- આનંદ શુક્લ
પ. બંગાળમાં કેસરિયું પ્રભાત:
ભારતની સ્વતંત્રતા પ્રાપ્તિના 79 વર્ષે પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ જીત મેળવીને ભારતીય
જનસંઘના સંસ્થાપક અધ્યક્ષ ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીને તેમના ગૃહ રાજ્યમાં
શ્રદ્ધાંજલિ આપી છે. ભાજપે 46.2 ટકા વોટ સાથે 207 બેઠકો પ્રાપ્ત કરી
હતી. જ્યારે મમતા બેનર્જીની તૃણમૂલ કૉંગ્રેસ પાર્ટીએ 41.1 ટકા વોટ સાથે માત્ર 80 બેઠકોમાં સમેટાઈ જવાનો વારો આવ્યો. કૉંગ્રેસની
સ્થિતિ એટલી કફોડી થઈ કે માત્ર 3 ટકા વોટ સાથે તેને 2 બેઠકોથી સંતોષ માનવો પડયો. પશ્ચિમ બંગાળમાં 1977થી 2011 સુધી સત્તામાં રહેલો ડાબેરી મોરચો 2026ની વિધાનસભાની ચૂંટણીમાં મુસ્લિમ બહુલ મુર્શિદાબાદ જિલ્લાની
ડોમકલ બેઠક પરથી સીપીએમના મોહમ્મદ મુસ્તફિજુર રહમાનની જીત સાથે માત્ર એક બેઠક જ
પ્રાપ્ત કરી શક્યો. ડાબેરી મોરચા અને તેના ગઠબંધનના સાથીપક્ષોના કુલ મત 6.66 ટકા હતા. આમ બંગાળ લાલ રંગ જ રહ્યું.
પણ બંગાળ પર 2026માં કેસરી રંગ ચઢતા
પહેલા 2011થી 2026ના સમયગાળામાં મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી મુસ્લિમ સમર્થનના લીલા
રંગથી રંગાયેલી હતી. તેના કારણે ઘૂસણખોરોની આળપંપાળ, હિંદુઓના ભોગે મુસ્લિમ તુષ્ટિકરણ જેવી નીતિઓથી પશ્ચિમ બંગાળના હિંદુઓ કંટાળ્યા
હતા. પશ્ચિમ બંગાળમાં કેસરિયું પ્રભાત ઉગે તો જ રાજ્યની ઓળખ, અસ્મિતા અને સ્વાભિમાન બચી શકે, નહીંતર મમતા બેનર્જીની જીતની સ્થિતિમાં પશ્ચિમ
બંગાળને બાંગ્લાદેશમાં ફેરવતો નવો તબક્કો શરૂ થવાની ત્યાંના લોકોને ભીતિ હતી. તેથી
જ પશ્ચિમ બંગાળના બંને તબક્કામાં 92 ટકાથી વધારે મતદાન થયું અને આ એક વિક્રમજનક વોટિંગ હતું. તેમાંથી જ સંકેત મળી
રહ્યા હતા કે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી માટે વળતાપાણી છે.
જો કે મુસ્લિમ વોટર્સ મમતા બેનર્જી પાર્ટીને સમર્થન આપવામાં દર વખતની જેમ સાથે
જ હતા. જો કે ગત ચૂંટણી કરતા થોડાક વોટ જરૂરથી તૂટયા પણ એ એટલા ન હતા કે જેનાથી
મુસ્લિમ વોટને મમતા બેનર્જીથી દૂર કરવાનો દાવો થઈ શકે. પરંતુ હિંદુ વોટર્સ જરૂરથી
ટીએમસીથી અળગા થવા લાગ્યા હતા. તેથી જ ગત વખતે 77 બેઠકો મેળવનાર ભાજપને આ ચૂંટણીમાં 207 જેટલી માતબાર બેઠકો પ્રાપ્ત થઈ. જો કે ભાજપ અને ટીએમસી
વચ્ચે 5.1 ટકાનું જ અંતર છે.
પશ્ચિમ બંગાળની ચૂંટણીના પરિણામો ભારતને હિંદુ રાષ્ટ્ર તરીકે મજબૂત બનાવનારા
છે. ભારત અખંડ બનવું જ જોઈએ અને તેના માટેનું પહેલું પગથિયું છે કે આજનું આપણું
ભારત રાજકીય રીતે હિંદુ રાષ્ટ્ર તરીકે મજબૂત બને.
મુસ્લિમ વોટનો વીટો તોડનાર ગુજરાતનું પોલિટિકલ મૉડલ
આમ તો સ્વતંત્ર ભારતમાં મુસ્લિમ વોટનો વીટો રાજકારણના ઉર્ધ્વગમનનું કારણ છે.
સ્વતંત્રતા પછી જાતિવાદી રાજનીતિ કરીને હિંદુ સમાજના ભાગલા કરવાનું દુષ્કૃત્ય
કરનારા રાજકીય પક્ષો મુસ્લિમ વોટના વીટોને વોટબેંક બનાવીને પોતપોતાના મતસમીકરણો
પ્રમાણે વાપરતા રહ્યા છે. શ્રીરામજન્મભૂમિ આંદોલન થકી મુસ્લિમ વોટનો વીટો ભારતીય
રાજકારણમાંથી તબક્કાવાર દૂર થયો અને તેની શરૂઆત ગુજરાતના પોલિટિકલ મોડલથી થઈ.
ગુજરાતમાં એક અપવાદને બાદ કરતા 1990થી 2026 સુધી લોકસભા કે
વિધાનસભાની ચૂંટણીમાં એકપણ મુસ્લિમને ટિકિટ આપવામાં આવી નથી. આના પહેલા સ્થિતિ એવી
હતી કે સેક્યુલર દેખાવા માટે મુસ્લિમ ઉમેદવારોને ચૂંટણીમાં ઉતારવા. પણ ભાજપે
ગુજરાતમાં પોતાના આગવા પોલિટિકલ મોડલ તરીકે સાબિત કર્યું કે મુસ્લિમો વગર પણ
ચૂંટણી જીતાય અને સરકાર બનાવીને તેને સફળતાપૂર્વક સુશાસન અને વિકાસના માર્ગે
ચલાવીને સૌનું કલ્યાણ કરી શકાય છે.
આ સિવાય ગુજરાતના પોલિટિકલ મોડલનો સૌથી મોટો સંદેશ હતો કે જે મુસ્લિમો સાથે
આવશે તેમને કોઈપણ પ્રકારના તુષ્ટિકરણ વગર સાથે રાખીને, જો કોઈ મુસ્લિમ સાથે નહીં આવે તો તેમને સાથે લીધા
વગર અને જો કોઈ મુસ્લિમ વિરોધ કરશે તો તેમના વિરોધ છતાં લોકકલ્યાણ અને વિકાસની
યાત્રા સુશાસનમાં ચાલુ જ રહેશે. તેને કોઈ અટકાવી શકશે નહીં.
ગુજરાત પછી દેશના બીજા રાજ્યોમાં પણ આ પોલિટિકલ મોડલ ધીરેધીરે સ્થાપિત થવા
લાગ્યું. 18 ટકા મુસ્લિમોની
વસ્તી ધરાવતા ભારતના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની આગેવાનીમાં
જ્યારે 2017માં સરકાર બની, ત્યારે પણ આ જ મોડલનું સંશોધિત સ્વરૂપ દેશને જોવા
મળ્યું. મુસ્લિમ વોટના વીટોનું ફીંડલું વાળવાની સાથે સડક-શેરીઓમાં મુસ્લિમ
દાદાગીરીના વીટોનું પણ બુલડોઝર એક્શન્સથી ફીંડલુવાળીને આવા તત્વોને સીધા દોર
કરવાનું કામ આ મોડલ હેઠળ થયું.
તેના પછી પૂર્વોત્તરના રાજ્ય આસામ કે જ્યાં મુસ્લિમોની વસ્તી 33 ટકા છે, ત્યાં પણ મુસ્લિમ વોટનો વીટો ખતમ કરીને પહેલા સર્વાનંદ સોનોવાલ અને પછી હિમંત
બિસ્વા સરમાએ અરાજક તત્વો સામે કડક કાર્યવાહીનું મોડલ વધુ સંશોધિત કર્યું.
પૂર્વોત્તર બાદ પૂર્વમાં એકમાત્ર પશ્ચિમ બંગાળ હતું કે જ્યાં 30 ટકા જેટલા મુસ્લિમો હોવાથી મુસ્લિમ વોટનો વીટો
કૉંગ્રેસના 1977 પહેલાના શાસનમાં
અને ડાબેરીઓના 1977થી 2011 સુધીના રાજમાં અને છેલ્લે મમતા બેનર્જીના 2011થી 2026 સુધીના શાસનમાં જોવા મળ્યો હતો. આ સરકારો મુસ્લિમોના મોટા સમર્થનો સાથે રચાઈ
હતી. તેથી મુસ્લિમોને હિંદુઓના ભોગે ઘણા પોલિટિકલ કન્સેશનો મળતા રહ્યા.
પણ 2026ની વિધાનસભાની
ચૂંટણીએ સાબિત કર્યું કે હિંદુ વોટના વીટો સામે મુસ્લિમ વોટના વીટોની કોઈ વિસાત
નથી. બટોંગે તો કટોંગે.... યોગી આદિત્યનાથ ઘણી વખત બોલી ચુક્યા છે અને પશ્ચિમ
બંગાળના હિંદુઓએ જાતિઓમાં વિભાજીત થવાનું સ્વીકાર્યું નહીં અને હિંદુ તરીકે વોટ
કર્યો. તેનું પરિણામ છે રાજ્યમાં સત્તાપરિવર્તન.
બિનભાજપી પક્ષો જાણે કે નવી મુસ્લિમ લીગ!
મુસ્લિમોના ટેકાવાળી ઓલ ઈન્ડિયા સેક્યુલર ફ્રન્ટને 1.5 ટકા વોટ મળ્યા અને માત્ર 1 બેઠક મળી. પશ્ચિમ બંગાળમાં બાબરીનું નિર્માણ કરનારા હૂમાયું કબીરની આમ જનતા
ઉન્નયન પાર્ટીને માત્ર 0.7 ટકા વોટ સાથે 2 બેઠકો મળી. જ્યારે
એઆઈએમઆઈએમ (ઓવૈસીની પાર્ટી)ને 12 બેઠકો પર માત્ર 0.1 ટકા વોટ મળ્યા.
આ પરિણામનો સીધો અર્થ છે કે મુસ્લિમ વોટો પર રાજનીતિ કરનારાઓને બંગાળની જેમ
ભારતના મુસ્લિમોમાં ત્યાં સુધી સ્થાન મળતું નથી કે જ્યાં સુધી તેમની જીતવાની પ્રબળ
સંભાવના બને નહીં. એટલે કે મુસ્લિમ ભાજપની સામે જીતવાની શક્યતા ધરાવતા કથિત
ધર્મનિરપેક્ષ પણ તુષ્ટિકરણવાદી પક્ષને ટેકો આપે છે. તેનું જ પરિણામ છે કે ટીએમસીના
જીતેલા 80 ધારાસભ્યોમાંથી 32 ધારાસભ્યો છે. જ્યારે કોંગ્રેસના જીતેલા બંને
ધારાસભ્યો મુસ્લિમ છે. સીપીએમના 1 અને એઆઈએસએફના 1 ધારાસભ્ય પણ
મુસ્લિમ છે. આમ 294માંથી પશ્ચિમ
બંગાળની વિધાનસભામાં 38 મુસ્લિમ ધારાસભ્યો
ચૂંટાયાછે. જો કે ગત વિધાનસભામાં કુલ મુસ્લિમ ધારાસભ્યો 42 હતા અને તેમાથી 41 ટીએમસીના હતા. આ ઘટાડો પણ ઘણું બધું સૂચવી જાય છે.
આ સિવાય અન્ય રાજ્યોની વાત કરીએ તો આસામમાં 126 બેઠકોમાંથી કુલ 22 મુસ્લિમ ધારાસભ્યો છે. જેમાંથી 18 ધારાસભ્યો કોંગ્રેસના છે. કોંગ્રેસે આસામમાં કુલ 19 બેઠકો જીતી છે અને તેમનો એક જ ધારાસભ્ય અહીં હિદુ
છે. આ સિવાય એઆઈયૂડીએફના 2, ટીએમસી 1, રાઈજોર દળના 1 ધારાસભ્ય મુસ્લિમ છે. આસામમાં જે સ્થિતિ છે તેને
લઈને એઆઈયૂડીએફના અધ્યક્ષ બદરુદ્દીન અજમલે તો કોંગ્રેસને નવી મુસ્લિમ લીગ ગણાવી
દીધી છે.
કેરળમાં કુલ 140માંથી 35 મુસ્લિમ ધારાસભ્યો ચૂંટાયા. જેમાંથી સત્તાધારી
યુડીએફમાં ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગના 22, કૉંગ્રેસના 8 ધારાસભ્યો મુસ્લિમ છે. જ્યારે એલડીએફમાં સીપીએમના 4 અને સીપીઆઈના
1 ધારાસભ્ય મુસ્લિમ
છે.
તમિલનાડુમાં કુલ 234 બેઠક પર ચૂંટાયેલા 9 મુસ્લિમ ધારાસભ્યોમાંથી મુખ્યમંત્રી જોસેફ વિજયની
પાર્ટી તમિલગા વેત્રી કઝગમ (ટીવીકે)ના 3, ડીએમકેના 3, ઈન્ડિયન યૂનિયન મુસ્લિમ લીગના 2 અને કૉંગ્રેસના 1 ધારાસભ્ય મુસ્લિમ છે.
જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશ પુડ્ડુચેરીમાં કુલ 30માંથી એકપણ બેઠક પર મુસ્લિમ ધારાસભ્ય
ચૂંટાયા નથી.
આ ચારેય રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં ભાજપનો એકપણ ધારાસભ્ય મુસ્લિમ
નથી. ભાજપે મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ પણ આપી નથી અને ગુજરાતના પોલિટિકલ મોડલને આગળ
જ વધાર્યું છે, કે જેમાં મુસ્લિમ
વોટના વીટોને હિંદુ વોટના વીટોથી જવાબ આપવામાં આવ્યો છે.
કુલ મળીને એવી તસવીર ઉભરી રહી છે કે ભાજપ હિંદુ વોટર્સનો વિશ્વાસ ધરાવતી
પાર્ટી છે અને બિનભાજપી રાજકીય પક્ષો જાણે કે મુસ્લિમો માટે રાજ્યો પ્રમાણે તેમની
ભાજપ સામે જીતવાની ક્ષમતાને લઈને મુસ્લિમ લીગની ભૂમિકામાં હોય.
2029માં આખું ભારત કેસરિયું બનશે, પણ હિંદુઓએ જાતિગત સેન્સસ બાદ મુસ્લિમ વોટનો વીટો
પુનર્જીવિત થતો અટકાવવો પડશે :
2029ની લોકસભાની ચૂંટણીમાં પણ ભારતના હિંદુઓ પશ્ચિમ બંગાળની
તર્જ પર વોટિંગ કરે, તો આખું ભારત કેસરી
રંગે રંગાઈને વિશ્વમાં કેસરી બનીને ગર્જી શકે છે. પણ તેના પહેલા 2027માં યુપી, ગુજરાત, પંજાબ સહીતના 7 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ આવવાની છે. આ
વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન જ દેશમાં 1931 બાદનો પહેલો જાતિગત વસ્તીગણતરી ધરાવતો સેન્સસ પણ જાહેર થઈ
શકે છે. આવા સંજોગોમાં દેશમાં ફરી એકવાર જાતિવાદી રાજનીતિ પુનર્જીવિત કરવાની
કોશિશો મુસ્લિમ તુષ્ટિકરણવાદી પક્ષો હિંદુઓની કોઈને કોઈ જાતિ સાથે પોતાને જોડીને
કરશે. આવા સંજોગોમાં દેશમાં ફરીથી મુસ્લિમ વોટનો વીટો પ્રાસંગિક બનવાની રાજકીય
સંભાવનાઓ વધી જશે.
ભારતમાં હિંદુ સમાજની ફૉલ્ટલાઈન્સમાં જાતિ સૌથી મોટી ફૉલ્ટલાઈન છે. હિંદુ
સમાજની સમરસતા માટે જાતિવાદી રાજનીતિ સોનાની થાળીમાં લોઢાની મેખ છે. આવા સંજોગોમાં
2014થી શરૂ થયેલી દેશની રાજનીતિના હિંદુકરણની પુરઝડપે
ચાલતી પ્રક્રિયામાં થોડો વિક્ષેપ પડી શકે છે. પણ ભારતના ઈતિહાસ અને સ્વતંત્ર
ભારતની રાજકીય ઘટનાઓને જોયા બાદ જાતિવાદના દુષ્ચક્રવાળી રાજનીતિમાં દેશના હિંદુઓએ
ફસાવવું જોઈએ નહીં. સામાજિક મુદ્દાને રાજકીય બનાવીને મુસ્લિમ વોટના વીટોને
પુનર્જીવિત થવાની તક આપવી જોઈએ નહીં. બાકી આવું થવા દેવામાં આવશે, તો દેશની રાજનીતિના તમામ ટર્નિંગ પોઈન્ટ્સ પર
મુસ્લિમ વોટના વીટોના પુનર્જીવિત કરનારો યુટર્ન ભારે પડશે.
ભારતીય જનસંઘના અધ્યક્ષ દિવંગત પંડિત દીનદયાલ ઉપાધ્યાયે પણ મુસ્લિમોને
રાજનીતિમાં અપ્રાસંગિક બનાવીને દેશના મુખ્ય પ્રવાહમાં સામેલ કરવાનો વિચાર રજૂ
કર્યો હતો. તેની નીતિ કહો કે રણનીતિ એક જ છે, મુસ્લિમ તુષ્ટિકરણને જાકારો. પણ જાતિવાદી રાજનીતિ ફરીથી જીવતી થઈ, તો સેક્યુલર હોવાનો દાવો કરનારા મુસ્લિમ તુષ્ટિકરણવાદી
પક્ષો જોડતોડની વોટબેંકની રાજનીતિ બેફામપણે ખેલશે.
યાદ રાખો પશ્ચિમ બંગાળ સહીત ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની ચૂંટણી
દેશના જાતિગત સેન્સસની પહેલાની ચૂંટણીઓ છે. આ કાસ્ટ સેન્સસ પહેલાની મોટાભાગની
ચૂંટણીમાં આવા પરિણામો જોવા મળશે. પરંતુ કાસ્ટ સેન્સસ પછી જે દેશની અંદર-બહારની
શક્તિઓ ભારતમાં મુસ્લિમ વોટનો વીટો ચલાવવાની મનસા ધરાવે છે, તેઓ દેશમાં હિંદુ વોટના વીટોને ખતમ કરવા માટે
જાતિવાદી રાજનીતિને લોહિયાળ બનાવવાની કોશિશ કરશે. પણ આનો ઉકેલ આપણે સૌ હિંદુઓએ
સાથે મળીને આપણા હિંદુ રાષ્ટ્રને વધુ મજબૂત બનાવીને આપવાનો છે. ભારતના હિંદુ
રાષ્ટ્રે રાજકીય રીતે પણ આના માટે પહેલા પરોક્ષ અને પછી પ્રત્યક્ષપણે હિંદુ
રાષ્ટ્ર તરીકે જ વિશ્વની સામે આવવું પડશે, કારણ કે આજના ભારતનું હિંદુ રાષ્ટ્ર બનવું અને હોવું જ અખંડ ભારતના આવતીકાલની
પહેલી શરત છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો