- આનંદ શુક્લ
ભારત હિંદુ રાષ્ટ્ર છે. આમા કોઈને શંકા નથી, પણ શંકા પેદા કરવામાં આવી રહી છે. આનું એકમાત્ર કારણ ભારતની સ્વતંત્રતા પછીની રાજનીતિ છે. આ રાજનીતિએ ભારતમાં વિભેદ-મતભેદથી સત્તા સમીકરણો સાથીને ખુરશીની સાધનાની રાજકીય પરંપરા જ જોઈ છે. ભારતમાં સ્વરાજ્યથી સ્વરાષ્ટ્ર તરફ જવાનો એક માર્ગ પ્રશસ્ત થવો જોઈએ. આવા વૈચારિક દિગ્વિજયી દિગ્દર્શનનું કામ કરનારા વૈચારિક સાધનાના સાધક ઋષિઓમાંથી એક પંડિત દીનદયાલ ઉપાધ્યાય છે. તેમણે ભારતના દિગ્વિજયી વિચારોનો દિગ્દર્શન કર્યું છે.
17 મે, 1965ના રોજ આંધ્રપ્રદેશના સંઘ શિક્ષા વર્ગના બૌદ્ધિક વર્ગમાં પં. દીનદયાલ ઉપાધ્યાયે રાવલપિંડીનો તખ્ત તોડવો પડશે તેવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. પં. દીનદયાલ ઉપાધ્યાયે કહ્યુ હતુ કે મુસ્લિમની રાજકીય આકાંક્ષાઓને પરાજીત કરવાનો પ્રયત્ન શિવાજીએ કર્યો. સદાશિવ ભાઉએ દિલ્હી પર આક્રમણ કરીને દિલ્હીના તખ્તને તોડયો, કારણ કે તે સમયે તે તખ્ત જ તેમના રાજકીય વર્ચસ્વનું પ્રતીક હતો. આજે ફરીથી તે દૂષિત પ્રવૃત્તિને નષ્ટ કરવાની છે, તો તેમનો તખ્ત તોડવો પડશે. પરંતુ હવે તેમનો તખ્ત દિલ્હી ન રહી રાવલપિંડીમાં છે. માટે જ્યાં સુધી રાવલપિંડીનો તખ્ત તૂટતો નથી, ત્યાં સુધી રાષ્ટ્રીય આત્મસાતીકરણનું કાર્ય પ્રારંભ નહીં થાય. (પૃષ્ઠ-135, દીનદયાલ ઉપાધ્યાય સંપૂર્ણ વાડ્.મય ખંડ-12, (હિદી), સંપાદક- ડૉ. મહેશચંદ્ર શર્મા, પ્રકાશક-પ્રભાત પ્રકાશન, , સંસ્કરણ- પ્રથમ, 2016)
રાવલપિંડી અખંડ ભારતના ટુકડા કરીને બનાવવામાં આવેલા પાકિસ્તાનની સેનાનું મુખ્યાલય છે અને પાકિસ્તાનની સત્તાનું કેન્દ્રબિંદુ પણ છે. પાકિસ્તાન બન્યા પછી ભારતમાં મજહબી ઉન્માદ ફેલાવવાની કોશિશો હેઠળ ઈસ્લામિક આતંકવાદને પોષિત-પ્રેરીત કરવાની કોશિશોથી આપણે સૌ અવગત છીએઆ સમસ્યાને સમજવા માટે થોડીક તેની પૃષ્ઠભૂમિ પણ જોઈ લઈએ. તેના પહેલા યાદ રાખવું જોઈએ કે ભારત, ભારતના લોકો, ભારતના હિંદુઓએ કોઈપણ ગુંચવાડાજનક વૈચારિક વંટોળમાં ફસાવવું જોઈએ નહીં. મજહબી ઉન્માદ ભારતની મોટાભાગની સમસ્યાનું મૂળ છે. સ્વતંત્રતા પૂર્વે 1946ની ચૂંટણી યોજાઈ તેમાં પાકિસ્તાનના મુદ્દાને લઈને તત્કાલિન અખંડ ભારતના 95 ટકા જેટલા મુસ્લિમોએ ભાગલાવાદી મુસ્લિમ લીગને પોતાના મત આપ્યા હતા. એક ઉત્તર-પશ્ચિમ પ્રાંતને બાદ કરતા તત્કાલિન અખંડ ભારતના પ્રાંતોમાં મુસ્લિમોએ પાકિસ્તાનનું સમર્થન કર્યું હતું.
ત્યારે મુસ્લિમ તુષ્ટિકરણની નીતિની પરાકાષ્ઠા એ હતી કે આખા અખંડ ભારતની બાગડોર મુસ્લિમ લીગને સોંપવા માટે ગાંધીજી તૈયાર થઈ ગયા હતા. પરંતુ મુસ્લિમોના અલગ રાજ્યની સંભાવનાને જોતા ત્રણ પેઢી પહેલા ઈસ્લામ અંગિકાર કરીને મુસ્લિમ બનેલા પરિવારના મહંમદ અલી ઝીણા કોઈપણ પ્રકારની સમજૂતીનો ઈન્કાર કરી ચુક્યા હતા.
મુસ્લિમોની કદાચ એવી કલ્પના રહી હશે કે મુસ્લિમોનો અલગ દેશ ભારતની ભૂમિ પર ઉભો કર્યા બાદ આગળ જઈને આખા ભારત પર મુસ્લિમ વર્ચસ્વ સ્થાપિત કરવા માટેની એક આધારભૂમિ ઉપલબ્ધ થશે. ત્યારે ઝીણાનું એક વિધાન પ્રસિદ્ધ થયું હતું કે પાકિસ્તાન જલ્દી આસામને ગળી જશે. જો કે આસામ ભારતનો જ અભિન્ન હિસ્સો છે. પણ આસામ રાજ્યમાં 38થી 40 ટકા મુસ્લિમ વસ્તી છે. તેનો અર્થ એ છે કે ઝીણા અને તેના પાકિસ્તાન પરસ્ત મુસ્લિમોની ટોળકી આસામ જેવા ભારતના ભૂભાગોની ધાર્મિક વસ્તી સંતુલનને ખોરવીને તેને પાકિસ્તાનનો ભાગ બનાવવા માંગતા હતા.
અખંડ ભારત અને તેના પછીના પાકિસ્તાન બન્યા બાદના સ્વતંત્ર ભારતની સૌથી મોટી રાજકીય સમસ્યા મુસ્લિમ મજહબી ઉન્માદ છે. પંડિત દીનદયાલ ઉપાધ્યાયે કહ્યુ હતુ કે એકમ સદવિપ્રા: બહુધા વદન્તિ, આવું આપણે કહી છીએ. સત્ય એક છે, પરંતુ તત્વવેતા તેને અલગ-અલગ રીતે પ્રગટ કરે છે. આના આધારે આપણે ઈશ્વરને ગણેશ, શિવ, વિષ્ણુ આદિના સ્વરૂપે પૂજીએ છીએ. જો કોઈને મોહમ્મદની પૂજા કરી તો પણ વાંધાની વાત નથી. પંરતુ જો મુસ્લિમ મોહમ્મદનો અનુયાયી છે, જો તે અનુયાયી માત્ર હોય તો કોઈ ચિંતાની વાત નથી. પરંતુ ચિંતાનો વિષય એ છે કે મુસ્લિમ બન્યા બાદ તેની પ્રકૃતિ બદલાઈ જાય છે. તે રાષ્ટ્રથી અલગ થઈ જાય છે અને રાષ્ટ્ર માટે શત્રુ બની જાય છે. જ્યારે આ સ્થિતિ આવે છે, ત્યારે હિંદુ અને મુસ્લિમમાં ભેદ જોવા મળે છે. (પૃષ્ઠ-126, દીનદયાલ ઉપાધ્યાય સંપૂર્ણ વાડ્.મય ખંડ-12, (હિદી), સંપાદક- ડૉ. મહેશચંદ્ર શર્મા, પ્રકાશક-પ્રભાત પ્રકાશન, , સંસ્કરણ- પ્રથમ, 2016)
1947માં ભારતના ભાગલા બાબતે પં. દીનદયાલજીએ લખ્યું કે 1947માં થયેલો આ પરાભવ ભારતીય એકત્વની અનુભૂતિનો પરાજય નથી, પણ રાષ્ટ્રીય એકતાના નામે કરવામાં આવેલા ભ્રાંત પ્રયાસોનો પરાજય છે. આપણે એટલા માટે નથી હાર્યા કે આપણા ઉદેશ્યમાં કોઈ દોષ હતો, પરંતુ એટલા માટે કે આપણો માર્ગ ખોટો હતો. (પૃષ્ઠ-129, પંડિત દીનદયાલ ઉપાધ્યાય વિચાર-દર્શન, ખંડ-5 રાષ્ટ્રની અવધારણા (હિંદી), લે. - ચંદ્રશેખર પરમાનંદ ભિષીકર, અનુવાદક - મોરેશ્વર તપસ્વી, સુરુચિ પ્રકાશન દિલ્હી, દ્વિતિય સંસ્કરણ- 1991)
ભારતમાં હજારો વર્ષોથી ચાલતા ઈતિહાસ અને જેમાં સંપૂર્ણ જીવન આવી જાય છે, તે તમામ બાબતોનો કોઈ શબ્દમાં સમાવેશ થાય તો તે હિંદુ છે. તે ભારતીયોને ભારતીયો સાથે જોડનારો શબ્દ છે. પણ તેને રાષ્ટ્રવાચકના સ્થાને પંથવાચક તરીકે જ વાપરવામાં આવ્યો છે. પં. દીનદયાલે સ્વતંત્રતા પહેલા અને પછી થયેલા હિંદુ -મુસ્લિમ એકતાના પ્રયત્નોની નિષ્ફળતાને દર્શાવીને હિંદુ એકતા પર ભાર મૂક્યો છે. પં. દીનદયાલજીએ કહ્યુ છે કે હિંદુ-મુસ્લિમ યૂનિટીના તો લોકોએ સૂત્રો પોકાર્યા, પરંતુ તેઓ એક વાત ભૂલી ગયા કે હિંદુ યૂનિટી પણ કોઈ ચીજ છે. આખરે જેમને જોડવાના છે, જો મુસ્લિમોને હિંદુ સાથે મિલાવવાના છે, તો કેટલાક લોકો આને માનીને ચાલે છે કે જો હિંદુ-મુસ્લિમ એકતા હશે, તો મુસ્લિમોને હિંદુઓની સાથે મિલાવવાના છે. જો હિંદુઓની સાથે મિલાવવાના છે, તો હિંદુ તેનું પણ એક અસ્તિત્વ હોવું જોઈએ. આ એક અસ્તિત્વનો આ શબ્દ દ્વારા તેમણે સ્વીકાર કરી લીધો, પરંતુ આ અસ્તિત્વને વ્યવહાર દ્વારા સ્વીકાર્યું નથી અને વ્યવહારથી વિપરીત કરવાનો પ્રયાસ કર્યો અને તેનું પરિણામ એ આવ્યું કે બધું હોવા છતાં પણ કોઈ સૂત્ર નથી. તેથી તમામ પ્રકારના સંઘર્ષ પેદા થાય છે, તમામ પ્રકારના ઝઘડા પેદા થઆય છે. (પૃષ્ઠ - 118 , દીનદયાલ ઉપાધ્યાય સંપૂર્ણ વાડ્.મય ખંડ-14, (હિદી), સંપાદક- ડૉ. મહેશચંદ્ર શર્મા, પ્રકાશક-પ્રભાત પ્રકાશન, , સંસ્કરણ- પ્રથમ, 2016)
હિંદુ-મુસ્લિમ એકતાના નામે થયેલા પ્રયાસોમાં હિંદુ એકતા લગભગ ગેરહાજર જ રહી અને તેના કારણે હિંદુઓની સામાજીક-રાજકીય એકતા થઈ નહીં. આ કારણ છે કે 1940થી 1947 વચ્ચે ઝીણા એ જ ભાષા બોલ્યા કે જે ભાષા શાહ વલીઉલ્લાહ ખાન અને સર સૈયદ અહમદ બોલતા હતા. ઝીણાએ કહ્યુ હતુ કે હું મારા જ બળ પર નિર્ભર છું. અંગ્રેજોનો ભરોસો કરતો નથી, ન તો હિંદુ બનિયાંઓનો કરું છું. આજે અમે ભારતના માત્ર એક ચતુર્થાંસ ભાગની માગણી કરી છીએ. ત્રણ ચતુર્થાંસ દેશને અમે હિંદુઓ માટે છોડવા તૈયાર છીએ। તે જો પોતાની હઠ નહીં છોડે તો કદાચ તે પણ તેમને નહીં મળે. હિંદુઓએ વિગત એક હજાર વર્ષથી ભારત પર શાસન કર્યું નથી. તેમને પોતાનું રાજ ચલાવવા માટે ત્રણ ચતુર્થાંસ ભારત આપવા માટે અમે તૈયાર છીએ. અમારા એક ચતુર્થાંસ ભાગની અભિલાષા છોડી દે. (પૃષ્ઠ-127, પંડિત દીનદયાલ ઉપાધ્યાય વિચાર-દર્શન, ખંડ-5 રાષ્ટ્રની અવધારણા (હિંદી), લે. - ચંદ્રશેખર પરમાનંદ ભિષીકર, અનુવાદક - મોરેશ્વર તપસ્વી, સુરુચિ પ્રકાશન દિલ્હી, દ્વિતિય સંસ્કરણ- 1991)
ભારતમાં તત્કાલિન નેતાગીરી દ્વારા હિંદુ-મુસ્લિમ એકતાના મુસ્લિમ તુષ્ટિકરણને આગળ રાખીને કરવામાં આવેલા પ્રયાસોનું જ પરિણામ ઘણું ભયાનક આવ્યું. મુસ્લિમ લીગના અધ્યક્ષ મહંમદ અળી ઝીણાએ કહ્યુ હતુ કે ભારતની સમસ્યા આંતરરાજ્યીય નથી, આંતરરાષ્ટ્રીય છે. આ શાંતિ લાવવી હોય તો અહીંની મુખ્ય જાતિઓને ભારતના અલગ-અલગ ટુકડા કાપીને આપી દેવા જ પડશે. ભારતમાં હિંદુ અને મુસ્લિમ મળીને એક મિલીજુલી રાષ્ટ્રીયતા પ્રાપ્ત કરી શકશે, આ એક કોરું સપનું માત્ર છે. મુસ્લિમ એક લઘુમતી સમુદાય નથી, એક રાષ્ટ્ર છે. તેને પોતાની સ્વતંત્ર ભૂમિ અને રાજ્ય મળવા જોઈએ. (પૃષ્ઠ-127, પંડિત દીનદયાલ ઉપાધ્યાય વિચાર-દર્શન, ખંડ-5 રાષ્ટ્રની અવધારણા (હિંદી), લે. - ચંદ્રશેખર પરમાનંદ ભિષીકર, અનુવાદક - મોરેશ્વર તપસ્વી, સુરુચિ પ્રકાશન દિલ્હી, દ્વિતિય સંસ્કરણ- 1991)
હિંદુ -મુસ્લિમ એકતાના ખોટી દિશામાં થયેલા પ્રયાસોએ જ ભારતના ભાગલા કરાવ્યા અને સ્વતંત્ર ભારતના 80મા સ્વતંત્ર દિનની ઉજવણીએ પણ ભારતમાં કોમ્યુનલ પ્રોબ્લેમ અર્થાત કોમવાદી સંઘર્ષનો પ્રશ્ન યથાવત છે. પંડિત દીનદયાલજીએ કહ્યુ હતુ કે શું વિભાજને એ સ્પષ્ટ દેખાડી દીધું નથી કે તુષ્ટિકરણ એકતાનું સાધન બની શકે નહીં? તો પછીના સમયગાળામાં આપણે આ સાધનો બાબતે પુનર્વિચાર કર્યો નહીં? આપણે શા માટે અસંદિગ્ધ શબ્દોમાં ઘોષિત કર્યું કે ભારતમાં ઉપાસના પદ્ધતિઓની વિવિધતા તો રહી શકે છે, પરંતુ રાષ્ટ્રીય સાંસ્કૃતિક ધારા એક જ રહેશે અને જે તે ધારાની સાથે પોતાને સમરસ નહીં કરી શકે, તે અહીંના રાષ્ટ્રીય નહીં રહી જાય? (પૃષ્ઠ-129, પંડિત દીનદયાલ ઉપાધ્યાય વિચાર-દર્શન, ખંડ-5 રાષ્ટ્રની અવધારણા (હિંદી), લે. - ચંદ્રશેખર પરમાનંદ ભિષીકર, અનુવાદક - મોરેશ્વર તપસ્વી, સુરુચિ પ્રકાશન દિલ્હી, દ્વિતિય સંસ્કરણ- 1991)
સ્પષ્ટ છે કે સંસ્કૃતિ જ આપણા રાષ્ટ્રીય એકાત્મતાનું પ્રાણતત્વ છે. ભારતમાં મુસ્લિમો આક્રમણખોરો તરીકે આવ્યા અને તે ભાવનાથી જ સ્વતંત્ર ભારતમાં રહે તો તેને લઈને રાષ્ટ્રીય પ્રવાહની સમરસતાની પદ્ધતિઓ પર વિચારણા થવી જોઈએ. પાકિસ્તાનનું નિર્માણ ભારતભૂમિ પર થયેલું રાજકીય આક્રમણ જ છે. આપણે ભલે તેને વિભાજન કહીએ, પણ તે હજાર-બારસો વર્ષ પહેલા શરૂ થયેલા આક્રમણોનો એક નવો અધ્યાય છે.
પાકિસ્તાન અખંડ ભારતનો જ આક્રમિત ભાગ છે અને તેને ફરીથી આ અખંડ હિંદુ રાષ્ટ્રનું અંગ બનાવવું જોઈએ. કોઈ સમજૂતી સ્વીકાર્ય ન હોવી જોઈએ. પણ આ કેવી રીતે થશે, તેને લઈને પંડિત દીનદયાલ ઉપાધ્યાયે આપેલો જવાબ પણ સાંભળી લેવો જોઈએ કે મુસ્લિમોને રાજકીય મોરચે હરાવીને. (પૃષ્ઠ - 131, પંડિત દીનદયાલ ઉપાધ્યાય વિચાર-દર્શન, ખંડ-5 રાષ્ટ્રની અવધારણા (હિંદી), લે. - ચંદ્રશેખર પરમાનંદ ભિષીકર, અનુવાદક - મોરેશ્વર તપસ્વી, સુરુચિ પ્રકાશન દિલ્હી, દ્વિતિય સંસ્કરણ- 1991)
એ પણ સચ્ચાઈ છે કે ભારતના મુસ્લિમોમાં એ ઈચ્છા દેખાતી નથી કે દેશ અખંડ થઈ જાય. તેનું કારણ એ છે કે તેઓ સંપૂર્ણ ભારતવર્ષને ફરીથી ઈસ્લામિક સત્તાને આધીન બનાવવાની આધારભૂમિ તરીકે પાકિસ્તાનને જોવે છે. આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે પાકિસ્તાન તેમની દ્રષ્ટિએ એક સીડી હોય, તો અખંડ ભારતની પરિકલ્પનાનો તેવો કેવી રીતે સ્વીકાર કરશે? માટે અહીંપણ કોમવાદી રાજકીય આકાંક્ષાઓને નિષ્ફળ બનાવનારી રાષ્ટ્રીય શક્તિઓને પ્રબળ કરવાનો જ એકમાત્ર માર્ગ આપણી પાસે બાકી રહે છે. (પૃષ્ઠ -131 , પંડિત દીનદયાલ ઉપાધ્યાય વિચાર-દર્શન, ખંડ-5 રાષ્ટ્રની અવધારણા (હિંદી), લે. - ચંદ્રશેખર પરમાનંદ ભિષીકર, અનુવાદક - મોરેશ્વર તપસ્વી, સુરુચિ પ્રકાશન દિલ્હી, દ્વિતિય સંસ્કરણ- 1991)
આના માટે પંડિત દીનદયાલજીએ કહ્યુ કે એકતાની અનુભૂતિના અભાવને કારણે જ દેશ ખંડિત થયો, તો તે અનુભૂતિના અસ્તિત્વથી જ તે અખંડ થશે. આપણે તે દિશામાં પ્રયત્ન કરવા જોઈએ. મુસ્લિમોને ભારતીય બનાવવા માટે આપણે વિગત 50 વર્ષોમાં અપનાવેલી આપણી નીતિઓમાં પરિવર્તન કરવું પડશે. કોંગ્રેસે એકતાના પ્રયાસોને ખોટા આધાર પર કર્યો. રાષ્ટ્ર અને સંસ્કૃતિની અનાદિકાળથીચાલી આવતી વાસ્તવિક એકતાનો સાક્ષાત્કાર કરવાના સ્થાને અને સૌને તે એકતાનો અનુભવ કરાવવાના સ્થાને કોંગ્રેસે અનેકતાનું આત્મઘાતી પોષણ જ કર્યું. તેની સાથે જ તેણે અનેકોને કૃત્રિમ અને રાજકીય સોદાબાજીના આધારે એક કરવાની કોશિશ કરી. આ પ્રયાસો ક્યારેય સફળ થઈ શકે નહીં. રાષ્ટ્રીયતા અને અરાષ્ટ્રીયતાનું સમન્વય થવું અસંભવ જ છે. (પૃષ્ઠ-131 , પંડિત દીનદયાલ ઉપાધ્યાય વિચાર-દર્શન, ખંડ-5 રાષ્ટ્રની અવધારણા (હિંદી), લે. - ચંદ્રશેખર પરમાનંદ ભિષીકર, અનુવાદક - મોરેશ્વર તપસ્વી, સુરુચિ પ્રકાશન દિલ્હી, દ્વિતિય સંસ્કરણ- 1991)
ભારતમાં રહેતા મોટાભાગના મુસ્લિમો અને ખ્રિસ્તીઓના પૂર્વજ હિંદુ છે. આ તથ્ય નિશંકપણે સત્ય છે. પણ ભારતના રાષ્ટ્રીય પ્રવાહ સાથે નહીં ભળવાની મજહબી ઉન્માદી માનસિકતા તેમને આ તથ્ય સ્વીકારીને હિંદુઓ સાથે અલગ પૂજાપદ્ધતિ હોવા છતાં રાષ્ટ્રીય પ્રવાહ એક હોવાની સમરસતા કેળવવામાં મુખ્ય અડચણ છે.
પં. દીનદયાલજીએ કહ્યુ છે કે પાકિસ્તાન માત્ર એક પૃથક રાજકીય સત્તા નથી. હિંદુસ્થાનના ઐતિહાસિક રાષ્ટ્રીયત્વ સાથે નાતો તોડનારી, ભિન્ન અને શત્રુત્વની ભાવનાથી ઓતપ્રોત વિજાતીય રાષ્ટ્રીયતામાં તેમનો વિશ્વાસ છે. આ તો વિષ છે. (પૃષ્ઠ-133 , પંડિત દીનદયાલ ઉપાધ્યાય વિચાર-દર્શન, ખંડ-5 રાષ્ટ્રની અવધારણા (હિંદી), લે. - ચંદ્રશેખર પરમાનંદ ભિષીકર, અનુવાદક - મોરેશ્વર તપસ્વી, સુરુચિ પ્રકાશન દિલ્હી, દ્વિતિય સંસ્કરણ- 1991)
તેમણે આ વિષનો તોડ પણ જણાવ્યો છે અને કહ્યુ છે કે જ્યાં સુધી મુસ્લિમોનો રાજકીય પરાભવ નથી થતો, ત્યાં સુધી આનો હલ થઈ શકશે નહીં. આવા રાજકીય પરાભવ બાદ જ મુસ્લિમોને પોતાનામાં મિલાવી લેવાનું શક્ય બનશે. સમસ્યાનું આ યથાર્થ રુપ છે. આને સમજ્યા વગર તુષ્ટિકરણની નીતિ પર ચાલીને અથવા પ્રભાવહીન આહ્વાન કરીને હિંદુ-મુસ્લિમ એકતાના પ્રયાસો અહીં કરવામાં આવ્યા. કોઈ આશ્ચર્ય નથી કે તે નિષ્ફળ જ રહ્યા. આ નીતિને કારણે હિંદુ સમાજમાં હીનભાવ આવી ગોય છે, તેને પણ આ ભાગલાવાદીઓના રાજકીય પરાભવ કરીને દૂર કરી શકાશે. રાષ્ટ્રીય પુરષાર્થની ભાવનાને ફરીથી ઉન્મુક્તતા મળશે. પરાભવ બાદ આત્મનિરીક્ષણની ભાવના જાગે છે. મુસ્લિમ આવું આત્મનિરીક્ષણ કરશે, ત્યારે તે સત્યનો બોધ તેમનામાં પણ જાગશે કે ભારતની પરંપરા જ તેમની પોતાની પરંપરા છે અને આપણા પૂર્વજ એક જ છે તથા ભારતમાતા જ આપણી માતા છે. (પૃષ્ઠ-133 , પંડિત દીનદયાલ ઉપાધ્યાય વિચાર-દર્શન, ખંડ-5 રાષ્ટ્રની અવધારણા (હિંદી), લે. - ચંદ્રશેખર પરમાનંદ ભિષીકર, અનુવાદક - મોરેશ્વર તપસ્વી, સુરુચિ પ્રકાશન દિલ્હી, દ્વિતિય સંસ્કરણ- 1991)
તેથી જ પં. દીનદયાલ ઉપાધ્યાયે મુસ્લિમોના સ્વતંત્ર ભારતમાં રાજકીય પરાભવ અને તેની સાથે જ રાવલપિંડીના તખ્તને તોડવાની વાત કહી હતી, કારણ કે ભારતને દબાવી-કચડી અને ધર્માંતરીત કરીને ઈસ્લામિક બનાવવાની ઘેલછાનું આધારબિંદુ પાકિસ્તાન તેના સર્જનકાળથી જ બનેલું છે. પાકિસ્તાન ભારતમાં મુસ્લિમોને મજહબી ઉન્માદમાં ફસાવવાના કારસા કરતું રહે છે. પાકિસ્તાનના મોટા નેતાઓ ઘણીવાર કહી ચુક્યા છે કે પાકિસ્તાનની સરહદ ભૌગોલિક હોવાના સ્થાને માનસિક વધારે છે. કાશ્મીરમાં અંદાજે ચાર દાયકા જૂના ઈસ્લામિક આતંકવાદને પાકિસ્તાન કેવી રીતે પ્રેરીત-પોષિત કરી રહ્યું છે, તે આપણે સૌ જોઈ રહ્યા છીએ. ભારતમાં પણ વોટબેંકની રાજનીતિમાં કેવી રીતે મુસ્લિમ તુષ્ટિકરણ ચાલ્યું તેને પણ આપણે જોયું. હિંદુઓની રાજનીતિક એકતાએ 1989થી ભારતનું રાજનીતિક ચરિત્ર બદલવાની શરૂઆત કરી છે. 2014 બાદ આનો બીજો અધ્યાય શરૂ થયો છે. પણ હિંદુઓની રાજકીય એકતા સામાજિક એકતાના દ્રઢીકરણમાં નહીં વાપરવામાં આવે, તો તેનો ફાયદો પાકિસ્તાન પરસ્ત ભાગલાવાદીઓ અને વોટબેંકના સાધકો ઉઠાવશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો