સોમવાર, 2 સપ્ટેમ્બર, 2019

મિસાઈલ ક્ષમતામાં પાકિસ્તાન ભારત સામે છે બચ્ચું, સૈન્યશક્તિની સરખામણી પર નજર


પાકિસ્તાને બુધવારે રાત્રે શોર્ટ રેન્જ બેલેસ્ટિક મિસાઈલ ગઝનવીનું સફળ પરીક્ષણ કર્યું, આ મિસાઈલની રેન્જ એટલેકે પહોંચ 290થી 320 કિલોમીટરની છે. જો કે આ મિસાઈલનો ઉપયોગ માત્ર જમીન પરથી જમીન પર પ્રહાર માટે કરી શકાય છે. ભારતની સાથે ચાલી રહેલા કૂટનીતિક તણાવોની વચ્ચે મિસાઈળ પરીક્ષણ કરીને પાકિસ્તાન ભલે પોતાની શક્તિનું પ્રદર્શન કરવા માંગતું હોય, પરંતુ મિસાઈલોની શક્તિમાં ભારતની સરખામણીએ પાકિસ્તાન ખૂબ જ વામણુ છે.
ભારતની પાસે આ રેન્જની ચાર મિસાઈલો છે. તેમા સામેલ છે- શોર્ટ રેન્જ બેલેસ્ટિક મિસાઈલ પૃથ્વી-2, પૃથ્વી-3, ધનુષ અને નાના અંતરે પ્રહાર કરવાની ક્ષમતા ધરાવતી ક્રૂઝ મિસાઈલ બ્રહ્મોસ. જો પાકિસ્તાન યુદ્ધ છેડે છે,  ભારતની સેનાઓ તેને લોહીના આંસુએ રડવા પર મજબૂર કરી દેશે. આવો જાણીએ ભારત અને પાકિસ્તાનની મિસાઈલ ક્ષમતા અને સૈન્ય ક્ષમતાઓની સ્થિતિ.
શોર્ટ રેન્જ બેલેસ્ટિક મિસાઈલ-
ભારત-
પૃથ્વી-1 (રેન્જ- 150 કી.મી. , પેલોડ-1000 કિ.ગ્રા.)
પૃથ્વી-2 (રેન્જ- 350 કી.મી.,પોલોડ- 350-750 કિ.ગ્રા.)
પૃથ્વી-3 (રેન્જ- 300-350 કી.મી., પોલોડ-  500-1000 કિ.ગ્રા.)
ધનુષ (રેન્જ-  250-350 કી.મી.,, પોલોડ-   500-1000 કિ.ગ્રા.)        
પ્રહાર (રેન્જ-  150 કી.મી., પોલોડ-  200 કિ.ગ્રા.)
સાગરિકા (રેન્જ-  700 કી.મી., પોલોડ-   500-800 કિ.ગ્રા.)
અગ્નિ-1 (રેન્જ-  700-1200 કી.મી.,પોલોડ-  2000 કિ.ગ્રા.)
શૌર્ય (રેન્જ-  700 કી.મી., પોલોડ-  800 કિ.ગ્રા.)
પાકિસ્તાન
હત્ફ-1 (રેન્જ-  70 કી.મી, પોલોડ-  500 કિ.ગ્રા.)
હત્ફ -1એ (રેન્જ-   100 કી.મી, પોલોડ-   500 કિ.ગ્રા.)
હત્ફ -1બી (રેન્જ-100 કી.મી, પોલોડ-   500 કિ.ગ્રા.)
હત્ફ -2-અબ્દાલી (રેન્જ-180-200 કી.મી, પોલોડ-  450 કિ.ગ્રા.)
હત્ફ -2 અબ્દાલી (રેન્જ-800 કી.મી, પોલોડ-   350 કિ.ગ્રા.)
હત્ફ -3 ગઝનવી (રેન્જ-290-320 કી.મી, પોલોડ-  700 કિ.ગ્રા.)
હત્ફ -4 શાહીન-1 (રેન્જ-750 કી.મી, પોલોડ-   700 કિ.ગ્રા.)
હત્ફ -9 નસ્ર (રેન્જ-60 કી.મી, પોલોડ- જાણકારી અનુપલબ્ધ)
                    
શોર્ટ રેન્જ ક્રૂઝ મિસાઈલ
ભારત
બ્રહ્મોસ (રેન્જ- 300થી500 કી.મી. પેલોડ- 300 કિ.ગ્રા.)
નિર્ભય રેન્જ- (800થી 1000 કી.મી., પેલોડ-450 કિ.ગ્રા.)
પાકિસ્તાન
હત્ફ-7 બાબર (રેન્જ- 750 કી.મી., પેલોડ- 500 કિ.ગ્રા.)
હત્ફ-8 રાદ (રેન્જ- 350 કી.મી., પેલોડ- 1000 કિ.ગ્રા.)
મીડિયમ રેન્જ બેલેસ્ટિક મિસાઈલ
ભારત-
અગ્નિ- 2 (રેન્જ-2000 કી.મી., પેલોડ- 1000 કિ.ગ્રા.)
પાકિસ્તાન –
ઘોરી-2 / હત્ફ-5એ (રેન્જ-1800 કી.મી., હાલ વિકસિત થવાના સ્તર પર)
અબાબીલ (રેન્જ- 2200 કી.મી., હાલ વિકસિત થવાના સ્તર પર)
ઈન્ટરમીડિએટ બેલેસ્ટિક મિસાઈલ
ભારત-
અગ્નિ-3 (રેન્જ-3500થી 5000 કી.મી., પેલોડ- 2000થી 2500 કિ.ગ્રા.)
અગ્નિ-4 (રેન્જ-4000 કી.મી., પેલોડ- 1500થી 2500 કિ.ગ્રા.)
પાકિસ્તાન-
ઘોરી-3 (રેન્જ- 3000 કી.મી., હાલ વિકસિત થવાના સ્તર પર)
શાહીન-2 (રેન્જ- 2500 કી.મી. હાલ વિકસિત થવાના સ્તર પર)
શાહીન-3 (રેન્જ- 2750 કી.મી., હાલ વિકસિત થવાના સ્તર પર)
આંતરખંડીય બેલેસ્ટિક મિસાઈલ
ભારત-
અગ્નિ-5 (રેન્જ- 5000 કી.મી. , પેલોડ- 1500 કિ.ગ્રા.)
અગ્નિ-6 (રેન્જ- 8000થી 12000 કી.મી. , હાલ વિકસિત થવાના સ્તર પર)
પાકિસ્તાન-
આંતરખંડીય બેલેસ્ટિક મિસાઈલ ધરાવતું નથી
ભારત અને પાકિસ્તાનની સૈન્ય ક્ષમતા-
સૈન્ય ક્ષમતા        ભારત                      પાકિસ્તાન
ભૂમિસેના            12 લાખ સૈનિક             5.6 લાખ સૈનિક
ટેન્ક                 3565                      2496
વાયુસેના            1.27 લાખ સૈનિક          70 હજાર સૈનિક
ફાઈટર જેટ         814                        425
નૌસેના              67700 સૈનિક              25000 સૈનિક
એરક્રાફ્ટ કેરિયર    01                         00
સબમરીન           16                         08
ફ્રિગેટ               13                         09
યુદ્ધવિમાન          75                         08

ગઝનવી, ઘોરી, બાબર, અબ્દાલી, તૈમુર મિસાઈલનું નામકરણ પાકિસ્તાની મજહબી જેહાદી ઉન્માદનું પ્રતિબિંબ


- આનંદ શુક્લ
પાકિસ્તાનનો ઉદભવ અને અસ્તિત્વ ભારત અને હિંદુ વિરોધની વિચારધારા અને રંજાડવાની લાગણીઓ પર થયું છે. પાકિસ્તાનને બન્યાને 72 વર્ષનો સમયગાળો વિતી ચુક્યો છે. પરંતુ પાકિસ્તાનના શાસકો, પાકિસ્તાની સેના અને પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈની ભારત અને હિંદુઓને રંજાડવાની વૃત્તિ–પ્રવૃત્તિ ધરાવે છે. ભારતમાં છેલ્લા ત્રણ દાયકાથી ચાલતા જમ્મુ-કાશ્મીરને રંજાડતા ઈસ્લામિક આતંકવાદ અને તેના પહેલા પંજાબમાં શીખ ઉગ્રવાદ પાકિસ્તાનની મધ્યયુગીન હુમલાખોર માનસિકતાવાળા શાસકોના કરતૂતોનું જ કારણ છે.
પાકિસ્તાન આમ તો ભારતના મુકાબલે કોઈપણ રીતે ઉભું રહી શકે તેમ નથી. ભારતનું સંરક્ષણ તંત્ર પાકિસ્તાનને ધ્યાનમાં રાખીને નહીં, પણ વૈશ્વિક પરિદ્રશ્યને ધ્યાનમાં રાખીને 130 કરોડ લોકોના દેશને છાજે તેવી રીતે 1947થી બનાવવામાં આવ્યું છે. પરંતુ પાકિસ્તાને 1947થી લઈને અત્યાર સુધી ભારત અને હિંદુ વિરોધ સિવાય કોઈપણ અન્ય પ્રકારની વ્યવસ્થા પોતાને ત્યાં ઉભી થવા દીધી નથી. વળી ભારત અને હિંદુ વિરોધ આગળ છતાં આતંકવાદી વિચારધારામાં પણ બદલાયો અને તે બિનમુસ્લિમ દેશો અને લોકોને રંજાડવા સુધી પહોંચ્યો, પણ તેની શરૂઆત અફઘાનિસ્તાન જેવા મુસ્લિમ દેશથી પાકિસ્તાનના જેહાદી આતંકીઓએ કરી હતી. અલકાયદા-તાલિબાનથી વૈશ્વિક સ્તરે પડકાર બનેલો જેહાદી આતંકવાદ સીરિયા અને ઈરાકમાં અલકાયદામાંથી છૂટા પડેલા આઈએસઆઈએસ દ્વારા દુનિયાની સામે આવ્યો છે. પાકિસ્તાનની ખૂરાફાતી જાસૂસી સંસ્થા આઈએસઆઈના હેન્ડલર્સ અને મોડ્યુલ પણ અફઘાનિસ્તાન, સીરિયા અને ઈરાકમાં ઓપરેટ કરી રહેલા અલકાયદા-આઈએસઆઈએસ અને તાલિબાનના આતંકી તંત્ર સાથે મળેલા છે.
પાકિસ્તાનનું સત્તાતંત્ર પણ જેહાદી આતંકી માનસિકતા ધરાવે છે અને જેહાદી આતંકી તંત્રને સંરક્ષિત કરવા માગે છે.
પાકિસ્તાન ભારત સાથે 1947-48, 1965, 1971માં પૂર્ણ કક્ષાના યુદ્ધો અને 1999માં મર્યાદીત સ્તરનું કારગીલ યુદ્ધ કરી ચુક્યું છે. ભારતની સામે પરમાણુ ધમકી આપતા પાકિસ્તાનના મિસાઈલ કાર્યક્રમ પર નજર કરીએ તો પાડોશી દેશની મિસાઈલોના નામ પર તેની ભારત અને હિંદુ વિરોધી જેહાદી આતંકી માનસિકતા છતી થતી જોવા મળે છે. એક રીતે પાકિસ્તાનના જેહાદી આતંકી તંત્રે 97 ટકા મુસ્લિમો ધરાવતા દેશને વૈશ્વિક આતંકની પ્રયોગશાળા બનાવી દીધો છે અને હવે તે આતંકીઓએ ઉભી કરેલી વિચારધારાની જેલમાં ફેરવાઈ ચુક્યો છે.
ભારતનો ભાગ રહેલા પાકિસ્તાનમાંથી ભારતીય માન્યતાઓને ભૂંસીને તુર્કો-મુઘલ ઈતિહાસને આધાર બનાવીને હવે ફારસીના સ્થાને અરેબિક કલ્ચર અને ભાષા તરફ લોકોને પાક્કા મુસ્લિમ બનાવવાના નામે દોરવામાં આવી રહ્યા છે. એટલે કે આપણી બાજુમાં રહેલું પાકિસ્તાન 1947માં ભારતની જેટલી નજીક હતું, તેની સરખામણીએ 2019માં પાકિસ્તાન ભારતનું પાડોશી હોવા છતાં સેંકડો માઈલ દૂર ચાલ્યું ગયું છે.
ભારતમાં મુસ્લિમોના આક્રમણોથી આગમન પહેલા સમગ્ર દેશ હિંદુ સંસ્કૃતિ, ધર્મ અને સમાજના પ્રભુત્વ નીચે એક સભ્યતા તરીકે દુનિયામાં સ્થાન પામેલો હતો. પરંતુ હિંદુકુશના પર્વર્તીય શ્રૃંખલાઓમાંથી થયેલા એક પછી એક જેહાદી માનસિકતા સાથેના આક્રમણખોરોથી ભારતનો ઈતિહાસ ભરેલો પડેલો છે. ભારત માટે આવા આક્રમણખોરો 1947માં બનેલા પાકિસ્તાનના રોલ મોડલ છે. પરંતુ ભારતમાં આવા આક્રમણખોરો ઈતિહાસમાં વિલનનું સ્થાન ધરાવે છે.
પાકિસ્તાનની સેના અને સરકારે વિકસિત કરેલી મિસાઈલોના નામ આવા ભારતને આક્રમણોથી રંજાડનારા અને હિંદુઓની હત્યા કરનારા જેહાદી આતંકી માનસિકતા ધરાવતા આક્રમણખોરોના નામ પર રાખ્યા છે.
ગઝનવી મિસાઈલ-
તાજેતરમાં પરીક્ષણ કરાયું તે ગઝનવી મિસાઈલની વાત કરીએ, તો તે એક સરફેસ-ટુ-સરફેસ શોર્ટ રેન્જ બેલેસ્ટિક મિસાઈલ છે અને તેનું નામ ભારત પર 17 વખત આક્રમણો કરનારા ગઝની પ્રાંતના તત્કાલિન શાસક મહમૂદ ગઝનવીના નામ પર રાખવામાં આવ્યું છે. ગુજરાતના પવિત્ર સોમનાથ મંદિરને તોડનારા મહમૂદ ગઝનવીએ 1000થી 1025 સુધીના સમયગાળામાં ભારત પર આક્રમણો કર્યા અને તેમા હજારો હિંદુઓની હત્યા અને ગુલામ બનાવીને લઈ જવાનું કામ કર્યું, કરોડો રૂપિયાની મિલ્કતોને પણ લૂંટી, સેંકડો મંદિરો તોડીને હિંદુઓની આસ્થાઓ પર ચોટ પહોંચાડવાનું કામ કર્યું હતું.
ઘૌરી મિસાઈલ-
પાકિસ્તાનની સરફેસ ટુ સરફેસ બેલેસ્ટિક મિસાઈલની શ્રેણીમાં ઘૌરી મિસાઈલ પણ સામેલ છે. આ મિસાઈલનું નામકરણ મોહમ્મદ ઘોરીના નામ પર કરવામાં આવ્યું છે. અફઘાનિસ્તાનના ઘોર પ્રાંતના 12મી સદીના શાસક મોહમ્મદ ઘોરીએ 1192માં પૃથ્વીરાજ ચૌહાનને હરાવીને ભારતમાં મુસ્લિમ સલ્તનતની સ્થાપના કરી હતી. તેના ગુલામ કુતુબુદ્દીન ઐબકે દિલ્હીમાં ગુલામ વંશની શરૂઆત કરી હતી.
બાબર મિસાઈલ-
પાકિસ્તાનની મિડિયમ રેન્જ સબસોનિક ક્રૂઝ મિસાઈલનું નામ બાબર છે. આ નામકરણ ભારતમાં મુઘલ વંશની સ્થાપના કરનારા અને અયોધ્યામાં રામજન્મભૂમિ પરના મંદિરને ધ્વસ્ત કરીને બાબરી ઢાંચો ઉભો કરનારા ઝહિરુદ્દીન મોહમ્મદ બાબરના નામ પર થયું છે. મધ્ય એશિયાની ફરઘાના વેલીના ચગતઈ તુર્ક બાબરે 1526માં દિલ્હીના અફઘાન લોદી વંશના શાસકને હરાવીને મુઘલ વંશની સ્થાપના કરી હતી.
અબ્દાલી મિસાઈલ-
શોર્ટ રેન્જ સુપરસોનિક બેલેસ્ટિક મિસાઈલનું નામ પણ અહમદશાહ અબ્દાલીના નામ પર પાડવામાં આવ્યું છે. 18મી સદીના અફઘાની બાદશાહ અને હાલના અફઘાનિસ્તાનના સ્થાપક અહમદશાહ અબ્દાલીએ 1761માં પાણિપતના ત્રીજા યુદ્ધમાં મરાઠા સામ્રાજ્યની સેનાઓની સામે યુદ્ધ કર્યું હતું. આ યુદ્ધમાં મરાઠા સેનાઓની હાર થઈ હતી અને એક લાખથી વધારે સૈનિકોએ જીવ ગુમાવ્યો હતો. અબ્દાલીએ અમૃતસરમાં શીખોના પવિત્ર સુવર્ણ મંદિરને પણ નુકસાન પહોંચાડયું હતું. 1748થી 1765ના સમયગાળામાં અબ્દાલીએ ભારત પર સાત આક્રમણો કર્યા હતા. અબ્દાલીએ ભારતની તત્કાલિન મુઘલવંશી સલ્તનતને ખૂબ અપમાનિત કરી હતી.
તૈમુર મિસાઈલ-
પાકિસ્તાનની તૈમુર મિસાઈલ ઈન્ટર કોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલન નામ છે. આ મિસાઈલ પાકિસ્તાન વિકસિત કરી રહ્યું છે. પરંતુ તેનું નામ પર્સિયા, સેન્ટ્રલ એસિયા અને ઈજીપ્ત સુધી ફેલાયેલા 14મી સદીના તુર્કી સુલ્તાન તૈમુર લંગના નામ પર રાખવામાં આવ્યું છે. તૈમુર લંગે દિલ્હી પર 1398માં આક્રમણ કરીને હજારો હિંદુઓની કત્લેઆમ કરી હતી.
ભારતમાંથી છૂટા પડેલા પાકિસ્તાનના રોલ મોડલ તરીકે એવા આક્રમણખોરો છે કે જેમણે હાલના પાકિસ્તાનના વિસ્તારોમાં રંજાડ, કત્લેઆમ કરી હતી અને તેમના બળજબરીથી ધર્માંતરણ કર્યા હતા. ધર્માંતરીત મુસ્લિમોને પણ પાકિસ્તાનના હાલના વિસ્તારોમાં ત્યારે આવા આક્રમણખોરોએ રંજાડયા હતા. પરંતુ હાલના પાકિસ્તાનની નકલી રાષ્ટ્રવાદી વિચારધારામાં આક્રમણખોરો ઈતિહાસપુરુષનું સ્થાન ધરાવે છે. આ મધ્યયુગીન આક્રમણખોરોમાં એક જ સમાનતા હતી કે તેઓ ભારત પર આક્રમણ કરતા હતા અને ભારતના લોકોને રંજાડતા હતા. હવે છેલ્લા 72 વર્ષથી આવા જેહાદી આતંકવાદી આક્રમણખોરોનો વારસો પાકિસ્તાને એક દેશ તરીકે પોતાના જ લોકો સામે શરૂ કર્યો છે. પોતાના લોકો એટલા માટે કારણ કે પાકિસ્તાના 90 ટકાથી વધારે લોકો ભૂતકાળમાં હિંદુ અને બૌદ્ધ હતા અને આમાના ઘણાં આજે પણ તેને સ્વીકારી રહ્યા છે.
જ્યાં સુધી પાકિસ્તાનના રોલ મોડલ અને તેમના મિસાઈલોના નામ ધરાવતા મધ્યયુગીન આક્રમણખોરો પોતે અંદરોઅંદર ખુબ બાખડયા છે. ઘોરી વંશે 1186માં ગઝનવીઓને ઉથલાવીને પોતાનું રાજ સ્થાપિત કર્યું હતું. બાબરે 1526માં ઈસ્લામિક લોદી વંશને હટાવીને દિલ્હીની ગાદી કબજે કરી હતી. તેની સાથે જ અફઘાની શાસક મોહમ્મદ ઘોરીએ 1192માં સ્થાપિત કરેલી અફઘાન વંશી મુસ્લિમોની સલ્તનતને બાબરે દિલ્હીની ગાદી પરથી ઉખાડી ફેંકી હતી. અહમદશાહ અબ્દાલીની વાત કરીએ, તો અબ્દાલીએ પણ મુઘલ વંશના તત્કાલિન શાસકોને નીચું દેખાડવા અને અપમાનિત કરવામાં કોઈ કોરકસર છોડી ન હતી. પાકિસ્તાનના બીજા સૌથી મોટો શહેર લાહોરને લૂંટવા અને તેને રંજાડવામાં અબ્દાલીએ કંઈ બાકી રાખ્યું ન હતું. આ આક્રમણખોરોમાંથી માત્ર મુઘલને બાદ કરતા કોઈપણે ભારતને પોતાનું ગણ્યું ન હતું. તેમણે ભારતને રંજાડવું અને લૂંટવું તથા રાજ ચલાવવાની દ્રષ્ટિથી જ જોયું હતું. મુઘલો ભારતમાં રહ્યા અને તેમણે ત્રણ સદી સુધી રાજ ચલાવ્યું. મુઘલયુગમાં ભારતમાં હિંદુ-મુસ્લિમો નજીક પણ આવ્યા. પરંતુ પહેલા મુઘલ શાસક બાબરની કબર ભારતમાં નથી, પણ અફઘાનિસ્તાનમાં છે. તો બહાદૂરશાહ ઝફરે ભારતના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામમાં 1857માં નેતૃત્વની કમાન સંભાળી હતી. બહાદૂરશાહ ઝફરનું રંગૂન ખાતે અંગ્રેજોની કેદમાં નિધન થયું હતું. પરંતુ પાકિસ્તાનના રોલ મોડલમાં સૂફી વારસો, દારા શિકોહ કે બહાદૂરશાહ ઝફર જેવા શાસકોનું કોઈ સ્થાન નથી.
બીજી તરફ ભારતે 1974માં પોતાનો પહેલું પરમાણુ પરીક્ષણ કર્યું અને તેનું નામ ઓપરેશન સ્માલિંગ બુદ્ધા રાખ્યું હતું. ભગવાન બુદ્ધ અહિંસા અને શાંતિના ઉપદેશ માટે યાદ કરવામાં આવે છે. ભારતના પરમાણુ કાર્યક્રમનો ઉદેશ્ય તેના કોડ નેમમાં સ્પષ્ટ છે. આ પરીક્ષણ ભગવાન બુદ્ધની જયંતી પ્રસંગે કરવામાં આવ્યો હતો. ભારતનો મિસાઈલ પ્રોગ્રામ પણ સંસ્કૃત નામો પર બનાવવામાં આવ્યો છે. જેમાં અગ્નિ, પૃથ્વી, આકાશ અને ત્રિશુલ જેવા નામનો સમાવેશ થાય છે. પૃથ્વી, અગ્નિ અને વાયુ એ ભારતીય તથા હિંદુ વિચારધારામાં પંચતત્વોમાંના ત્રણ તત્વો સાથે સંબંધિત છે. તો ત્રિશૂલ ભગવાન શિવનું શસ્ત્ર છે અને ભગવાન શિવ નકારાત્મકતાના સંહારક છે.
ભારતમાં રાષ્ટ્રવાદ અને દેશભક્તિમાં મજહબથી વધારે સંસ્કૃતિ અને પરંપરાઓને પ્રાધાન્ય આપવામાં આવે છે. પરંતુ પાકિસ્તાનમાં તેઓ પોતાના ભવ્ય ભૂતકાળને ભૂંસીને માત્ર મજહબી ઉન્માદ હેઠળ પોતાના સૈન્ય તંત્રને ચલાવી રહ્યા છે. પાકિસ્તાનના મિસાઈલ પ્રોગ્રામમાં આપવામાં આવેલા મિસાઈલોના નામમાં પાકિસ્તાનની આવી માનસિકતા છતી થઈ રહી છે. પાકિસ્તાનની મિલિટ્રી એકેડમીમાં ધ કુરાનિક કોન્સેપ્ટ ઓફ વૉરને તેના સિલેબસનો ભાગ બનાવવામાં આવેલો છે. પાકિસ્તાની સેનાનો માઈન્ડસેટ સંપૂર્ણપણે કોમવાદી છે કે જેને (કોમવાદ) સૌથી મોટી ગાળ તરીકે ભારતમાં હિંદુઓ માટે વાપરવામાં આવે છે. પાકિસ્તાનની મિસાઈલોની શ્રેણી હત્ફ છે, તેના મિસાઈલના અન્ય નામ શાહીન, રાદ, નસ્ર અને અબાબીલ છે. આ તમામ શબ્દો ઈસ્લામિક વિચારધારા સાથે સંકળાયેલી પરિભાષામાં ઘણું મજહબી મહત્વ ધરાવે છે. આ પાકિસ્તાન, તેની સેના અને સત્તાતંત્રની માનસિકતા છે.

પાકિસ્તાનની મધ્યયુગીન માનસિકતા છતી કરતી મિસાઈલ ગઝનવી હકીકતમાં છે ચીની મિસાઈલ DF-11


પાકિસ્તાન દ્વારા તાજેતરમાં હત્ફ-3 ઉર્ફે ગઝનવી નામની શોર્ટ રેન્જ, રોડ મોબાઈલ, સોલિડ ફ્યૂલ્ડ બેલેસ્ટિક મિસાઈલનું કરાચી નજીકની એક મિસાઈલ રેન્જ પરથી સફળતાપૂર્વક પરીક્ષણનો દાવો કરવામાં આવ્યો છે. જો કે આ મિસાઈલ સિસ્ટમ હત્ફ-4ની સાથે ચીની મિસાઈલ DF-11 જેવી લાગે છે. પાકિસ્તાનનો મિસાઈલ અને ન્યૂક્લિયર પ્રોગ્રામ ચીન પર આધારીત હોવાનું માનવામાં આવે છે અને તેને કારણે પાકિસ્તાનની કથિત ગઝનવી મિસાઈલ ચીનની DF-11 હોવાનું પણ ઘણાં જાણકારો માની રહ્યા છે.
હત્ફ-3 ગઝનવી મિસાઈલ
પાકિસ્તાની મિસાઈલ
ક્લાસ: શોર્ટ રેન્જ બેલેસ્ટિક મિસાઈલ (SRBM)
બેસિંગ: રોડ મોબાઈલ
લંબાઈ : 8.5 મીટર
વ્યાસ: 0.8 m
લોન્ચ વેઈટ: 4,650 kg
પેલૉડ : સિંગલ વોરહેડ, 700 kg
વોરહેડ: HE, submunitions, 12-20 kT nuclear
સંચાલક શક્તિ : સિંગલ સ્ટેજ સોલિડ પ્રોપેલન્ટ
રેન્જ : 290 કિ.મી.
દરજ્જો : ઓપરેશનલ
સર્વિસ : 2004
ચીની મિસાઈલ ડીએફ-11ની જેમ હત્ફ-3 સ્કડ ટાઈપ બેલેસ્ટિક મિસાઈલની સુધારેલી આવૃત્તિ છે. ગઝનવી મિસાઈલ મોટા, ફિક્સ્ડ ટાર્ગેટ્સને નિશાન બનાવવામાં ઉપયોગી હોવાનો પાકિસ્તાનનો દાવો છે.
ગઝનવી મિસાઈલની લાક્ષણિકતા-
હત્ફ-3ની લંબાઈ 8.5 મીટર, વ્યાસ 0.8 મીટર અને 4650 કિલોગ્રામ લોન્ચ વેઈટ ધરાવે છે. તે 290 કિલોમીટરની રેન્જ સુધીમાં 700 કિલોગ્રામ સુધીના સિંગલ વોરહેડનું વહન કરવા માટે સક્ષમ છે. આ વોરહેડ્સમાં પરંપરાગત, હાઈ એક્સ્પ્લોઝિવ, 12થી 20 કિલોટનના ન્યૂક્લિયર અથવા સબમ્યુનિશન્સનો સમાવેશ થાય છે. તેની ઈન્ટરનલ ગાઈડન્સ સિસ્ટમ સીઈપીથી 250 મીટરની ચોકસાઈ આપવા સક્ષમ છે. જો તેને ટર્મિનલ ગાઈડન્સથી સજ્જ કરવામાં આવે તો ચોકસાઈ સીઈપીથી 50 મીટરની કરી શકાય છે. તેમા સિંગલ સ્ટેજ સોલિડ પ્રોપેલન્ટ એન્જિન વાપરવામાં આવે છે.
ગઝનવી ચીની મિસાઈલ ડીએફ-11ની પાકિસ્તાની આવૃત્તિ-
હત્ફ-3ને 1987માં વિકસિત કરવાની શરૂઆત કરવામાં આવી હતી. પરંતુ આ મિસાઈલ વિકસિત કરવાનો કાર્યક્રમ ચીન પાસેથી 1994માં ઘણી બધી પીઆરસી ડીએફ-11 મિસાઈલોની ખરીદી સાથે સ્થગિત કરવામાં આવ્યો હતો. પરંતુ 1997માં પાકિસ્તાને મિસાઈલ ક્ષમતા વધારવા માટે તેને ફરીથી શરૂ કર્યો હતો. હત્ફ-3નો પહેલો મિસાઈલ ટેસ્ટ મે-2002માં કરવામાં આવ્યો હતો અને 2004માં તે પાકિસ્તાની સેના માટે ઓપરેશનલ બની હતી. ગઝનવી મિસાઈલના ચાર મિસાઈલ ટેસ્ટ જૂન-2006, ડિસેમ્બર-2006, ફેબ્રુઆરી-2008 અને મે- 2010ના રોજ કરવામાં આવ્યા હતા. હત્ફ-3 મિસાઈલનું ઉત્પાદન એપ્રિલ-2007માં બંધ કરવામાં આવ્યું હતું અને 2007માં 30થી 50 મિસાઈલો સર્વિસમાં હતી.
હવે રાવલપિંડીમાં પાકિસ્તાની સેનાના મુખ્યમથક ખાતે ચીન સાથે સંરક્ષણ સહયોગ સંદર્ભે નવા શસ્ત્ર સોદા પર હસ્તાક્ષર થયા છે. તેના ગણતરીના દિવસોમાં જ કરાચી એરસ્પેસ બંધ કરીને પાકિસ્તાને ભારત સાથે કાશ્મીર મામલે સર્જાયેલા નવા તણાવ વચ્ચે હત્ફ-3 એટલેકે ગઝનવી મિસાઈલનું પરીક્ષણ કર્યું છે.

ગઝનવી મિસાઈલથી પાકિસ્તાનની છતી થઈ રહી છે આતંકી માનસિકતા-
માનવામાં આવે છે કે ચીન પાસેથી ખરીદેલી મિસાઈલ – ડીએફ-11ને રિ-પેઈન્ટ કરીને પાકિસ્તાને ગઝનવી નામ આપ્યું છે. પાકિસ્તાનની મિસાઈલનું ગઝનવી નામ પણ તેની મધ્યયુગીન હુમલાખોર જેહાદી માનસિકતાને પ્રતિબિંબિત કરે છે. 1000થી 1025 વચ્ચે અફઘાનિસ્તાનના ગઝનીના શાસક રહેલા મહમૂદ ગઝનવીએ ભારત પર 17 આક્રમણો કર્યા હતા અને પવિત્ર સોમનાથ મંદિર સહીતના ઘણાં ધર્મસ્થાનોને તોડીને ભારતના લોકોને રંજાડયા હતા. હવે પાકિસ્તાન ગઝનવી મિસાઈલનું નામ આવું નામ રાખીને ભારતને ડરાવવા કરતા પોતાની આતંકી, હુમલાખોર માનસિકતા વધુ છતી કરી રહ્યું છે.