Sunday, April 29, 2012

હિંદુ-મુસ્લિમ એકતા માટે મુસ્લિમ તુષ્ટિકરણની રાહે ચાલતા ઉંટવૈદોથી સાવધાન


-ક્રાંતિવિચાર
ગત માસ હું સુરતથી અમદાવાદ તરફ આવતો હતો. ગુજરાત રાજ્ય પરિવહન નિગમની વોલ્વો બસમાં જૂજ મુસાફરો સાથે મળીને બપોરના ત્રણ વાગ્યે સુરતથી અમદાવાદ તરફ આવવા નીકળ્યો. વોલ્વો તેની પૂરઝડપે અમદાવાદ તરફ દોડી રહી હતી. પરંતુ સાંજે બરાબર સાડા પાંચની આસપાસનો સમય થયો, તો મારી બસમાં બેઠેલા કેટલાંક મુસ્લિમ શખ્સો ડ્રાઈવર સાથે મસલત કરતા નજરે પડયા. આ ઘટનાના થોડા સમય પહેલા બસ એક જગ્યાએ નાસ્તો-પાણી કરવા ઉભી રહી હતી. પરંતુ મુસ્લિમ શખ્સોની ડ્રાઈવર સાથેની મસલતની અડધો કલાક બાદ ખબર પડી. 6 વાગ્યાની આસપાસ ટોલનાકા પછી બસને ઉભી રાખી દેવામાં આવી. મુસ્લિમ શખ્સો બસની નીચે ઉતર્યા અને તેમણે બસની આગળ જ ચાદર પાથરીને નમાજ પઢવાની શરૂ કરી. લગભગ 15થી 20 મિનિટ સુધી બસ ત્યાં રોકાઈ. બસમાં રહેલા અન્ય મુસાફરો મુસ્લિમ શખ્સોની શાલીનતાભરી ધાર્મિક દાદાગીરી સહન કરી રહ્યા હતા અને હું સમસમીને બેસી રહ્યો હતો. પરંતુ મારે જાણવું હતું કે સામાન્ય બસ પ્રવાસી મુસ્લિમ શખ્સોની શાલીનતાભરી ધાર્મિક દાદાગીરી સંદર્ભે શું વિચારી રહ્યા છે? તેમના મતે બસ રોકીને નમાજ પઢવી મુસ્લિમોનો અધિકાર હતો, બસનો ડ્રાઈવર પણ મુસ્લિમ ન હતો. છતાં તેણે મુસ્લિમોને નમાજ પઢવા દેવા બસ રોકવી પડી. તપાસ કરતાં માલૂમ પણ પડયું છે કે ગુજરાત સરકારનો આવો કોઈ લેખિત પરિપત્ર બહાર પડયો નથી કે મુસ્લિમોને બસ રોકીને નમાજ પઢવા દેવી.
પરંતુ આ ઘટના પછી મને કેટલાંક સવાલો થયા. શું કોઈ હિંદુ બ્રાહ્મણને ત્રિકાળ સંધ્યા કરવી હોત અને તેણે આ રીતે બસ ઉભી રાખવાની માગણી કરી હોત, તો શું બસ ડ્રાઈવરે માગણી માની હોત? શું હિંદુઓ પોતાની ધાર્મિકતાને આવી રીતે સરેરાહ મનાવવા માટે બસ, ટ્રેનોમાં મનસ્વી વર્તન કરે છે? માત્ર મુસ્લિમો જ આ પ્રકારનું મનસ્વી વર્તન કેમ કરે છે? આ ઘટના બાદ થયું કે આનો ઉકેલ માત્ર બસની ફરીયાદ બુકમાં ફરીયાદ નોંધાવાથી થવાનો નથી. ભારતના હિંદુઓએ રામજન્મભૂમિને મુક્ત કરવા માટે ભારે મોટી લડાઈ લડી છે અને હજી પણ કોર્ટમાં ચુકાદા બાદ પણ રામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિરની હજી પણ કોઈ સંભાવના દેખાતી નથી. કાશીવિશ્વનાથ અને કૃષ્ણ જન્મભૂમિના પણ હાલ કંઈ સારા નથી. 121 કરોડના દેશમાં લગભગ 97-98 કરોડ લોકો હિંદુ છે. પરંતુ તેમને તેમની કોઈ ધાર્મિકતા સંદર્ભે ક્યારેય મુસ્લિમો દ્વારા આઝાદીના 65 વર્ષે સમ્માન મળ્યું નથી. હિંદુઓના ધર્મસ્થાનોમાં પણ મુસ્લિમ શાસકો દ્વારા બળજબરીથી બનાવાયેલા ઢાંચા મસ્જિદો, દરગાહો કે અન્ય રીતે ઉભા છે. પરંતુ તેને પણ દેશના 97-98 કરોડ હિંદુઓ દૂર કરી શકતા નથી. પરંતુ આ દેશના 18 કરોડ મુસ્લિમો પોતાનું મનસ્વી વર્તન ધર્મના નામે ચાલુ રાખી શકે છે. આ દેશની આ વિડંબણા છે. હિંદુ સમાજ માટે ખરેખર આ આત્મશોધ, આત્મચિંતન અને આત્મ વિશ્લેષણનો વિષય છે.
દેશમાં આઝાદી પહેલેથી હિંદુ-મુસ્લિમ એકતા માટેના પ્રયત્નો થતા આવ્યા છે, પરંતુ તેમાં મુસ્લિમ તુષ્ટિકરણનો પારાવાર સમાવેશ થયો છે. હિંદુઓએ જાતે પોતે મુસ્લિમોને સુપિરિયર ગણીને તેમનું તુષ્ટિકરણ કરવાની નીતિ સદાકાળથી ભારતમાં હિંદુ-મુસ્લિમ એકતાના નામે થતી આવી છે. ભારતના મહાત્મા ગાંધી સરીખા નેતાઓથી માંડીને કોંગ્રેસ અને ભાજપની કેન્દ્ર અને રાજ્યોમાં આવેલી સરકારો અને અન્ય પ્રાદેશિક પક્ષોએ પણ હંમેશા મુસ્લિમોનું તુષ્ટિકરણ કરવાની નીતિ અપનાવી છે. પછી આ નીતિ તેમને અનામત આપવાની હોય કે હજ સબસિડી આપવાની. રામજન્મભૂમિ પર કબજો રાખવાની હોય કે વડાપ્રધાનના 15 સૂત્રીય કાર્યક્રમ ચલાવવાની વાત હોય. બધી જ જગ્યાએ મુસ્લિમોની ભારતમાં જોહુકમી ચાલી રહી છે. ક્યારેક વિચાર આવે છે કે હિંદુ-મુસ્લિમ સંબંધોને કારણે ભારતને ભારત તરીકે ઘણું ગુમાવવું પડયું છે. હિંદુ-મુસ્લિમ સંબંધો તુષ્ટિકરણના આધારે ક્યારેય સુધરી શકવાના નથી, આ વાત ઈતિહાસ અને પ્રવર્તમાન ઘટનાઓના આધારે સમજી શકાય છે. ત્યારે તેમની સાથે સદભાવના દર્શાવવાના તરકટોથી કોઈ મોટો ફાયદો પડવાનો નથી. મુસ્લિમોની સાથે બેસવું, તેમના ભાઈબાપા કરવાની સાથે સાથે તેમનું બૌદ્ધિક તુષ્ટિકરણ પણ થઈ રહ્યું છે. જેમાં હિંદુ સમુદાયના કેટલાંક નપાવટ નેતાઓ દ્વારા મુસ્લિમોને શિષ્ટતાથી ખુશ રાખવાનો પ્રયત્ન કરવામાં આવે છે, પરંતુ આ તમામ કવાયતોનું પરિણામ ધાર્યા કરતા તદ્દન વિપરીત આવે છે અને હિંદુ સમાજને તથા હિંદુસ્થાનને બમણા જોરથી નુકસાન થવાનું ચાલુ રહે છે.
આવું કરીને હિંદુ સમાજને વાસ્તવમાં ભ્રમિત કરવામાં આવી રહ્યો છે અને તેના થકી હિંદુ સમાજના ભવિષ્યને દાંવ પર લગાવાય રહ્યો છે. સારું હોત જો હિંદુ તથ્ય નિષ્ટ રીતે મુસ્લિમોની સામે તેમના કટુ સત્યો મૂકત. બિલકુલ આ કટુસત્યો કર્ણપ્રિય અને મધુર નથી. પરંતુ તે મુસ્લિમ સમાજની કરણી અને કથનીની વાસ્તવિકતા છે. એ જરૂરી પણ છે કે મુસ્લિમ સમાજ પોતાના વિષયમાં કટુસત્યનો સામનો કરે. બની શકે કે આવી ઘટનાઓ ટૂંકા ગાળામાં કષ્ટકારી હોય, પરંતુ લાંબા ગાળે તે હિંદુસ્થાન માટે કલ્યાણકારી હશે. હિંદુ સમાજે તો મધ્ય અને આધુનિક કાળમાં ઘણાં સમાજ સુધારક પેદા કર્યા, જેમણે સામાજિક કુરીતિઓ અને રુઢિવાદ સામે થઈને તેનો વિરોધ કર્યો, પરંતુ મુસ્લિમ સમાજમાં આવું કેમ થયું નથી તે વિચારવાનો પ્રશ્ન છે. મુસ્લિમ સમાજ આજ પોતાની રુઢિવાદિતાઓ અને ભ્રાંતિઓ તથા ધાર્મિક ભ્રમણાનો શિકાર છે. આ તમામ બાબતો મુસ્લિમ સમાજને ઉગ્ર બનાવી રહી છે અને કટ્ટર બનાવીને આતંકવાદી પણ બનાવી રહી છે. વળી આશ્ચર્યની વાત એ છે કે મુસ્લિમ તુષ્ટિકરણના પ્રયોગો કરીને હિંદુ સમાજ પણ હિંદુ-મુસ્લિમ એકતાના નામે મુસ્લિમોને વધુ ઉગ્ર બનાવામાં મદદ કરી રહ્યો છે. મુસ્લિમ સમાજમાં મહિલાઓની જે સ્થિતિ છે, તેના સંદર્ભે મહિલા અધિકારના કાર્યકર્તાઓના મોઢા કેમ સિવાય જાય છે? ગોવધની ઘટનાઓ પર પશુ રક્ષા માટે કામ કરનારા કાર્યકર્તાઓની આંખો કેમ બંધ થઈ જાય છે? મુસ્લિમો દ્વારા પરિવાર નિયોજનનો વિરોધ કરવામાં આવે છે, પરંતુ દેશનું આરોગ્ય તંત્ર વસ્તી નિયંત્રણના મોટામોટા લક્ષ્યાંકો લે છે, પરંતુ મુસ્લિમ સમાજમાં પરિવાર નિયોજનની ચિંતા કેમ કરતું નથી? ઘણાં અભ્યાસો જણાવી રહ્યા છે કે ધાર્મિક વસ્તીના અસંતુલનથી દેશ પર દૂરગામી પરિણામો પડયા છે અને હજી પણ પડશે. પરંતુ આપણે, આપણી સેક્યુલર સરકાર આને મુસ્લિમોની આંતરીક સમસ્યા ગણીને એ બંધારણીય સિદ્ધાંતોની ઘોર ખોદી રહ્યા છીએ કે જેના પર આ દેશની શાસન પદ્ધતિ ઉભી છે.
અખબારો અને ટેલિવિઝન પર મુસ્લિમોના એક તથાકથિત ઉદારવાદી વર્ગે કબજો જમાવ્યો છે. આ વર્ગને સામાન્ય રીતે મુસ્લિમ સમાજ સંદર્ભે લોકોની સમજ વધારવા માટે કંઈ પુછવામાં આવતું નથી. પરંતુ દેશને ઈસ્લામના વિષયમાં હિંદુઓને ભ્રમિત કરવાનું કામ આ તથાકથિત ઉદારવાદી મુસ્લિમો સારી રીતે કરી લે છે. તેઓ કહે છે કે ઈસ્લામ ભાઈચારો અને શાંતિનો મજહબ છે. તેઓ તેના ટેકામાં કુરાને શરીફની કેટલીક આયાતોને પણ ટાંકે છે અને કેટલીક જાણીજોઈને છુપાવે છે. તેમનું કુલ મળીને કહેવું હોય છે કે ઈસ્લામ મજહબમાં તો સારી વાતો છે, પરંતુ કેટલાંક ગુમરાહ લોકો તેનો દુરુપયોગ કરી રહ્યા છે. પરંતુ તેઓ એ જણાવતા નથી કે ઈસ્લામનો ઈતિહાસ સામ્રાજ્યવાદનો ઈતિહાસ છે કે નહીં, ઈસ્લામમાં બિનમુસ્લિમો સાથે ક્યો વ્યવહાર અપેક્ષિત છે, શું હિંદુસ્થાન પર આક્રમ અને શાસન કરનારા સુલ્તાન અને બાદશાહ જેમણે મંદિરો પણ તોડયા હતા અને જજિયા પણ લાગ્વયો હતો, તેઓ ઈસ્લામનું અનુસરણ કરતા હતા કે દુરુપયોગ. આ મુદ્દાઓને ઉઠાવતા તેઓ ઘણી વખત કહે છે કે આ બધી ઈતિહાસની વાતો છે. પરંતુ આ બાબત હિંદુઓ માટે રેડસિગ્નલ સમાન છે.
ઈતિહાસ ભૂલવા માટે નથી, ઈતિહાસ યાદ રાખવા માટે છે કે જેથી તેનું ફરીથી પુનરાવર્તન થાય નહીં. પરંતુ હિંદુઓને તથાકથિત ઉદારવાદીઓની ચિકણી વાતો આ કટુ ઈતિહાસને ભૂલાવી દેવા મથે છે અને તેને કારણે મુસ્લિમોની ધાર્મિક જોહૂકમીઓ તેઓ જાણે-અજાણે ચલાવે છે. પરંતુ એક સવાલ છે કે ભૂતકાળમાં મધ્ય એશિયાઈ શાસકોએ જે કર્યું, તેના માટે આજના મુસ્લિમ સમાજમાં જે માનસિકતા ઘર કરી ગઈ છે તે ઉત્તરદાયી હતી કે નહીં? સાથે સવાલ એ પણ છે કે મુસ્લિમ એ ધાર્મિક સ્થાનો પર કબજો જમાવી રાખવા કેમ ચાહે છે, જેને બળજબરીથી મધ્યયુગમાં મંદિરમાંથી મસ્જિદ બનાવવામાં આવ્યા હતા? તેઓ વક્ફ સંપત્તિની એક ઈંચ જમીન છોડવા માટે પણ કેમ રાજી નથી કે જ્યારે વક્ફ સંપત્તિ મૂળરૂપથી લૂંટવામાં આવેલી સંપત્તિ છે? આ દેશનો મુસલમાન ગોહત્યા કેમ ચાલુ રાખવા માંગે છે અને ગોપાલનમાં કેમ રસ દાખવતો નથી? આનો અર્થ એ થયો કે પ્રવર્તમાન મુસ્લિમ સમાજ આ બધી બાબતોને હિંદુઓ પાસેથી જીતવામાં આવેલી વસ્તુઓ તરીકે જોવે છે. આ બધી બાબતો કરવામાં મુસ્લિમ સમાજ પોતાનો અધિકાર સમજી રહ્યો છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશની ધરતી પણ આ રીતે જીતવામાં આવી છે. આધુનિક ભારતમાં ગાંધીજીથી લઈને અત્યાર સુધી હિંદુ-મુસ્લિમ એકતાના ઘણાં નિષ્ફળ પ્રયોગો થયા છે, કારણ કે આ તમામ પ્રયોગો બૌદ્ધિક નિષ્કપટતા પર નહીં, પણ બૌદ્ધિક તુષ્ટિકરણ પર આધારીત હતા. જો રોગનું નિદાન યોગ્ય ન થાય, તો દવા રોગને ઠીક કરવામાં કામમાં આવતી નથી. તેની સાથે નિષ્ણાત ડૉક્ટરની કડવી દવા કે શૈલ્ય ચિકિત્સા કરવાની જરૂરત હોય તો ઉંટવૈદોની મીઠી મધ જેવી દવા કામમાં આવતી નથી.

1 comment:

  1. એક અદભૂત લેખ
    પણ ભારત ની બિકણ અને કાયર પ્રજા અને રાજકારણીઓ પોતાની ઉદારતા ને નામે સ્વિકારશે નહી . 'ગુજરાત' વાળી થાય તો એમની શાન ઠેકાણે આવેએક અદભૂત લેખ
    પણ ભારત ની બિકણ અને કાયર પ્રજા અને રાજકારણીઓ પોતાની ઉદારતા ને નામે સ્વિકારશે નહી . 'ગુજરાત' વાળી થાય તો એમની શાન ઠેકાણે આવે...ઈસ્લામ ને ખરેખર આક્રમક બનતો અટકાવવા માટે કડક મા કડક શાશકો કે જેઓ જૂકે નહી પણ જૂકાવી દે એવાની જરુર છે ...બાકી આપણે બધા બોલીશુ તે અરણ્ય રુદન થી વધારે કાઈ નહી હોય...્ડોક્ટર સ્વામી એ સાચુજ કહ્યુ છે કે મુસ્લિમ બિરાદરો જો પોતે ભારતિય મૂળ અને કુળ ના છે એ વાત દિલ થી સ્વિકારે તો તેઓ ભારતિય 'ફીલ' કરશે . ખરે ખર તો એસ્લામ એમના 'નામો' માછે મહમદ 'મહેશ' બને તો પોતાને ભારતિય 'ફીલ' કરશે આવાનામો રાખવા થી ઈસ્લામ 'પતી' નથી જવાનો એ એમણે ખ્રિસ્તી ઓ ના હિંદુ નામો પરથી શિખવાની જરુર છે સ્મિતા કે સમર્થ નામ ધરાવનારો ખ્રિસ્તી મટી નથી જતો ...ઈસ્લામ ના 'ખોજા' કોમ મા હજી એ હિંદુ નામો જોવા મળે છે ...નામો બદલો ની જુંબેસ જરુરી નથી લાગતી?

    ReplyDelete