે. પણ વિશ્ર્વ મંગળ ગૌ ગ્રામ યાત્રા એક એવો અવસર છે કે જેના થકી આપણે આપણી જીવનની જરૂરિયાતો માટે ગૌ ગ્રામને આધાર બનાવી શકીએ તેમ છીએ.
ભારતે મિલ્ક ફેડરેશન થકી શ્ર્વેત ક્રાંતિ જોઈ છે. જેમા ગાય અને ભેંસ બંનેના દૂધનો સમાવેશ થઈ જાય છે. ગાયનું દૂધ કેટલું પવિત્ર છે અને ગાયના બીજા કેટલા ધાર્મિક ઉપકર્મો છે, તે ચર્ચાથી દૂર જઈને વાત કરીએ તો, આપણે ગૌ આધારિત એક પણ ઉદ્યોગની સ્થાપના કરી શક્યા નથી. આના માટે કોઈ ખાનગી ઉદ્યોગગૃહ તો સામે આવ્યું નથી. પણ સરકાર પણ સામે આવી નથી. સ્વતંત્રતા આંદોલન વખતે અને તે પહેલા આપણા જનનાયકો ગાયને માટે કેવી લાગણી ધરાવતા હતા, તે આપણે સૌ જાણીએ છીએ. પણ આ લાગણીને જાળવી રાખીને તેના જતન માટે તેમના તરફ આપણી કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે આઝાદીના આટલા સમયગાળામાં આપણે એક પણ ગૌ આધારિત ઉદ્યોગને વિકસાવી શક્યા છીએ?! હા, સરકાર એક ઉદ્યોગ અવશ્ય વિકસાવી શકી છે અને તે છે ગૌ વંશની કતલ માટે 38,000 કતલખાનાઓને માન્યતા આપવી!!! આ એ જ ભારત છે કે જ્યાં ગોપાલે ગાયો અને ગોભક્તોના જતન માટે ગોવર્ધનનું સંધાન પોતાની કનિષ્ઠિકા પર કર્યું હતું. ગાંધીજીએ પણ ગોહત્યાને પોતાની હત્યા સમાન ગણાવી હતી. તેવા ભારતમાં અનેક ગ્રામ્ય યોજનાઓ ચાલી પણ ગોઆધારિત ઉદ્યોગોની યોજના કેટલી કેન્દ્ર સરકારો અને રાજ્ય સરકારોએ આગળ વધારી? તેનું પ્રમાણ શું હતું ? તેની પાછળ કેટલાં નાણાંની ફાળવણી કરવામાં આવી?, તે પ્રશ્નો હજી પણ અનુત્તર રહ્યાં છે.
ગાયનું દૂધ જેટલુ ઉપયોગી છે, તેટલું જ ગાયનું ગોબર અને મૂત્ર પણ ઉપયોગી છે. તેના ભારતીય જીવનમાં આધુનિકતાના આધારે ઉપયોગ માટેની કોઈ વ્યવસ્થા આપણે હજી સુધી કરી શક્યા નથી. ગાયના મૂત્રમાંથી આયુર્વેદિક દવાઓ અને કીટનિયંત્રકો બનાવી શકવાની ક્ષમતા હોવા છતાં કેટલાંક નાના પ્રયત્નોને બાદ કરતાં તેના માટે કરવાનું ઘણું બાકી રહ્યું છે. આજકાલ કેટલાક આશ્રમો અને દવા કંપનીઓ ગાયના મૂત્ર અને બીજી ગૌપેદાશોને માનવીના સારા સ્વાસ્થ્ય માટે ઉપયોગમાં લાવી શકાય તેવી દવાઓનું નિર્માણ કરી રહી છે. પણ હજી પણ તેના પર વૈજ્ઞાનિક સંસોધનનો કરીને નવી બાબતો બહાર લાવી શકાય તેમ છે. પણ તેના સંસોધન માટેના ખર્ચ અને તેના સંસોધન માટેની વૃતિ પેદા કરવા માટેનું કોઈ મિકેનિઝમ આપણે ઉભું કરી શક્યા નથી.
ગાયનું છાણ કાચું સોનું છે. મિલ્ક ફેડરેશનનો થકી શ્ર્વેત ક્રાંતિ થઈ શકી છે. ત્યારે ગાયના છાણના ગુણ પણ ક્રાંતિ પેદા કરવાની ક્ષમતા ધરાવે છે. ગાયના છાણમાંથી જૈવિક ખેતી માટેનું ખાતર, ગોબર ગેસ, વાહન ચલાવવા માટેનો ગેસ, વીજ જરૂરિયાતો માટેની વીજળી પેદા કરવી વગેરે બનાવી શકાય છે. ગાયના છાણમાં રેડિયો એક્ટિવિટી કે અણુરજ સામે રક્ષણ પૂરુ પાડવાની ક્ષમતા છે. ત્યારે આવા સંદર્ભોથી ભારતમાં કેટલા સંશોધનો ચાલી રહ્યાં છે? તેમાથી કેટલા સંશોધનોને ઉદ્યોગોના સ્વરૂપમાં બદલી શકાય છે? તે સંદર્ભે સરકારની અને લોકોની આજ દિન સુધી ઉદાસિનતા રહી છે. જો કે નાના સ્તરે ગાયના ગોબરમાંથી ગેસ બનાવવાના, વીજળી પેદા કરવાના અને અન્ય પ્રયોગો થઈ રહ્યાં છે. તે સફળ પણ રહ્યાં છે. પણ આ પ્રયોગો વ્યાપક પ્રમાણમાં થાય અને વ્યાપક પ્રમાણમાં સફળ બને તે માટે કોઈ પ્રયત્નો થયા નથી કે તે ઓછા થયા છે. ગાયના ગોબરમાંથી દેશની ઉર્જા જરૂરિયાતો પૂર્ણ કરી શકવાની ક્ષમતા કે તેવી શક્યતા હોય તો તેને સંશોધિત કરીને દેશની સામે એક મોડલ મૂકવુ જોઈએ. જેના માટે સરકારી કે ખાનગી રાહે પ્રયત્નો કરવા જોઈએ. આ માટેના મોડલ બનાવવાનો ખર્ચો અને તેની અસરકર્તાથી લોકો માહિતગાર હોવા જોઈએ. આવા પ્રયત્નો માટે કોઈ ઉદ્યોગગૃહો સામે આવે તો આ મોહિમ લોકભોગ્ય બનાવવા માટે સફળતા મળે.
ઉદાહરણ તરીકે ગાયના ગોબરમાંથી અલગ અલગ પ્રકારે ઉર્જા જરૂરતો પૂરી કરી શકાય તેમ છે, તે સામુદાયિક રીતે અને વ્યક્તિગત રીતે તે પૂરી કરવા માટેના સંશોધિત મોડલો લોકો સામે મૂકાય તે માટે કોઈ મિકેનિઝમ ઉદ્યોગગૃહો અને સરકારની મદદથી ઉભા કરી શકાય છે. આવા મોડલ જો સફળ થાય તો તેના આધારે મિલ્ક ફેડરેશનની તર્જ પર ગોબર ફેડરેશન બનાવી શકાય છે. તેના દ્વારા લોકોની ઉર્જા જરૂરિયાતો પ્રદૂષણ વગર, ઓછા ખર્ચે પૂરી કરી શકાય તેવી સંભાવના રહેલી છે. આ સિવાય ગોબરમાંથી જૈવિક ખેતી માટે અને જમીનની ફળદ્રુપતા પાછી મેળવવા માટે જૈવિક ખાતર પણ બનાવી શકાય છે. તો જૈવિક ખેતીના પ્રોત્સાહન માટે ગોબર ફેડરેશનોને કાર્યરત કરી શકાય છે. આજે લોકોની જીવનશૈલી એવા પ્રકારની બની છે કે શહેરોમાં લોકોના ઘરમાં શ્ર્વાન પોષાય શકે છે, પણ ગાયને ઘરમાંથી રૂખસદ મળી છે! ત્યારે લોકોના જીવનમાં ગાય સ્થાન પામે તે માટે ગોઆધારિત ઉદ્યોગો અને પેદાશોને લોકોના જીવનમાં સ્થાન મળે તેવા પ્રયત્નો કરવા પડશે. ત્યાર બાદ લોકો ગાયને પણ પોતાના જીવનમાં ફરીથી સ્થાન આપશે.
સરકાર ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરે, તેનાથી રુડું કંઈજ નથી. પણ તે સાચા અર્થમાં રાષ્ટ્રીય પશુ બને તેવા પ્રયત્નો તેના રાષ્ટ્રીય પશુ બનતા પહેલા અને ત્યાર બાદ પણ જારી રાખવા પડશે. વિશ્ર્વ મંગળ ગૌ ગ્રામ યાત્રાના 108 દિવસે યાત્રાની સમાપ્તિ ખરી પણ તે તેના સ્થૂળ સ્વરૂપે સમાપ્તિ હશે. આ યાત્રા બાદ ગૌ આધારિત ઉદ્યોગોના મોડલ અને ગોપેદાશોના વ્યક્તિગતજીવનમાં ઉપયોગ માટેના કોઈ મોડલની પ્રદર્શની ગોઠવીને લોકોને ગાય તરફ આકર્ષી શકાય તેવી મોહિમ આગળ ચાલુ રાખી શકાય તો તે ગૌ ગ્રામને ભારતીય જીવન સાથે જોડવાના નૂતન અભિગમનો પ્રારંભ હશે. ગોઆધારિત ગ્રામ્ય સ્વરાજની કલ્પનાને ગ્લોબલાઈઝેશનના કાળમાં સાકાર કરવા માટે કોઈ એકશન પ્લાન તૈયાર કરી શકાય કે કેમ? આ એક એવી લડાઈના મંડાણ છે કે જે માત્ર હિંદુ સભ્યતાના અસ્તિત્વ માટે જ નહીં પણ વિશ્ર્વ અને માનવ સભ્યતાના અસ્તિત્વ માટેનું કેન્દ્રબિંદુ અને મૂલ્યબિંદુ છે. ગૌ ગ્રામ આધારિત ભારત અને વિશ્ર્વ સંપૂર્ણપણે પર્યાવરણ મિત્ર હશે, પ્રકૃતિ સાથે તેમને કોઈ સંઘર્ષ નહીં હોય. વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યેનો અભિગમ સ્વકેન્દ્રી ન રહેતા સહઅસ્તિત્વકેન્દ્રી અને પર્યાવરણકેન્દ્રી બની જશે. જેના કારણે જીડીપી આધારિત વિકાસ માનાંકો બદલાશે અને વ્યક્તિ માનવ કેન્દ્રી વિકાસ માનાંકો સ્થાન ગ્રહણ કરશે. યાત્રાના 108 દિવસ દેશની મૂલ્ય પ્રાપ્તિ માટેની આગામી યાત્રાની જમીન તૈયાર કરશે. વિશ્ર્વ મંગળ યાત્રા ગૌ અને ગ્રામના ભારતીય જીવનમાં પુનર્પ્રસ્થાપન સુધી ચાલુ રહેશે. આ જ તો વિશ્ર્વ મંગળ ગૌ ગ્રામ યાત્રાનો તાર્કિક અંત હોઈ શકે છે. તેના માટે જનજાગૃતિની સાથે ઉધાડી આંખે ઉંઘતી સરકાર અને નાણાં રળવામાં પડેલા ઉદ્યોગગૃહો પોતાની દ્રષ્ટિ બદલે તે અત્યંત આવશ્યક છે.

બુરાઈને ખતમ કરે તે ભલાઈ

આદિકાળથી વિશ્વમાં ધર્મ-અધર્મ, સત્ય-અસત્ય, પ્રકાશ-અંધકાર, ભલાઈ-બુરાઈ વચ્ચે યુધ્ધ થતું આવ્યું છે. આ યુધ્ધમાં કહેવાય છે કે જીત તો હંમેશા ધર્મ, સત્ય, પ્રકાશ અને ભલાઈની થાય છે. અત્યારે પણ વિશ્વનો બહુ મોટો વર્ગ બુરાઈના વમળોમાં ફસાયેલો છે. નશાખોરી, જુગાર, વેશ્યાવૃતિ, હિંસા, અત્યાચાર, વર્ગ-સંઘર્ષ, આતંકવાદ વગેરે સમાજ માટે નાસૂર બની ગયા છે. આપણે આ બધી બુરાઈના માઠાં પરિણામો ભોગવતા આવ્યા છીએ. જ્ચારે આપણે આ બધી બુરાઈને સહન કરવાની શક્તિ ગુમાવી દઈએ છીએ, ત્યારે આપણને લાગે છે કે બુરાઈને આદિકાળથી પરાજિત કરતી ભલાઈ હારી રહી છે. તે વખતે આપણે આપણા દ્વારા ઉભી કરાયેલી વ્યવસ્થાને કારણે પરેશાન થઈએ છીએ. બુરાઈના ભારે થતાં પલડાનો દોષ આપણે વ્યવસ્થા પર નાખી દઈએ છીએ. આપણે જુદી-જુદી બુરાઈ અનુસરનારાઓને અસમાજિક તત્વો તરીકે ઓળખીએ છીએ. કેટલાંક બુરાઈને અનુસરનારા લોકોને સજા આપવામાં કામિયાબ પણ થવાય છે. તે વખતે આપણે સમજીએ છીએ કે બુરાઈને અનુસરનારાઓને સજા મળી ગઈ એટલે પ્રશ્ન હલ થઈ ગયો. પણ રોજબરોજની મોટા પ્રમાણમાં બનતી ચોરી, હિંસા, હત્યા, અત્યાચાર, બળાત્કાર, આતંકવાદ અને નશાખોરીની ઘટનાઓ પરથી તે આપણો ભ્રમ સાબિત થાય છે. આપણી સામે પુરાવર્તિતપણે બુરાઈના કુરુપ ચહેરાનો સામનો કરવાનો વખત આવે છે. તેનું કારણ ઘણું સ્પષ્ટ છે, માણસની અંદરની બુરાઈ તેને શારીરિક સજા આપવા માત્રથી ખતમ થઈ જતી નથી. હા, બુરાઈ ટૂંકાગાળા માટે કામચલાઉ રીતે નિયંત્રિત થતી હોય તેવો આભાસ જરૂરથી ઉભો થાય છે.
આપણને સ્વાભાવિકપણે પ્રશ્ન થાય કે આમ બુરાઈ અનુસરનાર વ્યક્તિને સજા આપવા છતાં બુરાઈ ખતમ કેમ થતી નથી? કેમ ગુનેગાર હંમેશા ગુનેગાર બનીને રહે છે? સજા મેળવ્યા પછી એવા બહુ થોડા ગુનેગારો હશે કે જેઓ હકીકતમાં સુધરી જતાં હોય છે. મોટાભાગના ગુનેગારો તો જેલમાંથી પાછા ફર્યા પછી પોતાની પહેલાની ગુનાખોરીની પ્રવૃતિ થકી બુરાઈને આગળ વધારવાનું કામ વધુ તીવ્રતાથી કરતાં હોય છે. આ સિવાય એ વાત પણ અત્રે ધ્યાન રાખવા જેવી છે કે અન્ય લોકો આ ગુનેગારોને મળેલી સજા પરથી બોધપાઠ પણ લેતા નથી. આવુ થવા પાછળનું સ્પષ્ટ કારણ એ છે કે અંધકારમાં ડૂબેલા લોકોને પ્રામાણિકતાથી પ્રકાશ તરફ દોરી જવાનું કામ ન તો સમાજ કરી રહ્યો છે, ન તો સમાજ દ્વાર ઉભી કરવામાં આવેલી વ્યવસ્થા દ્વારા તે થઈ રહ્યું છે. આપણે બુરાઈ આચરનારા લોકો તરફ જોવા માટે પણ તૈયાર નથી. આપણે તેમની ધૃણા કરીએ છીએ. નાનપણથી બાળકોને બુરાઈથી બચવાનું શીખવાડીએ છીએ, તે સારું પણ છે. પણ સાથે સાથે બુરાઈમાં ફસાયેલા લોકોથી અંતર રાખવાનું અને તેમને ધૃણા કરવાનું પણ શીખવાડીએ છીએ. આ ધૃણા જ ખરાબ માણસની બુરાઈનો સંહાર કરવામાં આડે આવે છે. તેને કારણે ખરાબ માણસને કદાચ તેની બુરાઈની સજા મળી શકે છે, પણ તેનાથી તે વ્યક્તિની બુરાઈ મરતી નથી કારણ કે તેમની એટલી હદે ધૃણા કરવામાં આવે છે કે હૃદય પરિવર્તનની તમામ પ્રક્રિયામાં છેવટે નિષ્ફળતા જ સાંપડે છે. આવા લોકો આગળ જતાં બુરાઈને જ પોતાના સાચા સાથી ગણી લેતા હોય છે. હકીકતમાં વ્યક્તિ ખરાબ હોતો નથી. વ્યક્તિની અંદર રહેલી બુરાઈરૂપી ખરાબી જ ખરાબ હોય છે. બુરાઈ એક માનસિકતા છે અને માટે જ બુરાઈમાં ફેસાયેલાની ધૃણા કરવા કરતાં તેમની માનસિકતાને બદલવાનો પ્રામાણિક પ્રયત્ન કરતાં શીખવું જોઈએ અને બાળકને પણ તે શીખવવું જોઈએ. પણ આપણે ત્યાં બાળકને નાનપણથી જે કંઈ શીખવાડવામાં આવે છે, તેનાથી ઉંમરની સાથે સાથે બુરાઈમાં ફસાયેલાઓ સાથેનું અંતર પણ વધતું જાય છે. આ પ્રવૃતિ એ હદ સુધી વિસ્તરતી જાય છે કે કોઈ સફળતા અને પ્રકાશના રસ્તા પર આગળ વધવામાં જરાપણ પાછળ પડી જાય તો તેને આપણે કચડીને અથવા તો એકદમ પાછળ છોડીને આગળ વધી જઈએ છીએ. આ સફળતા અને પ્રકાશ તરફ આગળ વધવાનો ટૂંકો રસ્તો બની ગયો છે. તેથી જ તો બુરાઈ ઘટવાને બદલે વધી રહી છે અને રોજબરોજ બુરાઈની પરિઘિ વધી રહી છે અને તેમાં નવા લોકો ફસાઈ રહ્યાં છે.
આપણે ત્યાં સારાને વધુ સારું કરવાનો અવશ્ય પ્રયત્ન થાય છે. પણ જે ઓછું સારું છે કે નબળું છે, તેને સારું બનાવવાનો પ્રયત્ન ખૂબ ઓછો થાય છે. ઉદાહરણ તરીકે આપણે ત્યાં વિદ્યાર્થીઓને નિશાળમાંથી એટલા માટે કાઢી મૂકવામાં આવે છે કે તે સારા માર્કસ પ્રાપ્ત કરી શકતા નથી. જેમને કારણે શાળાનો રેકોર્ડ ખરાબ થાય છે. આ પધ્ધતિ ફક્ત અમાનવીય જ નહીં પણ અન્યાયપૂર્ણ છે. દરેક શાળાનું એ દાયિત્વ છે કે તે ફક્ત સારા અને હોંશિયાર વિદ્યાર્થીઓને જ આગળ ન વધારે, પણ સાથે સાથે થોડા કમજોર વિદ્યાર્થીઓને વિશેષ ધ્યાન આપીને સારા અને હોંશિયાર બનાવે. સારાને વધુ સારા બનાવવામાં કોઈ કમાલ નથી. અસલી કમાલ તો એ છે કે જેમાં ઓછા સારા કે નકામાને વિશેષ પ્રયત્ન અને ખંતથી સારાં કે વધારે સારાંની શ્રેણીમાં લઈ આવવામાં આવે.
આજે આ પ્રકારની સદભાવનાની અત્યંત આવશ્યક્તા છે. માટે જ વ્યક્તિ, સમાજ અને વ્યવસ્થા-એમ દરેક સ્તરે બુરાઈમાં ફસાયેલાઓને સુધારવાનું આંદોલન શરૂ કરવામાં આવે તે જરૂરી છે. ખરાબ અને ગુનાહિત પ્રવૃતિમાં લાગેલા લોકોને સહાનુભૂતિ ભરી સુધારણા પ્રક્રિયાથી ભલા માણસ બનાવી શકાય છે. સફળતા તો ત્યારે છે કે જ્યારે ઓછામાં ઓછા એક બુરાઈમાં ફસાયેલા વ્યક્તિને ભલાઈના માર્ગ પર લાવી શકાય. આ માટે જરૂરી છે કે ધીરજપૂર્વક સહાનુભૂતિથી બુરાઈમાં ફસાયેલા લોકોને સારું વાતાવરણ અને સારા વિચારો પૂરાં પાડવામાં આવે. આજે સામુદાયિક સ્તરે એવા સંગઠનો અને સંસ્થાઓની આવશ્યકતા છે કે જે બુરાઈના અંધકારમાં જીવતાં લોકોના જીવનને ભલાઈના પ્રકાશથી પ્રકાશમય બનાવી શકે. પોતાના સુખી-સંપન્ન ભક્તોની વચ્ચે રહેતા મહાત્મા, સાધુ-સંતો કે ધર્મોપદેશકો બુરાઈમાં ફસાયેલા લોકો વચ્ચે જઈને તેમને સદાચારના સદપ્રવાહમાં ખેંચી લાવશે. અસલી ભલાઈ તો એ છે કે જે બુરાઈમાં ફસાયેલાની બુરાઈને મારે અને વ્યક્તિને સદાચારના રસ્તે ખેંચી લાવે.
જ્યારે ‘મારા-મારા’ કહેનારો વાલિયો લૂંટારો ‘રામ-રામ’ની જગ્યાએ ‘મરા-મરા’નું રટણ કરીને વાલ્મિકી બને છે, ત્યારે તે કેટલાંય કહેવાતા સારા-ભલા માણસો કરતાં જોજનો આગળ નીકળી જાય છે. આવા કેટલાંય ઉદાહરણો આપણે ત્યાં ઉપલબ્ધ છે. હકીકતમાં જેણે અંધકારની દુનિયા જોઈ લીધી છે, તે પ્રકાશના મહત્વને વધારે સારી રીતે સમજે છે. વિષપાન કરનારા શિવ જ દુનિયાને કલ્યાણ અને મંગળતાનો સંદેશ આપવાનું સામર્થ્ય ધરાવે છે.
મનુષ્ય સ્વાભાવિકપણે ભલો હોય છે. પણ બુરાઈ તેને આપવામાં આવેલા ગંદા વિચારોથી નીપજે છે. જો વ્યક્તિના ગંદા વિચારો મરશે. આમ જે વ્યક્તિને નહીં, પણ તેના ખરાબ, ગંદા વિચારોને મારી શકે તે જ ભલાઈ છે. આપણે ત્યાં ખરાબ વ્યક્તિને તેની કરવામાં આવેલી ભૂલ કે ગુના માટે સજા આપવામાં આવે છે. આ સજા જરૂરી હોવા છતાં એ પણ એટલું જ જરૂરી છે કે જે-તે બુરાઈમાં ફસાયેલા વ્યક્તિની બુરાઈ દૂર થાય તેવી સુધાર પ્રક્રિયા ઉપલબ્ધ કરાવાય. આ માટે સમાજ અને સમાજની વ્યવસ્થાએ સારું વાતાવરણ તથા સારા વિચારોનો મારો બુરાઈમાં ફસાયેલા લોકો પર ચલાવવો પડશે. આમ હંમેશા પ્રયત્ન એ કરવો પડશે કે બુરાઈમાં ફસાયેલો વ્યક્તિ ખતમ ન થાય, પણ તે વ્યક્તિમાં રહેલી બુરાઈ મરી પરવારે અને તે સારા-શિષ્ટ સમાજનો ભાગ બનીને ભલાઈના રસ્તે આગળ વધે. આમ તો એક પ્રકાશનું કિરણ અંધકારને ખતમ કરવા માટે કાફી હોય છે. પણ જ્યાં ગાઢ અંધકાર હોય અને પ્રકાશનું કિરણ ગાઢ અંધકારને ભેદવા માટે સક્ષમ ન હોય તો ત્યાં સૂર્ય કે અગ્નિની ઉગ્રતા પ્રકાશ ફેલાવવા માટે કારણભૂત બને છે. આમ બુરાઈને ખતમ કરે તે ભલાઈ છે, બુરાઈના ઘૂંટણિયે પડે તે ભલાઈ નથી.

સ્વદેશી શાસન-વ્યવસ્થા એ જ આપણી સમસ્યાઓનું સમાધાન

વિશ્વમાં જુદી-જુદી શાસન વ્યવસ્થાઓ અસ્તિત્વમાં હતી, અત્યારે છે અને કદાચ ભવિષ્યમાં પણ રહેશે. દરેક રાષ્ટ્રની સંસ્કૃતિ અને સભ્યતાને આધારે જે-તે રાષ્ટ્રની એક આગવી શાસન વ્યવસ્થા અમલમાં આવતી હોય છે. વિશ્વની આ શાસન વ્યવસ્થાને મુખ્યત્વે ચાર પ્રકારની શાસન વ્યવસ્થામાં વર્ગીકૃત કરી શકાય છે. જે આ પ્રમાણે છે-(1) પશ્ચિમી શાસન વ્યવસ્થા (2) ઈસ્લામિક શાસન વ્યવસ્થા (3) સામ્યવાદી શાસન વ્યવસ્થા (4) વૈદિક સંસ્કૃતિ પ્રેરિત વ્યવસ્થા. આ શાસન વ્યવસ્થાઓ નિશ્ચિત સંસ્કૃતિક, ધાર્મિક અને સામાજિક પૃષ્ઠભૂમિઓ અને તેમાંથી ઉદભવેલી નિશ્ચિત વિચારધારાઓ ધરાવે છે. વિશ્વની આ શાસન વ્યવસ્થા વ્યક્તિ, સમાજ, રાજ્ય અને ધર્મ સાથેના તેના સંબંધોથી અલગ પડે છે. પશ્ચિમની શાસન વ્યવસ્થામાં વ્યક્તિ મુખ્ય છે. ઈસ્લામિક શાસન વ્યવસ્થામાં ધર્મ (રીલીજયન એટલે કે પંથ કે સંપ્રદાયના અર્થમાં) મુખ્ય છે. સામ્યવાદી શાસન વ્યવસ્થામાં રાજ્ય સર્વોપરી છે. પણ માનવજીવન માટે વ્યક્તિ, રાજ્ય અને ધર્મ સાથે સમાજ એમ ચારેય ખૂબ જ મહત્વનાં છે. તેઓ એકબીજામાં એ રીતે ગૂંથાયેલા છે કે તેમને અલગ પાડવા મુશ્કેલ જ નહીં અશક્ય છે. આથી કોઈ એવી શાસન વ્યવસ્થાની જરૂર છે કે જે ઉપર જણાવેલી ત્રણેય વ્યવસ્થાનો સમન્વય કરે. જે શાસન વ્યવસ્થામાં વ્યક્તિ, સમાજ, રાજ્ય અને ધર્મમાંથી કોઈ ગૌણ ન હોય, કોઈ મુખ્ય ન હોય. આવી શાસન વ્યવસ્થા આદર્શ અને સંપૂર્ણ છે. આ આદર્શ અને સંપૂર્ણ શાસન વ્યવસ્થાનો વિચાર વૈદિક સંસ્કૃતિમાં કરવામાં આવ્યો છે. જેમાં વ્યક્તિ, સમાજ, રાજ્ય અને ધર્મને સરખું મહત્વ આપવામાં આવ્યું છે. જ્યારે આ ચારમાંથી એકની સર્વોપરિતા નક્કી કરવાના પ્રસંગ આવ્યા છે, ત્યારે ધર્મ-મૂલ્ય નિષ્ઠ સમાજને મહત્વ આપવામાં આવ્યું છે. (અત્રે ધર્મ એટલે ધારયતિ ઈતિ ધર્મના અર્થમાં સમજવું )
ભારતમાં ઈસ્લામના આગમન પહેલા વૈદિક વ્યવસ્થા અસ્તિત્વમાં હતી. વૈદિક વ્યવસ્થા પર ઈસ્લામનું આક્રમણ થયું અને ભારત લાંબા સમય સુધી ઈસ્લામિક શાસન વ્યવસ્થા તળે ગુલામ બનીને રહ્યું હતું. ત્યાર બાદ પશ્ચિમી જગતે ભારતને ગુલામ બનાવ્યું તથા 1947 પછી સામ્યવાદે ભારતને પોતાની ચુંગાલમાં ફસાવવા માટે અલ્પકાલિક અને આંશિક સફળતા મેળવી હતી. આમ ભારતની વ્યવસ્થાને ઈસ્લામિક આક્રમણ પછી ક્યારેય વૈદિક સંસ્કૃતિના આધાર પર વિકસવાનો કે પોતાની આગવી ઓળખ બનાવવાનો અવસર પ્રાપ્ત થયો નથી કે આવો અવસર પ્રદાન કરાયો નથી. સામ્યવાદી શાસનવ્યવસ્થા અને વિચારધારાના આંતરરાષ્ટ્રીય પતન પછી પણ ભારત હજી સુદી પોતાને તેની છાયામાંથી પૂર્ણપણે મુક્ત કરી શક્યું નથી.
આજે પણ ભારતની વ્યવસ્થા વૈદિક સંસ્કૃતિના આધારે ન ચલાવીને બાકીની ત્રણ સંસ્કૃતિઓ કે વિચારધારાઓની પ્રતિસ્પર્ધા સ્વરૂપે ચલાવવામાં આવે છે. જેમાં ધર્મ, રાજ્ય, વ્યક્તિનો સમન્વય દેખાતો નથી. ભારતમાં સંસદીય લોકશાહીમાં સંસદની ભૂમિકા કસ્ટોડિયન તરીકેની છે. પણ સંસદીય લોકશાહી શાસન વ્યવસ્થાના પ્રણેતાઓએ સંસદની કસ્ટોડિયન તરીકેની ભૂમિકાની સમય સીમાનું નિર્ધારણ કર્યુ નથી. જેના કારણે આટલા વર્ષો બાદ પણ આપણી સંસદનું પ્રબંધક સ્વરૂપ બની શક્યું નથી. જો જનતા જાગરૂક નહીં થાય તો આગામી સો-બસ્સો વર્ષોમાં પણ આ સંભવી શકશે નહીં. કારણ કે કુંટુંબ, ગામ, શહેર, જિલ્લાના લોકો આંશિક કે મહત્તમપણે પોતાની વ્યવસ્થા કરવા માટે સક્ષમ થઈ ગયા છે, તેવી જાહેરાત કરવાનો સંસદને અધિકાર છે. તથા સંસદ પર રાજનેતાઓનો એકાધિકાર છે. આ રાજનેતાઓ આ પ્રકારની જાહેરાત કયારેય થવા નહીં દે. પરિણામે જે થવાનું હતું તે જ થયું, રાજનીતિ બેલગામ બની ગઈ છે, રાજકારણમાં અપરાધીકરણ અને ભ્રષ્ટાચાર વધી ગયા છે. રાજનીતિ હંમેશા રાષ્ટ્રની વાત કરે છે, જ્યારે રાષ્ટ્રભક્તિ કે રાષ્ટ્રપ્રેમનો તેની સાથે દૂર-દૂર સુધીનો કોઈ સંબંધ છે કે નહીં તે શંકા ઉપજાવે તેવી બાબત છે.
ભારતના કેટલાંક રાજકીય નેતાઓને બહારના દેશો તરફથી ભ્રષ્ટાચાર અને લાંચ સ્વરૂપે નાણાંકીય લાભ થઈ રહ્યો હોવાના આક્ષેપો ધણાં જૂના છે. વળી થોડા વર્ષો પહેલા પ્રકાશિત થયેલા રશિયન જાસૂસના પુસ્તક મિત્રોખિન આર્કાઈવસ અને સંયુક્ત રાષ્ટ્રસંઘના તપાસ અધિકારી પોલ વોલ્કરના વોલ્કર રિપોર્ટમાં ભારતના કેટલાંક રાજકારણીઓ વિશે જે માહિતી આપવામાં આવી છે, તેના પરથી કેટલાંક ભારતીય રાજકીય નેતાઓ પર બહારના દેશો તરફથી ભ્રષ્ટાચાર અને લાંચ સ્વરૂપે નાણાંકીય લાભ થઈ રહ્યો હોવાની શંકા પ્રબળ બની છે. આવા રાજકીય નેતાઓએ ભારતના રાજકારણને બદનામ કર્યું છે. તેમણે ભારતીય રાજકીય વિચારધારા તથા પ્રવર્તમાન શાસન વ્યવસ્થાની સાથે વિશ્વાસધાત કર્યો છે. વળી કેટલાંક વિદેશી લેખકોએ આવા આરોપની પુષ્ટિ કરતાં લખાણો પણ લખ્યા છે. આ બાબત વ્યાપકપણે ભારતના હિતો વિરુધ્ધની અને ચિંતાપ્રેરક છે.
રાજકીય ચમક-દમકથી પ્રભાવિત પણ રાજકારણમાં પ્રવેશથી વંચિત કે નિષ્ફળ લોકોએ સામાજિક સંસ્થાઓ, સ્વૈછિક સંસ્થાઓના નામ પર આવી જ દુકાનદારી શરૂ કરી દીધી છે. મૂડીવાદી, સામ્યવાદી અને ઈસ્લામિક દેશો આવા લોકોને મોટી આર્થિક મદદ કરીને પોતાના રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય હિતોને અનુકૂળ સમસ્યાઓનો હાઉ ઉભો કરાવે છે. તે એવી સમસ્યા હોય છે કે જે ઓછી મહત્વની અને મૂળ સમસ્યાની ઉપપેદશ માત્ર હોય છે. પશ્ચિમના મૂડીવાદી દેશો પોત-પોતાની સંસ્થાઓને આર્થિક મદદ કરીને માનવાધિકાર, બાળમજૂરી, બાળવિવાહ, નિરક્ષરતા, નશાખોરી, પર્યાવરણ, પ્રદૂષણ, જળસંકટ, વસ્તીવધારો જેવી બાબતોને મુદ્દા બનાવે છે. તેને તેવો અતિ મહત્વપૂર્ણ મુદ્દાઓ જાહેર કરાવડાવે છે. તેમના સમાધાન માટે તેઓ પોતાના તરફથી સહાયતા કરે છે કે કરજ આપે છે, વળી તેઓ રાજકીય દળોમાં પોતાની ઘૂસણખોરી વધારીને આ બાબતોને ધ્યાનમાં રાખીને કાયદાઓ પર કાયદાઓ પસાર કરાવે છે. સામ્યવાદી દેશો પોતાના ભારતીય એજન્ટોને નાણાં ખવડાવીને ઓછું મૂલ્ય , શિક્ષિત બેરોજગારી, સામાજિક અસમાનતા, આર્થિક અસમાનતા, શોષણ, ભૂખ, ગરીબી, જેવા મુદ્દાઓનો હાઉ સામ્યવાદી હિતોને ધ્યાનમાં રાખીને ઉભો કરાવડાવે છે. તેઓ આ બધાંનું સામાન્ય સમાધાન વર્ગ સંઘર્ષ દર્શાવે છે, કે જે ભારતમાં ઘણાં ભાગોમાં નક્સલાવાદીઓની હિંસક ચળવળનું કારણ બની ગયું છે. જ્યારે ઈસ્લામિક દેશો આપણા દેશમાં મુસલમાનોની સમસ્યા, કોમવાદ, લઘુમતી-બહુમતી, લઘુમતીના હકો જેવા મુદ્દાઓ ઉભા કરાવડાવે છે અને અસ્તિત્વમાં રહેલા તંત્રનો તેના માટે સારી રીતે ઉપયોગ પણ કરે છે. આવા ઈસ્લામિક દેશોને તેમના હાથા બનનારા લોકો ભારતમાં મળી રહે છે. આવી સંસ્થાઓના પ્રચારથી પ્રભાવિત થઈને ભારતીય રાજનીતિનો એક મોટો વર્ગ તો કોમવાદને આ દેશની સૌથી મોટી સમસ્યા જાહેર કરી રહ્યો છે અને પોતાની રાજનીતિ લઘુમતીવાદ અને કોમવાદના મુદ્દાઓ પર આધારિત બનાવી રહ્યો છે. જેના કારણે દેશના રાજકીય પક્ષો મુસ્લિમોને શૈક્ષણિક-સરકારી સંસ્થાઓમાં ધર્મના નામે અનામત, બિહારમાં મુસ્લિમ મુખ્યપ્રધાનનું ચૂંટણીઓ દરમિયાન રટણ જેવા તિકડમ ઉભા કરે છે.
ભારતમાં ગરીબી, ભૂખ, બેરોજગારી, વસ્તીવધારો, નિરક્ષરતા, સમાજિક-આર્થિક અસમાનતા, શોષણ, કોમવાદા જેવી સમસ્યાઓ છે, પણ તે આ દેશની મોટી સમસ્યાઓમાંની એક હોઈ શકે છે અથવા મૂળ સમસ્યાની ઉપપેદાશ હોઈ શકે છે. પણ તે આ દેશની મૂળ સમસ્યા કદાપિ નથી. આ દેશની મૂળ સમસ્યા છે, અનૈતિકતા, તેને કારણે દરેક ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર, હિંસા, ચારિત્રિક અધ:પતન, અત્યાચાર, અજ્ઞાનતા, આવી મૂળ સમસ્યાઓને જડમૂળથી ઉખાડી નાખવામાં આવશે, તો તેનાથી ઉભી થનારી ઉપપેદાશ રૂપ સમસ્યાઓ આપોઆપ ખતમ થઈ જશે પણ ભારતમાં કાર્યરત મૂડીવાદી, સામ્યવાદી અને ઈસ્લામિક દેશોની ધરીઓએ ભારતની વાસ્તવિક અને મૂળ સમસ્યાઓને મહત્વહીન બનાવી દીધી છે. જેના કારણે સમસ્યાના સમાધાનમાં અસંતુલન પેદા થયું છે. આમ જે દેશનું રાજકીય ચરિત્ર વિદેશી હોય, શાસન વ્યવસ્થા વિદેશી હોય, કર્મશીલોએ મહોરાં પહેરેલા હોય, ત્યાં સુધારાની સંભાવના કેટલી રહેલી છે? દેશને અત્યારે જરૂર છે સ્વદેશી શાસન વ્યવસ્થા, સ્વદેશી સંસ્કૃતિ, સ્વદેશી વિચારધારા,સમસ્યાની સ્વદેશી ઓળખ અને સમસ્યાના સ્વદેશી સમાધાનની. આના માટે આપણે વિદેશી નાણાંથી સંચાલિત મહોરાંધારી સમાજિક સંસ્થાઓ, ભ્રષ્ટ નેતાઓ અને વિદેશી શાસન વ્યવસ્થાથી મુક્ત થવું પડશે. જેના માટે સૌથીપહેલી જરૂરત છે , એક સ્વદેશી શાસન વ્યવસ્થાની કે જે પશ્ચિમના વ્યક્તિવાદ પર, ઈસ્લામના ધર્મવાદ પર કે સામ્યવાદના રાજ્યવાદ પર ટકેલી ન હોય. પણ તે ટકેલી હોય આ દેશના ધર્મ-મૂલ્ય નિષ્ઠ સમાજ પર તથા તેમાં ધર્મ, રાજ્ય અને વ્યક્તિમાં કોઈ મુખ્ય ન હોય કે કોઈ ગૌણ ન હોય. આ જ રાષ્ટ્રભક્તિ છે અને એ જ વ્યવસ્થાના પરિવર્તનનો મૂળ મંત્ર છે.

પાકિસ્તાનમાં સત્તાની સાઠમારી: ઝરદારી ઝુક્યા

પાકિસ્તાનમાં ઉઠેલું રાજકીય તોફાન તત્પૂરતું શાંત થઈ ગયું હતું. પણ આ શાંતિની અશાંતિ સુધીની સફર ક્યાં સુધી સ્થગિત રહેશે, તે કહેવું મુશ્કેલ છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી અને પીએમએલ(એન)ના અધ્યક્ષ નવાઝ શરીફ વચ્ચે ચાલી રહેલી રાજકીય શતરંજમાં શહ અને માતનો ખેલ ગમે ત્યારે ચાલુ થઈ શકે છે. જેના કારણે પાકિસ્તાનમાં ખતરનાક રાજકીય અરાજકતા સર્જાઈ શકે છે.
આમ તો અત્યારે આ રાજરમતમાં નવાઝ શરીફ વિજેતા બનીને ઉભરી આવ્યા છે. તેમને મળેલા મોટા જનસમર્થનને કારણે ગભરાઈને કે આંતરરાષ્ટ્રીય પરિબળો અને પાકિસ્તાની સૈન્યના પ્રમુખ જનરલ અશફાક પરવેઝ કિયાનીના દબાણ હેઠળ પાકિસ્તાની રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીને પોતાનું અક્કડ વલણ છોડીને નવાઝ શરીફની તમામ માગણીઓને 16 માર્ચની લોંગ માર્ચ પહેલા માની લેવાની ફરજ પડી છે. પાકિસ્તાનના વડાપ્રધાન યુસુફ રઝા ગિલાનીએ રાષ્ટ્રને કરેલા સંબોધનમાં સુપ્રિમ કોર્ટના બરતરફ મુખ્ય ન્યાયાધીશ ઈફ્તિખાર મોહમ્મદ ચૌધરીની બહાલીની ઘોષણા કરી છે. તેઓ 21મી માર્ચના દિવસે પાકિસ્તાનની સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકેનો પદભાર ફરીથી સંભાળશે. ગિલાનીએ તેમના સંબોધનમાં કહ્યું હતું કે પાકિસ્તાન સરકાર નવાઝ શરીફ અને તેમના ભાઈ શાહબાઝ શરીફને ચૂંટણી લડવા અને કોઈપણ સાર્વજનિક પદ ગ્રહણ કરવાની રોક સામે સુપ્રિમ કોર્ટમાં રિવ્યુ પિટીશન દાખલ કરશે. જેના કારણે પાકિસ્તાનના વિરોધ પક્ષના નેતા નવાઝ શરીફે લોંગ માર્ચનો કોલ પાછો ખેંચ્યો છે.
જો કે પાકિસ્તાનમાં ઉભી થયેલી રાજકીય અરાજકતાભરી પરિસ્થિતિને કારણે વિશેષજ્ઞો અનુમાન લગાવી રહ્યાં હતા કે પાકિસ્તાનમાં સ્થિરતા લાવવાના નામે સેના ફરીથી બેરેકમાંથી બહાર આવીને સત્તાના સૂત્રો હસ્તગત કરશે. તખ્તાપલટની પ્રબળ આશંકાઓ વચ્ચે અમેરિકાના પ્રવાસથી પાછા ફરેલા પાકિસ્તાની સેનાધ્યક્ષ જનરલ અશફાક પરવેઝ કિયાનીએ રાષ્ટ્રપતિ ઝરદારીને 16 માર્ચ,2009 સુધીમાં પરિસ્થિતિને સામાન્ય બનાવવાનું અલ્ટીમેટમ આપ્યું હતું. જેના પરથી ક્યાસ લગાવાઈ રહ્યો હતો કે સેના ફરીથી સત્તા હસ્તગત કરીને પાકિસ્તાનમાં મહાપરાણે શ્ર્વાસ લઈ રહેલી લોકશાહીનું ગળું ઘોટી દેશે. નિષ્ણાતોનું અનુમાન હતું કે પાકિસ્તાનની ઘેરી બનેલી રાજકીય અસ્થિરતાને કારણે અમેરિકાને અફઘાનિસ્તાનમાં ચાલી રહેલા વોર ઓન ટેરર પર જોખમ હોવાનું જણાયું હતું. જેથી અમેરિકાએ પાકિસ્તાની સેનાના પ્રમુખ જનરલ કિયાનીને પરિસ્થિતિ સામાન્ય બનાવવા માટેના નિર્દેશો આપ્યા હોવા જોઈએ. જેના કારણે જ પાકિસ્તાનમાં અમેરિકી પ્રવાસેથી પાછા ફરેલા જનરલ કિયાનીએ રાષ્ટ્રપતિ ઝરદારીને અલ્ટીમેટમ આપ્યું હોવું જોઈએ, તેવી સંભાવનાઓ દર્શાવાઈ હતી. જનરલ કિયાનીએ સમગ્ર રાજકીય નાટકમાં નિર્દેશકની ભૂમિકા અદા કરી હતી. તેમણે આ હાઈપ્રોફાઈલ ડ્રામામાં પાકિસ્તાનના વડાપ્રધાન યુસુફ રઝા ગિલાનીનો નાયકના રૂપમાં ઉપયોગ કરીને ઝરદારીને કદ પ્રમાણે વેતર્યા છે. તેમણે અમેરિકાના દબાણ હેઠળ ઝરદારીને પીએમએલ(એન)ના અધ્યક્ષ નવાઝ શરીફની માગણીઓ માનવા મજબૂર કર્યા છે.
જેના પરથી એ વાત સ્પષ્ટ બને છે કે પાકિસ્તાની સેના પર અમેરિકાનો પ્રભાવ હજી પણ કાયમ છે. તો પાકિસ્તાનની નાગરિક સરકાર સેના સામે કમજોર પૂરવાર થઈ છે, એટલે કે પાકિસ્તાનમાં હજી પણ લોકશાહી નામ માત્રની જ છે. બીજી તરફ નવાઝ શરીફે ભારે જનસમર્થન મેળવીને પોતાની લોકપ્રિયતા સાબિત કરી હતી. તેઓ સમગ્ર ડ્રામામાં હીરો તરીકે ઉભરી આવ્યા છે. પાકિસ્તાનની જનતાએ સાબિત કર્યુ છે કે તેઓ લશ્કરી તાનાશાહને રાજીનામું આપવા માટે મજબૂર બનાવી શકે છે, તેમ નાગરિક સરકારના વડા તરીકે ગલતફેમીનો શિકાર બનનાર રાષ્ટ્રપતિ ઝરદારીને તેમની ઔકાત પણ બતાવી દઈ શકે છે. અત્રે અમેરિકાના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફ એડમિરલ મુલૈનની ટિપ્પણી ઘણાં સૂચક પ્રભાવીપણાને સ્પષ્ટ કરે છે. એડમિરલ મુલૈને કહ્યું હતું કે પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ કિયાનીએ રાષ્ટ્રને બચાવવા માટે સત્તા હડપવાની વૃતિથી દૂર રહેવું જોઈએ.
જો કે એડમિરલ મુલૈનની ખાતરી પર વિશ્વાસ કરવો હજી પણ મુશ્કેલ છે. કારણ કે પાકિસ્તાનના જન્મથી જ ત્યાં લોકશાહીનું હંમેશા ધોવાણ થયું છે. જ્યારે સેના હંમેશા સત્તાના કેન્દ્ર સ્થાને રહી છે. વળી જ્યારે સેના સત્તામાંથી પ્રત્યક્ષપણે બહાર હોય છે, ત્યારે હંમેશા નાગરિક સરકાર મુશ્કેલીમાં મુકાય તેવા ઉંબાડિયાઓ કરીને સત્તા હસ્તાંતરિત કરવાનો પ્રયત્ન કરતી હોય છે ત્યારે એડમિરલ મુલૈનના નિવેદનની કે ખાતરીની તત્તસમય પૂરતી અસર દેખાઈ હતી, પણ ભવિષ્યમાં શું થાય તે કહવું કે તેનો અંદાજો લગાવવો મુશ્કેલ છે!
નિષ્ણાતોના મતે હાલના પાકિસ્તાની રાજકારણના ઘટનાક્રમ પરથી ઝરદારીએ બોધપાઠ લેવો પડશે. કારણ કે વડાપ્રધાન ગિલાની દ્વારા અપનાવાયેલા વલણને કારણે ઝરદારી પાકિસ્તાન પીપલ્સ પાર્ટીમાં અલગ-થલગ પડી રહ્યાં હોવાનું પ્રતીત થતું હતું. સંરક્ષણ નિષ્ણાત સેવાનિવૃત લેફટન્ટ જનરલ તલત મસૂદે કહ્યું હતું કે તત્કાલીન ઘટનાક્રમને કારણે રાષ્ટ્રપતિ ઝરદારીની સ્થિતિ ઘણી નબળી પડી છે. આ નિર્ણયો અવ્યવહારુ અને જનતાને અમાન્ય રહ્યાં હતા. તેમના પક્ષે પણ તેમના નિર્ણયોને સ્વીકાર્યા ન હતા. જ્યારે આઈએસઆઈના ભૂતપૂર્વ પ્રમુખ લેફટનન્ટ જનરલ હામિદ ગુલે કહ્યું હતું કે જો સમસ્યાઓ તરફના ઝરદારીના વલણમાં પરિવર્તન નહી આવે, તો તેમણે રાષ્ટ્રપતિ ભવનને ખૂબ જલ્દી આવજો કહેવાનો વખત આવશે. તેમણે ઝરદારીને લોકલાગણી ન સમજી શકનારા નબળાં રાજકારણી ગણાવ્યા છે. લેફટનન્ટ જનરલ તલત મસૂદે કહ્યું હતું કે વડાપ્રધાન ગિલાની પ્રમાણિક અને વિશ્વાસપાત્ર રાજકારણી તરીકે લોકાની નજરમાં ઊભરી આવ્યા છે. તેમણે વડાપ્રધાન ગિલાનીને વધુ સ્વાગ્રહી બનેલા ગણાવ્યા છે. તેમનું માનવું હતું કે વડાપ્રધાન ગિલાનીના સ્વાગ્રહીપણાંને કારણે પાકિસ્તાનની કેન્દ્રીય એસમ્બલી પણ ફરીથી સ્વાગ્રહી બનશે.
જો કે આ બધી ઘટનાઓ અને તેના આકલનો જાણતા પહેલા પાકિસ્તાનના રાજકીય ઈતિહાસની કેટલીક ઘટનાઓને નજરઅંદાજ કરી શકાય તેમ નથી. કારણ કે તેના કારણે જ પાકિસ્તાનમાં લોકશાહી કરતાં લશ્કરી તાનાશાહી હંમેશા પ્રભાવી રહી છે. 1947માં કાયદે આઝમ જિન્નાહ પાકિસ્તાનના ગવર્નર જનરલ બન્યા હતા. તેમના મૃત્યુ બાદ 1948માં ખ્વાજા નિઝામુદ્દીન પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા હતા. પાકિસ્તાનના પ્રથમ વડાપ્રધાન લિયાકતઅલી ખાનની હત્યા બાદ નિઝામુદ્દીન વડાપ્રધાન બન્યા હતા. જ્યારે ગુલામ મહોમ્મદ પાકિસ્તાનના ગવર્નર જનરલ બન્યા હતા. 1956માં પાકિસ્તાને બંધારણને સ્વીકારીને પોતાને ઈસ્લામિક રાષ્ટ્ર ઘોષિત કર્યું હતું. 1958માં પાકિસ્તાનમાં પહેલો માર્શલ લો જાહેર કરાયો અને જનરલ અયુબ ખાને સત્તાના સૂત્રો હસ્તગત કર્યા હતા. 1960માં જનરલ અયુબખાન પાકિસ્તાનના રાષ્ટ્રપતિ બન્યા હતા. 1965માં ભારત અને પાકિસ્તાન વચ્ચે બીજું યુધ્ધ થયા બાદ 1969માં જનરલ અયુબ ખાને રાજીનામું આપ્યું હતું. જનરલ યાહ્યાં ખાન ત્યાર બાદ સત્તા પર કાબિજ થયા હતા. 1970માં પૂર્વ પાકિસ્તાનમાં આવામી લીગના શાનદાર વિજયને કારણે પશ્ચિમ પાકિસ્તાન સાથે તણાવ ઉભો થયો હતો. જેના પરિણામે બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામનો પ્રારંભ થયો હતો.પાકિસ્તાનને 1971માં ભારત સાથે યુધ્ધ કરતાં બાંગ્લાદેશનો સ્વતંત્ર દેશ તરીકે જન્મ થયો હતો. 1972માં સિમલા કરાર થયો અને 1973માં ઝુલ્ફીકાર અલી ભુટ્ઠો વડાપ્રધાન બન્યા હતા. 1977માં ઝુલ્ફીકાર અલી ભુટ્ઠોની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી સામે અસંતોષ ઉભર્યો હતો. જેના કારણે જનરલ ઝિયા ઉલ હકે પાકિસ્તાનમાં માર્શલ લો લાગુ કર્યો હતો. 1978માં જનરલ ઝિયા પાકિસ્તાનના રાષ્ટ્રપતિ બન્યા હતા. 1979માં ઝુલ્ફિકાર અલી ભુટ્ટોને ફાંસીના માંચડે લટકાવવામાં આવ્યા હતા. 1985માં માર્શલ લો અને રાજકીય પક્ષો પરથી પ્રતિબંધ ઉઠાવવામાં આવ્યો હતો. 1986માં ઝુલ્ફિકાર અલી ભુટ્ટોના દીકરી બેનઝીર ભુટ્ટો પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના પ્રચાર માટે વિદેશથી પાકિસ્તાન પાછા ફર્યા હતા. 1988ની ચૂંટણીઓમાં પાકિસ્તાન પીપલ્સ પાર્ટીએ બેનઝીર ભુટ્ટોની આગેવાનીમાં જ્વલંત સફળતા મેળવી હતી. 1990માં બેનઝીર ભુટ્ટો સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો થયા હતા. 1991માં નવાઝ શરીફે આર્થિક ઉદારીકરણ અને ઈસ્લામિક લો શરિયતનો કાયદાકીય જોગવાઈમાં સમાવેશ કર્યો હતો. 1993માં પાકિસ્તાની સેનાના દબાણ હેઠળ રાષ્ટ્રપતિ ખાન અને વડાપ્રધાન નવાઝ શરીફે રાજીનામું આપતા યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં બેનઝીર સત્તામાં ફરીથી પાછા ફર્યા હતા. જો કે 1996માં રાષ્ટ્રપતિ લેઘારીએ ભુટ્ટો સરકારને ભ્રષ્ટાચારના આરોપો હેઠળ બરતરફ કરી હતી અને 1997ની સામાન્ય ચૂંટણીમાં નવાઝ શરીફની પીએમએલ(એન) સત્તામાં પાછી ફરી હતી. 1999માં ભારતના તત્કાલીન વડાપ્રધાન વાજપેયીની લાહોર શાંતિયાત્રાનો જવાબ પાકિસ્તાની સેનાએ કારગીલ યુધ્ધથી આપ્યો હતો. 1999માં ઓકટોબર માસમાં જનરલ પરવેઝ મુશર્રફે પાકિસ્તાનમાં તખ્તાપલટ કરીને નવાઝ શરીફને પદભ્રષ્ટ કર્યા હતા. મુશર્રફે 2008 સુધી સત્તાના સૂત્રો પોતાની પાસે રાખ્યા હતા. પાકિસ્તાનમાં 2008માં આંતરરાષ્ટ્રીય દબાણ હેઠળ સામાન્ય ચૂંટણીઓ યોજવામાં આવી હતી. જેમાં બેનઝીર ભુટ્ટોની હત્યા થવાને કારણે પાકિસ્તાન પીપલ્સ પાર્ટીને મળેલા સિમ્પથી વેવને કારણે તે મોટા પક્ષ તરીકે વિજય બની છે. પીપીપી અને પીએમએલ(એન)એ ભેગા મળીને સત્તા હસ્તગત કરી છે. જો કે પીએમએલ-એનએ મુશર્રફ દ્વારા હટાવાયેલા સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ઈફિતખાર ચૌધરી અને અન્ય ન્યાયાધીશોની પુનર્બહાલીની માગણી ચાલુ રાખી હતી. આ માગણીનો અસ્વીકાર થતાં પીપીપી અને પીએમએલ-એન વચ્ચે ફાટફૂટ પડી હતી.જેના કારણે પીએમએલ-એનએ ટેકો પાછો ખેંચી લીધો હતો.
પાકિસ્તાનના રાજકીય ઈતિહાસ પરથી એક વાત સ્પષ્ટ બને છે કે પાકિસ્તાન મોટાભાગે લશ્કરી શાસનની એડીઓ નીચે કચડાતું આવ્યું છે. પાકિસ્તાનમાં લશ્કરી શાસન દરમિયાન કટ્ટરવાદ અને ઈસ્લામીકરણને પ્રોત્સાહન મળ્યું છે. જ્યારે પાકિસ્તાની સેના સત્તાની બહાર રહી છે, ત્યારે સેનાએ ગુપ્તચર સંસ્થા આઈએસઆઈને છૂટોદોર આપીને ભારતમાં આતંકવાદ અને અફઘાનિસ્તાનમાં તાલિબાનીકરણને પ્રોત્સાહન પૂરું પાડયું છે. તેની પાછળ એકમાત્ર હેતુ પાકિસ્તાનમાં મુખ્ય સત્તા કેન્દ્ર તરીકે ટકી રહેવાની પાકિસ્તાની સેનાની ન્યુસન્સ વેલ્યુ જ કામ કરે છે.
જો કે ઝરદારી શરીફના ટકરાવથી ઉભા થયેલા રાજકીય સંકટ અને તેની સાથે જોડાયેલી ઘટના વિચલિત કરનારી હતી, કારણ કે તે ભારત પર પ્રભાવ પાડનારી હતી. જેમા સ્વાતઘાટીમાં તાલિબાની આતંકવાદીઓનો કબ્જો, લાહોરમાં શ્રીલંકાઈ ક્રિકેટ ટીમ પર હુમલો, પેશાવરમાં સુન્ની કટ્ટરપંથીઓ દ્વારા સૂફી સંત રહેમાન બાબાની મસ્જિદ તોડી પાડવાની ઘટનાઓ સામેલ છે. જો કે નવાઝ શરીફને જનરલ કિયાની અને અમેરિકાના દબાણના કારણે મળેલી સફળતાને પાકિસ્તાની જનતાની જીત થઈ કહેવું ઘણું વહેલું ગણાશે. કારણ કે જે મૂળ કારણ છે, તે તાલિબાની આતંકવાદને કાબૂમાં લેવાની કાર્યવાહી તરફથી પાકિસ્તાની સેના અને રાજકારણીઓનું ધ્યાનભંગ થયેલું છે. જેના કારણે જ સમજૂતીના ગણતરીના કલાકોમાં રાવલપિંડીમાં વિસ્ફોટ થયો હતો. જ્યારે ઈસ્લામાબાદમાં અને અન્ય સ્થળોએ વિસ્ફોટની સંભાવનાઓ વ્યક્ત થઈ છે.
તો હવે પાકિસ્તાનનું રાજકારણ મહ્દઅંશે જસ્ટિસ ચૌધરીના વલણ પર નિર્ભર રહેશે. તેઓ જો પદભાર સંભાળતાની સાથે જ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફના નિર્ણયોને ઉલટાવવાની શરૂઆત કરત તો, ઝરદારી માટે ભારે મુસીબતોના પહાડ ઉભા થવાના છે. શક્ય છે કે તેઓ મુશર્રફ શાસન હેઠળ થયેલી ચૂંટણીઓને પણ ગેરબંધારણીય જાહેર કરે. આવી પરિસ્થિતિમાં ઝરદારી સત્તા પરથી બરતરફ થઈ શકે છે અને નવાઝ શરીફ માટે સત્તાસન સુધી પહોંચવાનો માર્ગ મોકળો બને તેમ હતો. બીજી તરફ 2007માં મુશર્રફ સાથે થયેલી સંઘિ પ્રમાણે, એક અધ્યાદેશ દ્વારા ઝરદારી પરના તમામ કેસો પાછા ખેંચી લેવાયા હતા. જસ્ટિસ ચૌધરી આ અધ્યાદેશને પલટી દેશે તો, રાષ્ટ્રપતિ ઝરદારી સામે જૂનાં ભ્રષ્ટાચારના મામલાઓ ફરીથી ખુલી શકે તેવી સંભાવનાઓ રહેલી છે. જેમાં પાકિસ્તાની રાષ્ટ્રપતિના મિસ્ટર ટેન પરસેન્ટ તરીકે વગોવાયેલા મામલાઓ જનતા સામે આવી શકે છે. તો બીજી તરફ જસ્ટિસ ચૌધરી માનવાધિકારોના ઉલ્લંઘનના મામલાને ફેર તપાસનો આદેશ આપી શકે છે. આ બંને બાબતો પાકિસ્તાની સેના અને અમેરિકાને કઠે તેમ છે, કારણ કે ગુમ થયેલા મોટાભાગના મામલાઓમાં અલકાયદા સાથે સંબંધિત ગણાતાં લોકોને પાકિસ્તાની સેનાએ અમેરિકાને સોંપી દીધા છે.
આ તમામ અસમંજસભરી પરિસ્થિતિમાં બે વર્ષ સુધી રાજકીય પ્રવૃતિઓથી દૂર રહેવા બાધ્ય બનેલા ભૂતપૂર્વ તાનાશાહ મુશર્રફની મહત્વાંકક્ષાની દાઢ સળકે છે. તેમણે ઈન્ડિયા ટુડે કોન્કલેવમાં અનર્ગલ પ્રલાપ કરીને પોતાના ઈરાદાઓ સ્પષ્ટ કર્યા હતા. તેમણે પોતાને શાંતિનો માણસ નહી, પણ શાંતિ માટેનો માણસ ગણાવીને કાશ્મીર વિવાદના ઉકેલ માટે મધ્યસ્થતા કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. મુશર્રફે આતંકવાદની સમસ્યા માટે કાશ્મીર મુદ્દો અને ભારતમાં મુસ્લિમો સાથે કરાતાં વ્યવહારને કારણભૂત ગણાવ્યો હતો.તેમણે પૂર્ણ સત્તા સાથે પાકિસ્તાનના રાષ્ટ્રપતિપદે બેસવાની ઈચ્છા પણ પરોક્ષપણે દર્શાવી હતી. તેમને લાગે છે કે તેમના વફાદાર જનરલ કિયાની તેમની ઈચ્છાઓને પૂર્ણ કરી શકે છે. જોકે તેમની આ ઈચ્છા કેટલા હદે અને ક્યારે પૂર્ણ થાય છે? તેનો જવાબ તો સમય જ આપશે. વળી ક્યાંક જનરલ કિયાનીની ઈચ્છાઓ અને મહત્વકાંક્ષાઓ જાગી ઉઠે તો ભારતની સાથેના પાકિસ્તાનના સંબંધો, અમેરિકાની પાકિસ્તાન નીતિ અને પાકિસ્તાન રાજકારણ સાથે તાલિબાન તથા અલકાયદા સમર્થિત આતંકવાદના પ્રકરણમાં નવા રક્તરંજિત પૃષ્ઠો ઉમેરાશે. તેથી જ તો અમેરિકા અને વિશ્ર્વ પાકિસ્તાનમાં સબળ લોકશાહીના અસ્તિત્વમાં આવે તે માટે ચિંતિત છે.
(Published on 21st march,2009 in sankalan sreni)

સ્વાત ઘાટી: તાલિબાનો સામે ઝરદારીનું આત્મસમર્પણ

એક તરફ અમેરિકા અને નાટો દેશોની સેનાઓ અફધાનિસ્તાનમાં વિશ્વ માટે ખતરારૂપ તાલિબાનો અને અલકાયદા સામે જંગ ખેલી રહી છે. તો બીજી તરફ આતંકવાદ સામેના યુધ્ધમાં અમેરિકાના મિત્ર ગણાતા પાકિસ્તાને તાલિબાનો સામે ઘૂંટણિયા ટેકવીને સંઘિ કરી છે. નોર્થ વેસ્ટ ફ્રન્ટિયર પ્રોવિન્સ એટલે કે NWFPની પ્રાંતિય સરકાર અને તહેરિક-એ-નિફાઝ-એ-શરિયત-એ-મહોમ્મદી(ટીએનએસએમ) સાથે સંઘિ કરીને સ્વાત ઘાટીમાં શરિયત લાગુ કરતા કાયદાને મંજૂરી આપી હતી. જેના કારણે તાલિબાનોએ પાકિસ્તાની સેના સામે અનિશ્ચિત સમય માટે યુધ્ધવિરામ જાહેર કર્યો હતો. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીની ચીન યાત્રા પહેલા જ તાલિબાનોએ અપહ્રત ચીની ઈજનેરને મુક્ત કર્યો હતો. જેના પગલે પાકિસ્તાની સરકારે પણ કેટલાંક આતંકવાદીઓને મુક્ત કર્યા હતા. તે સાથે એનડબલ્યુએફપીના મુખ્યપ્રધાન આમીર હૈદરખાન હોતીએ જણાવ્યું હતું કે “સેના અને અન્ય સુરક્ષાદળો પ્રોએકટીવ મોડમાંથી રીએકટીવ મોડમાં આવી જશે.” એટલે કે તાલિબાનો સામે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે. માત્ર તાલિબાનોની સશસ્ત્ર કાર્યવાહીનો જવાબ આપવામાં આવશે.
પાકિસ્તાન સરકારના આ પગલાંને આંતરરાષ્ટ્રીય બાબતોના નિષ્ણાતો આત્મસમર્પણ ગણાવતા હતા. કારણ કે મલકંદ ડિવિઝન અને કોહીસ્તાન જિલ્લામાં નિઝામે અદ્દલ રેગ્યુલેશન (એમેન્ડેડ) એક્ટ,2009 લાગુ થયા બાદ તાલિબાનોની સત્તાને વાસ્તવિક સ્વીકૃતિ પણ મળી ગઈ હતી. સ્વાત, બુનૈર, શાંગલા, દીર અપર, દીર લોઅર, ચિત્રાલ અને મલકંદ નામના સાત જિલ્લાના મલકંદ ડિવિઝન તથા કોહીસ્તાનના હઝરા ડિવિઝનમાં શરિયતનો અમલ ચાલુ થઈ ગયો હતો. જેના પગલે આ સમગ્ર ક્ષેત્રમાં 200 જેટલી કન્યાશાળાઓ ધ્વસ્ત કરાઈ હતી. ઈસ્લામિક કાયદાઓ પાળવા, પુરૂષોને દાઢી રાખવાનું ફરમાન પણ કરાયું છે. તાલિબાની ફરમાનોનો ભંગ કરનારને મોત સુધીની ભયાનક સજાઓ આપવામાં આવે છે.
પાકિસ્તાન અને અફધાનિસ્તાન માટે અમેરિકાના વિશેષ દૂત રિચર્ડ હોલબ્રુકે તાલિબાનો સાથેની સંઘિ સંદર્ભે તીવ્ર પ્રતિક્રિયા આપી હતી. નવી દિલ્હી ખાતે તત્કાલીન વિદેશ પ્રધાન પ્રણવ મુખર્જી સાથેની બેઠકમાં તેમણે કહ્યું હતું કે આઝાદીના સાઈઠ વર્ષ બાદ તમારો દેશ(ભારત) પાકિસ્તાન અને અમેરિકા-એક સમાન શત્રુનો સામનો કરી રહ્યાં છે. આ સમાન શત્રુ આપણાં લોકો માટે જોખમકારક છે. તેમણે નિવેદનમાં મઝહબી કટ્ટર તાલિબાનો સંદર્ભે સ્પષ્ટ સંકેત કર્યો હતો. તો બીજી તરફ જાપાન પ્રવાસે ગયેલા અમેરિકી વિદેશ પ્રધાન હિલેરી ક્લિન્ટને કહ્યું હતું કે અમારું માનવું છે કે પાકિસ્તાનના ઉગ્રવાદી તત્વોની સક્રિયતા પાકિસ્તાની સરકાર સાથે અમેરિકા અને અન્ય અનેક રાષ્ટ્રોની સુરક્ષા માટે ખતરારૂપ છે. અમેરિકી કોંગ્રેસને પોતાના પ્રથમ સંબોધનમાં ઓબામાએ અફધાન અને પાકિસ્તાનના ઉગ્રવાદી તત્વો સાથે કડક વલણ અખત્યાર કરતાં નવી નીતિઓ ઘડવાનો સ્પષ્ટ સંકેત આપ્યો હતો. આ સિવાય અફધાનિસ્તાનમાં અલકાયદા અને તાલિબાનો સામે લડવા માટે વધુ સત્તર હજાર સૈનિકો મોકલવાની ઓબામાએ પહેલેથી જાહેરાત પણ કરી હતી. જો કે ઓબામાએ થોડા વખત પહેલા જણાવ્યું હતું કે તાલિબાની સમસ્યાઓનો ઉકેલ માત્ર યુધ્ધ દ્વારા લાવવો શક્ય નથી.
વિશ્વ માટે જોખમી બનેલા તાલિબાનો સામે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ એક અમેરિકી ચેનલ સાથેની મુલાકાતમાં પોતાની લાચારી દર્શાવી ચૂક્યા છે. ઝરદારીએ સ્વીકાર્યુ હતું કે તેમનો દેશ અસ્તિત્વની લડાઈ લડી રહ્યો છે. ઝરદારીએ ઉમેર્યું હતું કે અફધાનિસ્તાન સરહદે આતંકવાદ વિરુધ્ધના યુધ્ધમાં પાકિસ્તાની સેનાએ સરકારને સાથ આપ્યો ન હોત તો, તાલિબાનો પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ પહોંચી ગયા હોત. આમ તો આ સમગ્ર પ્રકરણની શરૂઆત 2007માં લાલમસ્જિદ સામેની મુશર્રફની લશ્કરી કાર્યવાહીથી થઈ હતી. તાલિબાનોનો પ્રભાવ અફધાન-પાક. સરહદ, સ્વાત, વજીરીસ્તાન, બલુચિસ્તાન, એનડબલ્યુએફપી, ફાટા, કરાંચી અને પંજાબ સહિતના પ્રાંતોમાં વધી રહ્યો છે. પેશાવરમાં તાલિબાનોની સ્થિતિ અત્યંત મજબૂત છે, અત્રે મહત્વપૂર્ણ છે કે પેશાવરમાં 15,000થી વધારે પાકિસ્તાની સૈનિકો તેનાત છે. ઈસ્લામાબાદથી માત્ર 160 કિલોમીટર દૂર સ્વાત ઘાટીમાં પાકિસ્તાન સામે ખતરનાક પરિસ્થિતિનું નિર્માણ થઈ ચુક્યું છે. સામરિક બાબતોના નિષ્ણાતોના મતે પાકિસ્તાનની હાલની પરિસ્થિતિ 1971 કરતાં પણ વધારે ખતરનાક છે.
પાકિસ્તાનમાં જનતા અમેરિકા વિરોધી છે. અમેરિકી મિસાઈલ હુમલા અને હવાઈહુમલાને કારણે પરિસ્થિતિ વધારે બગડી રહી છે. અમેરિકા સામે ઘૂંટણિયા ટેકવીને પાકિસ્તાનના સાર્વભોમત્વનો સોદો થયાની આશંકા સાથે સેંકડો પાકિસ્તાનીઓ સડકો પર પણ ઉતર્યા હતા. તેમણે ઝરદારી અને પાકિસ્તાન સરકાર વિરુધ્ધ પ્રદર્શનો પણ કર્યા હતા. તો બીજી તરફ ફઝલુલ્લાહ અને બૈતુલ્લાહ મૈસુદની આગેવાનીમાં લડી રહેલા તહેરીકે તાલિબાન સામેની કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાને એડી ચોટીનું જોર લગાવવું પડયું હતું. છતાં તેઓ બૈતુલ્લાહના મોતની ખબરો બાદ પણ કાબૂમાં આવ્યા નથી. જો કે આ જ તહેરીકે તાલિબાને મુંબઈ હુમલા બાદ પાકિસ્તાની સેના સાથે મળીને ભારતનો મુકાબલો કરવાની જાહેરાત કરી હતી. તેના કારણે તાલિબાન, પાકિસ્તાની સેના અને આઈએસઆઈની સાંઠગાંઠ હોવાની વાત પૂરવાર થાય છે. તેથી જ તો અમેરિકામાં બુશ વહીવટી તંત્રના ગયા બાદ તાલિબાનો સાથે આઈએસઆઈ અને પાકિસ્તાની સેનાના દબાણને કારણે પાકિસ્તાની સરકારે સંઘિ કરી હોવાનો અલગ મત પ્રવર્તે છે. તો બીજી તરફ પાકિસ્તાની સેનામાં કટ્ટરપંથીઓ પ્રભાવી બની રહ્યાં છે. જેના કારણે અમેરિકા સામે પણ પાકિસ્તાની સેનામાં વિરોધી વાતાવરણ પ્રવર્તી રહ્યું છે. પાકિસ્તાની સેનાના 20 ટકા પખ્તૂન અધિકારીઓ પખ્તૂનો સામેની કાર્યવાહીથી નારાજ છે. જેના કારણે પાકિસ્તાનની નીતિ ચીન તરફી બનતી જાય છે. જેના સંકેતો પાકિસ્તાની રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીની ચીન યાત્રા દ્વારા મળ્યા હતા. ઝરદારીએ કહ્યું હતું કે ચીન એશિયાઈ દેશો વચ્ચેના વિવાદોના ઉકેલ માટે ભૂમિકા નીભાવે. જો કે ઝરદારીએ ભારતનું નામ લીધું ન હતું. પણ તેમનો ઉદેશ્ય સ્પષ્ટ હતો કે ભારત-પાકિસ્તાન વચ્ચેના વિભિન્ન મુદ્દાઓમાં ચીન મધ્યસ્થતા કરે. ઝરદારીએ ચીનને એશિયાઈ ખંડને ભૌગોલિક, આર્થિક અને રાજકીય દ્રષ્ટિએ એક સૂત્રે બાંધનાર દેશ ગણાવ્યો હતો. જેથી સ્પષ્ટ સંકેત મળ્યા છે કે કટ્ટરપંથીઓના ચીન તરફી ઝુકાવને કારણે જ સરકાર પર ચીન તરફી વલણ પ્રભાવી બની રહ્યું છે.
તાલિબાની પ્રતિબંધિત સંસ્થા તહેરીકે નિફાઝે શરીયતે મોહમ્મદી નામના સંગઠન સામે પાકિસ્તાની સેનાએ સંધિના માધ્યમથી આત્મસમર્પણ કર્યું હતું. ટીએનએસએમના વડા સુફી મોહમ્મદની આ એક મહત્વની જીત હતી. મલકંદ ડિવિઝનમાં ફઝલુલ્લાહ અને સુફી મહોમ્મદ જેવા તાલિબાનોની સત્તા ચાલી રહી છે. જેના કારણે આ ક્ષેત્રમાં અમેરિકી સેનાઓ સામે કોઈપણ કાર્યવાહીને અંજામ આપી શકાય તેમ છે. અત્યારે સૌથી મોટો સવાલ એ છે કે પાકિસ્તાને પોતાની રાજધાનીથી 160 કિલોમીટરના અંતરે આવેલી સ્વાત ઘાટી અને મલકંદમાં નિયંત્રણ ગુમાવી દીધું છે, તો આવી સ્થિતિ અફધાનિસ્તાન સરહદે આવેલા અન્ય ક્ષેત્રોમાં ઉભી નહીં થાય ને? અફધાનિસ્તાનમાં સ્થિરતા સુનિશ્ચિત કરવાના આંતરરાષ્ટ્રીય સમુદાયના પ્રયાસોને આ સમગ્ર ઘટનાક્રમથી ધક્કો પહોંચ્યો છે.
ભારત માટે પણ ગંભીર ચિંતાનો વિષય ઉભો થયો છે, કારણ કે આ ક્ષેત્ર પાક અધિકૃત કાશ્મીરના વિસ્તારોને સ્પર્શે છે. આ ક્ષેત્રનો ઉપયોગ કાશ્મીર અને ભારતમાં આતંકવાદ ફેલાવવા માટે અને આતંકવાદીઓને તાલીમ આપવા માટે થઈ શકે તેવી શક્યતાઓ છે. તાલિબાનોથી પાકિસ્તાનને પણ એટલો જ ખતરો છે કે જેટલો ભારતને. પાકિસ્તાન પોતાના પ્રાંતો પરથી નિયંત્રણ ગુમાવી રહ્યું છે. હવે તો પાકિસ્તાન અને અફધાનિસ્તાન વચ્ચેની ડૂરંડ રેખાનું આંતરરાષ્ટ્રીય વિભાજક રેખા સ્વરૂપે અસ્તિત્વ સમાપ્ત થવામાં છે. આ એવી ઘટના છે કે જે દક્ષિણ એશિયામાં માટા પરિણામો જન્માવે. નેશનલ ઈન્ટેલિજન્સ કાઉન્સિલ ઓફ અમેરિકા સેન્ટ્રલ ઈન્વેસ્ટીગેશન એજન્સીના રિપોર્ટ પ્રમાણે, આગામી સમયમાં પાકિસ્તાન વધુ અલગ-થલગ પડી જશે. ત્યારે પ્રશ્ન થાય કે પાકિસ્તાન અસફળ રાષ્ટ્ર અને રાજ્ય બનવા તરફ આગળ ધપી રહ્યું છે? પાકિસ્તાન જે ઝડપે પોતાના ક્ષેત્રો પરથી નિયંત્રણ ગુમાવી ચુક્યું છે, તેનાથી આ બાબતને પુષ્ટિ મળી રહી છે.
અમેરિકાએ પોતાની ભૂલો જાળવી રાખવામાં અદભૂત સાતત્ય જાળવ્યું છે! તાલિબાનો સાથેની સંઘિ બાદ હોલબ્રુકે પ્રતિક્રિયા આપી હતી કે ભારત અને પાકિસ્તાન સમાન જોખમોનો સામનો કરી રહ્યાં છે. તેના પરથી લાગે છે કે અમેરિકા ભૂલોમાંથી કંઈ શીખ્યું નથી અને આ સંદર્ભેની તમામ બાબતો ભૂલી ગયું છે. હોલબ્રુકને મુંબઈ હુમલા બાદ તો ખબર પડવી જોઈએ કે ભારત, પાકિસ્તાન પ્રાયોજિત , પ્રેરિત અને સમર્થિત આતંકવાદનો ભોગ બની રહ્યું છે. ભારતમાં આતંકવાદી પ્રવૃતિને પાકિસ્તાન ફંડ, શસ્ત્રો અને પ્રેરણા પૂરી પાડે છે. જ્યારે પાકિસ્તાન પોતાની ખોટી નીતિઓને કારણે જ હાલ પીડિત અવસ્થામાં પોતાના લક્ષ્યોની પ્રાપ્તિ માટે પાકિસ્તાન સિંધુની પશ્ચિમે આતંકવાદ સામેના યુધ્ધમાં પરિણામો લાવે તેના પૂરતો જ સારોકાર ધરાવે છે.
સ્ત્રીઓની બદતર સ્થિતિ, બાળકોને જેહાદી ઝનૂનનું વિષપાન, અસંખ્ય આત્મઘાતી હુમલા અને પશુતાની હદ સુધીનું તાલિબાનોનું વલણ લોકતાંત્રિક હવામાં શ્વાસ લઈ રહેલા ભારતીયો માટે કલ્પનાતીત છે.
જેહાદ પર પોતાના નવા પુસ્તકમાં પાકિસ્તાની લેખિકા આયેશા જલાલે લખ્યું છે કે જો પાકિસ્તાને ઈસ્લામનો ઉદારવાદી અને પ્રબુધ્ધ વિચાર અપનાવવો હોય, તો તે જેહાદની અવધારણાની ખુલ્લી ચર્ચાથી બચી શકે તેમ નથી. સૈન્ય પ્રભુત્વવાળા રાષ્ટ્રે આસ્થા અને ઈશ્લામની નૈતિકતામાં અંતર્નિહિત જેહાદનો ઉપયોગ સામરિક, રાજકીય અને આર્થિક ઉદેશ્યોની પૂર્તિ માટે કર્યો છે. આ પ્રકારની સામરિક દ્રષ્ટિ સમતા અને ન્યાયના પ્રથામિક ઈસ્લામિક સિધ્ધાંતનું ઉલ્લંઘન કરે છે. જો પાકિસ્તાને એક નવું સ્વરૂપ બનાવવું હશે, તો તેની સેનાએ પોતાની સામૂહિક દ્રષ્ટિમાં મોટું પરિવર્તન આણવું પડશે. ત્યારે સ્પષ્ટ છે કે પાકિસ્તાની સેનાએ ઈસ્લામના તત્વોની પોતાની વ્યાખ્યામાં પરિવર્તન કરવાની શરૂઆત કરવી પડશે. જેના પરિણામે જ પાકિસ્તાની જનતા સામે ઉભો થયેલો તાલિબાની શેતાન નાશ પામશે.
(Published on 7th March,2009 in Sankalan Sreni)

Wednesday, September 30, 2009

દક્ષિણ એશિયામાં બદલાતા સામરિક સમીકરણો અને ભારત

તાજેતરમાં ઈન્ડિયા ડિન્ફેન્સ રિવ્યૂના તંત્રી કેપ્ટન ભરત વર્માએ પોતાના તંત્રીલેખમાં આગાહી કરી છે કે હતાશ ચીન 2012 સુધીમાં ભારત પર હુમલો કરે તેવી સંભાવના છે. ત્યારે બીજી તરફ ચીનની થિંક ટેન્ક ગણાતી એક વેબસાઈટ પર ચીન થોડી કોશિશ કરે તો, તે ભારતના 30થી વધારે ટુકડા કરી શકે છે,તેવી ચર્ચા કરતાં લેખો પ્રકાશિત કરાયા છે. જેમાં કાશ્મીર, ઉત્તર-પૂર્વ ભારત અને તામિલનાડુમાં અલગતાવાદી પ્રવૃતિઓને પ્રોત્સાહન આપવાના ઈરાદાઓ વ્યક્ત કરવામાં આવ્યા હતા. આ વેબસાઈટ પર વિખંડિત ભારતને દક્ષિણ એશિયા માટે લાભપ્રદ ગણાવ્યું હતું. ત્યાર બાદ છેલ્લા કેટલાંક સમયથી ચીની લાલ સેના દ્વારા ભારતીય સરહદના અતિક્રમણના સમાચાર આવી રહ્યાં છે.
તેમા લડાખ, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમના ફિંગર પોઈન્ટ વિસ્તારનો તો, સમાવેશ થાય જ છે. સાથે ઉત્તરાખંડ અને હિમાલચલ પ્રદેશમાં પણ ચીની સેનાઓ દ્વારા ઘૂસણખોરીની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ઉત્તરાખંડના મુખ્યપ્રધાને જુલાઈ માસમાં ભારત સરકારને પત્ર લખીને ચીની સેના દ્વારા ભારતીય સરહદના અતિક્રમણ સંદર્ભે માહિતી આપી હતી. જો કે એકંદરે ભારત અને ચીન સરહદ ઘણાં વખતથી શાંત રહી છે. તેમ છતાં છેલ્લા બે-ત્રણ વર્ષથી ભારતીય સરહદે ‘લાઈન ઓફ એક્ચુયલ કંટ્રોલ’ પર ચીની સૈનિકોની આક્રમક હરકતોએ ભારત સરકારની ચિંતાઓ વધારી દીધી છે. તેમ છતાં છેલ્લા બે-ત્રણ વર્ષથી ભારતીય સરહદે લાઈન ઓફ એકચયુલ કંટ્રોલ પર ચીની સૈનિકોની આક્રમક હરકતોએ ભારત સરકારની ચિંતા વધારી દીધી છે. જેના કારણે ભારતે ચીની સરહદે વિશેષ સૈનિક પ્રબંધો આરંભ્યા છે. લડાખમાં ચીની સરહદથી માત્ર 23 કિલોમીટર દૂર જંગી હવાઈજહાજ ઉતરે તેવી હવાઈ પટ્ટીને સક્રિય બનાવી દીધી છે. જેના કારણે એક વાત સ્પષ્ટ બને છે કે ભારતીય સેના અને અન્ય સુરક્ષાદળોનું ધ્યાન હવે ભારત-પાકિસ્તાન સરહદ સાથે ભારત-ચીન સરહદ તરફ પણ વધી રહ્યું છે.
ભારત ચીન સરહદે આવેલી ગરમી વાતાવરણમાં આવેલા કોઈ અચાનક ફેરફારને કારણે તો આવી નથી. તેની પાછળ દક્ષિણ એશિયમાં બદલાઈ રહેલી સમારિક પરિસ્થિતિ અને સમીકરણોની બહુ મોટી ભૂમિકા રહેલી છે. તેનાથી કોઈપણ સામરિક બાબતોના નિષ્ણાતોએ ઈન્કાર કર્યો નથી. ભારત-ચીન વચ્ચે તાજેતરમાં ઉભી થયેલી સૈનિકી સરગર્મીઓ પાછળ દૂરોગામી અને શીઘ્રગામી સામરિક ગણતરીઓ કારણભૂત હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે. ચીન અને પાકિસ્તાનની ધરી છેલ્લા કેટલાંય સમયથી ભારત વિરુધ્ધ સક્રિય બની છે. જેમાં બંનેના અલગ-અલગ વ્યૂહાત્મક ગણિત કારણભૂત છે. એક તરફ અફધાનિસ્તાનમાં ચાલી રહેલી તાલિબાનો વિરુધ્ધની અમેરિકા અને ગઠબંધન સેનાની કાર્યવાહી અને તેમા પાકિસ્તાનનું મને-કમને ઢસડાવું એક બહુ મોટી સામરિક ઘટના છે. તો બીજી તરફ પાકિસ્તાન પર ભરોસો ડગમગી જવાને કારણે અને વોર ઓન ટેરરની પાકિસ્તાની સીમાડામાં પહોંચવાની ગણતરી સાથે જ અમેરિકાએ ભારત સાથે અસૈનિક પરમાણુ કરાર કરીને પાણી પહેલા પાળ બાંધવાની શરૂઆત કરી દીધી છે. દક્ષિણ એશિયામાં અમેરિકાની કૂટનીતિક અને સૈનિકી ઉપસ્થિતિ તથા તેની ભારત સાથે વધી રહેલી ઘનિષ્ઠતાઓના કારણે ચીનના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે. જ્યારે અમેરિકા-પાકિસ્તાન અને ચીનના સંબંધોમાં આવેલા કે આવી રહેલા પરિવર્તનને કારણે ભારત માટે આગામી સમયમાં નવા પ્રકારની સામરિક પરિસ્થિતિ ઉભી થાય તેવી સંભાવનાઓ નકારી શકાય તેમ નથી.
26/11ની ઘટના બાદ ભારત અન્ય તેવા જ આતંકવાદી હુમલાની જાણે કે રાહ જોઈ રહ્યું છે. અમેરિકી અને ઈઝરાયેલી ગુપ્તચર સંસ્થાઓએ પાકિસ્તાન પ્રેરિત અને પ્રાયોજિત આતંકવાદી જૂથો દ્વારા ભારતમાં મુંબઈ હુમલા જેવો આતંકવાદી હુમલો થવાની સંભાવના દર્શાવતી ચેતવણી ભારત સરકારને આપી છે. તો બીજી તરફ પાકિસ્તાની સેનાના એક લાખથી વધારે સૈનિકો સ્વાત ખીણમાં તાલિબાનો સામેની કાર્યવાહીમાં રોકાયેલા છે. તેવામાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના કોઈપણ તણાવમાં પાકિસ્તાનને ભારતીય સરહદ પર પોતાના સૈનિકો ગોઠવવા પડે, તો તેવી શક્યતાઓ વખતે સ્વાત ખીણમાં ચાલી રહેલા તાલિબાન વિરોધી ઓપરેશન્સને ઘણો મોટો ધક્કો પહોંચે તેમ છે. આવી પરિસ્થિતિમાં પાકિસ્તાનની સેનાને તેના કરતાં સંખ્યા, શક્તિ અને સામર્થ્યમાં બેથી ત્રણ ગણી ભારતીય સેના સામે યુધ્ધનું જોખમ ખેડી લેવું કોઈપણ સંજોગોમાં પોષાય તેમ નથી. વળી અમેરિકાએ તાલિબાની સરગના મુલ્લા ઓમરને પાકિસ્તાનના બલુચિસ્તાનની રાજધાની ક્વેટામાં શરણ અપાયાની શંકાને કારણે હવાઈ હુમલા કરવાની ચેતવણી આપી છે. જેના કારણે ભારત અને અમેરિકાની વધી રહેલી ઘનિષ્ઠતાને જોતા વોર ઓન ટેરરમાંથી કોઈપણ હોશિયારી કરીને ઢીલાશ દર્શાવવી પાકિસ્તાન માટે ભારે પડી શકે તેમ છે. આવે વખતે પાકિસ્તાની રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી દ્વારા કરાયેલું એક સૂચક નિવેદન મીડિયામાં ચમક્યું છે. જેમાં ઝરદારીએ ચીન સાથે સામરિક સંબંધોમાં સહકાર વધી રહ્યો હોવાની વાત કબૂલી છે. પાકિસ્તાન અને ચીન વચ્ચેના 60 વર્ષથી વધારે જૂના સંબંધોનું કારણ બંનેના સમાન શત્રુ ભારત વિરુધ્ધ મોરચાબંધી છે. હાલમાં પણ તેવી જ પરિસ્થિતિ આકાર પામી રહી છે. ચીન માટે ભારત અને અમેરિકા વચ્ચેના પરમાણુ કરારના કારણે વધી રહેલી ઘનિષ્ઠતા જોખમ રૂપ છે. વળી અફધાનિસ્તાનમાં અમેરિકી ગઠબંધન સેનાઓની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ પણ ચીનના સામરિક હિતો માટે ઘાતક છે. આવા સંજોગોમાં ચીન તેના જૂના સામરિક સહયોગી પાકિસ્તાન સાથે મળીને કોઈ તિકડમ રચે તેવી સ્પષ્ટ સંભાવનાઓ ઉભી થઈ છે. અમેરિકા ભારત થકી ક્ષેત્રમાં ચીન સામે જટિલ સામરિક પડકાર ઉભો કરે તેવી સંભાવનાઓ ચીની વિશેષજ્ઞો દ્વારા દર્શાવાઈ રહી છે. તેવા સંજોગોમાં ચીન પાકિસ્તાનને પોતાના પડખામાં લે તેવી સંભાવનાઓ નકારી શકાય તેમ નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે ચીની સેના દ્વારા ભારતીય સરહદે થઈ રહેલા અતિક્રમણ બે પ્રકારના છે. એક તો, ચીની સેના જે જગ્યાએ ભારતીય સેના સાથે સરહદ સંદર્ભે અલગ મત દર્શાવે છે, તેવી જગ્યાએ ઘૂસણખોરીની ઘટનાઓ બની રહી છે. મહત્વપૂર્ણ છે કે ચીની સત્તાવાળાઓ ભારત અને ચીન વચ્ચેની મેકમોહન રેખાને માન્યતા આપતા નથી અને ભારત ચીનની સરહદના પુન:સીમાંકનની માગણી કરી રહ્યાં છે. ભારત અને ચીન વચ્ચેની 4,057 કિલોમીટર લાંબી સરહદે મેકમોહન રેખા થકી વિવાદ ચાલી રહ્યો છે. જેના માટે બંને દેશો વચ્ચે 14 જેટલી ઉચ્ચ સ્તરીય બેઠકો પણ યોજવામાં આવી છે. તેમ છતાં પરિણામ નોંધપાત્ર આવ્યા નથી. વળી ચીની સેના અન્ય એવી જગ્યાએ ઘૂસણખોરી કરે છે કે જ્યાં બંને દેશોની સરહદ બાબતની સમજ સ્પષ્ટ છે. તેમાં ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશની સરહદનો સમાવેશ થઈ જાય છે. આ પ્રકારની હરકતમાં ચીનની સાથે સાથે પાકિસ્તાનના સામરિક હિતોની સંડોવણીની શક્યતાઓ નકારી શકાય તેમ નથી. કારણ કે ચીનનો સ્વાર્થ જોઈએ, તો તેવો અરુણાચલ પ્રદેશના નેવું હજાર ચોરસ કિલોમીટર વિસ્તાર પર પોતાનો દાવો કરી રહ્યાં છે. તેઓ અરુણાચલ પ્રદેશને દક્ષિણ તિબેટનો ભાગ ગણાવીને તવાંગ સહિત અરુણાચલ પ્રદેશના મોટા ભાગના હિસ્સા પર પોતાનો દાવો મૂકી રહ્યાં છે. જો કે ભારતે અરુણાચલ પ્રદેશને ભારતનું અવિભાજ્ય અંગ ગણાવીને પોતાનો પક્ષ સ્પષ્ટ કર્યો છે. પણ ચીન ભારત સાથેની લાઈન ઓફ કંટ્રોલને વધારે વખત શાંત રહેવા દેવા માંગતુ ન હોવાની સ્પષ્ટતા તેની હરકતો દ્વારા કરી ચૂક્યું છે. આ સાથે ચીને સિક્કિમના ફિંગર પોઈન્ટમાં પણ ઘૂસણખોરીની કોશિશ કરી છે.જેના કારણે ભારતની ચિંતામાં વધારો થયો છે. કારણ કે વાજપેયીની ચીન યાત્રા દરમિયાન ભારતે તિબેટ ચીનનો હિસ્સો હોવાનું સ્વીકાર્યુ હતું. સાથે ચીની નેતાઓની વાતચીત પરથી 1963માં ભારતીય સંઘ સાથે જોડાયેલા સિક્કિમને ચીન ભારતનો ભાગ માને છે, તેવા મીડિયા અહેવાલો પણ પ્રસારિત થયા હતા. ત્યારે સિક્કિમ બાબતે ચીનનું વલણ ચિંતા ઉપજાવી રહ્યું છે.
આ તમામ સૈન્ય હરકતો દ્વારા ચીન સ્પષ્ટ સંકેત આપી રહ્યું છે કે તે ભારત સાથેની લાઈન ઓફ એકચ્યુલ કંટ્રોલ પર વધારે સમય માટે જૈસે થે પરિસ્થિતિ ચાલુ રાખવા માટે તૈયાર નથી. તેના કારણે અત્યાર સુધી શાંત મનાતી ભારત-ચીન સરહદ પર લાલસેનાએ ઉબાડિયા કરવાનો પ્રારંભ કરી દીધો છે. ચીને જ્યાં બંને દેશોની સરહદો સ્પષ્ટ છે, તેવા કેટલાંક શાંત ગણાતા વિસ્તારોમાં અતિક્રમણની ઘટનાઓ કરીને પોતાના દાવાઓના વિસ્તરણનો ઈરાદો સ્પષ્ટ કરીને અરુણાચલ પ્રદેશ બાબતે ભારત પર દબાણ લાવવાનો કારસો છતો કર્યો છે. સાથે ભારત અને અમેરિકા વચ્ચેના અસૈનિક પરમાણુ કરાર અને તેના થકી બંને વચ્ચેની સામરિક નજદીકીઓ સંદર્ભે પણ ચીને પોતાની હરકતો દ્વારા નાપસંદગી જાહેર કરી છે. ચીન માટે ભારત પરંપરાગત ક્ષેત્રીય પ્રતિસ્પર્ધી છે. જ્યારે આર્થિક , રાજકીય અને સૈનિકી દ્રષ્ટિએ શક્તિસંપન્ન બની રહેલા ચીન માટે વૈશ્વિક ફલક પર અમેરિકા પણ પ્રતિસ્પર્ધી છે. તેવામાં દક્ષિણ એશિયામાં અમેરિકાની ઉપસ્થિતિ અને અમેરિકાની સામરિક સહાયતાથી ભારતની તાકાત વધે કે તેનો પાડોશી દેશો પર પ્રભાવ વધે તેવી કોઈપણ બાબત ચીન માટે અસ્વીકાર્ય છે. કારણ કે ચીને ભારતના પાડોશી દેશો પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા સાથે સામરિક ઘનિષ્ઠતા કેળવીને ભારતની મોરચાબંધી કરી છે. તેવામાં ચીન અન્ય કોઈપણ સામરિક સમીકરણોની શક્યતાને સ્વીકારી શકે તેમ નથી. ભારતની વધી રહેલી આર્થિક તાકાત અને સૈન્ય શક્તિ પણ ચીની આંખોમાં ખટકી રહી છે. ભારતની શક્તિ આ જ પ્રકારે વધતી રહે તો, ચીન સાથેની સરહદો પર ચીની ઈચ્છાનુસાર પુન:સીમાંકનની પીએલએ(પીપલ્સ લિબરેશન આર્મી)ની ઈચ્છા બર આવે નહીં. જેના કારણે ચીન દૂરોગામી પરિણામો અને લક્ષ્યોને ધ્યાનમાં રાખીને ભારતની સામરિક શક્તિને ખોરવવા માટે જ સરહદો પર છમકલાં કરીને ભારતને દબાણમાં રાખવા માગે છે.
સ્વાત ખીણ અને અફધાનિસ્તાન સરહદે તાલિબાનો સામે સૈનિકી કાર્યવાહીમાં સપડાયેલા પાકિસ્તાન માટે ભારત પાકિસ્તાન સરહદે ચુસ્ત રહે તે પોસાય તેમ નથી. કારણ કે હવે મુંબઈ હુમલા જેવી આતંકવાદી ઘટના બને તો તેવા સંજોગામાં ભારત તેની સામે કોઈ સૈનિકી કાર્યવાહી કે કડક પગલાં ભરે તેવી શક્યતા નકારી શકાય તમે નથી. જેના કારણે ભારત અને પાકિસ્તાન સરહદે તણાવભરી સ્થિતિ અવશ્યભાવી છે. તેવા સંજોગોમાં પાકિસ્તાન તેનાથી બેથી ત્રણ ગણી વધારે સૈન્ય શક્તિ સામે ઝઝુમવાનું ગાંડપણ કરી શકે તેમ નથી. જેના કારણે શક્ય છે કે તેમણે તેમના પરંપરાગત સામરિક સહયોગી ચીન સાથે પોતાના સામરિક હિતો સંદર્ભે સહકાર માગ્યો હોય. આવા સંજોગોમાં આસિફ અલી ઝરદારી દ્વારા ચીન સાથે સામરિક સહયોગ વધી રહ્યો હોવાના નિવેદનનું મહત્વ ઘણું વધી જાય છે. કારણ કે ઘણાં સામરિક સહયોગમાંનું એક એવું પણ હોઈ શકે કે ભારતને પાકિસ્તાન સહીત અન્ય કોઈ સરહદે પણ ઉલઝાવી રાખવું. જેમાં ચીન તેમને સહકાર આપી શકે તેમ છે. કારણ કે ચીની લાલ સેનાઓના અતિક્રમણની ઘટનાઓ બાદ ભારતે ચીની સરહદો પર પોતાના સૈનિકો ગોઠવવા માટેની તૈયારીઓ આરંભી દીધી છે. ચીન સરહદે બે વધારાની પર્વતીય ડિવિઝન એટલે કે પચાસ હજાર જેટલા સૈનિકો ગોઠવવાની હિલચાલ શરૂ કરી દીધી છે. કેટલાંક ઠેકાણે ટી-72 ટેન્કોને પણ તૈનાત કરવામાં આવી છે. એરફોર્સે પણ સુખોઈ-30ની સ્કોવર્ડન અસમના તેજપુર ખાતે તૈનાત કરી છે. આમ ભારતીય સેનાઓને ચીની સરહદો પર હવે અતિક્રમણની ઘટનાઓ બાદ વિશેષ સૈનિકી પ્રબંધ કરવા પડયા છે. આમ તો ચીન 1965,1971 અને કારગીલ યુધ્ધ વખતે ભારત સરહદે શાંત રહ્યું હતું. પણ હાલની લાલ સેનાની લુચ્ચી હરકતો બાદ ભારત માટે ગાફેલ રહેવું પોષાય તેમ નથી. આમ ભારતને પોતાના સૈનિકી પ્રબંધ બે મોરચે કરવા પડયા છે. જેના કારણે પાકિસ્તાને ભારતનો સામનો કરવાનો વખત આવે, ત્યારે તેમને ભારતની અડધી સૈન્ય શક્તિનો સામનો કરવો પડે તેવી વ્યવસ્થા ચીને કરી આપી છે. વળી ચીની સામરિક હિતોને સમજીએ તો, પીપલ્સ લીબરેશન આર્મી કારાકોરમ હાઈવે અને હાઈડ્રોઈલેકટ્રીક પ્રોજેક્ટની દેખરેખ માટે ગીલગીટમાં મોટી સંખ્યામાં ઉપસ્થિતિ છે. સાથે તેઓ ગ્વાદર બંદરગાહ સુધી પોતાનો પ્રભાવ ધરાવે છે અને તેમાં તેમના પ્રત્યક્ષ અને પ્રછન્ન હિતો સમાયેલા છે. કેટલાંક આંતરરાષ્ટ્રીય વિશેષજ્ઞોના માનવા પ્રમાણે, પાકિસ્તાન બાલ્કનાઈઝેશનની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યું છે. આ સંજોગામાં તાલિબાનો સામેની પાકિસ્તાની સેનાની કાર્યવાહી લેબેનોનાઈઝેશનની પરિસ્થિતિ પેદા કરી રહી છે. તેવા સંજોગોમાં જો તાલિબાનો એનડબલ્યુએફપી કે ફાટા પર કબ્જો જમાવે, તેવી અરાજકતાભરી પરિસ્થિતિમાં ચીન પાકિસ્તાનમાં તેના હિતોને પાકિસ્તાનની સરકારની મરજી કે મરજી વગર સંરક્ષી શકે તે પ્રકારની હલચલ ચીન કરી રહ્યું છે. આ સંજોગોમાં ભારત અને અમેરિકાની ઉભી થઈ રહેલી સામરિક ધરીને પાકિસ્તાનથી દૂર રાખવા માટે ચીનના ઉબાડિયા કામ આવે તેવી સંભાવનાઓ પણ નકારી શકાતી નથી. એવા સંજોગોમાં ભારત એલઓસી અને સીરક્રિક તેમજ સીયાચીન જેવા સરહદી મુદ્દાઓને હલ કરવાની લશ્કરી તક ગુમાવે તેવી પરિસ્થિતિ પણ પેદા થઈ શકે તેમ છે. જેના કારણે ચીન ભારતીય સેનાને ચીની સરહદે પોતાના અને પાકિસ્તાનના સામરિક હિતોની રક્ષા કરવા માટે વ્યસ્ત રાખવાનો પ્રયત્ન કરી રહ્યું છે.
જો કે વિવાદ, સ્પર્ધા અને સહયોગના સંબંધોમાંથી પસાર થઈ રહેલા ભારત અને ચીનના સંબંધોમાં પરિસ્થિતિ સાવ 1962 જેવી નથી જ. 1962માં ચીને ભારતને હિંદી ચીની ભાઈ ભાઈના ધોખામાં નાખીને આક્રમણ કર્યું હતું. જેના કારણે ભારતે 38,000 ચો.કિમી.નો અક્સાઈ ચીનનો વિસ્તાર અને સાત હજાર જેટલા સૈનિકોનો જીવ ગુમાવ્યો હતો. ત્યાર બાદ ચીને ભારત સામે એકતરફી યુધ્ધ વિરામ જાહેર કરીને લાઈન ઓફ એક્ચયુલ કંટ્રોલને અમલમાં આણવામાં સફળતા મેળવી હતી. ત્યાર બાદ 1968માં ચીને અરુણાચલ પ્રદેશ પાસે ફરીથી લશ્કરી ઉબાડિયું ભર્યું પણ આ વખતે ભારતીય સેનાએ ચીનને જડબાતોડ જવાબ આપીને ખામોશ થવા મજબૂર બનાવ્યું હતું. ત્યાર બાદ છેક 1987માં ચીને ફરીથી પૂર્વોત્તર સરહદે લશ્કરી જોખમ ઉભું કર્યું હતું. જેનો ભારતીય સેનાએ માકૂલ જવાબ આપીને ચીનને પોતાના ઈરાદા બર લાવતા રોક્યું હતું. ભારત ચીન માટે જટિલ સામરિક પડકાર છે. જ્યારે ભારત-ચીન વચ્ચે આગામી વર્ષ સુધીમાં સાઈઠ અબજ ડોલર સુધીનો જંગી વેપાર થાય તેવી સંભાવના રહેલી છે. ગ્લોબલ વોર્મિંગ અને વિકાસશીલ દેશોના હિતોના મામલે બંને દેશોના વલણ લગભગ સરખા છે. બંને દેશો દુનિયાના બજારોમાં એકબીજાને ટક્કર પણ આપી રહ્યાં છે. ત્યારે 1998ના પરમાણુ પરીક્ષણ બાદ ભારત પાસે અતિવિનાશક પરમાણુ વિકલ્પ પણ ખુલ્લો છે. ભારતે તાજેતરમાં પરમાણુ સબમરીન આઈએનએસ અરિહંત બ્લુ સીમાં ઉતારીને પોતાની પ્રતિરક્ષા ક્ષમતા માટે કોઈને પણ ગાફેલ ન રહેવા માટેના સંકેતો પાઠવી દીધા છે. તેમ છતાં ભારતે પોતાની સીમા પાર વાર કરવાની પ્રતિરોધક ક્ષમતાઓમાં વધારો કરવા સંદર્ભે પોતાની સંકલ્પબધ્ધતા સતત વધારવી પડશે. હાલ પૂરતું લાગે છે કે વાજપેયી કાળને બાદ કરતાં ભારત પાસે ચીનનો સામનો કરવા માટે કોઈ ચોક્કસ સંકલ્પ નથી. પણ જો સંસદમાં આપસી સહયોગ કરીને સર્વસંમતિથી ચીન સામે કોઈ યોગ્ય નીતિ ઘડવામાં આવશે, તો તે ચીન માટે બહુ મોટો સંકેત બની રહેશે. ભારતે પોતાના સામરિક હિતોની રક્ષા માટે અમેરિકા અને ચીન બંનેથી સાવધાન રહીને એક ચોક્કસ સ્વતંત્ર નીતિ ઘડવી આવશ્યક છે. તેના માટે કૂટનીતિક પ્રયત્નો સાથે સાથે સૈન્ય ક્ષમતાઓ વધારવી અને તેનો યોગ્ય ઉપયોગ કરવાની વ્યૂહરચના ઘડીને પાકિસ્તાન અને ચીનની સામરિક ઘરીને યોગ્ય જવાબ આપવો જરૂરી બન્યો છે. જો કે હાલ પૂરતો ચીનનો સામનો કરવાનો રસ્તો બંને વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોની સતત વૃધ્ધિ છે. બંને દેશો પોતાની આર્થિક નિર્ભરતાને ખૂબ ઝડપથી વધારે તે યોગ્ય છે. સાથે ચીનને કૂટનીતિક વાતચીતમાં વ્યસ્ત રાખવું પણ એક ખૂબ સારો વિકલ્પ છે. હવે 2009માં ચીનને 1962નું પુનરાવર્તન કરતું રોકવા માટે પ્રતિરક્ષા ક્ષમતામાં વધારો કરતાં રહેવું પણ એક બહુ મોટું સામરિક લક્ષ્ય છે. જેના માટે ભારતના કર્ણધારોએ સાદગીના દેખાડામાંથી બહાર નીકળીને સામરિક હિતો સાચવવા માટે વૈશ્વિક અખાડામાં પ્રતિસ્પર્ધીઓને ચિત્ત કરવા તરફ ધ્યાન આપવું પડશે. ભારત અને પાકિસ્તાન સામરિક હિતોની દ્રષ્ટિએ એક બીજાના પ્રતિસ્પર્ધી છે. તો બીજી તરફ ચીન અને અમેરિકા વૈશ્વિક સ્તરે એકબીજાના વ્યૂહાત્મક પ્રતિસ્પર્ધી છે. જ્યારે ચીન ભારતને ક્ષેત્રીય સ્તરે પોતાનું પ્રતિસ્પર્ધી માને છે. જેના કારણે દક્ષિણ એશિયાના ફલક પર ભારત અને અમેરિકાની ધરી સામે ચીન અને પાકિસ્તાનની ધરી ઉભરી રહી છે. જેના કારણે દક્ષિણ એશિયામાં બદલાઈ રહેલા સામરિક સમીકરણોથી ઉભી થઈ રહેલી પરિસ્થિતિ માટે ભારતે સાવધ રહીને પોતાના સામરિક હિતોની રક્ષા માટે સજ્જ બનવા માટે નવી નીતિ બનાવવી પડશે.