Wednesday, May 1, 2024

મિનાક્ષીપુરમ સામુહિક ધર્માંતરણ કાંડ: જાતિવાદી રાજકારણના આંખ મિચામણાં વચ્ચે વીએચપીએ દેશભરમાં કર્યો હિંદુ ચેતનાનો સંચાર

- Anand shukla

ભારતની અનંત યાત્રામાં દેશની સ્વતંત્રતા બાદ ઘણાં એવા અધ્યાય જોડાયા છે કે જેની અસર ભૂતકાળની ઘણી નિરાશાઓને હટાવનારી છે. આવી જ એક ઘટના મિનાક્ષીપુરમ સામુહિક ધર્માંતરણના કાંડ બાદ જોવા મળી હતી. જેના કારણે દેશભરમાં હિંદુ ચેતનાના જનસંચાર વચ્ચે ઘણાં મોટા સામાજીક, રાજકીય પરિવર્તનોના આપણે સાક્ષી બન્યા છીએ. આ ઘટનાને સમજવા માટે તેની પૃષ્ઠભૂમિને પણ સમજવી જરૂરી છે.

જાતિવાદની પૃષ્ઠભૂમિ -

ભારત એક સનાતન રાષ્ટ્ર છે. હિંદુ જીવનપદ્ધતિ ભારતની સનાતન સંસ્કૃતિની ઓળખ છે. પરંતુ ભારતની સ્વતંત્રતા બાદથી ચાલેલી રાજનીતિમાં હિંદુ નહીં, પણ સેક્યુલર દ્રષ્ટિકોણની વાત કરીને હિંદુઓની રાજકીય એકતા સ્થાપિત થાય નહીં અને રાજ ચાલતું રહે તેવી ભાગલા કરો અને રાજ કરોની નીતિને તત્કાલિન સત્તાધારી પક્ષ દ્વારા ધાર અપાય રહી હતી. દેશમાં રાજકારણને જાતિવાદનો અખાડો બનાવી દેવાયો હતો. દેશના જાતિવાદના રાજકારણમાંથી સ્વતંત્રતા જોઈતી હતી. પણ આ તરફડાત વચ્ચે ખુરશી સાચવવા માટે નવા-નવા જાતિગત સમીકરણો ઉભા કરવાના રાજકીય ખેલ ખેલાતા હતા. તેની અસર આખા દેશની રાજનીતિની જેમ ગુજરાતના રાજકારણ પર પણ ઘણી ઘેરી પડી હતી. 1969માં અમદાવાદ ખાતેના ભીષણ રમખાણો બાદ રાજ્યની રાજનીતિ પડખું ફેરવી રહી હતી. 1972ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ રાજ્યમાં સત્તામાં આવી તો ખરી. પરંતુ જનતા મોરચો પણ બન્યો, 1974માં નવનિર્માણ આંદોલન પણ થયું અને કટોકટી સામે પણ ગુજરાતે મોટી ભૂમિકા ભજવી હતી. પરંતુ કટોકટી હટાવાયા બાદ ગુજરાતની રાજનીતિમાં જાતિવાદી રાજકારણનો ખેલ કૉંગ્રેસના ત્રણ નેતાઓએ શરૂ કર્યો હતો. તેમાં પહેલા નેતા હતા- તત્કાલિન મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી, બીજા નેતા હતા ઝીણાભાઈ દરજી અને ત્રીજા નેતા હતા સનત મહેતા. આ ત્રણેય નેતાઓએ ભેગા મળીને એક ખામ થિયરી આપી હતી. નખશીખ-જાતિવાદી રાજકારણથી ખુરશી સાચવવાની વાત આ ખામ થિયરીમાં હતી. KHAMમાં કે એટલે ક્ષત્રિય, એચ એટલે હરિજન, એ એટલે આદિવાસી અને એમ એટલે મુસ્લિમ. આમ ચાર જ્ઞાતિ સમુદાયના વોટરોને જોડીને મોટી જીત મેળવવાની ગણતરીઓ મૂકાય રહી હતી. અનામતના  રાજકારણ પર પણ રોટલા શેકવાની શરૂઆત થઈ ચુકી હતી. ગુજરાતમાં 1981થી 1985નો સમયગાળો ભારે અજંપા ભરેલો રહ્યો હતો અને અનામતના રાજકારણની લાગેલી આગે રાજ્યને દઝાડયું હતું.

રાષ્ટ્રીય રાજકારણમાં પણ મોટી ઉથલપાથલો હતી. કેન્દ્રમાં મોરારજી દેસાઈ અને બાદમાં ચૌધરી ચરણસિંહની જનતા મોરચાની સરકારો ઉથલી પડી હતી. ડબલ મેમ્બરશિપના પ્રશ્ને ભારતીય જનસંઘના જનતા પાર્ટીમાં જોડાયેલા નેતા-કાર્યકર્તાઓએ અલગ થવાનું નક્કી કર્યું. ત્યારે 6 એપ્રિલ, 1980ના રોજ અટલ બિહારી વાજપેયીના સંસ્થાપક અધ્યક્ષ પદે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ હતી. ભારતીય જનસંઘની સફર અહીં પુરી થઈ હતી, પણ રાજકીય  વિચારયાત્રાને આગળ વધારવાની જવાબદારી ભારતીય જનતા પાર્ટીને સોંપવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીના ઉદય થવાની સાથે જ માત્ર એક વર્ષના સમયગાળમાં દેશમાં ચાલી રહેલા જાતિવાદી રાજકારણના અખાડામાં સામુહિક ધર્માંતરણનો સૌથી મોટો ખેલ સામે આવ્ય હતો. આ ખેલ તમિલનાડુના મિનાક્ષીપુરમમાં ખેલાયો હતો. જેની ઘણી મોટી અસર પડી હતી અને તેના કારણે ભારતીય રાજકારણને રાષ્ટ્રીય રાજનીતિની દિશા આપવા માટેના પરિબળો પ્રભાવીપણે દેશભરમાં કાર્ય કરી રહ્યા હતા. 1964માં સ્થપાયેલી વિશ્વ હિંદુ પરિષદે 1983માં આખા ભારતમાં ત્રણ એકાત્મતા યજ્ઞ યાત્રા કાઢી હતી. જેના કારણે હિંદુઓનું જનજાગરણ અને એકતાનું કાર્ય આગળ ધપ્યું હતું. તેની સાથે શ્રીરામજન્મભૂમિ મુક્તિ આંદોલન પણ વેગવંતુ બની રહ્યું હતું. ગુજરાતમાં પણ મિનાક્ષીપુરમ સામુહિક ધર્માંતરણ કાંડ અને તેની સામે જનજાગરણ માટે કાઢવામાં આવેલી રાષ્ટ્રીય એકાત્મતા યજ્ઞ યાત્રાઓની મોટી અસર થઈ હતી. સૌથી પહેલા આ તમામ રાજકીય ઘટનાઓની વાહક એવી મિનાક્ષીપુરમ સામુહિક ધર્માંતરણની ઘટનાના આંટાપાટા પણ સમજવા પડશે.

 

 

મિનાક્ષીપુરમ સામુહિક ધર્માંતરણ કાંડ -

19 ફેબ્રુઆરી1981નો દિવસ સ્વતંત્ર ભારતના સૌથી મોટા સામુહિક ધર્માંતરણની ઘટનાનો સાક્ષી છે. આ દિવસે તમિલનાડુના તિરુનેલવેલી જિલ્લામાં આવેલા મિનાક્ષીપુરમ ગામનું નામ બદલીને રહમત નગર કરવામાં આવ્યું હતું.આ એક ગામનું નામ ભારતીય સાંસ્કૃતિક નામને બદલીને ઈસ્લામિક નામ રાખવાની કોઈ સામાન્ય ઘટના ન હતી. ધર્માંતરણના માઠા દુષ્પરિણામોના સંકેત પણ મિનાક્ષીપુરમના સામુહિક ધર્માંતરણની ઘટનામાંથી મળી રહ્યા છે. ભારતમાં લગભગ 140 કરોડની વસ્તીમાં 80 ટકા જેટલા હિંદુઓ છે અને મુસ્લિમોની સંખ્યા 14થી 15 ટકા છે. પણ મિનાક્ષીપુરમની 1981ની ઘટના ભારતમાં ધાર્મિક વસ્તીસંતુલન અને ધર્માંતરણને રોકવા માટે કોઈ નક્કર પગલા ઉઠાવવામાં નહીં આવેતો શું થઈ શકે તેના સંકેત પણ દર્શાવે છે.

1981ની 19મી ફેબ્રુઆરીએ લગભગ 400 જેટલા અનુસૂચિત જાતિના પરિવારોએ હિંદુ ધર્મ છોડીને ઈસ્લામ અંગિકાર કર્યો હતો. આ ઘટના તમિલનાડુના તિરુનેલવેલી જિલ્લાની છે. તિરુનેલવેલી શહેરથી એક ઉબડ-ખાબડ સડક મિનાક્ષીપુરમ ગામ પહોંચે છે. આ ગામ તેનકાસી જિલ્લાના પાંપોઝી કસબાથી વધુ નજીક છે. જો કે આ ગામ મદુરાઈના મિનાક્ષીપુરમ મંદિરથી 160 કિલોમીટરના અંતરે છે. તેથી તેનો વિશ્વપ્રસિદ્ધ મિનાક્ષીપુરમ મંદિર સાથેના સ્થાન સાથે કોઈ સંબંધ નથી. મિનાક્ષીપુરમનું નામ બદલીને રહમતનગર કરવામાં આવ્યું. આ સામુહિક ધર્માંતરણે આખા ભારતને ખળભળાવી દીધું હતું. તમિલનાડુના થેવર સમુદાયના કટાક્ષોથી તંગ આવીને અનુસૂચિત જાતિમાં આવતા પલ્લાર સમુદાયના 400 પરિવારોએ ઈસ્લામ અંગિકાર કર્યો હતો. તેની સાથે આ ગામની વસ્તીમાં મિનાક્ષીપુરમ ગામમાં 70 ટકા મુસ્લિમ વસ્તી થઈ અને તેમણે ગામનું નામ રહેમતનગર કર્યું હતું.

તિરુનેલવેલી જિલ્લામાં જાતિગત ઘર્ષણોનો લાંબો ઈતિહાસ છે. દલિત નેતા પેરિયારના આંદોલનને કારણે દક્ષિણના શહેરોમાં આભડછેટ ઓછી જરૂર થઈપરંતુ ગામડાંઓમાં સ્થિતિમાં ત્યારે કોઈ ખાસ ફેર પડયો ન હતો.  મિનાક્ષીપુરમ પણ આમા અપવાદ ન હતું. ગામમાં ઓબીસીમાં આવતા થેવરો અને અનુસૂચિત જાતિના પલ્લરો વચ્ચે તણાવ ચાલુ હતો.

સામુહિક ધર્માંતરણના વર્ષ બાદ તમિલનાડુના તત્કાલિન મુખ્યમંત્રી એમ. જી. રામચંદ્રને કોર્ટ ઈન્ક્વારીનો આદેશ આપ્યો અને જસ્ટિસ વેણુગોપાલ કમિશનને ધર્માંતરણની  ઘટનાની તપાસ રૂ કરી હતી.  સામુહિક ધર્માંતરણ બાદ અનુસૂચિત જાતિ-જનજાતિ વિભાગના તત્કાલિન નિદેશક મુરુગમે આપેલા રિપોર્ટ મુજબપલ્લરો અને થેવરોના કુવાઓ અલગ છે. તેમના વાળંદ અલગ છે. ચ્હાંની દુકાનોમાં બંનેના અલગ-અલગ કપ છે. અુનસૂચિત જાતિના પલ્લરોને થેવરોની દુકાનમાં ચ્હા મળતી નહીં. પરંતુ મુસ્લિમોની દુકાનમાં તેઓ ચ્હા પી શકતા હતા.

1981ના મિનાક્ષીપુરમના સામુહિક ધર્માંતરણની પૃષ્ઠભૂમિ સાથે સંબંધિત બે ઘટનાઓ છે. પહેલી ઘટના 1970ના દશકના આખરની છે. જેમાં ટી. થંગરાજ નામના એક અનુસૂચિત જાતિના પલ્લર સમુદાયના શખ્સઅને તે ગામની થેવર યુવતી વચ્ચે પ્રેમસંબંધ બંધાતા તેઓ ગામમાંથી ભાગી ગયા હતા. ગામમાં જાતિગત ઘર્ષણ સર્જાયું હતું અને પોલીસે તેને કાબુમાં લીધું હગતું. થંગરાજ અને તેની પ્રેમિકા ગામમાં પાછા ફર્યા. થંગરાજ મોહમ્મદ યુસૂફ બની ચુક્યો હતો અને તેની પ્રેમિકા સુલેહા બી બની ચુકી હતી. થેવરોને તેમની સાથેના સંબંધો તોડી નાખ્યા હતા. જ્યારે પલ્લરોએ સંબંધો જાળવ્યા હતા. એકલ-દોકલ અન્ય મુસ્લિમ પરિવાર પણ થંગરાજની મદદથી ત્યાં આવીને વસી ગયા.

બીજી ઘટના 1981ના ધર્માંતરણના થોડાક સમય પહેલાની છે. જ્યારે બે થેવરોની હત્યા થઈ ગઈ. પોલીસે ઘણાં પલ્લરોને પકડીને તેમની પર ઘણો અત્યાચાર ગુજાર્યો હતો. જેના કારણે અનુસૂચિત જાતિ સમુદાયના પલ્લરોમાં રોષ વધ્યો હતો. તેમણે બેઠક કરી અને ચર્ચા કરતા ધર્માંતરણનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો.જેમાં પલ્લરો હિંદુ રહેવા ઈચ્છતા ન હતા. બૌદ્ધ ધર્મથી પરિચિત નહીં હોવાથી તેના સંદર્ભેનો વિચાર ટાળ્યો. ખ્રિસ્તી બનવાના વિચારમાં તેમને આમા પણ જાતિ ઘૂસી જતી હોવાનું અનુભવોના આધારે લાગ્યું હતું. આખરમાં પલ્લરો સાઉથ ઈન્ડિયા ઈશ-અથુલ સબાઈના નેતાઓને મળ્યા. તેમમે તેમનું ઈસ્લામમાં સ્વાગત કર્યું. કહેવામાં આવે છે કે ટી. થંગરાજનમાંથી મોહમ્મદ યુસૂફ બનેલા શખ્સના માધ્યમથી જ આને લાગતી વાતચીત થઈ હતી.

તિરુનેલવેલી ખાતેની ઈશદુલ ઈસ્લામ સભાએ પ્રત્યક્ષ ધર્માંતરણ કરાવ્યું. ગામની બહાર એક ખુલ્લા મેદાનમાં પ્રતીકાત્મક ધર્માંતરણ થયું. બીજા દિવસે તે જગ્યાએ 300 પરિવારોના મહિલા અને પુરુષો એકઠા થયા હતા. જેમાં ઈસ્લામિક પરંપરા મુજબ કેટલાક પુરુષોની સુન્નત પણ કરવામાં આવી. તમામે કલમા પઢીને ઈસ્લામ કબૂલ્યો હતો. માથા પર નાની ગોળ ટોપી પણ પહેરી હતી. દક્ષિણ ભારતમાં લુંગી પહેલેથી હતી અને તેથી તેમા ફેરફારનો કોઈ સવાલ ન હતો. પરંતુ હિંદુ નામ બદલીને મુસ્લિમ નામ કરવામાં આવ્યા હતા.

મિનાક્ષીપુરમ કાંડના મોટાભાગના ધર્માંતરિતોની ઘરવાપસી-

તે દિવસે કેટલા લોકોએ ધર્માંતરણ કર્યુંતેના અલગ-અલગ આંકડા મીડિયામાં પ્રકાશિત થયા હતા. આ આંકડા મુજબ300 પરિવારોમાંથી લગભગ 200 પરિવારોના એક હજારથી વધારે પલ્લરોએ ઈસ્લામ અંગિકાર કરીને ધર્માંતરણ કર્યું હતું. અમેરિકાના  ડ્યૂક યુનિવર્સિટી પ્રેસમાંથી 1990માં પ્રકાશિત પુસ્તક અવર્ટિંગ ધ અપોકલિપ્સ અર્થાત કયામતથી બચી ગયા-માં દાવો કરાયો છે કે ધર્માંતરણ માટે શરૂઆતમાં 220 પરિવારોએ નામ નોંધાવ્યા હતા. બાદમાં 40 પરિવારોએ પોતાનો ઈરાદો બદલ્યો હતો. તે પ્રકારે 180 પરિવારોએ જ 19 ફેબ્રુઆરી1981ના રોજ ધર્માંતરણ કર્યું હતું. પરંતુ આર્યસમાજની મુદરાઈ શાખાના એમ. નારાયણસ્વામીએ દાવો કર્યો છે કે 1100માંથી 900 લોકો હિંદુ ધર્મમાં પાછા આવી ચુક્યા છે. તેને નારાયણસ્વામીએ ઘરવાપસીની સંજ્ઞા આપી હતી.

હિંદુવાદી સંગઠનોની જનજાગરણ માટેની સક્રિયતા વધી-

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘભારતીય જનસંઘવિશ્વ હિંદુ પરિષદઆર્ય સમાજ જેવા રાષ્ટ્રીય હિંદુ સંગઠનો મિનાક્ષીપુરમ સામુહિક ધર્માંતરણની ઘટના બાદ દેશની સામેના મોટા ખતરાને સમજી ચુકુયા હતા અને તેથી તેઓ જનજાગરણ માટેની કોશિશોમાં લાગી ગયા હતા.  સ્થાનિક સ્તરે હિંદુ મુન્નાનીહિંદ સમુદાય વલારચી મનરમ અને હિંદુ ઓત્રમઈ મઈયમ જેવા સંગઠનો સક્રિય થઈ ગયા હતા. જનસંઘના તે દિવસોમાં લોકસભામાં માત્ર બે સાંસદો જ હતા. તેમણે ગૃહમાં અવાજ ઉઠાવ્યો હતો. અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી મિનાક્ષીપુરમ જઈને ત્રણ દિવસ રહ્યા હતા. આર્યસમાજના ત્રણ હજાર કાર્યકર્તાઓએ સરઘસ પણ કાઢયું હતું. મદુરાઈમાં આર્યસમાજની નવી શાખા સ્થાપિત કરવામાં આવી. પાણીસડઘ અને અન્ય નાગરિક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવાનું આશ્વાસન આવામાં આવ્યું. આર્યસમાજે સભામંડપ અને સ્કૂલ પણ બનાવી. જર્જર બની ચુકેલા કલિઅમ્મા મંદિરમાં પૂજારી રાખવામાં આવ્યા અને ગાયત્રી મંત્રો દિવસમાં પાંચ વખત પાઠ શરૂ કરવામાં આવ્યો. પલ્લરોમાંથી મુસ્લિમ બનેલા અનુસૂચિત સમુદાયના લોકો એઆઈએડીએમકે અથવા ડીએમકેની સાથે છે. જ્યારે થેવરો અહીં ભાજપની સાથે છે.

મિનાક્ષીપુરમાં સામુહિક ધર્માંતરણ બાદ અટલ બિહારી વાજપેયી સહીતના ઘણાં હિંદુવાદી નેતાઓ અહીં પહોંચ્યા હતા અને ગ્રામજનોને પોતાના ધર્માંતરણ પર પુનર્વિચારણા કરવાની વિનંતી પણ કરી હતી. અટલ બિહારી વાજપેયી ત્યારે કહ્યુ હતુ કે મિનાક્ષીપુરમ તો ખતરાનું સિગ્નલ છે. પહેલા આપણે આપણું ઘર ઠીક કરવું જોઈએ. બીજાને દોષ આપતા રહેવાથી શું ફાયદો?

વિરાટ હિંદુ સમાજની સ્થાપના-

મિનાક્ષીપુરમની સામુહિક ધર્માંતરણની ઘટના બાદ દેશમાં વધતા ઈસ્લામિક ખતરાને લઈને ચર્ચાઓ શરૂ થઈ હતી. મિનાક્ષીપુરમની સામુહિક ધર્માંતરણની ઘટનાને લઈને તત્કાલિન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધી નાખુશ હતા અને ગૃહ મંત્રી જ્ઞાની જૈલ સિંઘને સવાલ કર્યો હતો કે શું આ ધર્માંતરણોમાં કોઈ ષડયંત્ર અથવા રાજકીય પ્રેરણા સામેલ હતા.

ભારતના તત્કાલિન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીની પહેલ પર બનેલા એક સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે ઘટના પર રિપોર્ટ આપ્યો અને સંસદમાં ચર્ચા પણ થઈ હતી. તે વખતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પણ સક્રિય થયું. 1964ની 29 ઓગસ્ટે જન્માષ્ટમીના દિવસે સ્થપાયેલી વિશ્વ હિંદુ પરિષદ પણ સક્રિય થઈ હતી. યુદ્ધ મેં અયોધ્યા પુસ્તકમાં લેખક હેમંત શર્માએ લખ્યું છે કે વિશ્વ હિંદુ પરિષદના તત્કાલિન સંયુક્ત મહાસચિવ અશોક સિંઘલના પ્રયાસોથી દિલ્હીમાં વિરાટ હિંદુ સમાજ બન્યો. કૉંગ્રેસની પૃષ્ઠભૂમિ ધરાવતા  ડૉ. કર્ણ સિંહ તેના અધ્યક્ષ બન્યા હતા. આ મંચે રામલીલા મેદાન પર સર્વપંથ હિંદુ સંમેલન કર્યું. આ સંમેલન બેહદ સફળ રહ્યું હતું. 1983ના અંત સુધી સક્રિય રહેલા વિરાટ હિંદુ સમાજને ઈન્દિરા ગાંધીની અનુમતિ મળેલી હોવાનું પણ માનવામાં આવતું હતું. એવું માનવામાં આવે છે કે ઈન્દિરા ગાંધી દેશની બદલાયેલી હવાની દિશા જાણી ચુક્યા હતા. તેમને હિંદુત્વની લહેર આવતી દેખાય રહી હતી અને તેના પ્રમાણે તેઓ નિર્ણય લઈ રહ્યા હતા.

વિરાટ હિંદુ સમાજ સંગઠને દેશભરમાં હિંદુ સંમેલનો આયોજીત કરીને ધર્માંતરણના ખતરાઓ પ્રત્યે લોકોને જાગૃત કર્યા હતા. દિલ્હીમાં વિરાટ હિંદુ સંમેલન આયોજીત કરવામાં આવ્યું અને તેમાં પાંચ લાખ લોકો આવ્યા હતા.

શ્રીરામજન્મભૂમિ મુક્તિ આંદોલન વેગવંતુ બનવા લાગ્યું-

મિનાક્ષીપુરમની સામુહિક ધર્માંતરણની ઘટના બાદ થયેલા વિરાટ હિંદુ સંમેલન અને સંસદમાં ચર્ચાવિચારણાથી સ્પષ્ટ થઈ ચુક્યું હતું કે હિંદુત્વની સ્વીકાર્યતા દેશવ્યાપી થઈ ચુકી હતી. આ પ્રકારે આ ઘટના બાદ થયેલું જનજાગરણ રામજન્મભૂમિ આંદોલનને વધુ વેગવંતુ બનાવનારી ઘટના હતી. આમ તો 1978થી અયોધ્યામાં રામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિર બનાવવા માટેના આંદોલનને આકાર અપાય રહ્યો હતો. મિનાક્ષીપુરમ કાંડને લઈને દેશભરમાં આકરી પ્રતિક્રિયાએ સંત સમાજને રામજન્મભૂમિ મુક્તિ આંદોલનનો પ્રારંભ કરવા માટે આત્મવિશ્વાસ આપ્યો હતો. આ આંદોલને દેશની દશા અને દિશા બંનેમાં આમૂલ-ચૂલ પરિવર્તન લાવવાનું કામ કર્યું છે.

મિનાક્ષીપુરમની ઘટનાને કારણે મહંત અવૈદ્યનાથે વિધાનસભા સદસ્યતા છોડીને રાજનીતિના સ્થાને સામાજિક સમરસતાનું અભિયાન છેડયું હતું. 7 અને 8 એપ્રિલ1984વી રોજ નવી દિલ્હીમાં વિશ્વ હિંદુ પરિષદની ધર્મસંસદ યોજાઈ હતી. આ ધર્મસંસદમાં રામમંદિર માટે નિર્ણાયક રામમંદિર આંદોલન છેડવાનો પ્રસ્તાવ પારીત કરાયો હતો. તેના પછી 21 જુલાઈ1984ના રોજ અયોધ્યાના વાલ્મીકિ ભવનમાં થયેલી બેઠકમાં શ્રીરામજન્મભૂમિ મુક્તિ યજ્ઞ સમિતિની રચના કરવામાં આવી હતી. મહંત અવૈદ્યનાથ તેના અધ્યક્ષમહંત રામચંદ્ર પરમહંસ અને મહંત નૃત્યગોપાલદાસ ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત થયા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિંદુ પરિષદે પણ આંદોલનને લોકોની સાથે જોડવા માટેના અભિયાનની કમાન સંભાળી હતી.

1984માં તત્કાલિન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા થઈ હતી અને તેના પછીની લોકસભાની ચૂંટણીમાં ભાજપના માત્ર બે સાંસદો જ લોકસભામાં પહોંચી શક્યા હતા. હવે ભારતીય જનતા પાર્ટી પણ સંત સમાજ અને વિશ્વ હિંદુ પરિષદના રામમંદિર નિર્માણ આંદોલન સાથે ઉભેલી દેખાવા લાગી હતી. અહીંથી આંદોલનને સામાજિક સમરસતાનો આધાર અને રાજકીય મંચ બંને એક સાથે મળ્યા હતા. 9 નવેમ્બર1989ના રોજ અયોધ્યામાં રામજન્મભૂમિ મંદિરનો શિલાન્યાસ બિહારના રામભક્ત કામેશ્વર ચૌપાલના હાથે સંપન્ન થયો હતો. કામેશ્વર ચૌપાલ અનુસૂચિત જાતિ સમુદાયમાંથી આવે છે. આ એક મોટો સંદેશ પણ હતો કે હિંદુ સમુદાયની આંતરિક બાબતોને સમાજજીવને વેરવિખેર કરવા માટે ગણતરીપૂર્વક વાપરીને ધર્માંતરણ જેવી પ્રવૃત્તિઓ કરનારાઓ હિંદુઓની સામાજીક સમરસતા તરફથી કૂચને પણ સમજી જાય અને આવા પ્રકારની હરકતો કરીને સનાતન ધર્મ અને ભારતને નુકશાન પહોંચાડવાના મનસૂબાઓ છોડી દે.

ધર્માંતરણ વિરોધી કાયદો લાવવામાં ઠાગાઠૈયા-

મિનાક્ષીપુરમ ધર્માંતરણ કાંડની તપાસ કરવા માટે તમિલનાડની તત્કાલિન એમ. જી. રામચંદ્રનની સરકારે બનાવેલા જસ્ટિસ વેણુગોપાલ ઈન્ક્વાયરી કમિશનને 1986માં બળજબરીપૂર્વક થતા ધર્માંતરણ અટકાવવા માટે કાયદાની ભલામણ કરી હતી. તેને તત્કાલિન મુખ્યમંત્રી એમ. જી. રામચંદ્રને સંમતિ પણ આપી હતી, પણ બાદમાં અહેવાલને કોલ્ડ બોક્સમાં નાખી દેવામાં આવ્યો હતો. આના 16 વર્ષ બાદ એઆઈએ-ડીએમકેના જયલલિતા મુખ્યમંત્રી બન્યા, ત્યારે તેઓ તમિલનાડુ વિધાનસભામાં 31 ઓક્ટોબર, 2002ના રોજ ધર્માંતરણ વિરોધી બિલ લાવ્યા હતા અને તેને પારીત કરાયું હતું. બાદમાં 2004માં જયલલિતાની સરકારે આ કાયદો પાછો ખેંચ્યો હતો.

તો ધર્માંતરણ પર ભારત સરકારના એસસી-એસટી વિભાગે પોતાના સત્તાવાર રિપોર્ટમાં કહ્યું છે કે દલિત તે હતા કે જેમણે પહેલીવાર મુસ્લિમોનો સંપર્ક કર્યોતેઓ મુસ્લિમ નેતાઓને ઈસ્લામમાં સામેલ થવાનું કહેવા માટે તિરુનેવલવેલી ગયા. તેમના વડીલોએ ઈસ્લામમાં પરિવર્તિત થવાનો વિચાર કર્યો છે 20 વર્ષ માટે. ધર્માંતરિત લોકોએ પોતાના ધર્માંતરણના કાર્યક્રમ માટે 41 હજાર રૂપિયાનું યોગદાન આપ્યું. અનુમાન છે કે 1100 અનુસૂચિત જાતિના લોકોએ ઈસ્લામ અંગિકાર કર્યો હતો. જો કે ધર્માંતરિત પલ્લરોમાંથી જુલાઈ-1981માં જ કેટલાક હિંદુ ધર્મમાં પાછા ફરી ચુક્યા હગતા. 1991માં ધર્માંતરણ દરમિયાન કરાયેલા વાયદાઓને પૂર્ણ નહીં કરવાનું ટાંકીને 1100માંથી 900 ધર્માંતરિતો હિંદુ ધર્મમાં પાછા આવી ચુક્યા હતા.

મીડિયાએ જણાવ્યું હતું કે વિદેશી ફંડિંગનો ઉપયોગ કરીને બળજબરીથી ધર્માંતરણ કરવામાં આવ્યું. જ્યારે કેટલાક ધર્માંતરિતોએ આરોપોના રદિયો આપ્યો હતો. અન્યનું કહેવું હતું કે તેમને લાલચ આપવામાં આવી હતી. મિનાક્ષીપુરમના વતની અય્યપ્પને કહ્યુ હતુ કે તેમણે રૂપિયાની ઓફર ફગાવી દીધી છે. તેમનને પોતાના વિશ્વાસને ત્યાગવા માટે મનાવવા માટે 500 રૂપિયા રોકડા આપવાની કોશિશ થઈ. એક અખબારે ખાડી દેશની કરન્સી નોટની તસવીર પણ પ્રકાશિત કરી હતી.

1983ની રાષ્ટ્રીય એકાત્મતા યાત્રાઓ-

1983માં મિનાક્ષીપુરમ સામુહિક ધર્માંતરણ કાંડ સામે જનજાગરણ કરવા માટે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા આવેલી એકાત્મતા યાત્રા હિંદુ એકતાને મજબૂત કરવા માટે થયેલી સૌથી મોટી ઘટના હતી. વીએચપીની એકાત્મતા યાત્રામાં 50 હજાર કિલોમીટરનો જનજાગરણ માટેનો પ્રવાસ ખેડાયો હતો. રાષ્ટ્રીય એકાત્મતા યજ્ઞ યાત્રામાં ત્રણ મુખ્ય અને સેંકડો ઉપયાત્રાઓ સામેલ હતી. ત્રણ મુખ્ય યાત્રાઓમાં અનુક્રમે (1) ઉત્તરમાં હરિદ્વારથી દક્ષિણમાં રામેશ્વર સુધી (2) પૂર્વમાં ગંગાસાગરથી પશ્ચિમમાં સોમનાથ સુંધી, અને (3) નેપાળમાં પશુપતિનાથ મંદિરથી દક્ષિણમાં કન્યાકુમારી સુધીના ક્ષેત્રનો આવરી લેવામાં આવ્યા હતા.

એકાત્મતા યજ્ઞ યાત્રાના દરેક રથમાં ભારતમાતાની પ્રતિમા અને ગંગોત્રીમાંથી એકત્રિત કરવામાં આવેલા ગંગાજળથી ભરેલા એક વિશાળ જળકુંભને રાખવામાં આવતો હતો. માર્ગમાં વિભિન્ન નદીઓના પવિત્ર જળને ગંગાજળમાં મિશ્રિત કરાતા હતા. યાત્રાના સમાપન પર કન્યાકુમારી ખાતે પાણી હિંદ મહાસાગરમાં અર્પિત કરવામાં આવ્યું હતું, તો સોમનાથ ખાતે આ પાણી અરબી સમુદ્રમાં મિશ્રિત કરવામાં આવ્યું અને આ સમગ્ર પ્રક્રિયા ભારતની આધ્યાત્મિક એકતાનું પ્રતીક હતી.  

વિશ્વ હિંદુ પરિષદે એકાત્મતા યજ્ઞ યાત્રાની 17 નવેમ્બર, 1983ના રોજ દિલ્હી ખાતે યોજાયેલી કેન્દ્રીય રેલીમાં તત્કાલિન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીને આમંત્રિત કર્યા હતા. આના માટે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા ઈન્દિરા ગાંધીને ત્રણ પત્ર પણ લખવામાં આવ્યા હતા. પરંતુ આના પર તેમણે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. આયોજકોએ સંસ્કૃત વાક્ય ટાંકીને તેનો અર્થ તારવ્યો હતો. આ સંસ્કૃત વાક્ય હતું મૌનમ્ સંમતિલક્ષ્યનામ એટલે કે મૌન સંમતિ છે. દેશભરમાં હિંદુ ચેતના આકાર લઈ ચુકી હતી. આ હિંદુ ચેતના દેશમાં મોટા પરિવર્તનોની હારમાળાનું કારણ પણ બનવાની હતી. આના તરફ ત્યારે ઘણાં લોકોએ સંકેત પણ કરી દીધો હતો.

એકાત્મતા યજ્ઞ યાત્રાઓ થકી વિશ્વ હિંદુ પરિષદે મુખ્ય ઉદેશ્ય મિનાક્ષીપુરમ સામુહિક ધર્માંતરણ કાંડ સામે હિંદુ જનજાગૃતિમાં મોટી સફળતા મેળવી હતી. તેની સાથે જ વીએચપીએ હિંદુ ધર્મના વિવિધ પંથોના અગ્રણીઓને સાથે રાખવામાં પણ સફળતા મેળવી હતી. જેમાં હિંદુ ધર્મના 85 પંથોના અગ્રણીઓને કેન્દ્રીય માર્ગદર્શક મંડળામં સ્થાન આપવામાં આવ્યું. જેમાં શંકરાચાર્યના અનુયાયીઓથી માંડીને જૈન, નાથ સંપ્રદાય, વૈષ્ણવ સાધુઓથી લઈને શીખોના નામધારી ઉપપંથ અને લડાખ, સિક્કીમ, અરુણાચલ પ્રદેશના બૌદ્ધોને પણ સ્થાન આપવામાં આવ્યું.

પ્રસિદ્ધ પત્રકાર એમ. વી. કામથ પ્રમાણે, એકાત્મતા યજ્ઞ ભારતના લાખો લોકો સુધી એક એવા સહક્રિયાશીલ ભારતની અવધારણાને લાવવાનો પ્રયાસ કરે છે, જે તેના હિસ્સાથી પણ મોટો હોય, જેને તમામ ભારતીયો સમજી શકે. એ એક દુર્લભ સામાન્ય સંમતિથી પેદા થયું હતું,. 85 મુખ્ય પંથોના નેતાઓની વચ્ચે, જે પોતાની રીતે એક ચમત્કાર છે. ભારતની અવધારણા- અસેતુ હિમાચલ પર્યંતા, જે કે રામેશ્વરના પુલથી લઈને હિમાલયની ઊંચાઈઓ સુધી છે, જેટલો જૂનો તેનો ઈતિહાસ છે. આ એક અવિનાશી અવધારણા છે. વિજેતા આવ્યા અને ગયા, રાજવંશ ઉભર્યા અને બસ એટલી જ ઝડપથી વગર કોઈ નિશાને ગાયબ થઈ ગયા, પરંતુ ભારતનું નિર્માણ ટકવા માટે થયું હતું.

એક અન્ય બોધગમ્ય લેખકે એકાત્મતા યાત્રાને ભારતની કુંડલિનીને જાગૃત કરવાનું જણાવતા ક્હ્યુ કે મહાન ક્ષમતાની શક્તિ જે સુતેલા સાંપની જેમ નિષ્ક્રિય છે. વિશ્વ હિંદુ પરિષદ તેને જાગૃત કરવા માંગે છે. 1983ની એકાત્મતા યજ્ઞ યાત્રામાં દેશના લગભગ 6 કરોડ લોકોએ સહભાગ કર્યો હતો. એપ્રિલ, 1984માં નવી દિલ્હી ખાતે પ્રથમ ધર્મસંસદનું અધિવેશન પણ સંપન્ન થયું હતું. જન્મસ્થાન પર ભગવાન શ્રીરામ માટે એક યોગ્ય મંદિરનું નિર્માણ કરવાના મુખ્ય ધર્માચાર્યોના નિર્ણય બાદ આગામી તાર્કિક કડી તરીકે પાલન આનું પાલન કરવામાં આવ્યું. આ અયોધ્યામાં પવિત્ર રામજન્મભૂમિ પર મંદિરની પૂર્ણ બહાલી અને પુનર્નિમાણ માટે 77મા અને આખરી સંઘર્ષની પૃષ્ઠભૂમિ પણ છે.

તમિલનાડુમાં ફરી એકવાર ધર્માંતરણ વિરોધી કાયદાની માગણી-

હાલ તમિલનાડુમાં ફરી એકવાર તંજાવુરમાં એક ખ્રિસ્તી લઘુમતી સંસ્થા સાથે જડોડાયેલી હોસ્ટેલમાં રહેનારી 17વર્ષીય લાવણ્યાની આત્મહત્યા બાદ ધર્માંતરણ વિરોધી કાયદાની માગણી થઈ રહી છે. લાવણ્યાએ ખ્રિસ્તી ધર્મ અપનાવવાનો ઈન્કાર કર્યા બાદ તેને પ્રતાડિત કરાઈ હોવાનો દાવો થઈ રહ્યો છે. બળજબરીથી ધર્માંતરણના કથિત મામલા અને ભારતના કાયદા પંચને ધર્માંતરણ વિરોધી કાયદા પર મુસદ્દો તૈયાર કરવાનો નિર્દેશ માંગતી એક પીઆઈએલ એડવોકેટ અશ્વિની ઉપાધ્યાયે કરી છે. આના પર ડીએમકેના નેતૃત્વવાળી તમિલનાડુની એમ. કે. સ્ટાલિનની સરકારે સુપ્રીમ કોર્ટમાં એક એફિડેવિટ દાખલ કરીને જણાવ્યું છે  કે ખ્રિસ્તી મિશનરીઓનો ધર્મપ્રચાર ગેરકાયદેસર નથીલોકોને મજહબ પસંદ કરવાનો અધિકાર છે. આની સાથે સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે શું તમિલનાડુમાં ફરીથી મિનાક્ષીપુરમ સામુહિક ધર્માંતરણ કાંડ જેવી ઘટનાઓ બનવાની શક્યતા વચ્ચે એમ. કે. સ્ટાલિન સરકારનું આવું વલણ શા માટે છે?

No comments:

Post a Comment