લેબલ Bharatiya Jansangh સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ Bharatiya Jansangh સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

બુધવાર, 27 મે, 2026

Pa. Deendayal Upaddhyay: જનસંઘ ઉર્દૂનો વિરોધ કરતું હતું, પણ દીનદયાલજીને ઉર્દૂ શાયરી ગમતી હતી!

 

આનંદ શુક્લ : ભારત (India) માં ભારતીયતા નિષ્ઠ રાજનીતિની શરૂઆત કરવા માટે ભારતીય જનસંઘ (Bharatiya Jansangh) ની સ્થાપના ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જી (Dr. Shyama Prasad Mukherjee) ના નેતૃત્વમાં કરવામાં આવી હતી. આના માટે ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી (Dr. Shyama Prasad Mukherjee) ની રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (Rashtriya Swayamsevak Sangh - RSS) ના દ્વિતિય સરસંઘચાલક શ્રી ગુરુજી (Shri Guruji) ઉપાખ્ય માધવરાવ સદાશિવ ગોલવલકર સાથે થઈ હતી. આરએસએસના ચુનિંદા પ્રચારકો ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીને નવા પક્ષ માટે મળ્યા હતા. જેમાં પંડિત દીનદયાલ ઉપાધ્યાય (Pandit Deendayal Upaddhyay)  અગ્રક્રમે હતા.

 

ભારતને સ્વતંત્રતા પ્રાપ્તિ થઈ, પણ તેની સાથે વિભાજન (Partition) ની વિભીષિકા પણ જોવી પડી. આ આખા મામલામાં ભાષાની ઘણી મોટી ભૂમિકા હતી. સંસ્કૃતનિષ્ઠ હિંદી (Hindi) અને ઉર્દૂ (Urdu) વચ્ચેના વિવાદમાં ફારસી-ઉર્દૂ શબ્દોની ભરમાર સાથેની હિંદુસ્તાની (Hindustani) ના વિકલ્પ પર પણ ચર્ચા થઈ હતી.

 

જ્યારે 1951માં ભારતીય જનસંઘ (Bharatiya Jansangh) ની રચના થઈ, ત્યારે સ્વતંત્રતા પહેલાનો વિવાદ સ્વતંત્ર ભારતમાં ભૂતકાળના સ્વરૂપે જોવા મળે નહીં તેના માટે રાષ્ટ્રીય દ્રષ્ટિકોણ સાથેની સ્પષ્ટતાઓને લઈને ભારતીય જનસંઘ દ્વરા ઉર્દૂ (Udru) નો વિરોધ કરાયોહતો. આ કોઈ ભાષાનો વિરોધ ન હતો.

 

જનસંઘ ઉર્દૂ (Urdu) નો વિરોધ કરતું હતું!

 

એક સ્થાન પર વાતવાતમાં ઉર્દૂ ભાષાને લઈને પ્રશ્ન ચર્ચામાં આવ્યો હતો. ભાષા વિષયક ચર્ચા દરમિયાન ગોપાલજી કેસરીએ જનસંઘ દ્વારા ઉર્દૂનો શા માટે વિરોધ કરાય રહ્યો છે, તેવો પ્રશ્ન કર્યો.

 

પંડિત દીનદયાલજી (Pandit Deendayalji) એ આનો જવાબ આપતા કહ્યુ કે "ગોપાલજી, ભાષાના નાતે આપણો કોઈપણ ભાષા સાથે વિરોધ નથી. પરંતુ ઉર્દૂને જો ભારતીય ભાષાના રુપમાં માન્યતા જોઈતી હોય, તો તેને પહેલા ભારતીય બનવું પડશે. ઉર્દૂનું મૂળ વિદેશમાં છે. ભારતમાં રહેતા ખ્રિસ્તી જો કાલે એ માંગ કરવા લાગે કે અંગ્રેજીને ભારતીય ભાષા તરીકે માન્યતા આપવામાં આવે, તો શું આપણે તેનો આગ્રહ સ્વીકારી લઈશું? અલગ ભાષા તથા અલગ સંસ્કૃતિનો સ્વીકાર કરવાને કારણે આપણે દેશના વિભાજનનો એકવાર અનુભવ કર્યો છે. હવે તો આપણે દેશનું વિભાજન કરી શકનારા કોઈપણ અલગવાને કોઈપણ આગ્રહનો સ્વીકાર કરી શકીશું નહીં."  ("गोपालजी, भाषा के नाते हमारा किसी भी भाषा से विरोध नहीं है. किन्तु उर्दूको यदि भारतीय भाषा के रुप में मान्यता चाहिए हो, तो उसे पहले भारतीय बनना पडेगा. उर्दू का मूल विदेश में है. भारत में रहने वाले ईसाई यदि कल को यह मांग करने लगें कि अंग्रेजी को भारतीय भाषा के रुप में मान्यता दी जाये, तो क्या हम उनका आग्रह स्वीकार कर लेंगे? अलग भाषा तथा अलग संस्कृति को स्वीकार करने के कारण हमने देश के विभाजन को एक बार अनुभव किया है. अब तो हम देश का विभाजन कर सकने वाले किसी भी अलगाव के किसी भी आग्रह को स्वीकार नहीं कर सकेंगे.") * 1

 

દીનદયાલજી (Pandit Deendayalji) ને ઉર્દૂ શેરોશાયરી પ્રિય હતી!

 

જો કે જનસંઘની નીતિ ઉર્દૂનો વિરોધ કરવાની હતી. પરંતુ ખુદ દીનદયાલજીને ઉર્દૂ શેરોશાયરી ઘણી પ્રિય હતી. તેમ છતાં તેમણે આ ભાષાને લઈને આટલા સુસ્પષ્ટ વિચાર રજૂ કર્યા હતા.

જનસંઘના વરિષ્ઠ નેતા પીતાંબરદાસ અને પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જ્યારે મુલાકાત થાય ત્યારે શેરોશાયરી અવશ્ય થતી. પીતાંબરદાસે લખ્યુ છે કે "તેમની સાથેની મુલાકાત દીવાનખાનમાં હોય અથવા રેલવે સ્ટેશન પર વિદાઈ સમયે હોય, પંડિતજી શેર સંભળાવવાનો આગ્રહ અવશ્ય કરતા.  (उनसे भेंट दीवानखाने में हो अथवा रेलवे स्टेशन पर बिदाई के समय हो, पंडितजी शेर सुनाने का अनुरोध अवश्य करते. ) *2

 

પીતાંબરદાસ શેર સંભળાવતા અને દીનદયાલજી વાહવાહ કહીને દાદ આપીને ત્યાંથી પોતાના પ્રવાસે નીકળી જતા હતા."

 

પંડિત દીનદયાલ ઉપાધ્યાયનો સ્વભાવ હતો કે તેમણે અંગત ગમા-અણગમા અને રાષ્ટ્રહિતમાં ક્યારેય કોઈ સંભ્રમની સ્થિતિ ઉભી થવા દીધી ન હતી. તેથી જ વૈચારિક દ્રઢતાના પ્રતીક તરીકે ભારતીય જનસંઘની અનુગામી ભારતીય જનતા પાર્ટીમાં પંડિત દીનદયાલ ઉપાધ્યાય પ્રત્યેનું સમ્માન અડગ છે.

 

સંદર્ભ :

 

1. પૃષ્ઠ ક્રમાંક- 40, पं. दीनदयाल उपाध्याय विचार-दर्शन खण्ड-7 व्यक्ति-दर्शन, લેખક- વિશ્વનાથ નારાયણ દેવધર, અનુવાદક- મોરેશ્વર તપસ્વી, સુરુચિ પ્રકાશન, નવી દિલ્હી, પ્રથમ સંસ્કરણ-11 ફેબ્રુઆરી, 1987

 

2. પૃષ્ઠ ક્રમાંક- 40-41, पं. दीनदयाल उपाध्याय विचार-दर्शन खण्ड-7 व्यक्ति-दर्शन, લેખક- વિશ્વનાથ નારાયણ દેવધર, અનુવાદક- મોરેશ્વર તપસ્વી, સુરુચિ પ્રકાશન, નવી દિલ્હી, પ્રથમ સંસ્કરણ-11 ફેબ્રુઆરી, 1987

દીનદયાલ દ્રષ્ટિ દર્શન: "કાર્યકર્તા નિર્જીવ નથી કે ચાહો ત્યાં ચોંટાડી દો"

 

આનંદ શુક્લ: પંડિત દીનદયાલ ઉપાધ્યાયે (Pandit Deendayal Upaddhyay) ભારતીય જનસંઘ (Bharatiya Jansangh) નું કામ ઉભું કરતી વેળાએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (Rashtriya Swayamsevak Sangh) ના સંસ્કાર સિંચન મુજબ જ એક સંગઠકની ભૂમિકા નીભાવી હતી. પોતાના સાદા, સરળ અને સાલસ સ્વભાવથી તેમણે કાર્યકર્તાઓને એક નિશ્ચિત રાજકીય દિશા માટે પ્રવૃત્ત કરવામાં સફળતા પ્રાપ્ત કરી હતી.

 

પ્રચારકને મદ્રાસ મોકલવાનું થયું હતું નક્કી

 

પક્ષમાં સંગઠનનું કામ કરતી વખતે પંડિત દીનદયાલ ઉપાધ્યાય (Pandit Deendayal Upaddhyay) વ્યક્તિત્વ નિર્માણનું સંઘ દ્વારા સિંચિત કાર્ય  પણ ખૂબ જ લગનથી કરતા હતા. પક્ષના કાર્યકર્તાઓ તેમના માટે સાધન પણ હતા અને સાધ્ય પણ હતા. પંડિત દીનદયાલ ઉપાધ્યાય હંમેશા કહેતા કે કાર્યકર્તા કોઈ નિર્જીવ વસ્તુ હોતા નથી કે પોસ્ટરની જેમ તેમને જ્યાં ઈચ્છયું ચોંટાડી દો. (कार्यकर्ता कोई निर्जीव वस्तु नहीं होता कि पोस्टर कि भाँति उसे जहाँ चाहा चिपका दिया.)

 

(પૃષ્ઠ - 17, पं. दीनदयाल उपाध्याय विचार-दर्शन खंड-7 व्यक्ति दर्शन, લેખક- વિશ્વનાથ નારાયણ દેવધર, અનુવાદક- મોરેશ્વર તપસ્વી, સુરુચિ પબ્લિકેશન્સ, નવી દિલ્હી, પ્રથમ આવૃત્તિ- ફેબ્રુઆરી 11, 1987)

 

જનસંઘના પૂર્ણકાલિક સંગઠક રામદાસ કલસકરે (Ramdas Kalsekar) પોતાના અનુભવને ટાંક્યો છે કે જેમાં દીનદયાલજી (Deendayalji) કાર્યકર્તાઓને નિર્જીવ વસ્તુ નહીં ગણતા હોવાની ઉદ્દાત ભાવનાને રજૂ કરી છે. રામદાસ કલસકરે ઘટનાને લઈને એક હ્રદયસ્પર્શી ઘટના વર્ણવી છે.

 

1968ની શરૂઆતમાં રામદાસ કલસકરને મદ્રાસ (Madras,નામ બદલ્યા વગર આજે તેને ચેન્નઈ- Chennai તરીકે ઓળખવામાં આવે છે) માં જનસંઘના પૂર્ણકાલિન સંગઠક બનાવવામાં આવ્યા હતા. તેમના મદ્રાસ જવા માટે ખુદ દીનદયાલજીએ તેમની સાથે વાત કરી હતી. નાગપુર ખાતેની બેઠક બાદ રામદાસ કલસકરનું મદ્રાસ (Madras) જવાનું નક્કી થઈ ગયું હતું.

 

પરિસ્થિતિને જોતા કાર્યકર્તાને મદ્રાસ ન મોકલાયા

 

ત્યારે મદ્રાસ જનસંઘ (Jansangh) ના કાર્યકર્તાઓએ કહ્યુ કે હાલના દિવસોમાં વાતાવરણ કંઈક એવું બની ગયું છે કે મહારાષ્ટ્ર (Mharashtra) થી કોઈ પ્રચારક (Pracharak) નું મદ્રાસમાં આવવું સારું નહીં રહે. મહત્ત્વપૂર્ણ છે કે આ અરસામાં મહારાષ્ટ્રના પાટનગર મુંબઈ (Mumbai) ખાતે શિવસેના (Shivsena) નું એક આંદોલન વેગ પકડી રહ્યું હતું અને તેમાં લક્ષ્ય મદ્રાસી-મલયાલી સહીતના દક્ષિણ ભારતીય લોકો હતા. જેને કારણે તમિલનાડુ-કેરળ (Tamilnadu - Kerala) સહીતના દક્ષિણ ભારતીય રાજ્યોમાં આક્રોશ પ્રવર્તી રહ્યો હતો.

 

આવી સ્થિતિમાં મદ્રાસ (Madras) ના કાર્યકર્તાઓની મુશ્કેલી સમજીને પં. દીનદયાલજીએ તાત્કાલિક નિર્ણય કર્યો કે રામદાસ કલસેકર (Ramdas Kalsekar) ને મદ્રાસ મોકલવામાં ન આવે.

 

બંગાળમાં પ્રચારક માટે કરવામાં આવી માગણી

 

આ નિર્ણય લેવાતો હતો, ત્યારે બંગાળના કાર્યકર્તાઓ ત્યાં બેઠા હતા. એક પૂર્ણકાલિન પ્રચારકને બંગાળ (Bangal) માં મોકલવાની તેમની માગણી હતી. આ ચર્ચા દરમિયાન રામદાસ કલસેકર (Ramdas Kalsekar) ત્યાં પહોંચ્યા ન હતા. ત્યારે દીનદયાલજી (Deendayalji) એ કહ્યુ કે રામદાસને આવવા દો, તેમની સાથે વાત કરીને નક્કી કરીશું. ત્યારે એક નેતાએ કહ્યુ કે આમા રામદાસને શું વાત કરવાની છે? તે તો પૂર્ણકાલિક પ્રચારક જ છે. તેમના માટે શું મદ્રાસ, શું બંગાળ? તમે જ્યાં મોકલી દેશો, ત્યાં જવાનું તેમનું કામ છે.

 

દીનદયાલજીએ સંબંધિત પ્રચારક સાથે ચર્ચા બાદ નિર્ણયની કરી વાત

 

દીનદયાલજી (Deendayalji) એ સસ્મિત જવાબ આપ્યો કે અરે ભાઈ, અમારો પ્રચારક કોઈ નિર્જીવ વસ્તુ તો છે નહીં. તે પ્રચારક જરૂર છે, પરંતુ તેની પણ કોઈ સંમતિ હોય છે, તેનું પણ એક મન હોય છે. ક્યાં કામ કરે તેનો નિશ્ચય કરવાની સ્વતંત્રતા મારા વિચારથી તો તેને હોવી જ જોઈએ. જો તેના આટલા સ્વાતંત્ર્યનો પણ જો તમે સ્વીકાર નથી કરતા, તો તેના કાર્ય દ્વારા સ્વતંત્ર અને સ્વાભિમાની સમાજના નિર્માણની અપેક્ષા તમે કેવી રીતે કરી શકો છો? (अरे भाई, हमारा प्रचारक कोई निर्जीव वस्तु तो है नहीं. वह प्रचारक अवश्य है, किंतु उसकी भी कोई सम्मति होती है, उसका एक मन भी होता है. कहाँ काम करे, यह निश्चय करने की स्वतंत्रता मेरे विचार से तो उसे होनी ही चाहिए. उसके इतने स्वातंत्र्य को भी यदि आप स्वीकार नहीं करते, तो उसके कार्य द्वारा स्वतंत्र एवं स्वाभिमानी समाज के निर्माण की अपेक्षा आप कैसे कर सकते है? )

 

(પૃષ્ઠ-17,18,  पं. दीनदयाल उपाध्याय विचार-दर्शन खंड-7 व्यक्ति दर्शन, લેખક- વિશ્વનાથ નારાયણ દેવધર, અનુવાદક- મોરેશ્વર તપસ્વી, સુરુચિ પબ્લિકેશન્સ, નવી દિલ્હી, પ્રથમ આવૃત્તિ- ફેબ્રુઆરી 11, 1987)

 

બીજા દિવસે રામદાસ કલસેકર (Ramdas Kalsekar) ની પંડિત દીનદયાલ ઉપાધ્યાય (Pandit Deendayal Upaddhyay) સાથે મુલાકાત થઈ હતી. ચર્ચાવિચારણા બાદ પં. દીનદયાલજીએ તેમને બંગાળ મોકલ્યા હતા. પરંતુ સૌથી મોટી વાત એ હતી કે પં. દીનદયાલજીએ એક કાર્યકર્તા-પ્રચારકની વ્યક્તિગત સ્વતંત્રતા, રુચિ-અરુચિને પ્રાધાન્ય આપ્યું હતું.

Deendayal Upaddhyay: જ્યારે અટલજી નારાજ થઈ ગયા, ત્યારે પં. દીનદયાલ ઉપાધ્યાયે શું કર્યું?

 

આનંદ શુક્લ: પંડિત દીનદયાલ ઉપાધ્યાયજી (Pandit Deendayal Upaddhyay) એક અનોખું વ્યક્તિત્વ હતું. ભારતીય જનસંઘ (Bharatiya Jansangh) માં મહામંત્રી અને અધ્યક્ષ પદે પહોંચનારા પં. દીનદયાલજી (Pandit Deendayal) એક કુશળ સંગઠક હતા અને એટલે જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (Rashtriya Swayamsevak Sangh) ના દ્વિતિય સરસંઘચાલક પ. પૂ. શ્રી ગુરુજી (Sri Guruji) એ તેમને ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી (Dr. Shyamaprashad Mukherjee) સાથે રાજકીય ક્ષેત્રમાં કામગીરી કરવા માટે સંઘ (Sangh) માંથી જનસંઘમાં મોકલ્યા હતા.

 

ખૂબ સાદું જીવન અને કાર્યકર્તાઓ માટે પ્રેરક જીવન જીવી જનારા પં. દીનદયાલ ઉપાધ્યાય આજે પણ અનેક કાર્યકર્તાઓના પ્રેરણાસ્ત્રોત છે. આ શા માટે છે, તેનું કારણ તેમની સંગઠક તરીકેની જન્મજાત આવડત સાથે જોડાયેલું છે.

 

....  જ્યારે અટલજી થયા નારાજ

 

જનસંઘ (Jansangh) ના જ તેમના એક સમયના સાથીદાર રામદાસ કલસકરજી (Ramdas Kalaskarji) એ અટલ બિહારી વાજપેયી (Atal Bihari Vajpayee) જ્યારે જનસંઘનું કામ કરવા માટે પ્રવાસ કરતાં હતા અને તે વખતે તેઓ જ્યારે કોઈ વાતથી નારાજ થઈને આગળનો પ્રવાસ નહીં કરવાની વાત કરવા લાગ્યા, ત્યારે પંડિત દીનદયાલજી દ્વારા અપનાવાયેલું વલણ કેવું હતું તેના વિશે લખ્યું છે.

 

રામદાસ કલસકર લખે છે કે પંજાબનો પ્રવાસ પૂર્ણ કરીને અટલજી દિલ્હી પાછા ફર્યાહતા. ખબર નહીં, કદાચ પ્રવાસમાં તેમને કોઈ કષ્ટ થયું હતું અથવા કાર્યકર્તાઓએ તેમને વધારે હેરાન કર્યા હતા, જેનાથી અટલજી જ્યારે આવ્યા ત્યારે ખિજાયેલા હતા. છૂટીને તેમણે ઘોષિત કરી દીધું- બસ બહું થયું. આગળનો પ્રવાસ રદ્દ. હું ક્યાંય જવાનો નથી. ("पंजाब का दौरा पूर्ण कर अटल जी दिल्ली लौटे थे. पता नहीं, शायद प्रवास में उन्हें कोई कष्ट हुआ था या कार्यकर्ताओं ने उन्हें अधिक तंग किया था, जिससे अटलजी जब आये तो कुछ झल्लाये हुए थे. छूटते ही उन्होंने घोषित कर दिया- "बस, बहुत हुआ. आगे का प्रवास रद्द. मैंने कहीं आना-जाना नहीं है.")

 

(સંદર્ભ : પૃષ્ઠ ક્રમાંક- 15, पं. दीनदयाल उपाध्याय विचार-दर्शन खंड-7 व्यक्ति दर्शन, લેખક- વિશ્વનાથ નારાયણ દેવધર, અનુવાદક- મોરેશ્વર તપસ્વી, સુરુચિ પબ્લિકેશન્સ, નવી દિલ્હી, પ્રથમ આવૃત્તિ- ફેબ્રુઆરી 11, 1987)

 

અટલજીએ કરેલી ઘોષણાથી વાતાવરણ બેહદ ગંભીર થઈ ગયું. આ સમયગાળો એવો હતો કે જ્યારે ભારતીય જનસંઘના કામની શરૂઆત જ હતી અને સંઘમાં પં. દીનદયાલ ઉપાધ્યાય સાથે અટલ બિહારી વાજપેયી અને નાનાજી દેશમુખ સહીતના ઘણાં કાર્યકર્તાઓ જનસંઘનું કામ ઉભું કરવા માટે દેશભરમાં પ્રવાસ કરીને ભારતીયતા નિષ્ઠ રાજનીતિના વિકલ્પ તરીકે જનતામાં જાગરૂકતા ઉભી કરવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા હતા. પરંતુ યુવા અટલનો આક્રોશ સ્વાભાવિકપણે વાતાવરણને ગંભીર પણ બનાવે અને જનસંઘના નીતિનિર્ધારકો માટે ચિંતા અને ચિંતનની પણ સ્થિતિ પેદા થાય. સૌની નજર ત્યારે પં. દીનદયાલ ઉપાધ્યાયજીની પ્રતિક્રિયા પર મંડાયેલી હતી. છવાયેલી શાંતિને તોડતા દીનદયાજીએ અટલજીને સંબોધિત કરીને કહ્યુ- સારું ભાઈ, પહેલા સ્નાન તો કરી લો, પછી જોઈએ શું કરવું છે. ("अच्छा भाई, आप पहले स्नान तो कर लीजिए, फिर देखेंगे क्यां करना है.")

 

(સંદર્ભ : પૃષ્ઠ ક્રમાંક- 16, पं. दीनदयाल उपाध्याय विचार-दर्शन खंड-7 व्यक्ति दर्शन, લેખક- વિશ્વનાથ નારાયણ દેવધર, અનુવાદક- મોરેશ્વર તપસ્વી, સુરુચિ પબ્લિકેશન્સ, નવી દિલ્હી, પ્રથમ આવૃત્તિ- ફેબ્રુઆરી 11, 1987)

 

અટલજીએ પ્રવાસ ચાલુ રાખ્યો

 

અટલજી સ્નાન કરવા માટે ચાલ્યા ગયા. તેમના સ્નાન કરીને આવવા સુધીમાં આ બાજુ દીનદયાલજીએ ખુદ રોટલીઓ અને દાળ-શાકભાજી બનાવી લીધા અને અટલજીને આગ્રહપૂર્વક જમાડયા. ભોજન બાદ અટલજી આપોઆપ આગળના પ્રવાસ માટે નીકળી ગયા. દીનદયાલજીને અટલજીને કંઈપણ કહેવાની જરૂર પડી નથી.

 

એક સંગઠક તરીકે દીનદયાલજીની કુશળતા અને એક કાર્યકર્તા તરીકેની અટલજીની પરિપક્વતાએ એક એવું ઉદાહરણ રજૂ કર્યું કે જેનાથી સંગઠનના કાર્યકર્તાઓ અને વરિષ્ઠો માટે આજે પણ પ્રેરણારૂપ છે. પં. દીનદયાલ ઉપાધ્યાયજીનું સમય પહેલા નિધન એક મોટી રાજકીય ખોટ હતી. પરંતુ અટલ બિહારી વાજપેયીએ જનસંઘમાંથી બનેલી ભારતીય જનતા પાર્ટીનું સબળ નેતૃત્વ કરીને 1996માં 13 દિવસ, 1998માં 13 માસ અને 1999માં આખી ટર્મ માટે ભારતના વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. અટલ બિહારી વાજપેયી ભારતરત્નથી પણ સમ્માનિત થયા છે.