Sunday, April 21, 2024

1969: ગુજરાતનો રાજકીય સ્વભાવ બદલનારા રમખાણ

 - Anand shukla



શાંત-સર્વસમાવેશક ગુજરાતનો 1969નો સંદેશ-

ગુજરાતનો સ્વભાવ છે, શાંત, પરિપકવ અને સર્વસમાવેશક. ઈરાનમાં ઈસ્લામને ફેલાવવાના ઉદેશ્યથી જ્યારે આક્રમણો થયા હતા, ત્યારે ગુજરાતમાં દીવ-સંજાણ ખાતે ઝોરોસ્ટ્રિયન એટલે કે પારસીઓને રાજ્યાશ્રય આપીને પોતાનામાં સમાવી લીધા હતા. ગુજરાતે આક્રમણખોરો સામે ક્યારેય હથિયાર હેઠાં નથી મૂક્યા, પણ એકંદરે ગુજરાતના લોકોની છાપ શાંત અને વ્યાપારમાં અગ્રણી તરીકેની રહી છે. પરંતુ છેલ્લા કેટલાક દશકાઓમાં ગુજરાત અને ગુજરાતીઓની અસ્મિતાને ઠેસ પહોંચાડીને અંટશંટ તર્ક-કુતર્ક-વિતર્કથી રાજ્ય અને તેના લોકોની છાપ બગાડવાના દુષ્પ્રચારનો કારોબાર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલે છે. તેમાં પસંદગીની ઘટનાઓને લઈને કુતર્કોને ઉછાળવામાં આવે છે. આવી જ એક ઘટના કે દુર્ઘટના 1969માં બની હતી, ત્યારે ગુજરાત અને ખાસ કરીને અમદાવાદમાં થયેલા રમખાણોએ રાજ્યના રાજકીય સ્વભાવમાં મોટા પરિવર્તનના એંધાણ આપી દીધા હતા. ગુજરાતે હિંદુસ્થાનના લોકોના બદલાતા રાજકીય સ્વભાવના પણ સંકેત ડંકાની ચોટ પર આપી દીધા હતા. ઘટના કહો કે દુર્ઘટના થયા હતા હુલ્લડ, પણ આ રમખાણોએ રાજકીય રોટલા શેકનારા રાજકીય તત્વોને સ્પષ્ટ સંદેશ આપતા પોતાના રાજકીય સ્વભાવને બદલવાની જાણે કે ઘોષણા કરી દીધી હતી. આની પાછળ સ્વતંત્રતા પહેલાની સદીઓથી ધરબાયેલા ઐતિહાસિક સંદર્ભો પણ કારણભૂત હતા. 1969ના ગુજરાત રમખાણોએ એક એવી પ્રક્રિયાને શરૂ કરી દીધી હતી કે જેનો સંબંધ ગુજરાતના રાજકીય સ્વભાવના પરિવર્તનનું કારણ થવા સાથે છે.

હુલ્લડોની વ્યાપકતા-  

1969માં થયેલા હુલ્લડોમાં સત્તાવાર આંકડા પ્રમાણેઆખા રાજ્યમાં કુલ 660 લોકોના મોત નીપજ્યા અને 1074 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. રાજ્યભરમાં 48 હજાર લોકોએ તેમની માલમિલ્કતો ગુમાવી હતી. આ હુલ્લડોમાં કુલ 4 કરોડ 20 લાખ રૂપિયાની મિલ્કતોને નુકશાન થયું હતું. 18 સપ્ટેમ્બર1969ના રોજ જગન્નાથ મંદિર પર થયેલા પથ્થરમારાની ઘટના બાદ હિંસા શરૂ થઈ હતી. આ હુલ્લડો અમદાવાદ સિવાય વડોદરામહેસાણાનડિયાદઆણંદ અને ગોંડલ જેવા રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ પ્રસર્યા હતા. 26 સપ્ટેમ્બર1969ના રોજ હિંસા પર નિયંત્રણ સ્થાપિત કરી લેવાયું હતું. પરંતુ 18 સપ્ટેમ્બરથી 28 ઓક્ટોબર1969 સુધી કેટલીક હિંસક ઘટનાઓ બનતી રહી હતી.

કૉંગ્રેસની એકતા પ્રસ્તાવની ચર્ચા ટાણે જ હુલ્લડોની શરૂઆત!-

રાજકીય અસ્થિરતા હુલ્લડોના મૂળમાં હોય છે. સ્વતંત્રતા પ્રાપ્તિ બાદથી લઈને 1989ના ભાગલપુર રમખાણ સુધી દેશમાં સૌથી મોટા હુલ્લડ ગણાનાર 1969ના ગુજરાત-અમદાવાદના રમખાણના ભીષણ બનવા પાછળ પણ આવું જ કારણ યોગાનુયોગ દેખાય રહ્યું છે. 18 સપ્ટેમ્બર, 1969ના દિવસે આખા ગુજરાતના કોંગ્રેસી નેતાઓ અમદાવાદ ખાતે એકતા પ્રસ્તાવ પર ચર્ચા કરવા માટે એકઠા થયા હતા. આ એકતા પ્રસ્તાવ કોંગ્રેસના આંતરિક વિખવાદને લઈને ચર્ચાય રહ્યો હતો. જેમાં કોંગ્રેસના ઈન્ડીકેટ અને સિન્ડીકેટ જૂથના ફાંટા વચ્ચે સમસ્યાના સમાધાન માટે યુનિટી રિઝોલ્યુશન પર અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસના નેતાઓ ચર્ચામાં વ્યસ્ત હતા. પણ તેનાથી થોડાક જ અંતરે અમદાવાદના પવિત્ર ભગવાન જગન્નાથના મંદિરના સાધુઓ અને મુસ્લિમોના જૂથ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. પણ ખુરશીને બચાવવાની કોશિશમાં આ નાનકડું છમકલું એક મોટા રમખાણનું બીજ બન્યું.

અમદાવાદના જમાલપુર દરવાજા બહાર જમાલપુર ચકલા ખાતે મુસ્લિમોના ફકીર પીર બુખારી સાહેબાની દરગાહ આવેલી છે. તેને બુખારી સાહેબના ચિલ્લા તરીકે ઓળખવામાં આવે છે. બુખારી સાહેબનો વાર્ષિક ઉર્સ દર વર્ષે રજબ ઉલ મુરાજબના 10મા દિવસે ભડિયાદ ખાતે ઉજવવામાં આવે છે અને તે સંબંધમાં ઉર્સ માટે સમયસર પહોંચી શકાય તે સારું થોડા દિવસ અગાઉ અમદાવાદમાંથી મેદની નીકળે છે. મેદની એટલે જમાલપુર પગથિયાથી આશરે 70 કિલોમીટર દૂર આવેલા ભડિયાદમાંની દરગાહ સુધી જવા માટે નીકળતું સરઘસ. 1969માં પીર બુખારી સાહેબનો ઉર્સ 18 સપ્ટેમ્બરે હતો અને અમદાવાદ મુસ્લિમ બવ્રોહી નામે ઓળખાતી સમિતિની અરજી બાદ પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો હતો. ઉર્સના દિવસે કોંગ્રેસની તત્કાલિન હિતેન્દ્ર દેસાઈ સરકારના મંત્રી ચિમનભાઈ પટેલને  મેદની સંબોધવા આમંત્રિત કરાયા હતા અને તેમણે આવીને તેમા ભાષણ પણ કર્યું હતું.

18 સપ્ટેમ્બર, 1969ના રોજ સવારે સાત વાગ્યાથી મુસ્લિમો ઉર્સના મેળામાં સામેલ થવા માટે એકઠા થવા લાગ્યા હતા. બપોરે 2 વાગ્યા સુધીમાં રસ્તાની બંને તરફ કામચલાઉ દુકાનો, ખાદ્ય વસ્તુઓ, રમકડાં, કાચની વસ્તુઓ, પીણાંઓ, રસબતની બાટલીઓની હાથલારીઓ વગેરે સહીત 10થી 12 હજારનો સમૂહ એકઠો થયો હતો. બપોરના અઢી વાગ્યા સુધીમાં લોકોની સંખ્યામાં વધારો થયો હતો.

બુખારી સાહેબના ચિલ્લાની નજીક જમાલપુર દરવાજા પાસે જગન્નાથ મંદિર આવેલું છે. અંદાજે 430 વર્ષ જૂના જગન્નાથ મંદિરમાં ત્યારે 800થી 1000 ગાયો રાખવામાં આવતી હતી. આ ગાયો દરરોજ એક કે બે ઘણમાં બપોરે 3.30 અથવા 3.45 વાગ્યાની આસપાસ સુએઝ ફાર્મ તરફથી ચરીને પાછી ફરતી હતી. 18 સપ્ટેમ્બર, 1969ના રોજ બપોરે 3.30 કલાકે ગાયોનું પહેલું ઘણ આવ્યું અને ત્યારે ઉર્સના યોજકો, પોલીસ અને સાધુઓએ વ્યવસ્થા સંભાળી હતી અને ઘણને મંદિરમાં લઈ જવાયું હતું. તેના પછી આશરે 15 મિનિટ બાદ એટલે કે 3.45 કલાકે ગાયોનું બીજું ઘણ આવ્યું અને તેને પહેલા ઘણની જેમ જ મંદિર તરફ લઈ જવાતું હતું. તે વખતે જગન્નાથ મંદિરના સાધુઓ અને ટોળા વચ્ચે તકરાર થઈ હતી. ગાયોના ઘણને પાછું લઈ જતી વખતે કેટલીક મહિલાઓ અને બાળકોને ઈજા થતાં મામલામાં સાધુઓ અને ટોળાના લોકો વચ્ચે બોલાચાલી ઘર્ષણમાં બદલાય હતી. મુસ્લિમોના ટોળાએ સાધુઓને માર્યા હતા અને મંદિર સુધી તેમનો પીછો પકડયો હતો. ત્યાર બાદ થયેલા પથ્થરમારામાં નરસિંહદાસજી અને શ્રીકૃષ્ણના ફોટોવાળા મુખ્ય દરવાજા ઉપરની બારી આગળના કાચ તૂટી ગયા હતા. આ સમગ્ર ઘટનાક્રમમાં કેટલાક સાધુઓને ઈજાઓ પહોંચી હતી. સરકારી અખબારી યાદી મુજબ, ઈજાગ્રસ્ત સાધુઓની સંખ્યા 11ની હતી. તેમાથી ચાર સાધુઓને સિવિલ હોસ્પિટલમાં અને એક સાધુને વાડીલાલ સારાભાઈ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. બાકીનાને બહારના દર્દી તરીકે સારવાર આપવામાં આવી હતી.

મહંત સેવાદાસજીના અનશન અને પારણાં-

હિંસક ઘટનાક્રમના થોડાક કલાકો બાદ રાત્રે 9 વાગ્યે જગન્નાથ મંદિરના ટ્રસ્ટીઓની બેઠક યોજાઈ હતી અને પ્રેસ નિવેદન બહાર પાડીને ઘટનાને વખોડતા સરકાર સમક્ષ પંચની રચના કરીને ગુનેગારોને સજા આપવાની માગણી કરવામાં આવી હતી. આ સિવાય મંદિરના ટ્રસ્ટીઓની મીટિંગ બાદ જાહેર કરાયેલા પ્રેસ નિવેદનમાં અમદાવાદના લોકોને ભગવાન જગન્નાથની પ્રાર્થના કરવા અને શાંતિ જાળવવાની અપીલ કરવામાં આવી હતી.

18 સપ્ટેમ્બર, 1969ની રાત્રે જ જગન્નાથ મંદિરના મહંત સેવાદાજી મહારાજ સહીત ઘણાં સાધુઓએ હુમલાના વિરોધમાં અનશન કરીને ન્યાયની માગણી કરી હતી. અફવાઓ વચ્ચે અમદાવાદમાં એકંદરે શાંતિ હતી. 18મી સપ્ટેમ્બરની રાત્રે અને 19મી સપ્ટેમ્બરની સવાર સુધીમાં અલગ-અલગ વિસ્તારોમાં ત્રણ દુકાનોને આગચંપીની ઘટના તેમા અપવાદ હતો. એ. એમ. પીરઝાદાના સ્ટેટમેન્ટ પ્રમાણે, સાધુઓને ઉપવાસ છોડી દેવાનું સમજાવવા માટે કેટલાક હિંદુ અને મુસ્લિમ આગેવાનોને લઈને પોલીસ કમિશનર મંદિરે ગયા હતા. મંદિરે જનારા પૈકીના 15 મુસ્લિમ હતા અને જનસંઘના ત્રણ-ચાર કાર્યકરો સહીત બાકીના હિંદુ હતા. જેમાં શંભુ મહારાજ, માર્તંડ શાસ્ત્રી, વસંત ગજેન્દ્રગડકર, નાથાલાલ જગડા અને હરિશ્ચંદ્ર પંચાલ સામેલ હતા. મંદિરમાં સાધુઓ સહીત 400થી 500 માણસો હતા. જમનાશંકર પંડયાએ સભાને સંબોધિત કરીને મંદિરમાં જે પણ કંઈ બન્ તે દુખદ હતું તેમ કહીને તેમણે સાધુઓ, પંડિતો અને મંદિરના તમામ સદસ્યોને ભૂલી જવા અને માફ કરવા જણાવ્યું હતું. શંભુ મહારાજ તરીકે ઓળખાતા શંભુરામ ગોવિંદરામે કહ્યુ હતુ કે હર્ષદાસજીએ એમ કહ્યુ ન હતુ કે જનતા નિર્ણય કરશે. પણ તેમણે એમ કહ્યુ  કે તમામ મુસ્લિમ આગેવાનો એમની દિલગીરી વ્યક્ત કરવા ત્યાં આવ્યા હતા. ત્યારે હર્ષદાસજીએ પંડયાને કહ્યુ હત કે સાધુઓ કોઈની પાસેથી કોઈપણ પ્રકારની માફી માંગતા નથી, કારણ કે માફી મગાવવી એ સાધુના ધર્મથી ચલિત થવા જેવું છે. બાદમાં સમજાવટ બાદ મહંતે ઉપવાસના પારણાં કર્યા હતા.

હિંદુ ધર્મ રક્ષા સમિતિની બેઠક રદ્દ કરાય-

 સિવાય 19 સપ્ટેમ્બરે હિંદુ ધર્મ રક્ષા સમિતિએ સાંજે 7 વાગ્યે અમદાવાદના રાયપુર ગેટ પાસે બેઠક બોલાવી હતી અને હુમલાને વખોડયો હતોહિંદુ ધર્મ રક્ષા સમિતિની બેઠક પર પોલીસે રોક લગાવી હતી. 19 સપ્ટેમ્બરે સાંજે 7.10 વાગ્યે રાયપુર ચકલામાં રાયપુર દરવાજા સામે આવેલી રોયલ રેડિયો ઈન્સ્ટિટ્યૂટની વસ્તુઓને બહાર કાઢીને આગ ચાંપી દીધી હતીફાયરબ્રિગેડ આવી તો લોકોએ પથ્થરમારો કર્યો અને તેથી ટોળાને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો અને 19 લોકોને એરેસ્ટ કરીને કાગડાપીઠ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતાલગભગ તે જ સમયે શંભુ મહારાજ રાયપુર દરવાજે આવ્યા અને લોકોએ તેમને ઘેરી લીધા હતા. શંભુ મહારાજે સભા નહીં હોવાનું જણાવીને લોકોને વિખેરાય જવા માટે કહ્યું હતું. થોડી મિનિટો બાદ શંભુ મહારાજ પણ ચાલ્યા ગયા હતા. અહીં કોઈપણ સભા ભરવામાં આવી ન હતી, લાઉડસ્પીકર પણ ન હતું. ટોળાને વિખેરાઈ જવાનું સમજાવ્યાના થોડાક સમયગાળા બાદ રાયપુર દરવાજે દરગાહને નુકશાન થયાની ઘટના બની હતી.

જો કે જગન્નાથ મંદિર પર હુમલો કરનારા વ્યક્તિઓ પર પગલા ભરવા માટે સરકારને બે દિવસનો સમય આપવામાં આવ્યો હતો અને આવું નહીં થવાની સ્થિતિમાં 21 સપ્ટેમ્બરે અમદાવાદના ફૂટબોલ ગ્રાઉન્ડમાં સભા યોજવાની વાત પણ કરાય હતી. જગન્નાથ રેડ્ડી પંચના અહેવાલ મુજબ, રાયપુર ચકલા ખાતે સાંજે 6.30થી રાત્રે 8 વાગ્યા સુધી શંભુ મરાહાજ રાયપુર હોવાનું પોલીસ સુપ્રિટેન્ડેન્ટ એ. જે. એમ. શેખે જોયું હતું. શંભુ મહારાજે કોઈ સભા ભરી હતી કે કેમ એ શોધી કાઢવા માટે શેખને કંટ્રોલ રૂમને 7.30 કલાક જેટલું મોડું જાણ કરવા પર પણ પંચના રિપોર્ટમાં આશ્ચર્ય વ્યક્ત કરાયું છે. પંચના અહેવાલ મુજબ, સભા ન ભરવાનો નિર્ણય લેવાયો હોવા છતાં શંભુ મહારાજે સભા ભરી હતી, તેવી કેટલાક લોકોની ફરિયાદ હતી. ગમે તેમ, તેમને સંતોષ થયો નથી.

19 સપ્ટેમ્બરે બપોરે 2 વાગ્યાથી લઈને રાત્રે 9 વાગ્યા સુધીના સમયગાળામાં અમદાવાદમાં સ્થિતિ વણસી હતી. 19 સપ્ટેમ્બરે આશરે બપોરે 2.15 વાગ્યાની આસપાસ જગન્નાથ મંદિરથી થોડે દૂર આવેલા જમાલપુર દરવાજા પાસે મુસ્લિમોનું મોટું ટોળું જગન્નાથ મંદિર પર હુમલો કરવાના આશયથી એકઠું થયું હતું. કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર કે. એમ. પરમારે પંચ સમક્ષ ફાઈલ કરેલા એફિડેવિટ મુજબ, 19મી સપ્ટેમ્બર, 1969ના રોજ બપોરે 2.15 વાગ્યે જમાલપુર કાચની મસ્જિદની બાજુએથી જમાલપુર દરવાજા પાસે મુસ્લિમોના ટોળાં ભેગાં થવા માંડયા. ત્યાં 500 મુસ્લિમોનું ટોળું ભેગું થવા માંડયું હોઈ બંદોબસ્ત માટે કંટ્રોલ રૂમ પાસે વધુ કુમક માંગવામાં આવી હતી. ડીસીપી હેડક્વાર્ટર અઅને સાઈડી પોલીસ સુપ્રિટેન્ડેન્ટ પી. કે. ઝાલા પણ સ્થળ પર આવી પહોંચલા. આ ટોળું મંદિર તરફ ધસારો કરવા પ્રયાસ કરી રહ્યું હતું. પણ બંદોબસ્તની મદદથી તેને અટકાવવામાં આવ્યું હતું. મુસ્લિમો આક્ષેપ કરતા હતા કે જગન્નાથ મંદિરના કેટલાક સાધુઓએ જગન્નાથ મંદિર પાસેની પીરની દરગાહની ઈંટો ખોદી કાઢેલી. સમજાવટ બાદ અને વધારાની પોલીસની મદદ મળતાં ટોળું વિખેરાયું. મહત્વપૂર્ણ છે કે પીરની કબર જગન્નાથ મંદિરની બરાબર સામે હતી અને બપોરે 2 વાગ્યે તેને નુકશાન થયાનું જણાયું હતું. ખરેખર તેને ક્યારે નુકશાન પહોંચ્યું તેના કોઈ પુરાવા પંચના રિપોર્ટમાં સામે આવ્યા નથી.

હુલ્લડો એકતરફી ન હતા -

1969ના રમખાણોમાં હિંદુઓ દ્વારા એકતરફી હિંસા થઈ હોવાની વાત રેડ્ડી પંચની રિપોર્ટમાં છે. હુલ્લડ પીડિત સહાયતા સમિતિએ પંચ સમક્ષ રજૂઆત કરી હતી કે કોટની અંદરના શહેરના વિસ્તારોમાંના કેટલાક વિસ્તારોમાં મુસ્લિમો તેમજ હિંદુઓની મિશ્ર વસ્તી છે, જ્યારે બાકીના વિસ્તારો મુખ્યત્વે મુસ્લિમોની વસ્તીવાળા વિસ્તારો છે. એ વિસ્તારોમાં 19મી સપ્ટેમ્બર, 1969ના રોજ સાંજે આશરે 4 વાગ્યાથી બનાવો બનવાના શરૂ થયા હોવા છતાં સમિતિ ધ્યાન દોરવા માંગે છે કે આખા અમદાવાદમાં થયેલો પહેલો ખૂની હુમલો શહેરના કોટ વિસ્તારની અંદર થયો હતો અને એ ખૂની હુમલો કોઠની પોળ, રાયપુર, અમદાવાદ પાસે એક મુસ્લિમ ટોળાએ ધારિયા વડે એક હિંદુ ઉપર કર્યો હતો. આ બાબતમાં માહિતી તરત જ નોંધવામાં આવી હતી. બીજો ખૂની હુમલો મુસ્લિમોના એક ટોળાએ લોખંડની નળી અને નળીઓ વડે મણિલાલ વરવાજી નામના પોલીસ હેડ કોન્સ્ટેબલ ઉપર જમાલપુર વિસ્તારમાં ખમાસાની પોળ પાસે આશરે 17.45 કલાકે કર્યો હતો, જે બાબતમાં પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્રીજો બનાવ ઢાળની પોળ, આસ્ટોડિયા ખાતે બન્યો હતો. તેમાં મુસ્લિમોના એક ટોળાએ ઢાળની પોળમાં રાત્રે આશરે 9 વાગ્યે નવીનચંદ્ર ડાહ્યાલાલનું તત્કાળ ખૂન કર્યું હતું. જે બાબત પ્રથમ માહિતી તરત જ નોંધવામાં આવી હતી. (પૃષ્ઠ-144, પેરેગ્રાફ-12.46)

 જગનમોહન રેડ્ડી રિપોર્ટના પૃષ્ઠ ક્રમાંક 146 પર પેરેગ્રાફ- 12.53 પ્રમાણે, હુમલા મુસ્લિમોએ શરૂ કર્યા હતા અને હિંદુઓ તો એના વળતા જવાબ રૂપે જ વર્ત્યા હતા એવી હુલ્લડ પીડિત સહાયતા સમિતિની લેખિત રજૂઆત સાથે સંમત થવાનું શક્ય નથી. આમ કહેવાનો અર્થ એ નથી કે મુસ્લિમ ટોળાં માલમિલ્કત અને વ્યક્તિઓને નુકશાન પહોંચાડતા ન હતા. કાળક્રમાનુસાર પત્રકો દર્શાવે છે કે મુસ્લિમોના ટોળાં પણ હતા.

હુલ્લડ પીડિત સહાયતા સમિતિએ શહેરના કોટ વિસ્તારમાં સાંજે 4 વાગ્યાથી બનાવો બનવાનું શરૂ થયાની રજૂઆત કરી હતી અને કહ્યું હતું કે આખા અમદાવાદમાં થયેલો પહેલો ખૂની હુમલો શહેરના કોટ વિસ્તારની અંદર થયો હતો. રેડ્ડી પંચની પૃષ્ઠ 146ના પેરેગ્રાફ-12.53 પ્રમાણે હુલ્લડ પીડિત સહાયતા સમિતિની લેખિત રજૂઆત સાથે સંમત થવાનું શક્ય નહીં હોવાની વાત પૃષ્ઠ  ક્રમાંક- 146ના પેરેગ્રાફ – 12.52ની વિગતો પ્રમાણે, અસર નમાઝ પછી મુહાફિઝ ખાનની મસ્જિદ પર હુમલો કરવામાં આવ્યો ત્યારે, કારંજ પોલીસ સ્ટેશનના કાળક્રમાનુસાર પત્રકના ક્રમ નં.-8 ખાતેની સંબંધિત નોંધમાં દર્શાવ્યા પ્રમાણે, ઈ. ડબ્લ્યૂ. 1ની સાક્ષી મુજબ, મુસ્લિમ અલારખા ઈબ્રાહીમને મારી નાખવામાં આવ્યો હતો. આ બનાવ 18.00 કલાકે બન્યો હોવાનું જણાવાયું છે. એટલે કે સમિતિની રજૂઆતમાં અમદાવાદમાં પહેલો ખૂની હુમલો સાંજે 4 વાગ્યે થયો હોવાનું કહેવામાં આવ્યું છે. આ સિવાય બપોરે 2 વાગ્યે પીરની કબર પર નુકશાન થવાનું કારણ કાઢીને મુસ્લિમોના ટોળા દ્વારા જગન્નાથ મંદિર પર હુમલાના ઈરાદે એકઠા થવાની ઘટના ક્રિયા-પ્રતિક્રિયાના કારણનું વિજ્ઞાન સમજાવતા ધ્યાને શા માટે લેવામાં આવી નથી તે તો આશ્ચર્ય જ છે, કારણ કે રેડ્ડી પંચના અહેવાલ મુજબ, પીરની કબરને ક્યારે નુકશાન થયું તે સ્પષ્ટ નથી. આવા સંજોગોમાં આને કારણ બનાવીને ભીડ એકઠી કરવામાં આવી હતી કે કેમ, તે પણ તો સ્પષ્ટ થતું નથી.

હુલ્લડની હિંસાનો ઘટનાક્રમ અને નુકશાન-

18 સપ્ટેમ્બરે શરૂ થયેલી હિંસક ઘટનાઓ બાદ પણ અમદાવાદની સ્થિતિ એકંદરે સામાન્ય રહી હતી. 19 સપ્ટેમ્બરે બપોરે જગન્નાથ મંદિર પર હુમલા માટે એકઠી થયેલા મુસ્લિમોના ટોળાની ઘટના બાદ પરિસ્થિતિ અસમાન્ય રીતે હિંસક થવા લાગી હતી. 19 સપ્ટેમ્બરે કર્ફ્યૂ લાદી દેવાયો હતો અને તેના બીજા દિવસે સેનાને હિંસા કાબુમાં લેવા માટે બોલાવી લેવાય હતી. 20મી સપ્ટેમ્બરના રોજ પરિસ્થિતિ કાબુ બહાર પહોંચી ગઈ હતી. 22 સપ્ટેમ્બરે કોર્પોરેશનની પેટાચૂંટણીને રદ્દ કરવામાં આવી હતી. 23 સપ્ટેમ્બરે આપવામાં આવેલી પહેલી કર્ફ્યૂ મુક્તિ દરમિયાન માત્ર ત્રણ કલાકમાં 30ના મોત નીપજ્યા હતા. હિંસાની ઘટનાઓને એકંદરે 26 સપ્ટેમ્બર સુધીમાં કાબુમાં લેવામાં આવી હતી. પરંતુ હિંસાની છૂટીછવાઈ ઘટનાઓ 28 ઓક્ટોબર, 1969 સુધી ચાલુ રહી હતી.

જો કે 19 સપ્ટેમ્બરથી 24 સપ્ટેમ્બર1969 સુધી થયેલી હિંસામાં હોસ્પિટલોમાં મળેલા પત્રકોના આધારે રેડ્ડી પંચના અહેવાલમાં આપવામાં આવેલો આંકડો 437નો છે. પોલીસ સમક્ષ નોંધાયેલી ફરિયાદોના આધારે સરકારના મતે મારી નાખવામાં આવેલી વ્યક્તિઓનો કુલ આંકડો 512નો છે. તો પોલીસમાં નોંધાયેલી ફરિયાદના આધારે તોફાનોમાં ઈજાગ્રસ્તોની સંખ્યા 461 છે અને હોસ્પિટલોમાંથી મળેલા પત્રકોના આધારે રેડ્ડી પંચના રિપોર્ટમાં ઘાયલોની સંખ્યા 1084 દર્શાવવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન 6123 દુકાનો અને મકાનોને નુકશાન થયું હતું.

હુલ્લડો રોકવામાં પોલીસ નિષ્ફળ-

રેડ્ડી પંચના અહેવાલના પૃષ્ઠ ક્રમાંક 205ના પેરેગ્રાફ 18.7માં અમદાવાદમાં પોલીસની નિષ્ફળતા સંદર્ભે વાત કરતા કહેવામાં આવ્યું છે કે કેટલાક પરા વિસ્તારોમાં ભૈયાઓ જેવા રાજ્ય બહારથી આવેલા હિંદુઓની મોટી વસ્તી છે અને યુપીના કેટલાક મુસ્લિમો છે, જ્યારે બીજા કેટલાક પરા વિસ્તારમાં પાકિસ્તાનથી આવેલા સિંધીઓ જેવા અગાઉના હિંદુ નિર્વાસિતો રહે છે. આ હુલ્લડોમાં કમિશનરની હકૂમત હેઠળના સમગ્ર વિસ્તારમાં પાકિસ્તાનથી આવેલા સિંધીઓ જેવા અગાઉના હિંદુ નિર્વાસિતો રહે છે. આ હુલ્લડોમાં કમિશનરની હકૂમત હેઠળના સમગ્ર વિસ્તારમાં નાગરિકોને અસરકારક રક્ષણ આપવામાં પોલીસ નિષ્ફળ નીવડી તેનું કારણ એ છે કે આખા વિસ્તારમાં નહીં, તો છેવટે ઘણાં મોટા વિસ્તારમાં જગન્નાથ મંદિરના બનાવના ગંભીર પ્રત્યાઘાતો સર્જાશે એવી તેઓ ધારણા બાંધી શક્યા ન હતા. એકલા પોલીસની બાબતમાં જ આવું ન હતું. રાજકીય કાર્યકરો, જુદીજુદી કોમના આગેવાનોએ પણ અમદાવાદમાં આવાં વ્યાપક હુલ્લડો ફાટી નીકળશે તેવું સ્વપ્ને પણ ધાર્યું કે કલ્પ્યું ન હતું.

રેડ્ડી પંચના અહેવાલના પૃષ્ઠ 205માં પેરેગ્રાફ 18.8માં સેનાને વિલંબથી બોલાવવા મામલે પોલીસની ઝાટકણી કાઢતા જણાવાયું છે કે અમારા મતે પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી અને મુંઝાઈ ગઈ હતી અને પરિસ્થિતિની ગંભીરતાનો કયાસ કાઢવામાં અને તે અંગે નિર્ણય બાંધવામાં એણે થાપ ખાધી હતી. ગંભીર બનાવો વિશે સરકારને યોગ્ય રીતે અને યોગ્ય સમયે માહિતી આપવામાં આવી નથી અને લશ્કરને વહેલું બોલાવવાની એમને જરૂર જણાયા છતાં પોલીસ સરકારને યોગ્ય રીતે અને યોગ્ય સમયે માહિતી આપવામાં આવી નથી અને લશ્કરને વહેલું બોલાવવાની એમને જરૂર જણાયા છતાં પોલીસ પોતે જ પરિસ્થિતિ પર કાબુ મેળવી શકશે એવી આશાથી તે રાહ જુએ એવો આગ્રહ રખાયો હતો.

કૉંગ્રેસીઓની પણ હતી સક્રિયતા-

કોમ્યુનલ રાઈટ્સ ઈન ગુજરાત- રિપોર્ટ ઓફ અ પ્રીલિમિનરી ઈન્વેસ્ટિગેશનમાં ઘનશ્યામ શાહે કહ્યુ છે કે ગુજરાતમાં કોઈપણ કોંગ્રેસી હિંસા રોકવા માટે આગળ આવ્યો નહીં. કોંગ્રેસ કાર્યાલયથી ઘણાં કર્ફ્યૂ પાસની વહેંચણી થઈ હતી. પરંતુ અફવાઓને નકારવાની અથવા કાર્યકર્તાઓને માહિતી પુરી પાડવાનું કામ થયું ન હતું. કોંગ્રેસના પદાધિકારીઓ હુલ્લડોને રોકવા અને નિયંત્રિત કરવામાં નિષ્ક્રિય રહ્યા હતા. આમા કેટલાક વૃદ્ધ ગાંધીવાદી કોંગ્રેસીઓ અપવાદ હતા કે જેઓ ખરેખર હિંસાથી વ્યથિત હતા. પરંતુ તેઓ ઘણાં વૃદ્ધ હતા કે તેઓ લૂંટફાટ અને હિંસા વચ્ચે આવીને કંઈ કરી શકે અથવા આના માટેની કોઈ નૈતિક હિંમત દાખવી શકે. માટે તેઓ માત્ર પ્રાર્થના કરતા હતા.

ઘનશ્યામ શાહના અહેવાલ મુજબ, ડીસીસીના પ્રમુખના શબ્દોમાં મોટાભાગના કોંગ્રેસીઓ તેમના દેખાવમાં કોમવાદી હતા. હુલ્લડો પછીના સમયગાળામમાં પણ તે દેખાતું હતું. વડોદરાની ડિસ્ટ્રિક્ટ કોંગ્રેસ કમિટીએ હુલ્લડોને વખોડયા ન હતા. વડોદરાની ડિસ્ટ્રિક્ટ કોંગ્રેસ કમિટીએ પોતાના પ્રસ્તાવમાં કહ્યુ હતુ કે કેટલાક મુસ્લિમોના પાકિસ્તાન તરફી વલણને કારણે રાજ્યમાં તણાવ સર્જાયો હતો. આવું જ વલણ કોંગ્રેસ કાર્યકર્તાઓની બેઠકમાં જોવા મળ્યું હતું. જવાબદાર કોંગ્રેસી નેતાએ કોમવાદી વલણને લઈને મુસ્લિમોની ટીકા કરતા તેમને પાકિસ્તાન જતાં રહેવાનું સૂચન પણ કર્યું હતું. ગુજરાત કૉંગ્રેસના મોટા પદાધિકારીએ યુવાઓને સંબોધતા જાહેરસભામાં કહ્યુ હતુ કે આ દેશમાં રાષ્ટ્રવિરોધી તત્વો છે કે જેમની વફાદારી પાકિસ્તાન તરફ છે. પોલીસની કેટલીક મર્યાદા છે, જેથી આવા તત્વોનું પગેરું દબાવી શકાતું નથી. માટે તમારી ફરજ છે કે તેમને શોધી કાઢો. માટે તમારે તેમના ઘરમાં દાખલ થવું જોઈએ, તેમને પકડવા જોઈએ. પછી તમે ઈચ્છો તે કરો. આ અહેવાલ મુજબ, કેટલાક કોંગ્રેસીઓએ પરોક્ષ કે પ્રત્યક્ષપણે હુલ્લડમાં ભાગ પણ લીધો હતો. કેટલાકે ઈરાદાપૂર્વક પ્રશાસનને ગેરમાર્ગે દોર્યું હતું. ઘનશ્યામ શાહે પોતાના અહેવાલમાં આવી ઘટના ટાંકતા જણાવ્યું છે કે 20મીની સાંજે ઘણાં લોકોને લાગતું હતું કે વડોદરામાં હુલ્લડો ફાટી નીકળશે. પરંતુ કોંગ્રેસના નેતાઓએ કલેક્ટરને ખાત્રી આપી હતી કે કંઈ નહીં થાય અને વડોદરા છાવણીમાં રહેલી એસઆરપીને અમદાવાદ મોકલો. આ ઘટનામાં હુલ્લડખોરોને લૂંટફાટ અને મસ્જિદો-દરગાહોને તોડવાની તક મળી હતી.

જનસંઘ-આરએસએસ-સ્વતંત્ર પાર્ટીના કાર્યકર્તાઓની સક્રિયતા-

રેડ્ડી પંચના અહેવાલના પૃષ્ઠ ક્રમાંક-206ના પેરેગ્રાફ 18.15 પ્રમાણે, જગન્નાથ મંદિરનો બનાવ પૂર્વયોજિત ન હતો એ ખરું છે. પરંતુ આ અહેવાલના પૃષ્ઠ ક્રમાંક- 209ના પેરેગ્રાફ 18.24 પ્રમાણે, તેથી હુલ્લડના ઘટનાક્રમ પરથી તે વ્યવસ્થિત યોજેલા કે પ્રેરીત હતા તે જણાઈ આવતું નથી એવી પોલીસની રજૂઆત અમે સ્વીકારી શકતા નથી. જગન્નાથ મંદિરના બનાવનો લાભ ઉઠાવ્યો હોય તેવી કેટલીક એજન્સી કે એજન્સીઓ હોવી જોઈએ.

ઘનશ્યામ શાહના અહેવાલ મુજબ, આ સમયગાળમાં જનસંઘ અને સ્વતંત્ર પાર્ટીના કાર્યકર્તાઓ પણ સક્રિય હતા. પરંતુ સ્વતંત્ર પાર્ટીના કાર્યકર્તાઓ કરતા જનસંઘના કાર્યકર્તાઓ વધુ સક્રિય હતા. આરએસએસના સ્વયંસેવકો પણ સક્રિય હોવાની વાત અહેવાલમાં કરવામાં આવી છે. જો કે અહેવાલ મુજબ, ડાબેરી પક્ષો- પીએસપી, એએસપી અને કમ્યુનિસ્ટોએ હુલ્લડોને રોકવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા હતા. ડાબેરી પક્ષોને એકમાત્ર સેક્યુલર પોલિટિકલ ફોર્સ અહેવાલમાં ગણાવાયા હતા.

રેડ્ડી પંચના અહેવાલના પૃષ્ઠ 209ના પેરેગ્રાફ 18.24 પ્રમાણે, એક અખિલ ભારતીય પક્ષ કે સંસ્થા તરીકે ભારતીય જનસંઘ પક્ષ અને એ જ રીતે હિંદુ મહાસભા પક્ષ કે આરએસએસ સંસ્થાએ ભાગ લીધો હોય કે તે સંડોવાયા હોય એવું સૂચવવા અમારી પાસે કશો પુરાવો નથી. આ પક્ષો કે સંસ્થાઓના કેટલાક કાર્યકરોએ ભાગ લીધો હોવાને લગતા પુરાવા પરથી જ અખિલ ભારતીય પક્ષો કે સંસ્થાઓ તરીકે ઉક્ત પક્ષોએ ભાગ લીધો હતો એવો તર્ક વાજબી ઠરી શકે તેમ નથી.

હિતેન્દ્ર દેસાઈની કોંગ્રેસ સરકારની ફોર્સનો ઉપયોગ નહીં કરવાની હતી કોઈ ગણતરી?

કોમ્યુનલ રાઈટ્સ ઈન ગુજરાત- રિપોર્ટ ઓફ અ પ્રીલિમિનરી ઈન્વેસ્ટિગેશનમાં ઘનશ્યામ શાહે કહ્યુ છે કે નિર્ણયો લેવામાં વિલંબ સિવાય રાજ્ય સરકાર ફોર્સનો ઉપયોગ કરવામાં ગલ્લા-તલ્લા કરતી હતી. 20મી સપ્ટેમ્બરની સાંજે જ્યારે શહેરના મોટાભાગમાં હિંસા થઈ રહી હતી, ત્યારે મુખ્યમંત્રી કહી રહ્યા હતા કે સરકાર શાંતિ સ્થાપિત કરવા માટે ફોર્સનો ઉપયોગ કરવામાં ખચકાશે નહીં. પરંતુ આવી ચેતવણીઓ ઘણી મોડી અને બિનઅસરકારક સાબિત થઈ. હુલ્લડખોરોએ શહેરનો પહેલા જ કબજો લઈ લીધો હતો. સરકાર ફોર્સનો ઉપયોગ કરવાથી દૂર શા માટે રહી તે સમજવું અઘરું છે. પરંતુ કોંગ્રેસના નેતાઓ વચ્ચે ચર્ચાતુ એક સંભવિત સ્પષ્ટીકરણ એ હતું કે જ્યારે જગન્નાથ મંદિરની ઘટનાને કારણે ઊંડાણપૂર્વક ઘવાયેલી હિંદુ લાગણી દરમિયાન જો કોંગ્રેસની સરકાર કડક વલણ દાખવત, તો 1972માં રાજ્યમાં જનસંઘની સરકાર આવે તેવી રાજકીય કિંમત ચુકવવી પડે તેવી શક્યતા હતી. અમદાવાદમાં કર્ફ્યૂનો કડક અમલ કરાયો ન હતો. હુલ્લડોને રોકવા માટે કડક પગલા લેવાના સ્થાને ગુજરાતના રાજકારણીઓએ બલિનો બકરો શોધવાનું કામ કર્યું હતું. શરૂઆતમાં પાકિસ્તાની એજન્ટો દ્વારા હુલ્લડો ભડકાવાયાની વાત કરી હતી અને બાદમાં તેમણે અશાંતિ ફેલાવવા માટે કમ્યુનિસ્ટો પર શંકાની સોય તાણી હતી. રિપોર્ટમાં દાવો કરાયો છે કે લેખકને એક વરિષ્ઠ મંત્રીએ એ સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો કે અશાંતિમાં ચીનની ભૂમિકા છે.

સીએમ હિતેન્દ્ર દેસાઈ સામે ષડંયત્રમાં હુલ્લડ?

કોન્સ્પિરસી થિયરી મુજબકોંગ્રેસના આંતરીક વિખવાદને કારણે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી હિતેન્દ્ર દેસાઈને અપયશ મળે તેના માટે હિંસાને ઈરાદાપૂર્વક ઉભી કરવામાં આવી હતકારણ કે હિતેન્દ્ર  દેસાઈ મોરારજી દેસાઈની આગેવાનીવાળી કોંગ્રેસ (0)નું સમર્થન કરતા હતા. જ્યારે કોંગ્રેસનું એક અન્ય જૂથ કોંગ્રેસ(આઈ) ઈન્દિરા ગાંધીને પોતાના નેતા માનતું હતું.

1961થી 1971મિલો બંધ થઈ- કોમી તણાવ વધ્યો

ગુજરાતમાં હિંદુ-મુસ્લિમ વચ્ચેનો તણાવ 1961થી 1971 વચ્ચે વધ્યો હતો. આ દાયકામાં 685 જેટલા કોમી હિંસાના બનાવો ગુજરાતના શહેરી વિસ્તારમાં થયા હતા અને તેમાના 578 બનાવો એકલા 1969ના વર્ષમાં સર્જાયા હતા. જ્યારે 1961થી 1971 વચ્ચે રાજ્યના ગ્રામીણ ક્ષેત્રમાં 114 કોમી હિંસાના બનાવો બન્યા હતા. 1960 સુધી ગુજરાત કોમવાદીપણે સંવેદનશીલ વિસ્તાર ન હતું. પરંતુ ટેક્સટાઈલ મિલોને કારણે શહેરમાં રાજ્યના અન્ય વિસ્તારોમાંથી લોકો આવીને વસવાટ કરવા લાગ્યા હતા. 1961થી 1971ના દયાકમાં અમદાવાદની વસ્તી 38 ટકા વધી હતી. શહેરના પૂર્વ વિસ્તારમાં જેને કારણે સ્લમ્સ ઝડપથી ઉભી થઈ હતી. આ દાયકાના મધ્યમાં સુરતના નાના યુનિટ્સ પાસે જોબ્સ જવાને કારણે અમદાવાદમાં અયોગ્ય મિલ વર્કરોની જોબ ગઈ હતી. સાત મોટી મિલોના બંધ થવાથી 17 હજાર કામદારો બેકાર બન્યા હતા. મુસ્લિમ કામદારો વધુ કુશળ ગણાતા હતા અને તેને કારણે દલિત હિંદુ કામદારોમાં આને લઈને અસુરક્ષાનો ભાવ હતો. શહેરના સ્લમ વિસ્તારોમાં હિંદુ દલિત અને મુસ્લિમ વચ્ચે ઘણી હિંસક ઘર્ષણની ઘટનાઓ બની હતી.

રેડ્ડી પંચના અહેવાલમાં કોમવાદી વાતાવરણને લઈને સમાવિષ્ટ તર્કવિતર્કો-

1969ના ગુજરાત-અમદાવાદ ખાતેના હુલ્લડો પહેલા સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં કોમવાદી વાતાવરણ કેવું હતું, તેના સંદર્ભે અનેક વિચારસરણીઓ અને તર્કવિતર્કો થયા છે. ગુજરાતમાં અમદાવાદ અને અન્ય સ્થાનોએ 18 સપ્ટેમ્બર, 1969 અને તેના પછી થયેલા કોમી તોફાનો અંગે જસ્ટિસ પી. જગમોહન રેડ્ડી પંચના અહેવાલ પ્રમાણે, આ બાબતમાં અસંખ્ય કારણો સૂચવાયા હતા. કેટલાક કારણો લગભગ હજાર વર્ષ પૂર્વેના બનાવો સાથે સંકળાયેલા હતા. જ્યારે અન્ય કારણો નજીકના બનાવો સાથે સંકળાયેલા હતા, જેમ કે કોંગ્રેસની રાજકીય પ્રવૃત્તિઓ અને ભારતની આઝાદી માટેની માગણી, ભાગલા માટે મુસ્લિમ લીગની ચળવળ, 1941 અને 1946ના કોમી રમખાણો, દેશના ભાગલા અને ત્યાર બાદ પાકિસ્તાનનું ભારત પ્રત્યેનું દ્રષ્ટિબિંદુ અને વલણ, ભારત-પાકિસ્તાનના સંબંધ, ભારત વિરુદ્ધ ચીન-પાકિસ્તાનની ધરી, પાકિસ્તાનનું ભારત પરનું આક્રમણ અને ત્યાર બાદ પાકિસ્તાનનો ભારત વિરુદ્ધનો પ્રચાર. આ સિવાય કેટલાક અખિલ ભારતીય પક્ષોની કોમી પ્રવૃત્તિઓને કારણે ભારતના જુદાજુદા ભાગોમાં જ નહીં, પરંતુ ગુજરાત અને અમદાવાદમાં પણ કોમી વાતાવરણ કલુષિત થયાની માન્યતા રજૂ કરાય છે. ત્રીજું દ્રષ્ટિબિંદુ એ છે કે ગુજરાત અને અમદાવાદમાં બનેલા કેટલાક બનાવોને કારણે રમખાણો થયા હતા અને એ દ્રષ્ટિબિંદુ કંઈક વધુ સ્પષ્ટ છે. જો કે તેમાના કેટલાક બનાવો હુલ્લડના નજીકના ગાળાને લગતા નથી. વેરાવળ, જૂનાગઢ, પાટણ, ગોધરા, પાલનપુર, અંજાર, દલખાણિયા, કોડિનાર અને ડીસામાં 1964થી 1968 વચ્ચે થયેલા જુદાંજુદાં કોમી હુલ્લડો અને એને પરિણામે સમગ્ર ગુજરાતના પરંપરાગત કોમી એખલાસને માઠી અસર પહોંચી હતી.

આ સિવાય કેટલાક નજીકના સમયગાળામાં બનેલા બનાવોની રમખાણો પર અસર પહોંચી હતી એવી રજૂઆત પણ થઈ હતી. જેમાં જમિયત ઉલેમા એ હિંદના જૂન-1968માં અમદાવાદ ખાતે યોજાયેલા પ્રથમ અધિવેશનમાં થયેલા કોમી ભાષણો અને અમદાવાદ ખાતે ડિસેમ્બર, 1968માં યોજાયેલી આરએસએસની શિબિર,  માર્ચ-1969માં કુરાનનો પ્રસંગ, 31 ઓગસ્ટે, 1969ના રોજ અલઅક્સા મસ્જિદ માટે નીકળેલું સરઘસ, 4 સપ્ટેમ્બર, 1969ના રોજ ઓઢવનો બનાવ અને તે જ દિવસે રામાયણના અપમાનના મામલે પોલીસ અધિકારીને બરતરફ કરવાની માગણી સાથે ઉપવાસ, હિંદુ ધર્મ રક્ષા સમિતિ અને ડાબેરી પક્ષો, એ બંનેએ બોલાવેલી જાહેરસભાના ભાષણો, પોલીસ અધિકારીની ફરજ મોકૂફી અને 14મી સપ્ટેમ્બર, 1969ના રોજ રામાયણની પધરામણી માટેનો વરઘોડો જેવી રજૂઆતો પણ કરવામાં આવી હતી. આ સિવાય ભારતના રાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવારને લઈને કોંગ્રેસમાં મતભેદ, જુલાઈ-1969માં બેંકોનું રાષ્ટ્રીયકરણ અને તેના પરિણામે એ પક્ષમાં થયેલા રાજકીય ભંગાણને પણ એક કારણ તરીકે રજૂ કરાયું હતું.

તંગદિલીનો આંતરપ્રવાહ-

હુલ્લડોની હારમાળા-

સ્વતંત્રતા પહેલા ગુજરાતમાં અમદાવાદ ખાતે 1941 અને 1946માં મુસ્લિમ લીગના કારણે હુલ્લડો થયા હતા. આ હુલ્લડો બાદ એકંદરે ગુજરાતમાં શાંતિની સ્થિતિ હતી. 1961થી 1971ના સમયગાળામાં ફરીથી કોમી સળવળાટ જોવા મળ્યો હતો. 1963થી 1968 દરમિયાન કોમી બનાવો નોંધપાત્ર રીતે વધવા લાગ્યા હતા. 1963માં ચાર, 1964માં 11, 1965માં 7, 1966માં 2, 1967માં 1 અને 1968માં 4 કોમી બનાવો બન્યા હતા. 1964થી 1969 વચ્ચે અંજાર, પાલનપુલ, વેરાવળ, દલખાણિયા અને કોડિનારમાં હુલ્લડો થયા હતા. 1968માં જૂનાગઢ, પંચમહાલ અને બનાસકાંઠામાં કોમી બનાવો બન્યા હતા. 1969ની શરૂઆતમાં જૂનાગઢ, અમદાવાદ અને અમરેલી જિલ્લામાં કોમી તોફાનો થયા હતા.

ભારત સરકારે એકત્ર કરેલી માહિતી પરથી જણાવ્યા પ્રમાણે, કોમી બનાવોની સંખ્યા 1954થી 1960 સુધી ઘટતી જતી હતી અને 1960માં તે સૌથી ઓછી હતી. પરંતુ 1961થી તેમા સતત વધારો થયો હતો. બાતમાં તેનું પ્રમાણ સતત વધતું રરહ્યું હતું. આંકડા પ્રમાણે 1962 સુધી કોમી બનાવોથી મુક્ત ગુજરાતમાં 1963થી જ બનાવો સતત બનતા રહ્યા હતા.

માર્ચ-1969ની મ્યુનિસિપાલિટીની ચૂબંટણી દરમિયાન હુલ્લડો થવાને કારણે અમદાવાદના નાગોરીવાડમાં કોમી તંગદિલી હતી. ફરીથી 3 અને 4 મે, 1969ના રોજ કોમી હુલ્લડો થયા હદતા. 7 મે, 1969ના રોજ પણ પરિસ્થિતિ તંગ બન  હતદી. ખાસ અહેવાલ મુજબ, પોલીસ મુસ્લિમોના પક્ષે હતી અને તેથી તેઓને પ્રોત્સાહન મળ્યાની લાગણી નાગોરીવાડના હિંદુઓમાં હતી. પરંતુ પોલીસે આગેવાનો અને સ્થાનિકોને સમજાવતા મામલો થાળે પડયો હતો.

ચીન-પાકિસ્તાન સાથે યુદ્ધ અને કોમી કલુષિતતા-

ભારત પર 1962માં ચીનનું આક્રમણ થયું અને ભારત તરફની દુશ્મનાવટને કારણે પાકિસ્તાન ચીન તરફ ઢળતું જતું હતું. તે અરસામાં આડકતરા પ્રત્યાગાતો રાજ્યની કોમી સંવાદિતામાં ખરેખર ખલેલ પહોંચાડી રહ્યા હતા અને ખાસ કરીને 1965માં ભારત-પાકિસ્તાનની લડાઈ બાદ, ભાગલા પહેલાની પ્રવૃત્તિઓ અને વલણોનું પુનરુચ્ચારણ થવાથી કેટલાક હિંદુઓના મનમાં મુસ્લિમ કોમના મોટા વર્ગ વિરુદ્ધ શંકા પેદા થતા વાતાવરણ કલુષિત થયું હતું.

જમિયત ઉલેમા એ હિંદનું જૂન- 1968નું સંમેલન-

પોલીસનું કથન એવું છે કે અમદાવાદમાં 2 જૂન-1968માં મળેલી જમિયત ઉલ ઉલેમા પરિષદ અને એમા થયેલા ભાષણોએ અમદાવાદનું અન્યથા શાંત કોમી વાતાવરણ ડહોળી નાખ્યું હતું. 1945માં સ્થપાયેલી જમિયત ઉલેમા એ હિંદએ અખિલ ભારતીય સંસ્થા છે અને તેનો રાષ્ટ્રીય અભિગમ હતો. જી.ડબ્લ્યૂ 24 ખાસ શાખાના પોલીસ સુપ્રિટેન્ડેન્ટ કે. જી. મોટવાણીએ જણાવ્યું કે તેમને મળેલી માહિતી અનુસાર જમિયત ઉલ ઉલેમા ધીમેધીમે મુસ્લિમ કોમવાદ તરફ ઢળી રહી હતી, જે તેમના મતે, તે પરિષદમાં કંઈક અંશે હિંદુઓ વિરુદ્ધ કરવામાં આવેલા ભાષણો, ખાસ કરીને મલૌના અસદ મદનીના ભાષણો પરથી સ્પષ્ટ હતું. તેમણે 2 જૂન, 1968ના રોજ કરવામમાં આવેલા ઉર્દૂ ભાષણનો અંગ્રેજી અનુવાદ રજૂ કર્યો હતો.

ડિસેમ્બર-1968માં સંઘની શિબિર-

અમદાવાદના મણિનગર ખાતે 27થી 29 ડિસેમ્બર1968 દરમિયાન આરએસએસની ત્રિદિવસીય શિબિર યોજાઈ હતી. તેમાં આરએસએસના દ્વિતિય સરસંઘચાલક શ્રીગુરુજી ઉપાખ્ય એમ. એસ. ગોલવલકર 27 ડિસેમ્બરના રોજ સંઘના સંસ્થાપક ડૉ. કે. બી. હેડગેવારના જીવન અને કાર્યની પ્રશંસા કરી હતી અને દેશમાં હિંદુ ધર્મના રક્ષણ માટે હિંદુઓએ ભૂતકાળમાં આપેલાા બલિદાનનું વર્ણન કર્યું હતું. દેશમાં ભાગલા દરમિયાન અને તે પછી પાકિસ્તાનમાં મુસ્લિમો દ્વારા હિંદુઓ પર ગુજારેલા અત્યાચારોની તેમણે વાત કરી હતી અને તેની તેમણે સખત ટીકા કરી હતી.

કુરાનનો બનાવ-

10 માર્ચ, 1969ના રોજ સાંજના આશરે 7.30 વાગ્યે વ્યવસ્થા તંત્રના ઈન્ચાર્જ પોલીસ સુપ્રિટેન્ડેન્ટ બી. એચ. દેસાઈ તેમની જીપમાં જઈ રહ્યા હતા. ત્યારે તેમણે એક મુસ્લિમની લારી જોઈ હતી અને તેને બાજુમાં લેવા માટે જણાવ્યું હતું. પણ લારી બાજુમાં નહીં ખસેડતા પોલીસે લારીને બાજુમાં ખસેડવાનો પ્રયત્ન કર્યો અને તેમાં લારીમાંથી પુસ્તકો ઉથલી પડયા હતા. કહેવાય છે કે લારીના પુસ્તકોમાં કુરાને શરીફ પણ હતું. લારીના માલિકે વિરોધ કરતા બે હજાર કે તેથી વધુ માણસોના ટોળાએ પથ્થરો, સોડા વોટરની બોટલો અને ભરતર લોખંડના ગડરના ઢાંકણા ફેંકીને પોલીસ પર હુમલો કર્યો હતો. જો કે તેના પહેલા પોલીસ સુપ્રિટેન્ડેન્ટે આ બનાવ બદલ દિલગીરી વ્યક્ત કરી અને કુરાને શરીફની નકલને સલામ કરીને ત્યાંથી જતાં રહ્યા હતા. પરંતુ ટોળું જાહેર અને ખાનગી મિલ્કતોને નુકશાન કરતું હોવાથી લાઠીચાર્જ કરવો પડયો અને ટોળું રાત્રે લગભગ 9.45 કલાકે વિખેરાયું હતું. રાત્રે ફરીથી 10 વાગ્યે 2થી 5 હજાર માણસોનું ટોળું પોલીસ ચોકી બહાર માફીની માગણી સાથે એકઠું થયું હતું. પોલીસ કમિશનનરો ચાર્જ સંભાળતા રેનિસનની સૂચના અનુસાર લાઉડસ્પીકર પર માફીની જાહેરાત કરાય હતી. બાદમાં ટોળાના મોટાભાગના લોકોને સંતોષ થતા તેઓ વિખેરાય ગય હતા. પરંતુ ટોળાના અન્ય કેટલાક લોકોએ ભેગ થઈને પથ્થર મારો કરીને પોલીસ ચોકી પર હુમલો કરતા ચાર પોલીસકર્મીઓ ઘવાયા હતા. તેમાં એક પોલીસકર્મીને કંજર હુલાવી દેવામા4 આવ્યું હતું. પોલીસે લાઠીચાર્જ અને ટીયરગેસના શેલ છોડયા હતા. રાત્રે આશરે 11 વાગ્યે ટોળાને વિખેર્યું અને નાયબ પોલીસ કમિશનરને માથિમાં ઈજા થતા તેમને હોસ્પિટલમાં ખસેડવા પડયા હતા.

અલ-અક્સા સરઘસ-

31 ઓગસ્ટ, 1969ના રોજ નીકળેલા અલ અક્સા સરઘસે કોમી એખલાસને હાનિ પહોંચાડી હોવાનું કહેવાય છે. જેરુસલમમાં અલ અક્સ મસ્જિદની પવિત્રતાને આંચ પહોંચાડી હોવાના કહેવાતા બનાવના વિરોધમાં માત્ર અમદાવાદ જ નહીં પરંતુ ગુજરાતના બધાં જિલ્લા મુખ્યમથકોએ તેમ જ બીજા સ્થળોએ આ સરઘસ કાઢવામાં આવ્યું હતું. સરઘસમાં શાંતિ જાળવવાની અને સૂત્રો નહીં પોકારવાની ખાત્રી બાદ પોલીસે મંજૂરી આપી હતી. આ સરઘસમાં નારાએ તકબીર અલ્લાહો અકબર, કિબ્લે અવ્વલ હમારા હૈ, ઈઝરાયલ મુર્દાબાદ, જો હમસે ટકરાયેગા વો મિટ્ટીસે મિલ જાયેગા, હમ મસ્જિદો કી તોહિન બરદાસ્ત નહીં કર સકતે, જો ઈસ્લામ સે ટકરાયેગા દુનિયાસે મિટ જાયેગા, મુસ્લિમ એકતા જિંદાબાદ જેવા સૂત્રો પોકારવામાં આવ્યા હતા. ઈસ્લામ સે જો ટકરાયેગા મિટ્ટી મેં મિલ જાયેગા જે વા સૂત્રો પણ પોકારાયા હતા. અમદાવાદમાં સરઘસમાં મોટી સંખ્યામાં લોકો સામેલ થયા હતા. ગોળ લીમડા, રિલીફ રોડ, કાળુપુર, બલોચવાડ, દિલ્હી ચકલાથી પસાર થઈ કસાઈવાડા, મિરઝાપુર ખાતે જાહેરસભામાં સરઘર ફેરવાયું હતું. જિલ્લા મેજિસ્ટ્રેટોએ જણાવ્યું છે કે આ બનાવને કારણે કેટલાક જિલ્લાઓમાં પણ હિંદુઓના મન વ્યગ્ર બન્યા હતા તેમ જ કોમી એખલાસને હાનિકારક અસર પહોંચી હતી. જગન્નાથ મંદિરના બનાવ બાદ જિલ્લઓમાં હડતાળ પાડવામાં આવી, ત્યારે ટોળામાંથી કેટલાક લોકોએ અલ-અક્સ દિવસે પોકારવામમાં આવેલા સૂત્રોની તર્જ પર તૈયાર કરેલા સૂત્રો- જેવા કે જો હિંદુ સે ટકરાયેગા વો મીટ્ટી મેં મિલ જાયેગા – પોકારતા હોવાનું જમાવાયું હતું. અલ અક્સ સરઘસ બાદ કેટલાક લેખ છપાયા અને તેમાં ભૂતકાળની અત્ચાચારની ઘટનાઓ તાજી થઈ હતી. રેડ્ડી પંચના અહેવાલના પૃષ્ઠ 55 પર પેરેગ્રાફ 6.37 પ્રમાણે, આમ અમારી દ્રષ્ટિએ અલ અક્સ સરઘસ શાંત હતું તે છતાં તેણે કેટલાક હિંદુઓના મનમાં એક પ્રત્યાઘાત ઉભો કર્યો હોવાનું જણાશે, જે કારણે તેમમે ભૂતકાળના બનાવોની યાદ તાજી કરવાનું અને તમામ પ્રકારની શક્યતાઓ વિચારવાનું શરૂ કરી દીધું. પંરતુ આ બાબતને કારણે એ બે કોમો વચ્ચે તંગદિલી પેદા થયાનું કહી શકાય ખરુંબાહ્ય રીતે જોઈએ તો ન કહી શકાય, પરંતુ કમિશનની દ્રષ્ટિએ વર્તમાનપત્રોમાંના ચર્ચાપત્રો અને લેખો તથા પછીના બનાવો બતાવે છે તેમ અંદરખાને લાગમીઓ કોઈક રીતે ધુંધવાયા કરતી હોય એવું બની શકે.

રામાયણનો બનાવ-

4 સપ્ટેમ્બર, 1969ના રોજ જન્માષ્ટમીના રોજ પંડિત બાલકૃષ્ણ નામની વ્ક્તિ નારાયણદાસની ચાલીમાં રામલીલા કાર્યક્રમનું સંચ3લન કરતી હતી. ત્યારે કેટલાક પોલીસ કોન્સ્ટેબલ રાત્રે 9 વાગ્યે તેમની પાસે ગયા અને જ્યરે તેઓ રામલીલાનું પાત્ર ભજવી રહ્યા હતા, ત્યારે તેમને જણાવવામમાં આવ્યું કે બહેરામપુરા પોલીસ ચોકીના પીએસઆઈ શેખ તેમને બોલાવે છે, પરંતુ તેઓ રામલીલાનું પાત્ર ભજવતા હોવાથી તે સમયે જઈ શક્યા નહીં. પોતાના પાત્રની ભજવણી પુરી થયા બાદ આવશે તેમ તેમણે જણાવ્યું હતું. થોડા સમય બાદ પીએસઆઈ શેખ સાથે પોલીસ પરત ફરી અને રામલીલા જોવા આવેલા લોકોને બળપૂર્વક વિખેરી નાખ્યા. બાદમાં પીએસઆઈ શેખે ટેબલપર પડેલી રામાયણને હડસેલો માર્યો, જેના પરિણામે રામાયણ અને આરતી નીચે પડી ગયા અને એવો આક્ષેપ કરાયો કે તેમણે રામયણને લાત મારી હતી. બીજા દિવસે 5 સપ્ટેમ્બર, 1969ના રોજ સવારે પંડિત બાલકૃષ્ણ અને નારાયણદાસની ચાલના હિંદુ અને કેટલાક મુસ્લિમ રહેવાસીઓએ પીએસઆઈના વર્તન સામે અરજી મોકલીને ઉચ્ચ સત્તાધારીઓને કાર્યવાહી કરવા માગણી કરી હતી. આ મામલે ન્યાયની માગણી સાથે હરિચંદ્ર પંચાલે હિંદુ ધર્મ રક્ષા સમિતિ નામની સંસ્થા બનાવી હતી અને પીએસઆઈ શેખને હટાવવાની માગણી સાથે 11 સપ્ટેમ્બરે 15 વ્યક્તિઓ સાથેનું એક સરઘસ નારાયણદાસની ચાલીથી કાગડાપીઠ પોલીસ સ્ટેશન પહોંચ્યું. બાલકડૃષ્ણ અને સેવકરાય ઠાકરે કાગડાપીઠ પોલીસ સ્ટેશન બહાર ઉપવાસ ઉપર ઉતરવાનું નક્કી કર્યું હતું. પોલીસે હરિચંદ્ર પંચાલને પોલીસ સ્ટેશન નજીક ઉપવાસ પર નહીં ઉતરવા વિનંતી કરી હતી. પરંતુ રામાયણના ઘોર અપમાનના વિરોધમાં ઉપવાસ શીર્ષકવાળા ભીંતચિત્રો સાથે ઉપવાસ શરૂ કરાયા હતા. શંભુ મહારાજે આ સ્થળની એકવાર મુલાકાત લીધી હતી અને પરવાનગી સાથે રાયપુર દરવાજા ખાતે એક સભા પણ રાખી હતી. 14 સપ્ટેમ્બર, 1969ના રોજ પીએસઆઈ શેખને ફરજ મોકૂફ કરાયા હતા. તેના પછી ઉપવાસ પર ઉતરેલી વ્યક્તિઓએ પારણા કર્યા હતા. રાયપુર ચોકીથી બહેરામપુરા ચોકી સુધી સરઘસ કાઢવામાં આવ્યું અને રામાયણની નારાયણદાસ ચાલી ખાતે પ્રતિષ્ઠા પણ કરવામાં આવી હતી.

ઓઢવનો બનાવ-

રામાયણના અપમાનના બનાવના દિવસે એટલે કે 4 સપ્ટેમ્બર, 1969ના રોજ અમદાવાદના ઓઢવમાં કેટલાક મૌલવીઓને તે ગામે વાયજ રવા માટે બોલાવાયા હતા અને તેમણે જે જગ્યાએ મસ્જિદ હતી, ત્યાં વગર પરવાનગીએ ફરીથી મસ્જિદ બાંધવાનો પ્રયાસ કર્યો હતો. તેથી તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. તેઓ ખુલ્લી જગ્યામાં મસ્જિદ બાંધવાની કોશિસ કરી હોવાનો આક્ષેપ કરાયો. ત્યાં કોઈ મુસ્લિમ રહેતો નથી કે કોઈ મુસ્લિમનું મકાન પણ નથી,તેમ જ મૌલવીઓ ગામમાં રહેતા નહીં હોવાની પણ રજૂઆત કરાય હતી. જો કે આ બનાવની શહેરના કોમી વાતવારણ પર કોઈ અસર થયાનું રેડ્ડી પંચનો અહેવાલ નકારે છે. તેની અસર બનાવ સ્થળ સુધી રહી હોવાનું તારણ અપાયું હતું.

બલરાજ મધોકના ભાષણો-

14 સપ્ટેમ્બર, અને 16 સપ્ટેમ્બર-1969ના રોજ અમદાવાદમાં ભારતીય જનસંઘના માજી પ્રમુખ બલરાજ મધોકના બે પ્રવચનોની અસરને લઈને પણ ચર્ચા હતી. આક્ષેપ હતો કે આ ભાષણોથી હિંદુઓ ઉશ્કેરાયા હતા અને સપ્ટેમ્બરના હુલ્લડોમાં તેમણે ભાગ ભજવ્યો હતો. તેમણે કેપ્ટન માડક સ્મારક વ્યાખ્યાનમાળામાં અમદાવાદ મિલટ્રી એન્ડ રાઈફલ ટ્રેનિંગ એસોસિએશન ખાતે પાકિસ્તાની ધમકી વિષય પર પ્રથમ ભાષણ આપ્યું. તેમમે ભારત મહત્વના નિર્ણાયત્મક તબક્કે વિષય પર બીજું ભાષણ અમદાવાદકના જૂનિયર ચેમ્બરના ઉપક્રમે દિનેશ હોલમાં આપ્યું હતું. બંને વખતે ભાષણોમાં બુદ્ધિજીવી વર્ગના નિમંત્રિત પ્રતિનિધિઓના સમૂહ સમક્ષ સંબોધન કરાયું હતું. જો કે રેડ્ડી પંચ મધોકના ભાષણોની અસર હુલ્લડો થાય તેવી હોવાનું માનવાનો ઈન્કાર કરે છે.

હિંદુઓનું બદલાતું માનસ-

હિંદુઓના બદલાતા માનસને સમજવા માટે ત્રણ હુલ્લડોની ઘટનાઓ પણ સમજવી પડશે.તેના આધારે 1969ના ગુજરાત-અમદાવાદના હુલ્લડોની ઘટના વધુ સ્પષ્ટપણે સમજી શકાશે.

મોપલા મુસ્લિમોનો હિંસાચાર-

1921માં ખિલાફત મૂવમેન્ટ વખતે કેરળના માલાબાર વિસ્તારમાં હિંસાચારની ઘટનાને મોપલા વિદ્રોહના નામે દાબી દેવામાં આવે છે. પરંતુ મોપલા મુસ્લિમોએ કરેલા હિંસાચારમાં 10 હજાર હિંદુઓના જીવ ગયા હતા. બ્રિટિશરોને મોપલા મુસ્લિમોના હિંસાચારને કાબુમાં લાવવામાં ચાર માસ લાગ્યા હતા. સત્તાવાર આંકડા મુજબ, 2266ના ત, 1615 ઘાયલ  અને 5688 બંધક બનાવાયા હતા. 20 ઓક્ટોબર, 1921ના રોજ યંગ ઈન્ડિયામાં મહાત્મા ગાંધીએ મોપલા વિદ્રોહના બે માસ બાદ મોપલાના ઉત્થાનનો અર્થ – શીર્ષક નીચે બીજો લેખ લખ્યો હતો કે શું વધારે ધૃણિદ હતું. મોપવા ભાઈની અજ્ઞાની કટ્ટરતા અથવા હિંદુ ભાઈની કાયરતા જેણે અસહાયપણે ઈસ્લામી સૂત્રને ગણગણ્યું અથવા પોતાના વાળના ગુચ્ચાને કાપ્યો અથવા પોતાની બનિયાન બદલવાની મંજૂરી આપીમને ખોટો સમજવામાં આવે નહીં, હું ચાહું છું કે હિંદુ અને મુસ્લિમ બંને વગર હત્યાએ મરવાનું સાહસ પેદા કરે. પરંતુ જો કોઈનામાં આવું સાહસ નથી, તો હું ચાહું છું કે તેઓ મરવા અને મારવાની કાળા શીખે, ન કે કાયરતાપૂર્વક ખતરાથી બાગી જાય.

નાગપુરના 1927ના હુલ્લડ-

1925ના વિજયાદશમીના દિવસે નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરવામાં આવી. તેની અસર નાગપુરમાં દેખાવાની શરૂ થઈ ગઈ હતી. 4 સપ્ટેમ્બર, 1927ના સવારે લક્ષ્મીપૂજાના દિવસે નગાપરુ મહલ પડોસમાં એક મસ્જિદ સામેથી સંગીત સાથે નહીં પસાર થવાની કથિ પરંપરા તોડીને ઢોલ વગાડતું હિંદુઓનું સરઘસ પસાર થયું . તેના પછી મુસ્લિમોનું ટોળું હથિયારો સાથે સૂત્રોચ્ચાર કરતું જુલૂસ આકારમાં ફર્યું હતું. તેના પછી સર્જાયેલા તણાવમાં બે દિવસ ચાલેલી હિંસામાં 22 લોકોના જીવ ગયા અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા. રમખાણો દરમિયાન સંઘના સંસ્થાપક ડૉ. કે. બી. હેડગેવાર નાગપુરમાં ન હતા. પણ સંઘના 16 ગ્રુપ્સ હિંદુ વિસ્તારોમાં મોકલવામાં આવ્યા હતા. રમખાણો દરમિયાન 13 સ્વયંસેવકોએ જીવ ગુમાવ્યા હતા. તેની સાથે આરએસએસ આવા હિંસાચારથી હિંદુઓની સુરક્ષા કરી શકે છે, તેવી ક્ષમતાઓનો અનુભવ પણ સ્થાનિક હિંદુઓને થયો હતો. મોપલા વિદ્રોહમાં મુસ્લિમ હિંસા સહન કરવાની હિંદુ માનસિકતાનો મિજાજ નાગપુરના 1927ના હુલ્લડોની ઘટનામાં બદલાયેલો જોવા મળ્યો.

1927ની ગોધરા ખાતેની હિંસા-

1927માં તત્કાલિન મુસ્લિમ બહુલ ગોધરામાં રમખાણો થયા હતા. મોરારજી દેસાઈ ગોધરાના ડેપ્યુટી કલેક્ટર અને મેજીસ્ટ્રેટ હતા. ગણેશચતુર્થીના દિવેસ મસ્જિદ માર્ગ પરથી પસાર થતી વખતે હિંદુ શ્રદ્ધાળુઓ મંજીરા વગાડી રહ્યા હતા. તેના કારણે મુસ્લિમો દ્વારા હિંસા શરૂ થા મોરારજી દેસાઈ ક્રિકેટ મેચ છોડીને સાઈકલ પર ઘટનાસ્થળે પહોંચ્યા અને શાંતિ સ્થાપિત કરી હતી. અંગ્રેજ કલેક્ટરે મુસ્લિમ હુલ્લડખોરોનો પક્ષ લીધો હતો. આઈસીએસ ઉપજિલ્લાધીસ એવીઆર આયંગરે મોરારજી દેસાઈના પ્રબંધનના વખાણ કર્યા અને તારવ્યું કે હુલ્લડખોર મુસ્લિમો હતા. ગોધરા હિંસાનો ખોટો રિપોર્ટ આપવાના સ્થાને મે-1930ના રોજ મોરારજી દેસાઈએ રાજીનામું આપ્યું હતું. 1927-28ના ગોધરા હુલ્લડોમાં હિંદુઓ પ્રત્યે પક્ષપાત કરવાનો આરોપ લગાવીને તપાસ શરૂ કરાય ન હતી. તેમ છતાં મોરારજી દેસાઈને સિનિયોરિટીમાં ચાર રેન્ક નીચે ઉતારી દેવાયા હતા અને તેના પછી તેમણે રાજીનામું આપીને સ્વતંત્રતાસંગ્રામમાં ઝુકાવ્યું હતું.

તારણ-

જો કે 1969માં ગુજરાત-અમદાવાદમાં થયેલા હુલ્લડોની તાસિર અલગ જ હતી. 1969ના હુલ્લડો ગુજરાતમાં હિંદુ-મુસ્લિમ સંબંધો માટે ટર્નિંગ પોઈન્ટ હતા. તેની સાથે ગુજરાતમાં હિંદુઓના બદલાતા રાજકીય મિજાજનો પણ સંકેત આપી રહ્યા હતા. ગુજરાતનો હિંદુ એકંદરે શાંત છેપણ હવે 1941 કે 1946 જેવી કોમવાદી દાદાગીરી સહન કરવા માટે તૈયાર નહીં હોવાનો સ્પષ્ટ સંદેશ પણ 1969ની ઘટનાઓમાંથી મળી રહ્યો છે.

No comments:

Post a Comment