શુક્રવાર, 5 જૂન, 2026

બાબર (Babur) ના ‘પૂર્વજ’ ભગવાન શ્રીકૃષ્ણ (Shri Krishna) ! બોલો રામદ્રોહીને “ભાઈ” ગણાવશો?



આનંદ શુક્લ (Anand Shukla) : દેશમાં હિંદુ-મુસ્લિમ (Hindu- Muslim) ના ડીએનએ (DNA) એક હોવાની અને બંનેના પૂર્વજો એક હોવાની ચર્ચાઓ ઘણાં લાંબા સમયથી થઈ રહી છે. આમ તો ખુદ ઈસ્લામ મજહબ અંદાજે 1400 વર્ષ જૂનો છે અને મોહમ્મદ પયગંબરે (Prophet Muhammad) તેની સ્થાપના તેના પહેલાના તમામ લોકો બિનમુસ્લિમ (Non-Muslim) જ હતા. આજે જેટલા પણ મુસ્લિમો છે, તે સૌના મૂળિયા બિનમુસ્લિમ છે. તેમાં યહૂદી (Jews) , ખ્રિસ્તી (Christians) , હિંદુ (Hindu) , બૌદ્ધ, પારસી સહીતના તમામ બિનઈસ્લામિક (Non-Islamic) ધર્મો સામેલ છે. આમા કોઈ શંકા નથી.

 

રામદ્રોહી બાબર (Babur) ના મૂળિયા ક્યાં પહોંચ્યા વાંચો?

આવી જ એક વાત ભારતમાં મુઘલ (Mughal) શાસનની સ્થાપના કરનારા આક્રમણખોર ચુગતાઈ (ચગતાઈ) કબીલાના મુસ્લિમ તુર્ક શાસક જહીરુદ્દીન મુહમ્મદ બાબરના મૂળિયા પણ ભારતના ભાટી રાજપૂતોથી લઈને છેક ભગવાન શ્રીકૃષ્ણ સુધી લંબાય છે. આ સાંભળીને સૌને આશ્ચર્ય થશે. પણ તેને ઘણાં ઉલ્લેખો ભારતના ઐતિહાસિક ગ્રંથોમાં જોવા મળે છે. તેના પહેલા બાબર વિશે જાણી લઈએ. બાબરના પિતાનું નામ ઉમર શેખ મિર્ઝા હતું અને તે ફરગાનાનો શાસક હતો. તે ભારત પર આક્રમણ કરનારા તૈમૂર લંગની પાંચમી પેઢીએ થયો હતો. જ્યારે બાબરની માતા કુતલુગ નિગાર ખાનમ મંગોલ વિજેતા બૌદ્ધ ધર્મી ચંગેઝખાનની 14મી પેઢીની હતી. આમ બાબર તુર્ક-મંગોલ હતો. 1526માં દિલ્હી પર આક્રમણ કરીને અફઘાન શાસક ઈબ્રાહીમ લોદીને હરાવીને ભારતમાં પગદંડો જમાવ્યો હતો. 1528માં અયોધ્યા ખાતે પવિત્ર રામજન્મભૂમિ પર આક્રમણ કરીને તેના સેનાપતિ મીર બાંકીએ બાબરી ઢાંચો ઉભો કરીને હિંદુઓની લાગણીઓને ચોટ પહોંચાડી હતી. તેને હિંદુઓએ 72 યુદ્ધો લડયા અને બ્રિટિશકાળથી કાયદાકીય લડાઈના અંતે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ રામજન્મભૂમિ મુક્ત કરાવાઈ. હવે અહીં ભવ્ય-દિવ્ય રામમંદિર બની ચુક્યું છે.

આ મુઘલ આક્રમણખોર બાબરના ચગતાઈ તુર્ક કબીલાનો વંશવેલો ભાટી રાજપૂતોના ઈતિહાસ સાથે મળતો હોવાનો એક ઉલ્લેખ जेसलमेर का इतिहास નામના વ્યાસ હરિદત્ત લિખિત પુસ્તકમાં મળે છે.

ભગવાન શ્રીકૃષ્ણના વંશમાં જન્મેલા મહારાજ શાલિવાહને જલાલ નામના શાસકને મારીને પોતાના પૂર્વજોની રાજધાની ગજનીને હસ્તગત કરી હતી. તેમણે યુવરાજ બાલન્દને ગઝની (Gazni) નું શાસન સોંપ્યું અને પોતે શાલિવાહનપુર (લાહોર) પરત ફર્યા હતા. મહારાજ શાલિવાહનના નિધન બાદ યુવરાજ બાલન્દે શાલિવાહનપુરનો કારભાર સંભાળ્યો અને પોતાના દ્વિતિય પુત્ર ભૂપતિને ગઝની (Ghazni) નું શાસન સોંપ્યું. ભૂપતિના પુત્ર ચિકેતાએ ભૂપતિના નિધન બાદ ગઝનીનું શાસન સંભાળ્યું.

આ એવો સમય હતો કે જ્યારે ગઝનીની આસપાસ મુસ્લિમોનો પ્રભાવ વધ્યો હતો. ગઝનીના સીમાવર્તી બલ્ખ બુખારા ક્ષેત્રમાં ઉવજક  વંશી બાદશાહ મૃત્યુ પામ્યો. તેને એક રૂપવાન કન્યા સિવાય કોઈ અન્ય સંતાન ન હતું. ચિકેતાએ પોતાની મુસ્લિમ પ્રજાના અનુરોધથી બલ્ખ પ્રદેશના રાજ્યની પ્રાપ્તિના લોભથી યવન મતનો સ્વીકાર કરીને તે પરમ સુંદરી ઉવજક વંશની કન્યા સાથે લગ્ન પણ કર્યા. તેનાથી તેના રાજ્યનો વિસ્તાર બુખારાથી ભારતના પશ્ચિમોત્તર સીમા પ્રાંત સુધી થઈ ગયો. ચિકેતાની સાથે તેના આઠેય પુત્રો પણ યવન મતાનુયાયી થઈ ગયા. હતા. આ ચિકેતાથી જ ચકતા અથવા ચગતાઈ નામની મુગલ જાતિની ઉત્પતિ થઈ છે. * (1) (પૃષ્ઠ -12,जैसलमेर का इतिहास, व्यास हरिदत्त गोविंद, 1947 માં પ્રકાશિત, Book Source: Digital Library of India Item 2015.321441 )

આ ચગતાઈ મુગલ અને તુર્કના સંમિશ્રણથી જ ચગતાઈ તુર્ક કબીલો બન્યો અને તેમાં રામજન્મભૂમિ તોડનાર બાબરનો જન્મ થયો હતો.

ઈતિહાસના જાણકારો મુજબ, ચકેતાઓના નેતા તમૂન્વીન (ચંગેજ ખાં) જટ અથવા જૂતિ જાતિમાં જન્મેલો પ્રસિદ્ધ મૂર્તિપૂજક હતો. જટ અને જૂતિ જાતિ યદૂવંશ સંભૂત છે અને તેમાંથી જ અફઘાન જાતિ ઉત્પન્ન થઈ છે. * (2) (પૃષ્ઠ - 13, जैसलमेर का इतिहास, व्यास हरिदत्त गोविंद, 1947 માં પ્રકાશિત, Book Source: Digital Library of India Item 2015.321441)

 

આ પુસ્તકના ઉલ્લેખ મુજબ, બાલન્દના દ્વિતિય પુત્ર ભૂપતિના પુત્ર ચિકેતાની સંતાનોએ જ સૌથી પહેલા રાજ્યના લોભથી યવન ધર્મનો સ્વીકાર કર્યો હતો. * (3) (પૃષ્ઠ-13,14, जैसलमेर का इतिहास, व्यास हरिदत्त गोविंद, 1947 માં પ્રકાશિત, Book Source: Digital Library of India Item 2015.321441)

બાલન્દના જયેષ્ઠપુત્ર શ્રી ભટ્ટીજીના જન્મ પહેલા આ રાજપૂત શાખ યાદવના નામથી પ્રસિદ્ધ હતી. પરંતુ ભટ્ટીજી પછી આ રાજપૂત શાખ અને તેમના ભાઈઓના વંશધર ભાટી નામથી વિખ્યાત થયા.

કૃષ્ણવંશી દેવેન્દ્રના મોટા પુત્ર અસપતમાંથી મુઘલ!

હવે શ્રીયદુવંશ પ્રકાશ અને જામનગરનો ઈતિહાસ પુસ્તકમાં આપેલા અંશો પણ જોઈએ. યાદવાસ્થળી અને ભગવાન શ્રીકૃષ્ણના દેહોત્સર્ગ બાદ બચેલી સ્ત્રીઓ, વૃદ્ધો અને બાળકોને લઈને ઈન્દ્રપ્રસ્થ પહોંચ્યા. ભગવાન શ્રીકૃષ્ણના જયેષ્ઠ પુત્ર પ્રદ્યૂમ્નના પુત્ર અનિરુદ્ધના પાટવી કુમાર શ્રી વજ્રનાભનો રાજ્યાભિષેક કર્યો હતો. વજ્રનાભના મોસાળ પક્ષમાં બાણાસુરના મરણ પછી (તેનો પુત્ર સગીરવયનો હતો, તે પણ થોડા કાળે મરણ પામતા) સોણીતપુર (મીસર)ની રાજ્યગાદી વજ્રનાભને મળી તેથી તેણે સહકુટુંબ ત્યાં જઈને નિવાસ કર્યો. *(4) (પૃષ્ઠ-22, શ્રી યદુવંશપ્રકાશ અને જામનગરનો ઈતિહાસસ કર્તા-પ્રકાશક કવિ માવદાનજી ભીમજીભાઈ રતનું, આવૃત્તિ-પ્રથમ, 1934)

શ્રીકૃષ્ણના અષ્ટ પટરાણીઓમાં શ્રી રુક્ષ્મણીજી મુખ્ય પટરાણી હતા, અને તે થકી પાટવી કુમાર શ્રી પદ્યુમ્નનો જન્મ થયો હતો. એ પ્રદ્યૂમ્નના પાટવી કુમાર શ્રી અનિરુદ્ધજી મીસરદેશના સોણીતપુર શહેરના રાજા બાણાસુરની કુંવરી ઉષા (ઓખા)નું હરણ કરી લાવ્યા હતા. આ યુદ્ધમાં બાણાસુરના બંને હાથો શ્રી કૃષ્ણ પરમાત્માએ કાપી નાખ્યા હતા. * (5) (પૃષ્ઠ-21, શ્રી યદુવંશપ્રકાશ અને જામનગરનો ઈતિહાસસ કર્તા-પ્રકાશક કવિ માવદાનજી ભીમજીભાઈ રતનું, આવૃત્તિ-પ્રથમ, 1934)

કેટલાક અન્ય સંદર્ભોમાં જણાવાય છે કે કૃષ્ણચંદ્ના રાણી જાંબુવંતીનો પુત્ર સાંબ થયો. તે સોણીતપુર (ઈજીપ્ત કહેવાય છે, પણ અરબસ્તાનનું વર્તમાન સેના હોવાનો વિશેષ સંભવ છે.)ના રાજા બાણાસુરના પ્રધાન કૌભાંડની પુત્રી રામા સાથે પરણ્યો. તેનો પુત્ર ઉષ્ણિક થયો. યાદવાસ્થળી સમયે તે સોણીતપુર હતો એટલે બચી ગયો. કૌભાંડ અપુત્ર ગુજરી જતાં તે તેની ગાદીએ બેઠો. * (6) (પૃષ્ઠ -12, સૌરાષ્ટ્રનો ઈતિહાસ (ઈ. સ. 1822 સુધી), લેખક- શંભુપ્રસાદ હરપ્રસાદ દેસાઈ, પ્રકાશક- શ્રી સૌરાષ્ટ્ર સંશોધન મંડળ, રાજકોટ, પ્રથમ આવૃત્તિ, 1957)

શ્રી યદુવંશ પ્રકાશ અને જામનગરનો ઈતિહાસ પુસ્તકમાં ઉલ્લેખ છે કે ઘણાં ઈતિહાસકારોએ વજ્રનાભને બદલે સાંબના પુત્ર ઉષ્ણિકને યાદવાસ્થળીમાં જીવતો રાખીને બાણાસુરનો પ્રધાન કૌભાંડ અપુત્ર ગુજરી જતાં સોણીતપુરની ગાદી ઉષ્ણિકને મળી અને તેનો વંશ ચાલ્યો તેમ લખે છે. પરંતુ તો ખાસ (કોઈ વહીવંચાઓએ ) કૌભાંડ જ રચેલું છે. કારણ કે બાણાસુરનો દોહિત્ર વજ્રનાભ હતો, નહીં કે ઉષ્ણિક, વળી ખાસ ધ્યાન ખેંચે એવી બાબત તો એ છે કે યાદવોના નાશનો શ્રાપ મેળવવામાં મુખ્ય પાત્ર સાંબ જ હતો અને ઋષીરાજે તે સાંબના કપટને કળી લઈને તેને જ સંબોધી શ્રાપ આપેલો હતો અને જેના કારણે યાદવાસ્થળી થઈ તો શ્રાપિ એવો જ સાંબ તેનો વંશ ક્યાંથી જ ચાલે? * (7) (પૃષ્ઠ-23, શ્રી યદુવંશપ્રકાશ અને જામનગરનો ઈતિહાસસ કર્તા-પ્રકાશક કવિ માવદાનજી ભીમજીભાઈ રતનું, આવૃત્તિ-પ્રથમ, 1934)

આ જ પુસ્તકમાં ઉલ્લેખ છે કે શ્રી મહાભારતના મુશલપર્વમમાં અધ્યાય -7 માં વજ્રનાભનો ઈન્દ્રપ્રશ્થમાં રાજ્યાભિષેક કર્યાનું લખે છે, જ્યારે પાંડવોએ સ્વર્ગમાં જવા પ્રયાણ કર્યું. ત્યારે ધર્મરાજા (યુધિષ્ઠિર)એ સુભદ્રાને ભલામણ કરી રહી હતી કે તમારા પુત્રનો પુત્ર કુરુવંશનો રાજા થશે તથા યાદવો ના શેષ રહેલા વજ્રને રાજા કર્યો છે, તો તમારે હસ્તિનાપુરમાં રહેલા રાજા પરિક્ષીતની અને ઈન્દ્રપ્રસ્થમાં રહેલા રાજા યાદવ એવા વજ્રની રક્ષા કરવી, (શ્રી મહાભારત મહાપ્રસ્થાનીકપર્વ- અધ્યાય-1 લો) શ્રી ભા. એ. સ્કં. અ. 31 શ્લોક 25 સ્ત્રીબાલ અને વૃદ્ધ જે હણાતાા બાકી રહેલા તેને લઈને અર્જુને ઈન્દ્રપ્રસ્થમાં આવી વજ્રનાભનો રાજ્યાભિષેક કર્યો. * (8) (પૃષ્ઠ- 23, શ્રી યદુવંશપ્રકાશ અને જામનગરનો ઈતિહાસસ કર્તા-પ્રકાશક કવિ માવદાનજી ભીમજીભાઈ રતનું, આવૃત્તિ-પ્રથમ, 1934)

જામનગર અને કચ્છ-ભુજના રાજ્યદફતરમાં પ્રદ્યુમ્નનો જ વંશ ચાલેલ છે, તેવું સ્પષ્ટ પેઢીનામું છે. *(9) (પૃષ્ઠ-23, શ્રી યદુવંશપ્રકાશ અને જામનગરનો ઈતિહાસસ કર્તા-પ્રકાશક કવિ માવદાનજી ભીમજીભાઈ રતનું, આવૃત્તિ-પ્રથમ, 1934)

શ્રીકૃષ્ણની 80મી પેઢીએ સુરસેનજી (વિક્રમ સંવત 603થી 613) ના સમયમાં યવનોએ ભયંકર કતલ ચલાવી કાબુલ દેશ લઈ લીધો, પાછળથી સુરસેનજીએ સામા હુમલાઓ કરીને યવનોને હાંકી કાઢી કાબુલ દેશ જીતી લીધો હતો , આના વખતમાં મીશ્ર કાબુલ અને આસપાસનો મુલક તેઓના તાબામાં હતો. તે સિવાય સિંધણાં લોહારી શહેરમાં પણ પોતાના રાજ્યની એક શાખા કાઢી ગાદી સ્થાપી હતી. તેને વિક્રમસેન નામનો પુત્ર હતો.

શ્રીકૃષ્ણની 81મી પેઢીએ વિક્રમસેન (વિક્રમ સંવત -613થી 628) માં મીશ્રમાં જ ગાદી હતી. તેને દેવેન્દ્ર નામનો પ્રતાપી પુત્ર હતો. એ દેવેન્દ્રથી જામવંશ, ચુડાસમાવંશ અને ભટ્ટીવંશની શાખા જુદી પડી હતી.  * (10) (પૃષ્ઠ-25, શ્રી યદુવંશપ્રકાશ અને જામનગરનો ઈતિહાસસ કર્તા-પ્રકાશક કવિ માવદાનજી ભીમજીભાઈ રતનું, આવૃત્તિ-પ્રથમ, 1934)

શ્રીકૃષ્ણની 82મી પેઢીએ (વિ.સંવત-628થી 683) દરમિયાન રાજા દેવેન્દ્રએ મિશ્રમાં રાજ્ય કર્યું. ત્યારે નબી મહમદે દુનિયામાં ઈસ્લામી ધર્મ ફેલાવવા માંડયો હતો. પરંતુ દેવેન્દ્રની હયાતી સુધી નબી મહમમદે મીશ્ર તરફ જોયું ન હતું, પણ તે મરણ પામતા શોણીતપુર પર ચડાઈ કરીને તેને જીતી લીધું.

રાજા દેવેન્દ્ર પછી યુવરાજ કુંવર અસપત મીશ્રની ગાદીએ બેઠો, અને બીજા ત્રણ કુંવરો સીરિયા, ઈરાન થઈને અફઘાનિસ્તાનમાં આવ્યા. ત્યાં ગજપતે સંવત 708 વૈશાખ સુદ ત્રીજનના દિવસે શનિવારે રોહિણી નક્ષત્રમાં ગઝની નામે શહેર વસાવીને કિલ્લો બાંધ્યો અને નરપતને જામ પદવી સાથે ગાદીએ બેસાર્યો અને ગજપત પોતાના 15 કુંવરો સાથે હિંદમાં (સૌરાષ્ટ્ર તરફ) આવ્યો, તેના વંશમાં ચુડચંદ્ર યાદવ થયા તે પરથી તેના વંશજો ચુડાસમા કહેવાયા. *(11) (પૃષ્ઠ-25, શ્રી યદુવંશપ્રકાશ અને જામનગરનો ઈતિહાસસ કર્તા-પ્રકાશક કવિ માવદાનજી ભીમજીભાઈ રતનું, આવૃત્તિ-પ્રથમ, 1934)

જો કે અન્ય સંદર્ભમાં ઉલ્લેખ છે કે સોણીતપુરમાં દેવેન્દ્ર નામનો રાજા ઈ.સ.ના છઠ્ઠા સૈકામાં હયાત હતો. તેને ચાર કુંવર થયા. અસપત-અશ્વપતિ, ગજપત-ગજપતિ, નરપત-નરપતિ અન ભૂપત-ભૂપતિ. હજરત અલીએ ઈસ્લામના પ્રચારના કારણે તેના પર ઉપર ચઢાઈ કરી. રાજા દેવેન્દ્ર સમરાં8ણમાં સૂતો અને કુંવરો ભાગી છૂટયા. તેઓ શાખ અર્થાત વર્તમાન સીરિયામાં ગયા. અસપત (અશ્વપતિ- વા ઉગ્રસેન) ત્યાં હાર્યો. તેણે ઈસ્લામ ધર્મ અંગિકાર કર્યો અને અન્ય ત્રણ ભાઈઓ દક્ષિણ તરફ ભાગ્યા. તેમણે આવીને અફઘાનિસ્તાન જીતી લીધું. ત્યાં ગજપતે સં. 708ની અક્ષય તૃતિયા, શનિવારે રોહિણી નક્ષત્રમાં ગઝની વસાવ્યું. પરંતુ ભાગ્યદેવી વિપરીત હતી. ખોરાસાનના સુલ્તાને તેના પર ચઢાઈ કરી. ગજપત અમરક્ષેત્રમાં સૂતો. નરપતે તથા ભૂપતે સર્વે આશાઓ છોડી ભારતમાં પ્રવેશ કર્યો. * (12) (પૃષ્ઠ-12,સૌરાષ્ટ્રનો ઈતિહાસ (ઈ. સ. 1822 સુધી), લેખક- શંભુપ્રસાદ હરપ્રસાદ દેસાઈ, પ્રકાશક- શ્રી સૌરાષ્ટ્ર સંશોધન મંડળ, રાજકોટ, પ્રથમ આવૃત્તિ, 1957 )

જો કે કચ્છ દેશનો ઈ. અને વંશસુધાકર એ નામના ઈતિહાસોમાં લખેલ છે કે ઈ.સ.ની આઠમી સદીની શરૂઆતમાં નબી મહમદે ઈસ્લામી ધર્મ સ્વીકારવા આ ચારે ભાઈઓને ફરજ પાડી તેથી તેઓ ચારે જણા ભાગી હીંગળાજ માતા (કોઈ લખે છે ઓસમના ડુંગરમાં માત્રી માતા) ને શરણ ગયા ને માતાજીએ શરણ આપી છુપાડયા, પાછળથી નબી મહમદ આવતા ચારેને સોંપવાનું કહેતા નબીમહમદનું વચન રાખવા મોટા કુંવર અસપતને ચાકળા નીચેથી કાઢી આપ્યો. તેણે ઈસ્લામી ધર્મ કબૂલ્યો. તેથી તે ચગદો મુગલ કહેવાયો. (તેના વંશમાં અકબર બાદશાહ થયા) બાકીના ત્રણે કુંવરોને નબીમહમદના ગયા પછી નરપતે જાડામાંથી ગજપતને ચુડામાંથી ભુપતને ભઠ્ઠીમાંથી કાઢતાં તેઓ જાડેજા, ચૂડાસમા અને ભટ્ઠી નામની શાખાના રાજપૂત થયા. રાજા દેવેન્દ્રના ચાર પુત્રમાં પહેલા અસપતે ઈસ્લામી ધર્મ સ્વીકારતા તેના વંશજો મુગલ કહેવાયા. * (13) (પૃષ્ઠ- 26, શ્રી યદુવંશપ્રકાશ અને જામનગરનો ઈતિહાસસ કર્તા-પ્રકાશક કવિ માવદાનજી ભીમજીભાઈ રતનું, આવૃત્તિ-પ્રથમ, 1934)

હવે શું બાબર (Babur) અને બાબરવાદીઓને ભાઈ ગણશો?

હવે સવાલ એ છે કે ભારતના પ્રભાવી રાજપૂત (Rajput) શાખ કે જે શ્રીકૃષ્ણ (Shri Krishna) ના યદુ (Yadu) વંશ-ચંદ્ર (Chandra) વંશ સાથે જોડાયેલી છે, તેની સાથે જ ચગતાઈ તુર્ક કે ચગતાઈ મુગલ (Mughal) વંશ જોડાયેલો હોવાના ઉલ્લેખ આ શાખના ઈતિહાસ સાથે જોડાયેલા પુસ્તકોમાં મળે છે. તેનો અર્થ એ થયો કે બાબર જેવો રામદ્રોહી-હિંદુદ્રોહી ચગતાઈ તુર્ક-મુગલનું ડીએનએ અને પૂર્વજો પણ ભારતની આ મુગલ શાસકો સામે લડનારી રાજપૂત શાખા સાથે જોડાયેલા છે. તો શું હવે હિંદુ-મુસ્લિમો (Hindu-Muslims) ના પૂર્વજો એક હોવાની અને હિંદુ-મુસ્લિમોના ડીએનએ એક હોવાની વાત કરીને આ રામદ્રોહી-હિંદુદ્રોહી બાબરને ભારતનો રાષ્ટ્રપુરુષ જાહેર કરવો છે કે ભાઈ ગણાવવો છે? કે જેના પાપે રામજન્મભૂમિ (Ramjanmabhoomi) પર બાબરી (Babri) ઢાંચો ઉભો હતો અને તેને મુક્ત કરાવવા માટે 493 વર્ષની અણથક-અણનમ લડાઈ લડવી પડી હતી.

 

x