1857નું વર્ષ ભારતના ઈતિહાસમાં એક મોટો ટર્નિંગ પોઈન્ટ છે. અંગ્રેજો પોતાની નીતિઓને કારણે ભારત પરની પકડ ગુમાવી રહ્યા હતા અને તેનો તેમને અહેસાસ પણ થયો. અંગ્રેજોએ ભારત પર પોતાનો ભરડો વધુ મજબૂત કરવા માટે અનેક પ્રકારની નીતિ-રીતિઓ અમલમાં મૂકવાની શરૂ કરી હતી. સૌથી પહેલા તો ભારતનું શાસન ઈસ્ટ ઈન્ડિયા કંપનીના હાથમાંથી બ્રિટિશ તાજ અંતર્ગત લંડનથી સંચાલિત બ્રિટિશ સરકાર પાસે પહોંચ્યું. 1857માં ભારતના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામમાં હિંદુ અને મુસ્લિમ સાથે મળીને અંગ્રેજોના કંપની રાજને સમાપ્ત કરવા માટે લડયા હતા. અંગ્રેજોએ આના માટે હિંદુ અને મુસ્લિમ સમુદાયોને એકબીજાથી દૂર કરવાની શરૂઆત કરી . આનો પ્રારંભ અંગ્રેજોના વ્યૂહરચનાકારોએ બ્રિટિશ ઈન્ડિયન આર્મીથી કર્યો હતો. બ્રિટિશ ઈન્ડિયન આર્મીમાં મુખ્યત્વે ત્રણ ભાગ હતા- બંગાળ આર્મી, બોમ્બે આર્મી અને મદ્રાસ આર્મી. 1857માં થયેલા પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ બાદ બ્રિટિશ સરકારે મોકલેલા પીલ કમિશને બંગાળ આર્મીના વિદ્રોહ માટે સિપાહીઓમાં ધર્મ-જાતિના નામે ભેદભાવ નહીં હોવાને કારણે સ્થપાયેલી એકતાને કારણ ગણાવ્યું હતું. 1862માં ગવર્નર જનરલ લોર્ડ એલગને બ્રિટિશ ઈન્ડિયન આર્મીનું જાતિ-પંથ-સંપ્રદાયના આધારે એકતાની ભાવના પેદા ન થાય તેવી રીતે પુનર્ગઠન કર્યું હતું. ઓર્ગેનાઈઝરના ભૂતપૂર્વ તંત્રી અને ઈતિહાસકાર કે. આર. મલ્કાનીએ પણ નોંધ્યું છે કે
“The British decided to raise army
units on religious, regional and caste lines. And so now you had Gurkha
Regiments and Shikh Regiments, Jat Regiments and Kumaon RFegiments, Mahar
Regiments And, of course, Punjab (Muslim) Regiments.” (“અંગ્રેજોએ ધાર્મિક, ક્ષેત્રીય અને જાતિગત આધાર પર સેનાની
ટુકડીઓ ઉભી કરવાનો નિર્ણય કર્યો. અને માટે હવે તમારી પાસે ગોરખા રેજિમેન્ટ અને શીખ
રેજિમેન્ટ, જાટ રેજિમેન્ટ અને કુમાઉ રેજિમેન્ટ, મહાર રેજિમેન્ટ અને સ્પષ્ટ છે કે પંજાબ
(મુસ્લિમ) રેજિમેન્ટ હતી.”)[i]
અંગ્રેજ શાસનનો બદઈરાદો 1857ની જેમ
ફરીથી હિંદુ-મુસ્લિમ એક થઈને કોઈ સંગ્રામ શરૂ કરે નહીં તેવી વ્યૂહરચના ઘડવાનો હતો.
આના માટે તેમણે કેટલાક મૌલવીઓને ખરીદીને તેમના દ્વારા પોતાના શાસનની તરફેણમાં અને
હિંદુઓની વિરુદ્ધમાં ફતવાઓ મેળવી લીધા હતા. મુઘલ બાદશાહ બહાદૂરશાહ ઝફરનું શાસન
1857ની ક્રાંતિની નિષ્ફળતા બાદ અંગ્રેજોએ સમાપ્ત કર્યું હતું. 1857ની ક્રાંતિમાં
ઉત્તરપ્રદેશના બિજનૌરમાં સૈયદ અહમદ ખાને અંગ્રેજ અધિકારીઓને બચાવ્યા હતા. આમ તો
તેઓ 1837થી જ કંપની સરકારની સેવામાં હતા. પરંતુ અંગ્રેજોએ તેમને બાદમાં સિરપાવ આપીને જજ બનાવ્યા તથા ‘સર’ના બિરુદથી પણ તેમને નવાજ્યા. આ સિવાય તેમને અને
તેમના પુત્રને આજીવન પેન્શનની વ્યવસ્થા પણ બ્રિટિશ સરકારે કરી હતી.
સંપન્ન પરિવારમાં જન્મેલા અરબી-ફારસી
ભાષાના વિદ્વાન સૈયદ અહમદ ખાન શરૂઆતમાં રાષ્ટ્રવાદી હતા અને હિંદુ-મુસ્લિમને
ભારતમાતાની બે આંખોના તારા માનતા હતા. પરંતુ મિ. બેંક(અલીગઢ મુસ્લિમ કોલેજના
પ્રિન્સિપાલ) નામના અંગ્રેજ અધિકારીના સંપર્કમાં આવ્યા બાદ તેઓ કોમવાદના પોષક બની
ગયા. બદલાયેલી માનસિકતા બાદ અંગ્રેજોના ભારતમાંથી ગયા બાદ હિંદુઓને હરાવીને
મુસ્લિમ શાસન સ્થાપવાની ખેવના ધરાવતા સૈયદ અહમદ ખાને મુસ્લિમોને અંગ્રેજોના વફાદાર
ગણાવીને અંગ્રેજોની શિક્ષણ પદ્ધતિ હેઠળ ભણવા માટે પ્રોત્સાહિત કરવાનું શરૂ કર્યું
હતું. સૈયદ અહમદ ખાને જોયું કે જ્યાં સુધી અંગ્રેજોની સત્તા છે, ત્યાં સુધી દેશમાં મુસ્લિમ શાસન
સ્થાપિત કરવું કઠિન છે. આમ પણ અંગ્રેજીમાં શિક્ષણ શરૂ થયા બાદ હિંદુઓ તેમા રસ લેતા
હતા, પણ મુસ્લિમો અરબી-ફારસી-ઉર્દૂમાં
શિક્ષણ લેતા હતા. જેને કારણે તેઓ સરકારી ઓફિસોથી દૂર હતા. 1867 સુધી 88
હિંદુ-એમએ-બીએની પરીક્ષા પાસ કરી ચુક્યા
હતા, જ્યારે એકપણ મુસ્લિમ આમા ઉત્તીર્ણ થયો
ન હતો.
સર સૈયદ અહમદે અસબાબ-એ-ગદર નામના
પોતાના પુસ્તકમાં 1857નો સંગ્રામ મુસ્લિમો દ્વારા સંચાલિત નહીં હોવાનું સાબિત
કરવાની કોશિશ કરી હતી. મુસ્લિમોનું કલ્યાણ અંગ્રેજોની મિત્રતાના માધ્યમથી શક્ય
હોવાનું માનીને તેમણે બંને વચ્ચે વિશ્વાસ પ્રસ્થાપિત કરવા માટે લોયલ મુહમ્મેડન્સ
ઓફ ઈન્ડિયા નામની પત્રિકા પણ શરૂ કરી હતી.
અંગ્રેજોને વિશ્વાસ સંપાદિત કરીને
1875માં અલીગઢમાં સૈયદ અહમદ ખાને મુસ્લિમોને અંગ્રેજી શિક્ષણ આપવા માટે એક સ્કૂલની
સ્થાપના કરી હતી. 1877માં આ સ્કૂલ મોહમેડન એંગ્લો ઓરિએન્ટલ કોલેજમાં પરિવર્તિત થઈ
ગઈ હતી. મહત્વપૂર્ણ છે કે આ સંસ્થા 1920માં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં
પરિવર્તિત થઈ ગઈ હતી. સ્વતંત્રતા પૂર્વે સૈયદ અહમદ ખાને શરૂ કરેલા અલીગઢ આંદોલને
ભારતમાં મુસ્લિમ કોમવાદને વિકસિત કરીને મજબૂત કર્યો હતો અને તેની સામે તત્કાલિન
રાજકીય પાર્ટીઓ અંગ્રેજો સામેની લડાઈમાં તેમને સાથે લેવા માટે તુષ્ટિકરણની દેશ
વિભાજક નીતિને આગળ વધારી રહી હતી.
1857માં ઈટાવાના કલેક્ટર તરીકેના કાર્યકાળમાં ક્રાંતિકારીઓથી બચવા માટે
ગ્રામીણ મહિલાનો વેશ ધારણ કરીને જીવ બચાવવા ભાગી છૂટેલા અને 1882માં સેવાનિવૃત્ત
થનારા પક્ષીવિદ્દ ડૉ. એલેન ઓક્ટેવિયન
હ્યુમે ઈન્ડિયન (ડૉ. એ. ઓ. હ્યુમ) નેશનલ કોંગ્રેસની સ્થાપના કરી હતી. મુંબઈમાં
28થી 30 ડિસેમ્બર, 1885ના રોજ બંગાળી ખ્રિસ્તી વકીલ ડૉ. વ્યોમેશચંદ્ર બેનર્જીના
અધ્યક્ષપદે ઈન્ડિયન નેશનલ કોંગ્રેસનું પહેલું અધિવેશન મળ્યું હતું. જ્યાં પણ
અસંતુષ્ટ જનતામાં ક્રાંતિની પરિસ્થિતિઓ પરિપકવ થવા લાગતી તેને શિક્ષિત વર્ગની
મદદથી કોંગ્રેસે રોકવાનું કામ શરૂ કર્યું અને તેને કારણે અંગ્રેજોએ કંઈક રાહતનો
શ્વાસ લીધો હતો. જો કે કોંગ્રેસમાં રાષ્ટ્રવાદી નેતાઓ સેવાનિવૃત્ત અંગ્રેજ અધિકારી
દ્વારા બનાવવામાં આવેલા સંગઠનને રાષ્ટ્રવાદના પંથે આગળ વધારવા લાગ્યા હતા અને
ત્યારે અંગ્રેજોએ સર સૈયદ અહમદ ખાન દ્વારા તેને માત્ર હિંદુઓનું સંગઠન ગણાવીને
વિરોધ શરૂ કરાવ્યો હતો.
કોંગ્રેસનો તેની સ્થાપનાથી જ વિરોધ
કરનારા સર સૈયદ અહમદ ખાને કોંગ્રેસી નેતા બદરુદ્દીન તૈયબજીને સ્પષ્ટ શબ્દોમાં લખ્યું
હતું કે
“मैं इस तरह की कांग्रेस का विरोध करुंगा क्योंकि इसका मूल
उदेश्य ही- भारत एक राष्ट्र है- गलत है.” (“હું
પ્રકારની કોંગ્રેસનો વિરોધ કરીશ, કારણ કે તેનો મૂળ ઉદેશ્ય જ - ભારત એક રાષ્ટ્ર છે- ખોટું છે.)[ii]
બાદમાં અલ્હાબાદ (હવે પ્રયાગરાજ)થી
નીકળનારા અંગ્રેજી અખબાર પાયોનિયરમાં પ્રકાશિત પોતાના લેખમાં તેમણે કોંગ્રેસની
સાથેસાથે હિંદુઓ પ્રત્યે પણ પોતાનો વિદ્વેષ પ્રગટ કર્યો હતો. હિંદુ અને મુસ્લિમ
અલગ-અલગ રાષ્ટ્ર હોવાનો સિદ્ધાંત સર સૈયદ અહમદ ખાને સૌથી પહેલા મૂક્યો હતો. પણ તેઓ આમ
વિચારનારાઓમાં એકલા ન હતા. તેમની સાથે બંગાળના સર અમીર અલી સહીતના ઘણાં રાજ્યોના
ઉચ્ચ વર્ગના ગણાતા મુસ્લિમો, ત્યાં સુધી કે બદરુદ્દીન તૈયબજી પણ તેમના વિચારો સાથે સંમતિ ધરાવતા
હતા!
સૈયદ અહમદે 10 ડિસેમ્બર, 1888ના રોજ બ્રિટિશ અધિકારી મિ.
ગ્રાહમને પત્ર લખીને કહ્યું કે
“मैंने तथाकथित कांग्रेस के विरुद्ध एक भारी काम का बोझा
उठाया है.” (“મેં તથાકથિત નેશનલ કોંગ્રેસની વિરુદ્ધ
એક ભારે કામનો બોજો ઉઠાવ્યો છે”)[iii]
તેમણે માગણી કરી કે સરકારી નોકરીઓમાં ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષા થવી ન
જોઈએ. પસંદગી પણ ન થવી જોઈએ. તેના સ્થાને સાંપ્રદાયિકતાના સિદ્ધાંતના આધારે ભરતી
થવી જોઈએ. અલીગઢ કોલેજના અંગ્રેજ પ્રિન્સિપાલ મિ. ટ્યૂડર બેકે કોલેજના મુસ્લિમ
વિદ્યાર્થીઓમાં કોંગ્રેસ અને અંગ્રેજો વિરુદ્ધ પ્રચાર શરૂ કર્યો. તેમણે પોતાના
લેખમાં મુસ્લિમો અને અંગ્રેજોએ સાથે મળીને હિંદુઓનો સામનો કરવાનું સૂચન કર્યું. પણ
આ આંદોલન નિષ્ફળ ગયું.[iv]
સર સૈયદ અહમદનો હિંદુઓ પ્રત્યે
મુસ્લિમોમાં નફરત ભરવાનો એક વિશેષ ઉદેશ્ય હતો કે મુસ્લિમો હિંદુઓને આધીન ન રહે, પણ તેઓને પોતાને આધીન કરે. કોંગ્રેસે
જનપ્રતિનિધિ પ્રણાલીની માગણી કરી હતી. જો જનતાને પોતાના પ્રતિનિધિ ચૂંટવાનો અધિકાર
મળી જાત અને આના આધારે સરકાર બનાવવામાં આવત, તો હિંદુઓનું શાસન હોત અને લઘુમતી
હોવાને કારણે મુસ્લિમ સરકાર બનાવી શકત નહીં તથા હિંદુઓને આધીન થઈ જાત, માટે સર સૈયદ અહમદે કોંગ્રેસનો વિરોધ
વધુ ઉગ્ર બનાવ્યો.
રાઈટિંગ્સ એન્ડ સ્પીચીસ ઓફ સર સૈયદ
અહમદ ખાન, પૃષ્ઠ
ક્રમાંક- 210 પ્રમાણે, તેમણે કહ્યુ કે “It is
certain that the Hindu members will have four times as many because their
population is four times as numerous. Therefore we can prove by athematics that
there will be four votes for the Hindu to every one vote for the Mohmamedan.
And now how can Mohammedan uard his interests.” ("એ નિશ્ચિત છે કે હિંદુ
મુસ્લિમોની સરખામણીએ ચારગણા મત મેળવશે, કારણ કે આ દેશમાં હિંદુઓની સંખ્યા
મુસ્લિમોથી ચારગણી છે. આ પ્રકારે આપણે ગણિત દ્વારા સિદ્ધ કરી શકીએ છીએ કે
મુસ્લિમોના એક મતના બદલાામં હિંદુઓને ચાર મત મળશે. આ અવસ્થામાં મુસ્લિમ પોતાના
હિતોની સુરક્ષા કેવી રીતે કરી શકશે?")[v]
રાઈટિંગ્સ એન્ડ સ્પીચીસ ઓફ સર સૈયદ
અહમદ ખાનના પૃષ્ઠ ક્રમાંક-197 પર ઉલ્લેખ મુજબ, 16
માર્ચ, 1888માં ઉત્તરપ્રદેશના મેરઠમાં સૈયદ
અહમદ ખાને મુસ્લિમોની સભાને સંબોધિત કરતા કહ્યુ હતુ કે “ The
first of all is this- In whose hands shall the administration and the Empire of
India will rest? Now uppose that all the English and the whole English army wre
to leave India, taking with them all their cannon and their splendid weapons
and everything, then who would be rulers of India?Is it possible that under
these circumstances two nations.. the Mohmmedans and the Hindus, could sit on
same throne and remain equal in power. Most certainly, not. It is necessary
that one of them should conquer the other and trust it down. To hope that both
could remain equal is to desire the impossible and inconceivable. At the same
time you must remember that although the number of Mohammedan is less than that
of the Hindus and although they contain for dewer people who have received a
high English education, yet they must
not be thought insignificant or weak. Probabbly they would by themselves enough
to maintain their own position, but suppose they were not, theour Mussulman
brothers, the Pathans, would come out as a sworn locusts from their mountain
valleys and make rivers of blood to flow from their frontier on the north to
the extreme end of Bengal. This things their frontier on the north to extreme
end of Bengal. This thi who after the departure of the English would be
conquerors - would eat on the will of God. But untilone nation had conqured the
other and made its obedient, peace can not reign in the end.” (“સૌથી પહેલી વાત એ છે કે ભારતનું રાજ્ય
તે સમયે કોના હાથોમાં આવશે,
જ્યારે તમામ અંગ્રેજ અને આખી અંગ્રેજી
સેના પોતાના તોપખાનાઓ, ઉત્તમ હથિયારો તથા અન્ય તમામ ચીજોની
સાથે આ દેશમાંથી વિદાય થઈ જશે. શું એ શક્ય છે કે આ અવસ્થામાં આ બંને રાષ્ટ્ર
(જાતિ) એક જ ગાદી પર એક સમાન અધિકાર સાથે બેસે. નિશ્ચિત જ નહીં. આ જરૂરી છે કે
તેમાથી એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્ર(જાતિ)ને જીતે અને શાસનની ગાદીધી નીચે ફેંકી દે. આ
વિચારવું કે બંને જ આ દેશના શાસક એક સમાન અધિકાર સાથે બનેલા રહેશે અસંભવ અને
અકલ્પનીય છે. તેની સાથે તમારે એ પણ યાદ રાખવાનું છે કે જો મુસ્લિમ હિંદુઓની
સરખામણીએ સંખ્યામાં ઓછા છે,
તેમ છતાં પણ તેમને મહત્વહીન અથવા કમજોર
ગણવા જોઈએ નહીં. કદાચ તેઓ ખુદ જ એટલા સમર્થ હશે કે અંગ્રેજોના ગયા બાદ ભારતના શાસન
પર અધિકાર કરી લે. પરંતુ જો તેઓ આવું નહીં કરી શકે તો આપણા મુસ્લિમ પઠાણ ભાઈ
પોતાની પર્વતોની ઘાટીઓમાંથી તીડના ટોળાની જેમ ઝુંડના ઝુંડ બનીને અહીં છવાય જશે તથા
પોતાની ઉત્તરીય સીમાથી લઈને સુદૂર બંગાળના અંતિમ છેડા સુધી લોહીની નદીઓ વહાવી
દેશે. એ કે અંગ્રેજોના ગયા બાદ ભારતનો શાસક કોણ હશે, અલ્લાહની મરજી પર છે. પરંતુ જ્યાં સુધી એક જાતિ અન્ય જાતિને જીતીને
પોતાની ગુલામ બનાવી નહીં લે, ત્યાં
સુધી આ દેશમાં શાંતિ સ્થાપિત નહીં થઈ શકે.”) [vi]
કોંગ્રેસના જનપ્રતિનિધિ ચૂંટવાની
માગણીના પ્રયત્નોને સર સૈયદ અહમદ ખાને ગૃહયુદ્ધની સંજ્ઞા આપીને આને હિંદુ રાજ
લાવવાની કોશિશો ગણાવી દીધી હતી. તેમણે હિંદુઓ અને બંગાળીઓના આક્રમણથી મુસ્લિમોની
સુરક્ષા કરવાની વાત પણ કહી દીધી.
રાઈટિંગ્સ એન્ડ સ્પીચીસ ઓફ સર સૈયદ
અહમદ ખાન પૃષ્ઠ ક્રમાંક 219-220 પ્રમાણે, તેમણે કહ્યુ હતુ કે “The
Congress is in realiy in a civil war without arms. Theobject of civil war is to
determine in whose hands the rule of the country shall rest. The bject of the
promoters of the National Congress is that the Government of Ia should be
English in name only and that the internal rule of the country should be
entirely in their hands they do not publically , a vow that they wish it for
themselves. They speak in the name f whole people of India but they very well
khnow that the Mohammedans will be unable to do anything and so the rule of the
country will be monopolised by them.” (“હકીકતમાં કોંગ્રેસ શસ્ત્રવિહીન ગૃહયુદ્ધ કરી
રહી છે. કોઈપણ ગૃહ યુદ્ધનું લક્ષ્ય એ નિશ્ચિત કરવાનું હોય છે કે દેશનું શાસન કોના
હાથોમાં રહે. રાષ્ટ્રીય કોંગ્રેસના નીતિનિર્ધારકોનું લક્ષ્ય એ છે કે ભારતના
શાસનમાં અંગ્રેજોનું માત્ર નામ ચાલે. તથા દેશનું આંતરીક પ્રશાસન સંપૂર્ણ પણે
કોંગ્રેસના હાથમાં રહે. તેઓ તેને જાહેરમાં કહેતા તો નથી કે દેશનું વાસ્તવિક શાસન
તેઓ પોતાના હાથોમાં ચાહે છે. તેનાથી વિપરીત તેઓ આખા દેશની સંપૂર્ણ જનતાની વાત કરે
છે, પરંતુ
સાથે જ એ પણ જાણે છે કે મુસ્લિમો કંઈ કરી નહીં શકે અને દેશના શાસન પર તેનો
એકાધિકાર થઈ જશે. ”)[vii]
સર સૈયદ અહમદ ખાને કોંગ્રેસને હિંદુઓની
સંસ્થા ગણાવી અને તેથી મુસ્લિમોને તેનાથી દૂર રહેવા માટે જણાવ્યું, કારણ કે જો તેઓ કોંગ્રેસમાં જશે તો તેઓ
હિંદુના ગુલામ થઈ જશે તેવું તેઓ માનતા હતા. તેની સાથે કોંગ્રેસને મુસ્લિમો માટે
બોલવાનો કોઈ અધિકાર નહીં હોવાનું પણ પ્રતિપાદિદત કરી દીધું. આ તર્કને મુહમ્મદ અલી
ઝીણાએ પાકિસ્તાન બનવા સુધી રજૂ કરવાનું કામ કર્યું હતું.[viii]
કોંગ્રેસના અધિવેશનોમાં સામેલ નહીં થવાની સૈયદ અહમદની અપીલને અવગણીને સારી એવી સંખ્યામાં મુસ્લિમ ડેલિગેટ્સ
સામેલ થઈ રહ્યા હતા. કોંગ્રેસના અધિવેશનોમાં 1885માં 2, 1886માં 33, 1887માં 83, 1888માં 222 અને 1889માં 254 મુસ્લિમ
પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.
કોંગ્રેસમાં સામેલ મુસ્લિમ
પ્રતિનિધિઓની વિચાર પ્રક્રિયા પણ સમજવા જેવી છે. કોંગ્રેસના નેતા બદરુદ્દીન
તૈયબજીએ 27 ઓક્ટોબર, 1888ના રોજ ડૉ. હ્યુમને પત્ર લખીને જણાવ્યું હતું કે
“मुसलमानों का
प्रबल बहुमत आंदोलन के खिलाफ है.य व्यूह रचना के खिलाफ यह कहना निरर्थक कि
बुद्धिमान और शिक्षित मुसलमान कोंग्रेस के पक्ष में है. और सारा का सारा मुस्लिम
समाज कांग्रेस के खिलाफ है तो इसका अर्थ यह हुआ कि आंदोलन वस्तुत: राष्ट्रीय नहीं
रह गया.” (“મુસ્લિમોની પ્રબળ બહુમતી આંદોલનની
વિરુદ્ધ છે. આ વ્યૂહરચના વિરુદ્ધ એ કહેવું નિરર્થક છે કે બુદ્ધિમાન અને શિક્ષિત
મુસલમાન કોંગ્રેસના પક્ષમાં છે અને જો સંપૂર્ણ મુસ્લિમ સમાજ કોંગ્રેસની વિરુદ્ધ છે, તો તેનો અર્થ એ થયો કે આંદોલન વસ્તુત્
રાષ્ટ્રીય રહી ગયું નથી.”)[ix]
ડૉ. હ્યુમે 5 નવેમ્બર, 1888ના રોજ જવાબ આપતા આ તર્કનું ખંડન
કર્યું કે
“मुसलमानों का
प्रबल बहुमत कांग्रेस के नहीं, सर सैयद अहमद के
खिलाफ है.”(“મુસ્લિમોની પ્રબળ બહુમતી કોંગ્રેસ નહીં, સર સૈયદ અહમદની વિરુદ્ધ છે.”)[x]
આગાખાનના અનુયાયી અને ખોજા સમુદાયના
મુસ્લિમ આગેવાન રહીમ્તુલ્લાહ એમ. સયાની કોંગ્રેસના 1896માં કોલકત્તા ખાતે યોજાયેલા
અધિવેશના અધ્યક્ષ હતા અને તેમણે પોતાના ભાષણમાં કહ્યુ હતુ કે
“Before the advent of the British in
India, the Musalmans were the rulers of the country. The Musalmans had,
therefore, all the advantages appertaining to the ruling class. The sovereigns
and the chiefs were their co-religionists, and so were the great landlords and
the great officials. The court language was their own. Every place of trust and
responsibility, or carrying influence and high emoluments, was by birthright,
theirs. The Hindus did occupy some position but the Hindu holder? of position
were but the tenants-at-will of the Musalmans.” ( “ભારતમાં અંગ્રેજોના આગમન પહેલા
મુસ્લિમો દેશના શાસકો હતા. તેથી મુસ્લિમોની પાસે શાસક વર્ગની પાસે હોય તેવા તમામ
લાભ હતા. સાર્વભૌમીઓ અને પ્રમુખો તેમના સહધર્મીઓ હતા, અને તેથી તેઓ મોટા જમીનદારો
અને મોટા અધિકારીઓ હતા. અદાલતોની ભાષા તેમની હતી. વિશ્વાસ અને જવાબદારીની દરેક
જગ્યા, અથવા
પ્રભાવ અને ઉચ્ચ વેતન મેળવનારા સ્થાનો જન્મસિદ્ધ અધિકારથી તેમના હતા. હિંદુઓે
કેટલાક પદો પર કબજો કર્યો પરંતુ હિંદુ ધારક પદના અધિકારી માત્ર મુસ્લિમોના ભાડૂઆત
જ હતા.” )[xi]
સયાની 1885માં કોંગ્રેસના પ્રથમ
અધિવશેનમાં ભાગ લેનારા બે મુસ્લિમ ડેલિગેટ્સમાંથી એક હતા. કોંગ્રેસના આ
અધિવેશનમાં રવિન્દ્રનાથ ટેગૌરે રાષ્ટ્રીય ગીત વંદેમાતરમ પહેલી વખત ગાયું હતું.
રાષ્ટ્રીય કોંગ્રેસની કેટલીક માગણીઓ
સ્વીકારીને 1892માં અંગ્રેજોએ કેટલાક શાસકીય સુધારા કર્યા હતા. 1893 બાદ કોંગ્રેસ
અધિવેશનમાં મુસ્લિમોની સહભાગિતા સંતોષજનક અને વલણો ઘટાડા તરફ હતા. સૈયદ અહમદ અને
બ્રિટિશ શાસકોના વિરોધ સિવાય 1890 બાદ થયેલા હિંદુ-મુસ્લિમ હુલ્લડો, ગોવધ વિરોધી આંદોલન, હિંદી-ઉર્દૂ વિવાદ વગેરેએ પણ
કોંગ્રેસથી મુસ્લિમોને અલગ રાખવાની પેંતરાબાજીમાં ભૂમિકા ભજવી હતી.
ત્યારે મુસ્લિમોના વિશિષ્ટ હિતોની સુરક્ષાની
કેટલીક માગણીઓ કરવાની સાથે મુસ્લિમોને એક પૃથક રાજકીય શક્તિ બનાવવાના ઉદેશ્યથી સર
સૈયદ અહમદે અલીગઢમાં 1893માં મોહમ્મડન એંગ્લો ઓરિયન્ટલ ડિફેન્સ એસોસિએશનની સ્થાપના
કરી હતી. આ એસોશિયન માત્ર ત્રણ વર્ષ 1896 સુધી જ કાર્યરત રહી. પણ તેણે 1896માં
મુસ્લિમ સમુદાયની માગણીઓનું વિવરણ તૈયાર કરીને વ્યવસ્થાપિકા સભા, મ્યુનિસિપલ બોર્ડ અને જિલ્લા બોર્ડમાં
મુસ્લિમોને યોગ્ય પ્રતિનિધિત્વ, ઉત્તર-પશ્ચિમ
પ્રાંતની વ્યવસ્થાપક સભામાં હિંદુઓ સમકક્ષ સ્થાનની માગણી કરવામાં આવી હતી. અહીં
હિંદુઓ મુસ્લિમો કરતા 6 ગણા વધારે હતા. આ સિવાય સ્પર્ધાત્મક આધારને સમાપ્ત કરીને
રુડકી એન્જિનિયરિંગ કોલેજમાં મુસ્લિમ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની માગણી પણ
કરવામાં આવી હતી. 1989ના પ્રારંભમાં સર સૈયદ અહમદનું નિધન થયું અને તેથી આ
માગણીઓને રજૂ કરી શકાય નહીં. પણ 1906માં સ્થપાયેલી મુસ્લિમ લીગે આ માગણીઓ અંગ્રેજ
શાસન સમક્ષ રજૂ કરી હતી.
1765 બાદ અંગ્રેજોએ બંગાળ, બિહાર અને ઓડિશાને બ્રિટિશ ભારતનો એક જ
પ્રાંત બનાવી રાખ્યો હતો. 1900 સુધી આ પ્રાંત એટલો મોટો થઈ ગયો હતો કે એક જ પ્રશાસન હેઠળ તેને
સંભાળવો શક્ય ન હતો. ત્યારે વાઈસરોય લોર્ડ કર્ઝને અંગ્રેજો સામેના આંદોલનનું એપી
સેન્ટર બની ચુકેલા બંગાળમાં હિંદુ-મુસ્લિમ એકતા સમાપ્ત કરવાના ઈરાદે પ્રશાસનિક
કારણોને આગળ ધરીને મુસ્લિમોને વિશેષ સંરક્ષણ આપવાની નીતિને 1905માં બંગ-ભંગ દ્વારા સંસ્થાગત સ્વરૂપ આપ્યું. મુસ્લિમોની બહુમતીવાળો
નવો પ્રાંત પૂર્વ બંગાળ અસ્તિત્વમાં આવ્યો હતો.
બંગાળના વિભાજનના વિચાર સાથે શરૂઆતમાં
હિંદુ-મુસ્લિમમાંથી કોઈ સંમત ન હતું. લોર્ડ કર્ઝને ફેબ્રુઆરી-1904માં બંગાળની મુલાકાત લીધી અને ઢાકાના નવાબ સલીમુલ્લાને બંગભંગના
સમર્થન માટે રાજી કરી લીધો. ઢાકા નવાબના પરિવારજનોએ આનો વિરોધ કરીને સ્વદેશી
આંદોલનમાં સામેલ થવાનું પસંદ કર્યું હતું. પરંતુ સલીમુલ્લાહે બ્રિટિશરોનો સાથ
આપ્યો અને પૂર્વ બંગાળ અને આસામમાં બંગભંગ વિરોધી આંદોલન તથા બોયકોટ આંદોલનનો
વિરોધ કરનારા મુસ્લિમ નેતા બનીને બ્રિટિશ સરકાર પાસેથી ઓછા વ્યાજની 14 લાખ રૂપિયાની લોન લઈ લીધી હતી. બંગાળ વિભાજન દ્વારા અંગ્રેજ શાસન
મુસ્લિમોને સંદેશ આપવા માંગતું હતું કે નવો મુસ્લિમ બહુમતીવાળો પ્રાંત બનીજવાથી
તેમને રાજકીય અને પ્રશાનિક અવસરો વધુ પ્રમાણમાં મળશે. જેને કારણે મુસ્લિમોનો એક
મોટો વર્ગ અંગ્રેજોના ઝાંસામાં આવીને બંગાળ વિભાજનનું સમર્થન કરવા લાગ્યો હતો. 1905 સુધી બંગભંગના મામલે લોકોને ભ્રમમાં રાખવામાં આવ્યા. પરંતુ લોર્ડ કર્ઝને 20 જુલાઈ,
1905ના રોજ તેની
વિધિવત જાહેરાત કરી દીધી અને 16 ઓક્ટોબર, 1905થી વિભાજનને અમલી બનાવવામાં આવ્યું.
દેશમાં રાષ્ટ્રવાદની ઉઠી રહેલી લહેરો
વચ્ચે જુલાઈ-1885માં મુસ્લિમોને બ્રિટિશ સરકારે સરકારી સેવાઓમાં વિશેષ સંરક્ષણ આપવાની
નીતિ માટેનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. 1897ના એક સર્કુલરમાં જોગવાઈ કરવામાં આવી
હતી કે વહીવટી તંત્રની નીચલી સેવાઓમાં બે-તૃતિયાંશ પદોને નામાંકન દ્વારા ભરવામાં
આવશે, જેથી સમુદાયોની વચ્ચે સંતુલન આવી શકે. પણ આ પણ અંગ્રેજોનું પોતાનું
શાસન મજબૂત કરવા માટે મુસ્લિમ સમુદાયને રાષ્ટ્રવાદી આંદોલનથી અળગો રાખવાની પોતાની
તુષ્ટિકરણની રણનીતિનો ભાગ હતો. જેનો સમય સામે આવી ગયો. બ્રિટિશ ભારતના સચિવ
મોર્લેએ 1906ના બજેટીય ભાષણમાં સંકેત આપ્યા કે ભારતમાં પ્રતિનિધિક શાસનનો આરંભ
થવાનો છે. જેના કારણે મુસ્લિમ નેતાઓ કોંગ્રેસમાં સારી રીતે સંગઠિત થઈ ચુકેલી હિંદુ
નેતાગીરીના છવાય જવાની સંભાવનાઓને કારણે ચિંતિત થયા હતા. મુસ્લિમોનું એક
પ્રતિનિધિમંડળ 1 ઓક્ટોબર, 1906ના રોજ શિમલામાં વાઈસરોય લોર્ડ
મિન્ટોને મળ્યું. અલીગઢના પ્રિન્સિપાલ આર્ચબોલ્ડ અને વાયસરોયના અંગત સચિવ ડનલપ
સ્મિથની વાતચીત મુજબ, 36 મુસ્લિમોનું એક પ્રતિનિધિમંડળ 1 ઓક્ટોબર, 1906ના રોજ ગુપ્તપણે બ્રિટિશ હુકૂમતના
સંકેત મુજબ લોર્ડ મિન્ટોને મળ્યું, તેના નેતા 48મા શિયા
ઈમામ આગા ખાન હતા. આ
મુસ્લિમ ડેલિગેશન દ્વારા ભારતના વાયસરોય સમક્ષ એક માગણી પત્ર રજૂ કરીને મુસ્લિમો
માટે પૃથક ચૂંટણી મતવિસ્તારની વ્યવસ્થા અને વિધાનમંડળોમાં મુસ્લિમોને તેમની
વસ્તીથી વધુ સ્થાન આપવાની માગણી કરી હતી.વિધાન પરિષદો માટે મુસ્લિમ ચૂંટણી
મંડળ્થાપિત કરવાની માંગ પણ રજૂ કરવામાં આવી હતી.
સરકારી નોકરીઓમાં મુસ્લિમોને વધુ પદની માગણી, દરેક કોર્ટ અને મુખ્ય અદાલતમાં
મુસ્લિમો માટે ન્યાયાધીશ પદ, મુસ્લિમ યુનિવર્સિટીઓની સ્થાપના કરવાની
માગણી કરી હતી. વાઈસરોય કાઉન્સિલમાં કોઈ ભારતીયની નિયુક્તિમાં મુસ્લિમોના હિતોનું
ધ્યાન રાખવામાં આવે. મુસ્લિમ પ્રતિનિધિ મંડળે સ્વતંત્ર રાજકીય કાર્યવાહી માટે
પોતાના સમુદાયને સંગઠિત કરવાનો નિર્ણય કર્યો કે જથી તેઓ પોતાના માટે સરકાર પાસે એક
રાષ્ટ્રની અંદર એક રાષ્ટ્રની માન્યતા મેળવી શકે.
વાઈસરોય લોર્ડ મિન્ટોએ મુસ્લિમ
પ્રતિનિધિ મંડળની માગણીઓને વ્યાજબી ગણાવીને ખાત્રી આપી કે પ્રતિનિધિત્વ વસ્તીના
આધારે નહીં, પણ તમારા સમાજના રાજકીય મવ અને તેમના દ્વારા કરવામાં આવેલી
સામ્રાજ્યની સેવાના આધારે આપવામાં આવશે. લોર્ડ મિન્ટો દ્વારા મુસ્લિમ પ્રતિનિધિઓની
કોમવાદી પ્રતિનિધિત્વની માગણીઓનો સહર્ષ સ્વીકાર કરીને ભારતના ઈતિહાસમાં પહેલીવાર
સરકારી સ્તરે કોમવાદને ખુલ્લુ પ્રોત્સાહન આપવામાં આવ્યું. તેની સાથે લોર્ડ મિન્ટોએ
વાતથી સંતુષ્ટ થયો કે 6.2 કરોડ મુસ્લિમોને રાષ્ટ્રીય આંદોલનથી
અલગ કરીને હિંદુઓની વિરુદ્ધ ઉભા કરવાની રણનીતિ આગળ વધારી શકાશષે. માર્લેએ 16 ઓક્ટોબર, 1906ના રોજ મિન્ટોને પત્ર લખીને અભિનંદન
પાઠવ્યા અને આમ કોંગ્રેસની પ્રતિદ્વંદ્વી સંસ્થા ઉભી કરવાનાનો આયોજનબદ્ધ તમાશો પણ
સંપન્ન થયો.
ડિસેમ્બર, 1906માં મોહમ્મેડન એજ્યુકેશનલ કોન્ફરન્સ સંદર્ભે લગભગ 3000 મુસ્લિમ પ્રતિનિધિ ઢાકામાં એકઠા થયા હતા. તેનો ફાયદો ઉઠાવીને
બ્રિટિશ સરકારના દોરીસંચાર હેઠળ ઢાકાના નવાબ સમીમુલ્લાહ ખાંએ 30 ડિસેમ્બર, 1906ના રોજ સંમેલન બોલાવીને એક મુસ્લિમ
રાજકીય સંગઠન તરીકે ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગના નિર્માણની જાહેરાત કરી હતી. મુસ્લિમ
લીગના સંસ્થાપક સદસ્યોમાં નવાબ સમીમુલ્લા ખાં,આગા ખાન, વિકાર-ઉલ-મુલ્ક, સૈયદ અમીર અલી, સૈયદ નબીઉલ્લાહ, ખાન બહાદૂર ગુલામ અને મુસ્તફા ચૌધરી સામેલ હતા. તેના પહેલા માનદ
અધ્યક્ષ સર સુલ્તાન મુહમ્મદ શાહ હતા, તેમને આગા ખાન તૃતિયના નામથી ઓળખવામાં
આવે છે.
ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગ અંગ્રેજી સત્તાને વફાદાર, કોમવાદી અને રુઢિવાદી રાજકીય સંગઠન હતું. મુસ્લિમ લીગે બંગાળ
વિભાજનનું સમર્થન કરવાની સાથે મુસ્લિમો માટે ‘સેપરેટ ઈલેક્ટોરેટ’ની
માગણીને પણ ટેકો આપ્યો. મુસ્લિમ લીગનો ઉદેશ્ય મુસ્લિમ સમુદાયના યુવકોને કોંગ્રેસ
તરફ નહીં જવા દેવા માટે રાષ્ટ્રવાદી મુખ્યપ્રવાહથી અળગા રાખવાનો હતો. મુસ્લિમ લીગ
તેની સ્થાપના પ્રથમ દશકમાં સંયુક્ત પ્રાંત એટલે કે ઉત્તરપ્રદેશમાં પ્રભાવી રહી અને
તેના કારણે અલીગઢ અખિલ ભારતીય મુસ્લિમ રાજનીતિનું કેન્દ્ર બની ગયું. 1907થી 1909 વચ્ચે તમામ મુખ્ય પ્રાંતોમાં પ્રાંતીય
મુસ્લિમ લીગ બની. મે-1908માં મુસ્લિમ લીગની ‘લંડન વિંગ’ સૈયદ અમીર અલીના નેતૃત્વમાં બની.
મોર્લે-મિન્ટો સુધારાના નામે 1909માં મુસ્લિમો માટે અલગ ચૂંટણી મંડળ
એટલે કે ‘સેપરેટ
ઈલેક્ટોરેટ’ને
મંજૂરી મળી ગઈ. એટલે કે બિનમુસ્લિમ મતદાતા મુસ્લિમ ઉમેદવારને મતદાન કરી શકતા ન
હતા.મુસ્લિમ ઉમેદવારોને માત્ર મુસ્લિમ વોટર્સ ચૂંટતા હોવાથી ઝેરીલો કોમવાદી પ્રચાર
ચૂંટણીઓ દરમિયાન થવા લાગ્યો હતો. ભારતના
સચિવ લોર્ડ માર્લેએ વાઈસરોય મિન્ટોને પત્ર લખીને સેપરેટ ઈલેક્ટોરેટ બનાવીને ઘાતક
બીજ રોપવાની વાત કહીને તેનો પાક બેહદ કડવો હોવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.
અંગ્રેજોની માનસિકતા હતી કે ભારતીય સમાજ વિભિન્ન હિતો અને સમૂહોનો એક મેળાવડો છે
અને આ મૂળભૂત રીતે હિંદુઓ અને મુસ્લિમોની વચ્ચે વિભાજીત થયેલો છે. આનો ઉદેશ્ય
પોતાના સંભવિત સહયોગીઓને મજબૂત કરીને હિંદુ-મુસ્લિમ એકતા સ્થાપિત નહીં થવા દેવાનો
હતો. તેથી ડૉ. રાજેન્દ્ર પ્રસાદે પોતાના પુસ્તક ઈન્ડિયા ડિવાઈડમાં લખ્યું છે કે
ભારત વિભાજનની શરૂઆત હકીકતમાં 1909ના માર્લે-મિન્ટો સુધારાથી જ થઈ હતી.[xii]
માર્લે-મિન્ટો સુધારાઓને મુસ્લિમોએ
ઉત્સાહપૂર્વક આવકાર્યા. પણ 1909ના કોંગ્રેસ અધિવેશનમાં સેપરેટ ઈલેક્ટોરેટને લઈને
નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. 4 જુલાઈ, 1909ના રોજ પુણેની ડેક્કન સભા સમક્ષ
ભાષણ કરતા ગોપાલ કૃષ્ણ ગોખલેએ આનો વિરોધ કરતા કહ્યુ કે,
“ અહીંના
મુસલમાનો અસલમાં હિંદુઓ જ છે. ધર્મ બદલવાના કારણે એમની વૃત્તિ અને સ્વભાવમાં બદલ
થઈ ગયો છે. લોકસંખ્યા સંપત્તિ શિક્ષણ અને સમાજસેવાકરવાની પવૃત્તિ આ બધી બાબતોમાં
મુસલમાનો કરતા હિંદુઓ ચડિયાતા છે. આજે દેશમાં જે કંઈ રાષ્ટ્રીય જાગૃતિ દેખાય છે,
તે મોટે ભાગે હિંદુઓના જ પરિશ્રણને લીધે છે. જ્ઞાતિભેદ એ હિંદુઓની નબળી કડી છે,
તેમજ હિંદુઓ સ્વભાવે સૌમ્ય અને સહિષ્ણુ છે. મુસલમાનો એવો દાવો કરતા હોય છે કે અમે
આ દેશ ઉપર 500 વર્ષ રાજ્ય કરતા હતા, પરંતુ અહીં એક વાત યાદ રાખવી જરૂરી છે કે
મુસલમાનોના સમય પહેલા હજારો વર્ષો સુધી અહીં હિંદુઓનું રાજ્ય હતું અને બ્રિટિશરો
અહીં આવ્યા એ પહેલા જ મુસલમાનોની સત્તા પડી ભાંગી હતી, હિંદુઓએ રાજ્યકર્તા તરીકે
પોતાનું પ્રભુત્વ દેશભરમાં પુન:સ્થાપિત કર્યું હતું. જે લોકોના હ્રદયમાં હિંદુસ્થાન
પ્રત્યે આત્મીયતાના ભાવ નથી. તેવા લોકોને, જેમને આ દેશ પ્રત્યે આત્મીયતા છે તેના
કરતા વધુ પ્રમાણમાં પ્રતિનિધિત્વ આફવાની માગણી સદંતર વિચિત્ર છે. ” [xiii]
અંગ્રેજોની છત્રછાયામાં મુસ્લિમ નેતાઓ
મજહબના નામે ભારતમાં રાજકીય શક્તિ પ્રાપ્ત કરવા માટે અગ્રેસર હતા અને તેમણે
હિંદુઓના સમકક્ષ પ્રતિનિધિત્વની માગણીને આગળ વધારી હતી. 28 જાન્યુઆરી, 1911ના રોજ મૌલાના મુહમ્મદ અલીએ કહ્યુ કે
भारतवर्ष की समस्यायें
आन्तरराष्ट्रीय है. मुसलमान हिन्दुओं से समता की मांग कर सकते है.(ભારતવર્ષની સમસ્યાઓ આંતરરાષ્ટ્રીય છે.
મુસ્લિમ હિંદુઓથી સમાનતાની માગણી કરી શકે છે.)[xiv]
2
સપ્ટેમ્બર, 1911ના રોજ ઉત્તરપ્રદેશના શેખ જહૂરે કહ્યુ કે
हिन्दू और मुसलमानों को
समान प्रतिनिधित्व दिया जाय अथवा प्रतिनिधियों की संख्या इस प्रकार निश्चित की जाय
कि यदि निर्गूट सदस्य मुस्लिम प्रतिनिधिओ के पक्ष में मत दें तो निर्णय उन्हीं के
पक्ष में हो. (હિન્દુ
અને મુસ્લિમોને સમાન પ્રતિનિધિત્વ આપવામાં આવે અથવા પ્રતિનિધિઓની સંખ્યા એ પ્રકારે
નિશ્ચિત કરવામાં આવે કે જેથી અપક્ષ સદસ્ય મુસ્લિમ પ્રતિનિધિઓના પક્ષમાં મત આપે તો
નિર્ણય તેમના પક્ષમાં થાય.)[xv]
કોંગ્રેસની નેતાગીરી દ્વારા ચલાવવામાં
આવેલા બંગભંગ વિરોધી આંદોલન અને ક્રાંતિકારીઓની ભૂમિકાઓ બાદ લાંબા સંઘર્ષના અંતે
બ્રિટિશ સમ્રાટ જ્યોર્જ પંચમના 12 ડિસેમ્બર, 1911ના દિલ્હી દરબાર દરમિયાન બંગાળના વિભાજનને રદ્દ કરવાની ઘોષણા કરવામાં
આવી. આ સિવાય બ્રિટિશ સરકારે રાજધાની કોલકત્તાથી દિલ્હી ફેરવવામા આવી હતી. 1911માં બંગભંગની યોજના પાછી ખેંચવામાં આવતા મુસ્લિમ લીગને ઘણો મોટો આઘાત
લાગ્ય. ઢાકાના નવાબ સમીમુલ્લાએ તો પોતાને એટલો અપમાનિત અને કુંઠિત અનુભવ્યો કે
તેણે રાજનીતિમાંથી જ સંન્યાસ લઈ લીધો.
કોંગ્રેસ પાસે એ સારી તક હતી કે
મુસ્લિમ અલગતાવાદીઓની પ્રવક્તા મુસ્લિમ લીગને પૂર્ણપણે નિષ્પ્રભાવી બનાવી દે.
ત્યારે મુસ્લિમ લીગ કોઈ જન-આંદોલન કરી રહી નથી. તેના જ એક નેતા ખાલિકૂજ જમાએ
લખ્યું છે કે
“મુસ્લિમ લીગમાં પદાધિકારીઓ, નવાબો, જમીનદારો અને જી હજૂરી કરનારાઓની ભરમાર
હતી. આ લોકો મુસ્લિમોનું હિત માત્ર એ સીમા સુધી કરવા માંગતા હતા કે જ્યાંથી તેનો
પ્રભાવ તેમની સામાજિક કે રાજનીતિક સ્થિતિ પર ન પડે. તેથી સરળતાથી લીગને પ્રભાવહિીન
કરવાની સાથેસાથે જ મુસ્લિમોમાં વિશુદ્ધ રાષ્ટ્રભાવનું જાગરણ કરી શકાય તેમ હતું.” [xvi]
પરંતુ કોંગ્રેસ અંગ્રેજોની ખીચડી
રાષ્ટ્ર્ અને ખીચડી સંસ્કૃતિની ભ્રામક ધારણાની વૈચારીક ઝાળમાં ફસાય ચુકી હોવાથી
મુસ્લિમોમાં વિશુદ્ધ રાષ્ટ્રભક્તિ જાગૃત કરવાના સ્થાને તેનો ઝોક સ્વતંત્રતા
સંગ્રામમાં મુસ્લિમોને જોડવા માટે તેમની ખુશામત કરવા તરફ આગળ વધી રહી હતી.
અંગ્રેજો
સાથે મુસ્લિમોના અસ્થાયી મોહભંગનું બીજું એક આંતરરાષ્ટ્રીય કારણ પણ હતું. 1911માં
તુર્કીના તાબા હેઠળના ટ્રિપોલી પર ઈટાલીએ ચઢાઈ કરી. ત્યારે તુર્કીએ પોતાના શાસન
હેઠળના બાલ્કન રાષ્ટ્રોમાંથી પોતાના ઘણાં સૈનિકો ખસેડીને ટ્રિપોલી મોકલ્યા. તેના
પછી બાલ્કને શોએ તુર્કી એટલે કે ઈસ્લામના પંજામાંથી મુક્ત થવાની લડાઈ શરૂ કરી.
ઈંગ્લેન્ડે આમા તટસ્થ રહીને પરોક્ષપણે તુર્કીનો વિરોધ કર્યો હતો. ભારતના મુસ્લિમ
સમુદાયમાં આ લડાઈ ક્રોસ વિરુદ્ધ ચાંદતારાનું યુદ્ધ હતું. ઈસ્લામ મજહબ રાજશક્તિના માધ્યમથી જ
વિશ્વના અનેક ભાગોમાં સ્થાપિત થયો હતો. મુસ્લિમો પોતાના ધાર્મિક નેતા, તથા ઈસ્લામના રક્ષક, શાસકને જ, ખલીફા, સુલ્તાન અથવા સ્થાનિક રાજાને જ માનતા હતા. મજહબના ફેલાવા માટે
રાજસત્તા સાથે રહેતા હતા. તેમને જ પોતાની રાજભક્તિ અર્પિત કરતા હતા, માટે જ્યારે ભારતમાં છેલ્લા મુઘલ શાસક
બહાદૂરશાહ ઝફરની રાજસત્તા સમાપ્ત થઈ, તો
તેમનું ધ્યાન તુર્કીના ખલીફા તરફ ગયું.
ભારતમાં મુ્સ્લિમોની અંગ્રેજ નિષ્ઠામાં ભંગાણ પડયું. અંગ્રેજ વિરોધ ભારતના હિંદુઓ
અને મુસ્લિમો માટે હવે સમાન સૂત્ર બની ગયો હતો. પરંતુ આમા તફાવત એ હતો કે હિંદુઓનો
અંગ્રેજ વિરોધ સ્વરાજ્ય મેળવવા માટે હતો, જ્યારે
મુસ્લિમોનો અંગ્રેજ વિરોધ ઈસ્લામ નિષ્ઠા પ્રેરિત ખલીફા તરફની સહાનુભૂતિથી હતો.
બ્રિટિશરોના તુર્કી વિરોધને કારણે મૌલાના મહંમદ અલી અને મૌલાના શૌકત અલી, મૌલાના અબુલ કલામ આઝાદ, હકીમ અજમલ ખાન, સૈયદ હસન અલી જેવા કટ્ટર મુસ્લિમ નેતાઓ અંગ્રેજ વિરોધી
બની ગયા અને તેમને કોંગ્રેસના હિંદુ નેતાઓ વસ્તુનિષ્ઠ વિવેચન અને વિશ્લેષણના અભાવે
દેશપ્રેમી સમજવા લાગ્યા હતા.
બ્રિટિશ સરકારની નીતિઓમાં પરિવર્તનને
કારણે મુસ્લિમ લીગ આશંકિત હતી અને તેણે પોતાની નીતિઓ અને ઉદેશ્યોમાં પરિવર્તન કરીને 1913ના અધિવેશનમાં ઉપનિવેશિક
સ્વરાજ સાથે સંબંધિત પ્રસ્તાવ પારીત કરીને કોંગ્રેસની નજીક આવી ગઈ. 1914માં પ્રથમ
વિશ્વયુદ્ધ શરૂ થયું, તેમાં તુર્કી અંગ્રેજોની સામે અને જર્મનીની સાથે હતું. તેથી
ભારતના મુસ્લિમોમાં પણ અંગ્રેજી વિરોધી ભાવના વધતી ગઈ. 1914માં પ્રથમ વિશ્વયુદ્ધના
પ્રારંભ સાથે જ મૌલાના મુહમ્મદ અલી અને મૌલાના શૌકત અલી, મૌલાના આઝાદ અને મૌલાના હસરત મોહાનીને
તુર્કી પ્રત્યેની સહાનુભૂમિત દર્શાવવાના કારણે એરેસ્ટ કરવામાં આવ્યા હતા.
જૂન-1914માં લોકમાન્ય બાળગંગાધર તિલક
માંડલેની જેલમાંથી છૂટીને ભારત પાછા ફર્યા હતા અને તેના 6 માસમાં ગાંધીજી
આફ્રિકામાં ઝુલુ અને બોઅર યુદ્ધમાં બ્રિટિશરોને મદદ કરીને અંગ્રેજ સરકાર તરફથી
કૈસર-ઈ-હિંદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરીને ભારત આવ્યા હતા. ગાંધીજી તિલકનો આદર કરતા
હતા, પણ ગોખલેને તેઓ પોતાના રાજકીય ગુરુ માનતા હતા. ભારતમાં આવ્યા બાદ ગાંધીજીએ
આખા દેશનો પ્રવાસ કર્યો.
તે જ અરસામાં મુસ્લિમ લીગની નેતાગીરીને
અંગ્રેજોની સામેની લડાઈમાં સાથે લેવા માટે કોંગ્રેસના નેતાઓએ તેમના અધિવેશનોમાં
જવાનું શરૂ કર્યું. 1915માં મુસ્લિમ લીગ અને કોંગ્રેસ બંનેએ પોતાના અધિવેશનો
મુંબઈમાં એક જ સમયે આયોજીત કર્યા અને આ અધિવેશનમાં પંડિત મદનમોહન માલવીય, મહાત્મા ગાંધી, સરોજિની નાયડૂ જેવા કોંગ્રેસના નેતાઓ પણ સામેલ થયા હતા. જેના કારણે
અલગતાવાદી સ્લિમ લીગનું મનોબળ વધ્યું, તેમને પ્રતિષ્ઠા મળી અને સમુદાયમાં
લોકપ્રિયતા પણ વધવા લાગી. અખિલ ભારતીય સ્તરે મુસ્લિમ લીગ, મુસ્લિમોનું
પ્રતિનિધિત્વ કરનારી એકમાત્ર રાજકીય સંસ્થા હોવાની છબી પણ બનવા લાગી હતી.
ખુશાતમખોરી તરફ આગળ વધી રહેલી
કોંગ્રેસની નેતાગીરીએ મુસ્લિમ લીગને સંતુષ્ટ કરવાની પહેલ અંગ્રેજોના હાથમાંથી
છીનવી લેવા માટે તેની સાથે સીધી સમજૂતી કરવાનું વિચાર્યું. 1916માં કોંગ્રેસ અને
મુસ્લિમ લીગે લખનૌમાં એકસાથે પોતાના અધિવેશનો આયોજીત કર્યા. પ્રથમ વિશ્વ યુદ્ધ
દરમિયાન જ નવેમ્બર, 1916માં વાઈસરોય લોર્ડ ચેમ્સફર્ડે ભારતમાં સ્વરાજ્યના વધુ
અધિકાર આપવાની દિશામાં હિલચાલ શરૂ કરી હતી. તેથી કોંગ્રેસમાં નરમ-ગરમ દળના વિવાદને
પૂર્ણ વિરામ આપીને લોકમાન્ય બાળગંગાધર તિલકે હિંદુ-મુસ્લિમ વચ્ચે સમજૂતી કરીને
બ્રિટિશ સરકાર સામે સંયુક્ત લડત આપવાના વિચાર સાથે બ્રિટિશરોની સામે સ્વરાજની
માગણીને એકમુખી બનાવવા માટે કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે વાટાઘાટોની પ્રક્રિયા
આગળ વધારી હતી. આ વાટાઘાટોમાં મુસ્લિમ લીગ તરફથી તિલકને રાજકીય ગુરુ માનનારા
બેરિસ્ટર મુહમ્મદ અલી ઝીણા હતા.
કોંગ્રેસના નેતા સરોજિની નાયડુએ જેમને
હિંદુ-મુસ્લિમ એકતાના દૂત ગણાવ્યા હતા, તેવા મુહમ્મદ અલી ઝીણા કોંગ્રેસના અધ્યક્ષ
દાદાભાઈ નવરોજીના અંગત સચિવ પણ રહી ચુક્યા હતા. ભારતમાં પ્રિન્સ ઓફ વેલ્સના આગમન
પર સરકારની વિરુદ્ધ તેમણે ભાષણ પણ આપ્યું હતું. ઈમ્પિરિયલ કાઉન્સિલના સદસ્ય તરીકે
તેઓ બ્રિટિશ સરકારની ટીકા પણ કરતા હતા. પહેલા વિશ્વ યુદ્ધ વખતે તેઓ કોંગ્રેસના પ્રતિનિધિ
તરીકે ઈન્ડિયન કાઉન્સિલ બિલનો વિરોધ કરવા લંડન પણ ગયા હતા. ડિસેમ્બર, 1916માં કોંગ્રેસના અધિવેશનમાં પોતાના
સંબોધનમાં તેમણે કહ્યુ હતુ કે તેઓ ઈચ્છતા નથી કે કોંગ્રેસને ટૂંકી દ્રષ્ટિવાળા
લોકો નબળી બનાવે. મુસ્લિમ લીગમાં સામેલ થઈને તેમણે બ્રિટિશ સરકારના હિમાયતીઓ સામે
ઘર્ષણ પણ કર્યું હતું. [xvii]
લખનૌ પેક્ટમાં કોંગ્રેસ અને મુસ્લિમ
લીગ વચ્ચે 19 સૂત્રીય આવેદન પત્ર મંજૂર કરવામાં આવ્યો. તેના પ્રમાણે, વિધાનસભાઓમાં મુસ્લિમોને અલગ
પ્રતિનિધિત્વ આપવાની સાથે વસ્તીના પ્રમાણમાં ખૂબ જ વધારે પ્રતિનિધિત્વ આપવામા
આવ્યું. હિંદુ બહુમતીવાળા પ્રાંતોમાં મુસ્લિમોને પ્રમાણ બહાર પ્રતિનિધિત્વ આપવામાં
આવ્યું, પરંતુ
મુસ્લિમ બહુમતીવાળા પ્રાંતોમાં હિંદુઓને એમની સંખ્યાના પ્રમાણથી વધુ જગ્યાઓ
આપવામાં આવી નહીં. મધ્ય પ્રાંતમાં 349 ટકા, મદ્રાસમાં 231 ટકા, ઉત્તરપ્રદેશમાં 2154 ટકા, મુંબઈમાં 163 ટકા અને બિહાર-ઓડિશામાં
262 ટકા પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું.[xviii]
લખનૌ પેક્ટમાં મુસ્લિમોને લગતા કોઈ
પ્રશ્નની ચર્ચા માટે મુસ્લિમ સદસ્યોમાંથી 75 ટકા સદસ્યોની પૂર્વસંમતિને જરૂરી
બનાવવામાં આવી. આ કલમ દ્વારા હિંદુઓને મુસ્લિમોથી અલગ પાડવામાં આવ્યા. આમ તો
મુસ્લિમોના કોઈપણ પ્રશ્નનો વિચાર મુસ્લિમોએ જ કરવો એ બાબત 1888માં બદરુદ્દીન
તૈયબજી કોંગ્રેસ અધ્યક્ષ બન્યા ત્યારથી સ્વીકારવામાં આવી હતી. તેના પર ફરીથી
મંજૂરીની મ્હોર મારવામાં આવી. આ લખનૌ કરારને કોંગ્રેસ અને મુસ્લિમ લીગે પોતપોતાના
અધિવેશનોમાં પારીત કર્યો હતો.
કોંગ્રેસના અધિવેશનમાં બોલતા તિલકે
લખનૌ કરાર અંગે પોતાની ભૂમિકા સ્પષ્ટ કરતા કહ્યુ હતુ કે-
“તમે
સ્વરાજ્યના અધિકારો મુસલમાનોને સોંપી દો તોય અમને વાંધો નથી, પણ કોઈને સોંપી દો. આમ થશે તો પછી આજની
જેમ ત્રિપક્ષીય લડત નહીં રહે, બે જણ વચ્ચે જ રહેશે.” [xix]
કોંગ્રેસના લખનૌ અધિવેશનના પૂર્ણ થવાના
બીજા દિવસે એની બેસન્ટની અધ્યક્ષતામાં મળેલા હોમરુલ લીગના અધિવેશનમાં તિલકે લખનૌ
પેક્ટ સંદર્ભે બોલતા કહ્યુ હતુ કે -
“લખનૌ ખાતેના કોંગ્રેસ અધિવેશનમાં બે
મમહત્વની વાતો થઈ. (1) સ્વરાજની માગણી સ્પષ્ટ શબ્દોમાં કરવામાં આવી. (2) આ માગણી
હિંદુ અને મુસલમાનોએ સંયુક્ત રીતે કરી. સ્વરાજની માગણી આ રીતે થાય એ ખૂબ અગત્યનું
હતું. કોઈ ગૂંચવણ ભર્યા કેસમાં સારો વકીલ રોકવા માટે અસીલ પોતાના કેસના ફેંસલાથી
મળવાની રકમનો સારો એવો ભાગ એ વકીલને આપવા તૈયાર થાય છે તેમ જ સ્વરાજની માગણીમાં
મુસલમાન ભાઈઓ આપણી સાથે ભળે એ માટે એમને આ વધારાના અધિકાર આપવામાં આવ્યા છે.
ત્રિપક્ષી લડત હોય ત્યારે કોઈપણ બે પક્ષો એક થયા સિવાય ત્રીજા પક્ષને હરાવવાનું
સંભવિત હોતું નથી.” [xx]
લોકમાન્ય તિલકની રાષ્ટ્રનિષ્ઠા અને
સ્વરાજ માટેની લલક નિર્વિવાદ છે. બેરિસ્ટર ઝીણાના વિચારો પણ તે સમયગાળામાં
રાષ્ટ્રવાદી હતા. આમ છતાં હિંદુઓને અસધારણ
નુકશાન કરતો, લોકશાહીના
સર્વમાન્ય માપદંડોને ફગાવી દેતો અને આગળ જતાં આખા દેશના ભાગલાનો પાયો મજબૂત કરતો
લખનૌ કરાર આ બંને તરફના આગેવાનોએ કેમ કર્યો હશે, તો વિચારણા માંગી લેનારી બાબત છે.
હિંદુ-મુસ્લિમ એકતા એક લોકમાન્ય તિલકનું જીવન લક્ષ્ય ન હતું, સ્વરાજ મેળવવા માટે એક તત્કાલિન
જરૂરિયાત એ જ ભૂમિકાથી તેઓ આ મામલે વિચાર કરતા હતા. આ સિવાય
સેપરેટ ઈલેક્ટોરેટ રદ્દ કરી શકાય છે, તેઓ અભિપ્રાય બ્રિટિશ સંસદીય સમિતિ સમક્ષ આપી
ચુકેલા બેરિસ્ટર ઝીણાએ લખનૌ પેક્ટમાં તેનો વધુ મુસ્લિમ પ્રતિનિધિત્વ સાથે સ્વીકાર
કેમ કર્યો અને મુસ્લિમોને લગતા પ્રશ્નોની ચર્ચા માટે 75 ટકા મુસ્લિમ સદસ્યોની
પૂર્વ સંમતિની જરૂરિયાતવાળી કલમ કરારમાં રાખવા માટે સંમતિ પણ અનેક સવાલો ઉભા કરે
છે.
લખનૌ કરારને
કારણે મુસ્લિમોની હિંદુઓ સાથે સોદાબાજી કરવાની વૃત્તિ એટલી હદે વધી ગઈકે આ
વૃત્તિનો પ્રતિકાર કરવાની હિંદઓની વૃત્તિને તેણે હણી નાખી હતી. મોર્લે-મિન્ટો
સુધારમાં મુસ્લિમોને જે મળ્યું, તે બ્રિટશ સરકારે આપ્યું. લખનૌ કરારમાં હિંદુઓએ
પોતે જ મુસ્લિમોને ખોબા ભરી ભરીને ઘણું આપી દીધું. જે નેતા આપણી માગણી વધુમાં વધુ
સંતોષે તે જ આપણો સાચો નેતા તેવી વિકૃત ભાવના પણ મુસ્લિમોમાં લખનૌ પેક્ટને કારણે
પેદા થઈ ચુકી હતી. તેના માઠા પરિણામો આગામી 30 વર્ષમાં દેશની સામે આવ્યા હતા.
બેરિસ્ટર ઝીણા જ્યારે મજહબપરસ્ત નેતા બનીને મુસ્લિમ લીગના સર્વેસર્વા બન્યા,
ત્યારે તેમણે કહ્યુ હતુ કે –
“મુસલમાનોનું જુદાપણું હિંદુઓએ લખનૌ કરાર
કરીને 1916માં માન્ય કર્યું છે, હવે એઓ ક્યાં મોંઢે પાકિસ્તાનનો વિરોધ કરી રહ્યા
છે?”[xxi]
આમ લખનૌ પેક્ટથી હિંદુ-મુસ્લિમ એકતા તો સાધી શકાય નહીં,
પણ દેશમાં મુસ્લિમ ખુશામતખોરી-તુષ્ટિકરણની રાજનીતિ બેફામ બની. સ્વરાજ્ય આવ્યું
નહીં, પણ પાકિસ્તાનનો પાયો નાખવાનું કામ માત્ર આ કરારે અવશ્યપણે કર્યું હતું.
1917માં બિહારના ચંપારણ્યમાં આવેલા
ગળીના ખેતરોમાં કામ કરતા મજૂરોનો પ્રશ્ન હાથમાં લઈને તેને આફ્રિકામાં કરેલા સફળ
પ્રયોગો અજમાવીને યશસ્વી ઉકેલ લાવવાનું કામ કર્યું. તેથી અહિંસક સત્યાગ્રહના નવા
તંત્રનો ભારતીય જનમાનસ પર વિશેષ પ્રભાવ ઉભો થયો અને લોકમાનસમાં એમને એક અનોખું
સ્થાન પ્રાપ્ત થયું.
1918માં પ્રથમ વિશ્વયુદ્ધમાં બ્રિટનની જીત થઈ અને
તુર્કીની હાર થઈ. તુર્કીમાં પરિવર્તનનો પવન ફૂંકાયો અને અત્યારે આતંકવાદીઓનું
આશ્રયસ્થાન બની ચુકેલા અફઘાનિસ્તાનના મુસ્લિમ વિદ્વાન જમાલુદ્દીન અફગાનીના
સુધારવાદી વિચારોથી પ્રભાવિત થઈને તુર્કી નેતા મુસ્તફા કમાલ પાશાએ રાષ્ટ્રીય વિચાર
ધરાવતા પ્રગતિવાદી તુર્કીના નિર્માણ માટે સંપૂર્ણ વિશ્વના મુસ્લિમોના પંથ ગુરુ
ગણાતા ખલીફાને પદભ્રષ્ટ કરીને તેના ભ્રષ્ટ અને નિરંકુશ શાસનનો અંત આણ્યો. આનાથી
મુસ્લિમ કટ્ટરવાદ નબળો પડશે તેવી ગણતરીએ બ્રિટને પણ કમાલ પાશાને સમર્થન આપ્યું. પણ
આનાથી ભારતના મુસ્લિમો અંગ્રેજોની વિરુદ્ધ થઈ ગયા હતા. મૌલાના મહંમદ અલી, મૌલાના
શૌકત અલી, હઝરત મોહાની જેવા મજહબપરસ્ત નેતાઓને આ ઘટનાથી મોટો આઘાત લાગ્યો.
દેશભરમાં નવેસરથી અસંતોષનું વાતાવરણ પેદા થયું. ભારતના મુસ્લિમો માત્ર અંગ્રેજોની
મીઠી નજર અને હિંદુઓની નરમાશને લઈને ફરીથી રાજકીય પ્રભુત્વ જમાવવાના સપના સેવી
રહ્યા હતા. લખનૌ કરારે તેમની હિંમત વધારી દીદી હતી. બ્રિટિશ સત્તા વિરુદ્ધની
ખિલાફતને કાયમ કરવાની લડત માટે ખિલાફત કમિટી સ્થાપવામાં આવી હતી. ખિલાફતના
વિસર્જનથી બેરિસ્ટર મુહમ્મદ અલી ઝીણાને કોઈ ફરક પડયો નહીં, કારણ કે દેશબાહ્ય
નિષ્ઠાઓમાં તેઓ ત્યારે વિશ્વાસ ધરાવતા ન હતા. ઝીણા ખિલાફત આંદોલનની વિરુદ્ધ હતા.
આ જ અરસામાં હોમરુલનો પ્રચાર કરવા માટે
તિલક ઈંગ્લેન્ડ ગયા હતા. તિલકની ગેરહાજરીમાં જ જુલ્મી રોલેટ એક્ટનો કાયદો આવ્યો.
તેની સામે 21 વર્ષ આફ્રિકા રહીને પાછા ફરેલા ગાંધીજીએ પોતાના રાજકીય જીવનની શરૂઆત
રોલેટ એક્ટ વિરોધી આંદોલનથી કરી હતી. 2 માર્ચ, 1919 રોજ તેમણે રોલેટ એક્ટ વિરુદ્ધ
સત્યાગ્રહનું એલાન કર્યું. સત્યાગ્રહ માટે સ્વયંસેવકોના નામ નોંધવાનો પ્રારંભ
કરાયો. 6 માર્ચ, 1919ના રોજ નિષેધ દિવસ પાળવાનું નિર્ધારીત કરાયું. એ દિવસે થયેલી જાહેરસભામાં લેવડાવામાં આવેલા શપથમાં
રોલેટ એક્ટ વિરુદ્ધ કામ કરવા અંગે એકપણ શબ્દ ન હતો. લેવડાવામાં આવેલા શપથમાં
કહેવામાં આવ્યું હતું કે-
“અમે
હિંદુઓ અને મુસલમાનો ઈશ્વરને સાક્ષીએ જાહેર કરીએ છીએ કે અમે અરસપરસ સગા ભાઈની જેમ
વર્તીશું. અમારી વચ્ચે કોઈ જાતનો વિખવાદ રહેશે નહીં. જે એકનું દુખ તે જ બીજાનું ય
દુખ હશે અને એ દુખ દૂવા માટે દરેક જણ પ્રયત્ન કરશે. અમે એકબીજાના ધર્મનો તથા
ધર્મભાવનાનો આદર કરીશું અને કોઈના ધર્માંચરણમાં આડખીલી ઊભી કરીશું નહીં. ધર્મના
નામે થતાં હિંસાચારથી અમે દૂર રહીશું.” [xxii]
આ શપથમાં આશ્ચર્યની વાત એ હતી કે રોલેટ
એક્ટ સહુને માટે સરખોજ ખતરનાક હતો અને આમા હિંદુ કે મુસ્લિમ વચ્ચે કોઈ ભેદ ન હતો.
આ કાયદા વિરુદ્ધ આંદોલન કરવાથી હિંદુ મુસલમાન એકતામાં આડખીલી ઊભી થવાનું કોઈ કારણ
ન હતું. આમ ગાંધીજી એમની રાજકીય કારકિર્દીની શરૂઆતથી જ હિંદુ-મુસ્લિમ એકતાના
એકાંતિક હિમાયતી હતા.
13 એપ્રિલ-1919 અમૃતસરના જલિયાવાલા
બાગમાં એક સભા પર જનરલ ડાયરે ચારેબાજૂ ઘેરો ઘાલીને બેફામ ગોળીબાર કરાવીને મોટો
હત્યાકાંડ કર્યો હતો. જેના કારણે દેશભરમાં બ્રિટિશરો સામે વિરોધનો વંટોળ ઉઠયો હતો. પણ ગાંધી વાંગ્મયના ખંડ -18 દ્વારા 1919ની
ગતિવિધિઓના વિગતવાર વિવરણો મુજબ, જલિયાંવાલાં હત્યાકાંડ પર ગાંધીજીને કોઈ ખાસ દુખ, ચિંતા કે આક્રોશ થયો હોય તેવું
આશ્ચર્યજનક રીતે જોવા મળતું નથી.તેઓ એવી પણ સલાહ આપે છે કે જલિયાંવાલાં બાગમાં
હાજર તમામ લોકોને પણ મારી નાખવામાં આવે, ત્યારે પણ બાકી ભારતવાસીઓએ સામાન્ય, શાંત બનેલું રહેવું જોઈએ. પરંતુ
મે-1919થી માર્ચ -1924 સુધી ગાંધીજીની તમામ ગતિવિધિઓ, ભાષણો, લેખન, વગેરેમાં ખિલાફત તેમના માટે સૌથી વધુ
ચિંતાનો વિષય હતો. રોલેટ એક્ટ વિરુદ્ધમાં
ગાંધીજીએ દેશભરમાં મોટો ખળભળાટ જગાવ્યો હતો. તેને જોઈને તિલક પણ પ્રભાવિત થયા હતા.
પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ભારતવાસીઓએ કરેલી સેવોને
ધ્યાનમાં લઈને યુદ્ધમાં વિજય બાદ બધાંને કંઈને કંઈ આપવાની જરૂર બ્રિટિશ સરકારને
જણાય હતી. તેથી 1919ના ડિસેમ્બરમાં
મોન્ટેગ્યૂ-ચેમ્સફર્ડના અહેવાલને આધારે ઘડી કરવામાં આવેલો ‘ભારત સરકારનો 1919નો
કાયદો’
અસ્તિત્વમાં આવ્યો. આવી જરૂરિયાત આ કાયદા
થકી પૂર્ણ કરવાની કોશિશ કરવામાં આવી. પણ તિલક અને ગાંધી બંનેને આ કાયદો પૂરતો
સંતોષકારક લાગતો ન હતો. છતાં કોંગ્રેસના અમૃતસર અધિવેશનમાં તેને સ્વીકારવામાં
આવ્યો. આ અધિવેશનમાં તિલકે પ્રતિયોગી સરકારની નીતિ જાહેર કરી. અને આમ લખનૌ
પેક્ટમાં સ્વીકારવામાં આવેલું મુસ્લિમોનું અલગ પ્રતિનિધિત્વ, આ કાયદાથી બ્રિટિશ
સરકાર માન્ય થઈ ગયું. વિભક્ત મતદાર સંઘ એટલે કે સેપરેટ ઈલેક્ટોરેટનું તત્વ
સ્વીકાર્યા બાદ શીખ, યુરોપિયન, એંગ્લો-ઈન્ડિયનો અને ખ્રિસ્તી જેવા અન્ય વિવિધ
જૂથોને પણ અલગ પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું. આમ મુલિમ અલગતાવાદી પ્રવૃત્તિને લખનૌ
કરાર મારફતે આગળ ધારીને તેને રાજમાન્યતા, લોકમાન્યતા આપવાનું કામ
મોન્ટેગ્યૂ-ચેમ્સફર્ડ કાયદાએ કર્યું. આમ સમગ્ર રાષ્ટ્રનો વિચાર કરવાના બદલે
ધર્મ-જાતિના આધારે નાના-મોટા ઘટકોના હિતસંબંધોનું રક્ષણ કરવાની વૃત્તિને
પ્રોત્સાહક વ્યવસ્થા રાજસત્તા દ્વારા ઉભી કરવામાં આવી.
તિલક સ્વરાજ માટે હિંદુ-મુસ્લિમ એકતા
ઈચ્છતા હતા અને ગાંધીજી હિંદુ-મુસ્લિમ એકતા માટે સ્વરાજ ઈચ્છતા હતા. આમ સમયની માંગ
એવી હિંદુ-મુસ્લિમ એકતાને ગાંધીજીએ શ્રદ્ધાનો વિષય બનાવ્યો. લખનૌ કરાર એક
વ્યવહારિક ભૂલ હતી અને તેના દ્વારા રાજકીય અનર્થકારી પરંપરાનો પાયો નંખાયો હતો.
ત્યારે ખિલાફત આંદોલનને સ્વરાજ કરતા વધુ મહત્વ આપીને ગાંધીજીએ હિંદુઓને મુસ્લિમોના
ધર્માંધ-મજહબપરસ્ત રાજકારણના ખીલે બાંધી દીધા અને મુસ્લિમોના હાથમાં એક પ્રકારે
નિષધ અધિકાર એટલે કે વીટો આપી દીધો. 27 ઓક્ટોબર, 1919ના દિવસને મુસ્લિમોએ ખિલાફત
દિન તરીકે ઉજવ્યો હતો. તેના એક માસની અંદર 23 નવેમ્બર, 1919ના રોજ દિલ્હીમાં પહેલી
ખિલાફત પરિષદ યોજાઈ. આ પરિષદમાં સામેલ થયેલા ગાંધીજીએ ખિલાફત
પરિષદની અધ્યક્ષતા કરતા મુસ્લિમોને
સલાહ આપી કે બ્રિટિશ સરકાર ખિલાફતની પુનર્સ્થાપના કરે તેવી માગણી સાથે એ સરકાર
સામે અસહાકર આંદોલન શરૂ કરે. ખિલાફત આંદોલનમાં હિંદુઓના સહકારના ઉદેશ્યથી કેટલાય
હિંદુ નેતાઓને ખિલાફત પરિષદે આમંત્રણ આપ્યું હતું. 3 જૂન, 1920ના રોજ અલ્હાબાદ
ખાતે બીજી ખિલાફત પરિષદની હિંદુ-મુસ્લિમની સંયુક્ત બેઠકમાં મોતીલાલ નહેરુ,
તેજબહાદૂર સપ્રુ અને એની બેસન્ટ હાજર રહ્યા હતા. પરંતુ ત્રણમાંથી એકપણ નેતાએ
ખિલાફત આંદોલનને ટેકો આપ્યો ન હતો. પણ ગાંધીજીએ ખિલાફત આંદોલનને ન માત્ર ટેકો
આપ્યો, પણ તેની આગેવાની લીધી. 9 જૂને ખિલાફત પરિષદની કારોબારી રચવામાં આવી અને
તેમાં ગાંધીજી એકમાત્ર હિંદુ સદસ્ય તરીકે સામેલ થયા હતા.
દિલ્હીની પહેલી ખિલાફત સભામાં ગાંધીજીએ
હિંદુઓને ઉદેશીને કહ્યું હતું કે –
“આપણે હિંદુ મુસલમાનોની એકતાની વાતો
કરીએ છીએ, પણ મુસલમાનો ઉપર આફત આવી પડી હોય ત્યારે આપણે ચામડી બચાવવાની નીતિ
અપનાવીએ તો પછી એકતાની એ વાતોમાં કશો અર્થ નથી. કેટલાક લોકો એમ કહે છે કે અમુક
શરતો સાથે આપણે મુસલમાનોની સહાયતા કરવી, પરંતુ નિરપેક્ષ મદદ એ જ ખરી મદદ કહેવાય.” [xxiii]
31 જુલાઈ, 1920ના રોજ લોકમાન્ય તિલકનું
નિધન થયું અને તેના પહેલા જ ગાંધીજીનું નેતૃત્વ સર્વમાન્ય થઈ ચુક્યું હતું. તિલકના
નિધનના બીજા દિવસે 1 ઓગસ્ટ, 1920ના રોજ ગાંધીજીએ ખિલાફત આંદોલન શરૂ કરીને
હિંદુ-મુસ્લિમ એકતા સાધવાના પ્રયાસો હેઠળ મુસ્લિમ તુષ્ટિકરણની નીતિને તેની
પરાકાષ્ઠા તરફ લઈ જવાનું કામ કર્યું હતું. સ્વાધીનતારૂપી સાધ્ય કરતા હિંદુ-મુસ્લિમ
એકતારૂપી સાધનને વધુ મહત્વ આપતા ગાંધીજીએ કહ્યું હતું કે
“No Swaraj without Hindu-Muslim unity.” (હિંદુ-મુસ્લિમ એકતા વગર સ્વરાજ નહીં.)[xxiv]
1920માં નાગપુરમાં કોંગ્રેસ અધિવેશન દરમિયાન ખિલાફત
આંદોલન એ આપણું આંદોલન હોવાના આશયનો પ્રસ્તાવ પારીત કરાયો. ત્યારે ગૌરક્ષાનો
પ્રશ્ન પણ હાથમાં લેવા સંદ્રભેનો પ્રસ્તાવ રજૂ કરવાનો કેટલાક હિંદુ સદસ્યોએ
પ્રયત્ન કર્યો અને ગાંધીજીએ આના કારણે મુસ્લિમોની લાગણી દુભાય એમ હોવાને કારણે તેને
ચર્ચામાં લઈ શકાય નહીં તેમ કહીને ઠરાવને ચર્ચા માટે પણ દાખલ થવા દીધો નહીં. તિલકના
નિધન પછી રાજકારણમાં ક્યાં પ્રકારનો અને કેટલી હદે પલટો થઈ રહ્યો હતો તે નાગપુર
અધિવેશનની આ ઘટનાએ જણાવી દીધું હતું.
સ્વરાજની અહિંસક લડતમાં મુસ્લિમોને
સાથે લાવવા માટે ગાંધીજીએ મુસ્લિમ ખુશામતખોરી-તુષ્ટિકરણનો પ્રયાસ કર્યો. પણ એક જ
વર્ષમાં તેમને ખ્યાલ આવી ગયો કે મુસ્લિમો ખિલાફત માટે અધીરા બન્યા છે અને લક્ષ્ય
પ્રાપ્ત કરવા માટે કોઈપણ પગલું ભરતા તેઓ અચકાશે નહીં. મુસ્લિમોને શાંતિ જાળવવાનો
ઉપદેશ આપતા ગાંધીજીએ કહ્યું કે-
“મુસલમાનો ખિલાફત માટે
ખૂબ જ અધીરા બન્યા છે. ખિલાફત કમિટીએ અને કૉંગ્રેસે હવે કોઈ જોરદાર કૃતિ કરવી જોઈએ
અને એ પણ અવિલંબે કરવી જોઈએ, એ પ્રકારની માગણી મુસલમાનો કરી રહ્યા છે. મુસલમાનોની
દ્રષ્ટિએ સ્વરાજ્ય એટલે ખિલાફત પ્રશ્નનો પરિણામકારક ઉકેલ લાવવા માટે દેશ સમર્થ
બનવો. એમની આ ધારણા સાચી છે, તેથી જ સ્વરાજ્ય અચોક્કસકાળ સુધી લંબાતુ હોય તો એટલા પ્રદીર્ઘકાળ સુધી રાહ જોતા બેસવની એમની
ધીરજ નથી. તુર્કસ્તાન યુરોપના સમુદ્રમાં ડૂબી જવાનો વખત આવે, ત્યાં સુધી ધીરજ પકડીને હાલનું સ્વરાજ્ય આંદોલન
આ રીતે ચાલુ રાખવા માટે મુસલમાનો તૈયાર નથી. એમને દ્રષ્ટિબિંદુ સાથે સહુ કોઈ સહમત
થશે. વધારે અસરકારક અને તાત્કાલિક અમલમાં મૂકી શકાય એવો કોઈ રસ્તો હોય તો એની હું
ખુશીથી ભલામણ કરીશ. ખિલાફત જલદી મળે એ માટે સ્વરાજ્યની લડત થોડા સમય માટે મોકૂફ
રાખવી આવશ્યક હોય તો એ પણ હું ખુશીથી કરીશ. અસહકાર સિવાય અન્ય કોઈ ઉપાયથી આ
સમસ્યાઓનો ઉકેલ લાવી કરોડો મુસલમાનોનું દુખ હળવું કરી શકાતું હોય તો એ માર્ગ હું
જરૂર સ્વીકારીશ. ”[xxv]
ખિલાફત પરિષદના સંમેલનોમાં આંદોલનનું
વિસ્તરણ કરવાની યોજના બની, જેમાં સરકાર દ્વારા આપવામાં આવેલા
બિરુદો, સરકારી નોકરીઓના બહિષ્કાર કરવા અને ટેક્સ નહીં આપવાની હાકલો કરવામાં
આવી હતી. કોંગ્રેસે 4 સપ્ટેમ્બર, 1920ના કોલક્ત્તા અધિવેશનમાં ગાંધીજીના સૂચન અને આગ્રહથી ખિલાફત
આંદોલનમાં મુસ્લિમોને મદદ કરવાનો ઠરાવ પારીત કર્યો. કોંગ્રેસ મુસ્લિમોને મદદ કરશે, તો તેઓ સ્વરાજ માટેની લડતમાં મદદ કરશે તેવી રજૂઆતો થઈ હતી. બ્રિટિશરો
સામે અસહકારનું આંદોલન શરૂ થયું. ગાંધીજીએ આફ્રિકાના BEAR WAR અને ZULU REVOLTમાં મળેલા મેડલ પાછા આપ્યા. પાન
ઈસ્લામિક પ્રવૃ્ત્તિઓઓને પ્રોત્સાહન આપવાની સ્થિતિ પેદા થઈ અને ખિલાફત આંદોલન
હકીકતમાં અખિલ આફત આંદોલન બન્યું. મૌલાના મહંમદ અલી અને મૌલાના શૌકત અલીના ભાષણોથી
મુસ્લિમોની લાગણીઓ ઉશ્કેરવામાં આવતી હતી અને તેઓ શસ્ત્ર સજ્જ થઈ રહ્યા હતા.
ખિલાફત આંદોલન ખરેખર સમર્થનને યોગ્ય
હતું કે કેમ એના સંદર્ભે ડૉ. બી. આર. આંબેડકરે સ્પષ્ટ અભિપ્રાય વ્યક્ત કરતા લખ્યું
છે કે –
“મુસલમાનોએ 1919માં ખિલાફત આંદોલન શરૂ
કર્યું. આ આંદોલન પાછળ બેવડો ઉદેશ્ય હતો. ખિલાફત ટકાવી રાખવી અને તુર્કી સામ્રાજ્ય
અકબંધ રાખવું. આ બંને ઉદેશ્યો એવા હતા કે જેનું સમર્થન કરવું મુશ્કેલ હતું. જે
તુર્કોના હિતસંબંધો જાળવા માટે આ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું, તે તુર્કોને જ
સુલતાન જોઈતો ન હતો તો પછી ખિલાફત રહે કઈ રીતે? બીજું તુર્કોને પ્રજાતંત્ર જોઈતું હતું એ પરિસ્થિતિમાં
એમને પાછા સુલતાનની સત્તા હેઠળ મૂકવા એ કોઈ રીતે સમર્થનને યોગ્ય ન હતું.
તુર્કસ્તાનનું સામ્રાજ્ય ફરીથી ઉભું કરવાની વાત પણ અર્થહિન હતી, કારણ કે એમ કરવું
એટલે વિવિધ દેશોના પ્રજાજનોને ફરીથી તુર્કોના ગુલામ બનાવી દેવા બરાબર હતું. સહુ
કોઈને સ્વયંનિર્ણયનો અધિકાર એ શાંતિ સ્થાપન કરવાનું પહેલું પગથિયું છે એમ
સર્વાનુમતે નક્કી થયેલું હોવાથી તો તુર્કી સામ્રાજ્યની પુનસ્થાપના કરવાનો સવાલ જ
ઉઠતો ન હતો.”[xxvi]
ખિલાફત
પરિષદના સંમેલનોમાં આંદોલનનું વિસ્તરણ કરવાની યોજના બની, જેમાં સરકાર
દ્વારા આપવામાં આવેલા બિરુદો, સરકારી
નોકરીઓના બહિષ્કાર કરવા અને ટેક્સ નહીં આપવાની હાકલો કરવામાં આવી હતી. કોંગ્રેસે 4
નવેમ્બર, 1920ના કોલક્ત્તા ખાતેના વિશેષ અધિવેશનમાં
ગાંધીજીના સૂચન અને આગ્રહથી ખિલાફત આંદોલનમાં મુસ્લિમોને મદદ કરવાનો ઠરાવ પારીત
કર્યો. આ અધિવેશનમાં કોંગ્રેસ અધ્યક્ષ વિજય રાઘવાચારી, એની બેસન્ટ અને રવિન્દ્રનાથ
ઠાકુર સહીતના ઘણાં નેતાઓએ ખિલાફત આંદોલનનો વિરોધ કર્યો હતો. પણ બહુમતી ગાંધીજીના
પક્ષમાં હતી. કોંગ્રેસ મુસ્લિમોને મદદ કરશે, તો તેઓ સ્વરાજ
માટેની લડતમાં મદદ કરશે તેવી રજૂઆતો થઈ હતી. બ્રિટિશરો સામે અસહકારનું આંદોલન શરૂ
થયું. ગાંધીજીએ આફ્રિકાના BEAR WAR અને ZULU
REVOLTમાં મળેલા મેડલ પાછા આપ્યા. પાન ઈસ્લામિક પ્રવૃ્ત્તિઓઓને પ્રોત્સાહન આપવાની
સ્થિતિ પેદા થઈ અને ખિલાફત આંદોલન હકીકતમાં અખિલ આફત આંદોલન બન્યું. મૌલાના મહંમદ
અલી અને મૌલાના શૌકત અલીના ભાષણોથી મુસ્લિમોની લાગણીઓ ઉશ્કેરવામાં આવતી હતી અને
તેઓ શસ્ત્ર સજ્જ થઈ રહ્યા હતા.
ડૉ઼. બી. આર.
આંબેડકરે પોતાના પુસ્તક થોટ્સ ઓન પાકિસ્તાન (1940)માં લખ્યું છે કે-
“सच्चाई यह है कि असहयोग आंदोलन का उद्गम खिलाफत आंदोलन से हुआ, न कि स्वरज्य के लिए कांग्रेसी आंदोलन से. खिलाफतवादियों ने तुर्की सहायता के
लिए इसे शुरु किया और कांग्रेस ने उसे खिलाफतवादियों की सहायता के लिए अपनाया.
उसका मूल उदेश्य स्वराज्य नहीं, बल्कि खिलाफत था और
स्वराज्य का गौण उदेश्य बनाकर उससे (बाद में) जोड दिया गया था, ताकि हिंदू भी उसमे भाग ले.” (“સચ્ચાઈ એ છે કે અસહયોગ આંદોલનનો ઉદગમ ખિલાફત આંદોલનથી
થયો, ન કે સ્વરાજ્ય માટે કોંગ્રેસી આંદોલનથી. ખિલાફતવાદીઓએ તુર્કી સહાયતા માટે આને
શરૂ કર્યું અને કોંગ્રેસે તેને ખિલાફતવાદીઓની સહાયતા માટે અપનાવ્યું. તેનો મૂળ
ઉદેશ્ય સ્વરાજ્ય નહીં, પરંતુ ખિલાફત હતો અને સ્વરાજ્યનો ગૌણ ઉદેસ્ય બનાવી તેને
(બાદમાં) જોડી દેવામાં આવ્યો હતો, જેથી હિંદુ પણ તેમાં ભાગ લે.”)[xxvii]
આવી જ રીતે
એની બેસન્ટે પણ કહ્યું હતું કે-
“खिलाफत-गांधी
एक्सप्रेस का तूफान चला. यह आंधी ऐसी चली कि कांग्रेस की पिछली परंपरा झटके में उड
गई.” (“ખિલાફત-ગાંધી એક્સપ્રેસનું તોફાન ચાલ્યું. આ આંધી એવી
ચાલી કે કોંગ્રેસની ગત પરંપરા ઝાટકામાં ઉડી ગઈ.”)[xxviii]
ગાંધીજી
ખિલાફતને મુસ્લિમોની ગાય કહીને હિંદુઓને તેમાં સામેલ થવા માટે પ્રેરિત કરી રહ્યા
હતા. 19 જાન્યુઆરી, 1921ના રોજ
ગુજરાતના વડતાલમાં એક જાહેરસભામાં ગાંધીએ કહ્યું કે
“હું તમામ હિંદુ સાધુઓને કહું છું કે જો તેઓ ખિલાફત માટે
પોતાનું સર્વસ્વ બલિદાન આપી દે, તો તેમણે હિંદુ ધર્મની રક્ષા માટે બહુ મોટું
કામ કર્યું હશે. આજે દરેક હિંદુનું કર્તવ્ય છે કે ઈસ્લામને ખતરાથી બચાવો, જો તમે આ કરશો
તો ભગવાન પોતે તેમને હિંદુઓને મિત્ર તરીકે જોવાની પ્રેરણા આપશે અને હિંદુઓ
મુસ્લિમોને મિત્ર તરીકે જોશે.”[xxix]
જો કે
ગાંધીજીની આ વાત ઈસ્લામિક દુનિયામાં ચાલી રહેલા તત્કાલિન પ્રવાહોથી વિપરીત હતી.
ગાંધીજીનો ખ્યાલ હતો કે હિંદુઓ જેમ ગાયને પૂજે છે, તેમ મુસ્લિમો
ખલીફાને. પરંતુ ઈસ્લામિક જગતમાં ખલીફાની કોઈ પરવાહ કરતું ન હતું. આરબ દેશોના
મુસ્લિમો તુર્કીના ખલીફાથી મુક્તિ ચાહતા હતા. ખુદ તુર્કના લોકો ખિલાફતના બોજાથી
ગળે આવી ગયા હતા. આ વાત ખુદ તુર્કી નેતા કમાલ પાશાએ કહી હતી. ખિલાફતના પક્ષમાં કમાલ પાશાને સંમત કરવા માટે આગાખાન અને
અમીરઅલી તુર્કી ગયા હતા. કમાલ પાશાએ બંનેને અપમાનિત કરીને કાઢી મુક્યા હતા. ખિલાફત
આંદોલનના નેતાઓ સાઉદી અરેબિયા અને ઈરાન ગયા અને ત્યાં પણ તેમને નિરાશા સાંપડી હતી.
ખિલાફત આંદોલનના નેતાઓએ ભારતને દારૂલ હરબ એટલે કે યુદ્ધરત દેશ જાહેર કરી દીધો.
મુસ્લિમોને હિજરત કરવાની એટલે કે દેશ છોડવાની અપીલ કરી. હજારો મુસ્લિમો ભારત
છોડીને અફઘાનિસ્તાન જવા નીકળી પડયા, ત્યાં તેમનું સ્વાગત કરવાના સ્થાને તેમને
લૂંટીને માર મારવામાં આવ્યો અને તેમને અંતે ભારત પાછા ફરવું પડયું હતું. તુર્કીના
નેતા કમાલ પાશાએ જ ખલીફાને દેશવટો આપ્યો હતો અને 1924માં ખિલાફતને
સમાપ્ત કરી દીધી હતી. આમ છતાં ગાંધીજીએ તો બમણાં ઉત્સાહથી ખિલાફત આંદોલન ચાલું
રાખ્યું. આ આંદોલન થકી
ગાંધીજી સપ્ટેમ્બર, 1920માં અખિલ ભારતીય હોમરુલ લીગના અધ્યક્ષ
બન્યા. ડિસેમ્બર, 1921ના અમદાવાદ ખાતેના અધિવેશનમાં કોંગ્રેસે
ગાંધીજીને ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના સંપૂર્ણ અધિકાર આપી દીધા હતા. જેથી તેઓ
કોંગ્રેસ ખિલાફત આંદોલનના નામે દુનિયાના અન્ય કોઈ ઈસ્લામિક દેશમાં ન ચાલતી હોય
તેવી ખિલાફત જેહાદમાં ગાંધીજીની રાહબરી હેઠળ વધુ ખૂંપી ગઈ.
ગાંધીજીએ
મુલ્લા-મૌલવીઓને ખિલાફત આંદોલન થકી રાજકીય મંચ આપીને એક અનૈતિક કામ કર્યું હોવાનું
કોંગ્રેસના નેતા અને વિદ્વાન કે. એમ. મુંશી માનતા હતા. બેરિસ્ટર ઝીણાએ પણ
ગાંધીજીને ચેતવણી આપી હતી. મૌલાના આઝાદ સુભાની જેવા મુસ્લિમ નેતાઓ માટે અંગ્રેજો
કરતા પણ મોટા દુશ્મન ત્યારે દેશના 22 કરોડ હિંદુઓ હતા.આ અરસામાં ગાંધીજીને જેમનાથી
લગાવ હતો તેવા મૌલાના મુહમ્મદ અલીએ જાહેર કર્યું કે मैं गिरे से गिरे और बदकार मुसलमान को भी गांधी से बहेतर मानता हूं. (હું નિમ્નથી
નિમ્મન અને બદતર મુસલમાનને પણ ગાંધીથી શ્રેષ્ઠ માનું છું.)[xxx]
આર્યસમાજના
સ્વામી શ્રદ્ધાનંદે ગાંધીજી સાથે સામેલ થયેલી એક ખિલાફત સભામાં મૌલાના દ્વારા
લોકોમાં વારંવાર હિંસાની હાકલો તરફ ગાંધીજીનું ધ્યાન દોર્યું, તો તેમણે થોડું સ્મિત કરીને બ્રિટિશ
નોકરશાહી તરફ ઈશારો હોવાનું જણાવ્યું. ત્યારે સ્વામી શ્રદ્ધાનંદે અહિંસાના વિચારનો
વિનાશ થઈ રહ્યાનું જણાવીને હિંસાનો હિંદુઓ વિરુદ્ધ ઉપયોગ થવાની આશંકા પણ વ્યક્ત
કરી હતી. ખિલાફત આંદોલન દરમિયાન અને ખિલાફતના ખાત્મા બાદ હિંદુઓને ખિલાફતવાદી
જેહાદી નેતાઓના મજહબી ઝનૂન વાળા ભાષણોને કારણે મુસ્લિમ કટ્ટરતાનો હિંસક શિકાર
બનવું પડયું હતું.[xxxi]
ગાંધીજી અને
કોંગ્રેસે ચલાવેલા હિંદુ-મુસ્લિમ એકતાના પ્રચારના પડઘા વચ્ચે હિંદુઓ ગાફેલ હતા.
તેવામાં કેરળના મલાબારમાં મુસલમાન મોપલાઓએ ઈસ્લામિક સામ્રાજ્યના આગામની ઘોષણા સાથે
તૈયારીઓ કરીને શસ્ત્રો ગોઠવ્યા. અલી મુસલિયારને માલાબારમાં ખિલાફત જાહેર કરીને
તેનો ખલીફા બનાવવામાં આવ્યો. એરનાતદ અને વલુવાનાદને ખિલાફત સામ્રાજ્ય જાહેર કરીને
ઝંડો ફરકાવાયો. મોપલાની જેહાદનો ભોગ બ્રિટિશ સરકાર નહીં, પણ માલાબારના
હિંદુઓ બન્યા હતા. માલાબારમાં હિંદુ પરિવારોની સામુહિક હત્યાઓ, મહિલાઓ પર
બળાત્કાર-અત્ચાચાર, સગર્ભા સ્ત્રીઓની હત્યાઓ, મંદિરોને અપવિત્ર કરાયા, ગૌહત્યાઓ કરાય, બળજબરીથી
ધર્માંતરણો, લૂંટફાટ અને
આગચંપી કરવામાં આવી. જ્યાં સુધી બ્રિટિશ સૈનિકોએ સ્થિતિ નિયંત્રણમાં લીધી નહીં
ત્યાં સુધી આ હિંસાચાર ચાલુ રહ્યો હતો.
મોપલાઓના
ભયાનક હિંદુ વિરોધી હિંસાચારને પરિણામે 1500 હિંદુઓના જીવ
ગયા અને 2000થી વધુ
બળજબરીથી ધર્માંતરિત કરાવીને મુસ્લિમ બનાવવામાં આવ્યા. આ આંકડો આનાથી પણ ઘણો વધારે
હોવા અંદેશો પણ વ્યક્ત કરવામાં આવ્યો. કેરળની સાથે આખા દેશમાં મુસ્લિમોએ હિંદુઓ
વિરુદ્ધ ઉશ્કેરણી બાદ રમખાણો કર્યા હતા. લગભગ 4 માસથી
વધુ સમય સુધી ચાલેલા હિંસાચાર બદલ મુલ્લા-મૌલવીઓની ખિલાફત પરિષદે મોપલાઓને ધર્મ
ખાતર ખૂબ શૌર્યથી લડવા બદલ અભિનંદન પણ આપી દીધા.
કોંગ્રેસના નેતાઓએ શરૂઆતમાં મલબારની
વાર્તાઓનો અસ્વીકાર કર્યો હતો અને ગાંધીજીએ પોતે ભગવાનથી ડરતા બહાદૂર મોપલઓ તરીકે
વર્ણન કરીને તેમને દેશભક્ત તરીકે વર્ણવ્યા હતા. તેઓ (મોપલાઓ) જેને ધર્મ માને છે
અને જેને ધાર્મિક માને છે તેના માટે લડતા હતા તેવું કહ્યું. તેમણે ઉમેર્યું કે
હિંદુઓએ મોપલાઓની કટ્ટરતાના કારણો શોધવા જ જોઈએ. તેઓ જોશે કે તેઓ દોષ વિનાના નથી.
તેઓએ અત્યાર સુધી મોપલાઓની કાળજી લીધી નથી. હવે સામાન્ય રીતે મોપલા કે મુસ્લિમો પર
ગુસ્સે થવાનો કોઈ ફાયદો નથી. [xxxii]
ગાંધીજીએ પણ
આવા અત્ચાચારો બદલ આંખ આડા કાન કરતા કહ્યુ-
“શૂર અને દેવભીરું મોપલાઓ એમની સમજણ મુજબ ધાર્મિક
પદ્ધતિથી એઓ સમજેલા ધર્મ માટે લડી રહ્યા છે!.. મોપલાઓના પાગલપણાનો મુસલમાનો શાબ્દિક નિષેધ કરે એ કંઈ
મુસલમાનોની મિત્રતાની કસોટી નથી. આ જાતના એકાંતિક પ્રહારો છતાં આપણે આપણા ધર્મનું
રક્ષણ કરી શકીએ એ જાતનું ધૈર્ય ને નિષ્ઠા હિંદુઓમાં હોવી જરૂરી છે. મુસલમાનોએ
જબરદસ્તીથી કરેલા ધર્માંતર અને લૂંટફાટની મુસલમાનોને સ્વાભાવિક શરમ આવવી જોઈએ અને
આવા પ્રકારની ભડક એમનામાંના મુખ્ય લોકો તરફથી પણ થવા ન પામે એ માટે એઓએ પ્રયત્ન
કરતા રહેવું જોઈએ. મારી પૂરેપૂરી ખાતરી છે કે હિંદુ સમાજે મોપલાઓનું પાગલપણું ખૂબ
સંતુલન રાખીને સહન કર્યું છે અને મહંમદના ઉપદેશનો મોપલાઓએ વિકૃત અર્થ કર્યો એ
જોઈને સુસંસ્કૃત મુસલમાનોએ દુખ અનુભવ્યું છે.”[xxxiii]
ગાંધીજીના આવા મંતવ્યોની ટીકા કરતા ડૉ.
બી. આર. આંબેડકરે લખ્યું છે કે –
“Any person could have said that this was too heavy a
price for Hindu-Moslem unity. But Mr. Gandhi was so much obsessed by the
necessity of establishing Hindu- Moslem unity that he was prepared to make
light of the doings of Moplas and the Khilafats who were congratulating them..
Speaking of the Muslim silence over the Mopla atrocities. Mr. Gandhitold The
Hindus: The Hindus must have the courage and the faith to feel hat they can
protect their religion in spite of such fanatical eruptions. A verbal disapproval by the Mussalmans of Mopla madness is
no test of Mussalman friendship. ” (“ કોઈપણ વ્યક્તિ કહી શકે કે હિંદુ મુસ્લિમ એકતાની આ ઘણી મોટી કિંમત
હતી. પરંતુ શ્રી ગાંધી હિંદુ-મુસ્લિમ એકતાની જરૂરિયાતથી એટલા બધાં ગ્રસિત હતા કે
તેઓ મોપલાઓ અને ખિલાફતવાદીઓના કાર્યોને હળવાશથી લેવા માટે તૈયાર હતા, કે જેઓ અભિનંદન આપી રહ્યા હતા. મોપલા અત્યાચારો પર મુસલમાનોની
ચુપકીદી બાબતે બોલતા શ્રી ગાંધીએ હિંદુઓને કહ્યું- હિંદુઓમાં આ સાહસ અને વિશ્વાસ
હોવો જોઈએ કે તે આ પ્રકારના કટ્ટરપંથી વિસ્ફોટો છતાં પોતાના ધર્મની રક્ષા કરી શકે
છે. મોપલા
ગાંડપણ પ્રત્યે મુસ્લિમો દ્વારાા મૌખિક અસ્વીકૃતિ મુસલમાનોની મિત્રતાની પરીક્ષા
નથી.” )[xxxiv]
ગાંધીજીએ પણ
1924માં યંગ ઈન્ડિયામાં લખ્યું હતું કે –
“There is no doubt in my mind that in the majority of
quarrels the Hindus come out second best. But my own experience confirms the
opinion that the Mussalman as a rule is a bully, and the Hindu ajs a rule is a
coward.*^ I have noticed this in railway trains, on public roads, and in the
quarrels which I had the privilege of settling. Need the Hindu blame the
Mussalman for his cowardice ? Where there are cowards, there will always be
bullies.” (“મારા
મનમાં કોઈ શંકા નથી કે મોટાભાગના ઝઘડામાં હિંદુ બીજા સ્થાને આવે છે. પરંતુ મારો
પોતાનો અનુભવ એ અભિપ્રાયને પુષ્ટ કરે છે કે મુસ્લિમ સામાન્યપણે ગુંડા હોય છે અને
હિંદુ સામાન્યપણે કાયર હોય છે. મેં ટ્રેનોમાં, જાહેરમાર્ગો પર અને એ ઝઘડાઓમાં પણ
જોયું છે, જેમના નિપટારાનું સૌભાગ્ય મને મળ્યું. શું હિંદુએ પોતાની કાયરતા માટે
મુસલમાનને દોષિત ઠેરવવા જોઈએ? જ્યાં કાયર હોય છે, ત્યાં હંમેશા ગુંડા પણ હોય છે.”) [xxxv]
મોપલાઓએ કરેલા
અત્યાચારનો વિષય કોંગ્રેસ સમિતિમાં ચર્ચા માટે આવ્યો, ત્યારે મૌલાના હસરત મોહાનીએ ઈસ્લામનો હવાલો
આપીને મહાત્મા ગાંધીથી માંડીને મદનમોહન માલવિય જેવા નેતાઓની હાજરીમાં કહ્યુ હતુ કે-
“એ બરાબર જ હતું અને જો મોતથી બચવા માટે હિંદુઓએ ઈસ્લામનો
સ્વીકાર કર્યો હોય તો એ જોરજુલમથી કરાયેલું ધર્માંતર નહીં, પણ સ્વેચ્છાએ કરેલું ધર્મપરિવર્તન કહેવાય.”[xxxvi]
કોંગ્રેસ
કારોબારીએ આ મામલે ઠરાવ પારીત કરતા કહ્યું હતું કે-
“મોપલાઓએ કરેલા હિંસાચારનો કારોબારી નિષેધ
કરે છે, પરંતુ સાથે
સાથે કાર્યકારિણી એ હકીકતની પણ નોંધ લે છે કે મોપલાઓની સહનશક્તિનો અંત આવે એટલી
હદે સરકારે એમને ખળભળાવી દીધા હોવાના પુરાવાઓ પોતાની પાસે છે. સરકારે પ્રકાશિત
કરેલા અથવા સરકાર વતી પ્રસિદ્ધ થયેલા મોપલાઓનાં હિંસક કૃત્યોને લગતા સમાચાર
અત્યુક્તિ ભરેલા અને એકતરફી છે. સરકારે શાંતિ અને સુરક્ષિતતાને નામે યોજેલા
ઉપાયોથી જે પ્રાણહાનિ થઈ છે, તેના સમાચાર
માત્ર ખૂબ હળવા બનાવીને આપવામાં આવ્યા છે.” [xxxvii]કોંગ્રેસ
કારોબારીએ ત્યારે લોકોએ સરકારી સમાચાર ઉપર કે મોંઢેમોઢ સાંભળેલી વાતો ઉપર ભરોસો
કરવો નહીં તેવી સલાહ પણ પોતાના આ ઠરાવમાં
હિંદુઓની આપી હતી.
ખિલાફત
આંદોલનમાં થયેલી હિંસાને કારણે કવિવર રવિન્દ્રનાથ ટાગૌરે કહ્યુ હતુ કે
“મુસલમાન કોઈ એક દેશ સાથે વફાદાર રહી શકતા નથી. તેથી
હિંદુ-મુસલમાન એકતા લગભગ અસંભવિત છે. કોઈ બહારની મુસલમાન સત્તા હિંદ ઉપર આક્રમણ
કરે તો એ પરિસ્થિતિમાં માતૃભૂમિના રક્ષણ કાજે મુસલમાનો પણ હિંદુઓ સાથે ખભેખભો
મેળવીને ઊભાં રહેશે ખરાં? એવો પ્રશ્ન મેં કેટલાય મુસલમાનોને પુછયો, પરંતુ મને એ
પ્રશ્નનો સંતોષકારક જવાબ મળ્યો નહીં.”[xxxviii]
ખિલાફત આંદોલનને ટેકો આપતી વખતે લાલા લાજપતરાયે
હિંદુ-મુસ્લિમ એકતાના સુવર્ણપ્રભાતની વાત કરી હતી, પણ આના ચાર વર્ષમાં જ 1924માં
બેરિસ્ટર ચિતરંજનદાસને લખેલા પત્રમાં તેમણે કહ્યું હતું કે –
“છેલ્લા 6 માસ દરમ્યાન મેં મુસલમાની ઈતિહાસનો અને ઈસ્લામી
કાયદાનો ઝીવણટથી ઊંડો અભ્યાસ કર્યો છે. તે અભ્યાસ પછી હું એ નિષ્કર્ષ ઉપર આવી
પહોંચ્યો છું કે હિંદુ-મુસલમાન એકતા શક્ય નથી અને વ્યવહારું નથી.” [xxxix]
ફેબ્રુઆરી-1922માં
ઉત્તરપ્રદેશના ગોરખપુર જિલ્લાના ચૌરીચોરામાં અસહયોગ આંદોલનમાં ભાગ લેનારા
દેખાવકારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. તેમાં ત્રણ દેખાવકારોના મોત બાદ
વિફરેલી ભીડે પોલીસ સ્ટેશને આગચંપી કરી
હતી. જેમાં 22 પોલીસકર્મીઓના મોત નીપજ્યા હતા. આશ્ચર્યજનક રીતે ચૌરીચૌરા કાંડ બાદ
ગાંધીજીએ આંદોલનને બંધ કરવાની ઘોષણા કરી હતી.
ખિલાફત આંદોલનના ઈસ્લામિક સામ્રાજ્યવાદી ઉદેશ્યને ટેકો આપવા બદલ 23 ઓક્ટોબર, 1924ના યંગ ઈન્ડિયામાં ટાંકયા મુજબ, મહાદેવભાઈ દેસાઈ સમક્ષ 18 સપ્ટેમ્બર, 1924ના રોજ ગાંધીજીએ કહ્યુ હતુ કે
"मेरी भूल? हाँ, मुझे दोषी कहा जा सकता है कि मैंने हिंदुओं के साथे विश्वासघात किया. मैंने
उनसे कहा था कि वे इस्लामी पवित्र स्थानों की रक्षा के लिए अपनी संपत्ति व जीवन
मुसलमानों के हाथ में सौंप दे. और इस केबदले मुझे क्या मिला? कितने मंदिर अपवित्र
किए गये? कितनी बहनें मेरे पास अपना दु:ख लेकर आई? जैसा मैं कल हकीमजी
(अजमल खाँ) को कह रहा था, हिंदू स्त्रियाँ मुसलमान गुंडो से मर्मांतक रुप से भयभीत है. मुझे.. का पत्र
मिला है, मैं कैसे बताऊँ कि उसके छोटे बच्चों के साथ क्या दुराचार किया गया? अब मैं हिंदुओं को
कैसे कह सकता हूँ कि वह हर चीज को धैर्यपूरव्क स्वीकार करे? मैंने उन्हें भरोसा
दिलाया था कि मुसलमानों के प्रति मैत्री का सुफल प्राप्त होगा. मैंने उन्हें कहा
था कि वे बिना परिणामों की इच्छा के मुसलमानों को मित्र बनाने का प्रयास करे. उस
भरोसे को पूरा करने की सामर्थ्य मुझ में नहीं है. और फिर भी मैं आज भी हिंदुओं से यही
कहूँगा कि मारने की अपेक्षा मर जाएं "મારી ભૂલ? હા, મને દોષિત કહી
શકાય છે કે મેં હિંદુઓની સાથે વિશ્વાસઘાત
કર્યો. મે તેમને કહ્યુ હતુ કે તેઓ ઈસ્લામી પવિત્ર સ્થાનોની રક્ષા માટે પોતાની
સંપત્તિ અને જીવન મુસલમાનોના હાથમાં સોંપી દે અને તેના બદલામાં મને શું મળ્યું ? કેટલા મંદિરો
અપવિત્ર કરાયા? કેટલી બહેનો
મારી પાસે પોતાનું દુખ લઈને આવી? જેવું મે ગઈકાલે હકીમજી (અજમલ ખાં)ને કહ્યુ
હતું, હિંદુ સ્ત્રીઓ
મુસલમાન ગુંડાઓથી મર્માંતક રુપથી ભયભીત છે. મને... નો પત્ર મળ્યો છે, હું કેવી રીતે
જણાવું કે તેના નાના બાળકો સાથે શું દુરાચાર કરાયો? હવે હું
હિંદુઓને કેવી રીતે કહી શકું કે તે દરેક વસ્તુને ધીરજપૂર્વક સ્વીકારે? મે તેમને
ભરોસો અપાવ્યો હતો કે મુસલમાનો પ્રત્યે મૈત્રીના સુફળ પ્રાપ્ત થશે. મે તેમને કહ્યુ
હતુ કે તેઓ પરિણામોની ઈચ્છા વગર મુસલમાનોને મિત્ર બનાવવાનો પ્રયાસ કરે. આ ભરોસાને
પૂર્ણ કવાનું સામર્થ્ય મારામાં નથી અને તેમ છતાં પણ હું આજે પણ હિંદુઓને એ કહીશ કે
મારવાની અપેક્ષા મરી જાવ.[xl]
અસહયોગ આંદોલન
પાછું ખેંચવા બદલ માર્ચ-1922માં સેન્ટ્રલ ખિલાફત કમિટીએ ગાંધીજીના નિર્ણયને
વખોડયોહતો. ખિલાફત આંદોલનમાં જે મુસ્લિમ મજહબી નેતૃત્વ કોંગ્રેસની નજીક હતું, તે દૂર થઈ ગયું. મુસ્લિમોનો એક અન્ય વર્ગ
નેશનાલિસ્ટ મુસ્લિમના નામે કોંગ્રેસમાં સામેલ થયો અને તેમા ટી. એ. શેરવાની, મૌલાના આઝાદ, એમ. એ. અંસારીના નામે આવે છે. ખિલાફત
આંદોલનના સમાપ્ત થયા બાદ મુસ્લિમ કટ્ટરપંથીઓ દેશના જ હિંદુઓના દુશ્મન બની ગયા હતા.
દેશભરમાં 1922થી 1927 વચ્ચે 112 મોટા હુલ્લડો થયા હતા. ગોકશી અને મસ્જિદો સામે
વાજાં વગાડવાના મામલે આ મોટાભાગના હુ્લલડો થયા હતા.
આમ તો ખિલાફત
આંદોલનના શરૂ થતા પહેલા વિદેશમાં વિભાજીત ભારતની ચર્ચાઓ શરૂ થઈ ચુકી હતી. 1917માં
સ્ટોકહોમમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસમાં ભારતના ડૉ. અબ્દુલ
જબ્બાર ખેર અને પ્રોફેસર સત્તાર ખેરે
હિંદુ ભારત અને મુસ્લિમ ભારતની એટલે કે વિભાજીત ભારતની ચર્ચા કરી હતી. ખિલાફત
આંદોલન વખતે જેહાદી તત્વોએ અલગ-અલગ સ્થાનો પર આવી જ વાત કરી હતી. જેમાં 1920માં
બદાયૂંના મોહમ્મદ અબ્દુલ કાદિર બિલગિરામીએ અને 1923માં ખાન સાહેબ સરદાર ગુલખાને
આવી વાતોનો પુનરોચ્ચાર કર્યો. સરકાર દ્વારા નિયુક્ત સર ડેનિસ વ્રેની અધ્યક્ષતામાં
ઉત્તર-પશ્ચિમ સીમા કમિટી સમક્ષ સરદાર ગુલખાને કહ્યુ હતુ કે હિંદુ-મુસ્લિમ એકતા
કોઈપણ સંજોગોમાં થઈ શકે નહીં, માટે
ઉત્તર-પશ્ચિમ સીમામાં વસેલા મુસલમાનોને ઈસ્લામિક રાજ્ય બ્રિટિશ સામ્રાજ્ય હેઠળ અલગ
હોવું જોઈએ. 1924માં અલીગઢમાં ભાષણ આપતા મૌલાના મોહમ્મદ અલીએ કહ્યુ છે કે -
“अगर हिन्दू-मुस्लिम समस्या का हल न
हुआ तो भारत का विभाजन हिन्दू भारत और मुस्लिम भारत के रुप में होगा.” (જો હિંદુ-મુસ્લિમ સમસ્યાનો ઉકેલ નહીં થાય, તો ભારતનું
વિભાજન હિંદુ ભારત અને મુસ્લિમ ભારતના રુપમાં થશે.)[xli]
ખિલાફત
જેહાદના ખિલાફતવાદીઓની ખુશામતખોરીથી તુષ્ટિકરણની પરંપરા શરૂ થઈ. મુસ્લિમ
કટ્ટરવાદના નવેસરથી ઉભાર બાદ 1921માં દક્ષિણમાં મોપલા વિદ્રોહ બાદ 1922માં મુલ્તાન, 1923માં
પંજાબ-બંગાળમાં ગૌહત્યા અને
મસ્જિદોની સામે સંગીત વાદ્યો સાથે ભજન-કીર્તન કરવાના મામલે હુલ્લડો થયા. 1923માં
કાકીનાડા કોંગ્રેસ અધિવેશનમાં ગાંધીજીને બાપુ કહેનારા અધ્યક્ષ મૌલાના મોહમ્મદઅલીએ
પોતાના સંબોધનમાં કહ્યુ હતુ કે -
“भारतवर्ष के मुसलमान जो बकरी के मंहगे मांस को खरीद सकते है, वह किसी-किसी
मौके पर गाय का गोश्त खाते है, लेकिन गरीब मुसलमानों केलिए वर्तमान स्थिति में गाय का मांस न्यूनाधिक आर्थिक
जरुरत के अनुसार है... जब स्वराज्य गवर्नमेन्ट का बजट तैयार होगा उस समय गऊकशी को
कम करने के लिये बकरी के गोश्त को सस्ता करने के लिए बजट में एक विशेष रकम बकरियों
की नसल को बढाने केलिए रक्खी जाएगी.” (“ભારતવર્ષના મુસલમાનો જે બકરીના મોંઘા માંસને ખરીદી શકે
છે, તે કોઈને કોઈ પ્રસંગે ગાયનું માંસ ખાય છે, પરંતુ ગરીબ મુસલમાનો માટે હાલની
સ્થિતિમાં ગાયનું માંસ લઘુત્તમ આર્થિક જરૂરિયાત પ્રમાણે છે. જ્યારે સ્વરાજ્ય
સરકારનું બજેટ તૈયાર થશે, તે સમયે ગૌકશીને ઓછી કરવા માટે બકરીના માંસને સસ્તું
કરવા માટે બજેટમાં એક વિશેષ રકમ બકરીઓની નસ્લોને વધારવા માટે ફાળવવામાં આવશે. ”)[xlii]
1923માં
દિલ્હીમાં મળેલા વિશેષ કોંગ્રેસ અધિવેશનમાં ઈન્ડિયન નેશનલ પેક્ટ તરીકે ઓળખાતી
હિંદુ-મુસ્લિમ સમજૂતી તૈયાર થઈ હતી. તેની કમિટીમાં લાલા લાજપતરાય,સરદાર
મહતાબસિંહ અને ડૉ. અંસારી સામેલ હતા. આ સમજૂતીમાં ગૌહત્યા પર સંપૂર્ણ રોક લગાવવાના
સ્થાને ઈદને બાદ કરતા બાકીના દિવસોમાં ગૌકશી છોડશે અને ઈદ પર હિંદુઓની લાગણી દુભાઈ
નહીં તેવી રીતે ગૌકશી કરશે, તેવી આઘાતજનક
સમજૂતી કરવામાં આવી હતી. આ સિવાય સામુહિક ભક્તિ માટે શાંતિમય વાતાવરણ તૈયાર કરવા
અને તેને સ્થિર રાખવા માટે સામુહિક આરાધનાના સ્થાનોની સામે સ્થાનિક અથવા મિશ્રિત
બોર્ડ દ્વારા નિયત સમયે ઢોલ-નગારા જેવા સંગીત વાદ્યો નહીં વગાડ઼વાની મુસ્લિમ
ખુશામતખોરીની સમજૂતી કરવામાં આવી.
1924માં દિલ્હી,ગુલમર્ગ, શાહજહાંપુર, લખનૌ, જબલપુર, અલ્હાબદા જેવા
સ્થાનો પર હિંદુ-મુસ્લિમ રમખાણો થયા હતા. કોહાટમાં પણ 1924માં સામુહિક નરસંહાર બાદ
4000થી વધુ હિંદુઓ શરણાર્થી બની ગયા હતા અને હિંદુ-મુસ્લિમ એકતાનો પરપોટો ફૂટી ગયો
હતો. કોહાટ હિંસા બાદ સરોજિની નાયડૂએ ગાંધીજીનેપત્ર લખીને શાંતિ માટે
ભાષણો-પ્રવચનોથી કંઈ પરિણામ આવવાનું નહીં હોવાનું જણાવીને કોઈ પરિણામકારક ઉપાય
કરવાની જરૂર હોવાનું જણાવ્યું હતું. ગાંધીજીએ 21 દિવસના અનશન કર્યા,
શાંતિ-પરિષદો-એકતા બેઠકો જેવા કાર્યક્રમો થયા.
ગાંધીજીના
અનશન બાદ દિલ્હીમાં યોજાયેલી મિલાપ કોન્ફરન્સના પ્રસ્તાવ નંબર-4માં નિર્ણય કરવામાં
આવ્યો કે કોઈ કાયદો અથવા કોર્ટના હુકમથી અથવા લોકલ બોડીના પ્રસ્તાવથી ન હિંદુ, મુસ્લિમોને ગૌકશીના અધિકારથી રોકી શકે છે
અને ન મુસલમાન હિંદુઓને વાજાં વગડાવાના અધિકારથી વંચિત રાખી શકે છે. આ માત્ર
પરસ્પર પ્રીતિથી જ થઈ શકે છે. તેની સાથે એ નિર્ણય કરવામાં આવ્યો કે આ પ્રસ્તાવથી
સ્થાનિક પ્રથા પર કોઈ પ્રભાવ ન પડે.[xliii]
29 મે, 1924ના રોજ યંગ ઈન્ડિયામાં ગાંધીજીએ લખ્યું
હતું કે
“गाय की जान बचाने केलिए मनुष्यों
की जान लेान बर्बर अपराध है.” (“ગાયનો જીવ
બચાવવા માટે મનુષ્યોનો જીવ લેવો બર્બર અપરાધ છે.”)[xliv]
પણ તોફાનો
અટકાવવાની દ્રષ્ટિએ આવી બાબતોથી કોઈ ફરક
પડયો નહીં. કોહાટ પછી દિલ્હી, લાહોર, લખનૌ, મોરાદાબાદ, ભાગલપુર, નાગપુર, ગુલબર્ગ,
શાહજાંપુર, અલ્હાબાદ જેવા સ્થાનો પર રમખાણો થયા. રમખાણોમાં હિંદુઓએ પણ પ્રતિકાર
કર્યો હતો.
1921થી જ
મુસ્લિમ લીગ કોંગ્રેસથી દૂર થઈ ચુકી હતી. આ હુલ્લડોએ કોંગ્રેસનું બ્રિટિશ સરકાર
વિરોધી આંદોલન નબળું કર્યું હતું. 1924 સુધી ખિલાફત કમિટીવાળાઓના કોંગ્રેસ વિરોધી
સૂર ધીમા હતા, પણ 1924માં તુર્કીના સુલ્તાને ખિલાફત છોડી
દીધી અને તેની સાથે મુસલમાનો અને અંગ્રેજો ફરીથી ભારતમાં એકબીજાના સહયોગી બની ગયા
હતા. બંનેએ સાથે મળીને ફરીથી કહેવાનું શરૂ કર્યું કે મુસલમાનો હિંદુ રાજમાં નહીં
રહે. 1925માં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના કેટલાક અધ્યાપકોએ અલીગઢ યોજના બનાવીને
બ્રિટિશ શાસકો સાથે મુલાકાત કરી. અલીગઢ યોજનામાં માગણી કરવામાં આવી હતી કે દેશનું
પુનર્ગઠન હિંદુ-મુસ્લિમના આધારે કરવામાં આવે. મુસલમાનોને પંજાબ, સિંધ, પૂર્વોત્તર
સીમા પ્રાંત અને બંગાળ આપવામાં આવે.
1926-27માં
ઉત્તરપ્રદેશ, પંજાબ, બંગાળમાં 40 મોટા હુલ્લડો થયા હતા. આ તોફાનોનું કારણ હિંદુઓના
સરઘસોનો માર્ગ અને તેમાં ઢોલ-નગરાં વગાડવાનું હતું. મુસલમાનો ગામમાં જ અમુક રસ્તાઓ પર હિંદુઓને
સરઘસ નહીં કાઢવા દેવાની દાંડાઈ કરવા લાગ્યા હતા. હુલ્લડોને શાંત કરવા માટે 1926માં
ગૌહાટી ખાતેના કોંગ્રેસના વાર્ષિક અધિવેશન પર નિર્ણય કરવામાં આવ્યો કે હિંદુ
-મુસ્લિમ સમજૂતી માટે નવેસરથી એક મુસદ્દો તૈયાર કરવામાં આવે.
આ દરમિયાન
હિંદુઓનો પક્ષ લઈને ઉભા રહેનારા હિંદુ નેતાઓની હત્યા કરવાની પણ ઘણી ઘટનાઓ બની હતી.
23 ડિસેમ્બર, 1926ના દિવસે હજારો મલકાના રાજપૂતોને શુદ્ધિ આંદોલનમાં પાછા હિંદુ
ધર્મમાં લાવનારા અને ગૌહત્યા વિરોધી આંદોલન ચલાવનારા સ્વામી શ્રદ્ધાનંદની હત્યા
કરવામાં આવી હતી. સ્વામી શ્રદ્ધાનંદ બીમાર હતા અને આરામ કરી રહ્યા હતા, ત્યારે
તેમનો હત્યારો અબ્દુલ રશીદ સાંજે 4 વાગ્યે તેમના દિલ્હીના નયા બઝાર વિસ્તારમાં
આવેલા તેમના નિવાસસ્થાને કથિત મહત્વની ધાર્મિક ચર્ચા કરવાના બહાને પ્રવેશ મેળવે
છે. સ્વામી શ્રદ્ધાનંદની સેવામાં લાગેલા પરિચાયક
ધર્મવીરસિંહ પાણી જાય છે અને તરત અબ્દુલ રશીદે 2 ગોળીઓ મારીને બીમારના બિછાને
પડેલા 70 વર્ષીય સ્વામીજીની કરપીણ હત્યા કરી દીધી હતી. હત્યારા અબ્દુલ રશીદે
પોતાની જુબાનીમાં સ્વામી શ્રદ્ધાનંદ બાદ પંડિત મદનમોહન માલવિયાને મારી નાખવાનો પણ
ઈરાદો વ્યક્ત કર્યો હતો. મહત્વપૂર્ણ છે કે
1919માં ખિલાફત આંદોલન તેના શિખર પર હતું, ત્યારે શુદ્ધિ આંદોલન રોકવા માટે
જમિયત-ઉલ-ઉલેમાની સ્થાપના કરવામાં આવી હતી. સ્વામી શ્રદ્ધાનંદની મલકાન શુદ્ધિ
મૂવમેન્ટને રોકવા માટે તેના દ્વારા ફંડ પણ એકઠું કરવામાં આવ્યું હતું.
હિંદુ એકતા અને શુદ્ધિકરણ આંદોલન માટે કામ કરનારા સ્વામી
શ્રદ્ધાનંદ ત્યારે દેશના સૌથી મોટા હિંદુ ધર્મગુરુઓમાંથી એક હતા અને તેમની હત્યાથી
શોકનું મોજું છવાયું હતું. આસામના ગૌહાટીમાં તે સમયે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીની
બેઠક ચાલી રહી હતી. આ બેઠકમાં 24 ડિસેમ્બર, 1924ના રોજ ગાંધીજીએ કહેલી વાત આઘાતજનક
હતી. ગાંધીજીએ કહ્યુ હતુ કે-
(“ From Swami Shraddhananda’s point of view what has
happended may called a blessed event. He had been ill. I had not been aware of
it, but a friend told me that it would be a miracle if Swamiji survived…you
see, he (shraddhananda) was a brave man.. he had no fear of death for he had
faith in god.. There is nothing to be wondered at that he was killed.. today it
is a mussalman who has murdered a hindu. We should not be surprised if a hindu
killed a mussalman.
Let the hindus remain peaceful and refrain from seeking
revenge for this murder. Let them not think that the two communities are now
enemies of each other and that unity is no longer possible.”) (“ સ્વામી શ્રદ્ધાનંદના દ્રષ્ટિકોણથી જે
કંઈ થયું તેને સૌભાગ્યશાળી ઘટના કહી શકાય છે. તેઓ બીમાર હતા. હું એ જાણતો ન હતો, પરંતુ મિત્રએ મને કહ્યુ હતુ કે જો સ્વામીજી બચી જશે, તો તે ચમત્કાર હશે... તમે જુઓ, તેઓ (શ્રદ્ધાનંદ) એક બહાદૂર વ્યક્તિ
હતા.. તેમને મૃત્યુનો કોઈ ભય ન હતો, કારણ કે તેમને ઈશ્વર પર ભરોસો હતો. આમા
આશ્ચર્યની કોઈ વાત નથી કે તેમને મારી નાખવામાં આવ્યા. આજે એક મુસલમાને એક હિંદુને
મારી નાખ્યો છે. જો એક હિંદુ એક મુસલમાનને મારી નાખે, તો આપણને આશ્ચર્ય થવું જોઈએ નહીં.
હિંદુ શાંતિ જાળવે અને આ હત્યાનો બદલો
લેવાથી બચે. તેમણે એ નહીં વિચારવું જોઈએ કે બંને સમુદાય હવે એકબીજાના દુશ્મન છે
અને હવે એકતા સંભવ નથી.”) [xlv]
26 ડિસેમ્બર, 1924ના રોજ ગાંધીજીએ હત્યારા અબ્દુલ રશીદને
પ્રિય ભાઈ કહીને સંબોધિત કરતા કહ્યુ હતુ કે –
“Brother Abdul Rashid was shown in. I purposely call him
brother, and if we are true Hindus you will understand why I call him so.
Swamiji asked his servant to admit Abdul Rashid, because God had willed to show
ther through the greatness of Swamiji and the glory of Hinduism…
I tell you that, if every one of you understands and lays
to heart the lesson that Swami Shraddhanandji has left for us, it is again
possible to win swaraj in no time.” (“ ભાઈ અબ્દુલ રશીદને અંદર લઈ જવાયો હતો. હું તેને
જાણી જોઈને ભાઈ કહું છું અને જો આપણે સાચ્ચાહિંદુ છીએ, તો તમે સમજી જશો કે હું તેને આમ કેમ કહું છું. સ્વામીજીએ પોતાના
સેવકને અબ્દુલ રશીદને અંદર લાવવાનું કહ્યું, કારણ કે ભગવાને સ્વામીજીની મહાનતા અને
હિંદુ ધર્મના મહિમાના માધ્યમથી તેને જોવાની ઈચ્છા કરી હતી.
હું તમને કહું છું કે જો તમારાથી દરેક
વ્યક્તિ સ્વામી શ્રદ્ધાનંદજી દ્વારા આપણા માટે મૂકવામાં આવેલા ઉપદેશને સમજી લે અને
તેને હ્રદયથી ધારણ કરી લે, તો થોડાક સમયમાં ફરીથી સ્વરાજ પ્રાપ્ત
કરવાનું સંભવ છે.”) [xlvi]
30 ડિસેમ્બર, 1926ના યંગ ઈન્ડિયામાં ગાંધીજીએ કહ્યુ હતુ
કે –
“I wish to plead for Abdul Rashid. I donot know who he
is. It does not matter to me what promoted the deed. The fault is ours.” (“હું
અબ્દુલ રશીદ માટે પેરવી કરવા ઈચ્છું છું. મને ખબર નથી કે તે કોણ છે. મને એનાથી કોઈ
ફરક પડતો નથી કે આ કામને કોણે પ્રોત્સાહન આપ્યું. ભૂલ આપણી છે.”)[xlvii]
સ્વામી
શ્રદ્ધાનંદ બાદ કોંગ્રેસ અને
ગાંધીજીનું વલણ હિંદુ નેતાઓની હત્યા કરનારા હત્યારાઓને બેફામ બનાવનારું હતું. દિલ્હીમાં
આર્યસમાજના નેતા લાલા નાનકચંદની હત્યા કરાય. રંગીલા રસૂલ પુસ્તકના લખેક રાજપાલની 6
એપ્રિલ, 1929ના રોજ તેમની દુકાનમાં ઈલામુદ્દીન નામના મુસ્લિમ દ્વારા હત્યા કરવામાં
આવી. ‘ઈસ્લામનો
ઈતિહાસ’ પુસ્તક લખનારા નાથુરમલ શર્માનું
સપ્ટેમ્બર-1934માં કોર્ટમાં છરો ભોંકીને અબ્દુલ ક્યૂમ નામના શખ્સે ખૂન કર્યું
હતું. અમદાવાદમાં હિંદુ મહાસભાના કાર્યવાહક ખન્નાજી ઉપર પણ અધિવેશન પૂર્ણ થયા બાદ
જીવલેણ હુમલો થયો અને તેમાં તેઓ માંડમાંડ બચ્યા હતા.
1927-28માં
પંજાબ અને વાયવ્ય સરહદ પ્રાંતમાં 25 મોટા હુલ્લડો થયા હતા. 1928-29માં થયેલા 22
મોટા હુલ્લડોમાંથી 7 હુલ્લડો બકરી ઈદના દિવસે થયા હતા. બકરી ઈદના દિવસે મુસલમાનો
ગાયો કાપતા હતા. કુરબાની માટેની ગાયને શરૂઆતમાં રસ્તાઓમાં સરઘસાકારે ફેરવીને
ભરચોકમાં તેની હત્યા કરવામાં આવતી હતી. ગૌહત્યાના કરપીણ દ્રશ્યો હિંદુઓ માટે અસહ્ય
હતા અને તેને કારણે તોફાનો થયા હતા. 16 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર, 1927 સુધી શિમલામાં એક કોન્ફરન્સ કરી અને એક
કમિટી બનાવીને ઘણાં પ્રસ્તાવ રજૂ થયા, પણ કોઈ સંમતિ
બની શકી નહીં.
કોંગ્રેસમાં
કોલકત્તામાં ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીની બેઠક થઈ અને 27 ઓક્ટોબર, 1927ના રોજ ઈતહાદ સભામાં પ્રસ્તાવ રજૂ કરાયો
કે -હિંદુઓને પોતાના ધાર્મિક અને સામાજીક જુલૂસ મસ્જિદોની સામે લઈ જવાની અને વાજાં
વગાડવાની સુવિધા હોય. પણ મસ્જિદોની સામે તેને થંભવાની કે કોઈ વિશેષ દેખાવ કરવાની
મંજૂરી ન હોય. ભજન-કીર્તન વગેરે
આ રીરિતેથી ન કરવામાં આવે કે વાજાં એવી રીતે ન વગાડવામાં આવે કે જેથી
મસ્જિદની અંદર ભક્તિ કરરનારાને દુખ થાય કે કોઈ ખલેલ પહોંચે કે દિલ દુભાય. તેની
સાથે મુસ્લિમોને તેમના ગામ-કસ્બામાં ગૌવધ કરવાનો અધિકાર આપવાની વાત કરાય. પરંતુ
જાહેરમાર્ગ અને કોઈ મંદિરની નજીક આમ નહીં કરવાની અને ગાયનું સરઘસ કાઢીને તેને નહીં
દેખાડવાની તુષ્ટિકરણથી ભરેલી બેતુકી અપીલ કરવામાં આવી.
દેશભરમાં
મુસ્લિમ લીગી કટ્ટરપંથીઓના હુલ્લડો વચ્ચે બ્રિટિશ સરકારે મોન્ટેગ્યૂ-ચેમ્સફર્ડ
કાયદા હેઠળના રાજકીય સુધારાઓનો અમલ કઈ રીતે થઈ રહ્યો છે અને તેમાં કોઈ ફેરફારની
જરૂર છે કે કેમ? તેની તપાસ
કરવા માટે સાત સદસ્યોના સાયમન કમિશનની નવેમ્બર, 1927માં ઘોષણા કરી હતી. સાયમન
કમિશનમાં કોઈ હિંદી સદસ્ય નહીં હોવાથી સર શફી મુહમ્મદની મુસ્લિમ લીગ, મદ્રાસના
જસ્ટિસ પક્ષ સિવાયના ભારતના તમામ રાજકીય
પક્ષોએ તેનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસે સાયમન કમિશનનો બહિષ્કાર કરીને મદ્રાસ ખાતે
ડિસેમ્બર, 1927માં ભરાયેલા અધિવેશનમાં એક સર્વપક્ષીય પરિષદ બનાવીને ભારતના લોકો એક
થઈને દેશના ભાવિ બંધારણ અંગે વિચારણા કરી શકે છે, તેવું બ્રિટિશરોને દર્શાવવાનું
નક્કી કરવામાં આવ્યું. મુસ્લિમ લીગે આમા સંમતિ આપી નહીં.
ડિસેમ્બર, 1927માં મુસ્લિમ નેતાઓએ ઝીણાના નેતૃત્વમાં
એક ચાર સૂત્રીય માગણી પત્રક દિલ્હી પ્રસ્તાવના નામે રજૂ કર્યું. દિલ્હી
પ્રસ્તાવમાં મુસ્લિમ નેતાઓએ સિંધને અલગ રાજ્ય બનાવવાની, કેન્દ્રીય ધારાસભામાં મુસ્લિમોને 33 ટકાથી
વધુ પ્રતિનિધિત્વની, પંજાબ-બંગાળમાં
પ્રતિનિધિત્વનું પ્રમાણ વસ્તી પ્રમાણે નક્કી કરવાની અને અન્ય પ્રાંતોમાં
મુસ્લિમોના હાલના અનામતને જાળવવાની માગણી કરી હતી. કોંગ્રેસે ઝીણાના ચાર સૂત્રીય
પ્રસ્તાવને માનવાનો ઈન્કાર કર્યો હતો.
હવે
મુસ્લિમોની માગણીઓ વધી ગઈ. આ સાઈમન કમિશનની દેણ હતી. 3 ફેબ્રુઆરી, 1928ના રોજ ભારત આવેલા સાઈમનને તેના પ્રવાસ
પહેલા મુસ્લિમોનો નક્કર સહયોગ પ્રાપ્ત કરવા અને હિંદુઓને આતંકીત કરવાનું સૂચન કરાયું
હતું. કમિશનનો વિરોધ નહીં કરનારા મુસ્લિમ અને દલિત વર્ગના નેતાઓ સાથે સાઈમનને
મુલાકાત કરવાની સલાહ અપાય હતી. કમિશન મુસ્લિમોના પ્રભાવમાં હોવાનું દર્શાવીને
રિપોર્ટ હિંદુઓ માટે ખતરનાક હશે, તેવું
દર્શાવીને હિંદુઓને આતંકીત કરીને મુસ્લિમોનો નક્કર સહયોગ મેળવવાનું કહેવામાં
આવ્યું હતું.
1928ના
ફેબ્રુઆરી, માર્ચ અને મે માસમાં પરિષદની બેઠકોમાં કોમ પ્રમાણે પ્રતિનિધિત્વ અને
સિંધને અલગ પ્રાંત બનાવવા મામલે સંમતિ સાધી શકાય નહીં. છેવટે પંડિત મોતીલાલ
નહેરુની અધ્યક્ષતામાં એક સમિતિ બનાવીને ભાવિ બંધારણ અંગેના વિચાર પરિષદને અહેવાલ
સ્વરૂપે આપવાનું ઠેરવવામાં આવ્યું.
ડિસેમ્બર, 1928માં દિલ્હીમાં આગાખાનના અધ્યક્ષ પદે
મુસ્લિમોનું સર્વપક્ષીય સંમેલન યોજાયું અને તેમાં ભારતીય સ્થિતિમાં માત્ર સંઘ
-પ્રણાલીને યોગ્ય ગણાવીને તેમાં તમામ સંબંધિત એકમોને પૂર્ણસ્વશાસનના અધિકારની
માગણી કરવામાં આવી હતી. આંતરસંપ્રદાય મામલામાં ત્રણ ચતુર્થાંસ સદસ્યોના વિરોધ હોય
તો બિલ, પ્રસ્તાવ કે
સંશોધન સ્વીકારવામાં ન આવે અને મુસ્લિમોના પ્રતિનિધિઓને સેપરેટ ઈલેક્ટોરેટ દ્વારા
ચૂંટવાની માગણી કરવામાં આવી. તેની સાથે એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું કે ભારતમાં
બ્રિટિશ રાજની સમાપ્તિ સાથે દરેક રાજ્ય પૂર્ણત્ સ્વાધીન થઈ જશે. આ પ્રસ્તાવ સાઈમન
કમિશનની સંમતિથી લાવવામાં આવ્યા હતા.
ડિસેમ્બર,
1928માં કોલક્તા ખાતે સર્વપક્ષીય પરિષદની બેઠક કોલક્તામાં યોજાઈ અને મુહમ્મદ અલી
ઝીણાએ નહેરુ રિપોર્ટમાં અમુક માગણીઓને ઉમેરવાનું સચૂન કર્યું, પણ આ સૂચનને
સ્વીકારવામાં આવ્યું નહીં. વસાહતના સ્વરાજના મુદ્દે પંડિત જવાહરલાલ નહેરુ અને
નેતાજી સુભાષચંદ્ર બોઝે નહેરુ કમિટીના રિપોર્ટનો સખત વિરોધ કર્યો. પણ ગાંધીજીના
આગ્રહને કારણે બહુમતીના જોરે તેને સ્વીકારીને 31 ડિસેમ્બર, 1929 સુધી બ્રિટિશ
સરકાર અહેવાલને સ્વીકારે નહીં, તો કોંગ્રેસ સંપૂર્ણ સ્વરાજ્યની ઘોષણા કરીને તેની
પૂર્તિ માટે સવિનય કાનૂન ભંગનું આંદોલન શરૂ કરશે, તેવું નક્કી કરવામાં આવ્યું
હતું.
નહેરુ રિપોર્ટમાં
ડોમેનિયન સ્વરાજ્યની માગણી સાથે મુસ્લિમો માટે તેમની સંખ્યાના પ્રમાણમાં અનામત
બેઠકો માન્ય કરાઈ, પરંતુ વિભક્ત
મતદાર સંઘનો વિરોધ કરવામાં આવ્યો. આ રિપોર્ટનો મુસ્લિમ કટ્ટરપંથીઓ, હિંદુ મહાસભા અને શીખ લીગે આકરો વિરોધ
કર્યો. મુહમ્મદ શફીના નેતૃત્વલાળી મુસ્લિમ લીગે નહેરુ કમિટીનો બહિષ્કાર કર્યો અઅને
ઝીણા જેવા મુસ્લિમ નેતાઓએ નહેરુ રિપોર્ટને હિંદુ હિતોનો દસ્તાવેજ ગણાવીને
હિંદુ-મુસ્લિમોના અલગ-અલગ માર્ગનું સૂત્ર આપી દીધું.
સાયમન કમિશનના
અહેવાલ બાદ બ્રિટિશ સરકાર ભારતના મામલે વિચારણા કરશે, તેમ કહીને બ્રિટિશ સરકારે
કોંગ્રેસે મૂકેલી શરતને ફગાવી દીધી હતી. ડિસેમ્બર, 1929માં લાહોર અધિવેશનમાં
કોંગ્રેસે પૂર્ણ સ્વરાજ્યનો પ્રસ્તાવ પારીત કર્યો અને તેની સાથે ગોળમેજી પરિષદનો
બહિષ્કાર પણ કર્યો. કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિઓને રાજીમાનો આદેશ આપવામાં
આવ્યો. કોંગ્રેસે સવિનય કાનૂન ભંગની લડાઈ શરૂ કરી, તો મૌલાના મહંમદ અલીએ
મુસ્લિમોને આંદોલનમાં ભાગ નહીં લેવાની હાકલ કરી. 1930-31માં ગાંધીજીના આહ્વાન પર
કોંગ્રેસે શરૂ કરેલી સવિનય કાનૂન ભંગની લડાઈ દરમિયાન મોટાભાગના મુસલમાનોએ તેનો
વિરોધ કરવા હુલ્લડો કર્યા હતા.
સારે જહાં સે
અચ્છા હિંદુસ્તાં મારા ગીતના રચનાકાર અને ભાગલાવાદી બન્યા બાદ મુસ્લિમ હૈ હમ વતન
હૈ સારા જહાં હમારા ગીત બનાવનારા મોહમ્મદ ઈકબાલે 1930માં અલ્હાબાદ અધિવેશનમાં
મુસ્લિમ લીગની અધ્યક્ષતા કરી હતી.અલ્હાબાદ અધિવેશનમાં ઈકબાલે ભારતની અંદર ચાર મુસ્લિમ બહુલ પ્રાંતો-
પંજાબ, પશ્ચિમોત્તર
સીમા પ્રાંત,સિંધ અને
બલૂચિસ્તાનને મિલાવીને એક ઈસ્લામિક રાજની રચનાનો પ્રસ્તાવ મૂક્યો હતો. કોંગ્રેસે
1930માં લંડનમાં યોજાયેલી પ્રથમ ગોળમેજી પરિષદનો બહિષ્કાર કર્યો હતો. આ પરિષદમાં
સાયમન કમિશનના પ્રસ્તાવોને બ્રિટિશ સરકારે સ્વીકારી લીધા હતા. પ્રથમ ગોળમેજી
પરિષદમાં 20 નવેમ્બર, 1930ના રોજ
ઝીણાએ પોતાના ભાષણમાં ટેબલની ચારે તરફ ચાર
મુખ્ય પક્ષકારો- બ્રિટિશરો, દેશી-રાજ્યના
શાસકો, હિંદુ અને
મુસલમાન - બેઠાં હોવાની વાત કરીને ભવિષ્યના ભારતમાં મુસ્લિમો માટે અલગ રાજ્યની
માગણીના સંકેત આપી દીધા હતા.
ભારતની
સ્વતંત્રતાની લડતના ભાગરૂપે શરૂ થયેલા સવિનય કાનૂન ભંગના આંદોલનમાં મુસ્લિમ લીગના
ટેકેદારો સાથ આપવાની આનાકાની કરતા હતા અને તેને કારણે હિંદુઓમાં અગણમો વધી રહ્યો
હતો. કાનપુર, મદુરાઈ, અમરાવતી, જબલપુર, કોલકત્તા, શિવની, ચદૌસી વગેરે કેટલાય
નાનામોટા શહેરોમાં તોફાનો થયા હતા.
5 માર્ચ, 1931ના રોજ કોંગ્રેસ અને બ્રિટિશ સરકાર
વચ્ચે સમજૂતી થયા બાદ કેટલીક શરતોના આધારે કોંગ્રેસે દ્વિતિય ગોળમેજી પરિષદમાં ભાગ
લેવાનું સ્વીકાર્યું. આ દરમિયાન ગાંધીજીનું એક આશ્ચર્યજનક વલણ જોવા મળ્યું. સ્વામી
શ્રદ્ધાનંદના હત્યારાને ગાંધીજીએ પોતાનો ભાઈ ગણાવીને તેની પેરવી કરવાની ઈછ્ચા
વ્યક્ત કરી હતી. પરંતુ ભગતસિંહ, સુખદેવ અને
રાજગુરૂની ફાંસીની સજા રદ્દ કરાવવા માટે જીવનરક્ષણ માંગનારી અરજી પર સહી કરવાનું
નકારીને ગાંધીજીએ કામ ભલે સ્વાધીનતાનું હતું, પણ માર્ગ હિંસાનો હોવાથી તેઓ સહી નહીં કરે
તેવું કહી દીધું હતું.
વાઈસરોય ઈરવિન
અને ગાંધીજી વચ્ચેની સમજૂતીના ત્રણ સપ્તાહની અંદર ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને 23 માર્ચ, 1931ના રોજ ફાંસીની સજા આપવામાં આવી.
કાનપુરમાં આને લઈને બંધનું એલાન આપવામાં આવ્યું હતું. કોંગ્રેસે મુસ્લિમ
દુકાનદારોને દુકાનો બંધ કરવા માટે જણાવ્યું
હતું. પરંતુ 24 માર્ચ, 1931ના રોજ
કાનપુરમાં હિંદુઓનીદુકાનોની લૂંટફાટ શરૂ થઈ અને 25 માર્ચે આગચંપી અને હિંસાના
બનાવો બન્યા. 500 પરિવારો વિસ્થાપિત થયા અને અન્યત્ર તેમણે શરણ લીધી. કાનપુર
હુલ્લડમાં 300 લોકોના જીવ ગયાનું તારણ સામે આવ્યું. આશંકા વ્યક્ત કરાય કે મૃતકોની સંખ્યા
400થી 500ની વચ્ચે હોઈ શકે છે.
એપ્રિલ-1931માં મૌલાના શૌકતઅલીએ કોંગ્રેસને હિંદુઓની
સંશ્તા ગણાવીને સંઘીય માળખા હેઠળના શાસને હિંદુ રાજ ગણાવીને તેનો વિરોધ કર્યો. તો 31 ઓગસ્ટ, 1931ના રોજ હસરત મોહાનીએ અલ્હાબાદમાં સંઘ યોજના
પર પ્રતિક્રિયા આપતા બ્રિટિશ રાજના સમાપ્ત થયા બાદ સરકાર હિંદુઓની બનશે તેવું
કહીને તેનો મુસ્લિમો ક્યારેય સ્વીકાર નહીં કરે, જેવા નિવેદનો આપ્યા. 29 ઓગસ્ટ, 1931ના રોજ ગાંધીજી લંડનમાં દ્વિતિય ગોળમેજી
પરિષદમાં ભાગ લેવા લંડન ગગયા હતા અને જિન્નાહ ઓફ
પાકિસ્તનના પૃષ્ઠ ક્રમાંક-128 પ્રમાણે, તેમણે 1 ડિસેમ્બર, 1931ના રોજ પરિષદમાં બોલતા હિંદુ-મુસ્લિમ એકતાની
વાત કરતા કહ્યુ હતુ કે –
“Congress alone claims to represent the whole of
Indias all interest It is communal organisation. It is a determined enemy of
communalism.. and yet here I see that Congress is treaed as one of the parties.
I repeat.. that so long as the wedge in the shape of foreign rule divides
community from community and the class from class, ther will be no real living
solution, there will be no living friendship between these communities.. were
Hindus and Muulmans and Sikh always at war with one another, when there was no
English Rule, when there was no English \face seen there. This is not old
quarrel. This quarrel is coeval with the British advent.” (“એકલી
કોંગ્રેસ જ આ વાતનો દાવો કરી શકે છે કે તે સંપૂર્ણ ભારત અને તેના સંપૂર્ણ હિતોનું
પ્રતિનિધિત્વ કરે છે. આ કોઈ કોમવાદી સંસ્થા નથી, પરંતુ કોમવાદની ઘોર શત્રુ છે. તેમ છતાં
પણ અહીં એક પાર્ટી માની રહી છે.હું ફરીથી કહું છું કે ભારતમાં જ્યાં સુધી આ વિદેશી
હાજર છે તથા એક સમદુાયને બીજા સમુદાય અને એક વર્ગને બીજા વર્ગ સાથે લડાવી રહ્યા છે, ભારતની સમસ્યાનો કોઈ પ્રભાવી ઉકેલ નીકળી શકશે નહીં અને ન લોકોમાં
સાચી મિત્રતા અને શાંતિ સ્થાપિત થઈ જશે. શું હિંદુ, મુસલમાન, શીખ પરસ્પર ત્યારે પણ લડતા હતા, જ્યારે અહીં અંગ્રેજોનો ચહેરો જોવા મળતો ન હતો. આ શર્મનાક ઝઘડો કોઈ
જૂનો ઝઘડો નથી, પરંતુ અંગ્રેજોના આગમની સાથે શરૂ થયો છે. આ તેમનો સમકાલિન છે.” )[xlviii]
બીજી ગોળમેજી
પરિષદમાં ભારતના સ્વરાજને લઈને કોઈ યોજના પર ચર્ચા થઈ નહીં અને તેને 2 ડિસેમ્બર, 1931ના રોજ ભંગ કરવામાં આવી. ગાંધીજી 28
ડિસેમ્બર, 1931ના રોજ
ભારત પહોંચ્યા, તો કોંગ્રેસના
મોટા નેતાઓની ધરપકડો થઈ ચુકી હતી અને 3 જાન્યુઆરી, 1931ના રોજ ગાંધીજીએ સવિનય કાનૂન ભંગના
આંદોલનની ફરીથી શરૂઆત કરી. બ્રિટિશ સરકારે દમનચક્ર ચલાવ્યું. 16 એપ્રિલ, 1932ના રોજ લોર્ડ ડર્વિને ભારતમાં સંઘ શાસન
વ્યવસ્થાનું અંતિમ પરિણામ ભારતનું વિભાજન હોવાની વાત કરીને તેને કોમવાદી સમસ્યાનું
યોગ્ય સમાધાન ગણાવી દીધું.
ઓગસ્ટ-1932માં
બ્રિટિશ સરકારે કમ્યુનલ એવોર્ડની ઘોષણા કરતા મુસ્લિમ, યૂરોપિયન, શીખ, એંગ્લો-ઈન્ડિયન, ભારતીય ખ્રિસ્તી સમુદાયોને વિભિન્ન
પ્રાંતિીય વિધાનસભાઓમાં પોતાના સમુદાયના પ્રતિનિધિઓને પૃથક ચૂંટણી પ્રણાલીના
માધ્યમથી ચૂંટવાનો અધિકાર આપ્યો. જેમાં અનુસૂચિત જાતિના હિંદુઓને પણ સ્વતંત્ર
મતદાર સંઘોની જોગવાઈ આપવામાં આવી, ગાંધીજીએ આનો
વિરોધ કર્યો અને યરવડા જેલમાં 1932માં અનશન શરૂ કરતા વધુ બેઠકો આપવાની તૈયારી સાથે
પરસ્પર સમજૂતી કરવાની વાત કહી. અનશનના સાતમા દિવસે પૂણે પેક્ટ પર અનુસૂચિત જાતિ
વતી ડૉ. આંબેડકરે અને ડૉ. આંબેડકરના સહયોગી રાજાએ તથા સવર્ણોવતી પંડિત મદન મોહન
માલવીયએ સહી કરી હતી. બ્રિટિશ સરકારે અનુસૂચિત જાતિ માટે વિવિધ મંડળોમાં 81 બેઠકો
આપી હતી, પણ પૂણે
પેક્ટમાં આ બેઠકોની સંખ્યા 148 થઈ હતી. આમ હિંદુ સમાજના બે ઘટકોએ કરાર કરીને
બ્રિટિશ સરકારને આમા પડવાને કોઈ કારણ નહીં હોવાનો સંદેશ આપ્યો. જો કે ગાંધીજીએ
બીજી ગોળમેજી પરિષદ બાદ બ્રિટિશ સરકાર દ્વારા બારોબાર મુસ્લિમોને વધુ પ્રતિનિધિત્વ
આપવાના મામલે રહસ્યમયી મૌન દાખવ્યું.
ત્રીજી
ગોળમેજી પરિષદથી કોંગ્રેસ અળગી રહી. ડિસેમ્બર, 1932માં ગોળમેજી પરિષદ વખતે પુરક કોમ્યુનલ
એવોર્ડ દ્વારા કેન્દ્રીય વિધાનસભામાં વસ્તીના એક ચતુર્થાંસ મુસ્લિમો માટે ફેડરલ
એસેમ્બલીની 250 બેઠકોમાંથી એક તૃતિયાંશ એટલે કે 82 બેઠકો ફાળવી દેવામાં આવી.
1934માં
લંડનની કેમ્બ્રિજ યુનિવર્સિટીના વિદ્યાર્થી ચૌધરી રહમત અલીએ પાકિસ્તાન આંદોલનનો
પાયો નાખીને ભારતના ચાર પ્રાંતો- પંજાબ, પશ્ચિમોત્તર
સીમાપ્રાંત, સિંધ, બલૂચિસ્તાન અને કાશ્મીરને મેળવીને પાકિસ્તાન
બનાવવાની વાત કહી. જેમાં PAKISTANનો પી- પંજાબ, એ-અફઘાન ક્ષેત્ર, કે-કાશ્મીર, એસ-સિંધ અને તાન એટલે બલૂચિસ્તાન હોવાનું
જણાવ્યું. અખંડ ભારતમાં સ્વતંત્ર મુસ્લિમ દેશની માગણી વિદેશની ધરતી પરથી થઈ હતી.
જો કે પાકિસ્તાન યોજનાની શરૂઆતમાં ઝીણા સહીતના ઘણાં મુસ્લિમ નેતાઓએ મજાક ઉડાવી
હતી. પણ પાકિસ્તાન શબ્દ આગળ જતાં મુસ્લિમ રાષ્ટ્રીયતાનો આધાર પણ બની ગયો.
આમ ખિલાફત
આંદોલનથી શરૂ થયેલી મુસ્લિમ નેતાઓની ખુશામતખોરી- મુસ્લિમ તુષ્ટિકરણ સુધી પહોંચી
ચુકી હતી. મુસ્લિમોને દેશના રાષ્ટ્રીય પ્રવાહમાં ભેળવવાના ગાંધીજીના પ્રયાસો
નિષ્ફળ ગયા હોવા છતાં તેનો અસ્વીકાર કરવામાં આવ્યો. સ્વરાજ માટે તરસતા હિંદુઓની
લાગણીઓનો લાભ લઈને ગાંધીજી મુસ્લિમોની માગણી સ્વીકારતા ગયા અને તેને કારણે મુસ્લિમ
દેશભક્ત બનવાના સ્થાને અડિયલ અને માથાભારે બનીને દ્વિરાષ્ટ્રવાદના સિદ્ધાંતની વાતો
કરતો થયો. જ્યારે અહિંસાના ગાંધીજી દ્વારા ભણાવાય રહેલા પાઠને કારણે બ્રિટિશરોને
હરાવવાનો ક્રાંતિકારી આંદોલનોમાં હિંદુઓમાં નિર્માણ પામેલો વિશ્વાસ ગાંધીજીની
અહિંસાના પાઠમાં હિંદુ સમાજને પ્રતિકારશૂન્ય બનાવતો ગયો.
1937ની
પ્રાંતીય ચૂંટણીમાં 11 ટકા લોકોને મતદાનનો અધિકાર હતો અને મુસ્લિમ લીગને કોઈ ખાસ
સફળતા મળી નહીં. પણ અહીંથી 1947 સુધીના સમયગાળામાં એક મોટું પરિવર્તન જોવા મળવાનું
હતું.1937માં 468 પૃથક ચૂંટણી મતવિસ્તારોમાંથી માત્ર 106 પર મુસ્લિમ લીગ માત્ર 4.6
ટકા વોટ મેળવી શકી હતી. જ્યારે કોંગ્રેસને 1117 બેઠકોમાંથી 707 બેઠકો પ્રાપ્ત થઈ
હતી. કોંગ્રેસને મુસ્લિમોની 468 બેઠકોમાંથી માત્ર 26 બેઠકો પ્રાપ્ત થઈ હતી. 1937ની
ચૂંટણીમાં કોઈપણ પ્રાંતમાં મુસ્લિમ લીગ પોતાની બહુમતીવાળી સરકાર બનાવી શકી નહીં, પણ અન્ય કોઈપણ મુસ્લિમ પક્ષ કરરતા વધુ બેઠકો
પ્રાપ્ત કરી હતી. ઝીણાએ કોંગ્રેસને હિંદુ સંસ્થા અને કોંગ્રેસના મંત્રીમંડળોને
હિંદુ મંત્રીમંડળો કીને વખોડવાનું શરૂ કર્યું. બંગાળ, પંજાબ અને સિંધના મુસ્લિમ ધારાસભ્યોમાં
મુસ્લિમોનો પ્રભાવ વધારવાની પણ રણનીતિ તેમણે અખત્યાર કરી.
1937ની ધારાસભાની ચૂંટણીમાં ઉત્તરપ્રદેશમાં
કોંગ્રેસ અને મુસ્લિમ લીગની પરસ્પર સમજૂતી
થઈ હતી અને ચૂંટણીમાં કોંગ્રેસને બહુમતી મળી. મંત્રીમંડળમાં બે બઠકો આપીને
કોંગ્રેસ મુસ્લિમ લીગને સરકારમાં સામેલ કરવા માંગતી હતી. તેના માટે ધારાસભામાં
મુસ્લિમ લીગ પક્ષનું વિસર્જન કરવાની શરત મૂકવામાં આવી હતી. પણ ઝીણાએ આ શરત ઠુકરાવી
દીધી હતી. તેના પછી 1937ના જુલાઈમાં એક પેટાચૂંટણીમાં મુસ્લિમ લીગના ઉમેદવાર
રફીઉદ્દીન 100 ટકા ઈસ્લામને નામે ભારે
બહુમતીથી ચૂંટાઈ આવ્યા. આ જોઈને ઝીણાએ ઈસ્લામના નામે બધાં મુસ્લિમોને એકઠા કરવાનો
નિર્ણય કરી લીધો હતો. અહીંથી ઝીણાનો કોમવાદી અવતાર પાકિસ્તાનના સર્જન તરફ આગળ વધવા
લાગ્યો હતો.
બીજી તરફ
મુસ્લિમ મતવિસ્તારોમાં મામૂલી પ્રદર્શન કરનારી કોંગ્રેસના અધ્યક્ષ જવાહરલાલ નહેરુએ
મુસ્લિમોનો જનસંપર્ક શરૂ કર્યો અને ગરીબી હટાવોના સામાજીક કાર્યક્રમમાં તેમના
સહયોગની હાકલ કરી. તેમના આ પ્રયાસોને મુસ્લિમ લીગના ડૉ. ઈકબાલે ઈસ્લામિક
સાંસ્કૃતિક એકતા સમાપ્ત કરવાની યોજના ગણાવી. તેમની જ મધ્યસ્થતામાં ઝીણા-સિકંદર
સમજૂતી થઈ અને તેની જોગવાઈ મુજબ પંજાબમાં યૂનિયનિસ્ટ પાર્ટીના મુસ્લિમ સદસ્ય
મુસ્લિમ લીગના સદસ્ય બની ગયા. તેના પછી થોડાક સમયગાળમાં બંગાળના ફઝલુલ હકના
નેતત્વમાં અને સિંધમાં સાદુલ્લા ખાંના નેતૃત્વમાં આ વિધાનસભાઓના મુસ્લિમ સદસ્યો
મુસ્લિ લીગના સભ્ય બની ગયા.
ઓક્ટોબર-1937ના
લખનૌ ખાતેના મુસ્લિમ લીગના અધિવેશન માં અધ્યક્ષીય ભાષણમાં મુહમ્મદ અલી ઝીણાએ કહ્યુ
હતુ કે
“કોંગ્રેસનું
રાજ્ય એટલે હિંદુઓનું રાજ્ય. રાષ્ટ્રગીત વંદેમાતરમ, રાષ્ટ્રભાષા હિંદી, વર્ધાપ્રણીત વિદ્યામંદિર-શિક્ષણ યોજના અને
ત્રિરંગી ધ્વજ એ બધાં હિંદુ રાજ્યના પ્રતીકો છે અને ઈસ્લામ વિરોધી છે. પ્રાંતિક
સ્વાયત્તતાના એ હકીકતમાં અત્યલ્પ સ્વાતંત્ર્ય છે, પંરતુ એટલી અલ્પ સત્તા હાથમાં આવતા વેંત જ
કૉંગ્રેસે પોતાની કૃતિથી સાબિત કરી દીધું છે કે આ હિંદુ રાજ્ય છે અને હિંદુસ્તાન
હિંદુઓનું છે.”[xlix]
એક તરફ
કોંગ્રેસ પોતાની છાપ હિંદુ નહીં, પણ હિંદી
તરીકે ઉપસાવવા મથતી હતી. બીજી તરફ ઝીણા કોંગ્રેસ પર બ્રિટિશરો સાથે મળીને હિંદુ
રાજ સ્થાપિત કરવાના આરોપ લગાવી રહ્યા હતા. જાહેરમાં થતાં ધ્વજવંદનના કાર્યક્રમો
લગભગ બંધ કરવાામં આવ્યા. વંદે માતરમ રાષ્ટ્રગીત ગાવાનું પણ ધીમે ધીમે બંધ કરવામાં
આવ્યું. મદ્રાસના મુખ્યમંત્રી રાજાજીએ ધારાસભાના અધિવેશનની શરૂઆતમાં રાષ્ટ્રગીત
ગાવાની પ્રથા મુસ્લિમોના મનમાં કડવાશ ઉભી ન થાય તેની તકેદારીના ભાગરૂપે બંધ કર્યું
હતું. કોંગ્રેસે ઓક્ટોબર-1937ની કારોબારી બેઠકમાં ભલામણ કરી હતી કે રાષ્ટ્રગીત
વંદેમાતરમના પહેલા બે ચરણ જ ગાવાં.
1937ના લખનૌ
અધિવેશન બાદ ઝીણાએ મુસ્લિમ લીગને મજબૂત કરવાનું શરૂ કર્યું અને 1938-39માં લીગની
સદસ્યતા અમુક હજારમાંથી પાંચ લાખ જેટલી કરી દીધી. ઝીણાએ ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગ
ફેડરેશન સમક્ષ કહ્યુ હતુ કે -
हम नहीं चाहते कि हम भारत में उसी दयनीय अवस्था में ला दिये जांये, जिस हालत में अमेरिका
में नीग्रो रहते है. (આપણે નથી ઈચ્છતા કે આપણે ભારતમાં એવી દયનીય સ્થિતિમાં
લાવી દેવામાં આવીએ, જે હાલતમાં
અમેરિકામાં નીગ્રો રહે છે.)[l]
બીજી તરફ
ભારતની સ્વાધીનતામાં અડચણ પેદા કરવા માટે બ્રિટિશરોએ દેશના રાજકીય દળોમાં એકતા ન
થાય, ત્યાં સુધી સ્વતંત્રતા નહીં આપવાનીવાત કરી
હતી. જેને કારણે કોંગ્રેસ ઝીણાની સાથે મળીને પારસ્પરિક એકતા સ્થાપિત કરવા માટે
ઈચ્છુક હતી. આના માટે ડૉ. રાજેન્દ્રપ્રસાદથી લઈને સુભાષચંદ્ર બોઝ સુધીના
કોંગ્રેસના અધ્યક્ષોએ ઝીણા સાથે મુલાકાતો કરી, પણ કોઈ સમાધાન મળ્યું નહીં. જો કે પંડિત
જવાહરલાલ નહેરુ ઝીણા પ્રત્યેની વ્યક્તિગત ચિઢ પર કાબુ રાખી શકતા ન હતા અને તેઓ
તથાકથિત મનોવૈજ્ઞાનિક વ્યવધાનની દુહાઈ આપીને ઝીણા સાથેની ગંભીર ચર્ચાને ટાળી
શક્યા.
પણ ગાંધીજીએ
ઝીણા સાથે ચર્ચા કરી હતી. જ્યારે કોલકત્તાથી ઝીણા મુંબઈ પાછા ફરી રહ્યા હતા, તો ગાંધીજીએ તેમને વર્ધમાં રોકાવાનો આગ્રહ
કર્યો, પણ તેનો તેમણે
ઈન્કાર કર્યો હતો. ત્યારે ગાંધીજીએ લક્યું કે તેઓ તેમને (ઝીણાને) તેમના ઘરે મૌલાના
આઝાદ સાથે મળશે. પરંતુ ઝીણાએ કોઈપણ બિન-મુસ્લિમ લીગી મુસ્લિમ સાથે મળવાનો ઈન્કાર
કર્યો. તેથી ગાંધીજી મુંબઈના માલબાર ખાતેના ઝીણાના નિવાસસ્થાને 28 એપ્રિલ, 1938ના રોજ બપોરે એકલા જ મુલાકાત માટે
પહોંચ્યા હતા. લગભગ 3.5 કલાક ચાલેલી આ મુલાકાત નિષ્ફળ નીવડી, કારણ કે બ્રિટિશ ભારતમાં મુસ્લિમ લીગ એક
માત્ર રાજકીય સંસ્થા છે કે જે મુસ્લિમોનું પ્રતિનિધિત્વ કરે છે, તેમ સ્વીકારવાનું હતું. તેની સાથે જ
ગાંધીજી માત્ર હિંદુઓના પ્રતિનિધિ હોવાનું
પણ સ્વીકારવાની વાત ઝીણા તરફથી કરવામાં આવી હતી. આમ ગાંધીજીએ બેરિસ્ટર ઝીણા, મિસ્ટર ઝીણાથી લઈને ભાઈ ઝીણા તથા કાયદે આઝમ
સુધીના સંબોધનો ઝીણાને કર્યા હતા, પણ તેમના પર
આની કોઈ અસર થઈ નહીં.
મુસ્લિમ લીગની
સિંધની પ્રાંતીય શાખાના અધિવેશનમાં ફજલુલ હકે ઉશ્કેરણીજનક ભાષણબાજી કરીને 18
વર્ષનો મુહમ્મદ બિન કાસિમ થોડાક સૈનિકો સાથે આખું સિંધ જીતી શકે, તો ભારતના 9 કરોડ મુસ્લિમો સંપૂર્ણ ભારત
જીતી શકે, જેવી
નિવેદનબાજી કરી.
26 ડિસેમ્બર, 1938ના રોજ પટનામાં મુસ્લિમ લીગના વાર્ષિક
અધિવેશનમાં ઝીણાએ ગાંધીજીને હિંદુઓના નેતા ગણાવીને કોંગ્રેસને માત્ર હિંદુઓની
સંસ્થા ગણાવીને કહ્યુ કે -
कुछ पथभ्रष्ट और अपने स्वार्थो से प्रेरित होकर कांग्रेस में सम्मलित होनेवाले
मुसलमानों के कारण वह एक राष्ट्रीय संस्था नहीं बन सकती है. (કેટલાક
પથભ્રષ્ટ અને પોતાના સ્વાર્થોથી પ્રેરિતથઈને કોંગ્રેસમાં સમ્મલિત થનારા મુસલમાનોને
કારણે તે એક રાષ્ટ્રીય સંસ્થા નહીં બની શકે.)[li]
પટના અધિવેશના
બીજા દિવસે મુસ્લિમ લીગની કારોબારીને જ્યારે પણ જરૂરી લાગે, ત્યારે પ્રત્યક્ષ કાર્યવાહી કરવા માટે
અધિકૃત કરી દેવામાં આવી. અંગ્રેજો સાથે સહયોગ વધવાને કારણે મુસ્લિમ લીગે આ
પ્રસ્તાવ પારીત કર્યો હતો. ઝીણાએ આને ભૂતકાળમાંથી એક ક્રાંતિકારી અલવિદા ગણાવી, કારણ કે મુસ્લિમ લીગ અહીં સુધી કાયદાકીય
માર્ગથી બંધાયેલી હતી. આને એક પ્રકારે કોંગ્રેસ સામે યુદ્ધ કરવાની ચેતવણી પણ
ગણવામાં આવે છે.
1939ના જાન્યુઆરીમાં
કોંગ્રેસ કારોબારીએ આદેશ જાહેર કર્યો કે બને ત્યાં સુધી વંદેમાતરમ ને ધ્વજને
વિવાદના વિષયો બનવા દેવા નહીં. ગૌહત્યા અને મસ્જિદ સામે વાજાં વગાડવાના મામલે
નહેરુએ સૂચના આપી હતી કે આને લઈને કોઈપણ નિર્ણય કરતા પહેલા કોંગ્રેસ સરકારોએ
મુસ્લિમ લીગ સાથે વિચાર-વિમર્શ કરી લેવો. આમ નહેરુએ મુસ્લિમ લીગને અડકતરી રીતે
મુસ્લિમોની એકમાત્ર પ્રતિનિધિ સંસ્થા માની લીધી અને મુસ્લિમ જનતા સંપર્ક અભિયાન પણ
સંકેલી લીધું. મુસ્લિમ લીગના પ્રચાર અભિયાનને પરિણામે કોંગ્રેસમાં મુસ્લિમોનું
આવવાનું લગભગ બંધ થઈ ચુક્યું હતું.
1 સપ્ટેમ્બર, 1939ના દિવસે દ્વિતિય વિશ્વયુદ્ધ શરૂ થયા
બાદ કોમવાદ પર બ્રિટિશ સરકારની નિર્ભરતા વધી હતી. ત્યારે ભારતીયોનું સમર્થન
પ્રાપ્ત કરવા માટે વાઈસરોય લિનલિથગોએ ગાંધીજીની સાથે ઝીણાને પણ વાટાઘાટો માટે
બોલાવીને સમાન સ્થાન આપ્યું. તે વખતે દેશમાં સાત પ્રાંતોમાં કોંગ્રેસના
મંત્રીમંડળો સરકાર ચલાવી રહ્યા હતા અને કોઈપણ પ્રાંતમાં મુસ્લિમ લીગનું કેબિનેટ
અસ્તિત્વમાં ન હતું.
1 સપ્ટેમ્બર, 1939ના દિવસે દ્વિતિય વિશ્વયુદ્ધ શરૂ થયા
બાદ કોમવાદ પર બ્રિટિશ સરકારની નિર્ભરતા વધી હતી. ત્યારે ભારતીયોનું સમર્થન
પ્રાપ્ત કરવા માટે વાઈસરોય લિનલિથગોએ ગાંધીજીની સાથે ઝીણાને પણ વાટાઘાટો માટે
બોલાવીને સમાન સ્થાન આપ્યું. તે વખતે દેશમાં સાત પ્રાંતોમાં કોંગ્રેસના
મંત્રીમંડળો સરકાર ચલાવી રહ્યા હતા અને કોઈપણ પ્રાંતમાં મુસ્લિમ લીગનું કેબિનેટ
અસ્તિત્વમાં ન હતું. કોંગ્રેસે પૂર્ણ સ્વાધીનતાની માગણી કરી. પણ અંગ્રેજોએ આ માગણી
ફગાવી દેતા કોંગ્રેસના મંત્રીમંડળોએ રાજીનામા આપ્યા.રાષ્ટ્રીય સ્વાભિમાનની
દ્રષ્ટિએ આ નિર્ણય પ્રશંસનીય હતો. પણ તેના કારણે રાજકીય ખાલીપો ભરવા માટે મુસ્લિમ
લીગ તૈયાર હતી. 22 ડિસેમ્બર, 1939ના રોજ
મુસ્લિમ લીગે કોંગ્રેસી મંત્રીઓના રાજીનામા બદલ મુક્તિ દિવસ તરીકે તેની ઉજવણી
કરીને બ્રિટન પ્રત્યે પોતાની વફાદારીનો પુનરોચ્ચાર કર્યો હતો. બ્રિટશ સરકારે પણ
સંકટ સમયે વફાદારી દેખાડવા બદલ ઝીણાને શક્ય તમામ રાહતો આપવાનો વાયદો કર્યો. બ્રિટશ
સરકારની છત્રછાયામાં ઝીણાએ કોંગ્રેસ વિરુદ્ધ મુસ્લિમોને ભડકાવીને ધ્રુવીકરણ શરૂ
કરી દીધું હતું.
મુસ્લિમ લીગે
પાશ્ચાત્ય લોકશાહીને ભારત માટે સંપૂર્ણપણે અયોગ્ય ગણાવીને ભારતીય રાજનીતિના
શરીરમાં એક રોગ ગણાવી હતી. તેની સાથે માગણી કરી હતી કે એક એવા બંધારણને વિકાસ
કરવામાં આવે કે જેમાં ભારતમાં બે રાષ્ટ્રોના અસ્તિત્વનો સ્વીકાર કરવામાં આવે. બંને
રાષ્ટ્રોની પોતપોતાની અલગ સરકારો અને પોતાના ક્ષેત્ર હોય.
20 માર્ચ , 1940ના રોજ ગાંધીજીના એક ભાષણ પર
પ્રતિક્રિયા આપતા ઝીણાએ મુસ્લિમોને લઘુમતી નહીં, પણ કોઈપણ વ્યાખ્યા મુજબ એક રાષ્ટ્ર ગણાવી
દીધા. તેની સાથે ઝીણાએ ભારતને સ્વાયત્તશાસી રાષ્ટ્રોમાં વિભક્ત કરીને મોટા
રાષ્ટ્રોને અલગ દેશ બનાવી દેવાની વાત કરી.
મુસ્લિમ લીગે
22થી 24 માર્ચ, 1940ના રોજ લાહોરમાં અધિવેશન યોજ્યું અને
તેમાં 24 માર્ચે એક પ્રસ્તાવ પારીત કરીને એક અલગ રાષ્ટ્રની માગણીને સૈદ્ધાંતિક
મંજૂરી આપી. લાહોર પ્રસ્તાવમાં વિભાજન અથવા પાકિસ્તાનનો ઉલ્લેખ ન હતો. પણ આગળ જતાં
સિકંદર હયાત ખાને તૈયાર કરેલો આ પ્રસ્તાવ પાકિસ્તાન પ્રસ્તાવ તરીકે ઓળખાયો. આ
પ્રસ્તાવને ફઝલુલલ હકે રજૂ કર્યો હતો અને તેમાં મુસ્લિમ લીગની કરાચી બેઠકમાં ચૌધરી
રહમત અલી દ્વારા પ્રસ્તુત પાકિસ્તાનની અવધારણાને સ્વીકારી લેવામાં આવી હતી. ઝીણાએ
હિંદુ અને મુસ્લિમને બે અલગ રાષ્ટ્રો ગણીને તેના માટે અલગ રાજકીય આત્મનિર્ણયની
આવશ્યકતા પર ભાર મૂક્યો હતો.
મુસ્લિમ
કોમવાદી તત્વોને ખુલ્લેઆમ અંગ્રેજ સરકારે મદદ કરી
અને તેમને ભડકાવવામાં મહત્વની ભૂમિકા પણ અદા કરી. કોંગ્રેસની માગણી હતી કે
બીજું વિશ્વયુદ્ધ સમાપ્ત થયા બાદ અંગ્રેજોએ ભારતની સત્તા છોડી દેવી પડશે. વાઈસરોય
લિનલિથગોએ પ્રયત્નપૂર્વક મુસ્લિમ લીગને કોંગ્રેસની સામે ઉપયોગમાં લેવા માટે
પ્રોત્સાહિત કરી હતી. યુદ્ધ બાદ સત્તા ભારતીયોને સોંપી દેવાની વાત હતી, પણ અંગ્રેજી શાસનનો તર્ક હતો કે પહેલા
હિંદુ-મુસ્લિમ હસ્તાંતરણની પ્રક્રિયા પર સંમત થાય , તો વાત આગળ વધી શકે છે. બ્રિટિશ સરકારે
મુસ્લિમ લીગને મુસ્લિમ હિતના પ્રતિનિધિ તરીકે સ્વીકારીને વાયદો કર્યો હતો કે લીગની
સમંતિ વગર કોઈપણ રાજકીય સમજૂતી નહીં કરાય. આ પ્રકારે લીગને એક એવો વીટો પાવર મળ્યો
કે જેનો ઝીણાએ બીજા વિશ્વયુદ્ધની સમાપ્તિ બાદ ઉપયોગ કર્યો.
ભારતની
સ્વાધીનતાની યોજના લઈને આવેલું ક્રિપ્સ
મિશન અસફળ રહ્યું, પણ મુસ્લિમ
લીગને એક રીતે તેનાથી પ્રોત્સાહન મળ્યું. પ્રાંતીય સ્વાયતત્તાની જોગવાઈ પાકિસ્તાન
બનવાની માગણીને બંધારણીય સ્વરૂપ આપનારી હતી. જે સમયે ભારતીયો દ્વારા આ મામલાને ખૂબ
હળવાશથી લેવાય રહ્યો હતો, તે સમયે
પાકિસ્તાન બનાવવાની માગણી સરકારી તંત્રે ઘણી ઝડપથી પ્રોત્સાહિત કરવાનું કામ કર્યું
હતું.
બ્રિટિશ
સરકારની મુસ્લિમ તુષ્ટિકરણની નીતિ અને કોંગ્રેસની ખુશામતખોરીએ દ્વિરાષ્ટ્રના
સિદ્ધાંતને મૌન સ્વીકૃતિ આપી દીધી હતી. તેના પછી ઝીણાએ ઓગસ્ટ પ્રસ્તાવ, ક્રિપ્સ મિશન, શિમલા સંમેલન અને કેબિનેટ મિશનના
પ્રસ્તાવોમાં અલગ પાકિસ્તાનની માગણીને
સંપૂર્ણપણે સ્વીકારાવાની સંભાવનાઓ શોધવાનું શરૂ કર્યું હતું. 1942માં શરૂ થયેલી
ક્વિટ ઈન્ડિયા મૂવમેન્ટમાં કોંગ્રેસના ટોચના નેતાઓ જેલમાં હતા અને તેને કારણે
ઝીણાને મુસ્લિમ લીગ વધુ સશક્ત કરવામાં મદદ મળી.
મુસ્લિમ લીગે
પાશ્ચાત્ય લોકશાહીને ભારત માટે સંપૂર્ણપણે અયોગ્ય ગણાવીને ભારતીય રાજનીતિના
શરીરમાં એક રોગ ગણાવી હતી. તેની સાથે માગણી કરી હતી કે એક એવા બંધારણને વિકાસ
કરવામાં આવે કે જેમાં ભારતમાં બે રાષ્ટ્રોના અસ્તિત્વનો સ્વીકાર કરવામાં આવે. બંને
રાષ્ટ્રોની પોતપોતાની અલગ સરકારો અને પોતાના ક્ષેત્ર હોય.
20 માર્ચ , 1940ના રોજ ગાંધીજીના એક ભાષણ પર
પ્રતિક્રિયા આપતા ઝીણાએ મુસ્લિમોને લઘુમતી નહીં, પણ કોઈપણ વ્યાખ્યા મુજબ એક રાષ્ટ્ર ગણાવી
દીધા. તેની સાથે ઝીણાએ ભારતને સ્વાયત્તશાસી રાષ્ટ્રોમાં વિભક્ત કરીને મોટા
રાષ્ટ્રોને અલગ દેશ બનાવી દેવાની વાત કરી.
મુસ્લિમ લીગે
22થી 24 માર્ચ, 1940ના રોજ લાહોરમાં અધિવેશન યોજ્યું અને
તેમાં 24 માર્ચે એક પ્રસ્તાવ પારીત કરીને એક અલગ રાષ્ટ્રની માગણીને સૈદ્ધાંતિક
મંજૂરી આપી. લાહોર પ્રસ્તાવમાં વિભાજન અથવા પાકિસ્તાનનો ઉલ્લેખ ન હતો. પણ આગળ જતાં
સિકંદર હયાત ખાને તૈયાર કરેલો આ પ્રસ્તાવ પાકિસ્તાન પ્રસ્તાવ તરીકે ઓળખાયો. આ
પ્રસ્તાવને ફઝલુલલ હકે રજૂ કર્યો હતો અને તેમાં મુસ્લિમ લીગની કરાચી બેઠકમાં ચૌધરી
રહમત અલી દ્વારા પ્રસ્તુત પાકિસ્તાનની અવધારણાને સ્વીકારી લેવામાં આવી હતી. ઝીણાએ
હિંદુ અને મુસ્લિમને બે અલગ રાષ્ટ્રો ગણીને તેના માટે અલગ રાજકીય આત્મનિર્ણયની આવશ્યકતા
પર ભાર મૂક્યો હતો.
મુસ્લિમ
કોમવાદી તત્વોને ખુલ્લેઆમ અંગ્રેજ સરકારે મદદ કરી
અને તેમને ભડકાવવામાં મહત્વની ભૂમિકા પણ અદા કરી. કોંગ્રેસની માગણી હતી કે
બીજું વિશ્વયુદ્ધ સમાપ્ત થયા બાદ અંગ્રેજોએ ભારતની સત્તા છોડી દેવી પડશે. વાઈસરોય
લિનલિથગોએ પ્રયત્નપૂર્વક મુસ્લિમ લીગને કોંગ્રેસની સામે ઉપયોગમાં લેવા માટે
પ્રોત્સાહિત કરી હતી. યુદ્ધ બાદ સત્તા ભારતીયોને સોંપી દેવાની વાત હતી, પણ અંગ્રેજી શાસનનો તર્ક હતો કે પહેલા
હિંદુ-મુસ્લિમ હસ્તાંતરણની પ્રક્રિયા પર સંમત થાય , તો વાત આગળ વધી શકે છે. બ્રિટિશ સરકારે
મુસ્લિમ લીગને મુસ્લિમ હિતના પ્રતિનિધિ તરીકે સ્વીકારીને વાયદો કર્યો હતો કે લીગની
સમંતિ વગર કોઈપણ રાજકીય સમજૂતી નહીં કરાય. આ પ્રકારે લીગને એક એવો વીટો પાવર મળ્યો
કે જેનો ઝીણાએ બીજા વિશ્વયુદ્ધની સમાપ્તિ બાદ ઉપયોગ કર્યો.
ભારતની
સ્વાધીનતાની યોજના લઈને આવેલું ક્રિપ્સ
મિશન અસફળ રહ્યું, પણ મુસ્લિમ
લીગને એક રીતે તેનાથી પ્રોત્સાહન મળ્યું. પ્રાંતીય સ્વાયતત્તાની જોગવાઈ પાકિસ્તાન
બનવાની માગણીને બંધારણીય સ્વરૂપ આપનારી હતી. જે સમયે ભારતીયો દ્વારા આ મામલાને ખૂબ
હળવાશથી લેવાય રહ્યો હતો, તે સમયે
પાકિસ્તાન બનાવવાની માગણી સરકારી તંત્રે ઘણી ઝડપથી પ્રોત્સાહિત કરવાનું કામ કર્યું
હતું.
બ્રિટિશ
સરકારની મુસ્લિમ તુષ્ટિકરણની નીતિ અને કોંગ્રેસની ખુશામતખોરીએ દ્વિરાષ્ટ્રના
સિદ્ધાંતને મૌન સ્વીકૃતિ આપી દીધી હતી. તેના પછી ઝીણાએ ઓગસ્ટ પ્રસ્તાવ, શિમલા સંમેલન અને કેબિનેટ મિશનના
પ્રસ્તાવોમાં અલગ પાકિસ્તાનની માગણીને
સંપૂર્ણપણે સ્વીકારાવાની સંભાવનાઓ શોધવાનું શરૂ કર્યું હતું. 1942માં શરૂ થયેલી
ક્વિટ ઈન્ડિયા મૂવમેન્ટમાં કોંગ્રેસના ટોચના નેતાઓ જેલમાં હતા અને તેને કારણે
ઝીણાને મુસ્લિમ લીગ વધુ સશક્ત કરવામાં મદદ મળી. ઝીણાની પ્રેરણાથી જ મુસ્લિમ
વેપારીઓએ 1944ના આખરમાં એક ફેડરેશન ઓફ મુસ્લિમ ચેમ્બર ઓફ કોમર્સની સ્થાપના કરી.
મુ્સ્લિમ લીગની જીદને કારણે સિમલા સંમેલન નિષ્ફળ રહ્યું.
1946ની
પ્રાંતીય ચૂંટણીઓમાં કોંગ્રેસને મોટી સફળતા મળી, પણ તેમ છતાં મુસ્લિમ લીગ સાથે મુસ્લિમ
મતદાતાઓ ખૂબ મોટા પ્રમાણમાં આકર્ષિત થયા હતા. 1946ના પ્રારંભે થયેલી ચૂંટણીમાં
કોંગ્રેસને બિન-મુસ્લિમ મતદાર વિભાગમાં 91 ટકા વોટ મળ્યા,જ્યારે મુસ્લિમ મતદાર વિસ્તારમાં મુસ્લિમ
લીગને 87 ટકા મત મળ્યા. કેન્દ્રીય વિધાન પરિષદની 30 અને પ્રાંતોની કૂલ 509 મુસ્લિમ
બેઠકોમાંથી 442 બેઠકો મુસ્લિમ લીગને પ્રાપ્ત થઈ. આમ ઝીણાએ મુસ્લિમ લીગ દેશમાં
મુસ્લિમોની એક માત્ર પ્રતિનિધિ રાજકીય સંસ્થા હોવાનું સાબિત કર્યું.
ઝીણાની
પ્રેરણાથી જ મુસ્લિમ વેપારીઓએ 1944ના આખરમાં એક ફેડરેશન ઓફ મુસ્લિમ ચેમ્બર ઓફ
કોમર્સની સ્થાપના કરી. મુ્સ્લિમ લીગની જીદને કારણે સિમલા સંમેલન નિષ્ફળ રહ્યું.
દ્વિતિય
વિશ્વયુદ્ધના સમાપ્ત થયા બાદ લડાઈ માટેની જરૂરિયાત મુજબ ભરતી કરાયેલા લોકો
સેવામુક્ત થઈ રહ્યા હતા. તેમના બેકાર રહેવાની સ્થિતિમાં તેઓ આંદોલનમાં સામેલ થવાની
શક્યતા હતા. તેથી બ્રિટિશ સરકાર કોઈ નિશ્ચિત યોજના બનાવવા માંગતી હતી. આ યોજનાના
ભાગરૂપે ભારતમાં ચૂંટણી કરાવીને એક બંધારણીય સભા બનાવીને ઝડપથી ભવિષ્યમાં સ્વતંત્ર
થનારા ભારતનું બંધારણ બનાવવા માટે બ્રિટિશ સરકાર આગળ વધી રહી હતી.
1946ની
પ્રાંતીય ચૂંટણીઓમાં કોંગ્રેસને મોટી સફળતા મળી, પણ તેમ છતાં મુસ્લિમ લીગ સાથે મુસ્લિમ
મતદાતાઓ ખૂબ મોટા પ્રમાણમાં આકર્ષિત થયા હતા. 1946ના પ્રારંભે થયેલી ચૂંટણીમાં
કોંગ્રેસને બિન-મુસ્લિમ મતદાર વિભાગમાં 91 ટકા વોટ મળ્યા,જ્યારે મુસ્લિમ મતદાર વિસ્તારમાં મુસ્લિમ
લીગને 87 ટકા મત મળ્યા. કેન્દ્રીય વિધાન પરિષદની 30 અને પ્રાંતોની કુલ 509 મુસ્લિમ
બેઠકોમાંથી 442 બેઠકો મુસ્લિમ લીગને પ્રાપ્ત થઈ. આમ ઝીણાએ મુસ્લિમ લીગ દેશમાં
મુસ્લિમોની એક માત્ર પ્રતિનિધિ રાજકીય સંસ્થા હોવાનું સાબિત કર્યું.
ચૂંટણી બાદ
ભારતીય સમસ્યાના સમાધાન માટે ભારત મંત્રી લોર્ડ પેથિક લોરેન્સ, વ્યાપાર મંત્રી સર સ્ટેફર્ડ ક્રિપ્સ અને
નૌસેના મંત્રી એ. વી. એલેક્ઝાન્ડરની સદસ્યતાવાળું કેબિનેટ મિશન 23 માર્ચ, 1946ના રોજ કરાચી પહોંચ્યું. વાઈસરોય
કાર્યપરિષદના સદસ્યોને મિશને સૂચન કર્યું કે મુસ્લિમોને હિંદુ રાજનો ભય છે અને
તેના નિરાકરણ માટે જરૂરી પગલા ઉઠાવવા જોઈએ. આશંકા પણ વ્યક્ત કરી કે મુસ્લિમો
હિંસાત્મક પ્રતિરોધ કરશે. 28 માર્ચ, 1946ના રોજ
ક્રિપ્સના સહાયક મેજર વોટે જણાવ્યું કે પંજાબમાં મુસ્લિમ લીગ સેવામુક્ત સૈનિકોનો
સંપર્ક કરી રહી છે અને મહિલાઓને હથિયાર ચલાવવાની તાલીમ આપી રહી છે. મુસ્લિમ લીગ
હિંસાત્મક ઉપદ્રવની તૈયારી કરી રહી હતી અને તેના માટે સોગંદનામા પણ ભરાવાય રહ્યા
હતા. એપ્રિલ-1946માં મુસ્લિમ લીગના તમામ ધારાસભ્યો દિલ્હીમાં એકઠા થયા અને તેમણે
અલ્લાહના નામે સોગંદ લીધા કે પાકિસ્તાન માટે તમામ પ્રયાસો કરીશું. સુહરાવર્દીએ
પોતાના ભાષણમાં જાહેર કર્યું કે બંગાળનો
દરેક મુસલમાન આ કાર્યમાં પોતાનું જીવન કુરબાન કરવા માટે તૈયાર છે.
હિંસાત્મક
તૈયારીઓ સાથે મુસ્લિમ લીગ મિશનના સદસ્યો સાથે વાતચીત પણ કરી રહી હતી. ઝીણાએ મિશનના
સદસ્યો સાથે પાકિસ્તાનની વાત કરી હતી.કોંગ્રેસ ભારતની એકતા અને સશક્ત કેન્દ્રની
સ્થાપના પર ભાર મૂકી રહી હતી. વાઈસરોય અને મિશનના એક સદસ્ય એલેક્ઝેન્ડર ઝીણા
પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હતા, પણ મિશન
મુસ્લિમ લીગની સંપૂર્ણ માગણી સ્વીકારવાની સ્થિતિમાં ન હતું. મિશનનું લક્ષ્ય
પાકિસ્તાન યોજનાનો અસ્વીકાર કરીને કોંગ્રેસને શાંત કરવાનો તથા કેટલાક નિકટવર્તી
મુસ્લિમ બાહુલ્યવાળા વસ્તારોને લઈને સ્વતંત્ર મુસ્લિમ ક્ષેત્રની રચના દ્વારા એક
સમજૂતી રજૂ કરવાનું હતું. શરૂઆતમાં કોંગ્રેસ અને મુસ્લિમ લીગે આ પ્રસ્તાવને
સ્વીકારવાની તૈયારી દેખાડી. પરંતુ પ્રાંતોના સમૂહો અથવા ભાગોના ગઠનની જોગવાઈને
લઈને સમસ્યા ઉભી થયા બાદ જુલાઈ-1946ના આખરમાં કોંગ્રેસ અને મુસ્લિમ લીગે મિશન
યોજનાનો અસ્વીકાર કર્યો.
29 જુલાઈ, 1946ના રોજ કેબિનેટ મિશન યોજનાને આપેલી
સ્વીકૃતિ પાછી ખેંચ્યા બાદ મુસ્લિમ લીગે ડાયરેક્ટ એક્શન એટલે કે પ્રત્યક્ષ
કાર્યવાહીનો પ્રસ્તાવ પારીત કર્યો-
भारत के मुसलमान एक स्वतंत्र तथा सम्प्रभुता सम्पन्न पाकिस्तान की
स्थापना से कम किसी बात पर संतुष्ट न
होंगे.. समय आ गया है कि अपने न्याय संगत अधिकारों तथा सम्मान प्राप्त करने एवम्
वर्तमान ब्रिटिश गुलामी और भविष्य में आशंकित हिन्दू जाति के शासन से बचने केलिए
पाकिस्तान प्राप्त किया जाय तथा इसके लिए प्रत्यक्ष कार्रवाई का सहारा लिया जाय. (ભારતના
મુસલમાનો એક સ્વતંત્ર તથા સાર્વભૌમતા સંપન્ન પાકિસ્તાનની સ્થાપથી ઓછું કોઈ વાત પર
સંતુષ્ટ નહીં થાય.. સમય આવી ગયો છે કે પોતાના ન્યાયસંગત અધિકારો અને સમ્માન
પ્રાપ્ત કરવા તથા વર્તમાન બ્રિટિશ ગુલામી અને ભવિષ્યમાં આશંકિત હિંદુ જાતિના
શાસનથી બચવા માટે પાકિસ્તાન પ્રાપ્ત કરવામાં આવે તથા તેના માટે પ્રત્યક્ષ
કાર્યવાહીનો સહારો લેવામાં આવે.)[lii]
પ્રસ્તાવ
પારીત થયા બાદ ઝીણાએ કહ્યુ કે -
हम लोगों ने एक महत्वपूर्ण ऐतिहासिक निर्णय किया है. इसके पूर्व अपने जीवन के
सम्पूर्ण कार्यकाळ में हम लोगों ने वैधानिक तरीके और वैधानिक बातचीत के अतिरिक्त
अन्य कोई रास्ता नहीं अपनाया है. आज ब्रिटन तथा कांग्रेस दोनों द्वारा अपनाए गये
रुख से हम इस रास्ते पर आने केलिए बाध्य हो गये है. हम पर दो मोर्चों से आक्रमण
हुआ है. आज हमने संविधान और सांविधानिक तरीकों को अलविदा कह दिया है. सम्पूर्ण
दुखदायी मध्यस्था के बीच ये दोनों दल जिनसे हम सौदा कर रहे थे, हम पर पिस्तौल तानते
रहे है- एक सरकारी शक्ति और मशीनगन द्वारा, दूसरा असहयोग और
सामूहिक सविनय अवज्ञा आन्दोलन छेडने की धमकी द्वारा. इस स्थिति का मुकाबला होना ही
चाहिए. हमारे पास भी पिस्तौल है.( આપણે લોકોએ એક
મહત્વપૂર્ણ ઐતિહાસિક નિર્ણય કર્યો છે. આના પહેલા આપણા જીવનના સંપૂર્ણ કાર્યકાળમાં
આપણે લોકોએ કાયદાકીય રીતે અને કાયદાકીય વાતચીત સિવાય અન્ય કોઈ માર્ગ અપનાવ્યો નથી.
આજે બ્રિટન અને કોંગ્રેસ બંને દ્વારા અપનાવાયેલા વલણથી આપણે આ માર્ગ પર આવવા માટે
બાધ્ય થયા છીએ. આપણા પર બે મોરચે આક્રમણ થયા છે. આજે આપણે બંધારણ અને બંધારણીય
રીતોને અલવિદા કહી દીધું છે. સંપૂર્ણ દુખદાયી મધ્યસ્થા વચ્ચે આ બંને દળ જેમની સાથે
આપણે સોદો કરી રહ્યા હગતા, આપણા પર
પિસ્તોલ તાણતા રહ્યા છે- એક સરકારી શક્તિ અને મશીનગન દ્વારા, બીજું અસહયોગ
અને સામુહિક સવિનય અવજ્ઞા આંદોલન છેડવાની ધમકી દ્વારા. આ સ્થિતિનો મુકાબલો થવો જ
જોઈએ. આપણી પાસે પણ પિસ્તોલ છે.)[liii]
ઝીણા અને
મુસ્લિમ લીગ દ્વારા જાહેર કરવામાં આવેલો ડાયરેક્ટ એક્શન ડે હકીકતમાં ગૃહ યુદ્ધ
હતું અને તેના દ્વારા પાકિસ્તાનની માગણી સ્વીકારવા સુધી હિંસાચાર કરવાનો ઉદેશ્ય
હતો. 16 ઓગસ્ટ, 1946ના રોજ ડાયરેક્ટ એક્શનની શરૂઆત થઈ અને
તેને વાઈસરોય લોર્ડ વેવલ અને અંગ્રેજ અધિકારીઓનું મૂક સમર્તન હતું. આની શરૂઆત
કોલકત્તાથી થઈ હતી. બંગાળના મુખ્યમંત્રી અને મુસ્લિમ લીગના અધ્યક્ષ સુહારાવર્દીએ
જાહેર રજા જાહેર કરી હતી. કોલક્ત્તાના સૈન્ય અધિકારી મૈકિનલેએ જવાનોને બેરેકમાં
રહેવાનો આદેશ આપ્યો હતો. સુહારાવર્દીએ મુસ્લિમોને જાહેર સંબોધનમાં કહ્યુ હતુ કે
એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે સેના અને પોલીસ તમારા કામમાં કોઈ અડચણ નહીં ઉભી
કરે. આ ભાષણનો રિપોર્ટ ગુપ્તચર વિભાગે લેફ્ટિનેન્ટ જનરલ ફ્રાંસિસ ટુકર, કે જેઓ ભારતીય
સેનાની પૂર્વ કમાન્ડના કમાન્ડર હતા, તેમને મોકલ્યો
હતો.
16 ઓગસ્ટ, 1946ના રોજ
સવારે સાત વાગ્યાથી જ હત્યા, આગચંપી, લૂંટ, બળાત્કાર, મહિલાઓના
અપહરણ સહીતના ઉપદ્રવો શરૂ થઈ ચુક્યા હતા. સેના-પોલીસ નિષ્ક્રિય હતા. લોર્ડ
માઉન્ટબેટન મુજબ, માત્ર આ દેખાવમાં 5000 લોકોના જીવ ગયા અને
15000 લોકો ઘાયલ થયા હતા. બંગાળના અન્ય ભાગોમાં પણ ઉપદ્રવ ફેલાયો હતો. ત્રણ દિવસ
ચાલેલી હિંસા બાદ સેનાએ હસ્તક્ષેપ કર્યો હતો.
સપ્ટેમ્બર, 1946માં
મુંબઈમાં કોમવાદી રમખાણો શરૂ થયા અને 300ના મોત નીપજ્યા હતા. ઓક્ટોબર-1946માં
નોઆખલી તથા તિપેરામાં થયેલા હુ્લડોમાં 400ના મોત નીપ્જયા અને મોટા પ્રમાણમાં
મહિલાઓ પર અત્યાચાર થયા હતા. બિહારમાં ઓક્ટોબર-1946ના આખરમાં થયેલા રમખાણોમાં 7000
લોકોના મોત નીપ્જયા હતા. યુપીમાં મત્ર ગઢ મુક્તેશ્વરમાં જ 1000 લોકોની કત્લ થઈ
હતી. લાહોર, અમૃતસર, મુલ્તાન, અટૌક અને
રાવલપિંડીમાં થયેલા હુલ્લડોમાં 5000 લોકોના મોત નીપજ્યા હતા. આ માત્ર શરૂઆત હતી, કારણ કે 1947
અને 1948ના પ્રારંભ સુધી ચાલનારા કોમી રમખાણોનો પ્રારંભિક તબક્કો માત્ર હતો.
હિંસાચારની ઘટના વચ્ચે વાઈસરોય લોર્ડ વેવલના આમંત્રણ પર
2 સપ્ટેમ્બર, 1946ના રોજ કોંગ્રેસે જવાહરલાલ નહેરુના વડપણ
હેઠળ મંત્રીમંડળ બનાવવાનો નિર્ણય કર્યો. કોંગ્રેસે મંત્રીમંડળ તરીકે કામ કરવા
દરમિયાન તેના નિર્ણયોમાં યથાસંભવ હસ્તક્ષેપ નહીં કરવાનું આશ્વાસન પણ મેળવ્યું
હતું. વાવેલે હુલ્લડોનો રાજકીય લાભ લેતા સૂચન કર્યું હતું કે જો મુ્સ્લિમ લીગ
સરકારમાં સામેલ થાય તો હુલ્લડો શાંત થઈ જશે. તેમના આશ્વાસનના આધારે નહેરુએ મુસ્લિમ
લીગના પાંચ મંત્રીઓ- લિયાકત અલી ખાન, આઈ. આઈ.
ચુડીગર, અબ્દુર્ર બનિસ્તર, ગજનફર અલી અને
યોગેન્દ્રનાથ મંડળને 25 ઓક્ટોબરે પોતાના મંત્રીમંડળમાં શપથ અપાવ્યા હતા. 19
ઓક્ટોબરે જ રાજા ગજનફર અલીએ વચગાળાની સરકારમાં લીગના સામેલ થવાને સીધી
કાર્યવાહીનું એક અંગ ગણાવીને તેના દ્વારા પાકિસ્તાનની પ્રાપ્તિ કરવાના લક્ષ્યનું
એલાન કર્યું હતું. 20 ઓક્ટોબરે લિયાકત અલી ખાને પણ વચગાળાની સરકારમાં લીગ
પાકિસ્તાન માટે સંઘર્ષ કરશે અને દરેક સમસ્યાને કોમવાદી દ્રષ્ટિથી જોશે તેવું એલાન
કર્યું હતું. તેથી નહેરુએ લીગને ગૃહ, વિદેશ અથવા
સુરક્ષા જેવા મહત્વના ખાતા સોંપવાનો ઈન્કાર કર્યો હતો.
મુસ્લિમ લીગ
સરકારમાં તો સામેલ થઈ હતી, પરંતુ તેણે બંધારણીય સભાનો બહિષ્કાર કર્યો હતો. કોંગ્રેસે
ધમકી આપી કે લીગના મંત્રીઓને રાજીનામું આપવાનું કહેવામાં નહીં આવે, તો તેઓ સરકાર
છોડી દેશે. આ ગતિરોધ દૂર કરવા માટે 20 ફેબ્રુઆરી, 1947ના દિવેસ
બ્રિટિશ સંસદમાં વડાપ્રધાન એટલીએ જાહેર કર્યું કે જૂન-1948 પહેલા ભારતને સ્વાધીનતા
આપી દેવાશે. પરંતુ તેની સાથે એમ પણ કહ્યુ હતુ કે પ્રતિનિધિ સબા જો યોગ્ય બંધારણ
તૈયાર નહીં કરે તો સત્તા હસ્તાંતરણ કેન્દ્રીય સરકારને અથવા એકથી વધુ સરકારોને
સોંપાય શકે છે. એટલીએ વેવલના સ્થાને લોર્ડ માઉન્ટબેટનની ભારતના વાઈસરોય તરીકે
ઘોષણા પણ કરી હતી. તેની સાથે કોંગ્રેસે 8 માર્ચ, 1947નારોજ
પોતાનીબેઠકમાં જાહેરાતને આવકારીને પંજાબ અને બંગાળનું કોમવાદી ધોરણે વિભાજન કરવાની
માગણી કરી હતી. આમ કોંગ્રેસે આડકતરી રીતે પાકિસ્તાનની માગણીને સ્વીકારીને અડધું
પંજાબ અને અડધું બંગાળ ભારતમાં લાવવાનો પ્રયત્ન કર્યો. ઝીણા વાતચીત માટે તૈયાર થતા
ન હતા અને સોદાબાજીમાટે અંગ્રેજો પર આધારીત હતા.
22 માર્ચ, 1947ના રોજ
ભારત આવેલા માઉન્ટબેટને ગાંધીજી, ઝીણા, નહેરુ અને
સરદાર પટેલ સાથે વાતચીત કરીને તેમના મન જાણવાની કોશિશો કરી. ગાંધીજીએ વિભાજનનો
વિરોધ કર્યો. પરંતુ માઉન્ટબેટને ઝીણાની મરજી વિરુદ્ધના નિર્ણયથી લોહિયાળ
ગૃહયુદ્ધની આશંકા વ્યક્ત કરી હતી. તેથી ગાંધીજીએ વૈકલ્પિક પ્રસ્તાવ હેઠળ ઝીણાના
નેતૃત્વમાં સરકાર અને સદસ્યોની પસંદગીનો અધિકાર પણ તેમને આપવાની વાત કરી. તેની
સાથે ઝીણા કોમી સૌહાર્દ માટે સહાયક બને અને મુસ્લિમ નેશનલ ગાર્ડનું દળ ભંગ કરવાની
શરત મૂકવામાં આવી. પણ કોંગ્રેસના અન્ય નેતાઓએ યોજના નકારી કાઢી અને ઝીણાએ પણ
પ્રસ્તાવનો વિરોધ કર્યો. તેથી ગાંધીજી સ્વેચ્છાએ આમાથી ખસી ગયા અને નોઆખાલી અને
પછી બિહાર જતાં રહ્યા હતા. ઝીણાની કુટિલ રમતોથી ગળે આવી ગયેલા નહેરુ અને સરદાર
પટેલ વિભાજનને અપરિહાર્ય માનવા લાગ્યા હતા.
આખરે વિવશતાથી
કોંગ્રેસે મુસ્લિમ લીગની અલગ પાકિસ્તાનની માગણીને સ્વીકારી. 3 જુન, 1947ના રોજ
માઉન્ટબેટન યોજનાના આધારે ભારતને બે સ્વતંત્ર ડોમિનિયનોમાં વિભાજીત કરવામાં
આવ્યું. 4 જૂને પ્રાર્થનાસભામાં ગાંધીજીએ વિભાજનની યોજનાનું સમર્થન કર્યું, પહેલા
તેઓ વિભાજનનો આકરો વિરોધ કરતા હતા. ત્યારે કોઈએ તેમને તેમનું પહેલાનું નિવેદન-
માતૃભૂમિના ટુકડા કરતા પહેલા મારાં શરીરના ટુકડાં કરવા પડશે- યાદ કરાવ્યું, ત્યારે
તેમણે કહ્યુ કે હું તો ત્યારે જનમતનું પ્રતિનિધિત્વ કરતો હતૌ. જ્યારે જનમત બદલાય
ગયો છે, ત્યારે હું શું કરી શકું? [liv]
18 જુલાઈ, 1947ના રોજ
બ્રિટિશ સંસદ દ્વારા પારીત ભારતીય સ્વતંત્રતા અધિનિયમ દ્વારા બે સ્વતંત્ર
સાર્વભૌમતા સંપન્ન ડોમિનિયનોનું નિર્માણ કરવામાં આવ્યું. તેના અંતર્ગત 14 ઓગસ્ટ, 1947ના રોજ
મુસ્લિમ બહુમતીવાળા પ્રાંતો-પંજાબ-બંગાળનો ભાગ, સિંધ, બલૂચિસ્તાન, ઉત્તર-પશ્ચિમી
સીમા પ્રાંતને મિલાવીને એક નવા રાષ્ટ્ર પાકિસ્તાનનું નિર્માણ કરીને સત્તા
હસ્તાંતરણ કરવામાં આવ્યું. 15 ઓગસ્ટ, 1947ના રોજ મધરાતે ભારતને આઝાદી પ્રાપ્ત થઈ.
ખંડિત થયેલા દેશ સાથેની સ્વતંત્રતા વચ્ચે પાકિસ્તાન અને ભારતમાં હિંદુ-મુસ્લિમ
વચ્ચે હુલ્લડો ભડકી ઉઠયા. લાખો લોકોએ જીવ ગુમાવ્યા અને કરોડો લોકોનું વિસ્થાપન
થયું. તેથી એવું પણ કહેવાવા લાગ્યું કે અહિંસાએ હિંસા કરતા વધુ લોકોનો જીવ લીધો. સરદાર
વલ્લભભાઈ પટેલની કુનેહ-મુત્સદીગીરીથી ભારતનું આજનું સ્વરૂપ આપણને ભારતના લોકોને
પ્રાપ્ત થયું છે.
[i] The
Politics of Ayoddhya And Hindu-Mulim Relations, K. R. Malkani, Har- Anand
Publications, 1993, પૃષ્ઠ ક્રમાંક- 94
[ii] સામ્પ્રદાયિકતા એવમ્ સામ્પ્રદાયિક દંગે, લેખક-ગીતેશ શર્માં, સંપાદન સહયોગ-કુસુમ જૈન, સમાયોજન પ્રકાશન, કલકત્તા, પ્રથમ સંસ્કરણ 1985, પૃષ્ઠ ક્રમાંક-96
[iii] 'ક્યાં પાકિસ્તાન જિંદા રહેગા?', જમુનાદાસ અખ્તર, હિંદી બુક સેન્ટર, નવી દિલ્હી-1, પૃષ્ઠ
ક્રમાંક- 12,13
[iv]
સાંપ્રદાયિકતા અતીત ઔર વર્તમાન, અરુણ કુમાર, પ્રકાશન સંસ્થાન, નવી દિલ્હી, પ્રથમ
સંસ્કરણ-1996, પૃષ્ઠ ક્રમાંક-42
[v] भारत में इस्लाम, ડૉ. વિશ્વંભરનાથ ગુપ્ત, વારાણસી પ્રકાશન,
ઓગસ્ટ-1993, પૃષ્ઠ ક્રમાંક- 243, 244
[vi] भारत में इस्लाम, ડૉ. વિશ્વંભરનાથ ગુપ્ત, વારાણસી પ્રકાશન,
ઓગસ્ટ-1993, પૃષ્ઠ ક્રમાંક- 241, 242
[vii] भारत में इस्लाम, ડૉ. વિશ્વંભરનાથ ગુપ્ત, વારાણસી પ્રકાશન,
ઓગસ્ટ-1993, પૃષ્ઠ ક્રમાંક- 245
[viii] भारत में इस्लाम, ડૉ. વિશ્વંભરનાથ ગુપ્ત, વારાણસી પ્રકાશન,
ઓગસ્ટ-1993, પૃષ્ઠ ક્રમાંક- 245
[xi] https://en.wikiquote.org/wiki/Rahimtulla_M._Sayani
DATE- 03-12-2024
[xii] Rise
and Development of Communalism in India | भारत में साम्प्रदायिकता का उदय और विकास DATE- 04-12-2024
[xiii] હિંદુ મુસલમાન એકતા ભ્રમણા અને સત્ય,
મૂ.લ. શ્રી બ.ના.જોગ, સંક્ષેપ અનુવાદ-રાજાભાઉ નેને, રાષ્ટ્ર ચેતના પ્રકાશન એન્ડ
ચેરિટેબલ ટ્રસ્ટ-કર્ણાવતી, પૃષ્ઠ ક્રમાંક- 43
[xiv] भारत में इस्लाम, ડૉ. વિશ્વંભરનાથ ગુપ્ત, વારાણસી પ્રકાશન,
ઓગસ્ટ-1993, પૃષ્ઠ ક્રમાંક- 256, 257
[xv] भारत में इस्लाम, ડૉ. વિશ્વંભરનાથ ગુપ્ત, વારાણસી પ્રકાશન,
ઓગસ્ટ-1993, પૃષ્ઠ ક્રમાંક- 257
[xvi] પ્રત્યેક
રાષ્ટ્રભક્તનું સ્વપ્ન અખંડ ભારત, લેખક- ડૉ. સદાનંદ દામોદર સપ્રે, અનુવાદ-
શ્રીકાંત કાટદરે, ભારતીય વિચાર મંચ, પ્રથમ આવૃત્તિ-2022, પૃષ્ઠ ક્રમાંક-23,24
[xvii] 'ક્યાં પાકિસ્તાન જિંદા રહેગા?', જમુનાદાસ અખ્તર, હિંદી બુક સેન્ટર, નવી દિલ્હી-1, પૃષ્ઠ
ક્રમાંક-14
[xviii] હિંદુ મુસલમાન એકતા ભ્રમણા અને સત્ય,
મૂ.લ. શ્રી બ.ના.જોગ, સંક્ષેપ અનુવાદ-રાજાભાઉ નેને, રાષ્ટ્ર ચેતના પ્રકાશન એન્ડ
ચેરિટેબલ ટ્રસ્ટ-કર્ણાવતી, પૃષ્ઠ ક્રમાંક- 50
[xix] હિંદુ મુસલમાન એકતા ભ્રમણા અને સત્ય,
મૂ.લ. શ્રી બ.ના.જોગ, સંક્ષેપ અનુવાદ-રાજાભાઉ નેને, રાષ્ટ્ર ચેતના પ્રકાશન એન્ડ
ચેરિટેબલ ટ્રસ્ટ-કર્ણાવતી, પૃષ્ઠ ક્રમાંક- 51
[xx] હિંદુ મુસલમાન એકતા ભ્રમણા અને સત્ય,
મૂ.લ. શ્રી બ.ના.જોગ, સંક્ષેપ અનુવાદ-રાજાભાઉ નેને, રાષ્ટ્ર ચેતના પ્રકાશન એન્ડ
ચેરિટેબલ ટ્રસ્ટ-કર્ણાવતી, પૃષ્ઠ ક્રમાંક- 50, 51
[xxi] હિંદુ મુસલમાન એકતા ભ્રમણા અને સત્ય,
મૂ.લ. શ્રી બ.ના.જોગ, સંક્ષેપ અનુવાદ-રાજાભાઉ નેને, રાષ્ટ્ર ચેતના પ્રકાશન એન્ડ
ચેરિટેબલ ટ્રસ્ટ-કર્ણાવતી, પૃષ્ઠ ક્રમાંક- 52,53
[xxii] હિંદુ મુસલમાન એકતા ભ્રમણા અને સત્ય,
મૂ.લ. શ્રી બ.ના.જોગ, સંક્ષેપ અનુવાદ-રાજાભાઉ નેને, રાષ્ટ્ર ચેતના પ્રકાશન એન્ડ
ચેરિટેબલ ટ્રસ્ટ-કર્ણાવતી, પૃષ્ઠ ક્રમાંક-58
[xxiii] પ્રત્યેક
રાષ્ટ્રભક્તનું સ્વપ્ન અખંડ ભારત, લેખક- ડૉ. સદાનંદ દામોદર સપ્રે, અનુવાદ-
શ્રીકાંત કાટદરે, ભારતીય વિચાર મંચ, પ્રથમ આવૃત્તિ-2022, પૃષ્ઠ ક્રમાંક-59
[xxiv] પ્રત્યેક
રાષ્ટ્રભક્તનું સ્વપ્ન અખંડ ભારત, લેખક- ડૉ. સદાનંદ દામોદર સપ્રે, અનુવાદ-
શ્રીકાંત કાટદરે, ભારતીય વિચાર મંચ, પ્રથમ આવૃત્તિ-2022, પૃષ્ઠ ક્રમાંક-26
[xxv] હિંદુ મુસલમાન એકતા ભ્રમણા અને સત્ય,
મૂ.લ. શ્રી બ.ના.જોગ, સંક્ષેપ અનુવાદ-રાજાભાઉ નેને, રાષ્ટ્ર ચેતના પ્રકાશન એન્ડ
ચેરિટેબલ ટ્રસ્ટ-કર્ણાવતી, પૃષ્ઠ ક્રમાંક-60, 61
[xxvi] હિંદુ મુસલમાન એકતા ભ્રમણા અને સત્ય,
મૂ.લ. શ્રી બ.ના.જોગ, સંક્ષેપ અનુવાદ-રાજાભાઉ નેને, રાષ્ટ્ર ચેતના પ્રકાશન એન્ડ
ચેરિટેબલ ટ્રસ્ટ-કર્ણાવતી, પૃષ્ઠ ક્રમાંક-59
[xxvii] ડૉ. આંબેડકર, સંપૂર્ણ વાગ્મય, ખંડ-15, જાન્યુઆરી-2000, પૃષ્ઠ ક્રમાંક- 138
[xxviii]
ઐતિહાસિક ભૂલ કે સૌ સાલ, ડૉ. શંકર શરણ, www.nayaindia.com, 4 નવેમ્બર, 2019
[xxix] CWMG
Vol. XIX p 254
[xxx] ઐતિહાસિક ભૂલ કે સૌ સાલ, ડૉ. શંકર શરણ, www.nayaindia.com, 4 નવેમ્બર, 2019
[xxxi] ઐતિહાસિક ભૂલ કે સૌ સાલ, ડૉ. શંકર શરણ, www.nayaindia.com, 4 નવેમ્બર, 2019
[xxxii]
(સાવરકર,
1883-1924, વિક્રમ સંપત, પૃષ્ઠ
ક્રમાંક 402)
[xxxiii] હિંદુ મુસલમાન એકતા ભ્રમણા અને સત્ય,
મૂ.લ. શ્રી બ.ના.જોગ, સંક્ષેપ અનુવાદ-રાજાભાઉ નેને, રાષ્ટ્ર ચેતના પ્રકાશન એન્ડ
ચેરિટેબલ ટ્રસ્ટ-કર્ણાવતી, પૃષ્ઠ ક્રમાંક-64
[xxxiv] સાવરકર, 1883-1924, વિક્રમ સંપત, પૃષ્ઠ ક્રમાંક 402, 403
[xxxv]
young India 1924-1926 voi-ii, પૃષ્ઠ
ક્રમાંક- 33,34
[xxxvi] હિંદુ મુસલમાન એકતા ભ્રમણા અને સત્ય,
મૂ.લ. શ્રી બ.ના.જોગ, સંક્ષેપ અનુવાદ-રાજાભાઉ નેને, રાષ્ટ્ર ચેતના પ્રકાશન એન્ડ
ચેરિટેબલ ટ્રસ્ટ-કર્ણાવતી, પૃષ્ઠ ક્રમાંક-66
[xxxvii] હિંદુ મુસલમાન એકતા ભ્રમણા અને સત્ય,
મૂ.લ. શ્રી બ.ના.જોગ, સંક્ષેપ અનુવાદ-રાજાભાઉ નેને, રાષ્ટ્ર ચેતના પ્રકાશન એન્ડ
ચેરિટેબલ ટ્રસ્ટ-કર્ણાવતી, પૃષ્ઠ ક્રમાંક-66
[xxxviii]
હિંદુ મુસલમાન
એકતા ભ્રમણા અને સત્ય, મૂ.લ. શ્રી બ.ના.જોગ, સંક્ષેપ અનુવાદ-રાજાભાઉ નેને, રાષ્ટ્ર
ચેતના પ્રકાશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ-કર્ણાવતી, પૃષ્ઠ ક્રમાંક-67
[xxxix] હિંદુ મુસલમાન એકતા ભ્રમણા અને સત્ય,
મૂ.લ. શ્રી બ.ના.જોગ, સંક્ષેપ અનુવાદ-રાજાભાઉ નેને, રાષ્ટ્ર ચેતના પ્રકાશન એન્ડ
ચેરિટેબલ ટ્રસ્ટ-કર્ણાવતી, પૃષ્ઠ ક્રમાંક-67
[xl] ઐતિહાસિક ભૂલ કે સૌ સાલ, ડૉ. શંકર શરણ, www.nayaindia.com, 4 નવેમ્બર, 2019
[xli] સામ્પ્રદાયિકતા એવમ્ સામ્પ્રદાયિક દંગે, લેખક-ગીતેશ શર્માં, સંપાદન સહયોગ-કુસુમ જૈન, સમાયોજન પ્રકાશન, કલકત્તા, પ્રથમ સંસ્કરણ 1985, પૃષ્ઠ ક્રમાંક-99
[xlii] કોંગ્રેસ કી મુસ્લિમ પોષક નીતિ
તથા હિંદુ, લે.-રામનારાયણ બી. એ. ઓનરરી આર્ય
પ્રચારક, રોહતક (પૂર્વ પંજાબ), સત્યધર્મ પ્રકાશન, પૃષ્ઠ ક્રમાંક- 11,12
[xliii] કોંગ્રેસ કી મુસ્લિમ પોષક નીતિ
તથા હિંદુ, લે.-રામનારાયણ બી. એ. ઓનરરી આર્ય
પ્રચારક, રોહતક (પૂર્વ પંજાબ), સત્યધર્મ પ્રકાશન, પૃષ્ઠ ક્રમાંક-15
[xliv] https://www.itihaastarang.in/2023/04/rise-and-development-of-communalism-in.html
(Date- 09-12-2024)
[xlv]
Savarkar – A contested Legacy 1924-1966, વિક્રમ
સંપત, penguin viking, 2021, પૃષ્ઠ
ક્રમાંક-87, 88
[xlvi]
Savarkar – A contested Legacy 1924-1966, વિક્રમ
સંપત, penguin viking, 2021, પૃષ્ઠ
ક્રમાંક- 88
[xlvii]
Savarkar – A contested Legacy 1924-1966, વિક્રમ
સંપત, penguin viking, 2021, પૃષ્ઠ
ક્રમાંક-89
[xlviii] भारत में इस्लाम, ડૉ. વિશ્વંભરનાથ ગુપ્ત, વારાણસી પ્રકાશન,
ઓગસ્ટ-1993, પૃષ્ઠ ક્રમાંક-269,
270
[xlix] હિંદુ મુસલમાન એકતા ભ્રમણા અને સત્ય,
મૂ.લ. શ્રી બ.ના.જોગ, સંક્ષેપ અનુવાદ-રાજાભાઉ નેને, રાષ્ટ્ર ચેતના પ્રકાશન એન્ડ
ચેરિટેબલ ટ્રસ્ટ-કર્ણાવતી, પૃષ્ઠ ક્રમાંક-87
[l] भारत में इस्लाम, ડૉ. વિશ્વંભરનાથ ગુપ્ત, વારાણસી પ્રકાશન,
ઓગસ્ટ-1993, પૃષ્ઠ ક્રમાંક-281
[li] भारत में इस्लाम, ડૉ. વિશ્વંભરનાથ ગુપ્ત, વારાણસી પ્રકાશન,
ઓગસ્ટ-1993, પૃષ્ઠ ક્રમાંક-282
[lii] भारत में इस्लाम, ડૉ. વિશ્વંભરનાથ ગુપ્ત, વારાણસી પ્રકાશન,
ઓગસ્ટ-1993, પૃષ્ઠ ક્રમાંક-306
[liii] भारत में इस्लाम, ડૉ. વિશ્વંભરનાથ ગુપ્ત, વારાણસી પ્રકાશન,
ઓગસ્ટ-1993, પૃષ્ઠ ક્રમાંક-307
[liv] પ્રત્યેક
રાષ્ટ્રભક્તનું સ્વપ્ન અખંડ ભારત, લેખક- ડૉ. સદાનંદ દામોદર સપ્રે, અનુવાદ-
શ્રીકાંત કાટદરે, ભારતીય વિચાર મંચ, પ્રથમ આવૃત્તિ-2022, પૃષ્ઠ ક્રમાંક-50
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો