લેબલ Mohan Bhagwat સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ Mohan Bhagwat સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

સોમવાર, 8 જૂન, 2026

તમે જ કહો, શું હિંદુઓ હવે કોઈ ભારતીય 'અસદુદ્દીન' કે 'શાહનવાઝ' RSSના સરસંઘચાલક બને તેની રાહ જુએ?

આનંદ શુક્લ: ભારત (India) પ્રાચીનકાળમાં ઘણાં નામોથી ઓળખાતું હતું. ઈરાની (Irani) ઓએ 'સ' નો ઉચ્ચાર 'હ' કરવાને કારણે સિંધુ (Sindhu) નદીને પાર રહેતા તમામ લોકોને હિંદુ (Hindu) ગણાવ્યા હતા. હિંદુ ત્યારે રાષ્ટ્રવાચક શબ્દ તરીકે વાપરવામાં આવતો હતો. આમ ફારસી (Farasi) ભાષી ઈરાનીઓએ હિંદુ ઓળખને રાષ્ટ્રવાચક રાખી હતી. પરંતુ ઈસ્લામના ફેલાવા બાદ આવતા આરબ વ્યાપારીઓ અને મુસ્લિમ (Muslim) આક્રમણખોરો માટે ભારતમાં પેદા થયેલા ધર્મોના તમામ અનુયાયીઓ તેમની પૂજાપદ્ધતિને કારણે હિંદુ હતા. હિંદુ ઓળખ એ વિધર્મીઓ દ્વારા આપવામાં આવેલી ધાર્મિક ઓળખ છે. આ વિધર્મીઓએ ખુદને હિંદુ ઓળખમાં છઠ્ઠી સદીથી ક્યારેય સામેલ કર્યા નથી. કેટલાક અપવાદરુપ લોકો અને સંગઠનો અવશ્ય છે. પણ તે ખૂબ જૂજ છે.

હિંદુ (Hindu) શબ્દ અને ઓળખનો મામલો

રાષ્ટ્રગીત (National Song) વંદેમાતરમ (Vande Mataram) ના રચિયતા અને આનંદમઠ (Anand Math) નવલકથાના લેખક બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે (Bankim Chandra Chatopadhyay) હિંદુ શબ્દ પર કહ્યુ હતુ કે હિંદુ શબ્દ મ્લેચ્છોનો આપેલો છે, જેનાથી તેઓ ભારતના સનાતન ધર્મીઓનો ઉલ્લેખ કરે છે. જો કે હવે આ શબ્દ આપણી ઓળખ સાથે જોડાઈ ચુક્યો છે.

હિંદુ શબ્દ અને તેની સાથે જોડાયેલી ઓળખને લઈને સદીઓથી ભારતમાં સંઘર્ષ છે. આ હકીકતનો સ્વીકાર કરવો જોઈએ. 1947માં ભારતનું વિભાજન (Partition of India) પણ મજહબના આધારે થયું હોવાના તથ્યને કોઈ ખોટું પાડી શકે તેમ નથી. પણ હવે એક નવી ચર્ચા શરૂ થઈ છે અને આ ચર્ચા શરૂ કરવામાં આવી છે હિંદુ સમાજને એક કરવાનું બીડું લઈને 1925થી 100 વર્ષનું તપ કરનારા તપસ્વી સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (Rashtriya Swayamsevak Sangh)ના સરસંઘચાલક મોહનરાવ ભાગવત (Mohan Bhagwat) દ્વારા.

રા. સ્વ. સંઘના સરસંઘચાલક મોહનરાવ ભાગવતે  (Mohan Bhagwat) એક કરતા વધારે વખત કહ્યુ છે કે ભારતમાં કોઈ અહિંદુ નથી, કારણ કે તમામ એક જ પૂર્વજોના વંશજ છે અને દેશની મૂળ સંસ્કૃતિ હિંદુ છે. અહીંના તમામ મુસ્લિમ અને ખ્રિસ્તીઓ પણ એક જ પૂર્વજોના વંશજ છે, પરંતુ તેમને આ ખબર નથી કે તેમને આ ભૂલવાડી દેવાયું છે.

આરએસએસ (RSS) ના સરસંઘચાલક મોહનરાવ ભાગવત કહે છે કે હિંદુ  (Hindu) જ ભારત માટે ઉત્તરદાયી છે. આ સાચું પણ છે.

RSSના સંસ્થાપક ડૉ. હેડગેવાર (Dr. Hedgewar) નું સ્મરણ

1925માં વિજયાદશમીના દિવસે દ્રઢનિશ્ચયી અને સ્પષ્ટ દિશાદર્શન ધરાવતા ડૉ. કેશવરાવ બલિરામ હેડગેવારે (Dr. Keshavrao Baliram Hedgewar) હિંદુ સમાજને એક કરવાના એકમાત્ર ઉદેશ્યથી વ્યક્તિત્વ નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણના સંકલ્પ સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શરૂઆત કરી હતી. ખૂબ નાના સ્તરે થયેલી આ શરૂઆત 100 વર્ષના તપના કારણે વિરાટ વટવૃક્ષ બની ચુકી છે. ડૉ. હેડગેવારે સ્વતંત્રતા પહેલા જ ઉદ્ઘોષણા કરી હતી કે ભારત હિંદુ રાષ્ટ્ર (Hindu Rashtra) છે. તેમના મનમાં હિંદુ શબ્દ અને તેની ઓળખને લઈને સ્પષ્ટતા હતી. રાષ્ટ્રીયતા અને અરાષ્ટ્રીયતાને લઈને તાત્ત્વિક તફાવતથી પણ તેઓ અવગત હતા.

આ પરંપરાનું સિંચન કરીને જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પોતાની 100 વર્ષની યાત્રા પૂર્ણ કરી છે. પણ તાજેતરના વર્ષોમાં રા. સ્વ. સંઘના સરસંઘાચલક મોહનરાવ ભાગવત દ્વારા શરૂ કરવામાં આવેલી ચર્ચા પર પણ હિંદુઓએ સંઘના વર્તુળની બહાર સામુહિક ચિંતન કરવાની જરૂર છે.

જો ભારતમાં કોઈ અહિંદુ નથી, તો.....

જો હિંદુ અને મુસ્લિમોના પૂર્વજ એક છે અને ભારતમાં કોઈ અહિંદુ નથી, તો અખંડ ભારતના ભાગ એવા પાકિસ્તાન અને બાંગ્લાદેશના પણ તમામ લોકો હિંદુ જ ગણાય કે નહીં? 14 ઓગસ્ટ, 1947ના ભાગલા પછી અસ્તિત્વમાં આવેલા પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાન પહેલા આ ત્રણેય ભૂભાગ સહસ્ત્રાબ્દિઓથી ભારત જ હતા. પાકિસ્તાન અને બાંગ્લાદેશના લોકો સંસ્કૃતિ, ભાષા, ઈતિહાસ અને માનસિકતાની દ્રષ્ટિએ એ જ છે જે તેઓ 80 વર્ષ પહેલા હતા. શું આ પાડોશી દેશ તરીકે અસ્તિત્વમાં આવેલા ક્ષેત્રમાં પાકિસ્તાનમાં 98 ટકા મુસ્લિમો છે અને બાંગ્લાદેશમાં 91 ટકા જેટલા મુસ્લિમ છે. પણ શું તેઓ પોતાને હિંદુ તરીકે ઓળખાવે છે?

પાડોશી દેશોની વાત જવા દો, ભારતમાં પણ 14 ટકાથી વધુ એટલે કે અંદાજે 20થી 23 કરોડ મુસ્લિમો છે. પણ તેમાં પોતાને હિંદુ ગણાવતા મુસ્લિમોની સંખ્યા કેટલી છે? શું ભારતમાં કોઈ અહિંદુ નથી તેમ કહેવું સાચું અને પ્રાસંગિક હોય, તો તો દાઉદ ઈબ્રાહીમ પણ હિંદુ છે, અસદુદ્દીન ઓવૈસી પણ હિંદુ છે, પરવેઝ મુશર્રફ પણ હિંદુ છે અને મોહમ્મદ યૂનુસ પણ હિંદુ છે. ભારત તોડનાર મોહમ્મદ અલી ઝીણા પણ તો તો હિંદુ જ ગણાય કે નહીં?

પણ આ સાચું હોય તો ભાગલા વખતે પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાનમાંથી જેમને નિરાશ્રિત કરવામાં આવ્યા હતા, તેઓ કોણ હતા અને જેમણે તેમના પર અત્યાચાર કર્યા તેઓ કોણ છે? 1989-90માં કાશ્મીરમાંથી જેમનું વિસ્થાપન થયું, તેઓ કોણ હતા અને જેમણે વિસ્થાપન કરાવ્યું તેઓ કોણ હતા?

અખંડ ભારતની વાત આખો અલગ વિષય છે. પણ પ્રવર્તમાન ભારતીય પ્રજાસત્તાક રાજ્યની વાત કરીએ, તો અહીં તાજેતરમાં જ ગંગોત્રીમાં બિનહિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવાયો છે. આવા અન્ય પણ કેટલાક ધર્મસ્થાનો છે. જો ભારત કોઈ અહિંદુ નથી, તો આવી રોક કોને અનુલક્ષીને રાજ્ય વ્યવસ્થાએ લગાવી છે?

ભારતમાં એક મોટો મુદ્દો લવજેહાદનો ચાલી રહ્યો છે. ગુજરાતમાં તાજેતરમાં લગ્ન નોંધણીના કાયદાને વધુ મજબૂત કરીને લવજેહાદ અટકાવવાની વ્યવસ્થા રાજ્યની સરકારે કરી છે. આ ઘણું આવકાર્ય પગલું છે. પણ ભારતમાં કોઈ અહિંદુ નથી, તો ઓળખ છૂપાવીને યુવતીને છેતરીને તેની સાથે લગ્ન કરનારા વિધર્મીને સજા અપાવવાની માગણી થઈ રહી છે, તેનાથી તો બધાં જ અવગત છે ને? જો કોઈ અહિંદુ નથી, તો લવજેહાદ સામે કડકાઈની માગણી અને તેના અનુરૂપ કાયદા કેમ બની રહ્યા છે?

શું હિંદુઓ હવે કોઈ 'અસદુદ્દીન' કે 'શહાબુદ્દીન' ના સંઘના સરસંઘચાલક બને તેની રાહ જોવે?

બીજી વાત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં ભગવો ધ્વજ ગુરુ સ્થાને છે. આ ભગવા રંગથી વાંધો ઉઠાવનારા અને પ્રાર્થનાને અંતે ભારતમાતા કી જય બોલાય છે, પણ આ ભારતમાતા કી જય સામે પણ વાંધો ઉઠાવનારા લોકોને કેવી રીતે હિંદુ ગણવા જોઈએ કે ગણી શકાય? શું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખાઓમાં કોઈ ભારતીય અબ્દુલ્લા, શહાબુદ્દીન કે અસદુદ્દીન આવે છે? જો આવતા હોય તો 100 વર્ષના ઈતિહાસમાં તેઓ સંઘમાં કોઈ જવાબદાર પદ પર કેમ પહોંચ્યા નથી? રા. સ્વ. સંઘના સહ-સરકાર્યવાહ, સરકાર્યવાહ કે સરસંઘચાલક પદ સુધી આવા ભારતીય અબ્દુલ્લા કે અસદુદ્દીન કે શહાબુદ્દીન કેમ નથી? આપણા કોઈને હિંદુ ગણવાથી શું થાય? એ પણ તો માનવા જોઈએ ને કે તેઓ હિંદુ છે કે તેમના પૂર્વજ હિંદુ છે? શું હવે દેશના હિંદુઓએ હિંદુ સંગઠન કરનારા સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક કોઈ અસદુદ્દીન કે શહાબુદ્દીન કે અબ્દુલ બને તેની પણ રાહ જોવાની છે?

બુધવાર, 27 મે, 2026

હિંદુઓને 3-4 બાળકો પેદા કરવાની સલાહ આપવાની ફેશન: સલાહ આપનારને ઓછા બાળકો કે સંતાનવિહીન!

આનંદ શુક્લ:  ભારતમાં ધાર્મિક વસ્તી અસંતુલનને લઈને દાયકાઓથી ચર્ચા ચાલી રહી છે. ભારતીય જનતા પાર્ટીના નેતા અને પૂર્વ સાંસદ નવનીત રાણાએ હિંદુ સમુદાયના લાકોને મોટો પરિવાર રાખવાની અપીલ કરતા કહ્યું છે કે કેટલાક સમૂહ ભારતના સામાજિક અને સાંસ્કૃતિ તાણાવાણાંને બદલવાના ઈરાદે જાણી જોઈને પોતાની વસ્તી વધારી રહ્યા છે. હિંદુ પરિવારોએ ખુદને એક બાળક સધી મર્યાદીત રાખવાના સ્થાને ત્રણથી ચાર બાળકો પેદા કરવા પર વિચાર કરવો જોઈએ.

દેશમાં ધાર્મિક વસ્તી અસંતુલનને સંતુલનમાં ફેરવવા માટે સૌએ વિચારણા કરવી જોઈએ. પણ જ્યારે સલાહનો સવાલ છે, હિંદુઓની ઘટી રહેલી વસ્તીની ચર્ચા વચ્ચે આ સમુદાયના લોકોને વધુ બાળકો પેદા કરવાની સલાહ એવા નેતાઓ કે અગ્રણીઓ દ્વારા મળે  છે કે જેઓ અપરણિત હોય કે 1-2 બાળકો ધરાવતા હોય. ત્યારે સવાલ એ છે કે આ મામલો માત્ર સામાજિક-સાંસ્કૃતિક તાણાવાણાંને લગતો છે કે આમા રાજકીય સ્થાપિત હિતો પણ સામેલ હોય છે.

વધુ બાળકોની સલાહ આપનારાઓની હકીકત

સૌથી પહેલા વાત નવનીત રાણાની કરીએ, તો તેમણે હિંદુઓને 3-4 બાળકો પેદા કરવાની સલાહ તો આપી છે. પણ sansad.in પર રહેલી માહિતી પ્રમાણે તેમની જન્મતારીખ 6 એપ્રિલ, 1985 છે અને તેમના લગ્ન 2 ફેબ્રુઆરી, 2011ના રોજ થયા હતા. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી એમ બે બાળકો છે. જો કે આવી સલાહ આપનારા નવનીત રાણા પહેલા નેતા કે અગ્રણી નથી.

NFHS-5, 2019-21 મુજબ, ભારતનો રાષ્ટ્રીય પ્રજનન દર (Total Fertility Rate - TFR) 2.0 છે. NFHS-5, 2019-21 મુજબ હિંદુઓમાં 1.9 અને મુસ્લિમોમાં 2.3 પ્રજનન દર છે.  જાન્યુઆરી-2025ના પ્રયાગરાજ કુંભ દરમિયાન રા. સ્વ. સંઘની પ્રેરણાથી સ્થપાયેલી વીએચપીના માર્ગદર્શક મંડળે પ્રસ્તાવ પારીત કરીને હિંદુ સમાજની અસ્તિત્વ રક્ષા માટે દરેક પરિવારમાં 3 બાળકો હોવા જોઈએ તેવો પ્રસ્તાવ પારીત કર્યો હતો.

દરેક પરિવારને 3 બાળકોની સલાહ

સપ્ટેમ્બર-2025માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે એક નિવેદન આપ્યું હતું કે "સમાજશાસ્ત્ર કહે છે કે જ્યારે કોઈ સમાજનો પ્રજનન દર (TFR) 2.1 થી નીચે જાય છે, ત્યારે તે સમાજ દુનિયામાંથી લુપ્ત થઈ જાય છે. તેને ખતમ કરવા માટે કોઈ આક્રમણની જરૂર નથી હોતી, તે આપમેળે જ સમાપ્ત થઈ જાય છે. આપણી સંસ્કૃતિ અને ભાષાને બચાવવા માટે આપણે ઓછામાં ઓછું 3 નું સરેરાશ જાળવી રાખવું પડશે." તેમણે હિંદુ-મુસ્લિમ જેવા શબ્દોનો ઉપયોગ કર્યો ન હતો. પણ સંકેત સ્પષ્ટપણે રાષ્ટ્રીય સરેરાશ 2.0થી નીચે રહેનારા 1.9નો પ્રજનન દર ધરાવતા હિંદુઓ તરફ હતો. તેમની ચિંતા વ્યાજબી છે. પણ રા. સ્વ. સંઘના સરસંઘચાલક મોહન ભાગવત પોતે પ્રચારક છે અને અપરણિત છે.

સાક્ષી મહારાજની 4 બાળકોની સલાહ

ભાજપના સાંસદ સાક્ષી મહારાજે 2015માં મેરઠમાં એક જાહેરસભામાં કહ્યું હતુ કે હિંદુ ધર્મને બચાવવા માટે દરેક હિંદુ મહિલાએ ઓછામાં ઓછા 4 બાળકો પેદા કરવા જોઈએ. સાક્ષી મહારાજ સંન્યાસી છે. સ્વાભાવિકપણે તેમના લગ્ન થયા નથી અને તેમને કોઈ સંતાન નથી.

કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહ ઘણીવાર વસ્તી નિયંત્રણના કાયદાની માગણી કરતા, હિંદુઓની ઘટતી સંખ્યા પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે હિંદુઓને પોતાની વસ્તી પ્રત્યે જાગરૂક રહીને તેને સંતુલિત રાખવાની સલાહ આપી છે. તેમને સંતાનમાં એક પુત્રી છે.

પૂર્વ સાંસદ ડૉ. સુબ્રણ્યમ સ્વામીએ પણ પોતાના તર્ક દ્વારા હિંદુઓના ઘટી રહેલા પ્રજનન દર પર ચિંતા વ્યક્ત કરીને હિંદુઓની વસ્તી એક નિશ્ચિત ટકાવારીમાં ઘટશે, તો ભારતનું હિંદુ ચરિત્ર સમાપ્ત થશે, તેવી વાત કરી ચુક્યા છે. તેઓ બૌદ્ધિક સ્તરે હિંદુઓની જનસંખ્યા વધારવાની પ્રેરણા આપે છે.  તેમને પણ સંતાનમાં બે પુત્રીઓ છે.

આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ સીધું તો વધુ બાળકો પેદા કરવાનું નથી કહ્યું, પણ વસ્તી વિસ્ફોટને વિશેષ સમુદાય સાથે જોડીને હિંદુઓને સચેત રહેવાની વાત કરી છે. ડેમોગ્રાફીમાંપરિવર્તનથી એક રાજકીય ખતરો પેદા થવાની વાત કરતા તેમણે હિંદુઓને પોતાની જમીન અને ઓળખ બચાવવા માટે સંખ્યા પર ધ્યાન આપવાનીવાત કહી છે. તેમને પણ બે સંતાન છે.

સાધ્વી પ્રાચીએ ચૂંટણી રેલીઓમાં જાહેર મંચ પરથી સલાહો આપી છે કે હિંદુઓએ  4 બાળકો પેદા કરવા જોઈએ. જેમાથી એક સીમા પર દેશનીરક્ષા માટે, એક સમાજ સેવા માટે, એક ઘર ચલાવવા માટે અને એક ધર્મની રક્ષા માટે હોવો જોઈએ. સાધ્વી પ્રાચી સંન્યાસી છે અને તેમને સંતાન નથી.

બદ્રીનાથ ધામના શંકરાચાર્ય વાસુદેવાનંદ સરસ્વતીએ પ્રયાગરાજના માઘ મેળામાં દરેક હિંદુને ઓછામાં ઓછા 10 બાળકો હોવા જોઈએની વાત કરતા હિંદુઓની સંખ્યા વધવાથી જ ભારતને હિંદુ રાષ્ટ્ર તરીકે જાળવી રાખી શકાય છે, તેવું સૂચન કર્યું હતું. તેઓ પણ સંન્યાસી છે અને માટે તેમને સંતાન નથી.

આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના સંસ્થાપક અધ્યક્ષ ડૉ. પ્રવીણભાઈ તોગડિયાએ પણ ઘણીવાર હિંદુઓની વસ્તીના ઘટતા દર અંગે ચંતા વ્યક્ત કરીને હિંદુઓને પોતાની વસ્તી વધારવા પ્રોત્સાહિત કર્યા છે. તેમને પણ બે સંતાન છે.

ગુજરાતના જાણીતા જમણેરી વિચારધારા ધરાવતા સામાજિક કાર્યકર્તા કાજલ હિંદુસ્તાનીએ પણ  હિંદુઓને અસ્તિત્વ ટકાવી રાખવા માટે વધુ બાળકો પેદા કરવા જોઈએ તેવા સૂચન કર્યા છે. જો કે તેમને 3-4 નહીં, પણ 2 સંતાન છે.

પરિવાર નિયોજન કાર્યક્રમને હિંદુઓએ સૌથી વધુ અપનાવ્યો

ભારતમાં સ્વતંત્રતા બાદથી પરિવાર નિયોજન કાર્યક્રમને 1952માં મંજૂર કરાયો અને શરૂઆતમાં બે કે ત્રણ બાળકો... હોય છે ઘરમાં સારા, નું સૂત્ર પ્રચલિત કરાયું. પણ 1970થી 1980ના દાયકામાં હમ દો, હમારે દો,નું સૂત્ર લોકપ્રિય બન્યું. NFHS-5 પ્રમાણે, ગર્ભનિરોધકના કુલ ઉપયોગની રાષ્ટ્રીય સરેરાશ 66.7 ટકા છે અને હિંદુઓમાં 67.8 ટકા અને મુસ્લિમોમાં 60.3 ટકા છે, એટલે કે 7.5 ટકાનો તફાવત છે. જ્યારે ગર્ભનિરોધકની આધુનિક પદ્ધતિની રાષ્ટ્રીય સરેરાશ 56.5 ટકા છે અને હિંદુમાં તે 57.8 ટકા અને મુસ્લિમોમાં 47.5 ટકા છે, એટલે તફાવત 10.3 ટકાનો છે. હિંદુઓમાં સ્ત્રી નસબંધીનું પ્રમાણ 40.4 ટકા અને મુસ્લિમોમાં નસબંધીનું પ્રમાણે 13.6 ટકા છે. આમ આ તફાવત 26.8 ટકા જેટલો છે. જો કે હવે આ તફાવત ઘટી રહ્યો છે.

ગર્ભનિરોધકનો ઉપયોગ

ગર્ભનિરોધક                      રાષ્ટ્રીય સરેરાશ              હિંદુ                   મુસ્લિમ

પરંપરાગત                       66.7 ટકા                 67.8 ટકા             60.3 ટકા

આધુનિક                         56.5 ટકા                 57.8 ટકા             47.5 ટકા

સેન્સસના ડેટા મુજબ, 1951માં ભારતમાં 84.1 ટકા હિંદુ હતા અને 2011માં 79.8 ટકા થયા આમ તેમની વસ્તીમાં ઘટાડો 4.30 ટકા જેટલો થયો. જ્યારે 1951માં ભારતમાં 9.8 ટકા મુસ્લિમ હતા અને તે 2011ના સેન્સસ મુજબ 14.2 ટકા થયા, આમ તેમની વસ્તીમાં વધારો 4.40 ટકા જેટલો થયો. 1951થી 2011 સુધીમાં હિંદુઓની વસ્તી 218 ટકાના વધારા સાથે 30.35 કરોડથી 96.62 કરોડે પહોંચી. જ્યારે 1951માં મુસ્લિમોની વસ્તી 3.54 કરોડથી 2011માં 386 ટકાના વધારા સાથે 17.22 કરોડે પહોંચી હતી. દેશની વસ્તી 1951માં 36.10 કરોડ હતી અને 2011માં 235 ટકાના વધારા સાથે 121.08 કરોડે પહોંચી હતી.

ભારતનું વસ્તી ગણિત

વસ્તી                 1951                      2011                            વધારો

હિંદુ                   30.35 કરોડ           96.62 કરોડ                  218 ટકા

મુસ્લિમ               3.54 કરોડ            17.22 કરોડ                386 ટકા

કુલ                    36.10 કરોડ        121.08 કરોડ                 235 ટકા

આ આંકડાઓ પર વાત કરતા કેન્દ્રીય મંત્રી અને ભાજપના સાંસદ ગિરિરાજ સિંહ કહી ચુક્યા છે કે ઓવૈસી જેવા લોકો અફવા ફેલાવી રહ્યા છે કે 80-90 વર્ષમાં પણ મુસ્લિમ, હિંદુઓની બરાબરી નહીં કરી શકે. હું કહેવા માંગુ છું કે હિંદુઓમાં અફવા ન ફેલાવો. 1951માં તેમની વસ્તી 2.5થી 2.8 કરોડ હતી, આજ સરકારી આંકડાના હિસાબથી તમે 17 કરોડ છો. અઘોષિત આંકડા કહે છે કે તમે 25 કરોડછો. હિંદુ 30 કરોડમાંથી વધીને 90 કરોડ થયા. અમારી વસ્તી 3 ગણી વધી, જ્યારે તમારી સાત ગણી.

2050માં સ્થિતિનું અનુમાન

2021માં કોરોનાકાળને કારણે સેન્સસ થઈ શક્યો નહીં. હવે સેન્સસની કાર્યવાહી હાથ ધરાવાની છે. ત્યારે censusofindia.netમાં 2011ના આંકડાના આધારે ભારતમાં 2025માં 140.98 કરોડ કુલ વસ્તીનું અનુમાન છે. આ અનુમાન મુજબ 2025માં હિંદુઓની વસ્તી 114 કરોડ હોવાનું અનુમાન છે, જ્યારે 2050માં હિંદુઓની વસ્તી 130 કરોડ થવાનું અનુમાન છે. જ્યારે 2025માં મુસ્લિમોની વસ્તી 23 કરોડ હોવાનું અનુમાન કરાયું છે, 2050માં મુસ્લિમોની વસ્તી 31.10 કરોડ થવાનું અનુમાન છે.

ભારતનું વસ્તી ગણિત

વસ્તી                 2025 (અંદાજિત)              2050 (અંદાજિત)

કુલ                    140.98 કરોડ                    161.10 કરોડ

હિંદુ                   114.00 કરોડ                    130.00 કરોડ

મુસ્લિમ               23.00 કરોડ                      31.10 કરોડ