Thursday, April 25, 2019

72 હજાર રૂપિયાની “લાંચ”થી કોંગ્રેસ હિંદુઓની પોલિટિકલ યુનિટી તોડી શકશે નહીં, 2019ની લોકસભા ચૂંટણીમાં હિંદુઓની પોલિટિકલ લિટરસીની અગ્નિપરીક્ષા



ચૂંટણી ટાણે હિંદુત્વને સીધી કે આડકતરી ગાળ આપીને દેશના બહુમતી હિંદુ સમાજની અવગણના કરવી ભારતના રાજકારણની છેલ્લા સાત દાયકામાં ફેશન બની ગઈ છે. જો કે આ ફેશનમાં 1989માં રામજન્મભૂમિ આંદોલન સાથે પરિવર્તન પણ દેખાઈ રહ્યું છે. જેના પરિણામે મુસ્લિમ તુષ્ટિકરણ કરનારા કોંગ્રેસના નેતાઓ 2014 પછી પોતાની પાર્ટી મુસ્લિમ પાર્ટી બની ગઈ હોવાની ચિંતા વ્યક્ત કરવા લાગ્યા હતા. 2014માં 44ના આંકડે અટકી ગયેલી કોંગ્રેસ હવે 2019માં દેશની સત્તા ફરી એકવાર ખિચડી સરકારના માધ્યમથી યુપીએ-1 અને યુપીએ-2ની તર્જ પર ભોગવવા માંગે છે.
આના માટે કોંગ્રેસ છેલ્લા ત્રણ વર્ષથી બેહદ સક્રિયતા સાથે ભાજપના જનાધારમાં ગાબડાં પાડવાની પ્રતિસ્પર્ધી રાજકીય પાર્ટી તરીકે એડી ચોટીનું જોર લગાવી રહી છે. જેએનયુ કાંડમાં કન્હૈયા કુમાર અને તેના સાથીદારો પર ભારત તેરે ટુકડે હોંગે હજાર જેવા દેશદ્રોહી સૂત્રોચ્ચાર પોકારવાના મામલામાં પણ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને આવા આરોપી તત્વો પાસે જઈને તેમનું સમર્થન કરતા જોવા મળ્યા હતા. આ મામલે તપાસ પણ તેના તાર્કિત અંત સુધી પહોંચાડી શકાઈ નથી. ટુકડે-ટુકડે ગેંગના મોદી સરકારના વિરોધમાં ગેલમાં આવીને દેશભક્તો ધરાવતી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષનું કન્હૈયા કુમાર જેવા તત્વોના સમર્થનમાં જેએનયુ કાંડમાં જવું લોકોને ખૂંચવા લાગ્યું  હતું.
રોહિત વેમુલાની આત્મહત્યાનો મામલો હોય, તો તેના અનુસૂચિત જાતિના હોવા અથવા નહીં હોવાના વિવાદ વચ્ચે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીએ મોદી સરકારને નિશાને લેવાની પોતાની રાજકીય તક માનીને રાજકીય રોટલા શેંકવાનું પુરેપુરી કોશિશો કરી હતી.
ગુજરાતના ઉના કાંડમાં પણ રાહુલ ગાંધી અન્ય વિપક્ષી સરકારને નિશાને લેવાની તક ઝડપી લઈને રાષ્ટ્રવાદના કારણે એકજૂટ થયેલા હિંદુ સમાજની રાજકીય એકતાને તોડવાના ઈરાદે જાતભાતની નિવેદનબાજી કરવા લાગ્યા. તેની સાથે ગુજરાતમાં અનામતના નામે પાટીદાર સમાજની રાજકીય એકતાને તોડીને કોંગ્રેસ પાર્ટીએ આંદોલનનો લાભ ખાંટવાની પુરેપુરી કોશિશો 2015ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અને 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કરી હતી. આવું જાતિવાદી રાજકારણ કોંગ્રેસે માત્ર ગુજરાતમાં જ નહીં, પણ દેશના અન્ય રાજ્યોમાં પણ ખેલવાનું શરૂ કર્યું અને હિંદુઓની રાજકીય એકતા તોડીને પોતે રાજકારણમાં પ્રાસંગિક બનાવવાની કોશિશો કરી હતી.
નામે દશ વર્ષની પોતાની આગેવાનીવાળી યુપીએ સરકારોમાં કોઈ ખાસ કામગીરી નહીં કરનાર કોંગ્રેસે મંદસૌરની ઘટના હોય કે મહારાષ્ટ્રના મામલા હોય ખેડૂત સમસ્યાના નામે મતની ખેતી કરવાના આશયથી માત્ર અસંતોષ અને આંદોલનો દ્વારા રાજકીય રોટલા શેકવાનો ઈરાદો જ રાખ્યો હતો. એક અહેવાલ મુજબ હાલ ભારતનો 40 ટકા જેટલો વિસ્તાર દુકાળની અસર નીચે છે, ખેડૂતોને આની સૌથી વધુ અસર થઈ રહી છે. પરંતુ તમામ પક્ષોની સાથે ખેડૂતોના નામે થોડા વખત પહેલા મગરના આંસુ સારનારી કોંગ્રેસ પણ મતોની ખેતી માટે પ્રચાર અભિયાનમાં આવી સમસ્યાના ઉલ્લેખ વગર લાગી ગઈ છે.
કોંગ્રેસનું ઘોષણા પત્ર પાંચ કરોડ ગરીબ પરિવારો એટલે કે અંદાજે 22થી 25 કરોડ લોકોને ફાયદો કરનારી ન્યૂનતમ લઘુત્તમ આવક યોજના ન્યાય હેઠળ વાર્ષિક 72 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી દેવામાં આવી. યુવાવર્ગ માટે 22 લાખ સરકારી નોકરીઓનો વાયદો કરી દેવામાં આવ્યો. આમ કરીને રફાલ હોય કે સૂટ-બૂટની સરકારના નામે ઉદ્યોગપતિઓની મદદગાર સરકારના નામે લગાવેલા પોતાના આરોપોથી ઉભી થયેલી કોઈ સમજને મતમાં પરિવર્તિત કરવા માટે કોંગ્રેસે એક રણનીતિ હેઠળ ગરીબ અને યુવાવર્ગ કે જે 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ સાથે મોટાભાગે રહ્યો હતો તેને ભાજપથી દૂર કરીને પોતાની તરફ ખેંચવાની કોશિશ કરી છે. 2009ની લોકસભા ચૂંટણી યાદ કરો. તેના થોડાક મહિનાઓ પહેલા 26-11ના મુંબઈ એટેક બાદ 70 હજાર કરોડ રૂપિયાની દેવામાફીનો મામલો યાદ કરો. 2008માં મુંબઈ એટેકમાં ઉણી ઉતરેલી કોંગ્રેસની આગેવાનીવાળી તત્કાલિન યુપીએ-1 સરકારની ભૂલો દબાઈ ગઈ અને 2009માં યુપીએ ફરીથી જીતીને સત્તામાં આવ્યું.
પુલવામા એટેક બાદ મોદી સરકારે કરેલી એરસ્ટ્રાઈક હોય કે ઉરી એટેક બાદની સર્જિકલ સ્ટ્રાઈક કે મ્યાંમારમાં કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈક. આ તમામ કાર્યવાહી ભારતની બદલાઈ રહેલી સૈન્ય રણનીતિનો ભાગ છે અને આ બધું મોદી સરકારના કાર્યકાળમાં થઈ રહ્યું છે. દક્ષિણ એશિયાના બદલાઈ રહેલા સામરીક સંતુલન અને વ્યૂહાત્મક પડકારો વચ્ચે ભારતને સૈન્ય રણનીતિ બદલવાની બિલકુલ જરૂર છે, એવી વાત વર્ષોથી સૈન્ય રણનીતિકારો કરતા રહ્યા છે. ત્યારે કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળો દ્વારા આની સામે શંકાનું વાતાવરણ પેદા કરીને મોદી સરકારની રણનીતિને ઉતારી પાડવામાં દેશહિત અને રાષ્ટ્રહિતનું પણ ધ્યાન રાખવાની દરકાર રાખવામાં આવી નથી.
આવા સંજોગોમાં બદલાઈ રહેલા અને કંઈક અંશે એન્ટિ-ઈન્કમ્બન્સીમાં મોટી ઓટ લાવનારી મોદી સરકારની કાર્યવાહીથી વિચલિત થઈને કોંગ્રેસના નેતાઓ દ્વારા પાકિસ્તાનમાં તાળીઓ પડે તેવી નિવેદનબાજીઓ સતત થતી રહી છે. આના પડઘા કોંગ્રેસના ઘોષણાપત્રમાં પણ જોવા મળ્યા છે. કોંગ્રેસે પોતાના ઘોષણાપત્રમાં કાશ્મીરમાં બિનશરતી રીતે ભાગલાવાદીઓ સાથે વાતચીત, સૈન્યની રાજ્યમાં તેનાતીમાં ઘટાડો, એએફએસપીએની સમીક્ષા અને પાકિસ્તાન નીતિને લઈને વાયદા કર્યા છે. જમ્મુ-કાશ્મીરના સંપૂર્ણ વિલિનીકરણની અનુભૂતિમાં અડચણરૂપ બંધારણની કલમ-370 અને જમ્મુ-કાશ્મીરના બંધારણની સિટિજનશિપને અનુલક્ષીને કલમ-35એને હટાવવાના સ્થાને કલમ-370 યથાવત રાખવાનો વાયદો પણ કોંગ્રેસે પોતાના ઘોષણાપત્રમાં કર્યો છે. તેની સાથે જમ્મુ-કાશ્મીરમાં અલગ પીએમ અને રાષ્ટ્રપ્રમુખની વાત કરનારી નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લા સાથે કોંગ્રેસે પોતાની દોસ્તી પણ યથાવત રાખી છે. એક સમયે ભાજપ સાથે સરકારમાં સામેલ રહેલા પીડીપીના અધ્યક્ષ અને જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન મહબૂબા મુફ્તિ પણ ઓમર અબ્દુલ્લાના સૂરમાં સૂર મિલાવીને કાશ્મીરના ભારત સાથેના જોડાણને રદ્દ કરવાની વાતો કરીને ભાગલાવાદી પાકિસ્તાન પરસ્તોને મજબૂત કરવાની હિંમત કરી રહ્યા છે. આ પાકિસ્તાન પરસ્ત ભાગલાવાદીઓ પ્રત્યે કૂણી લાગણી ધરાવતા જમ્મુ-કાશ્મીરના મુખ્યપ્રવાહના પક્ષોના નેતાઓને કોંગ્રેસનું સમર્થન મજબૂત કરવાનું કામ કરી રહ્યું છે.
હકીકતમાં તો ભારતહિતમાં આવા ભાગલાવાદી સૂરોને દબાવવા માટે ભાજપ અને કોંગ્રેસ સહીતના દેશના તમામ રાજકીય પક્ષોએ એકજૂટ થઈને આવા તત્વોને વખોડી કાઢવા અને તેમને નિયંત્રિત કરવા માટે એકજૂટ થવું જોઈએ. પરંતુ આવું થઈ રહ્યું નથી, તેનું કારણ ભારતમાં 14 ટકા જેટલા મુસ્લિમો અને તેમની 18 કરોડ જેટલી વસ્તીને પોતાની સાથે રાખીને હિંદુ એકતા તોડીને તેને જાતિઓમાં વિભાજીત કરીને ઉભા થનારા મત સમીકરણોની મદદથી દિલ્હીની ગાદી પર ચઢી બેસવાની મનસા સેવાઈ રહી છે.  1989થી 2014 અને હજી પણ હિંદુઓની રાજકીય એકતા દેખાડવાની ઈચ્છા છતા હિંદુ આકાંક્ષાઓ અપૂર્ણ છે. પરંતુ તેનો પણ ફાયદો ઉઠાવીને હિંદુઓની રાજકીય એકતાને તોડવાની કોશિશો લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પુરજોરથી કરાઈ રહી છે.
આવા સંજોગોમાં હિંદુઓની રાજકીય એકતા ભારતના નવનિર્માણનો મેન્ડેટ છે. પરંતુ ભારત સોફ્ટ પાવર રહે, ભારત ચીન-પાકિસ્તાન હોય કે બીજું કોઈ માથું ઉંચકી શકે નહીં તેવું રહીને વૈશ્વિક બજાર બનીને રહી જાય તેના માટે કામ કરતા પરિબળોની સીધી અને આડકતરી અસર નીચે ભારતમાં ચાલી રહેલી રાજકીય ગતિવિધિઓમાં હિંદુઓની પોલિટિકલ યુનિટીને તોડવાની કોશિશો આયોજનબદ્ધ રીતે આગળ વધી રહી છે. 2019ની લોકસભાની ચૂંટણી ભારતના હિંદુઓની પોલિટિકલ લિટરસી એટલે કે હિંદુઓની રાજકીય સાક્ષરતાની પણ અગ્નિપરીક્ષા છે. શું વાર્ષિક 72 હજાર રૂપિયાના વાયદા અથવા તો 22 લાખ નોકરીઓના વાયદાઓથી જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનને મદદગાર થનારી સાબિત થનારી નીતિને અનુલક્ષીને કરાયેલા વાયદા પુરા કરવાની વાત કરનાર પક્ષને સત્તામાં આવવા દઈ શકાય? ભારત વિરોધી સૂત્રોચ્ચાર અને અફઝલ ગુરુના મહિમામંડન કરનારા જેએનયુના ટુકડે-ટુકડે ગેંગના સભ્યોને મજબૂત કરનારા ટાડા અને પોટાને હટાવનારા તત્વોની દેશદ્રોહના ગુનાને જ ખતમ કરીને દેશદ્રોહની આઝાદી આપવાના વાયદો આપનારા તત્વોને દેશનું સુકાન સોંપી શકાય?

ચૂંટણીઓ આવે ત્યારે સંસદમાં મુસ્લિમોના પ્રતિનિધિત્વની ટકાવારી કાઢનારાઓ ટેલિવિઝન ચેનલો અને અખબારો-મેગેઝીનોમાં ચિંતાઓ વ્યક્ત કરતા જોવા મળે છે. પરંતુ ભારતની ઓળખ એવા હિંદુઓની સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય આકાંક્ષાઓને કેટલું પ્રતિનિધિત્વ સાત દાયકામાં સરકારોએ કેટલું આપ્યું તેની કોઈ ચર્ચા કરવામાં આવતી નથી.
કેટલાક તથ્યો પણ ચકાસવા જરૂરી છે. ભારતમાં મતબેંકના રાજકારણમાં પાકિસ્તાનની નીતિ અને કાશ્મીર નીતિ સાથે મધ્ય-પૂર્વ એશિયાની પોલિસીને મુસ્લિમ સેન્ટિમેન્ટ સાથે જોડીને તેમના વોટનો વેપાર ભારતમાં આઝાદી પછી શરૂ થયો છે. ભારત તેની સાંસ્કૃતિક ઓળખથી દૂર રહ્યું છે, કારણ કે ભારતના મુસ્લિમને દેશના મુખ્યપ્રવાહથી અલગ રાખવામાં આવ્યો છે. ટ્રિપલ તલાકની પ્રથાને દૂર કરવા થઈ રહેલી કોશિશો વિશુદ્ધપણે મુસ્લિમ મહિલાઓને તેમના ગૌરવની સુરક્ષા માટે જરૂરી છે અને તેનો પાકિસ્તાન સહીતના ઈસ્લામિક દેશોમાં અમલ છે. પરંતુ ભારતમાં આની સામે રાજકારણ ચાલી રહ્યું છે. કોંગ્રેસે સત્તામાં આવીને ટ્રિપલ તલાક સામેના કાયદાને દૂર કરવાનો વાયદો પણ કર્યો છે. શું આ મુસ્લિમ મહિલાઓના અધિકારોની સુરક્ષા કરનારો વાયદો છે તેનો જવાબ પણ કોંગ્રેસના નેતાઓએ આપવો જોઈએ.
ભારતમાં હિંદુ બહુલ રાજ્યો બિહાર અને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાનો ભાગલા પછીના ત્રણ દાયકાના ગાળામાં મુખ્યપ્રધાનો થઈ શકે છે. પરંતુ ભારતની આઝાદીના સાત દાયકા બાદ પણ જમ્મુ-કાશ્મીરમાં માત્ર કાશ્મીરમાં મુસ્લિમોની બહુમતી હોવા છતાં હિંદુ અથવા બૌદ્ધ મુખ્યપ્રધાન બની શકે તેમ નથી. ત્યારે જમ્મુ-કાશ્મીરમાં હિંદુ-બૌદ્ધ પ્રતિનિધિત્વની ચિંતા નહીં કરનારાઓને ભારતની સંસદમાં અને અન્ય રાજ્યોની વિધાનસભામાં મુસ્લિમ પ્રતિનિધિત્વને લઈને ચિંતા થવા લાગે છે અને તેની પાછળ પણ મતબેંકનું રાજકારણ જોરશોરથી ચલાવાય છે.
હકીકતે તો હિંદુઓની પોલિટિકલ લિટરસી અને હિંદુઓની પોલિટિકલ યુનિટી ભારતમાંથી મતબેંકના રાજકારણને દેશવટો આપી શકે તેમ છે. સવાલ એ છે કે હિંદુ બહુલ લોકસભા બેઠકો પરથી મુસ્લિમો ચૂંટાવાના દાખલા ભૂતકાળમાં બની શક્યા છે, તો મુસ્લિમના પ્રતિનિધિત્વના નામે રાજકીય ખેલ શરૂ કરીને ભારતમાં ધાર્મિક ધ્રુવીકરણની રાજનીતિ ભારતીયોમાં વિભેદ માટે કેમ ખેલવામાં આવે છે.
હકીકત એ પણ છે કે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના મજબૂત થવાને કારણે ભારતીય જનતા પાર્ટી મજબૂત થઈ છે. ભારતીય જનતા પાર્ટીના મજબૂત થવાને કારણે મુસ્લિમ સાંસદોની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો છે. તેની પાછળનું કારણ માત્ર એટલું છે કે લડાઈ મુસ્લિમોને મુખ્યપ્રવાહમાં ભેળવવાની કોશિશ કરનારા અને મુસ્લિમોને ભારતના મુખ્યપ્રવાહથી દૂર રાખીને વોટબેંક તરીકે તેમની સાથે વ્યવહાર કરનારા રાજકીય ધ્રુવો વચ્ચેની છે.
1984માં આઠમી લોકસભામાં ભાજપના માત્ર બે સાંસદો હતા અને ત્યારે લોકસભામાં 46 મુસ્લિમ સાંસદો ચૂંટાઈને આવ્યા હતા. જ્યારે 2014માં ભાજપના સૌથી વધુ 282 સાંસદો જીત્યા હતા અને મુસ્લિમ સાંસદોની સંખ્યા લોકસભામાં ઘટીને 22 પર પહોંચી હતી. 2014માં ભારતમાં સૌથી વધુ મુસ્લિમ મતદાતાઓ ધરાવતા યુપીની 80માંથી એકપણ બેઠક પર મુસ્લિમ સાંસદ ચૂંટાયો ન હતો. જો કે 2018માં કેરાના લોકસભા બેઠકની પેટાચૂંટણીમાં આરએલડીના તબસ્સુમ હસનની જીત સાથે લોકસભામાં 23 મુસ્લિમ સાંસદો થયા હતા.
2011ની વસ્તીગણતરી મુજબ, દેશમાં મુસ્લિમોની વસ્તી 14.2 ટકા છે. વસ્તીના પ્રમાણમાં પ્રતિનિધિત્વના તર્કની તરફેણમાં કહેવામાં આવે છે કે 545 સાંસદોવાળી લોકસભામાં 77 મુસ્લિમ સાંસદો હોવા જોઈએ. પરંતુ કોઈપણ લોકસભામાં 77 મુસ્લિમ સાંસદો ચૂંટાઈને ગૃહમાં પહોંચી શક્યા નથી.
ભાગલા સાથેની આઝાદી બાદ યોજાયેલી 1951-52ની પહેલી લોકસભાની ચૂંટણીમાં માત્ર 21 મુસ્લિમો ચૂંટાયા હતા અને ત્યારે લોકસભામાં સાંસદોની કુલ સંખ્યા 489 હતી. પહેલી લોકસભામાં મુસ્લિમોનું પ્રતિનિધિત્વ 4.29 ટકા હતું.
તો 2014માં યોજાયેલી 16મી લોકસભાની ચૂંટણીમાં મુસ્લિમોનું પ્રતિનિધિત્વ આઝાદી બાદ સૌથી ઓછું રહ્યું હતું. લોકસભાનો કાર્યકાળ સમાપ્ત થવા સુધીમાં 545માંથી 23 મુસ્લિમ સાંસદો હતા અને તે 4.24 ટકા થાય છે. 16મી લોકસભામા દેશના માત્ર સાત રાજ્યમાંથી મુસ્લિમો સાંસદ તરીકે ચૂંટાયા હતા. સૌથી વધુ આઠ સાંસદો પશ્ચિમ બંગાળ, બિહારથી ચાર, જમ્મુ-કાશ્મીરથી ત્રણ, કેરળથી ત્રણ, આસામથી બે અને તમિલનાડુ-તેલંગાણાથી એક-એક મુસ્લિમ સાંસદ જીતીને લોકસભામાં પહોંચ્યા હતા. આ સિવાય કેન્દ્રશાસિત લક્ષદ્વીપથી એક મુસ્લિમ સાંસદ અને પેટાચૂંટણીમાં યુપીથી એક મુસ્લિમ સાંસદ લોકસભામાં ગયા હતા. યુપી સિવાયના આ આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં દેશના 46 ટકા મુસ્લિમો વસવાટ કરે છે અને તેમા 179 લોકસભા બેઠકો છે. દેશના બાકીના 22 રાજ્યો અને છ કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 2014ની લોકસભાની ચૂંટણીમાં મુસ્લિમ ઉમેદવાર ચૂંટાયા ન હતા. જેમાં દેશના 54 ટકા મુસ્લિમો રહે છે અને લોકસભાની 364 બેઠકો આવે છે. તેમ છતાં આ 22 રાજ્યો અને છ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી 2014માં એકપણ મુસ્લિમ ઉમેદવાર જીત્યો ન હતો.
પહેલી લોકસભાથી લઈને છઠ્ઠી લોકસભા સુધી મુસ્લિમ પ્રતિનિધિત્વ સંસદમાં ધીરેધીરે વધ્યું અને તેની પાછળ જાતિવાદી રાજકારણ અને મતબેંક તરીકે મુસ્લિમ વોટરોને મળી રહેલી પોલિટિકલ ટ્રીટમેન્ટ જવાબદાર હતી.
પહેલી લોકસભામાં માત્ર 21 મુસ્લિમ સાંસદો ચૂંટાયા હતા અને છઠ્ઠી લોકસભામાં મુસ્લિમ સાંસદોની સંખ્યા 34 પર પહોંચી હતી. લોકસભામાં મુસ્લિમોનું પ્રતિનિધિત્વ પહેલી લોકસભાથી છઠ્ઠી લોકસભા સુધીમાં 4.29 ટકાથી 6.2 ટકા સુધી પહોંચ્યું
સાતમી લોકસભામાં મુસ્લિમ પ્રતિનિધિત્વ 9.26 ટકા એટલે કે 49 સાંસદોનું થયું. આઠમી લોકસભામાં મુસ્લિમ સાંસદોની સંખ્યા 46 અને 1989માં રામજન્મભૂમિ આંદોલનની શરૂઆત સાથે મુસ્લિમ સાંસદોની સંખ્યા 33 પર પહોંચી હતી.
આ સમયગાળામાં હિંદુઓની પોલિટિકલ લિટરસી પરિપકવ બની અને પોલિટિકલ યુનિટીમાં ફેરવાઈ તેનો સીધો ફાયદો ભાજપના સાંસદોમાં વધારા તરીકે સામે આવ્યો અને તેની અસર હેઠળ મતબેંકના રાજકારણને કારણે વધેલી મુસ્લિમ સાંસદોની સંખ્યામાં ઘટાડા સ્વરૂપે જોવા મળી હતી.
1989માં ભાજપના 86 સાંસદો જીત્યા અને મુસ્લિમ સાંસદો 46થી 13ના ઘટાડા સાથે 33 પર આવી ગયા હતા. 1991માં ભાજપના 120 સાંસદો હતા અને ત્યારે મુસ્લિમ સાંસદોની સંખ્યામાં પાંચના ઘટાડા સાથે 28ની થઈ હતી. 1996માં લોકસભાની ચૂંટણીમાં ભાજપે 163 બેઠકો જીતી અને મુસ્લિમ સાંસદો ત્યારે 28ના 28 રહ્યા હતા. 1998માં ભાજપના 182 સાંસદો અને મુસ્લિમ સાંસદો એકના વધારા સાથે 29 થયા હતા. 1999માં ભાજપે ફરીથી 182 બેઠકો મેળવી અને મુસ્લિમ સાંસદોમાં ત્રણના વધારા સાથે 32 એ પહોંચ્યા હતા. 2004માં ભાજપ જેવી 182 બેઠકો પરથી 138 બેઠકો પર પહોંચ્યું તો મુસ્લિમ સાંસદોની સંખ્યા વધીને 36 પર પહોંચી હતી. 2009માં 15મી લોકસભા માટેની ચૂંટણીમાં ભાજપ 116 પર પહોંચ્યું અને મુસ્લિમ સાંસદોની સંખ્યા અપવાદરૂપ છના ઘટાડા સાથે 30 પર પહોંચી હતી.

1996થી 1999 દરમિયાન ભાજપની બેઠકોમાં વધારા છતાં મુસ્લિમ સાંસદો વધવા પાછળ કોંગ્રેસ અને પ્રાદેશિક પક્ષોમાં મતબેંકના વિભાજનની અસર ઓછી થવાનું પરિબળ કારણભૂત હતું. તો 2004 કરતા 2009માં ભાજપની બેઠકો ઘટવા છતાં મુસ્લિમ સાંસદો ઘટવા પાછળ મુસ્લિમ સામે મુસ્લિમ અને મુસ્લિમ ઉમેદવારને ઓછા ઉભા રાખીને જાતિ સમીકરણો સાધવાની રાજકીય પક્ષોની વ્યૂહરચના કારણભૂત રહી હતી.
જો કે 2014ની હિંદુઓની પોલિટિકલ યૂનિટી ખરેખર નેશનલ પોલિટિકલ યૂનિટી સાબિત થઈ હતી અને તેને કારણે ત્રીસ વર્ષના ગઠબંધનની રાજકીય મજબૂરીના સ્થાને મજબૂત સરકારને જનતાએ સત્તા સોંપી હતી.
હવે 2019માં ગરીબ-મધ્યમ વર્ગ, જાતિઓમાં વિભાજીત કરીને હિંદુઓની પોલિટિકલ યુનિટીને તોડવાની પુરજોર કોશિશ સાથેની એક ચૂંટણી યોજાઈ રહી છે. હિંદુઓની રાજકીય ઠગાઈ માટે ટેમ્પલ રન અને સોફ્ટ હિંદુત્વના કારસા પણ કરાઈ રહ્યા છે. (જો કે હિંદુઓ પોતાની પોલિટિકલ યુનિટી તોડયા વગર પણ હિંદુ આકાંક્ષાઓના પૂર્ણ-અપૂર્ણ રહેવાનો હિસાબ લેશે.) વોટયાત્રા સ્વરૂપે ગંગાયાત્રા અને મત માટે ટેમ્પલ રનથી હિંદુ ઠગાય નહીં, 72 હજાર રૂપિયા વાર્ષિક આપવાના વાયદાને કારણે હિંદુ પોતાની પોલિટિકલ યુનિટી તોડીને દેશને ટુકડે-ટુકડે ગેંગ અને પાકિસ્તાન પરસ્તો ભાગલાવાદીઓના હાથમાં જમ્મુ-કાશ્મીરનું ભવિષ્ય છોડી શકે નહીં, તેવી એક પોલિટિકલ લિટરસીની અગ્નિપરીક્ષા 2019ની લોકસભાની ચૂંટણીમાં થવાની છે. આ હિંદુઓની પોલિટિકલ યુનિટીની અગ્નિપરીક્ષા છે. હિંદુઓની પોલિટિકલ યુનિટીની અગ્નિપરીક્ષામાં પાસ થયા બાદ સત્તામાં આવનારી સરકારે પણ હિંદુઓની આકાંક્ષાઓને પૂર્ણ કરવાની અગ્નિપરીક્ષાઓ આપવી પડશે. સંઘર્ષ ઘણો મોટો છે, પણ ભીષણ રાજકીય ઘર્ષણ બાદ જીત હિંદુ આકાંક્ષાઓની જ થશે.



2014ની લોકસભા ચૂંટણીમાં વર્ગ (Class) આધારીત વયજૂથ અને જ્ઞાતિ સમૂહોની વોટિંગ પેટર્ન, મધ્યમ વર્ગની રહી હતી મહત્વની ભૂમિકા




2014ની લોકસભા ચૂંટણીમાં મધ્યમ વર્ગનું વધતું કદ અને તેમના મહત્વની એક આગવી ભૂમિકા હતી. આ વાત ક્લાસ વોટિંગ  ઈન ધ 2014 લોકસભા ઈલેક્શન્સ નામથી પ્રકાશિત થયેલા ઈ. શ્રીધરનના એક રિસર્ચ પેપરથી સામે આવી છે. નેશનલ ઈલેક્શન સ્ટડી-2004 અને 2014ના આધારે 2009માં 41 ટકા ગરીબ વર્ગ 2014માં 19 ટકાના ઘટાડા સાથે 20 ટકાએ પહોંચ્યો હતો. જ્યારે નિમ્ન મધ્યમ વર્ગ 2009 અને 2014માં 33 ટકા જ રહ્યો હતો અને તેમા કોઈ ફેરફાર જોવા મળ્યો ન હતો. જ્યારે મધ્યમ વર્ગ 2009માં 20 ટકામાંથી 16 ટકાના વધારા સાથે 2014માં 36 ટકા પર પહોંચ્યો હતો. જ્યારે ઉચ્ચ મધ્યમ વર્ગ 2009માં છ ટકામાંથી પાંચ ટકાના વધારા સાથે 2014માં 11 ટકાએ પહોંચ્યો હતો.
વર્ગ આધારીત વસ્તી પ્રમાણ
વર્ગ            2009                  2014           વધ/ઘટ
ગરીબ          41%                    20%                      - 19%
નિમ્ન           33%                   33%                      ------     
મધ્યમ         20%                   36%                      16 %
ઉચ્ચ           06%                   11%                        05%
(એનઈએસ 2014, 2009)
વર્ગ આધારીત વોટર્સનું વોટિંગ
2009માં ગરીબ વર્ગમાંથી 57 ટકા અને 2014માં ત્રણ ટકાના વધારા સાથે આ વર્ગમાંથી 60 ટકા વોટિંગ થયું હતું. જ્યારે નિમ્ન મધ્યમ વર્ગમાં 2009ના 59 ટકામાં 9 ટકાના વધારા સાથે 68 ટકા વોટિંગ થયું હતું. મધ્યમ વર્ગમાં 2009માં 60 ટકા વોટિંગમાં નવ ટકાના વદારા સાથે 2014માં 69 ટકા વોટિંગ નોંધાયું હતું. તો ઉચ્ચ - મધ્યમ વર્ગમાં 2009ના 57 ટકા વોટિંગમાં 10 ટકાના વધારા સાથે 2014માં 67 ટકા વોટિંગ થયું હતું. જ્યારે 2009માં 58 ટકાના કુલ વોટિંગમાં નવ ટકાના વધારા સાથે 2014માં 67 ટકા વોટિંગ થયું હતું.
વર્ગ આધારીત વોટર્સનું વોટિંગ
વર્ગ                    2009                  2014                     વધ/ઘટ
ગરીબ                  57%                   60%                      03%
નિમ્ન                   59%                   68%                      09%       
મધ્યમ                 60%                   69%                      09%
ઉચ્ચ                   57%                   67%                      10%
કુલ                     58%                   67%                      09 %
(એનઈએસ 2014, 2009)


વર્ગ આધારીત વોટિંગ પેટર્ન
કોંગ્રેસ અને વર્ગ આધારીત વોટિંગ પેટર્ન પર એક નજર કરીએ, તો 2009માં કોંગ્રેસને ગરીબ વર્ગના 27 ટકા વોટ મળ્યા હતા અને તેમા સાત ટકાના ઘટાડા સાથે 2014માં તેને 20 ટકા વોટ મળ્યા હતા. જ્યારે નિમ્ન મધ્યમ વર્ગના 2009માં કોંગ્રેસને 29 ટકા વોટ મળ્યા હતા અને તેમા 2014માં દશ ટકાના ઘટાડા સાથે 19 ટકા વોટ કોંગ્રેસને મળ્યા હતા. જ્યારે મધ્યમ વર્ગના 2009માં 29 ટકા વોટમાં નવ ટકાના ઘટાડા સાથે 201માં કોંગ્રેસને 20 ટકા વોટ મળ્યા હતા. જ્યારે ઉચ્ચ મધ્યમ વર્ગના 2009માં મળેલા 29 ટકા વોટમાં 12 ટકાના ઘટાડા સાથે 2014માં કોંગ્રેસને 17 ટકા વોટ મળ્યા હતા. 2009માં કોંગ્રેસને કુલ 29 ટકા વોટ મળ્યા હતા અને તેમા દશ ટકાના ઘટાડા સાથે 2014માં તેને માત્ર 19 ટકા વોટ મળ્યા હતા. જેને કારણે કોંગ્રેસ 44 બેઠકો પર જ થંભી ગઈ હતી.
કોંગ્રેસ 
ક્લાસ                  2009                  2014                     વધ/ઘટ
ગરીબ                  27%                   20%                      - 7 %    
નિમ્ન                   29%                   19%                       -10%
મધ્યમ                 29%                   20%                      -9%
ઉચ્ચ                   29%                   17%                       - 12%
કુલ                     29%                   19%                       - 10%    
Source: CSDS Data Unit, Delhi

વર્ગ આધારીત વોટિંગ પેટર્ન
2009માં ભાજપને ગરીબ વર્ગના 16 ટકા વોટ મળ્યા હતા અને તેમા આઠ ટકાના વધારા સાથે 2014માં 24 ટકા વોટ પ્રાપ્ત કરવામાં તેને સફળતા મળી હતી. નિમ્ન મધ્યમ વર્ગમાં 2009માં મળેલા 19 ટકા વોટમાં 12 ટકાના ધરખમ વધારા સાથે ભાજપને 2014માં 31 ટકા વોટ મળ્યા હતા. જ્યારે મધ્યમ વર્ગમાં 2009માં 22 ટકા વોટમાં 10 ટકાના વધારા સાથે ભાજપને 2014માં 32 ટકા વોટ મળ્યા હતા. તો ઉચ્ચ-મધ્યમ વર્ગમાં ભાજપને 2009માં મળેલા 25 ટકા વોટમાં 13 ટકાના વધારા સાથે 38 ટકા વોટ મળ્યા હતા.
ભાજપ
ક્લાસ                  2009                  2014                     વધ/ઘટ               
ગરીબ                  16%                    24%                      8 %
નિમ્ન                   19%                    31%                       12%
મધ્યમ                 22%                   32%                      10%       
ઉચ્ચ                   25%                   38%                      13%
કુલ                     19%                    31%                       12%
Source: CSDS Data Unit, Delhi
વર્ગ આધારીત વોટિંગ પેટર્ન :  ગ્રામ્ય ક્ષેત્રની વોટિંગ પેટર્ન
ગ્રામ્ય ક્ષેત્રોમાં 2009માં ગરીબોએ 58 ટકા અને 2014માં પાંચ ટકાના વધારા સાથે 63 ટકા વોટિંગ કર્યું હતું. નિમ્ન મધ્યમ વર્ગે 2009માં ગ્રામ્ય ક્ષેત્રોમાં 60 ટકા અને 2014માં દશ ટકાના વધારા સાથે 70 ટકા વોટિંગ કર્યું હતું. જ્યારે મધ્યમ વર્ગે ગ્રામ્ય ક્ષેત્રોમાં 2009માં 61 ટકા અને દશ ટકાના વધારા સાથે 2014માં 71 ટકા વોટિંગ કર્યું હતું. ઉચ્ચ મધ્યમ વર્ગે 2009માં 59 ટકા અને 2014માં 12 ટકાના વધારા સાથે 71 ટકા વોટિંગ કર્યું હતું. જ્યારે 2009માં ગ્રામ્ય વિસ્તારોમાં 59 ટકા અને 2014માં 10 ટકાના વધારા સાથે 69 ટકા વોટિંગ થયું હતું.
ગ્રામ્ય ક્ષેત્રની વોટિંગ પેટર્ન
ક્લાસ                  2009                  2014                     વધ/ઘટ               
ગરીબ                  58%                   63%                      5%                         
નિમ્ન                   60%                   70%                      10%       
મધ્યમ                 61%                    71%                       10%       
ઉચ્ચ                   59%                   71%                       12%       
કુલ                     59%                   69%                      10%       
Source: CSDS Data Unit, Delhi
વર્ગ આધારીત વોટિંગ પેટર્ન : શહેરોની વોટિંગ પેટર્ન
ભારતના શહેરી વિસ્તારમાં 2009માં 56 ટકા અને 2014માં એક ટકાના વધારા સાથે 57 ટકા વોટિંગ ગરીબ વર્ગના મતદાતાઓએ કર્યું હતું. નિમ્ન મધ્યમ વર્ગના શહેરી વિસ્તારના મતદાતાઓએ 2009માં 60 ટકા અને 2014માં ચાર ટકાના વધારા સાથે 64 ટકા વોટિંગ કર્યું હતું. મધ્યમ વર્ગે 2009માં 59 ટકા અને 201માં સાત ટકાના વધારા સાથે 66 ટકા વોટિંગ કર્યું હતું. ઉચ્ચ મધ્યમ વર્ગે 2009માં 53 ટકા અને 2014માં છ ટકાના વધારા સાથે 59 ટકા વોટિંગ કર્યું હતું. 2009માં ભારતના શહેરી વિસ્તારોમાં 58 ટકા અને 2014માં 5 ટકાના વધારા સાથે 63 ટકા વોટિંગ નોંધાયું હતું.
શહેરોની વોટિંગ પેટર્ન
ક્લાસ                  2009                  2014                     વધ/ઘટ               
ગરીબ                  56%                   57%                      1%
નિમ્ન                   60%                   64%                      4%
મધ્યમ                 59%                   66%                      7%
ઉચ્ચ                   53%                   59%                      6%
કુલ                     58%                   63%                      5%
Source: CSDS Data Unit, Delhi
વર્ગ આધારીત વોટિંગ પેટર્ન : મેટ્રોની વોટિંગ પેટર્ન
મેટ્રોની વોટિંગ પેટર્ન
ભારતના મેટ્રોમાં 2009માં ગરીબ વર્ગે 44 ટકા અને 2014માં છ ટકાના વધારા સાથે 50 ટકા વોટિંગ કર્યું હતું. જ્યારે નિમ્ન મધ્યમ વર્ગે 2009માં 50 ટકા અને 2014માં છ ટકાના વધારા સાથે 56 ટકા વોટિંગ કર્યું હતું. તો મધ્યમ વર્ગે 2009માં 52 ટકા અને 201માં પાંચ ટકાના વધારા સાથે 57 ટકા વોટિંગ કર્યું હતું. જ્યારે મેટ્રોમાં ઉચ્ચ મધ્યમ વર્ગે 2009માં 57 ટકા અને 2014માં 11 ટકાના વધારા સાથે 69 ટકા વોટિંગ કર્યું હતું. મેટ્રોમાં 2009માં 49 ટકા અને 2014માં આઠ ટકાના વધારા સાથે 57 ટકા વોટિંગ થયું હતું.
ક્લાસ                  2009                  2014                     વધ/ઘટ               
ગરીબ                  44%                   50%                      6%
નિમ્ન                   50%                   56%                      6%
મધ્યમ                 52%                   57%                      5%
ઉચ્ચ                   57%                   69%                      11%
કુલ                     49%                   57%                      8%
Source: CSDS Data Unit, Delhi
વયજૂથની વોટિંગ પેટર્ન
ગરીબ વર્ગના 18થી 22 વર્ષના 23 ટકા વોટરે કોંગ્રેસ અને 24 ટકા વોટરે ભાજપને વોટિંગ કર્યું હતું. ભાજપને આ વયજૂથમાં એક ટકો વધારે વોટ મળ્યા હતા. 23થી 25 વર્ષના વયજૂથના 24 ટકા વોટરોએ કોંગ્રેસ અને 25 ટકા વોટરોએ ભાજપને વોટ આપ્યો હતો અને આમા પણ એક ટકા વધુ વોટ ભાજપને મળ્યો હતો. 26થી 35ની વયજૂથના 19 ટકાએ કોંગ્રેસ, 27 ટકાએ ભાજપને વોટ આપ્યો હતો અને તેમા ભાજપને આઠ ટકા વધુ વોટ મળ્યા હતા. 36થી 45 વર્ષના વયજૂથના 18 ટકાએ કોંગ્રેસ અને 24 ટકાએ ભાજપને વોટ આપ્યો હતો અને તેમા પણ છ ટકા વોટ ભાજપને મળ્યા હતા. 45થી 55 વર્ષના વયજૂથમાં કોંગ્રેસને 19 ટકા અને ભાજપને 22 ટકા વોટ મળ્યા હતા અને તેમા પણ ભાજપને ત્રણ ટકા વધુ વોટ મળ્યા હતા. 56 કે તેથી વધુ વયજૂથના વોટરમાં 20 ટકાએ કોંગ્રેસ અને તેનાથી બે ટકા વધુ એટલે કે 22 ટકાએ ભાજપને વોટ આપ્યા હતા. ગરીબ વર્ગના 20 ટકાએ કોંગ્રેસ અને 24 ટકાએ ભાજપને વોટ આપ્યા હતા અને તેમાં ભાજપને ચાર ટકા વધુ વોટ મળ્યા હતા.
ગરીબ
વયજૂથ                 કોંગ્રેસ                  ભાજપ                   વધ/ઘટ               
18-22                  23%                   24%                      1%
23-25                 24%                   25%                      1%
26-35                 19%                    27%                   8%         
36-45                 18%                    24%                      6%
46-55                 19%                    22%                      3%
56 અને વધુ           20%                   22%                      2%
કુલ                     20%                   24%                      4%
Source: CSDS Data Unit, Delhi

વયજૂથની વોટિંગ પેટર્ન
નિમ્ન મધ્યમ વર્ગના વોટરોના 18થી 22ની વયજૂથમાં 18 ટકા કોંગ્રેસ, 35 ટકા ભાજપને વોટ મળ્યા હતા. 18થી 22 વર્ષના નિમ્ન મધ્યમ વર્ગના 17 ટકા વધુ વોટરોએ ભાજપ પર પસંદગી ઉતારી હતી. 23થી 25 વર્ષના નિમ્ન મધ્યમ વર્ગના 18 ટકા વોટરોએ કોંગ્રેસ અને તેનાથી 16 ટકા વધારે એટલે કે 34 ટકા વોટરોએ ભાજપને વોટ આપ્યા હતા. 26થી 35 વર્ષની વયજૂથના 21 ટકાએ કોંગ્રેસ અને તેનાથી 12 ટકા વધારે 33 ટકાએ ભાજપને વોટ આપ્યા હતા. 36થી 45 વર્ષના 17 ટકાએ કોંગ્રેસ  અને તેનાથી 13 ટકા વધારે એટલે કે 30 ટકાએ ભાજપને વોટ આપ્યા હતા. 46થી 55 વર્ષની વયજૂથના 21 ટકાએ કોંગ્રેસ અને તેનાથી 10 ટકા વધુ 31 ટકાએ ભાજપને વોટ આપ્યા હતા. 56 અને તેનાથી વધુ વર્ષની વય ધરાવનારા 18 ટકા વોટરોએ કોંગ્રેસ અને તેનાથી દશ ટકા વધારે એટલે કે 28 ટકાએ ભાજપને વોટ આપ્યા હતા. નિમ્ન મધ્યમ વર્ગના કુલ 19 ટકાએ કોંગ્રેસ અને તેનાથી 12 ટકા વધારે એટલે કે 31 ટકાએ ભાજપને પસંદ કર્યું હતું.
નિમ્ન મધ્યમ વર્ગ
વયજૂથ                 કોંગ્રેસ                  ભાજપ                   વધ/ઘટ               
18-22                  18%                    35%                      17%
23-25                 18%                    34%                      16%
26-35                 21%                    33%                      12%
36-45                 17%                    30%                      13%
46-55                 21%                    31%                       10%
56 અને વધુ           18%                    28%                      10%
કુલ                     19%                    31%                       12%
Source: CSDS Data Unit, Delhi
વયજૂથની વોટિંગ પેટર્ન
મધ્યમ વર્ગના 18થી 22ની વયજૂથના 17 ટકાએ કોંગ્રેસ અને તેનાથી 23 ટકા વધુ 40 ટકાએ ભાજપને વોટ આપ્યા હતા. 23-25ની વયજૂથના 21 ટકાએ કોંગ્રેસ તેનાથી 11 ટકા વધારે 32 ટકાએ ભાજપને વોટ આપ્યા હતા. 26-35ની વયજૂથના 19 ટકાએ કોંગ્રેસ અને તેનાથી 14 ટકા વધારે 33 ટકાએ ભાજપને મત આપ્યા હતા. 36-45ના વયજૂથના 20 ટકાએ કોંગ્રેસ અને તેનાથી 12 ટકા વધુ 32 ટકાએ ભાજપને વોટ આપ્યા હતા. 46-55ની વયજૂથના 20 ટકાએ કોંગ્રેસ અને તેનાથી 11 ટકા વધુ 31 ટકાએ ભાજપને વોટ આપ્યા હતા. તો 56 અને તેનાથી વધુ વય ધરાવતા 23 ટકાએ કોંગ્રેસ અને તેનાથી છ ટકા વધુ એટલે કે 29 ટકાએ ભાજપને વોટ આપ્યા હતા. મધ્ય વર્ગના 20 ટકાએ કોંગ્રેસ અને તેનાથી 12 ટકા વધુ 32 ટકાએ ભાજપને પસંદ કર્યું હતું.
મધ્યમ વર્ગ
વયજૂથ                 કોંગ્રેસ                  ભાજપ                   વધ/ઘટ               
18-22                  17%                    40%                      23%
23-25                 21%                    32%                      11%
26-35                 19%                    33%                   14%       
36-45                 20%                   32%                      12%
46-55                 20%                   31%                       11%
56 અને વધુ           23%                   29%                      6%
કુલ                     20%                   32%                      12%
Source: CSDS Data Unit, Delhi

વયજૂથની વોટિંગ પેટર્ન
18-22ની વયજૂથના 11 ટકા ઉચ્ચ મધ્યમ વર્ગના મતદાતાઓએ કોંગ્રેસ અને તેનાથી 33 ટકા વધારે એટલે કે 44 ટકાએ ભાજપને વોટ આપ્યા હતા. જ્યારે 23-25ની વયજૂથના 16 ટકાએ કોંગ્રેસ અને તેનાથી 27 ટકા વધુ 43 ટકાએ ભાજપને વોટ આપ્યા હતા. 26-35ની વયજૂથના 17 ટકાએ કોંગ્રેસ અને તેનાથી 23 ટકા વધુ એટલે કે 40 ટકાએ ભાજપને વોટ આપ્યા હતા. 36થી45ની વયજૂથના 15 ટકાએ કોંગ્રેસ અને તેનાથી 21 ટકા વધુ એટલે કે 36 ટકાએ ભાજપને વોટ આપ્યા હતા. 46-55ની વયજૂથના 20 ટકાએ કોંગ્રેસ અને તેનાથી 15 ટકા વધુ એટલે કે 35 ટકાએ ભાજપને વોટ આપ્યા હતા. 56 વર્ષ અને તેનાથી વધારે વયજૂથના 21 ટકાએ કોંગ્રેસ અને તેનાથી 14 ટકા વધારે એટલે કે 35 ટકાએ ભાજપને વોટ આપ્યા હતા. ઉચ્ચ-મધ્યમ વર્ગના 17 ટકાએ કોંગ્રેસ અને તેનાથી 21 ટકા વધુ એટલે કે 38 ટકાએ ભાજપને વોટ આપ્યા હતા.
ઉચ્ચ મધ્યમ વર્ગ
વયજૂથ                 કોંગ્રેસ                  ભાજપ                   વધ/ઘટ               
18-22                  11%                    44%                      33%
23-25                 16%                    43%                      27%
26-35                 17%                    40%                      23%
36-45                 15%                    36%                      21%
46-55                 20%                   35%                      15%
56 અને વધુ           21%                    35%                      14%
કુલ                     17%                    38%                      21%
Source: CSDS Data Unit, Delhi
ક્લાસ અને કાસ્ટની વોટિંગ પેટર્ન
ગરીબ વર્ગના સવર્ણોમાંથી 13 ટકાએ કોંગ્રેસ અને 27 ટકાએ ભાજપને વોટ આપ્યો હતો. ગરીબ વર્ગના સવર્ણમાંથી 14 ટકા વધુ વોટ ભાજપને મળ્યા હતા. ગરીબ સવર્ણોને આર્થિક આધારે દશ ટકા અનામતથી ભાજપને 2019માં વધારે ફાયદાની શક્યતાઓ છે. ગરીબ વર્ગના ઓબીસીમાંથી 15 ટકાએ કોંગ્રેસ અને તેનાથી 13 ટકા વધુ એટલે કે 28 ટકાએ ભાજપને વોટ આપ્યા હતા. ગરીબ વર્ગના એસસીમાંથી 17 ટકાએ કોંગ્રેસ અને તેનથી પાંચ ટકા વધારે 22 ટકાએ ભાજપને વોટ આપ્યા હતા. ગરીબ વર્ગના એસટીમાંથી 28 ટકાએ કોંગ્રેસ અને તેનાથી પાંચ ટકા વધુ એટલે કે 33 ટકાએ ભાજપને વોટ આપ્યા હતા. જ્યારે ગરીબ વર્ગના 41 ટકા મુસ્લિમોએ કોંગ્રેસ અને માત્ર ચાર ટકાએ ભાજપને વોટ આપ્યા હતા. અન્ય વર્ગના ગરીબોમાંથી 19 ટકાએ કોંગ્રેસ અને તેનાથી બે ટકા ઓછા 17 ટકા વોટરોએ ભાજપને વોટ આપ્યા હતા.
ગરીબ વર્ગ
જ્ઞાતિ                           કોંગ્રેસ                          ભાજપ                                   વધ/ઘટ               
સવર્ણ                          13%                            27%                                      14%
ઓબીસી                        15%                            28%                                      13%
એસસી                         17%                            22%                                      5%
એસટી                          28%                           33%                                      5%
મુસ્લિમ                         41%                            04%                                      37%
અન્ય                           19%                            17%                                       -2%
કુલ                             20%                           24%                                      4%
Source: CSDS Data Unit, Delhi

ક્લાસ અને કાસ્ટની વોટિંગ પેટર્ન
નિમ્ન મધ્યમ વર્ગના 11 ટકા સવર્ણોએ કોંગ્રેસ અને તેનાથી 37 ટકા વધારે એટલે કે 48 ટકાએ ભાજપને વોટ આપ્યા હતા. નિમ્ન મધ્યમ વર્ગના ઓબીસીમાંથી 15 ટકાએ કોંગ્રેસ અને તેનાથી 22 ટકા વધારે એટલે કે 37 ટકાએ ભાજપને વોટ આપ્યા હતા. નિમ્ન મધ્યમ વર્ગના 18 ટકા એસસીએ કોંગ્રેસ અને તેનાથી ચાર ટકા વધુ એટલે કે 22 ટકાએ ભાજપને વોટ આપ્યા હતા. નિમ્ન મધ્યમ વર્ગના 31 ટકા એસટીએ કોંગ્રેસ અને પાંચ ટકા વધુ એટલે કે 36 ટકાએ ભાજપને વોટ આપ્યા હતા. નિમ્ન મધ્મ વર્ગના 34 ટકા મુસ્લિમોએ કોંગ્રેસ અને તેનાથી 24 ટકા ઓછા એટલે કે માત્ર 10 ટકાએ ભાજપને વોટ આપ્યા હતા. અન્ય નિમ્ન વર્ગના 23 ટકાએ કોંગ્રેસ અને તેનાથી પાંચ ટકા ઓછા 18 ટકાએ ભાજપને વોટ આપ્યા હતા. નિમ્ન મધ્યમ વર્ગના 19 ટકાએ કોંગ્રેસ અને તેનાથી 12 ટકા વધુ એટલે કે 31 ટકાએ ભાજપને વોટ આપ્યા હતા.
નિમ્ન મધ્યમ વર્ગ
જ્ઞાતિ                           કોંગ્રેસ                          ભાજપ                   વધ/ઘટ               
સવર્ણ                          11%                            48%                      37%       
ઓબીસી                        15%                            37%                   22%
એસસી                         18%                            22%                      4%
એસટી                          31%                            36%                      5%
મુસ્લિમ                         34%                           10%                    -24%
અન્ય                           23%                           18%                       -5%
કુલ                             19%                            31%                       12%
Source: CSDS Data Unit, Delhi

ક્લાસ અને કાસ્ટની વોટિંગ પેટર્ન
2014માં મધ્યમ વર્ગમાં આવતા 15 ટકા સવર્ણ વોટરોએ કોંગ્રેસ અને તેનાથી 31 ટકા વધારે 46 ટકાએ ભાજપને વોટ આપ્યા હતા. મધ્મય વર્ગના 16 ટકા ઓબીસીએ કોંગ્રેસ અને તેનાથી વધારે 17 ટકા એટલે કે 33 ટકાએ ભાજપનો વોટ આપ્યા હતા. જ્યારે મધ્યમ વર્ગના 20 ટકા એસસીએ કોંગ્રેસ અને તેનાથી સાત ટકા વધારે એટલે કે 27 ટકાએ ભાજપને વોટ આપ્યા હતા. મધ્યમ વર્ગમાં આવતા 25 ટકા એસટીએ કોંગ્રેસ અને તેનાથી 14 ટકા વધુ 39 ટકાએ ભાજપને વોટ આપ્યા હતા. મધ્યમ વર્ગમાં આવતા મુસ્લિમોના 22 ટકાએ કોંગ્રેસ અને તેનાથી બે ટકા વધારે 24 ટકાએ ભાજપને વોટ આપ્યા હતા. મધ્યમ વર્ગના 20 ટકાએ કોંગ્રેસ અને 32 ટકાએ ભાજપને વોટ આપ્યા હતા. બંને વચ્ચે બાર ટકાનો તફાવત હતો.

મધ્યમ વર્ગ
જ્ઞાતિ                           કોંગ્રેસ                          ભાજપ                   વધ/ઘટ               
સવર્ણ                          15%                            46%                   31%
ઓબીસી                        16%                            33%                   17%
એસસી                         20%                           27%                   7%
એસટી                          25%                           39%                      14%
મુસ્લિમ                         42%                           11%                        -31%
અન્ય                                   22%                           24%                   2%
કુલ                                     20%                           32%                      12%
Source: CSDS Data Unit, Delhi 

ક્લાસ અને કાસ્ટની વોટિંગ પેટર્ન
2014માં ઉચ્ચ મધ્યમ વર્ગના સવર્ણોના 13 ટકા અને ભાજપને તેનાથી 42 ટકા વધુ 55 ટકા વોટ આ વર્ગના પ્રાપ્ત થયા હતા. ઉચ્ચ મધ્યમ વર્ગમાં આવતા ઓબીસીના કોંગ્રેસને 14 ટકા અને ભાજપને તેનાથી 23 ટકા વધુ એટલે કે 37 ટકા વોટ ભાજપને મળ્યા હતા. ઉચ્ચ મધ્યમ વર્ગમાં આવતા એસસીના 17 ટકા વોટ કોંગ્રેસને અને તેનાથી આઠ ટકા વધુ 25 ટકા ભાજપને મળ્યા હતા. જ્યારે ઉચ્ચ મધ્યમ વર્ગમાં આવતા એસટીના 26 ટકા કોંગ્રેસને અને તેનાથી 27 ટકા વધુ એટલે કે 53 ટકા એસટી વોટ ભાજપને મળ્યા હતા. ઉચ્ચ મધ્યમ વર્ગમાં આવતા 27 ટકા મુસ્લિમના વોટ કોંગ્રેસને અને તેના કરતા 20 ટકા ઓછા એટલે કે માત્ર સાત ટકા વોટ ભાજપને મળ્યા હતા. જ્યારે ઉચ્ચ મધ્યમ વર્ગમાં આવતા અન્ય વર્ગના 31 ટકા વોટ કોંગ્રેસને અને ભાજપને માત્ર 16 ટકા વોટ મળ્યા હતા. ઉચ્ચ મધ્યમ વર્ગમાંથી 2014માં 17 ટકા કોંગ્રેસને અને તેનાથી 21 ટકાના વધારા સાથે 38 ટકા વોટ ભાજપને પ્રાપ્ત થયા હતા.
ઉચ્ચ મધ્યમ વર્ગ
જ્ઞાતિ                           કોંગ્રેસ                          ભાજપ                   વધ/ઘટ               
સવર્ણ                          13%                            55%                      42%
ઓબીસી                        14%                            37%                   23%
એસસી                         17%                            25%                   8%
એસટી                          26%                           53%                      27%
મુસ્લિમ                         27%                           07%                      - 20%
અન્ય                           31%                            16%                       - 15%
કુલ                             17%                            38%                      21%
Source: CSDS Data Unit, Delhi
આ આંકડા પરથી નિષ્કર્ષ નીકળે છે કે 2014માં ભાજપને ગરીબ, નિમ્ન, મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગ એમ તમામ સ્તરોમાં કોંગ્રેસ કરતા વધારે વોટ મળ્યા હતા. જો કે નિમ્ન અને મધ્યમ વર્ગમાં ભાજપને કોંગ્રેસ કરતા ઘણો વધારે ટેકો મળ્યો હતો. જ્યારે સવર્ણ, ઓબીસી, એસટી વર્ગોમાં પણ ભાજપને કોંગ્રેસ કરતા વધુ સારા મત મળ્યા હતા. જો કે મુસ્લિમ અને અન્ય વર્ગોના વોટમાં ભાજપને કોંગ્રેસ કરતા ઘણાં ઓછા વોટ મળ્યા હતા.