Friday, July 29, 2011

વીર સાવરકરની દ્રષ્ટિએ ક્રાંતિ અને ક્રાંતિકારીઓ


-આનંદ શુક્લ

“મારું મન તો કહે છે કે જીવનનું બીજું નામ મૃત્યુ છે અને મૃત્યુનું બીજું નામ જીવન છે. જેવી રીતે એક સ્થળે સૂર્યાસ્ત થાય છે અને બીજા સ્થળે સૂર્યોદય. વસ્તુત: અસ્તનું બીજું નામ ઉદય છે અને ઉદય જ અસ્તનું ઘોતક છે. સૂર્ય તો પ્રતિક્ષણ પ્રદીપ્ત હોય છે. કેવળ કેટલાંક સમય માટે તે આપણી દ્રષ્ટિથી અદ્રશ્ય થઈ જાય છે. તેવી જ રીતે જીવન-દ્રષ્ટિથી અદ્રશ્ય થઈ જાય છે. તો તેને મૃત્યુનું નામ આપી દેવાય છે.” જીવન-મરણ અંગે આટલું ઉંડું ચિંતન ધરાવનાર કોઈ સમાન્ય વ્યક્તિ ન જ હોઈ શકે. આ મહાપુરુષ અન્ય કોઈ નહીં પણ ભારતના સ્વતંત્ર્ય સંગ્રામમાં પોતાનું સર્વસ્વ દાવ પર લગાવી ભારતમાતાની સાધના જીવનપર્યંત કરનાર ક્રાંતિકારી વિનાયક દામોદર સાવરકર હતા. તેમને વીર સાવરકરના નામથી પણ ઓળખવામાં આવે છે. તેમનો જન્મ 28 મે, 1883ના દિવેસ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ભગૂર ગામમાં થયો હતો. તેઓનું શરીર કૃશ લાગતું હતું, છતાં તેમનો આત્મવિશ્વાસ હિમાલય જેટલો અડગ હતો. તેઓ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ક્રાંતિપુંજ સમાન હતા. તેઓ સંપૂર્ણ ક્રાંતિના આગ્રહી હતા. તેમના મતે ક્રાંતિ એટલે છલાંગ લગાવવાવાળો વિકાસવાદ હતો.

તેમનું ક્રાંતિના સંદર્ભે એક આગવું ચિંતન હતું. તેમનું ચિંતન ઘણાંને અણગમો ઉપજવાનાર પણ હતું. છતાં પણ તેઓ તેને દ્રઢતાપૂર્વક વળગી રહ્યાં હતા. તેમણે ભારતની સ્વતંત્રતા માટેની તમામ પ્રકારની કોશિશો કરી અને ઘણાં બધાં ક્રાંતિકારીઓ માટે પ્રેરણાદાયી બન્યા.

ક્રાંતિ ક્યારે અને ક્યાં સુધી આવશ્યક છે? તે બાબતે સાવરકર અત્યંત સ્પષ્ટ હતા. તેમણે આ સંદર્ભે પોતાના નિર્ભિક વિચારો અભિવ્યક્ત કર્યા છે. તેમના માનવા પ્રમાણે, “જે સમયે સંપૂર્ણ માનવજાતિ શ્રેષ્ઠતમ ન્યાય અને પરમાનંદના પુનિત આદર્શને પ્રાપ્ત કરી લેશે. જ્યારે ઈશ્વરીય વિભૂતિઓ, દેવદૂતો અને ધર્મગુરુઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલી ધર્મરાજ્યની કલ્પના આ ધરાતલ પર સાકાર થઈ જાય. જ્યારે ઈશા મશીહની દેવવાણીથી નિસ્ત્રત તે પાવન ઉપદેશ કે, ‘જો કોઈ તમારા એક ગાલ પર લાફો મારે તો તેની સામે બીજો ગાલ ધરવો’, પર આચરણ કરવાની જરૂર નહીં રહે. કારણ કે કોઈ કોઈના ગાલ પર લાફો મારવાનો પ્રયત્ન જ નહીં કરે. સત્યયુગની આ પાવન સ્થિતિ જ્યારે સંસારને પ્રાપ્ત થશે, ત્યારે કોઈ વિદ્રોહની કલ્પના માત્ર કરશે, રક્તનું એક ટીપું પણ વહેવડાવશે, એટલું જ નહીં, પણ જો તેના મોઢામાંથી પ્રતિશોધ શબ્દ પણ ઉચ્ચારીત થશે તો તેના આ પાપને તેની ક્રૂરતા માટે અનંત અવધિ માટે રૌરવ નામના નરકમાં ફેંકી દાવા માટે ઉપયુક્ત ગણાશે.”

પણ સાવરકર એમ પણ માનતા હતા કે, “જ્યાં સુધી દૈવી યુગનો આવિર્ભાવ નથી થઈ જતો, પરમાનંદનો આ પાવન આદર્શ સાકાર નથી થઈ જતો, તે શુભ ઘડીનો ઉદય નથી થઈ જતો, જ્યાં સુધી સંતો, દેવદૂતો અને પ્રભુના પ્રિય પુત્રોના ભવિષ્ય કથન સાકાર નથી થઈ જતાં, જ્યાં સુધી ન્યાયપૂર્ણ અવસ્થા પ્રાપ્ત કરવા માટે તેની વિરોધી અન્યાયમૂલક પ્રવૃતિને નિર્મૂલન કરવા માટે માનવ મન પ્રવૃત નથી થઈ જતું, ત્યાં સુધી વિદ્રોહ, રક્તપાત અને પ્રતિશોઘની ગણના અધર્મ તત્વોમાં કરવી ઉચિત નથી. જ્યાં સુધી રાજ્ય શબ્દનો ઉપયોગ અન્યાયમૂલક અને ન્યાયમૂલક એણ બે પ્રકારના તત્વો માટે કરવામાં આવે છે, ત્યાં સુધી તેમના પ્રતિયોગી શબ્દ ન્યાય અને અન્યાય બંનેના અર્થોમાં ઉપયુક્ત બની શકશે.”

સાવરકરના મતે, ક્રાંતિનું સંચાલન અંકગણિતના નિયમ પ્રમાણે નથી થતું. ખરેખર તો ઈતિહાસના ઘટનાક્રમ પર દ્રષ્ટિ કરતાં જણાય છે કે નિશ્ચિત નિયમો પ્રમાણે તો આજ સુધી કોઈપણ ક્રાંતિનું સંચાલન નથી થઈ શક્યું. ક્રાંતિ કોઈ ઘડિયાળની જેમ એક સુનિર્ધારીત નિયમ પ્રમાણે ચાલવાવાળું યંત્ર તો નથી જ. ક્રાંતિનું સંચાલન હંમેશા એક વિશાળ સિદ્ધાંતથી થાય છે. નાના-નાના નિયમો-ઉપનિયમો તો ક્રાંતિના એક વિસ્ફોટ માત્રથી વેર-વિખેર થઈ જાય છે. ક્રાંતિ કેવળ એક જ સિદ્ધાંત છે, “થોભો નહીં, આગળ વધો.” ક્રાંતિ તો એક વિચિત્ર પક્ષી છે, જે સ્થળે તે દીર્ઘકાળ સુધી બંદી હોય છે, ત્યાંથી મુક્ત થતાં જ તે બીજા સ્થાન પર પુન: પહોંચતા પહેલા આકાશના બીજા છેડાથી પોતાની પાંખોના બળે ઊડે છે, ચક્કર લગાવે છે. ક્રાંતિ માટે આ પ્રકારનું ઉડ્ડયન આવશ્યક જ નહીં, અનિવાર્ય છે.

ક્રાંતિના માર્ગને અનિશ્ચિતતા, સંશય, મહત્તા વગેરે રોકે છે. અનિશ્ચય અને અસ્થિરતા સિવાયનું અન્ય કોઈપણ વિષ ક્રાંતિનું પ્રાણહરણ કરવામાં સફળ થતું નથી. ક્રાંતિનો વિસ્તાર જેટલો ત્વરીત અને આકસ્મિક હોય છે, તેટલી જ તેના વિજયની સંભાવના વધી જાય છે. ક્રાંતિના વિસ્તારની ગતિ મંદ પડતાની સાથે જ શત્રુને સચેત થવાનો મોકો મળી જાય છે. આ જોઈને ક્રાંતિકારીઓનો ઉત્સાહ મંદ પડી જયા છે કે તેમની સાથે આવીને કોઈ ઉભું રહેતું નથી. તેમની સાહસવૃતિ તૂટવા લાગે છે અને શત્રુ સક્રીય બની નવા ક્રાંતિકારીઓના માર્ગમાં અવરોધો ઊભા કરવામાં સફળ બને છે. પ્રથમ આક્રમણ અને ક્રાંતિના પ્રસાર વચ્ચે શત્રુને સમય આપી દેવો હંમેશા માટે કોઈપણ ક્રાંતિની યોજના માટે હાનિકારક સાબિત થાય છે. તેવી જ રીતે પૂર્વનિર્ધારીત કાર્યક્રમથી વિપરીત અચાનક થયેલા વિસ્ફોટ અન્ય સ્થળોએ ક્રાંતિ યોજનાની પૂર્તિ માટે કાર્યરત નેતાગણ માટે આશ્ચર્યકારક હોય છે. આ પરિસ્થિતિમાં ક્રાંતિકારીઓ “શું કરવું, શું ન કરવું?”ની અસમંજસભરી સ્થિતિમાં મુકાઈ જાય છે.

માટે જ અકર્મણ્યતા અને મંદતા ક્રાંતિની ભભૂકતી જ્વાળાઓને ઠંડી પાડી દે છે. જ્યારે કર્મઠતાની તીવ્રતા જ ક્રાંતિને જાગૃત રાખી શકે છે. ક્રાંતિનું બ્યુગલ વાગ્યા પછી ઊભો થતો સંશય પરાજયનું કારણ બની જાય છે. ક્રાંતિનું આયોજન ગાલીચાની સિલાઈની જેમ સાવધાનીથી ધીરે ધીરે કરવું જ અપેક્ષિત છે. પરંતુ જ્યારે એક વખત ક્રાતંની શરૂઆત થઈ જાય ત્યારે ક્ષણમાત્ર દ્વિધાગ્રસ્ત થયા વગર તીરની જેમ તેમાં પ્રવેશી જવું જોઈએ. પછી યશ મળે કે અપયશ, જીવન મળે કે મૃત્યુ, બધી જ બાજુથી નિશ્ચિંત બનીને સમરાંગણમાં ઝઝુમવું જ શ્રેષ્ઠ છે.

ક્રાંતિકારી વીર સાવરકર અન્યાયનો સમૂળગો નાશ કરીને સત્યધર્મની સ્થાપના કરવા માગતા હતા. સાવરકરના માનવા પ્રમાણે, સત્યધર્મની સ્થાપના માટે ક્રાંતિ, રક્તપાત અને પ્રતિશોધ પ્રકૃતિ પ્રદત સાધનો છે. તેમણે આ સંદર્ભે અત્યંત સ્પષ્ટતાપૂર્વક જણાવ્યું છે કે, “જો વિદ્રોહ, રક્તપાત અને પ્રતિશોધનો ભય ન હોત તો લૂંટ અને અત્યાચારોનાં પાશવિક ધૂમાડામાં સમગ્ર પૃથ્વી કણસતી હોત. જો અત્યાચારીઓ અને અન્યાયીઓને આજે અથવા આવતીકાલે, તરત અથવા વિલંબથી, પ્રકૃતિ દ્વારા પ્રતિશોધ લેવાવાનો ભય ન હોત તો આ ભૂમંડળ પર ઝાર જેવા તાનાશાહોનો જ પ્રભાવ રહેત. પરંતુ પ્રત્યેક હિરણ્યકશ્યપને નરસિંહ, પ્રત્યેક દુશાસનને ભીમ, અત્યાચારી પર નિયંત્રણ મેળવવા શાસક અને શેરને માથે સવાશેર મળે છે. તેથી જ વિશ્વમાં દ્રઢ માન્યતા પ્રવર્તે છે કે અત્યાચાર અને અનાચાર હંમેશા ચાલુ રહેતા નથી.”

સાવરકરના માનવા પ્રમાણે, એક રાષ્ટ્રને જીવંત રહેવા માટે શરણ નહીં, પ્રતિશોધ જરૂરી છે. સાવરકર પ્રતિશોધને પૌરૂષીય લક્ષણ માનતા હતા. વળી તેઓ અવાર-નવાર કહેતા કે કાલ્પનિક સિદ્ધાંતોના ભ્રમજાળમાં પડીને પ્રતિશોધથી ઘૃણા કરનારું રાષ્ટ્ર ક્યારેય જીવિત રહી શકતું નથી. હિંદુ સમ્રાટ ચંદ્રગુપ્તથી લઈને ક્રાંતિવીર ચંદ્રશેખર સુધીના જ નહીં, પણ તે પહેલાંના અને પછીના અનેક સમ્રાટો, સૈનિકો, ક્રાંતિકારીઓ, દેશભક્તોએ પ્રતિશોધની અગ્નિને એક પળ માટે પણ ઠંડી પડવા દીધી નથી. ભારતના અસ્તિત્વનો નાશ કરવા માંગતા દરેક આક્રાંતાઓના પ્રયાસોને એ જ વીરો અસફળ બનાવી શક્યા છે કે જેમણે પ્રતિશોધના અગ્નિને હંમેશા પ્રજ્વલિત રાખ્યો છે. તેઓએ હંમેશા કહ્યું છે કે “જો કોઈ વિદેશી શત્રુ આપણા રાષ્ટ્રધર્મ પર સશસ્ત્ર આક્રમણ કરે તો તેનો પ્રતિકાર એક પ્રબળ રાજકીય આક્રમણની જેમ જ કરવો જોઈએ. આ યુદ્ધમાં જેવા સાથે તેવા, ક્રૂરની સામે સવાયી ક્રૂરતા, કપટીની સામે સવાયું કપટ અને હિંસાની સામે સવાયી હિંસા અપનાવવી જ ધર્મ છે.”

સાવરકરે સહિષ્ણુતાને આ ધરતીનો સ્વાભાવિક ગુણ માન્યો છે, પણ માતૃભૂમિની ઉદારતાનો અનુચિત લાભ ઉઠાવવો ઘાતક ગણાવ્યો હતો. તેઓએ આ સંદર્ભમાં જણાવ્યું છે કે, હિંદુસ્થાનના હ્રદય સ્થળમાં બધાં જ એકસાથે સહિષ્ણુતાપૂર્વક વ્યવહાર કરવાની પરંપરા ધરાવે છે. પણ તેમાં પ્રલયકારી અગ્નિ પણ સુરક્ષિત છે. જ્યાં સુધી ભગવાન શિવ ધ્યાન મગ્ન રહે છે, ત્યાં સુધી તે હેતુલ્ય શાંત, શીતળ અને ગંભીર છે. પણ જ્યારે તેમનું ત્રીજું નેત્ર ખુલે છે, ત્યારે સંપૂર્ણ બ્રહ્માંડને ભસ્મીભૂત કરવાવાળી જ્વાળા પ્રજ્વલિત થઈ જાય છે.

સાવરકર સાપેક્ષ હિંસાને સદાચાર અને નિરપેક્ષ અહિંસાને અપરાધ માનતા હતા. સાવરકરે ભારતીયોને અત્યાંતિક અહિંસા વિરુદ્ધ ચેતવણી આપતાં જણાવ્યું હતું કે “અત્યાંતિક વિચારધારાની જડ પૂર્ણ અહિંસા છે. પરંતુ મારા મત પ્રમાણે પૂર્ણ અહિંસા એક ભીષણ પાપ છે. એ અવ્યવહારીક છે. સજ્જનો સાથે સજ્જનતાપૂર્ણ વ્યવહાર પુણ્યકાર્ય છે. પરંતુ દુષ્ટો પ્રત્યે અહિંસાનું પ્રદર્શન પાપ છે. સ્વયં પોતાનું અસ્તિત્વ જાળવવું અને રાષ્ટ્રને જીવિત રાખવું, આપણું કર્તવ્યછે. આ કર્તવ્યની પૂર્તિ માટે જે પણ હિંસા આવશ્યક હશે, તે પુણ્યકારક માનવી જોઈએ. ધાર્મિક ઉપદેશોથી ચોરો નિયંત્રિત થતાં નથી. તેમના માટે દંડ અને બળની આવશ્યકતા રહેલી છે. અત્યાંતિક અહિંસાથી હિંસા પ્રબળતર બની જશે. અત્યાંતિક અહિંસા તત્વનો પ્રચાર કરવાવાળા વ્યક્તિઓને હું મૂર્ખ માનું છું કે દુષ્ટ માનું છું. અત્યાંતિક અહિંસાનો વિચાર કેવળ દુર્બળના મોઢામાં જ શોભે છે.” (અખિલ ભારતીય હિંદુ મહાસભા અધિવેશન- અધ્યક્ષીય ભાષણ, મદુરા, 1940)

આજે નિરપેક્ષ અહિંસાની પૃષ્ઠભૂમિને કારણે અનેક ભ્રાંતિઓનો જન્મ થયો છે. અનેક લોકો અન્યાયના પ્રતિકારને જ અત્યાચાર માનવા લાગ્યા છે. બીજાને અન્યાયપૂર્ણ રીતે પીડા પહોંચાડવી અવશ્ય અત્યાચાર છે, પણ અત્યાચારીનો પ્રતિકાર કરવો તેને અત્યાચાર કદાપિ ગણી શકાય નહીં.

ભારતની સ્વતંત્રતા માટે લડતાં દેશભક્ત ક્રાંતિકારીઓ પર ભટકેલા યુવાનો, આતંકવાદીઓ અને ભાવાવેશમાં વહેતા હોવાનો આરોપ વિદેશીઓએ અને કેટલાંક ભારતીયોએ પણ લગાવ્યો છે! ખુદીરામ બોઝ જેવાં સશસ્ત્ર ક્રાંતિકારીઓને ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ વિકૃત મનોવૃતિવાળા ગણાવ્યા હતા. ત્યારે સાવરકરે તેમને જવાબ આપ્યો હતો કે ચાફેકર, ઢીંગરા કે ઉધમસિંહ કે સળગતા વિમાનમાં ભસ્મ થયેલા સુભાષચંદ્ર બોઝનો નામ ઉલ્લેખ કરતાં તેમને (નેહરુને) તેમનો ત્યાગ ગૌણ અને બેકાર લાગશે. માટે જ તેમના નામને ગૌરવ આપવા બાબતે તમે ખચકાટ અનુભવો છો. તમારી આ દ્વેષપૂર્ણ અને અભાગી મહત્વાકાંક્ષા જ વિકૃત મનોવૃતિનું પ્રતિક છે.

ભારતમાતાની સેવા કરવા માટે સાવરકરે અપાર કષ્ટો સહન કર્યા હતા. છતાં તેઓ જરાપણ વિચલિત થયા ન હતા. તેમના મતે પ્રતિકૂળ પરિસ્થિતિમાં જ સંઘર્ષ કરી કંઈક મેળવી શકાય છે. કંઈક નિર્માણ કરી શકાય છે. પ્રતિકૂળને સંઘર્ષના માધ્યમથી અનુકૂળ બનાવવાનો આનંદ દ્વિગુણિત હોય છે.

20મી મે, 1952ના દિવસે પુણેમાં અભિનવ ભારતના સમાપન સમારંભમાં સાવરકરે ક્રાંતિકારીઓના સ્વતંત્રતા પ્રયાસોને ઓછો આંકવાનો પ્રયત્ન કરનારાઓને જડબાતોડ જવાબ આપતાં જણાવ્યું હતું, “સ્વતંત્રતા પ્રાપ્ત નથી થઈ, સ્વતંત્રતા ક્રાંતિકારીઓના મોટા-મોટા બલિદાનો દ્વારા પ્રાપ્ત કરાઈ છે. એવો પ્રચાર કરવો કે સ્વતંત્રતા પૂર્ણ અહિંસાથી પ્રાપ્ત થઈ છે. તે સર્વથા અવાંછનીય, ખોટું, પક્ષપાતપૂર્ણ અને સશસ્ત્ર ક્રાંતિકારીઓના બલિદાનો પર પાણી ફેરવવાવાળું કામ છે.” સાવરકરે આવો પ્રયત્ન કરનારાઓને કહ્યું છે કે જેમને પોતાની દેશભક્તિની હુંડીઓનો લાભ લેવો છે, તે લઈ રહ્યાં છે. પણ જો ક્રાંતિકારીઓ દેશભક્તિની હુંડીઓનો લાભ લેવા માંગતા હોત તો વીર હુતાત્મા મદનલાલ ઢીંગરા, કન્હૈયા કાન્દરે અને ભગતસિંહે ફાંસી પર લટકી ફરીથી પાછા ન ફરી શકાય તેવી સ્વર્ગની ભૂમિમાં પ્રવેશ કરવાનું સાહસ ન કર્યું હોત. જ્યારે એ-ક્લાસની જેલોમાં માખણ, ડબલરોટી અને મોસંબીઓના રસ પીનારા પોતાની દેશભક્તિની હુંડીઓનો લાભ લઈ રહેલા દેખાય છે.

આમ ક્રાંતિ એ એવા સત્ય માટેની લડાઈ છે કે જે સત્યને બીજા બધાં અસત્ય મનાતા હોય કે તેને સત્ય કહેવાની હિંમત ધરાવતા ન હોય. પણ તે સત્ય હોવાથી તેને માટે લડતાં રહેવું અને સત્ય સર્વસ્વીકૃત બને તેના માટે પ્રયત્ન કરતાં રહેવું જરૂરી બને છે. ક્રાંતિ માત્ર પરિવર્તનની પ્રક્રીયા નથી. તે પરિવર્તનથી વધારે મોટી પ્રક્રીયા છે. ભારતની સ્વતંત્રતામાં સશસ્ત્ર ક્રાંતિકારીઓનો ફાળો અવગણી શકાય તેમ નથી. ક્રાંતિએ રાષ્ટ્રને જીવંત રાખવા માટે આવશ્યક અને અનિવાર્ય કાર્યો કરતાં રહેવાની પ્રક્રીયા માત્ર છે. આ પ્રક્રીયા અનેક પ્રકારના બલિદાનો દ્વારા જ પૂર્ણ થઈ શકે તેમ છે.

Tuesday, July 19, 2011

શ્રીગુરુજી અને ઈસ્લામ


-ડૉ. કૌશિક મહેતા

>પ્રસ્તાવના

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વિતીય સરસંઘચાલક શ્રીગુરુજી (માધવરાવ સદાશિવરાવ ગોલવેલકર)એ જીવનપર્યંત દેશનું માર્ગદર્શન કર્યું. ખાસ કરીને હિંદુ સમાજ અને હિંદુ સંગઠન માટે તેમણે પોતાના વ્યક્તિગત આધ્યાત્મિક જીવનને છોડીને સરસંઘચાલક તરીકેની જવાબદારી નિભાવી.

ધર્મ, દેશ, વિશ્વ, સંસ્કૃતિ, ઈતિહાસ, અર્થશાસ્ત્ર, સંગઠનશાસ્ત્ર.. જેવાં ઘણાં વિષયો પર તેમનું ઉંડુ ચિંતન રહ્યું અને આ તમામ વિષયો સંદર્ભે તેમના ઘણાં જાહેર ભાષણો પણ થયા, વાર્તાલાપ પણ થયા, પત્રાચાર પણ થયો, લેખન-પ્રકાશન પણ થયું. આ પ્રકારે તેમણે સરસંઘચાલકના નાતે 1940થી 1973 સુધી સમાજનું માર્ગદર્શન કર્યું.

આજે અત્યંત આધુનિક યુગમાં પણ વિશ્વ વેપાર કેન્દ્ર અત્યંત જંગલી રીતે ધ્વસ્ત કરવામાં આવે છે. 21મી સદીના પ્રારંભમાં, વિશ્વ શાંતિનો સંદેશ આપનારી બામિયાનની બુદ્ધ પ્રતિમામઓને ઉત્સવ તરીકે તોડવામાં આવે છે. લંડન હોય કે દિલ્હી ક્યારે બોમ્બ ફૂટશે? ખબર નથી. આવા વર્તમાન સમયમાં શ્રીગુરુજીના વિચાર આપણને ખરેખર માર્ગદર્શન આપશે.

-ડૉ. કૌશિક મહેતા

>પાકિસ્તાનને સુધારી શકાશે નહીં, તેને તો સમાપ્ત જ કરવું પડશે

પ્રશ્ન- ભારત પ્રત્યે પાકિસ્તાન દુશ્મનાવટ શા માટે રાખે છે?
જવાબ- પાકિસ્તાનના અસ્તિત્વનો આધાર જ ભારત પ્રત્યે ધૃણા છે. માટે પાકિસ્તાનને ધૃણા જરૂરી થઈ ગઈ છે, નહીંતર તે સમાપ્ત થઈ જશે.

પ્રશ્ન- કેટલાંક સમય પહેલા તમે કહ્યુ હતુ કે પાકિસ્તાનને સુધારી શકાય નહીં. તેને તો સમાપ્ત કરવું પડશે. શું હજીપણ તમારો અભિપ્રાય તે જ છે?

જવાબ- જી હા. આજે પણ મારો અભિપ્રાય તે જ છે. આ વાત મે કોઈ ભાવુકતા ભરેલી ક્ષણે કહી નથી. મારો મત છે કે ફરી એકવાર દેશ અખંડ થશે. વિભાજન નિતાંત તર્કહીન છે. તે સમાપ્ત જ થવું જોઈએ. તેનાથી મુસ્લિમ સમસ્યા પણ ઉકેલાઈ જશે. વિભાજનથી આ સમસ્યા ઉકેલાઈ નથી, તે વધારે ઉગ્ર થઈ છે.

પ્રશ્ન- શ્રીપીલુ મોદીએ સૂચન કર્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ખુલ્લી સરહદ હોવી જોઈએ?

જવાબ- એ તો ઠીક છે. પરંતુ જ્યાં સુધી આ બધું ચાલી રહ્યું છે, ત્યાં સુધી સરહદો ખોલવાથી શું થશે? જે આપણી સાથે યુદ્ધ કરવા માટે ઉતારું છે, તે તેનાથી લાભ ઉઠાવશે, પોતાના માટે અનુકૂળતાઓ ઉભી કરશે.

માટે આ સૂચન ઘણું વ્યવહારીક અને બુદ્ધિમત્તાપૂર્ણ પ્રતીત થતું નથી. આજે પણ તેમના એજન્ટો આપણા દેશમાં ઘુસી રહ્યાં છે અને અહીં-તહીં વિક્ષોભ અને ઉપદ્રવ પેદા કરી રહ્યાં છે. એવું જણાવવામાં આવે છે કે જાસૂસીની ઘણી મોટી જાળ પણ તેઓ ફેલાવી ચુક્યા છે.

પ્રશ્ન- જો તેઓ વિલય નથી ચાહતા તો આપણી તરફથી આ પ્રકારે કહેવાનો ઉપયોગ શું? જો આપણે અને તેઓ એક થઈ જઈએ છીએ, તો શું તે પરિસ્થિતિમાં દેશદ્રોહીઓની સંખ્યા વધી નહીં જાય?

ઉત્તર- આજે પણ આવા લોકો મોટી સંખ્યામાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિઓ માટે પડોશી શત્રુ દેશો પાસેથી મદદ લેતા રહે છે. વિલય થઈ જવાથી પડોશી રાજ્યની આ પ્રકારની શક્તિ સમાપ્ત થઈ જશે. પાકિસ્તાન બનેલું રહેવાથી અહીં રહેનારા સામાન્ય મુસ્લિમોના મનમાં એક પ્રકારનો ખોટો વિશ્વાસ ઉત્પન્ન થાય છે અને તેને કારણે તેઓ અરાષ્ટ્રીય આંદોલનાત્મક કાર્યવાહીમાં ભાગ લેવા માંડે છે. તેઓ વિચારે છે કે આંદોલન દ્વારા તેઓ એક વધુ નવું રાજ્ય નિર્માણ કરી શકે છે. આ ભાવના સમાપ્ત થવી જોઈએ. વિપરીત થવું તો એવું જોઈએ કે વિભાજનને એક મોટી ભૂલ માનવાની ભાવના પ્રત્યેક મુસ્લિમમાં જાગૃત થાય. આપણે આ ઉદેશ્યની પૂર્તિ માટે તેમને શિક્ષિત કરવા જોઈએ.

(શ્રી ગુરુજી સમગ્ર ગ્રંથ- ક્રમાંક-9, પૃષ્ઠ-43-44)

>શું બાકીના ઈસ્લામિક દેશ નાપાક છે?


“જો એ લોકો ઈસ્લામથી પ્રેમ કરત અને તેમના ભગવાનમાં વિશ્વાસ હોત, ત્યારે તેમના ચરિત્રથી તેવું દેખાત. તેઓ પોતાના દેશનું નામ પાકિસ્તાન ન રાખત. તે પાકિસ્તાન છે, તો બાકીના ઈસ્લામી દેશ નાપાક છે? તેમનું મક્કા-મદીના નાપાક છે? આ તો ભારતથી દુશ્મની અને ઘૃણા કરનારા લોકો છે. તેમની આ વૃતિને નષ્ટ કરવાથી માત્ર આપણું જ નહીં, ,તેમનું પણ ભલું છે. આનાથી તેમનામાં માનવતા, સદભાવના આવશે. તેઓ બીજાના ઈશારે ભારત વિરુદ્ધ ઘૃણા અને શત્રુતા રાખે છે. માટે જ્યારે પાકિસ્તાન જ નહીં રહે અને તે ભારતમાં મળી જશે, ત્યારે તેઓ આપણા દેશના અંગ બનીને માણસ બની જશે.”

(શ્રી ગુરુજી સમગ્ર ગ્રંથ-ક્રમાંક- 10, પૃષ્ઠ- 199)

>પાકિસ્તાન સાથે વાતચીત!

પ્રશ્ન- શું તમે પાકિસ્તાન સાથે વાતચીત કરવાના વિરોધમાં છો?

જવાબ- વાતચીત પ્રારંભ કરતાં પહેલા વાતચીતની અસફળતાના સંભવિત પરિણામ માટે આપણે તૈયાર રહેવું જોઈએ.

પ્રશ્ન- માની લો કે વાતચીત અસફળ થઈ ગઈ તો?

જવાબ- માત્ર એક નિશ્ચિત બિંદુ સુધી જ વાતચીત થાય. આપણા સર્વનાશ માટે વાતચીત ન થાય.

પ્રશ્ન- શું તમે વિચારો છો કે પાકિસ્તાન મજહબી દેશ છે?

જવાબ- ક્યારેક તેઓ કહે છે કે બિનમુસ્લિમોને સુરક્ષા પ્રદાન કરશે, પરંતુ કરે છે તેનાથી બિલકુલ વિપરીત. તમામ નાગરીકો માટે એક કાયદો લાગુ કરવાની ઘોષણા કરે છે, તે ક્ષણે શરીયત કાયદો ચલાવવાની વાત પણ કરે છે. પાકિસ્તાનના સંદર્ભમાં એ જ કહી શકાય છે કે તે અનિશ્ચિત નીતિવાળો દેશ છે.

(શ્રી ગુરુજી સમગ્ર, ગ્રંથ ક્રમાંક-9, પૃષ્ઠ- 47-48)

>ભારત પર દરેક પ્રકારના ભાવિ આક્રમણ માટે પાકિસ્તાન એક આધાર સ્તંભ બની ચુક્યું છે

“જે મુસ્લિમો (પાકિસ્તાન બનવા છતાં) ભારતમાં વસી ગયા, તેમની માનસિકતામાં થોડુંક પણ પરિવર્તન થયું છે કે નહીં? તેમની જૂની દુશ્મની અને હત્યાઓ કરવાની માનસિકતાને કારણે 1946-47ના મોટા પ્રમાણમાં હુલ્લડો, ચોરી, લૂંટફાટ, આગચંપી, બળાત્કાર અને અનેક પ્રકારના ખોટા ઈરાદાઓ ચરમસીમા સુધી વધી ગયા. શું હવે તે બધું ખતમ થઈ ચુકયું છે? પાકિસ્તાન નિર્માણ બાદ રાતોરાત તેઓ રાષ્ટ્રભક્ત બની ગયા એવું માની લેવું એ આત્મઘાતી ભ્રમ હશે. બીજી રીતે વિચારવામાં આવે તો પાકિસ્તાન બનવાને કારણે મુસ્લિમ આક્રમણ થવાનો ભય વધુ સો ગણો થઈ ગયો છે. કારણ કે ભારત પર ભવિષ્યમાં થનારા તમામ આક્રમણો માટે પાકિસ્તાન આધાર સ્તંભ બની ચુક્યું છે.”

(બંચ ઓફ થોટ્સ-પૃષ્ઠ 178)

>હુલ્લડો માત્ર ભારતમાં જ શા માટે?

પ્રશ્ન- મુસ્લિમો અન્ય દેશોમાં પણ રહે છે, પરંતુ હુલ્લડો કેવળ ભારતમાં જ કેમ થાય છે?

જવાબ- આ વસ્તુસ્થિતિ નથી. રશિયા અને ચીનમાં પણ મુસ્લિમ સમસ્યા અસ્તિત્વમાં છે. મને યાદ છે કે 30 વર્ષ પહેલા ચીનમાં ચીનીઓ અને મુસ્લિમો વચ્ચે સિક્યાંગમાં મોટો સંઘર્ષ થયો. જણાવવામાં આવે છે કે ઝગડો મુસ્લિમોએ શરૂ કર્યો હતો અને ચીનીઓએ તેનો જોરદાર જવાબ આપ્યો. લગભગ 10 લાખ લોકો માર્યા ગયા. હજી ગત થોડા સપ્તાહમાં સિક્યાંગમાં આવી ઘટનાઓના સમાચાર આવ્યા છે.

પ્રશ્ન- કટ્ટરપંથી મુસ્લિમોએ તેનો ખોટો અર્થ લગાવ્યો હતો. મૌલાના આઝાદે તેનો આધુનિક અને નવો પરંતુ સાચો અર્થ જણાવ્યો.

જવાબ- પરંતુ કેટલા મુસ્લિમોએ આઝાદના પગલે ચાલવાની ચિંતા કરી. ધર્મનિરપેક્ષતા હિંદુઓમાં નિયમ છે, સાંપ્રદાયિક હિંદુ અપવાદ છે, પરંતુ મુસ્લિમોમાં કોમવાદી મુસ્લિમ નિયમ છે અને ધર્મનિરપેક્ષ મુસ્લિમ અપવાદ છે. આ બંનેમાં અંતર છે.

પ્રશ્ન-પરંતુ, હવે શું કરીએ? આ સમસ્યાનો ઉકેલ શું છે? ભારતમાં આજે 6 કરોડ મુસ્લિમો છે. શું આપણે તેમને કાઢી મુકીએ?

જવાબ- ભારતીય મુસ્લિમ પોતાના દેશને અને અહીંની પ્રાચીન સંસ્કૃતિને પોતાની માનીને આ સમસ્યાનો ઉકેલ લાવી શકે છે અને હલ કરવો જોઈએ. એ તો સ્પષ્ટ છે કે ભારતીય ઈતિહાસ મહમૂદ ગઝનીથી શરૂ થતો નથી.

(શ્રીગુરુજી સમગ્ર, ગ્રંથ ક્રમાંક-9, પૃષ્ઠ- 107)


>તેઓ ખુદ પોતાને અલગ સમજે છે

પ્રશ્ન- તમે એવું કેમ વિચારો છો કે મુસલમાનો અલગ છે?

જવાબ- અમે તેમને અલગ સમજતા નથી. તેઓ ખુદ પોતાને અલગ સમજે છે.

પ્રશ્ન- એ વાત તેઓ પણ કહે છે?

જવાબ- આ ખોટું છે. અલગતાવાદી પ્રવૃતિઓ કોણે શરૂ કરી?

પ્રશ્ન- મુસલમાન અને ખ્રિસ્તી ધર્મમાં આટલી મોટી સંખ્યામાં લોકો પરિવર્તિત કેમ થાય છે?

જવાબ- તેનું એક કારણ તેમની બર્બરતા, છેતરપિંડી અને બળજબરી છે. તેના સિવાય આપણા સમાજનો એક વર્ગ એમ વિચારે છે કે જો શાસક વર્ગનો ધર્મ (મુસલમાન અને ખ્રિસ્તી) અપનાવી લેવાય તો તેમને શાસક વર્ગના વિશેષાધિકાર પ્રાપ્ત થઈ જશે.

(શ્રીગુરુજી સમગ્ર, ગ્રંથ ક્રમાંક-9, પૃષ્ઠ-110)

>મુસલમાનો તો મૂર્તિ તોડવામાં ગૌરવ અનુભવે છે

પ્રશ્ન- હિંદુ મંદિરોમાં મુસલમાનો અને ખ્રિસ્તીઓના જવાની મંજૂરી નથી. જ્યારે હિંદુઓ માટે મસ્જિદો અને ચર્ચોમાં પ્રવેશ માટે કોઈ રોક નથી. એવું કેમ?

ઉત્તર- હિંદુ લોકો ચર્ચ અથવા મસ્જિદને પૂજાનું સ્થાન માને છે, માટે તેનું સમ્માન કરે છે. મુસ્લિમ અને ખિસ્તીઓનો આવો વિચાર નથી. તેઓ મૂર્તિપૂજાને પાપ સમજે છે. મુસ્લિમો તો મૂર્તિભંજન કરવામાં ગૌરવ અનુભવે છે. આપણા દેશમાં અગણિત ભગ્ન મૂર્તિઓ અને ઉજડેલા મંદિર તેમની આ મનોવૃતિના પ્રત્યક્ષ પ્રમાણ છે. હિંદુઓની પૂજા પદ્ધતિનું તેમને જ્ઞાન ન હોવું કોઈ મહત્વની વાત નથી. જો તેઓ મંદિરોમાં આવે છે અને પોતાની ભાષામાં, પોતાની પદ્ધતિથી ઘૂંટણ ટેકવીને પ્રાર્થના કરે છે, તો અમને કોઈ વાંધો નથી. પરંતુ શપથબદ્ધ દુશ્મની કરવાની મનોવૃતિતી મંદિર પ્રવેશ કરવો, તેમને અપમાનિત અને ભ્રષ્ટ કરવા સમાન જ છે.

(શ્રી ગુરુજી સમગ્ર, ગ્રંથ ક્માંક- 9, પૃષ્ઠ 122-123)

>આપણે ગાયની પૂજા કરીએ છીએ, તેઓ તેને ખાવાનું પસંદ કરે છે

ફરીથી આવ્યો મુસ્લિમોનો પ્રશ્ન. તેઓ અહીં આક્રમણખોરો તરીકે આવ્યા હતા. તેઓ પોતાને ગત 1200 વર્ષથી આ દેશના વિજેતા અને શાસક સમજી રહ્યાં હતા. આ ભાવ તેમના મનમાં હજી પણ હતો. ઈતિહાસ સાક્ષી છે કે તેમનો વિરોધ માત્ર રાજકીય ન હતો. જો આમ રહ્યું હોત તો તેમને થોડા સમયગાળામાં જ સ્વીકારી શકાયા હોત, પરંતુ તે વિરોધ એટલો દુરાગ્રહી અને ઉંડો હતો કે આફમે જે વસ્તુમાં વિશ્વાસ રાખતા હતા, મુસ્લિમ પૂર્ણ રૂપથી તેના પ્રત્યે પ્રતિકૂળ હતા. જો આપણે મંદિરમાં પૂજા કરીએ છીએ, તો તેઓ તેને અપવિત્ર કરશે. જો આપણે ભજન કરીએ અને ભગવાનની રથયાત્રા કાઢીએ છીએ, તો તેનાથી તેઓ રુષ્ટ થશે. જો આપણે ગૌ પૂજન કરીએ છીએ, તો તેઓ તેને ખાવાનું પસંદ કરે છે. જો આપણે સ્ત્રીઓને પવિત્ર માતૃત્વના પ્રતીક તરીકે સમ્માનિત કરીએ છીએ, તો તેઓ તેના પર બળાત્કાર કરશે. તેઓ આપણી ધાર્મિક, સાંસ્કૃતિક, સામાજીક વગેરે તમામ પક્ષોના પોતાની પૂર્ણ શક્તિ સાથે વિરોધી હતા. તેમણે આ પ્રતિકૂળતાને ચરમસીમા સુધી ગ્રહણ કરી હતી. તેમની સંખ્યા પણ ઓછી ન હતી. હિંદુઓ બાદ તેમની જ સંખ્યા સર્વાધિક હતી.

આપણા નેતાઓની સામે એ સમસ્યા ઉભી થઈ કે કેવી રીતે આ લોકોની આ પ્રતિકૂળ મનોવૃતિને દૂર કરીને તેમને દેશભક્તોની શ્રેણીમાં લાવવામાં આવે? તેના માટે એક અત્યંત યુક્તિપૂર્ણ અને દેશભક્તિપૂર્ણ ઉપાય હતો. તે એ હતો કે તેમને સ્પષ્ટ કહી દેવામાં આવત- દોસ્તો, જૂની મુગલ બાદશાહતના દિવસો વીતી ગયા છે. અંતમાં આપણે બંનેએ અહીં ભાઈ-ભાઈની જેમ આ રાષ્ટ્રજીવનના ભાગીદાર તરીકે રહેવાનું છે. આખરે તમે મુગલ, તુર્ક અને અન્ય વિદેશી જાતિઓથી તલવારની અણિએ ઈસ્લામમાં ધર્માંતરીત કરાવી લેવાયા છો. હવે મનથી તે વિદેશી આક્રમણખોરોથી પોતાને સંબંધિત રાખવા અને તેમના પદચિન્હો પર ચાલવાના પ્રયત્નનો કોઈ અર્થ નથી. આ પ્રકારની તમામ અલગતાની સ્મૃતિઓને ભૂલી જાવ. આ ભૂમિના જીવનમાં પોતાને વિલીન કરો. હવેથી આ દેશના મહાન પુત્રોના સમ્માન કરવા અને તેમના ઉદાહરણોનું અનુસરણ કરવાનો પ્રયત્ન કરો, જે આપણી માતૃભૂમિ અને સંસ્કૃતિની સ્વતંત્રતા અને સમ્માન માટે લડયા છે,- તો કાર્ય ઘણું સરળ થઈ ગયું હોત. ઉદાહરણ તરીકે- નાર્મન લોકો ઈગ્લેન્ડમાં આક્રમણખોર બનીને આવ્યા હતા. પંરતુ બાદમાં બંને એકબીજામાં વિલીન થઈ ગયા અને ભાવિ આક્રમણોનો એક સંગઠિત સમાજ તરીકે સામનો કર્યો અને આજે પણ તેઓ એકાત્મ જીવનયાપન કરી રહ્યાં છે.

(શ્રીગુરુજી સમગ્ર, ગ્રંથ ક્રમાંક- 11, પૃષ્ઠ- 151-152)

>તેમની આક્રમક નીતિ હંમેશા બેવડી રહી...

તેમની આક્રમક નીતિ હંમેશા બેવડી રહી છે. એક તો છે સીધું આક્રમણ. સ્વતંત્રતા પહેલાના દિવસોમાં જિન્નાએ તેનું નામ સીધી કાર્યવાહી રાખ્યું હતું. પહેલા પ્રકારમાં તેમને પાકિસ્તાન મળી ગયું. આપણા નેતાગણ, જેનો હાથ તે પાકિસ્તાન નિર્માણમાં રહ્યો છે, આ દુ:ખદ ઘટનાને ભાઈઓ વચ્ચે વિભાજન-કહીને ટાઢા ઢોળવાનો પ્રયત્ન કરે છે. પરંતુ આ નગ્ન સત્ય બનેલું જ રહેશે કે આપણી પોતાની માતૃભૂમિમાંથી જ કાપીને એક આક્રમણખોર મુસ્લિમ રાજ્યનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે દિવસથી આ તથાકથિત પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું, અમે ઘોષણા કરતા આવી રહ્યાં છીએ કે આ સતત ચાલી રહેલા મુસ્લિમ આક્રમણને સ્પષ્ટ કરનારી ઘટના છે. બારસો વર્ષ પહેલા જ્યારથી મુસ્લિમોએ અહીં પગ મુક્યો, તેમની આકાંક્ષા રહી છે કે તેઓ સંપૂર્ણ દેશને ધર્માંતરણ કરીને ગુલામ બનાવવામાં આવે, પરંતુ સદીઓ સુધી રાજ્યાધિકાર તેમના હાથમાં રહેવા છતાં પણ તેમની આ આકાંક્ષા બર આવી નહીં, કારણ કે રાષ્ટ્રની વિજયિષ્ણુ ભાવના સમય-સમય પર મહાન પરાક્રમી પુરુષોના રૂપમાં જાગૃત થતી રહી, જે અહીં તેમના સામ્રાજ્યના મૃત્યુનું કારણ બની. જેથી તેમનું સામ્રાજ્ય છિન્ન-ભિન્ન થઈ ગયું. પરંતુ તેમના આ દેશ પર અધિકાર બનાવી રાખવાની તેમની આકાંક્ષા ભંગ થઈ નહીં. અંગ્રેજોના અહીં આવવાથી તેમને પોતાની આ ઈચ્છાની પૂર્તિનો અવસર મળી ગયો. અંગ્રેજોના અહીં આવવામાં તેમણે પોતાની આ ઈચ્છાની પૂર્તિનો અવસર મળી ગયો. તેમણે અત્યંત ધૂર્તતાપૂર્વક પોતાનો ખેલ ખેલ્યો. ક્યારેક ક્યારેક ભીતિ અને વિપ્લવનું નિર્માણ કર્યું અને અંતમાં આપણા નેતાઓને નમાવીને વિભાજનની પાપપૂર્ણ માગણી સામે આત્મસમર્પણ કરાવવામાં સફળ થઈ ગયા.

અમે સંઘના લોકો વારંવાર આ ઐતિહાસિક સત્યને ગત આટલા વર્ષોથી લોકોના મનમાં બેસાડવાનો પ્રયત્ન કરતાં આવ્યા છીએ. કેટલાંક સમય પહેલા વિશ્વવિખ્યાત ઈતિહાસજ્ઞ પ્રો. અર્નાલ્ડ ટાયનબીએ પણ તેની પુષ્ટિ કરી છે. તેમણે બે વખત આપણા દેશની યાત્રા કરી, આપણી રાષ્ટ્રીય ગતિવિધિઓનો નજીકથી અભ્યાસ કર્યો તથા વિભાજનનું શુદ્ધ ઐતિહાસિક યથાર્થ ચિત્ર રજૂ કરતો એક નિબંધ લખ્યો. જેમાં તેમણે અસંદિગ્ધ રીતે કહ્યું છે કે પાકિસ્તાનનું નિર્માણ આ 20મી સદીમાં મુસ્લિમોનું આ દેશને પૂર્ણપણે આધિન કરવાનું 1200 વર્ષ જૂનું સ્વપ્ન સાકાર કરવાની દિશામાં પહેલું સફળ પગલું છે. પછી તેમનું સફળ આક્રમણ, જે તેમની પ્રથમ સફળતાથી જોશમાં વધારે વધેલું હતું, કાશ્મીર પર થયું. ત્યાં પણ તેઓ સફળ થયા, જો કે આંશિક રીતે આજે માત્ર એક તૃતિયાંશ કાશ્મીર તેમના અધિકારમાં છે. હવે પાકિસ્તાન બાકીના કાશ્મીરને પણ ત્યાંના પાકિસ્તાન સમર્થક શક્તિશાળી તત્વોની મદદથી હડપવા ચાહે છે.

(શ્રી ગુરુજી સમગ્ર, ગ્રંથ ક્રમાંક- 11, પૃષ્ઠ- 188-189)

>શું એ વિચિત્ર વાત નથી કે ભારતીય મુસ્લિમો અરબી ઈતિહાસના નામો અપનાવે?

જ્યાં સુધી ભારતીય મુસ્લિમોનો સંબંધ છે, એ એક ઐતિહાસિક સત્ય છે કે અહીંના મોટાભાગના મુસ્લિમો હિંદુઓના વંશજ છે. વચ્ચેના કાળખંડમાં આક્રમણખોરોના આતતાયી રાજ્યકાળમાં પોતાના પ્રાણ બચાવવા માટે અથવા કોઈ પ્રકારની સ્વાર્થપૂર્તિ માટે અથવા કોઈ છેતરપિંડીમાં આવીને પોતાનું હિંદુત્વ છોડીને મુસ્લિમ બની ગયા પરંતુ તેમનામાં રક્ત તો હિંદુઓનું જ છે. તેમણે માત્ર ધર્મ બદલ્યો હતો. પૂર્વજો તો બદલ્યા ન હતા. હવે જો આપણે આપણા આ રક્ત સંબંધીઓને કહીએ કે પોતાની પૂર્વપરંપરાઓનું સ્મરણ કરે, આતતાયી લોકોનો કાલખંડ દૂર થઈ ગયો છે, માટે પૃથકતાની ભાવના ત્યાગે. જો ભગવાનની ઉપાસનાનો ઈસ્લામી ઢંગ તમને ગમે છે, તો ખુશીથી કરો, પરંતુ જેવી રીતે વૈષ્ણવ છે, શૈવ છે, શાક્ત છે, તેવી રીતે તમે પણ ઈસ્લામી ઉપાસના પદ્ધતિના અનુયાયી થઈને પણ આ માતૃભૂમિ અને તેની પરંપરા પ્રત્યે અનન્ય અવ્યભિચારી શ્રદ્ધાને લઈને ચાલો. શું આ જરૂરી નથી? મારી દ્રષ્ટિમાં ભારતીયકરણ અથવા રાષ્ટ્રીયકરણનો આ વાસ્તવિક અભિપ્રાય છે.

શું એ વિચિત્ર વાત નથી કે ભારતીય મુસલમાન અરબી ઈતિહાસના નામો અપનાવે. ઈરાનના ઐતિહાસિક પુરુષ રુસ્તમ અને સોહરાબને અપનાવવામાં સંકોચ ન કરે. તુર્કિસ્તાનના મહાપુરુષોના નામ પર પોતાના નામ રાખે, પરંતુ પોતાના ભારતીય પૂર્વજો, જેવાં કે- રામ, કૃષ્ણ, ચંદ્રગુપ્ત અને વિક્રમાદિત્યના નામો પ્રત્યે ઘૃણા રાખે? આખરે ઈન્ડોનેશિયા પણ તો એક મોટો મુસ્લિમ દેશ છે. પરંતુ ત્યાંના મુસ્લિમોએ પોતાની ઐતિહાસિક પરંપરા, સંસ્કૃતિ અને ભાષાથી સંબંધ વિચ્છેદ કર્યો નથી. ત્યાં મુસ્લિમ હોવા છતાં પણ સુવર્ણ અને રત્નાદેવી જેવા નામ હોઈ શકે છે. ત્યાંની વિમાન સેવાનું નામ ભગવાન વિષ્ણુનું વાહન ગરુડ હોઈ શકે છે, તો શું તેનાથી તેઓ મુસ્લિમ રહ્યાં નથી?

હું તો ત્યાં સુધી વિચારું છું કે જો ભારતીય મુસલમાન હઝરત મુહમ્મદના ઉપદેશોને જ તેના ઐતિહાસિક સંદર્ભોના ઉંડાણમાં સમજવાનો પ્રયત્ન કરે, તો ન તેઓ માત્ર તેમના સારા અનુયાયી બની શકશે, પરંતુ ખુદને સારા રાષ્ટ્રીય અને શ્રેષ્ઠ ભારતીય પણ બનાવી શકશે.

(શ્રી ગુરુજી સમગ્ર, ગ્રંથ ક્રમાંક- 9, પૃષ્ઠ- 183-184, પાંચ તંત્રીઓ સાથે થયેલી વાતચીતમાંથી)


>તેઓ ખુદને શેખ અને સૈયદ કહે છે!

મુસલમાન ભારત માતા કી જય એવા સૂત્રોને નામુમકીન (અસત્ય) સમજે છે. વિભાજન બાદ પણ તેમની ભૂમિકામાં કોઈ પરિવર્તન આવ્યું નથી. તેમના માટે જન્મભૂમિનો કોઈ વિશેષ અર્થ નથી. દેશની સરહદો તો માત્ર સરકારી વ્યવસ્થાની પ્રતીક છે, તેમાં શાશ્વત પવિત્રતા જેવી કોઈ વાત નથી.

તેઓ ખુદને શેખ અને સૈયદ કહે છે. શેખ અને સૈયદ તો અરેબિયન વંશજ છે. તો પછી આ મુસ્લિમોને એવું કેમ લાગે છે કે તેઓ અરેબિયન કુળના છે? તેનું કારણ એ છે કે આ લોકોએ પોતાની માતૃભૂમિથી દરેક સંબંધ તોડી નાખ્યો છે અને આક્રમણખોરો સાથે મેળમિલાપ કરી લીધો છે. તેઓ હજીપણ એમ જ માને છે કે તેઓ અહીં જીતવા માટે અને ત્યારબાદ પોતાનું રાજ્ય સ્થાપિત કરવા માટે આવ્યા છે.

(શ્રીગુરુજી અને ભારતીય મુસલમાન, પૃષ્ઠ- 34)


>તેમના ભાષણોમાં પણ ખુલ્લી અવજ્ઞા અને વિદ્રોહનો ટંકાર રહે છે


આજે પણ મુસલમાન, ચાહે તે સરકારી ઉચ્ચ પદો પર હોય અથવા તેની બહાર હોય, ઘોર અરાષ્ટ્રીય સંમેલનોમાં ખુલીને ભાગ લે છે. તેમના ભાષણોમાં પણ ખુલી અવજ્ઞા અને વિદ્રોહનો ઝંકાર રહે છે. એક કેન્દ્રીય મુસલમાન મંત્રીએ આ પ્રકારે એક સંમેલનમાં મંચ પરથી બોલતા ચેતવણી આપી હતી કે જો મુસ્લિમોના હિતોની સારી રીતે રક્ષા કરવામાં ન આવી, તો અહીં પણ સ્પેનની કહાણી પુનરાવર્તિત કરવામાં આવશે, જેનો અર્થ એ છે કે તેઓ સશસ્ત્ર વિદ્રોહ માટે ઉભા થઈ જશે.

હવે તો તેમનામાં એટલું સાહસ થઈ ચુકયું છે કે કેટલાંક પ્રાંતોમાં તેઓ મુસ્લિમ લીગના નામથી માત્ર ચૂંટણી જ લડતા નથી, પરંતુ જાહેર સભાઓ અને સરઘસોમાં પાકિસ્તાન જિંદાબાદના સૂત્રો લગાવે છે. તેમના માટે તે ક્ષેત્ર પાક, અર્થાત પવિત્ર છે, જ્યાં તેમનું અબાધ પ્રભુત્વ સ્થાપિત છે અને બાકીનું ભારત જ્યાં તેઓ નિવાસ કરીને સમૃદ્ધ થઈ રહ્યાં છે, તે નાપાક અર્થાત અપવિત્ર છે. કોઈ પુત્ર ગમે તેટલો પતિત અને ભ્રષ્ટ કેમ ન થઈ ગયો હોય, પરંતુ તે પોતાની માતાને ક્યારેય અપવિત્ર અને પાપપૂર્ણ કહી શકે છે? અને આટલા પર પણ આપણને વિશ્વાસ કરવાનું કહેવામાં આવે છે કે આવા તત્વ આપણી ધરતીના પુત્રો છે.

(શ્રી ગુરુજી સમગ્ર, ગ્રંથ ક્રમાંક-11, પૃષ્ઠ- 199)

>મુસલમાન ખુદ એમ માને છે કે બિનમુસ્લિમો માત્ર નર્કમાં જ જશે

પ્રશ્ન- શું તમને નથી લાગતું કે હિંદુ-મુસ્લિમો વચ્ચે મતભેદ કરવાથી મુસ્લિમોને અલગ રીતે સંગઠિત થવા માટે પ્રોત્સાહન મળશે?

જવાબ- મુસલમાન પહેલા પણ આ પ્રકારે સંગઠિત થઈ ચુક્યા છે. તેઓ અલગ પ્રકારે વિચારે છે, અલગ પ્રકારે કામ કરે છે અને અલગ રહીને જ યોજના બનાવે છે. માત્ર મુસલમાન જ એ વિચારે છે કે બિનમુસ્લિમ માત્ર નર્કમમાં જ જશે.

(શ્રીગુરુજી સમગ્ર, ખંડ-9)


મુસલમાન અને મંદિર પ્રવેશ

તમામને મંદિરમાં પ્રવેશ માટેની મંજૂરી આપવી એ કોઈ કઠિન વાત નથી. પરંતુ એ વાતનો ખાસ ખ્યાલ રાખવો જોઈએકે મંદિર ભગવાનનું પવિત્ર સ્થાન છે. મંદિરમાં આવનારા તમામ લોકોને આ વાતનો ખ્યાલ હોવો જોઈએ. જ્યાં સુધી હિંદુઓની વાત છે, તેઓ મસ્જિદ અને ચર્ચ પ્રત્યે સમાનભાવ રાખે છે. તેઓ જ્યારે કોઈપણ મસ્જિદ અથવા ચર્ચમાં જાય છે તો ત્યાં પણ આંખ બંધ કરીને પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરે છે. માટે આ બંને જગ્યાએ હિંદુઓના પ્રવેશથી કોઈ સમસ્યા નથી. પરંતુ આપણે આ વાત જો બીજી તરફથી વિચારીએ, તો શું મુસ્લિમ તથા ખ્રિસ્તી મંદિરને ભગવાનનું પવિત્ર સ્થાન સમજીને ત્યાં શ્રદ્ધાપૂર્વક જવાનું પસંદ કરશે? મંદિર માટે તેમની ભાવના એવી નથી. સંપૂર્ણ ભારતમાં જેટલાં મંદિરો તોજવામાં આવ્યા, જેટલી પણ મૂર્તિઓ ખંડિત કરવામાં આવી, આ ઘટના મુસ્લિમો અને ખ્રિસ્તીઓની ભાવનાની પ્રામાણિકતા સિદ્ધ કરે છે. તેઓ એમ માને છે કે મંદિર એક એવી જગ્યા છે કે જેને નષ્ટ કરવી યોગ્ય છે. તો શું આપણે એ વાત વિચારી ન શકીએ કે આવા વિનાશકારીઓને મંદિરમાં મુક્ત પ્રવેશ આપવો જોઈએ અથવા નહીં?

(શ્રીગુરુજી પ્રેરક સંસ્મરણ, પૃષ્ઠ-41)

>પરંતુ પાછલા 25 વર્ષોનો અનુભવ આ માન્યતાથી વિપરીત છે


ઘણાં વર્ષો પહેલાની વાત છે, એક મોટા નેતાએ મને કહ્યું હતું કે અલગ-અલગ જગ્યા પર જે કોમી હુલ્લડો થાય છે તેમાં એક જ વાત બહાર નીકળીને સામે આવે છે કે મુસલમાન જ હુલ્લડો કરે છે, હિંદુઓના સરઘસ પર હુમલો કરે છે, મંદિરો તોડે છે, હિંસાને પ્રોત્સાહન આપે છે અને જ્યારે હિંદુ સમાજ આત્મરક્ષા માટે પ્રતિકાર કરે છે, ત્યારે દરેક પ્રકારે વધારે નુકસાન મુસલામાનોને જ થાય છે. આ પ્રકારે વારંવાર નુકસાન થવા છતાં પણ તેઓ હુલ્લડો અને હિંસા શા માટે કરે છે?

મારા માનવા પ્રમાણે, આમા એક ઐતિહાસિક કારણ છે. ઈસ્લામ અરબસ્તાનમાં શરૂ થયો, જ્યાંના લોકોનું કામ એકબીજાથી ઝગડો કરવાનું હતું. એકબીજાની હત્યા કરવી, જેને આપણે શસ્ત્રોપજીવી કહીએ છીએ, તે પ્રકારથી જીવન જીવવું તે તેમનો સ્વભાવ હતો. અરબસ્તાનની આ પ્રાકૃતિક છાયા એ લોકો પર પડી માટે આ લોકોને ઝગડા સિવાય ચેન જ મળતું નથી. વારંવાર માર ખાય છે, પરંતુ તેમ છતાં આક્રમણ કરતાં રહે છે. કાળો કીડો પણ આવો જ વર્તાવ કરે છે કે જેટલો તમે તેને પોતાનાથી દૂર ભગાડવાની કોશિશ કરશો તેટલો જ તે તમને કરડવા માટે નજીક આવવાની કોશિશ કરશે. કારણ કે આવો વર્તાવ કરવો તેનો સ્વભાવ છે જે ક્યારેય બદલી શકાય નહીં. કદાચ તેઓ એમ માનતા હોય કે વારંવારની મારકૂટ અને ઝગડાથી તંગ આવીને શાંતિપ્રિય હિંદુ સમાજ આખરે હાર માની લેશે અને ક્યારેકને ક્યારેક તેમને પોતાના મકસદમાં સફળતા પ્રાપ્ત થઈ જશે.

જ્યારે દેશનું વિભાજન થયું અને પાકિસ્તાનનું નિર્માણ થયું ત્યારે ઘણાં લોકો એમ સમજતા હતા કે હવે તેઓ શાંતિપૂર્ણ રહેતા શીખશે, પરંતુ ગત પચ્ચીસ વર્ષોનો અનુભવ આ માન્યતાથી વિપરીત જ છે.

(દિલ્હીના લાલ કિલ્લા મેદાનમાં સંપન્ન થયેલી જાહેર સભામાં 14 નવેમ્બર, 1965ના દિવસે આપવામાં આવેલું ભાષણ)

>ઉર્દૂ ભાષા મુસલમાનોની ધાર્મિક ભાષા નથી

ઉર્દૂ ભાષા મુસલમાનોની ધાર્મિક ભાષા નથી. પવિત્ર કુરાન અરબી ભાષામાં લખાયેલું છે. જો તેમની કોઈ ધાર્મિક ભાષા છે, તો તે ઉર્દૂ નહીં, પરંતુ અરબી ભાષા છે. સ્વતંત્રતાથી પહેલા અને સ્વતંત્રતા બાદ મુસ્લિમ માનસિકતાઓમાં કોઈ પરિવર્તન આવ્યું નથી. સ્વતંત્રતા પહેલા ઉર્દૂ ભાષા મુસ્લિમોની ઓળખ માટેનું મહત્વપૂર્ણ પાસું હતું. ઉદાહરણ તરીકે ઓરિસ્સા પ્રાંતની મુસ્લિમ લીગે અન્ય ફરીયાદોની સાથે ઉર્દૂ ભાષી પ્રજા અસ્વીકાર હોય તો પણ ઉર્દૂ શીખવવાની વ્યવસ્થા કરવાની અપીલ કરી હતી.

(શ્રીગુરુજી અને ભારતીય મુસ્લિમ)

>પોતાની ઓળખ ન ખોઈને પણ આ રાષ્ટ્રીય પ્રવાહમાં સમ્મલિત છે

પ્રશ્ન- તમે હંમેશા હિંદુઓની વાત જ કેમ કરો છો, ઈન્ડિયનની કેમ નહીં? મુસલમાનોને તમે તમારા કાર્યમાં સમ્મલિત શા માટે કરતાં નથી?

જવાબ- મહાત્મા ગાંધીના કાર્યકાળમાં હિંદુ ઘણાં અંશોમાં હિંદુસ્તાની બની ગયો હતો, પરંતુ શું મુસલમાનોએ પણ તેમની તરફ ધ્યાન આપ્યું હતું? તેની વિપરીત મૌલાના મોહમ્મદ અલીએ મોઢું ફેરવીને ઘોષણા કરી હતી કે ખરાબ મુસલમાન પણ ભલાથી ભલા, એટલે કે મહાત્મા ગાંધી સહીત કોઈપણ હિંદુથી ઘણો વધારે સારો છે. ત્યાર બાદ મોટાભાગે તમામ રાજકીય પક્ષ મુસલમાનોના થોક મતો મેળવવા માટે, તેમનું પૃથકત્વ બનાવી રાખવા માટે તેમને પ્રોત્સાહિત કરતાં રહ્યાં છે. શું તેમને હિંદુસ્તાની બનાવવાની આ જ રીત છે? આપણે ઈતિહાસને યોગ્ય રીતે વાંચવો જોઈએ. આપણે એટલી સમજ પ્રાપ્ત કરવી જોઈએ કે આપણા ઈતિહાસને યોગ્ય પ્રકારથી પરખી શકાય. હું માત્ર હિંદુ સંગઠનના કાર્ય સાથે સંબંધિત છું, મુસ્લિમથી નહીં. મારું કાર્ય છે હિંદુઓને સંગઠિત કરવાનું.

પ્રશ્ન- એ સત્ય છે કે કેટલાંક મુસ્લિમોએ ભારત વિભાજનનું સમર્થન કર્યું હતું, પરંતુ તેમાં બધાં મુસ્લિમોનો દોષ છે? ઘણાં મુસ્લિમો પછાત રહે છે. પાકિસ્તાન બનવાની ઘટનાને કેમ ભુલાવી ન દેવાય?

જવાબ- આપણે આમ કરી શકીએ નહીં. ભારત વિભાજનની ઘટનાને મુસલમાન અંતિમ ઘટનાના રુદ્વપમાં જોતો નથી. તે આને માત્ર આગળ વધવાનું પહેલું પગલું ગણે છે.

પ્રશ્ન- અહિંદુઓને રાષ્ટ્રીય મુખ્ય પ્રવાહમાં મિલાવવાની પ્રક્રિયાથી તમે શું અર્થ લગાવો છો?

જવાબ- હિંદુઓની જેમ તેમણે પણ આ દેશ માટે, તેના લોકો માટે સંસ્કૃતિ પરંપરા, ઈતિહાસ, ભૂતકાળની સ્મૃતિઓ, ભવિષ્યકાળની આકાંક્ષાઓને અપનાવવાની ભાવનાનો અનુભવ કરવો જોઈએ. આ બધી વાતોને અપનાવી લીધા બાદ કોઈ કહે છે કે તેણે કુરાન અથવા બાઈબલનો સૂક્ષ્મ અભ્યાસ કર્યો છે અને તેના હ્રદયને તે અભ્યાસ આંદોલિત કરે છે, ત્યારે તેના અનુકરણ માટે તેનું સ્વાગત છે. વ્યક્તિગત જીવનમાં તેનો પૂરો અધિકાર છે. બાકીની તમામ બાબતો માટે તેણે રાષ્ટ્રીય મુખ્ય પ્રવાહ સાથે હોવું જોઈએ.

પ્રશ્ન- તમે રાષ્ટ્રીય મુખ્ય જીવનધારાની વાત કરો છો, તેનાથી તમારું શું તાત્પર્ય છે? કૃપા કરીને વ્યાખ્યા કરો.

જવાબ- ઘણી સદીઓથી આપણે અહીં રાષ્ટ્રીય જીવન વ્યતીત કરી રહ્યાં છીએ. કેટલાંક મૂળભૂત સિદ્ધાંતોના આધારે આપણું રાષ્ટ્રીય જીવન વિકસતું રહ્યું છે. હિંદુ ઋષિઓએ તેને ઉદઘોષિત કરેલું છે. તે રાષ્ટ્રની મુખ્ય ધારા છે. આપણે ઈચ્છીએ છીએ કે લોકો પોતાની ઓળખ ન ખોઈને પણ આ રાષ્ટ્રીય જીવનમાં સમ્મલિત થાય.

(શ્રી ગુરુજી સમગ્ર, ગ્રંથ ક્રમાંક-9, પૃષ્ઠ- 108-109)

>મુસલમાન હિંદુ ધર્મમાં એવી રીતે સ્થાન લઈ શકે છે, જેવી રીતે અન્ય મતોના લોકો

શ્રી લૂક્સ- જનસંઘના જાલંધર અધિવેશનમાં મે સરઘસની એક ઝાંકી જોઈ જેમાં તમામ રાજ્યોને દર્શાવાયા હતા. તેમાં મે માત્ર હિંદુ મહાપુરુષોની જ ઝાંકીઓ જોઈ. તમે કેટલાં મુસ્લિમ મહાપુરુષોનો સ્વીકાર કરો છો?

શ્રી ગુરુજી- ફરીથી મારે કહેવું છે કે આ વિચારવાની ખોટી રીત છે. મુસલમાન આ દેશમાં આક્રમણખોર અને વિજેતા તરીકે આવ્યા, જ્યારે હિંદુ મહાપુરુષોએ માતૃભૂમિની રક્ષા કરી જે તેમની દેશભક્તિનું પરિચાયક છે.

શ્રી લૂક્સ- મુસલમાન પોતાના ઈતિહાસનો પરિત્યાગ કેવી રીતે કરી શકે છે?

શ્રી ગુરુજી- તમે કહો છો- મુસલમાનનો પોતાનો ઈતિહાસ છે. આ દેશથી પૃથક એમનો ઈતિહાસ આ રાષ્ટ્રના દ્વારા ગૌરવની સાથે જોઈ શકાય નહીં. વિશાળ સંખ્યામાં હિંદુઓને બળજબરીથી ઈસ્લામ સ્વીકારવા માટે મજબૂર કરી દેવામાં આવ્યા હતા. હું તેમના વિચાર કરવાની ખોટી રીતના ઉદાહરણ આપું છું. તેઓ રુસ્તમનું આદરપૂર્વક સ્મરણ કરે છે. જ્યારે તેમને તેનું કારણ પુછવામાં આવે છે, તો તેઓ કહે છે કે તે તેમનો બળશાળી પૂર્વજ હતો. પરંતુ તે તેમનો પૂર્વજ ન હતો. તે પારસી હતો. તે મુસલમાન પણ ન હતો. તે જરથુસ્ત્ર મતાવલંબી હતો. તેનું રક્ત ભારતીય મુસલામાનોની ધમનીઓમાં વહેતું નથી. તેમની ધમનીઓમાં તો ભારત ભૂમિના મહાપુરુષોનું રક્ત પ્રવાહિત થઈ રહ્યું છે. હકીકતમાં મુસલમાનોને ભારતીય બળશાલી મહાપુરુષોનું અભિમાન હોવું જોઈએ.

શ્રી લૂક્સ- શું તમે એમ કહેવા માંગો છો કે આ તમામ લોકોને ફરીથી હિંદુ બનાવી લેવા જોઈએ?

શ્રી ગુરુજી- હા, મે તેમ કહ્યું છે. પરંતુ હું એ નથી ચાહતો કે તેમને હિંદુ ધર્મમાં પાછા લાવવાનું કાર્ય કોઈ દબાણ હેઠળ કરવામાં આવે. સર્વોત્તમ રસ્તો એ છે કે જે લોકો બળજબરીથી કોઈ સમયે મુસલમાન બન્યા હતા, તો તેઓ માતૃધર્મમાં પાછા આવે. પરંતુ જેમણે ઈસ્લામનો સ્વીકાર તે ધર્મના અધ્યયન બાદ તદેના પ્રત્યે રુચિને કારણે કર્યો છે તથા જે એ અનુભવ કરે છે કે ઈસ્લામ મત તેમને અનુકૂળ નથી અથવા આટલા લાંબા ગાળા સુધી ઈસ્લામ મતમાં રહેવાને કરાણે જેમને તેનાથી લગાવ થઈ ગયો છે, તે મુસલમાન રહે. તેનો એ અર્થ નથી કે તેઓ પોતાની આનુવંશિકતાને જ ખોઈ બેસે, પોતાના પૂર્વજોથી સંબંધ વિચ્છેદ કરી લે. તેમણે પોતાના દેશવાસીઓ સાથે ઝગડો પણ ન કરવો જોઈએ. અમે ઈસ્લામ ધર્મની વિરુદ્ધ નથી. હિંદુ અત્યંત ઉદાર છે. તેમાં વૈદિક અને અવૈદિક તમામ માટે જગ્યા છે. અમે જે વાતની વિરુદ્ધ છીએ, તે આ દેશના મુસલમાનોની મનોવૃતિ છે. જો કોઈ ત્રીજી શક્તિ ન હોત, તો પણ અમે આ સમસ્યાને ઘણી સારી રીતે ઉકેલી લેત. મુસલમાન હિંદુ ધર્મ હેઠળ એવી રીતે જ સ્થાન લઈ શકે છે, જેવી રીતે અન્ય મતોના લોકો.

(શ્રી ગુરુજી સમગ્ર, ગ્રંથ ક્રમાંક-9, પૃષ્ઠ-157-158, ન્યૂયોર્ક ટાઈમ્સના પત્રકાર સાથે થયેલી વાતચીતમાંથી)


>અમે તો માનીએ છીએ કે પયગંબર શ્રેષ્ઠ પુરુષ હતા, તો તમે રામને શ્રેષ્ઠ પુરુષ કેમ માનતા નથી?

મુસલમાનોમાં ઘણાં સારાં વ્યક્તિઓ છે, તેમાં મારા મિત્રો પણ છે. વ્યક્તિના નાતે તેઓ તમારા માટે જીવ પણ કુરબાન કરશે, પરંતુ સામાજીક પ્રક્ષોભ પર તેમનું કોઈ નિયંત્રણ નથી. પ્રક્ષોભ પર અસર કરવાની હિંમત ઘણાં થોડા લોકોમાં હોય છે. આ પરિસ્થિતિનો ઉકેલ શોધવા માટે અમે કહીએ છીએ કે 5 હજાર વર્ષથી જે સમાજ એક રહ્યો છે, તેની એકતા માટે પહેલા પ્રયત્ન થાય. અમે ન તો જાતિભેદને માનીએ છીએ, ન તો અસ્પૃશ્યતાના ભેદોને. અમે ચાહીએ છીએ કે હિંદુ સમાજ એકરસ બને. મે ચેન્નઈમાં મુસલમાનોને કહ્યું કે તમે પ્રામાણિકતાથી નમાજ પઢો છો તો ઘણાં સારા લાગો છો, પરંતુ જો અમારાથી અલગતા દેખાડવા માટે નમાજ પઢતા હશો તો અમારી તમારી બનશે નહીં. તમે અહીંના જ રહેવાસી છો, તો અહીંની સંસ્કૃતિને શા માટે માનતા નથી? અમે તો માનીએ છીએ કે પયગંબર શ્રેષ્ઠ પુરુષ હતા, તો તમે રામચંદ્રને શ્રેષ્ઠ પુરુષ કેમ માનતા નથી? હું તમારી સાથે પ્રાર્થના કરવા માટે તૈયાર છું, તો તમે અમારી સાથે પ્રાર્થના કેમ કરતાં નથી? મારી આ વાતને કેટલાંક લોકોએ સ્વીકારી. પરંતુ બીજાએ કહ્યું કે તમે હિંદુ તો અપમાનિત અને પદદલિત છો, તમે માર ખાનારા છો. આવા લોકોની સાથે એક થવાથી આપણને શું લાભ?

(શ્રી ગુરુજી સમગ્ર, ગ્રંથ ક્રમાંક- 9, પૃષ્ઠ- 227)
(શ્રી વિનોબા ભાવેની સાથે થયેલી વાતચીતના અંશ)


>આત્મઘાતના બીજ વાવવા (.. વંદેમાતરમનો વિરોધ)

પરંતુ યુદ્ધપ્રિય, ઉપદ્રવી મુસલામાનોને એ કહેવા માટે કે તેમના પૂર્વજ હિંદુ હતા, તેમણે એક સ્વાભિમાની પુરુષની જેમ હિંદુ સમાજમાં પાછા આવી જવું જોઈએ, તેમણે મુગલો સમયની પોતાની આક્રમક વૃતિને ત્યાગી દેવી જોઈએ અને વર્તમાનની વાસ્તવિકતાઓ પ્રત્યે સચેત થઈને જીવનની રાષ્ટ્રીય ધારામાં પોતાને વિલીન કરી દેવા જોઈએ. સત્યની પરમ મહત્તામાં અવિચલ નિષ્ઠા અને પરિસ્થિતિના કઠોર સત્યનો સામનો કરવામાં અદમ્ય સાહસ જોઈતું હતું, પરંતુ દુર્ભાગ્યવશ તે સમયના અનેક અગ્રણી વ્યક્તિઓમાં સત્ય પ્રત્યે દ્રઢ આગ્રહ, પ્રેમ અને નિર્ભિકતાનો અભાવ હતો. આપણી સામે મૌલાના મુહમ્મદ અલીનું ઉદાહરણ છે. તેઓ મહાત્માજીના જમણા હાથ ગણાતા હતા અને એક નિષ્ઠાવાન મુસલમાન હતા. તેઓ સન 1963માં કોંગ્રેસના કાકીનાડા અધિવેશનના અધ્યક્ષ ચૂંટાયા હતા. તે અધિવેશનમાં રાષ્ટ્રીય ગીત વંદેમાતરમના ગાન માટે પ્રખ્યાત દેશભક્ત સંગીતજ્ઞ વિષ્ણુ દિગંબર પલુસ્કર આવ્યા હતા. જેવું અધિવેશન શરૂ થવાની તૈયારી થઈ અને વંદેમાતરમનું ગાન કરવા તેઓ આગળ વધ્યા કે મૌલાના સાહેબે તેમને એમ કહીને રોકી દીધા કે નહીં, તમે તે રાષ્ટ્રીય ગીત ન ગાઈ શકો. તે અમારી ધાર્મિક ભાવના પર આઘાત કરે છે. પરંતુ દ્રઢનિશ્ચયી પલુસ્કરે એમ કહીને દબાઈ જવાનો ઈન્કાર કર્યો કે તેઓ ખાસ કરીને આના માટે આવ્યા છે અને પોતાના કર્તવ્યને પુરુ કરશે. ક્રોધમાં આવીને મૌલાના સાહેબ તે સ્થાન છોડીને ચાલ્યા ગયા અને જ્યાં સુધી રાષ્ટ્ર ગીત ચાલતું રહ્યું, ત્યાં સુધી તેઓ દૂર ઉભા રહ્યાં. ત્યાં એકત્રિત નેતાઓની સંપૂર્ણ ભીડમાં એકપણ એવો સાહસી આત્મા ન હતો કે જેનામાં એ કહેવાની હિંમત હોય કે જનાબ, આ આપણું રાષ્ટ્રીય ગીત છે. રાષ્ટ્રીય મહાસભાના અધ્યક્ષ હોવાના નાતે તમારે આ ગીતનો વાંધો ઉઠાવવો જોઈએ નહીં. પરંતુ તેની વિરુદ્ધ તે કોમવાદી ધર્માંધતાને તુષ્ટ કરવા માટે વંદેમાતરમના કેટલાંક અંશો કાઢી નાખવામાં આવ્યા.

આ પ્રકારે આપણાં નેતાઓમાં વિશુદ્ધ રાષ્ટ્રીયતાના સ્પષ્ટ આધાર પર મુસ્લિમ દુરાગ્રહનો સામનો કરવાની ઈચ્છા અને નિષ્ઠાના નિતાંત અભાવના કારણે જ મુસ્લિમ તુષ્ટિકરણના બીજ વાવવામાં આવ્યા. નવી એકતા અને નવી રાષ્ટ્રીયતા પ્રાપ્ત કરવા પાછળ દોડતા આપણાં નેતાઓએ હિંદુ-મુસ્લિમ એકતાનો નારો લગાવ્યો અને ઘોષણા કરી કે તેના માર્ગમાં જે ફણ વસ્તુ અડચણ તરીકે આવે, તેને ભૂલી જવી જોઈએ. તેઓ મુસલમાનોને એ કહેવાનું સાહસ કરી શક્યા નહીં કે તેઓ પોતાની વિઘટનકારી વૃતિને ભૂલી જાય. તેઓ પોતાના તમામ ઉપદેશોની બોછાર વિનમ્ર હિંદુ પર જ કરવા લાગ્યા. તેમનો પહેલો ઉપદેશ હતો કે આપણી રાષ્ટ્રીયતા હિંદુ કહી શકાય નહીં અને ન તો આપણો દેશ તેના પરંપરાગત નામ હિંદુસ્થાન થકી પોકારી શકાય છે. કારણ કે તે મુસલમાનોને ખરાબ લાગશે. અંગ્રેજો દ્વારા આપવામાં આવેલું નામ ઈન્ડિયા સ્વીકૃત થયું. આ નામને લેતા ભારતને નવીન રાષ્ટ્ર ઈન્ડિયના રાષ્ટ્ર કહેવામાં આવ્યું અને હિંદુને કહેવામાં આવ્યું કે તે પોતાનું નામ ઈન્ડિયન રાખી લે.

(શ્રી ગુરુજી સમગ્ર, ગ્રંથ ક્રમાંક- 11, પૃષ્ઠ- 152-153)

>લઘુમતીઓને આહવાન કરું છું કે તેઓ હિંદુ ધર્મમાં પાછા આવે

પ્રશ્ન- ભારતની લઘુમતીઓના પ્રશ્નો કેવી રીતે ઉકેલી શકાય?

જવાબ- લોકસભામાં કોઈએ મારા પર એ આરોપ લગાવ્યો કે હું બધાંને હિંદુ બનવા માટે કહું છું. તેના સંદર્ભે કેન્દ્રીય મંત્રી શ્રીયશવંત રાવ ચવ્હાણે એ વ્યંગ કર્યો કે આ પ્રતિપાદન વિચાર્યા વગર કરવામાં આવ્યું છે. પરંતુ શું એ સત્ય નથી કે ભારતના મોટાભાગના મુસલમાનો અને ખ્રિસ્તીઓ મૂળત્ હિંદુ જ હતા? આ આહવાનને બિનજવાબદાર કહેવું દાયિત્વહીનતાની વાત છે. ભારતની લઘુમતીઓએ પોતાની પૃથકતાની વાત ન કરતાં, રાષ્ટ્રજીવનની સાથે સમરસ થઈ જવું જોઈએ. જો તેઓ પોતાની પૃથકતાની વાત વિચારતા રહે, તો તે વધતી જ જશે. એ પણ દેખાય છે કે આ આલગતાને ઉશ્કેરતા રહેવાથી તે વધી જ ગઈ અને હવે પ્રત્યેક પ્રદેશમાં નાના પાકિસ્તાનની માગણી જડ પકડતી જઈ રહી છે. રાજકીય સ્વાર્થ માટે સત્તાધારી અને અન્ય રાજકીય નેતા તમામ લઘુમતીઓને લઘુમતી તરીકે માથે ચઢાવી રહ્યા છે. તેનાથી અલગતાવાદને સતત પ્રોત્સાહન મળી રહ્યું છે, જે ઘાતક છે. રાષ્ટ્ર જીવન સાથે સમરસ થવા તથા પૃથકતાને સર્વથા ત્યાજ્ય માનવાથી લઘુમતી રાષ્ટ્ર જીવનમાં પૂર્ણત્ વિલીન થશે, આ જ આ સમસ્યાનો ઉકેલ છે.

આ કારણ છે કે લઘુમતીઓને હું એ આહવાન કરું છું કે તેઓ હિંદુ ધર્મમાં પાછા આવે. તેમના પૂર્વજો હિંદુ હતા અને તેમના પોતાના મૂળધર્મમાં પાછા આવવાથી તેઓ રાષ્ટ્ર જીવનની સાથે સુગમતાથી સમરસ થશે. આજકાલ શુદ્ધિકરણ દ્વારા અહિંદુઓને હિંદુ ધર્મમાં સ્વીકારવામાં આવે છે. પંરતુ ભારતના મોટાભાગના અહિંદુ મૂળત્ હિંદુ રહેવાને કારણે, હું તેને શુદ્ધિકરણ ન કહીને માત્ર પરાવર્તન, અર્થાત સ્વપરિવારમાં પાછા આવવું એ શબ્દ પ્રયોગ કરું છું.

(શ્રી ગુરુજી સમગ્ર, ગ્રંથ ક્રમાંક-9, પૃષ્ઠ- 163-164)
(નવાકાલના તંત્રી સાથે વાતચીતમાંથી)

Sunday, July 17, 2011

આતંકી હુમલામાં દિગ્વિજયનું હલકટ રાજકારણ


ભારતીય રાજકારણમાં હાલ વોટબેંકની રાજનીતિમાં નીચતાની પરાકાષ્ઠાને પામનારા એક જ નેતા છે, દિગ્વિજય સિંહ. દિગ્વિજય સિંહની રાજનીતિ સ્પષ્ટ છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને હિંદુ સંગઠનોને બદનામ કરીને, પાયાવિહોણા આક્ષેપો મૂકીને દેશની સૌથી મોટી લઘુમતી ગણાતા મુસ્લિમોને ખુશ કરીને વોટબેંક અંકે કરવી. મધ્ય પ્રદેશમાં હિંદુત્વના મોજા નીચે ઉમા ભારતીના નેતૃત્વમાં દિગ્વિજય સિંહને 10 વર્ષના શાસન બાદ વનવાસ મળ્યો છે. આ વનવાસને તેઓ પચાવી શક્યા નથી, તેના કારણે તેમને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નામથી લવારી ઉપડે છે. આ લવારી પહેલા તો કોઈના ધ્યાનમાં આવતી ન હતી. પરંતુ ધીમે ધીમે કોંગ્રેસ હાઈકમાન્ડ અને સોનિયા ગાંધીની મૂક સંમતિથી દિગ્વિજય સિંહે હિંદુ અને હિંદુ સંગઠનો વિરુદ્ધ જે નિવેદનબાજી કરી છે, તેનાથી હકીકતે દેશને નુકસાન પહોંચી રહ્યું છે.

તાજેતરમાં મુંબઈમાં થયેલા ત્રણ શ્રેણીબદ્ધ વિસ્ફોટ બાદ દિગ્વિજય સિંહે કહ્યું કે આ બોમ્બ વિસ્ફોટોની તપાસમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જેવા હિંદુ સંગઠનોને આવરી લેવા જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે તેમની પાસે આરએસએસની વિરુદ્ધ બોમ્બ વિસ્ફોટોમાં સામેલ હોવાના પુરાવા છે. તેઓ પુરાવા એનઆઈએને આપવા માટે તૈયાર છે. જો કે તેમણે કહ્યું કે તાજેતરના મુંબઈ વિસ્ફોટોમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સંડોવણી હોવાના તેમની પાસે કોઈ પુરાવા નથી.

દિગ્વિજય સિંહ આટલેથી અટકે તો તેમનું નામ બોળાય, તેમણે ઉજ્જૈનમાં એક સભા દરમિયાન કહ્યું કે તેઓ પહેલેથી જ કહેતા રહ્યાં છે કે દેશમાં આરએસએસ આતંક ફેલાવવાના કામમાં સક્રિય છે અને તેમની પાસે બોમ્બ બનાવવાના કારખાના છે. સાથે જ તેમમે ફરી એકવાર એ વાતનો પુનરોચ્ચાર કર્યો કે મુંબઈમાં થયેલા તાજા આતંકવાદી હુમલાની તપાસમાં હિંદુ સંગઠનોને પણ લાવવામાં આવે. દિગ્વિજય સિંહ મુંબઈ હુમલા બાદ હવે મુંબઈ વિસ્ફોટો પર નીચ રાજકારણ ખેલી રહ્યાં છે. આતંકવાદી ઘટનાઓમાં આરએસએસની સંડોવણી હોવાની વાત કરીને દિગ્વિજય સિંહ એક કાંકરે ઘણાં પંખીડાઓને ભોય ભેગા કરવા માંગે છે. ઉત્તર પ્રદેશમાં 2012માં ચૂંટણીઓ આવી રહી છે. યુપીના 18 ટકા મુસ્લિમ મતો પર દિગ્વિજયની ગીધ દ્રષ્ટિ છે. ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ડર બતાવીને, તેમના પર આક્ષેપ કરીને યુપી વિધાનસભામાં કોંગ્રેસના ભાગે મુસ્લિમ વોટબેંક થકી વધુમાં વધુ બેઠકો કબજે કરવાની દિગ્વિજયની મનસા છે.

આ સિવાય આરએસએસ ભારતીય રાજનીતિમાં કોંગ્રેસની સામેના ધ્રુવનો ઉદગમ સ્ત્રોત છે. ભારતીય રાજનીતિમાં આરએસએસ દ્વારા ઉભા થયેલા રાજકીય પડકારને સમાપ્ત કરવા માટે દિગ્વિજય સિંહ સતત પ્રયત્નશીલ છે. તેના કારણે તેઓ કોઈ નક્કર પુરાવા વગર આરએસએસ પર આક્રમક આક્ષેપો કરીને તેને બદનામ કરવાની કોશિશ કરી રહ્યાં છે. આરએસએસને પોતાના આક્ષેપોથી તેઓ સંરક્ષણાત્મક અવસ્થામાં લાવીને 2014માં પોતાના યુવરાજ રાહુલ ગાંધીનો રસ્તો વિઘ્ન વગરનો કરવા માંગે છે. આ સિવાય ભગવો આતંકવાદ દેશ માટે પડકાર હોવાની વાત કેન્દ્રીય ગૃહ મંત્રી પી. ચિદમ્બરમ ઓન રેકોર્ડ બોલ્યા છે. તેના કારણે તપાસ એજન્સીઓ અને સુરક્ષાદળો પર પરોક્ષ રીતે તે દિશામાં નિશાન ફેરવવાનું દબાણ પણ છે. તેવામાં કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહના કોંગ્રેસ હાઈકમાન્ડની મૂક સંમતિથી બોલાયેલા નિવેદનથી તપાસની દિશા બદલાય કે તેમાં ગુંચવાડો ઉભો થાય તેવી પ્રબળ સંભાવના છે.

વળી 15 ઓગસ્ટથી અણ્ણા હજારેએ લોકપાલ બિલ માટે અનશનની જાહેરાત પણ કરી છે. લોકોના ભ્રષ્ટાચાર અને લોકપાલ મુદ્દે મતને પારખતા દિગ્વિજય સિંહ હાલ જનતાનું ધ્યાન બીજી તરફ દોરવા માગતા હોવાનું સ્પષ્ટપણે લાગે છે. કારણ કે મુંબઈ બોમ્બ વિસ્ફોટોમાં આરએસએસની સંડોવણીની તપાસ કરવા સંદર્ભેનું સ્ફોટક નિવેદન આપીને તેઓ ભ્રષ્ટાચાર અને લોકપાલ મુદ્દે લડવા માટે તૈયાર થયેલી જનતાને વિખેરવા રાજકીય ગરમાવો ઉભો કરવા માંગે છે. દિગ્વિજય, સિંહની નહીં પણ લુચ્ચા શિયાળવાની નીતિ અખત્યાર કરીને દેશમાં સંકુચિત અને સમાજના તાણા-વાણાને નુકસાન કરનારી રાજનીતિ ખેલી રહ્યાં છે.

તેમની આ ટેવ ઘણી જૂની છે. 2007માં દિગ્વિજય સિંહે ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન સૌથી પહેલા હિંદુ આતંકવાદની તદ્દન પાયાવિહોણી વાતનો લવારો મતદારો સામે કર્યો હતો. દિગ્વિજય આટલેથી અટક્યા નથી. તેમણે દેશમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને હિંદુ સંગઠનો આતંક ફેલાવી રહ્યાં હોવાની વાત અનેક વખત કહી છે. માલેગાંવ, મોડાસા, અજમેર, મક્કા મસ્જિદ, સમજૌતા એક્સપ્રેસ વિસ્ફોટ જેવાં કેસોમાં કેટલાંક હિંદુઓની ધરપકડ કરવામાં આવી છે. તેઓ સામે કેસ ચાલી રહ્યાં છે. કોર્ટ તેની સામેના પુરાવા થકી અને દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ થકી હજું કોઈ ચોક્કસ નિષ્કર્ષ તરફ પહોંચી નથી. ત્યારે દિગ્વિજય સિંહ કોર્ટ બહાર ટ્રાયલ ચલાવી રહ્યાં છે અને હિંદુ આતંકવાદનો લવારો કરી રહ્યાં છે. તેમણે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘને એક કરતાં વધારે વખત માટે નાઝીવાદી અને હીટલર ગણાવ્યું છે. તેમણે દિલ્હીના બટલા હાઉસ એન્કાઉન્ટરમાં શહીદ પોલીસ અધિકારી મોહન શર્માનું અપમાન કરવાની હિંમત કરીને ઘણાં સવાલો ઉભા કર્યા છે. જો કે દિલ્હી સરકારે આ એન્કાઉન્ટર અસલી હોવાની વાત કરી છે. જ્યારે બટલા એન્કાઉન્ટરને નકલી ગણાવીને દિગ્વિજય સિંહ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલાઓના શહેર ઉત્તર પ્રદેશના આઝમ ગઢની ઘણી વખત મુલાકાત લીધી છે. તેમણે આજમગઢની મુલાકાતે રાહુલ ગાંધીને પણ તૈયાર કરીને મોકલ્યા હતા.

આ સિવાય હદ તો ત્યારે થાય છે કે જ્યારે 26/11ના મુંબઈ હુમલામાં માર્યા ગયેલા તત્કાલિન એટીએસ ચીફ હેમંત કરકરેના મૃત્યુ સંદર્ભે વિવાદ ઉભો કરીને દિગ્વિજય ખાસા સમાચારમાં રહ્યાં હતા. તેમણે દાવો કર્યો હતો કે હેમંત કરકરેએ મુંબઈ હુમલાના દિવસે તેમને ફોન પર જણાવ્યું હતું કે પોતાના જીવને હિંદુવાદી સંગઠનોથી જોખમ છે. દિગ્વિજય સિંહે માલેગાંવ વિસ્ફોટોમાં સાધ્વી પ્રજ્ઞા સિંહની અને અન્ય હિંદુઓની ધરપકડ કરવા બદલ હેમંત કરકરેને મુસ્લિમો માટે ખુદા સમાન ગણાવ્યા હતા.

આટલી હલકટ અને ગંદી રાજનીતિ રમનારા દિગ્વિજય સિંહે વૈશ્વિક આતંકવાદી ઓસામા બિન લાદેનને તેના મૃત્યુ વખતે સંબોધનમાં ઓસામાજી કહીને બોલાવ્યો હતો. જ્યારે ભારતમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરીને વિદેશમાં રહેલા અઢળક કાળા ધનને દેશમાં પાછું લાવવાની મુહિમ ચલાવનારા હિંદુ સન્યાસી બાબા રામદેવને મહાઠગ ગણાવ્યા હતા. ત્યારે સવાલ એ છે કે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ પાસે બોમ્બ બનાવવાની ફેકટરીઓ હોવાની વાતના આધાર માટે દિગ્વિજય સિંહ દેશહિતમાં શા માટે પુરાવા રજૂ કરતાં નથી? એનઆઈએ દિગ્વિજય સિંહ પાસે આરએસએસ વિરુદ્ધના પુરાવા શા માટે માગતું નથી? બીજું દેશની દરેક વિપત્તિ વખતે દેશવાસીઓ સાથે સેવાના કાર્યોમાં ખભેખભો મિલાવીને કામ કરનારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સાથે અલગ વિચારધારા માત્રથી ધૃણા શા માટે કરવામાં આવે છે? આ દેશના સૌથી સેક્યુલર વડાપ્રધાન ગણાયેલા જવાહરલાલ નેહરુએ 1962ના ચીન સામેના યુદ્ધમાં આરએસએસે કરેલી દેશસેવા બદલ 26 જાન્યુઆરી, 1963ના રોજ પ્રજાસત્તાક દિવસે દિલ્હીની પરેડમાં સંઘને આમંત્રણ આપ્યું હતું. ત્યારે દિગ્વિજય સિંહે જવાબ આપવો જોઈએ કે સૌથી સેક્યુલર ગણાતા જવાહરલાલ નેહરુને દેશભક્ત લાગેલું આરએસએસ તેમને કેવી રીતે આતંકવાદી લાગે છે?

Friday, July 15, 2011

આતંકવાદનો સામનો નાલાયકોની ‘રાજનીતિ’થી અશક્ય


મુંબઈમાં બુધવારે ફરી એકવાર બોમ્બ બ્લાસ્ટ થયા. બોમ્બ બ્લાસ્ટમાં 21 નિર્દોષ લોકોના મોત નીપજ્યા, જ્યારે 131 લોકો ઘાયલ થયા છે. પરંતુ રાજકારણીઓને નિવેદનબાજી કરવા સિવાય અન્ય કોઈ વાતની દરકાર નથી. સૌથી આઘાતજનક નિવેદન કેન્દ્રીય ગૃહ મંત્રીનું લાગ્યું, તેમણે કહ્યું કે ભારતનું કોઈપણ શહેર સુરક્ષિત નથી. ભાઈ, તમે સરકાર છો, તમારા હાથમાં પાવર છે અને તમે મુંબઈ પર હુમલાના 31 માસ બાદ કહો છો કે ભારતના બધાં શહેરો પર ખતરો છે. ગૃહ મંત્રી તરીકે શિવરાજ પાટિલની વિદાય બાદ પી. ચિદમ્બરમ પર દેશને સૌથી વધારે આશા હતી, પરંતુ આ આશા ઠગારી ત્યારે નીવડી કે જ્યારે તેમણે કહ્યું કે મુંબઈમાં 31 માસ બાદ આતંકી હુમલો થયો છે. આ હુમલાની આગોતરી જાણકારી કેન્દ્ર કે રાજ્યની એજન્સીઓને ન હતી. છતાં પી. ચિદમ્બરમ આ બાબતને ઈન્ટેલિજન્સની નિષ્ફળતા માનવા તૈયાર નથી. અત્રે સવાલ એ ઉભો થાય છે કે ઈન્ટેલિજન્સ પાસે આતંકી હુમલાની કોઈ માહિતી ન હોવી તેની નિષ્ફળતા નથી? જો કે હવે થનારા આતંકી હુમલામાં જરૂરથી ઈન્ટેલિજન્સની નિષ્ક્રિયતા કે નિષ્ફળતાની ચર્ચા નહીં થાય, કારણ કે ગૃહ મંત્રી પી. ચિદમ્બરમે કહી દીધું છે કે ભારતના દરેક શહેર પર જોખમ છે.

તો ભાવિ વડાપ્રધાન તરીકે કોંગ્રેસ દ્વારા પ્રોજેક્ટ થનારા યુવરાજ રાહુલ ગાંધીના નિવેદન વધારે આઘાતજનક છે. તેમણે કહ્યું છે કે દેશમાં 100 ટકા આતંકવાદી હુમલા રોકવા શક્ય નથી. 99 ટકા આતંકવાદી હુમલા રોકી લેવાયા છે. આનો અર્થ ઘણો સ્પષ્ટ છે કે સરકાર અને તેની આગેવાન કોંગ્રેસ પાર્ટી આતંકવાદી હુમલાને પોતાની વોટબેંકની રાજનીતિમાં ઘણાં હળવાશથી લઈ રહ્યાં છે. કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધીએ વધારે આશ્ચર્ય ત્યારે સર્જ્યું કે જ્યારે તેમણે ભારતની સરખામણી અફઘાનિસ્તાન અને ઈરાક સાથે કરી. તેમણે કહ્યું કે અમેરિકા પણ અફઘાનિસ્તાન અને ઈરાકમાં આતંકવાદી હુમલા રોકી શક્યું નથી. આટલી બેજવાબદારીભર્યા નિવેદનો જણાવે છે કે ભાવિ વડાપ્રધાન ગણાવાતા રાહુલ ગાંધીમાં દેશના લોકોની ભાવના પ્રમાણે વર્તવાની કોઈ પરિપકવતા નથી.

ભારત વિશ્વના સૌથી અશાંત ગણાતાં દેશોનું પડોશી છે. છતાં ભારત આટ-આટલા આતંકવાદી હુમલા બાદ પણ કોઈ સ્પષ્ટ રણનીતિ તૈયાર કરી શક્યુ નથી. સાચું પુછો તો દેશની સામેના આ દેખીતા સૌથી મોટા પડકાર સામે રાજકીય સ્તરે કોઈ સામુહિક ચિંતન અને સ્પષ્ટ રાષ્ટ્રીય નીતિ ઉપલબ્ધ નથી. વોટબેંકની રાજનીતિ અને મુસ્લિમ તુષ્ટિકરણની નીતિના કારણે આતંકવાદ સામે ઢીલી નીતિ અખત્યાર કરવામાં આવી છે.

તો બીજી તરફ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ કહ્યું છે કે બ્લાસ્ટ રોકવા હોય તો યુપી-બિહારના લોકોને મુંબઈમાંથી ભગાડો. રાજ ઠાકરે મહારાષ્ટ્રના નામે પ્રાદેશિક રાજનીતિ કરવા માટે કુખ્યાત છે. તેમણે યુપી-બિહારના લોકો સામે જે પ્રકારે ગુંડાગીરી કરી છે, તે કોઈનાથી છુપી નથી. ત્યારે હાલ જ્યારે બોમ્બ બ્લાસ્ટની તપાસનું કોઈ પરિણામ આવ્યું નથી, ત્યારે યુપી-બિહારના લોકો પર બ્લાસ્ટના દોષનો ટોપલો ઢોળીને પાકિસ્તાન પરસ્ત આતંકવાદીઓને છટકી જવા દેવાની વાત કરવી ઘણી આશ્ચર્યજનક અને આઘાતજનક છે. ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં દહેશત ફેલાવીને આતંકવાદીઓ ભારતને આર્થિક રીતે કમજોર કરવા માંગે છે. કારણ કે ભારતમાં આર્થિક વ્યવહાર મોટાભાગે મુંબઈથી ચાલે છે. ભારતમાં રોકાણકારો આવે નહીં અને પ્રવાસીઓ પોતાની મુસાફરી સ્થગિત કરી દે, તેવો કારસો આતંકવાદીઓ ઘડવા માંગે છે. લોક લાગણીને ડામી દેવા માટે બ્લાસ્ટના દોષનો ટોપલો ઈન્ડિયન મુજાહિદ્દીન અને અંડરવર્લ્ડના માથે ઢોળી દેવામાં આવે છે. પરંતુ આ બંને પાકિસ્તાનમાંના તેમના આકાઓની મરજી સિવાય કોઈપણ પ્રકારની આતંકવાદી ઘટનાને અંજામ આપે તેમ નથી.

અલ કાયદા જેવા સંગઠનના નિશાના પર હોવા છતાં અમેરિકામાં 10 વર્ષથી આતંકવાદી હુમલો થઈ શક્યો નથી. બ્રિટનમાં 7/11ની ઘટનાના છ વર્ષ બાદ આતંકવાદીઓ પોતાના નાપાક મનસૂબા પાર પાડી શક્યા નથી. હમાસ અને હિજબુલ્લાના નિશાના પર હોવા છતાં 1972 બાદ ઈઝરાયેલનું કોઈ વિમાન હાઈઝેક થયું નથી. પરંતુ આતંકવાદીઓ ભારતને ગમે ત્યારે નિશાન બનાવવામાં સફળ થઈ રહ્યાં છે. તેના મુખ્યત્વે ત્રણ કારણો છે- રાજકીય ઈચ્છાશક્તિનો અભાવ, ઘણાં બધાં બુદ્ધિજીવીઓમાં આતંકવાદીઓ પ્રત્યે હમદર્દી અને અમેરિકાથી વિપરીત ભારતના પડોશી દેશોની દુશ્મનાવટ. અમેરિકાએ વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના હુમલા બાદ દેશમાં રાજકીય ઈચ્છાશક્તિના બળે આતંકવાદને ખાળવામાં ઘણી સફળતા પ્રાપ્ત કરી છે. ત્યાંના ડેમોક્રેટ અને રિપબ્લિક પક્ષે સાથે મળીને આતંકવાદ સામે રાષ્ટ્રીય નીતિ બનાવી. એકમતથી પેટ્રિયટ લો બનાવીને કાયદામાં ફેરફાર કર્યો, ઈમિગ્રેશન લો બદલ્યા, હોમલેન્ડ સિક્યુરિટીને મજબૂત કરી અને પોલીસને વધારે શક્તિ આપી છે. અમેરિકાએ પોતાના સૌથી મોટા દુશ્મન ઓસામા બિન લાદેનના ખાતમા માટે રાષ્ટ્રપતિ બુશ વખતે શરૂ કરેલી નીતિને ડેમોક્રેટ પાર્ટીના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ આગળ વધારી અને આજે તેના પરિણામો દુનિયાની સામે છે.

બીજી તરફ ભારતમાં એવા લોકો કમભાગ્યે હાજર છે કે જેઓ કહે છે કે સંસદ પર હુમલા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા ફાંસીની સજા પામેલા અફઝલ ગુરુને સજા ન કરવી જોઈએ. આ સિવાય આપણે ત્યાં રાજકીય ઈચ્છાશક્તિ વોટબેંકની રાજનીતિ અને મુસ્લિમ તુષ્ટિકરણમાં હંમેશા ગેરહાજર રહે છે. કંધાર હાઈજેકિંગમાં ત્રણ આતંકવાદીઓની મુક્તિ અને વી. પી. સિંહ સરકાર વખતે તત્કાલિન ગૃહ મંત્રી મુફ્તિ મહંમદ સઈદની પુત્રી રુબિયા સઈદની મુક્તિ માટે પાંચ આતંકવાદીઓને છોડી મુકવાની ભારત સરકારની નીતિથી એવો સંદેશ ગયો છે કે ભારત એક નબળું અને ઝુકવાવાળું રાષ્ટ્ર છે.
આ સિવાય ભારતના પડોશી દેશો ભારત માટે દરેક વખતે મુસીબત ઉભી કરતાં રહે છે. પાકિસ્તાન ખુદ દુનિયાનો સૌથી વધારે આતંક પ્રભાવિત દેશ છે, પરંતુ તે ભારતમાં આતંકની સતત નિકાસ કરી રહ્યું છે. બાંગ્લાદેશને ભારતે આઝાદી અપાવી, પણ તેમ છતાં તે ભારત વિરોધી પ્રવૃતિથી ધમધમી રહ્યું છે.

આમ જોવો તો ભારતમાં આતંકવાદી હુમલા બાદ રાજકારણીઓએ નવા નિવેદન આપવાની જરૂર પડે તેમ જ નથી. કારણ કે તેઓ બીબાઢાળ નિવેદનો આપીને જનતાનું માથું ફેરવે છે. માત્ર ઘટના અને ભોગ બનનારના નામ બદલાય છે, પણ સરકાર, વિપક્ષ અને સુરક્ષા એજન્સીઓના નિવેદનોમાં કોઈ ફેર પડતો નથી. વળી અત્યાર સુધીની મોટાભાગની આતંકવાદી ઘટનાઓમાં કોઈ પરિણામ આવ્યું નથી. આમ જોવો તો હુમલા પછી થનારી તપાસમાં પણ કોઈ સક્કરવાર હોતો નથી. ત્યારે લાગતું નથી કે લોક લાગણીને સમજીને સરકાર, વિપક્ષ અને સુરક્ષા એજન્સીઓ હવે હરકતમાં આવે અને નિર્દોષ ભારતીયોના આમ વહેતા લોહીને અટકાવે?

Saturday, July 9, 2011

ગાંધી ચિંધ્યા માર્ગે માત્ર ક્રાંતિની હત્યા શક્ય!


ભારત એક એવો દેશ છે કે જ્યાંથી ક્રાંતિને દેશવટો મળ્યો છે. કારણ માત્ર એટલું છે કે ક્રાંતિની કિંમત ચુકવવામાં આનાકાની અને મોલભાવ થઈ રહ્યાં છે. આ દેશ પરિવર્તન નહીં, પરિવર્તનોની શ્રેણી ઈચ્છી રહ્યો છે, ચાતક પક્ષીની જેમ રાહ જોઈને બેઠો છે. પણ પરિવર્તનોની શ્રેણી લાવનાર ક્રાંતિને આમંત્રણ આપતા ડરે છે. ક્રાંતિ તો તેની કિંમત વસૂલશે, પછી તે કોઈપણ પ્રકારના બલિદાનો હોય-તન, મન, ધન. પણ આના માટે તૈયારી આજના ભારતની નથી. ક્રાંતિથી ડરનારાઓની ટોળીએ ક્રાંતિનો રસ્તો અહિંસા હોવાનું પ્રચારીત કર્યું છે. પરંતુ અહિંસાના કથિત રસ્તા પર ચાલીને ભારતે સત્તાની પદ્ધતિ નહીં, સત્તામાંના લોકોનું પરિવર્તન કરીને ક્રાંતિનો આભાસી સંતોષ માન્યો છે. ક્રાંતિમાં તો બલિદાનોની હેલી લગાવવી પડે છે. પરંતુ તેના માટે ભારતનો સમાજ સહેજ પણ તૈયાર નથી અને સામાજીક-રાજકીય નેતાગીરીનું સમાજને તૈયાર કરવા માટેનું કલેજું પણ નથી. ભારત વિદેશી આક્રમણખોરો સામે શસસ્ત્ર પ્રતિરોધ તો સદીઓથી કરતું રહ્યું છે. પરંતુ દરેક પ્રતિરોધ ક્રાંતિમાં પરિવર્તિત થતો નથી. ક્રાંતિ સમાજના સામુહિક ચિંતનથી બહાર આવેલા વિચારનો પરીપાક છે.

ભારત માટે સૌથી પહેલો નોંધાયેલો અનુભવ 1857નો સર્વપ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ છે. આ સશસ્ત્ર ક્રાંતિએ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના શાસની બુનિયાદ હચમચાવી નાખી હતી. જો કે આ સંગ્રામ એક વિપ્લવ બનીને રહી ગયો, કારણ કે તેનાથી અંગ્રેજોની સત્તાથી મુક્તિ મળી શકી નહીં. બસ આ એક નિષ્ફળતાને વાગોળતા વાગોળતા નેતાગીરીએ સશસ્ત્ર પ્રતિરોધ અને તેનાથી ક્રાંતિનો વિચાર માંડી વાળ્યો. જો કે તેમ છતાં વાસુદેવ બલવંત ફડકે, ચાફેકર બંધુઓ, ગદર પાર્ટી, પ્રફુલ્લ ચાકી, મદનલાલ ઢીંગરા, ખુદીરામ બોઝ, ચંદ્રશેખર આઝાદ, ભગત સિંહ, રામપ્રસાદ બિસ્મિલ, અશફાક ઉલ્લાખાન જેવા ક્રાંતિકારીઓએ અંગ્રેજ સત્તા સામે પ્રતિરોધ કરીને ક્રાંતિની કોશિશ કરી જોઈ. વિનાયક દામોદર સાવરકરે ક્રાંતિ ધ્વજને બુલંદ બનાવવાની કોશિશ કરી અને ઘણાં ક્રાંતિકારીઓ તથા ક્રાંતિકારી આંદોલનના પ્રેરણાસ્ત્રોત, માર્ગદર્શક બની રહ્યાં. જો કે ભારતનું દુર્ભાગ્ય રહ્યું છે કે તેઓ પ્રારંભિક સમયમાં જ અંગ્રેજ સરકારની જેલમાં પહોંચી ગયા હતા. નેતાજી સુભાષચંદ્ર બોઝે પણ ભારત બહાર જઈને સેના બનાવીને ભારતને આઝાદી અપાવવાની કોશિશ કરી હતી. તો ભારતના નૌસૈનિકોએ મુંબઈમાં બળવો કરીને ક્રાંતિની જ્વાળાઓ ભડકાવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ભારતમાં ક્રાંતિ અમલમાં આવી શકી નહીં. (જો કે રાષ્ટ્રવાદી લોકોએ ક્રાંતિની પૂજા બંધ કરી, તો દેશદ્રોહીઓ અને નક્સલવાદીઓએ ક્રાંતિના આંચળા નીચે દેશવિરોધી હિંસાનો ખેલ આચર્યો છે અને બધાં ખામોશ છે, ગાંધી ચિંધ્યા માર્ગે, અહિંસાના માર્ગે કોઈ ઉકેલ સુઝતો નથી. )

આઝાદી પહેલા ક્રાંતિની મશાલો ઉંચકનારા હાથ પર હથોડા મારવાનું કામ અહિંસાના પૂજારી ગણાતા મહાત્મા ગાંધી અને તેમની પાછળ આંધળાની જેમ ફરનારા તેમના અનુયાયીઓએ કર્યું. ક્રાંતિ હંમેશા ઝડપી, સ્પષ્ટ અને ઈચ્છીત પરિણામ આપે છે. છતાં આ રસ્તો અંગ્રેજોના હિતમાં અપનાવવામાં આવ્યો નહીં અને આ રસ્તે જનારા ક્રાંતિકારી દેશભક્તોને આતંકવાદી અને હિંસાના પૂજારી કહીને બદનામ કરવાની કોશિશો આઝાદી પહેલા થઈ હતી. જો કે અત્યારે પણ આવા ક્રાંતિકારીઓને આતંકવાદી કહેવાની ફેશન હજી સમાપ્ત થઈ નથી. ભારતના ગુલામી કાળમાં દુનિયાભરના દેશોમાં ક્રાંતિઓ થઈ. લોકોએ, જે-તે દેશના સમાજોએ ભેગા મળીને સશસ્ત્ર ક્રાંતિઓ કરી. અમેરિકા, ફ્રાંસ, ઈટાલી, રશિયા, ચીન વગેરે દેશો તેના ઉદાહરણો છે. પણ ભારતમાં ક્રાંતિ જ્વાળાઓને બુઝાવી દેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. જો કે આ ક્રાંતિ જ્વાળાઓ બુઝાવવામાં ગાંધી અને તેમના આંધળા અનુયાયીઓને કોઈ સફળતા મળી ન હતી. (હા, એટલું સાચું છે કે ક્રાંતિ જ્વાળાઓની આગ ધીમી જરૂર પડી.)

સશસ્ત્ર ક્રાંતિમાં હિંસા ખૂબ મોટા પ્રમાણમાં થાય છે. હિંસાને ખોટી વસ્તુ ગણવામાં આવે છે. પરંતુ હિંસા શું હંમેશા ખોટી વસ્તુ હોય છે? રામ રાવણને મારે, કૃષ્ણ કંસને મારે, અર્જૂન કૌરવ સેનાને મારે, ભીમ દુર્યોધનને મારે, દુર્ગા મહિષાસુરને મારે- તો આવી હિંસાને કેવી રીતે ખોટી ગણવી? હિંસા હંમેશા નિંદનીય કેવી રીતે હોઈ શકે? પરંતુ હિંસા અને મોતના ભયથી ભારતની પ્રજાને આતંકીત કરવાનું કામ ગાંધી અને તેમની ટોળકીએ કર્યું. ક્રાંતિનો રસ્તો રોકી લેવાયો. પરંતુ અહિંસા છતાં ભારતની આઝાદીમાં સેંકડો લોકોના જીવ ગયા અને ભાગલા વખતે દશ લાખ લોકો મુસ્લિમ લીગ દ્વારા પલીતો ચપાયેલા હુલ્લડોમાં 10 લાખથી વધારે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. જો ભારતમાં સશસ્ત્ર ક્રાંતિ થવા દેવામાં આવી હોત, તો આટલી મોટી સંખ્યામાં લોકોની નિર્મમ હત્યા થઈ ન હોત. કદાચ ભારતના ભાગલા પણ પડયા ન હોત!

દેશનું દુર્ભાગ્ય હતું કે સ્વાતંત્ર્યવીર સાવરકરને અંગ્રેજોએ બેવડી જન્મટીપ આપીને કાળાપાણીની સજાએ અંદમાનની સેલ્યુલર જેલમાં બંધ કરી દીધા હતા. તે ગાળા દરમિયાન ક્રાંતિકારી દળને સક્ષમ અને નિરંતર નેતૃત્વ મળ્યું ન હતું. તેમ છતાં ક્રાંતિકારીઓમાં સાવરકરના લેખો અને પુસ્તકો ઘણાં મોટા પ્રમાણમાં લોકપ્રિય બન્યા હતા. સાવરકરે જ જેલમાંથી બહાર નીકળ્યા બાદ હિંદુ મહાસભામાં જોડાવાનું નક્કી કર્યું હતું. તેના માટે એક જ કારણ જવાબદાર હોઈ શકે કે તે વખતે ભારતનું રાજકારણ હિંદુ અને મુસ્લિમ ખેમામાં વહેંચાઈ ગયું હતું. ત્યારે ભારતને અખંડ રાખી શકે તેવી વિચારધારા સાવરકરને પસંદ કરવાની હતી. અંગ્રેજોની કઠપૂતળી બની ચુકેલી મુસ્લિમ લીગ અને તેની પાછળ ઉભેલા મુસ્લિમ સમાજને તુષ્ટિકરણની નીતિથી પોતાની તરફ ખેંચવાનો નિષ્ફળ પ્રયત્ન કરનાર કોંગ્રેસને જવાબ આપવા માટે સાવરકરે હિંદુ મહાસભામાં જોડાવાનું નક્કી કર્યું. પરંતુ ત્યારે ઘણું મોડું થઈ ચુક્યું હતું. હિંદુઓ કોંગ્રેસ અને ગાંધીજીને પોતાના બેલી માનતા હતા અને મુસ્લિમો મુસ્લિમ લીગ અને જિન્નાની દોરવણી નીચે અલગ પાકિસ્તાનની માગણી કરી રહ્યાં હતા. તો આ સમયે અંગ્રેજો પોતાના રાજકીય અને સામરીક હિતોને ધ્યાનમાં રાખીને તેને ઈંજન પુરું પાડતા હતા. આ પરિસ્થિતિમાં દેશના ભાગલા પડયા. આ દુષ્પરિણામ છે, ક્રાંતિને કેદ કરવાનું. ત્યાર પછીની દુર્ઘટનાઓની હારમાળાથી કોઈ અપરીચિત નથી. આ દુર્ઘટનાઓ ભારતની આઝાદીના છ દશકાઓ બાદ પણ ચાલુ છે.

ક્રાંતિથી ભાગવાની વૃતિએ ભારતીય નેતાગીરીના વિચારોને કુંઠિત કરી નાખ્યા છે. જેના કારણે તેઓ ભારતને કોઈ સ્પષ્ટ માર્ગદર્શન આપી શકતા નથી. જો કે તેઓ ભારતને લૂંટવાની અંગ્રેજોની પરંપરા છેલ્લા 64 વર્ષથી ખૂબ સારી રીતે નિભાવી રહ્યાં છે! ભ્રષ્ટાચાર, કાળું ધન, મોંઘવારી, આતંકવાદ, ખેડૂતોની ઉપેક્ષા, નક્સલવાદ, ગરીબી, બેરોજગારી, રાજકીય વિચારશૂન્યતા, અનૈતિકતા, ગુનાખોરી વગેરે સમસ્યાઓને સ્વહિત સાધન માટે ઉકેલી રહ્યાં નથી. શું ક્રાંતિનું સરનામું કમ્યુનિસ્ટ જ હોઈ શકે, શું ક્રાંતિ ઈસ્લામિક જ હોઈ શકે, શું ક્રાંતિ યુરોપીયન અને અમેરિકી જ કરી શકે? ક્રાંતિના રસ્તે હિંદુ કેમ ન ચાલી શકે? ભારતને મહાન બનાવવા માટે ક્રાંતિ હાલ અનિવાર્ય છે. પણ તેના માટે ક્રાંતિના નામે થઈ રહેલા તાયફાઓ અને અનશનના નાટકો ક્રાંતિ નથી, તેનાથી કોઈ પરિવર્તન થવાના નથી, માત્ર તાયફાના મુખ્ય કલાકારોને પ્રસિદ્ધિ મળવાની છે.

અન્ના નહીં, આંધી હૈ. આજ કા ગાંધી હૈ-ના સૂત્રો સાંભળીને તમને હસવું નથી આવતું? ભારતમાં ક્રાંતિની હત્યા કરવાનું પાપ જેના માથે છે, તે ગાંધી ચિંધ્યા માર્ગે અનશન અને ધરણાં કરીને દેશ બદલવાની વાત કરવામાં આવી રહી છે. ત્યારે એક વાત તો સ્પષ્ટ છે કે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલીને, ગાંધી ચિંધ્યા માર્ગે અનશન અને આંદોલનો કરીને દેશમાં માત્ર તાયફા, નાટકો અને સ્વહિતસાધના જ થઈ છે. જો ગાંધી ચિંધ્યા માર્ગે કંઈપણ થઈ શકે, તો તે ક્રાંતિની હત્યા થઈ શકે છે. ક્રાંતિને જીવિત કરવાની જો જરાપણ ઈચ્છા હોય, તો ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, બિસ્મિલ, સાવરકર અને સુભાષચંદ્ર બોઝના ચિંધેલા માર્ગને પણ જોઈ લેવાની, તપાસી લેવાની અને અનુસરી લેવાની જરૂર છે. આજે દેશનું નૈતિક બળ ભ્રષ્ટ નેતાગીરીને કારણે રસાતળે પહોંચ્યું છે. ત્યારે ખરેખર દેશને જરૂર છે, ક્રાંતિ સાધકોની. પણ ક્રાંતિ ઘણી કઠોર હોય છે, પણ તેની કઠોરતાથી ડરીને તેનાથી ભાગવાની વૃતિ દેશનું ઘણું અહિત કરી રહી છે અને કરશે. સાવરકરનું ક્રાંતિ દર્શન હજીપણ સેલ્યુલર જેલમાં કાળાપાણીએ છે. આ ક્રાંતિના દર્શનને કાળાપાણીથી ફરી દેશની મુખ્યધારામાં લાવવું જોઈએ.

Wednesday, July 6, 2011

ભારત ‘અગ્નિપથ’ પરથી ‘વિજયપથ’ પર આવશે?


ભારતની રાજકીય વ્યવસ્થા સંસદીય લોકશાહી પ્રકારની છે. આ રાજકીય વ્યવસ્થા અંતર્ગત ભારતમાં થોકબંધ રાજકીય પક્ષો દેશભરમાં ઉપલબ્ધ છે. પક્ષીય લોકશાહીમાં હંમેશા રાજકીય પક્ષો સત્તા પ્રાપ્ત કરવાનું, તેના પર નિયંત્રણ મેળવવાનું સાધન માત્ર છે. ભારતે પોતાની આઝાદીના 64 વર્ષોમાં સંસદીય લોકશાહી અંતર્ગત લગભગ તમામ મુખ્ય રાજકીય પક્ષોનો વત્તા-ઓછા પ્રમાણમાં અનુભવ કરી લીધો છે. જો કે આ તમામ મુખ્ય રાજકીય પક્ષોની સત્તાનો અનુભવ ભારતની જનતા માટે એકંદરે એક જેવો જ રહ્યો છે. ભારતમાં ગાંધીજીનો ઈન્કાર હોવા છતાં કોંગ્રેસને આઝાદી બાદ રાજકીય પાર્ટી તરીકે ચાલુ રાખવામાં આવી. કોંગ્રેસે દેશ પર લગભગ ત્રણ દશકથી વધારે સમય સુધી સત્તાનું સુખ ભોગવ્યું.

ભારતમાં પક્ષીય રાજકારણના આટાપાટા અને પ્રજાને કોંગ્રેસ કરતાં વધારે સારું શાસન મળશેની આશા હોવાથી સત્તા અન્ય પક્ષોના ભાગે પણ આવી. 1977માં સંપૂર્ણ ક્રાંતિના નારા સાથે જનતા પાર્ટીના નેજા નીચે બિનકોંગ્રેસી નેતાઓ અને પક્ષોએ એકઠા થઈને કેન્દ્રમાં સત્તા પ્રાપ્ત કરી. પરંતુ આ સત્તાસુખ ઘણું ઓછું રહ્યું હતું. 1989માં પણ જનતા દળ અને વી.પી.સિંહના નેતૃત્વમાં જનતાએ કેન્દ્રમાં બિનકોંગ્રેસી પાર્ટીઓને સત્તાની સોંપણી કરી. ત્યાર બાદ 1998માં ભાજપના નેતૃત્વવાળા એનડીએને જનતાએ સત્તાની સોંપણી કરી. પરંતુ જનતાને તમામ પક્ષો તરફથી મોહભંગ થવું પડયું છે. 2004થી જનતાએ કોંગ્રેસ કરતાં ખરાબ પુરવાર થનારા રાજકીય પક્ષો પાસેથી સત્તા આંચકીને કોંગ્રેસના નેતૃત્વવાળા યુપીએ ગઠબંધનને સત્તા આપી છે. જો કે કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ-1 અને યુપીએ-2 સરકાર ભ્રષ્ટાચારના ખદબદતા કીચડમાં ગળાડૂબ છે. ત્યારે અત્યારે જનતા સામે સૌથી મોટો પ્રશ્ન છે, જાયે તો જાયે કહાં? કારણ કે રાજકારણના હમામમાં બધાં પક્ષોની નગ્નતાનો અનુભવ જનતા કરી ચુકી છે.

લોકશાહી એટલે લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન. પરંતુ ભારતની સંસદીય લોકશાહી જે કાયદાને આધારે ચાલી રહી છે, તે 1935ના ભારતીય અધિનિયમને અંગ્રેજોએ પોતાના શાસન માટે બનાવેલો હતો. તેમા કહેવા માટે તો જનતાના પ્રતિનિધિઓ જનતાની પસંદ દ્વારા ચૂંટાય છે. પરંતુ અત્રે સવાલ એ છે કે આ ચૂંટાતા જનપ્રતિનિધિઓ ખરેખર જનતાના પ્રતિનિધિ છે? શું આ જનપ્રતિનિધિઓ માટે જનતાની આંકાક્ષાઓ અને દેશહિત, પાર્ટી અને સ્વહીતથી ઉપર હોય છે? હકીકતમાં અંગ્રેજોના કાયદા પ્રમાણેની અંગ્રેજોની શાસન પદ્ધતિની નકલમાં સૌથી મોટી ખામી છે કે કોઈપણ પક્ષના જનપ્રતિનિધિઓ જનતાના પ્રતિનિધિઓ ન રહેતા, માત્ર પક્ષના પ્રતિનિધિઓ બની જાય છે. જેના કારણે દેશમાં છેલ્લા 64 વર્ષથી દેશહિતની રાષ્ટ્રીય નીતિ હેઠળ શાસન થયું નથી. બસ આ દેશમાં પાર્ટીના એજન્ડા અને હિત સાધવા માટેના કાયદા બનાવીને કેન્દ્ર અને રાજ્યમાં સત્તા પર આવનારા પક્ષે શાસન ચલાવ્યું છે.

ભારતમાં ભ્રષ્ટાચાર અત્યારે તેના ચરમ પર છે, કારણ કે દેશની કહેવાતી લોકશાહીમાં વિકૃતિ તેના સર્વોચ્ચ શિખરે છે. કારણ કે જનપ્રતિનિધિઓ સંસદની અંદર જનતાનો અવાજ બનીને અભિવ્યક્ત થવાને બદલે પાર્ટીના પિઠ્ઠુઓ બનીને વર્તે છે. દેશની જરૂરતોને નજરઅંદાજ કરીને પોતાની પાર્ટીઓની હિતસાધનામાં તેના સાંસદો, ધારાસભ્યો અને મંત્રીઓ લાગેલા છે. બહુપક્ષીય સંસદીય લોકશાહી પદ્ધતિની તમામ વિકૃતિ ભારતની લોકતાંત્રિક વ્યવસ્થામાં હાલ ઉપલબ્ધ છે. આ વિકૃતિને દૂર કરવાની કોઈ વ્યવસ્થા વિચારવામાં આવતી નથી. માત્ર સુધારાની વાત કરવામાં આવે છે. સુધારા હંમેશા થિંગડા જેવા હોય છે. કોઈ જીર્ણ વસ્ત્રને થિંગડા મારીએ તો પણ તે અન્ય જગ્યાએથી તો ફાટવાનું છે. તેના કરતા તો જીર્ણ વસ્ત્ર બદલીને નવું વસ્ત્ર પહેરવું વધારે સારું છે. આટલો સામાન્ય તર્ક પણ ભારતની રાજકીય વ્યવસ્થામાં લાગુ કરીને સુધારો નહીં પણ પરિવર્તનનો પ્રયાસ આદરવા માટે કોઈની તૈયારી નથી. કારણ કે જનતા મોંઘવારીથી મરે તો મરે, જનતાનું લોહી આતંકવાદીઓ, નક્સલવાદીઓ, ભાગલાવાદીઓ અને કટ્ટરતાવાદી વહેવડાવે તો વહેવડાવે, પરંતુ રાજકીય વ્યવસ્થામાં રહેલા દરેક રાજકીય પક્ષોની દુકાન પૂરજોરમાં ચાલે છે. તેઓ તેમની રાજકીય દુકાન હેઠળ ભારે નફો કરી રહ્યાં છે, તેનું સ્વરૂપ સત્તા, ભ્રષ્ટાચારના નાણાં અને અન્ય પ્રભાવો સ્વરૂપે સામે આવી રહ્યું છે.

આવી પરિસ્થિતિમાં ભારતે વૈકલ્પિક રાજકીય વ્યવસ્થા સંદર્ભે પણ વિચાર કરવો જોઈએ. ભ્રષ્ટાચાર સામે આંદોલન કરતાં પહેલા તેના પ્રકારો, તેના કારણો અને તેમા સામેલ લોકો સંદર્ભે જનતાએ અને તેના નેતાઓએ વિચાર કરવો જોઈએ. ભ્રષ્ટાચારનું એક વ્યવસ્થિત તંત્ર ક્યાંથી અને કેવી રીતે વિકસિત થયું, તેની પૂર્ણ જાણકારી પ્રાપ્ત કરીને તેના પર વિચાર કરવો જોઈએ. ભ્રષ્ટાચાર હકીકતમાં 64 વર્ષથી દેશમાં ચાલતી વિકૃત લોકશાહી દ્વારા નિર્માણ પામેલા શોષણ અને દોહનના તંત્રનું પરિણામ છે. આ વિકૃત લોકશાહીથી સ્થાપિત શોષણ અને દોહનનું તંત્ર સમાપ્ત કરવા માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થાનો વિચાર અતિઆવશ્યક છે. રોગની તાત્કાલિક સારવાર સાથે તેના મૂળમાંથી ઉપચાર માટેની સારવાર પદ્ધતિ અખત્યાર કરવી પડશે.

ત્યારે હાલ બે પ્રકારની પદ્ધતિ સામે આવી શકે છે, જેમાં એક-બે પાર્ટીની લોકતાંત્રિક વ્યવસ્થા અથવા તો પક્ષવિહીન લોકતંત્રની વ્યવસ્થામાંથી એકનો વિચાર કરી શકાય તેમ છે. જો કે એક-બે પક્ષીય લોકતાંત્રિક વ્યવસ્થાની અંદર અન્ય મતોને કોઈ સ્થાન ન હોવાથી અને તેમાં શોષણના ભ્રષ્ટ તંત્રની સંભાવનાઓ પ્રબળ હોવાના કારણે પક્ષવિહીન લોકતંત્ર જેવી વૈકલ્પિક વ્યવસ્થા સંદર્ભે વિચારવાની સંપૂર્ણ આવશ્યકતા છે.

લોકતંત્રમાં સર્વોચ્ચ સત્તા કોણ હોય? લોકો જ ને? લોકશાહીમાં તમામ શક્તિઓ શેને આધિન રહેવી જોઈએ? જનતાને જ ને? પરંતુ શું આપણી લોકતાંત્રિક વ્યવસ્થામાં સંસદીય પદ્ધતિને કારણે આવેલી વિકૃતિને કારણે શાસનની તમામ શક્તિઓ લોકોને આધિન છે? શું પ્રવર્તમાન લોકતંત્રમાં જનતા સર્વોચ્ચ સત્તા છે? તો તેનો જવાબ હશે, ના. કારણ કે જનપ્રતિનિધિ તરીકે ઓળખતા વ્યવસ્થા અને લોકો વચ્ચેના વચેટીયાઓ સર્વોચ્ચ સત્તાને પોતાની કરીને રાખી રહ્યાં છે. તેનો જનતાના હિતમાં જનતા માટે ઉપયોગ થઈ રહ્યો નથી, પરંતુ પાર્ટીના હિતમાં પાર્ટી માટે ઉપયોગ થઈ રહ્યો છે.

સંસદીય લોકશાહીના રાજપથથી રાજકારણીઓ સત્તાના શિખરો સુધી પહોંચી જાય છે. અહીં પહોંચીને તેઓ સત્તાનું દોહન કરીને રાષ્ટ્રમાં શોષણનું તંત્ર પ્રસ્થાપિત કરે છે અને તેમાં ભ્રષ્ટાચાર દ્વારા પોતાના હિતો સિદ્ધ કરે છે. આ ભ્રષ્ટાચાર માત્ર નાણાંના સ્વરૂપે જ હોય તે જરૂરી નથી. આવા રાજકારણીઓએ ભારતને અગનજ્વાળાઓથી છવાયેલા અગનપથ પર એકલું છોડી દીધું છે. આ અગ્નિપથને વિજયપથ બનાવવાનો રસ્તો માત્ર ભારતની જનતા પાસે છે. તેના માટે ભારતની રાજકીય વ્યવસ્થામાં સુધારો નહીં, પરંતુ પરિવર્તન થવું જરૂરી છે. પરંતુ સવાલ એ છે કે કાળાં ધન, લોકપાલ બિલ, ભ્રષ્ટાચારના મુદ્દાઓ પર આંદોલન ચલાવી રહેલા નેતાઓની આ દ્રષ્ટિ છે? જો આ પ્રકારનું પરિવર્તન કરવામાં આવે, તો તેની રીત શું હોઈ શકે? શું પ્રવર્તમાન રાજકીય વ્યવસ્થા અંતર્ગત તેમાં પરિવર્તન માટેનો કોઈ અવકાશ છે?