- ANAND SHUKLA
ભારત-સનાતન ધારાપ્રવાહની અખંડતા છે. પણ ભૌગોલિક દ્રષ્ટિએ 1947માં ભારતમાંથી પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાન બનાવી દેવાયા. તેનું કારણ અંગ્રેજોની નીતિઓને કારણે મુસ્લિમોની મુસ્લિમ લીગ દ્વારા પેદા કરાયેલી ભાગલાવાદી અને અરાષ્ટ્રીય મનોવૃત્તિ છે. 1945ના આખરમાં અખંડ ભારતમાં સ્વતંત્રતા પહેલા થયેલી ચૂંટણીમાં દેશના 95 ટકા મુસ્લિમોએ મુસ્લિમ લીગ એટલે કે પાકિસ્તાનની તરફેણમાં મતદાન કર્યું હતું. ભાગલા સાથેની સ્વતંત્રતા મળી અને તે વખતે અંદાજે 50 ટકા મુસ્લિમો જ પાકિસ્તાનમાં ગયા અને બાકીના 50 ટકા મુસ્લિમો ભારતમાં જ રહ્યા. એટલે કે સ્વતંત્રતા વખતે ખંડિત ભારતમાં રહેતા મોટાભાગના મુસ્લિમો મનથી પાકિસ્તાનમાં અને તનથી હિંદુસ્તાનમાં રહ્યા. આપણા રાષ્ટ્રની પ્રકૃતિ અખંડ ભારત છે. ખંડિત ભારત વિકૃતિ છે. પાંચજન્યમાં 1953ની 24મી ઓગસ્ટના અંકમાં પંડિત દીનદયાલ ઉપાધ્યાયે ‘અખંડ ભારત-ધ્યેય ઔર સાધન’ શીર્ષક હેઠળ લખેલા લેખમાં જણાવ્યું છે કે “सन् 1947 की पराजय भारतीय एकतानुभूति की पराजय नहीं अपितु उन प्रयत्नों की पराजय है जो राष्ट्रीय एकताके नाम पर किए गए. हम असफल इसलिए नहीं हुए कि हमारा ध्येय गलत था बल्कि इसलिए कि मार्ग गलत चुना.”(“ઈ.સ. 1947ની હાર ભારતીય એકતાનુભૂતિનો પરાજય નથી, પરંતુ એ પ્રયત્નોનો પરાજય છે જે રાષ્ટ્રીય એકતાના નામ પર કરવામાં આવ્યા. આપણે નિષ્ફળ એટલા માટે નથી થયા કે આપણો ધ્યેય ખોટો હતો, પરંતુ એટલા માટે કે માર્ગ ખોટો પસંદ કર્યો.”) [i] મુસ્લિમ લીગની કોમવાદી-ભાગલાવાદી-અરાષ્ટ્રીય વિષાક્ત વિચારસરણીથી ભારતમાં રહેતા મુસ્લિમોને મુક્ત કરીને તેમને ભારતના રાષ્ટ્રીય પ્રવાહમાં સમરસ કરવા માટે સ્વતંત્રતા પહેલાના આશરે 30 વર્ષથી ચાલી આવતી હિંદુ-મુસ્લિમ એકતાના ખોટા આધાર સમી તુષ્ટિકરણની નીતિને બદલવી રાષ્ટ્રીય આવશ્યકતા હતી. સ્વતંત્રતા બાદ પ્રારંભમાં નહેરુએ મંત્રીમંડળને સરદાર વલ્લભભાઈ પટેલની સલાહ પર પસંદ કર્યું હતું. તેમની જ સલાહ પર કોંગ્રેસની બહારના કેટલાક નેતાઓને પણ પોતાના પ્રધાનમંડળમાં નહેરુએ સ્થાન આપ્યું હતું. પણ શરૂઆતથી જ કોંગ્રેસમાં ભારતીય સંસ્કૃતિનિષ્ઠ રાજનેતાઓ અને નહેરુવાદી રાજકારણીઓ વચ્ચે ગજગ્રાહ પણ ધીમેધીમે શરૂ થઈ ચુક્યો હતો.
ભારતમાં એકતા સ્થાપિત કરવા માટે ભારતીય રાષ્ટ્રીયતા કે જે હિંદુ રાષ્ટ્રીયતા છે અને ભારતીય સંસ્કૃતિ કે જે હિંદુ સંસ્કૃતિ છે, તેને માપદંડ બનાવીને ભાગીરથીના પુર્ણપ્રવાહોમાં તમામ ધારાઓનું સંગમ રાષ્ટ્રીય સંગમ રાષ્ટ્રીયતાનું તીર્થ બની જાય. પંડિત દીનદયાલ ઉપાધ્યાયે કહ્યુ છે કે “हिंदुओं के संबंध में कहा जा सकता है कि बारह सौ वर्ष के मुसलमानी आक्रमण काल में हिंदुओं ने प्रथम बार मुसलमानों के प्रभुसत्तात्मक राज्य को मान्यता दी. किन्तु इस वक्तव्य में भी पूरा सत्य नहीं आता. कारण, जब देश के अधिकांश हिन्दुओं ने अकबर की मुसलमानी सत्ता को मान्यता दे दी थी, उस भीषण एवं दारुण पराजय के काल में भी राणा प्रताप ने अकबर की प्रभुसत्ता को अमान्य करते हुए हिंदुस्थान की परिकल्पना को जीवित रखा था. इतान ही नहीं, उसे विजयी बनाकर सौ वर्ष बाद होने वाले मुसलमानी सत्ता के अन्त का प्रारंभ भी कर दिया था.” (“ હિંદુઓના સંદર્ભે કહી શકાય છે કે 1200 વર્ષના મુસ્લિમ આક્રમણના કાળમાં હિંદુઓએ પહેલી વખત મુસ્લિમોના સાર્વભૌમ રાજ્યને માન્યતા આપી. પરંતુ આ કથનમાં પણ સંપૂર્ણ સત્ય આવતું નથી. કારણ, જ્યારે દેશના મોટાભાગના હિંદુઓએ અકબરની મુસલમાની સત્તાને માન્યતા આપી દીધી હતી, તે ભીષણ અને દારુણ પરાજયના કાળમાં પણ રાણા પ્રતાપે અકબરની સાર્વભૌમતાને અમાન્ય કરતા હિંદુસ્થાનના વિચારને જીવિત રાખ્યો હતો. એટલું જ નહીં, તેને વિજયી બનાવીને 100 વર્ષ બાદ થનારા મુસલમાની સત્તાના અંતનો પ્રારંભ પણ કરી દીધો હતો.”) [ii]
પૂર્વ-પશ્ચિમ પાકિસ્તાનમાં રહેતા હિંદુ-શીખો પર અત્યાચારો બેફામ બન્યા હતા. કાશ્મીરનું કોકડું ગુંચવાયું હતું અને પાકિસ્તાને સ્વતંત્રતા સાથે જ ભારત પર આક્રમણ કર્યું હતું. આને લઈને પંડિત દીનદયાલ ઉપાધ્યાયે કહ્યુ છે કે “1947 तक स्वतन्त्रता की लगन के कारण हिन्दुओं ने मुसलमानों के अत्याचारों को सहा था. 1947 के बाद पाकिस्तान द्वारा किये गये आक्रमण को उन्होंने बाध्य होकर सफलतापूर्वक लौटाया तो था, किन्तु वह विजय अधूरी रही. आक्रमण की पाकिस्तान की मानसिकता को पराजय भारत नहीं दे सका. इसका मुख्य कारण था गांधी और नेहरु के मुसलमानों के साथ भावनात्मक संबंध!” (1947 સુધી સ્વતંત્રતાની લગનને કારણે હિંદુઓએ મુસ્લિમોના અત્યાચારોને સહ્યાં હતાં. 1947 બાદ પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા આક્રમણને તેમણે બાધ્ય થઈને સફળતાપૂર્વક પાછા ધકેલ્યા હતા, પરંતુ આ વિજય અધૂરો રહ્યો. આક્રમણની પાકિસ્તાનની માનસિકતાને ભારત પરાજય આપી શક્યું નહીં. તેનું મુખ્ય કારણ હતું ગાંધી અને નહેરુના મુસ્લિમો સાથે ભાવનાત્મક સંબંધ! ) [iii]
પાકિસ્તાન સાથે જેવા સાથે તેવાની રણનીતિ પર ચાલવાના તબક્કામાં ગાંધી-નહેરુએ ભાઈચારાનો વ્યવહાર શરૂ કર્યો હતો. તેવામાં દુર્ભાગ્યે ગાંધીજીની હત્યા થઈ. ગાંધીજીની હત્યા બાદ અખંડ હિંદુસ્થાનવાદી સાવરકરને આરોપીના પાંજરામાં ઉભા કરવામાં આવ્યા, રા. સ્વ. સંઘ પર પ્રતિબંધ લગાવાયો, હિંદુ મહાસભા લગભગ સમાપ્ત થઈ ગઈ. આના સંદર્ભે પં. દીનદયાલ ઉપાધ્યાયે કહ્યુ હતુ કે “एक रात में हिंदुत्ववादियों को हत्यारे, आक्रमणकारी, लोकतंत्र के शत्रु और स्वतंत्र भारत के वैरी घोषित कर दिया गया. इसका राष्ट्रीय जीवन पर यह परिणाम हुआ कि मुसलमानों की अलगाववादी गतिविधियों की उपेक्षा हो गयी और मुसलमानो द्वारा ठुकराया गया, हिन्दुओं को हानि पहुँचाने वाला तथा देश को विभाजित करने का निमित्त बना धर्मनिरपेक्ष प्रादेशिक राष्ट्रवाद फिर से उछाल मारने लगा.” (“ એક રાતમાં હિંદુત્વવાદીઓને હત્યારા, આક્રમણકારી, લોકશાહીના શત્રુ અને સ્વતંત્ર ભારતના વેરી ઘોષિત કરી દેવામાં આવ્યા. તેની રાષ્ટ્રીય જીવન પર અસર થઈ કે મુસ્લિમોની ભાગલાવાદી ગતિવિધિઓની ઉપેક્ષા થઈ ગઈ અને મુસ્લિમો દ્વારા અસ્વીકારવામાં આવ્યું, હિંદુઓને નુકશાન પહોંચાડનારા તથા દેશને વિભાજિત કરવાનું નિમિત્ત બનેલો ધર્મનિરપેક્ષ પ્રાદેશિક રાષ્ટ્રવાદ ફરીથી ઉછાળો મારવા લાગ્યો.”) [iv]
તેવામાં સોમનાથ મંદિરના પુનર્નિર્માણનો સંકલ્પ કરનારા ભારતના પહેલા નાયબ વડાપ્રધાન અને ગૃહ મંત્રી સરદાર વલ્લભાઈ પટેલનું નિધન થયું. તેના થોડા વર્ષોમાં પુરુષોત્તમ દાસ ટંડને નહેરુ સાથેના વિવાદમાં કોંગ્રેસ છોડી. ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીએ નહેરુ-લિયાકત પેક્ટના મામલે પાકિસ્તાનમાં રહેતા હિંદુઓ સાથેના વિશ્વાસઘાતનો મુદ્દો ઉઠાવીને મંત્રીમંડળમાંથી રાજીનામું આપીને રા. સ્વ. સંઘની સહાયતથી ભારતીય જનસંઘની અખિલ ભારતીય સ્તરે 1951માં સ્થાપના કરી હતી. 21 ઓક્ટોબર, 1951ના રોજ જનસંઘના પ્રથમ અધિવેશનમાં અધ્યક્ષીય ભાષણ કરતા ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીએ કહ્યુ હતુ કે “भारत को असाम्प्रदायिक बनाने की उत्कण्ठा से कांग्रेस ने मुस्लिम तुष्टिकरण की नीति को जीवित रखा है. यही नहीं, कांग्रेस के कतिपय नेता एवं विचारक विशेषत: पं. नेहरु, हिन्दुओं की भावनाओं की अवहेलना करने में विशेष आनंद अनुभव करते है, जो इसी नीति का परिणाम है. कोई भी नागरिक सच्चा हिंदू या सच्चा मुसलमान होते हुए भी राष्ट्रीय आदर्शो के प्रति श्रद्धा रखता हुआ पक्का भारतीय रह सकता है. वह हिंदू, मुसलमान, सिख, ईसाई, बौद्ध, कोई भी क्यों न हो, उसे युग-युग से चली आयीं अपनी इस महान एवं समर्थ परंपरा पर गर्व होना चाहिए.” (“ભારતને અસાંપ્રદાયિક બનાવવાની ઉત્કંઠાથી કોંગ્રેસે મુસ્લિમ તુષ્ટિકરણની નીતિને જીવિત રાખી છે. એટલું જ નહીં, કોંગ્રેસના કેટલાક નેતા અને વિચારક ખાસ કરીને પં. નહેરુ, હિંદુઓની ભાવનાઓની અવગણના કરીને વિશેષ આનંદ અનુભવે છે, જે આ નીતિનું પરિણામ છે. કોઈપણ નાગરિક સાચો હિંદુ અથવા સાચો મુસલમાન હોવા છતાં પણ રાષ્ટ્રીય આદર્શો પ્રત્યે શ્રદ્ધા રાખીને પાક્કો ભારતીય રહી શકે છે. તે હિંદુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, બૌદ્ધ, કોઈપણ કેમ ન હોય, તેને યુગો-યુગોથી ચાલી આવતી આ મહાન અને સમર્થ પરંપરા પર ગર્વ હોવો જોઈએ.” )[v]
ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીએ કહ્યુ હતુ કે “जाति-पाँति के आधार पर राजनीतिक अल्पसंख्यकों के अस्तित्व की कल्पना को प्रोत्साहन देना भयानक है. साथ ही बहुसंख्यक वर्गों का कर्तव्य हो जाता है कि राष्ट्र पर सच्चा प्रेम करने वाले सभी वर्गो को विधान द्वारा संपूर्ण संरक्षण देते हुए सामाजिक, आर्थिक एवं राजनतिक क्षेत्रों में समानता का स्तर देने का आश्वासन दे.” (“જાત-પાતના આધારે રાજનીતિક લઘુમતીઓના અસ્તિત્વની કલ્પનાને પ્રોત્સાહન આપવું ભયાનક છે. તેની સાથે જ બહુમતી વર્ગોનું કર્તવ્ય થઈ જાય છે કે રાષ્ટ્રને સાચો પ્રેમ કરનારા તમામ વર્ગોને બંધારણ દ્વારા સંપૂર્ણ સંરક્ષણ આપતા સામાજિક, આર્થિક અને રાજકીય ક્ષેત્રોમાં સમાનતાનું સ્તર આપવાનો ભરોસો આપે.”) [vi]
તેમણે કહ્યુ હતુ કે “मुस्लिम साम्प्रदायकिता की बलिवेदी पर भारतीय राष्ट्रीयता की बलि चढाकर ही पं. नेहरु रुके नहीं, विभाजन के बाद आज भी पाकिस्तान की धमकियों के आगे घुटने टेकते जा रहे हैं...आने वाले चुनाव में मुसलमानों के मत प्राप्त करने के लिए पं. नेहरु मुसलमानों का अनुनय करते जा रहे हैं. साम्प्रदायिकता कहीं है तो इसी बात में है.” (“મુસ્લિમ કોમવાદની બલિવેદી પર ભારતીય રાષ્ટ્રીયતાની બલિ ચઢાવીને જ પં. નેહરુ થંભ્યા નથી, વિભાજન બાદ આજે પણ પાકિસ્તાનની ધમકીઓની સામે ઘૂંટણિયા ટેકવી રહ્યા છે... આગામી ચૂંટણીમાં મુસ્લિમોના મત પ્રાપ્ત કરવા માટે પં. નેહરુ મુસ્લિમોની પસંદગી કરી રહ્યા છે. કોમવાદ ક્યાં છે, આ વાતમાં છે. ”) [vii]
ભારતીય જનસંઘના સંસ્થાપક અધ્યક્ષે પોતાના પ્રથમ અધ્યક્ષીય ભાષણમાં કહ્યુ હતુ કે “विभाजन से न तो कोई लाभ हुआ है, न ही हमारी आर्थिक, राजनीतिक या सामाजिक समस्याओं का समाधन ढूँढने में कोई सहायता मिली है. पाकिस्तान में अल्पसंख्यकों (हिंदुओं) के साथ जो व्यवहार किया जा रहा है, उससे तो स्पष्ट है कि उन्हें संरक्षण देने के आश्वासन को तोडा गया है. हमारी श्रद्धा अखंड भारत में ही है. जब तक पाकिस्तान का अस्तित्व है तब तक उसके साथ प्रतियोगी सहकारिता की नीति से ही पेस आना पडेगा. कांग्रेस ने पाकिस्तान के अनुनय की नीति अपनाकर भारत को दुर्बल बनाया है. भारत के स्वाभिमान के लिए ही संकट उत्पन्न हो गया है. भारत सरकार की इस घुटने टेक नीति के कारण पाकिस्तान उद्दण्ड बन गया है.” (“વિભાજનથી ન તો કોઈ લાભ થયો છે, ન તો આપણી આર્થિક, રાજકીય અથવા સામાજિક સમસ્યાઓનો ઉકેલ શોધવામાં કોઈ મદદ મળી છે. પાકિસ્તાનમાં લઘુમતીઓ(હિંદુઓ)ની સાથે જે વ્યવહાર કરાય રહ્યો છે, તેનાથી તો સ્પષ્ટ છે કે તેમને સંરક્ષણ આવાનું આશ્વાસન તોડવામાં આવ્યું છે. અમારી શ્રદ્ધા અખંડ ભારતમાં જ છે. જ્યાં સુધી પાકિસ્તાનનું અસ્તિત્વ છે, ત્યાં સુધી તેની સાથે જેવા સાથે તેવાની નીતિથી જ વર્તવું પડશે. કોંગ્રેસે પાકિસ્તાનની સમજાવટની નીતિ અપનાવીને ભારતને દુર્બળ બનાવ્યું છે. ભારતના સ્વાભિમાન માટે જ સંકટ પેદા થઈ ગયું છે. ભારત સરકારની આ ઘૂંટણિયા ટેકવાની નીતિને કારણે પાકિસ્તાન ઉદંડ બની ગયું છે.”) [viii]
1952ના મે માસમાં જનસંઘના ત્રિમુખી સિદ્ધાંતોને રજૂ કરતા પંડિત દીનદયાલ ઉપાધ્યાયે કહ્યુ હતુ કે “अखंड भारत मात्र एक विचार न होकर विचारपूर्वक किया हुआ संकल्प है.... मुसलमानों के शासन में भी इस देश के अनेक टुकडे हो गये थे. किन्तु उस समय के हमारे अध्वर्युओंने उन टुकडो को वज्रलेप नहीं माना था. अखंड भारत केलिए लडते रहे थे.”
પંડિત દીનદયાલજીએ એકરાષ્ટ્રવાદો સિદ્ધાંત રજૂ કરતા કહ્યુ હતુ કે “राष्ट्र में कोई अल्पमत नहीं होता अर्थात् अल्पसंख्यक भी नहीं हो सकते. शरीर में एक नाक, दो आँखे होती है, किन्तु नाक अल्पसंख्यक और आँखे बहुसंख्यक है, एसा हम नहीं कहते. वे दोनों एक ही शरीर के अवयव होते है.” (“રાષ્ટ્રમાં કોઈ લઘુમત નથી હોતો એટલે કે લઘુમતી પણ હોઈ શકે નહીં. શરીરમાં એક નાક, બે આંખ હોય છે, પણ નાક લઘુમતી અને આંખો બહુમતી છે, એવું કહી શકાય નહીં. આ બંને એક જ શરીરના અંગ છે.”)
તેમણે ભારતની એક સંસ્કૃતિ હોવાનું જણાવતા કહ્યુ હતુ કે “भारत में ईसाईयों या मुसलमानों की की अलग संस्कृति नहीं है. संस्कृति का संबंध उपासना-प्रणाली से नहीं, देश से होता है. मुसलमानों के सामने कबीर, जायसी, रसखान के आदर्श है. बारत में बारतीय होकर रहना चाहने वाले मुसलमानों के लिए न मुसलमान कवियों का जीवन अनुकरणीय है.” (“ભારતમાં ખ્રિસ્તીઓ અથવા મુસ્લિમોની કોઈ અલગ સંસ્કૃતિ નથી. સંસ્કૃતિનો સંબંધ પૂજાપદ્ધતિથી નહીં, દેશ સાથે હોય છે. મુસ્લિમો સમક્ષ કબીર, જાયસી અને રસખાન આદર્શ છે. ભારતમાં ભારતીય થઈને રહેવા માંગતા મુસ્લિમો માટે આ મુસ્લિમ કવિઓના જીવન પ્રેરણાદાયક છે.”) કોઈપણ ભારતીયનું રાષ્ટ્રભક્તિનું કેન્દ્ર ભારત બહાર હોઈ શકે નહીં અને આવું હોય તો તેમાં આમૂલચૂલ પરિવર્તન રાષ્ટ્રીય જીવન પ્રવાહમાં સમરસતા માટે જરૂરી છે. પરંતુ રાષ્ટ્રભક્તિના કેન્દ્રને ભારત બહાર રહેવા દઈને એકતાના નામે તુષ્ટિકરણયુક્ત નીતિ દ્વારા સ્વતંત્રતા પહેલા કરવામાં આવેલા પ્રયત્નોથી મુસ્લિમોને રાષ્ટ્રીય બનાવવાનું તો દૂર રહ્યું અને પાકિસ્તાન બની ગયું. તેની સાથે આવી નીતિના દુષ્પરિણામ સ્વરૂપ હિંદુઓને પણ રાષ્ટ્રીયતાથી વંચિત કરવામાં આવ્યા. સ્વતંત્રતા પહેલા કોંગ્રેસની સ્થાપના પ્રારંભિક દિવસોમાં મુસ્લિમોએ પ્રચાર કર્યો હતો કે જે સંસ્થામાં મુસ્લિમો નથી, તે રાષ્ટ્રીય હોઈ શકે નહીં અને મુસ્લિમોએ કોંગ્રેસમાં જવું જોઈએ નહીં. મુસ્લિમોની આવી ધારણામાં કોઈ પરિવર્તન કર્યા વગર જ લોકમાન્ય તિલકે લખનૌ-પેક્ટ કરીને સ્વતંત્રતા પ્રાપ્તિ માટે તેમને અનિવાર્ય માની લીધા. ગાંધીજી, મુસ્લિમોની ભારતની બહાર રહેલી દ્રષ્ટિને ભારતની પરંપરા પર કેન્દ્રીત કરવાના સ્થાને દેશબાહ્ર નિષ્ઠા- ખિલાફતને આંદોલનનું સ્વરૂપ આપીને મુસ્લિમ પૃથકતાવાદને ફાલવા-ફૂલવાનો મોકો આપી દીધો. દીનદયાલજીની ત્રિ-સિદ્ધાંત નિષ્ઠા કોંગ્રેસની હિંદુ-મુસ્લિમ એકતાની તુષ્ટિકરણ કરતી રાજનીતિક વાતોથી બિલકુલ ઉલટી પ્રક્રિયાનો પ્રારંભ હતો. સ્વાતંત્ર્યવીર સાવરકરે પણ સ્વતંત્રતા આંદોલન વખતે મુસ્લિમોને સાથે આવવા આહ્વાન કરતા કહ્યુ હતુ કે “मुसलमानो को यदि स्वतंत्रता संग्राम में साथ आना है तो स्वागत है, नहीं आना तो भी हम लडेंगे, विरोध करेंगे, तब भी हम पीछे नहीं हटेंगे.” (“મુસલમાનો જો સ્વતંત્રતા સંગ્રામમાં સાથે આવે છે તો સ્વાગત છે, નહીં આવો તો પણ અમે લડીશું, વિરોધ કરશો ત્યારે પણ અમે પાછળ નહીં હટીએ.”) [ix] દીનદયાલજીએ પણ મુસ્લિમોને સંપૂર્ણ રાષ્ટ્રનિષ્ઠા પર આધારીત હાકલ કરી હતી.
ભાગલા સાથેની ખંડિત ભારતની સ્વતંત્રતા બાદ મુસ્લિમ તુષ્ટિકરણની નીતિમાં પરિવર્તનની આખા દેશને અપેક્ષા હતી. પરંતુ 1958માં પ. બંગાળ અને આસામની સીમાઓનું અતિક્રમણ કરીને પાકિસ્તાને ભારતના કેટલાક ગામો પર કબજો કરી લીધો. નેહરુએ પાકિસ્તાનના વડાપ્રધાન ફિરોઝખાન નૂન સાથે સમજૂતી કરીને 10 હજારની વસ્તીવાળા બેરૂવાડી ગામને પાકિસ્તાનને આપી દેવાનો નિર્ણય કર્યો. પ.બંગાળની વિધાનસભાએ સમજૂતી એકમતથી સ્વીકારી. દેશમાં આક્રોશનું વાતાવરણ હતું અને સુપ્રીમ કોર્ટે આને ગેરકાયદેસર ઘોષિત કર્યું.
કેરળમાં કમ્યુનિસ્ટોના સત્તામાં આવ્યા બાદ નેહરુએ મુસ્લિમ લીગ સાથે સમજૂતી કરી. ત્યારે મુસ્લિમ લીગને જીવનદાન આપનારા રાજકીય કાર્ય સામે વાંધો ઉઠયો. તો નેહરુએ કહ્યુ કેરળની મુસ્લિમ લીગ અલગ છે. કેરળ મુસ્લિમ લીગના અધ્યક્ષ સૈયદ અબ્દુલ રહમાન તાંગલે તાત્કાલિક એક પત્રક પ્રકાશિત કરીને ઘોષણા કરી હતી કે કેરળ મુસ્લિમ લીગ અલગ અથા સ્વતંત્ર સંસ્થા બિલકુલ જ નથી અને તે અખિલ ભારતીય મુસ્લિમ લીગની જ શખા છે.
1961માં જ્યારે મધ્યપ્રદેશના જબલપુરમં એક વિદ્યાર્થિની પર મુસ્લિમ ગુંડાઓએ બળાત્કાર કર્યો અને પોલીસ ગુનેગારને બચાવવા માંગતી હતી. ત્યારે હસકે લિયા પાકિસ્તાન-લડકે લેંગે હિંદુસ્તાનના સૂત્રોચ્ચાર સાથે નીકળેલા સરઘસ બાદ થયેલા હુલ્લડો બાદ લઘુમતીઓ પર ખતરાનો રાજકીય ઉહાપોહ મચાવાયો. કટ્ટર મુસ્લિમ લીગવાદીઓને કોંગ્રેસમાં પ્રવેશ આપીને તેમને રાષ્ટ્રવાદી ગણાવતા સૂત્રોચ્ચાર થવા લાગ્યા હતા. ફરી એકવાર રાજનીતિમાં લઘુમતીવાદે માથું ઉચક્યું હતું.
ત્યારે દેશભરમાં મુસ્લિમ વોટ પર નજર માંડીને બેઠેલા રાજકીય પક્ષોમાં મુસ્લિમ લીગનું સમર્થન પ્રાપ્ત કરવાની રીતસરની હોડ જામી હતી. મુસ્લિમ લીગ પણ સતત કોઈ એક પક્ષ સાથે સમજૂતી કરવાના સ્થાને અલગ-અલગ રાજકીય સમજૂતીઓ કરી રહી હતી. તે દિવસોમાં જનસંઘને કટ્ટર રાષ્ટ્રનિષ્ઠા અભિવ્યક્ત કરવાના મામલે કોમવાદી ગણાવવાની રાજકીય ફેશન વધુ ગાઢ બની ચુકી હતી. 1962ની લોકસભા ચૂંટણી માટે જ્યારે જનસંઘના ઉમેદવારોની યાદી જાહેર થઈ. ત્યારે એક પત્રકારે પક્ષની યાદીમાં કેટલા મુસ્લિમો હોવાનો પ્રશ્ન કર્યો. ત્યારે દીનદયાલજીએ જવાબ આપ્યો હતો કે “मैं यह नहीं जानता. हम लोग जातिपाँति, साम्प्रदाय या कुनबा-बिरादरी देखकर टिकट नहीं दिया करते. हम उन्हीं व्यक्तियों को अपना टिकट देते है, जो हमारी द्रष्टि में जनसंघ की रीति-नीतियों तथा कार्यक्रमों में विश्वास करते है और अन्य द्रष्टियों से भी जो प्रत्याशी बनने योग्य है.” ( “હું એ નથી જાણતો. અમે લોકો જાતપાત, સંપ્રદાય અથવા કુનબા-બિરાદરી જોઈને ટિકિટ આપતા નથી. અમે એ લોકોને જ અમારી ટિકિટ આપીએ છીએ, જે અમારી દ્રષ્ટિમાં જનસંઘની રીતિ-નીતિઓ તથા કાર્યક્રમોમાં વિશ્વાસ કરે છે અને અન્ય દ્રષ્ટિઓથી પણ જે ઉમેદવાર બનવાને યોગ્ય છે. ”)[x] દીનદયાલજીનો આ જવાબ જનસંઘની સ્થાપના વખતે પક્ષમાં મુસ્લિમોના પ્રવેશને લઈને પત્રકાર પરિષદમાં પુછાયેલા સવાલના સંસ્થાપક અધ્યક્ષ ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીએ આપેલા જવાબની આગલી કડી છે. ડૉ. મુખર્જીએ ત્યારે કહ્યુ હતુ કે “हमारी इच्छा है कि अब से भारतीय राजनीति में कोई मुस्लिम अल्पसंख्यक शब्दप्रयोग ही न करे. हमारे द्वार सबके लिए खुले है. मुसलमानों के लिए भी. किन्तु यह प्रवेश बिना शर्त ही होना चाहिए. उन्हें चाहिए कि जनसंघ के विशुद्ध राष्ट्रवाद, प्रगतिशील आर्थिक कार्यक्रमों एवं भारतीय परम्परा के प्रति गर्व की भावना को ज्यों का त्यों स्वीकार करे. उनके प्रवेश के लिए जनसंघ अपनी न्यायोचित रीतिनीतियों को नहीं बदलेगा.”(“અમારી ઈચ્છા છે કે હવેથી ભારતીય રાજનીતિમાં કોઈ મુસ્લિમ લઘુમતી શબ્દપ્રયોગ જ ન કરે. અમારા દ્વાર સૌના માટે ખુલ્લા છે. મુસ્લિમો માટે પણ. પરંતુ આ પ્રવેશ બિનશરતી હોવો જોઈએ. તેમણે જનસંઘની વિશુદ્ધ રાષ્ટ્રવાદ, પ્રગતિશીલ આર્થિક કાર્યક્રમો અને ભારતીય પરંપરાઓ પ્રત્યેના ગર્વની ભાવને જેમની તેમ સ્વીકાર કરવી જોઈએ. તેમના પ્રવેશ માટે જનસંઘ પોતાની ન્યાયોચિત રીતિનીતિઓને નહીં બદલે.”)[xi]
સ્વતંત્રતા પહેલા ચાલતી મુસ્લિમ તુષ્ટિકરણની નીતિ સ્વતંત્રતા પછી બદલાય તેના માટે હિંદુઓનું સમર્થ થવું જરૂરી હતું. ભારતમાં હિંદુ સમર્થ બને, તો દિલ્હીમાં પાકિસ્તાન તરફ કૂણી નીતિ અપનાવનારી સરકાર બદલાય અથવા તેને પાડોશી દેશ સામેની નીતિઓને બદલવી પડે. ભારતના મુસ્લિમોની ઘરેલુ રાજનીતિમાં અને પાકિસ્તાનની યુદ્ધભૂમિમાં હાર થાય. ભારતમાં મુસ્લિમ પૃથકતાવાદીઓની સમસ્યા કોઈ 100-200 વર્ષ જૂની નથી. આ સમસ્યા 1000 વર્ષ જૂની છે. આ સમસ્યા જ્યાં એક પ્રકારે આંતરિક હતી, ત્યારે બીજા પ્રકારે પાકિસ્તાન સ્વરૂપે દેશની બહાર પણ ઉભેલી હતી. પૃથકતાવાદીઓથી પેદા થયેલી સમસ્યા દૂર કરવા માટે દીનદયાલજીએ ત્રણ સૂત્ર રજૂ કર્યા હતા- (1) અખંડ ભારતનું નિર્માણ, (2) પાકિસ્તાનની સાથે જેવા સાથે તેવાની નીતિ, (3) દેશના મુસ્લિમોનું રાષ્ટ્રીયકરણ અને મુસ્લિમ તરીકે તેમનો રાજકીય પરાભવ. [xii]
દીનદયાલજી ઈચ્છતા હતા કે સ્વતંત્ર ભારતમાં મુસલમાનો રાષ્ટ્રકાર્યમાં લખનૌ પેક્ટ જેવી સમજૂતી વગર સામેલ થાય. મુસ્લિમો ગૌહત્યા કરે નહીં, પણ તેના માટે ખિલાફત જેવું દેશબાહ્ય પ્રકરણ દેશમાં ફરીથી પાછું ફરે નહીં તેની પૂરતી તકેદારી જરૂરી હતી. મુસ્લિમોને ચૂંટણીમાં ટિકિટ મળે, પણ આ ટિકિટ તેમને મુસ્લિમ હોવાના નાતે મળવી જોઈએ નહીં, રાષ્ટ્રને પ્રેમ કરનારા અખંડ ભારત માટે પ્રતિબદ્ધ રહેનારા એક કાર્યકર્તા તરીકે તેઓ મુસ્લિમોને ટિકિટ આપવાના મતના હતા.
છત્રપતિ શિવાજી મહારાજે જે સ્વરાજની સ્થાપના કરી, તેના આધારે અને તે શૈલીમાં તેઓ સંપૂર્ણ ભારતને સ્વતંત્ર કરવા ઈચ્છતા હતા. સ્વતંત્રતા પછી હૈદરાબાદ અને ગોવાને મુક્ત કરવામાં આવ્યા, તેવી જ રીતે આપણી ખુદની ભૂમિ પર ઉભેલા પાકિસ્તાનને મુક્ત કરવું આપણું કર્તવ્ય જ નહીં પણ મૂળભૂત અધિકાર છે. પાકિસ્તાનને મુક્ત કરાવવું આક્રમણ નહીં, પણ અધિકાર છે. પાકિસ્તાનનું અસ્તિત્વ જ સ્વતંત્ર ભારત પર કરવામાં આવેલું વિદેશી આક્રમણ છે. પં. દીનદયાલ ઉપાધ્યાયે કહ્યુ કે 1947 में पाकिस्तान बना. वह देश का विभाजन नहीं था. इस सम्बन्ध में कहा यह जा सकता है कि मुगलकाल से हमारी मातृभूमि परतंत्र थी, उसका एक भाग स्वतंत्र हो गया और एक फिर से गुलाम हो गया. इस परतंत्र भाग का राजकाज भारत जैसी स्वतंत्र भावना से नहीं हो रहा है. (1947માં પાકિસ્તાન બન્યું. તે દેશનું વિભાજન ન હતું. આ સંબંધમાં કહી એ શકાય છે કે મુઘલકાળથી આપણી માતૃભૂમિ પરતંત્ર હતી, તેનો એક ભાગ સ્વતંત્ર થઈ ગયો અને ફરી એકવાર ગુલામ થઈ ગયો. આ પરતંત્ર ભાગનું રાજકાજ ભારત જેવી સ્વતંત્ર ભાવનાથી થઈ રહ્યું નથી)[xiii]
પં. દીનદયાલ ઉપાધ્યાયે લડાઈ રાજકીય હોવાનું જણાવતા કહ્યુ હતુ કે यहाँ मुसलमान तलवार लेकर ही आये थे, इस बात को भुलाया नहीं जा सकता. इसीलिए यह भी नहीं भुलाना चाहिए कि मुसलमानों से चला आ रहा हमारा संघर्ष धार्मिक नहीं राजनीतिक है. हमारा झगडा मुहमद को मानने या न मानने का है ही नहीं. मुल्ला-मौलवियों के साथ भी हमारा झगडा नहीं. हमारा झगडा मजहब के साथ राजनीतिक महत्वकांक्षा रखकर मुसलमान जो व्यवहार करते है, उससे है. छत्रपति शिवाजी महाराज को इस बात का पूरा आकलन हो गया था. इसीलिए उन्होंने मस्जिद न गिराकर सीधे औरंगजेब के विरुद्ध युद्ध छेड दिया था. हमारी आज की लडाई भी राजनीतिक स्वंतन्त्रता की लडाई है और इसीलिए भी कि भारत की राष्ट्रीयता के साथ मुसलमान एकरुप नहीं हो पा रहे है. (અહીં મુસલમાનો તલવાર લઈને આવ્યા હતા, આ વાતને ભુલાવી શકાય નહીં. માટે એ પણ ભૂલવું જોઈએ નહીં કે મુસલમાનો સાથે ચાલ્યો આવતો આપણો સંઘર્ષ ધાર્મિક નથી રાજનીતિક છે. આપણો ઝઘડો મુહમદને માનવા અથવા નહીં માનવાનો છે જ નહીં. મુલ્લા-મૌલવીઓની સાથે પણ આપણો ઝઘડો નથી. આપણો ઝઘડો મજહબની સાથે રાજનીતિક મહત્વકાંક્ષા રાખનારા મુસલમાન જે વ્યવહાર કરે છે, તેનાથી છે. છત્રપતિ શિવાજી મહારાજનું આ વાતનું પુરું આકલન થઈ ગયું હતું. માટે તેમણે મસ્જિદ નહીં તોડીને સીધું ઔરંગઝેબની વિરુદ્ધ યુદ્ધ છેડી દીધું હતું. આપણી આજની લડાઈ પણ રાજકીય સ્વતંત્રતાની લડાઈ છે અને તેથી પણ ભારતની રાષ્ટ્રીયતાની સાથે મુસલમાનો એકરુપ થઈ રહ્યા નથી.)[xiv]
પંડિત દીનદયાલ ઉપાધ્યાયે સૂચવેલો ઉપાય છે કે मुसलमानों की हठधर्मी का पराभव करने का एक ही उपाय है कि उनका राजनीतिक पराभव किया जाये. जब तक उनकी यहाँ राजनीतिक पराजय नहीं होती. उनकी यह समस्या उलझती ही रहेगी. किन्तु उनकी राजनीतिक हार हो जाये, तो निश्चिय ही वे अपनी पर्वस्थिति पर विचार करेंगे. और जिस समय वे इस प्रकार विचार करने की मानसिकता में आयेंगे, तभी दोनों (हिंदू और मुसलमान समाजों)में सच्चा सांस्कृतिक सहयोग प्रारंभ होगा. पराजय आत्मनिरीक्षण करवाती है. हिंदुओं की तो परंपरा ही एसी रही है कि किसी पंथ को नष्ट करने की झंझट में न पडते हुए उसे अपने में समा लेना. (મુસલમાનોની હઠધર્મિતાને હરાવવાનો એક જ ઉપાય છે કે તેમનો રાજકીય પરાભવ કરવામાં આવે. જ્યાં સુધી તેમની અહીં રાજનીતિક હાર નહીં થાય. તેમની આ સમસ્યા ગુંચવાતી જ રહેશે. પરંતુ તેમની રાજકીય હાર થઈ જાય, તો નિશ્ચિતપણે તે પોતાની પૂર્વસ્થિતિ પર વિચાર કરશે અને જે સમયે તેઓ આ પ્રકારનો વિચાર કરવાની માનસિકતામાં આવશે, ત્યારે બંને (હિંદુ અને મુસલમાન સમાજો)માં સાચો સાંસ્કૃતિક સહયોગ પ્રારંભ થશે. હાર આત્મનિરીક્ષણ કરાવે છે. હિંદુઓની પરંપરા જ એવી રહી છે કે કોઈ પંથને નષ્ટ કરવાનની ઝંઝટમાં નહીં પડીને તેને પોતાનામાં સમાવી લેવો.)[xv]
આઝાદી પછીના બે દાયકામાં કેન્દ્ર સરકારે અજિતપ્રસાદ જૈનના નેતૃત્વમાં કોમવાદ સંદર્ભે એક પ્રતિવેદન તૈયાર કરવાનું કામ શરૂ કર્યું હતું. આના પર પ્રતિક્રિયા આપતા પં. દીનદયાલ ઉપાધ્યાયે કહ્યુ કે “जनसंघ ने नागरिकों में अंतर या पक्षपात कर किसीके साथ विशेष व्यवहार करने की मांग कभी नहीं की । जनता में किसी के भी विरुद्ध हमने धृणास्पद प्रचार कभी नहीं किया । ‘धर्मनिरपेक्षता’ एवं सहिष्णुता हमें केवल इसलिए ही स्वीकार नहीं है कि हमारे संविधान में इन सिद्धांतो का उल्लेख किया गया है, बल्कि ये सिद्धांत हमें इसलिए प्रिय है कि वे हमारी पावन एवं महान संस्कृति के लक्षण है । इन सिद्धांतो की उपेक्षा कर हम ‘हिंदू’ के नाते रह ही नहीं सकेंगे । मैंने यहा ‘हिंदू’ शब्द का प्रयोग जानबूझकर और सोच-समझ कर किया हैं, क्योंकि हिंदू शब्द तो केवल धार्मिक ही नहीं अपितु एक व्यापक राष्ट्रीय अर्थ प्राप्त है । मुसलमान भिन्न धर्मीय होकर भी इस व्यापक अर्थ में इस राष्ट्र के ही राष्ट्रीय घटक है. मुस्लिम लीग के प्रभाव में आकर उन्होंने पहले जिस द्विराष्ट्रवाद को स्वीकार किया था उसका अब त्याग करना चाहिए, किन्तु आज भी पाकिस्तानी शासको द्वारा चालू उन्मादक तथा उकसाने वाले प्रचार का शिकार होकर वे उसी द्विराष्ट्रवाद का भक्ष्य बनते जा रहे है. इस्लाम पर निष्ठा एक स्वतंत्र बात है. पाकिस्तानिष्ठा के साथे उसे जोडना सर्वथा अनुचित है. हमारा कर्तव्य है कि यह बात हमारे मुसलमान बांधवों को ठीक से समझा दें. वे अपने धर्म का पालन करें और साथ ही भारत के प्रति ईमानदार (निष्ठावान) रहें. (જનસંઘે નાગરિકોમાં ભેદભાવ કે પક્ષપાત કરીને કોઈની સાથે વિશેષ વ્યવહાર કરવાની માગણી ક્યારેય કરી નથી. જનતામાં કોઈની પણ વિરુદ્ધ અમે ઘૃણાસ્પદ પ્રચાર ક્યારેય કર્યો નથી. ધર્મનિરપેક્ષતા અને સહિષ્ણુતા અમે માત્ર એટલા માટે જ સ્વીકાર્યા નથી કે આપણા બંધારણમાં આ સિદ્ધાંતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ આ સિદ્ધાંત અમને એટલા માટે પ્રિય છે કે તે આપણી પાવન અને મહાન સંસ્કૃતિના લક્ષણ છે. આ સિદ્ધાંતોની ઉપેક્ષા કરીને આપણે હિંદુના નાતે રહી જ શકીએ નહીં. હું અહીં હિંદુ શબ્દનો ઉપયોગ જાણીજોઈને અને સમજીવિચારીને કરી રહ્યો છું, કારણ કે હિંદુ શબ્દ તો માત્ર ધાર્મિક જ નહીં પરંતુ એક વ્યાપક રાષ્ટ્રીય અર્થ ધરાવે છે. મુસલમાન અલગ ધર્મના થઈને પણ આ વ્યાપક અર્થમાં આ રાષ્ટ્રના જ રાષ્ટ્રીય ઘટક છે. મુસ્લિમ લીગના પ્રભાવમાં આવીને તેમણે પહેલા જે દ્વિરાષ્ટ્રવાદનો સ્વીકાર કર્યો હતો તેનો હવે ત્યાગ કરવો જોઈએ, પરંતુ આજે પણ પાકિસ્તાની શાસકો દ્વારા ચાલુ ઉન્માદક અને ઉશકેરનારા પ્રચારનો શિકાર થઈને તેઓ તે દ્વિરાષ્ટ્રવાદના ભક્ષ્ય બનતા જઈ રહ્યા છે. ઈસ્લામ પર નિષ્ઠા એક સ્વતંત્ર વાત છે. પાકિસ્તાનનિષ્ટાને તેની સાથે જોડવી બિલકુલ અયોગ્ય છે. આપણું કર્તવ્ય છે કે આ વાત આપણા મુસલમાન બાંધવોને યોગ્ય રીતે સમજાવી દઈએ. તેઓ પોતાના ધર્મનું પાલન કરે અને સાથે જ ભારત પ્રત્યે ઈમાનદાર (નિષ્ઠાવાન) રહે. )[xvi]
ભારતના ભાગલા બાદની સ્થિતિમાં મુસલમાનોની રાષ્ટ્રનિષ્ઠા શંકાસ્પદ હતી અને તેમને રાષ્ટ્રનિષ્ઠ બનાવવા માટે તેમનો રાજકીય પરાભવ કરવાનો જ છે, તેવો સ્પષ્ટ અભિપ્રાય ધરાવતા પં. દીનદયાલ ઉપાધ્યાયે કહેતા હતા કે हमारी नीति राष्ट्रीय स्तर पर आक्रामक, धर्म के स्तर पर सहिष्णु तथा सामाजिक धरातल पर समावेशक होनी चाहिए । (આપણી રાષ્ટ્રીય નીતિ રાષ્ટ્રીય સ્તર પર આક્રમક, ધર્મના સ્તર પર સહિષ્ણુ અને સામાજિક ધરાતળ પર સમાવેશક હોવી જોઈએ.) [xvii]
તેઓ શિવાજી મહારાજનો આદર્શ સામે રાખીને કહેતા કે शिवाजी महाराज का झगड़ा मुसलमानों के मजहब के साथ नहीं था, उनकी राजनीतिक सत्ता के विरुद्ध था । शिवाजी महाराज ने मस्जिदों को कहीं भी गिराया नहीं, किंतु मुगलों की सत्ता पर उन्होंने प्राणघातक आक्रमण किये । (શિવાજી મહારાજનો ઝઘડો મુસલમાનોના મજહબ સાથે ન હતો, તેમની રાજકીય સત્તા વિરુદ્ધ હતો. શિવાજી મહારાજે મસ્જિદોને ક્યાં પણ તોડી નહીં, પરંતુ મુઘલોની સત્તા પર તેમણે પ્રાણઘાતક આક્રમણો કર્યા.)[xviii]
રાજનેતા ખુદની અનાસક્તિનો શિકાર બનીને સ્વીકૃત રાજનીતિની અણદેખી ક્યારેય કરી શકે નહીં. ચંદ્રગુપ્તના નેતૃત્વમાં અખંડ ભારતનું નિર્માણ કરવા માટે ચાણક્ય રાજનીતિમાં ઉતર્યા હતા. આધ્યાત્મિક પ્રકૃતિના છત્રપતિ શિવાજી મહારાજ હિંદુઓની ત્રાહિ ત્રાહિ સાંભળીને રાજનીતિના ઝમેલામાં આવ્યા. ગણિતજ્ઞ તિલક સ્વરાજ માટે રાજનીતિમાં સામેલ થયા. તેવી જ રીતે હિંદુઓના સાંસ્કૃતિક પુનરુત્થાન માટે સમર્પિત સંઘકાર્યની દિક્ષાપ્રાપ્ત દીનદયાલજી કોંગ્રેસની રાજનીતિને કારણે દેશને ઉઝડતો નહીં જોઈ શકવાને કારણે રાજનીતિમાં આવ્યા. ચંદ્રગુપ્તને રાજ્ય સોંપી ચાણક્ય વનમાં પાછા ચાલ્યા ગયા. સ્વરાજની સ્થાપના માટે દક્ષિણ દિગ્વજિય માટે નિકળેલા શિવાજી મહારાજે મલ્લિકાર્જૂન પહોંચીને કમળ પૂજા કરીને શિવચરણોમાં શીશ અર્પિત કરવા તલવાર તાણી દીધી હતી. રાજનીતિનું કામ કરતા કરતા માંડલેના કારાવાસમાં તિલકે ગીતારહસ્યની રચના કરી. દીનદયાલજી પણ રાજકારણમાં રહીને પણ અનાશક્ત હતા. લોકોના અત્યંત આગ્રહને કારણે અનિચ્છાયે તેઓ ચૂંટણી લડવા ઉભા રહ્યા. પરંતુ ચૂંટણી પ્રચાર સભાઓમાં પોતાની પ્રશંસામાં એકપણ શબ્દ તેમના મોંઢામાંથી નીકળ્યો નહીં. એક સહયોગી કાર્યકર્તાએ જ્યારે આને લઈને નાખુશી જાહેર કરી, તો દીનદયાલજીએ કહ્યુ કે “अपनी प्रशंसा करना मुझसे कदापि नहीं हो पायेगा । उसके लिए में सर्वथा असमर्थ हुं । हाँ, मेरे स्थान पर तुम प्रत्याशी होते, तो में अपने प्रत्याशी की प्रशंसा अवश्य करता ।” । (મારી પ્રશંસા મારાથી કદાપિ થઈ શકશે નહીં. તેના માટે હું સર્વથા અસમર્થ છું. હા, મારા સ્થાને તમે ઉમેદવાર હોત, તો હું મારા ઉમેદવારની પ્રશંસા અવશ્ય કરત.)[xix]
कालो वा कारणं राज्ञ:, राजा वा कालकारणम? એટલે રાજના કારણે કાળ (યુગ) બને છે અથવા કાળ રાજાનું નિર્માણ કરે છે? આ પ્રશ્ન ભર્તૃહરિએ ખુદને પુછયો અને તેનો ઉત્તર આપતા તેમણે કહ્યુ કે इति ते संशयो मा भूत, राजा कालस्य कारणम्. અર્થાત્ તમારા મનમાં આ સંદર્ભે કોઈ શંકા હોવી જોઈએ નહીં કારણ કે રાજાના કારણે જ સમય-સમયનું ચલણ બને-બગડે છે. ચાણક્યથી દીનદયાલ સુધી તમામ અનાસક્ત રાજનીતિજ્ઞોમાં ભર્તુહરિના આ બોધવચનમાં રહેલો ગૂઢ બોધ બરાબર જાગૃત હતો. (અહીં ભર્તુહરિ પહેલા થઈ ગયા કે ચાણક્ય? એ વિચારમાં પડવાનું કોઈ કારણ નથી.) ગત 1200 વર્ષનો ઈતિહાસ સાક્ષી છે કે હિંદુસ્થાનમાં જેણે પણ સત્તા સંભાળી, તેણે અહીંના ધર્મ, સંસ્કૃતિ અને સભ્ય જીવનને કચડી નાખ્યું છે. માટે પરિત્રાણાય સાધૂનામ્, વિનાશાય ચ દુષ્કતાં, વાળા ભગવાનના વચન પ્રમાણે ચાલવા માટે આ રાજ્યને પોતાના હાથમાં લેવું આવશ્યક જ બની જાય છે. શિવાજી મહારાજ જ્યારે કહે છે કે આ રાજ્ય હોય, એ તો શ્રીની ઈચ્ચા છે. તો તેનો અર્થ ઘણો ઘેરો અને વ્યાપક છે. તે વ્યાપક અને ગહન અર્થ માટે દીનદયાલજી રાજનીતિમાં આવ્યા અને તેમણે દરેક ડગલે આ રાજનીતિનો ઉદેશ્ય પ્રાપ્ત કર્યો. [xx]
જનસંઘે પોતાની વિચારધારાત્મક સંકલ્પબદ્ધતાઓને સાબૂત રાખીને ભારતીય રાજનીતિમાં કોંગ્રેસની નીતિઓને ગઠબંધનની રાજનીતિ દ્વારા પડકાર પુરો પાડયો હતો. જનસંઘની રાજનીતિમાં કટોકટી બાદ જનતા પાર્ટીમાં વિલીનીકરણ રાજનીતિથી ઉપર રાષ્ટ્રનીતિ હોવાના સંકલ્પ પ્રત્યેની પ્રતિબદ્ધતા પ્રદર્શિત કરનાર હતું. પરંતુ ડયૂલ મેમ્બરશિપના વિવાદમાં જનસંઘના નેતા-કાર્યકર્તાઓ જનતા પાર્ટીમાંથી બહાર આવ્યા અને તેમણે ભારતીય જનતા પાર્ટીની 1980માં સ્થાપના કરી. દેશમાં એક તરફ મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિ અને હિંદુઓની એકતાને તોડવાના રાજકીય ષડયંત્રોની રાજનીતિ થઈ રહી હતી. ત્યારે ગાંધીયન સોશયાલિઝમથી શરૂ કરીને રામજન્મભૂમિ આંદોલનને ટેકો આપીને ભાજપે પોતાની રાજકીય સફરને મજબૂતાઈથી આગળ વધારી. જ્યારે રાષ્ટ્રીય રાજનીતિનું કેન્દ્રબિંદુ કોંગ્રેસ હતી, ત્યારે તેને ભારતીયતા નિષ્ઠ રાજનીતિથી ભાજપે રાજકીય પડકાર ફેંક્યો. 1996માં ભાજપ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બની અને 1998-1999માં કેન્દ્રમાં સત્તામાં આવેલા એનડીએનું ભાજપને નેતૃત્વ કર્યું.
દીનદયાલજી દ્વારા દર્શાવવામાં આવેલા રાજકીય માર્ગદર્શનનો સૌથી મોટો પ્રયોગ ગુજરાતમાં થયો. ગુજરાતમાં 19889માં ભાજપે-જનતાદળ સાથે ગઠબંધન કર્યું હતું અને ચિમનભાઈ પટેલ-કેશુભાઈ પેટલના નેતૃત્વમાં ગઠબંધન સરકાર બનાવી હતી. 1995માં ભાજપને પહેલીવાર ગુજરાતમાં બહુમતી મળી હતી. 1995થી વચ્ચેના દોઢેક વર્ષને બાદ કરતા ગુજરાતમાં ભાજપની સરકારો રહી છે. પરંતુ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય, તેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કેટલાક ઉમેદવાર મુસ્લિમ હોવા જોઈએ, તેથી મુસ્લિમોને ટિકિટ આપવી જોઈએ તેવી ચૂંટણી વ્યૂહરચના અપનાવાય નથી.
[i] 24 ઓગસ્ટ, 1953, પાંચજન્ય
[ii] પંડિત દીનદયાલ ઉપાધ્યાય વિચાર-દર્શન ખંડ-6 રાજનીતિ રાષ્ટ્ર કેલિએ, લે.- બલવંત નારાયણ જોગ, અનુવાદક-મોરેશ્વર તપસ્વી, સુરુચિ પ્રકાશન, પ્રથમ સંસ્કરણ-11 ફેબ્રુઆરી, 1987, પૃષ્ઠ-75
[iii] પંડિત દીનદયાલ ઉપાધ્યાય વિચાર-દર્શન ખંડ-6 રાજનીતિ રાષ્ટ્ર કેલિએ, લે.- બલવંત નારાયણ જોગ, અનુવાદક-મોરેશ્વર તપસ્વી, સુરુચિ પ્રકાશન, પ્રથમ સંસ્કરણ-11 ફેબ્રુઆરી, 1987, પૃષ્ઠ-76
[iv] પંડિત દીનદયાલ ઉપાધ્યાય વિચાર-દર્શન ખંડ-6 રાજનીતિ રાષ્ટ્ર કેલિએ, લે.- બલવંત નારાયણ જોગ, અનુવાદક-મોરેશ્વર તપસ્વી, સુરુચિ પ્રકાશન, પ્રથમ સંસ્કરણ-11 ફેબ્રુઆરી, 1987, પૃષ્ઠ-77
[v] પંડિત દીનદયાલ ઉપાધ્યાય વિચાર-દર્શન ખંડ-6 રાજનીતિ રાષ્ટ્ર કેલિએ, લે.- બલવંત નારાયણ જોગ, અનુવાદક-મોરેશ્વર તપસ્વી, સુરુચિ પ્રકાશન, પ્રથમ સંસ્કરણ-11 ફેબ્રુઆરી, 1987, પૃષ્ઠ-77,78
[vi] પંડિત દીનદયાલ ઉપાધ્યાય વિચાર-દર્શન ખંડ-6 રાજનીતિ રાષ્ટ્ર કેલિએ, લે.- બલવંત નારાયણ જોગ, અનુવાદક-મોરેશ્વર તપસ્વી, સુરુચિ પ્રકાશન, પ્રથમ સંસ્કરણ-11 ફેબ્રુઆરી, 1987, પૃષ્ઠ-78
[vii] પંડિત દીનદયાલ ઉપાધ્યાય વિચાર-દર્શન ખંડ-6 રાજનીતિ રાષ્ટ્ર કેલિએ, લે.- બલવંત નારાયણ જોગ, અનુવાદક-મોરેશ્વર તપસ્વી, સુરુચિ પ્રકાશન, પ્રથમ સંસ્કરણ-11 ફેબ્રુઆરી, 1987, પૃષ્ઠ-78
[viii] પંડિત દીનદયાલ ઉપાધ્યાય વિચાર-દર્શન ખંડ-6 રાજનીતિ રાષ્ટ્ર કેલિએ, લે.- બલવંત નારાયણ જોગ, અનુવાદક-મોરેશ્વર તપસ્વી, સુરુચિ પ્રકાશન, પ્રથમ સંસ્કરણ-11 ફેબ્રુઆરી, 1987, પૃષ્ઠ-78
[ix] પાંચજન્ય તંત્રીલેખ, સાવરકર યાની જય, 2025, 4 મે (સાવકર રચનાવલી ખંડ-3માંથી સંદર્ભ લીધો હતો)
[x] પંડિત દીનદયાલ ઉપાધ્યાય વિચાર-દર્શન ખંડ-6 રાજનીતિ રાષ્ટ્ર કેલિએ, લે.- બલવંત નારાયણ જોગ, અનુવાદક-મોરેશ્વર તપસ્વી, સુરુચિ પ્રકાશન, પ્રથમ સંસ્કરણ-11 ફેબ્રુઆરી, 1987, પૃષ્ઠ-83
[xi] પંડિત દીનદયાલ ઉપાધ્યાય વિચાર-દર્શન ખંડ-6 રાજનીતિ રાષ્ટ્ર કેલિએ, લે.- બલવંત નારાયણ જોગ, અનુવાદક-મોરેશ્વર તપસ્વી, સુરુચિ પ્રકાશન, પ્રથમ સંસ્કરણ-11 ફેબ્રુઆરી, 1987, પૃષ્ઠ-83
[xii] પંડિત દીનદયાલ ઉપાધ્યાય વિચાર-દર્શન ખંડ-6 રાજનીતિ રાષ્ટ્ર કેલિએ, લે.- બલવંત નારાયણ જોગ, અનુવાદક-મોરેશ્વર તપસ્વી, સુરુચિ પ્રકાશન, પ્રથમ સંસ્કરણ-11 ફેબ્રુઆરી, 1987, પૃષ્ઠ-89
[xiii] પં. દીનદયાલ ઉપાધ્યાય વિચાર- દર્શન, ખંડ-6 રાજનીતિ રાષ્ટ્ર કેલિયે, લે.-બલવંત નારાયણ જોગ, અનુવાદક- મોરેશ્વર તપસ્વી, સુરુચિ પ્રકાશન, પ્રથમ સંસ્કરણ- 11 ફેબ્રુઆરી, 1987, પૃષ્ઠ ક્રમાંક-91
[xiv] પં. દીનદયાલ ઉપાધ્યાય વિચાર- દર્શન, ખંડ-6 રાજનીતિ રાષ્ટ્ર કેલિયે, લે.-બલવંત નારાયણ જોગ, અનુવાદક- મોરેશ્વર તપસ્વી, સુરુચિ પ્રકાશન, પ્રથમ સંસ્કરણ- 11 ફેબ્રુઆરી, 1987, પૃષ્ઠ ક્રમાંક-91
[xv] પં. દીનદયાલ ઉપાધ્યાય વિચાર- દર્શન, ખંડ-6 રાજનીતિ રાષ્ટ્ર કેલિયે, લે.-બલવંત નારાયણ જોગ, અનુવાદક- મોરેશ્વર તપસ્વી, સુરુચિ પ્રકાશન, પ્રથમ સંસ્કરણ- 11 ફેબ્રુઆરી, 1987, પૃષ્ઠ ક્રમાંક-91
[xvi] પં. દીનદયાલ ઉપાધ્યાય વિચાર- દર્શન, ખંડ-6 રાજનીતિ રાષ્ટ્ર કેલિયે, લે.-બલવંત નારાયણ જોગ, અનુવાદક- મોરેશ્વર તપસ્વી, સુરુચિ પ્રકાશન, પ્રથમ સંસ્કરણ- 11 ફેબ્રુઆરી, 1987, પૃષ્ઠ ક્રમાંક-100
[xvii] પં. દીનદયાલ ઉપાધ્યાય વિચાર- દર્શન, ખંડ-6 રાજનીતિ રાષ્ટ્ર કેલિયે, લે.-બલવંત નારાયણ જોગ, અનુવાદક- મોરેશ્વર તપસ્વી, સુરુચિ પ્રકાશન, પ્રથમ સંસ્કરણ- 11 ફેબ્રુઆરી, 1987, પૃષ્ઠ ક્રમાંક-98
[xviii] પં. દીનદયાલ ઉપાધ્યાય વિચાર- દર્શન, ખંડ-6 રાજનીતિ રાષ્ટ્ર કેલિયે, લે.-બલવંત નારાયણ જોગ, અનુવાદક- મોરેશ્વર તપસ્વી, સુરુચિ પ્રકાશન, પ્રથમ સંસ્કરણ- 11 ફેબ્રુઆરી, 1987, પૃષ્ઠ ક્રમાંક-98
[xix] પં. દીનદયાલ ઉપાધ્યાય વિચાર- દર્શન, ખંડ-6 રાજનીતિ રાષ્ટ્ર કેલિયે, લે.-બલવંત નારાયણ જોગ, અનુવાદક- મોરેશ્વર તપસ્વી, સુરુચિ પ્રકાશન, પ્રથમ સંસ્કરણ- 11 ફેબ્રુઆરી, 1987, પૃષ્ઠ ક્રમાંક-144, 145
[xx] પં. દીનદયાલ ઉપાધ્યાય વિચાર- દર્શન, ખંડ-6 રાજનીતિ રાષ્ટ્ર કેલિયે, લે.-બલવંત નારાયણ જોગ, અનુવાદક- મોરેશ્વર તપસ્વી, સુરુચિ પ્રકાશન, પ્રથમ સંસ્કરણ- 11 ફેબ્રુઆરી, 1987, પૃષ્ઠ ક્રમાંક-144, 145