-
આનંદ
શુક્લ
દેશમાં સત્તા કોણ નક્કી
કરે, બહુમતી કે લઘુમતી? તો જવાબ હશે કે દેશમાં લોકશાહી પદ્ધતિ પ્રમાણે બહુમતી
સત્તા નક્કી કરે. પરંતુ ભારતમાં શું બહુમતીએ સત્તા નક્કી કરી છે અને તે સત્તા
નક્કી કરી રહી છે? આ બંને સવાલનો જવાબ નકાર જ હશે. ભારતમાં આઝાદી વખતે પણ ઈસ્લામ
આધારીત દેશની ચર્ચાથી શરૂ થયેલી મુસ્લિમ તરફી રાજનીતિએ આઝાદ અને ખંડિત ભારતમાં
ક્યારેય બહુમતી હિંદુઓને સત્તા નક્કી કરવા દીધી નથી. આ દેશનું કમનસીબ છે કે
હિંદુના નામે આ દેશની સત્તા નક્કી થઈ શકી નથી. આઝાદી પહેલા ધર્મના નામે સત્તાનું
રાજકારણ ખેલાયું. પરંતુ મુસ્લિમોને ઈસ્લામના નામે અલગ દેશ પૂર્વ-પશ્ચિમ પાકિસ્તાન
મળ્યો. પરંતુ હિંદુઓને હિંદુઓ હોવાના નાતે કંઈ જ મળ્યું નહીં!
દેશ આઝાદી વખતે તત્કાલિન
રાજનેતાઓ પાસે આશા રાખી રહ્યો હતો કે હજાર વર્ષની અફઘાન-તુર્ક મુસ્લિમો અને
અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મેળવ્યા બાદ દેશ પોતાની હિંદુ તરીકેને ઓળખને મુખર
અને પ્રખર બનાવશે. પરંતુ દુર્ભાગ્ય છે કે દેશના નેતાઓએ આઝાદીના 65 વર્ષમાં એક જ
કામ કર્યું અને તે કામ હિંદુ ઓળખને ભૂંસવાનું કર્યું. તેના માટે તેમણે સેક્યુલર
નામના શબ્દને ઢાલ બનાવી. સેક્યુલારિઝમની તથાકથિત રાજનીતિના પગલે તેમણે ભારતની
હિંદુ ઓળખને એક પછી એક સમાપ્ત કરવાની શરૂઆત કરી. મુસ્લિમોના 700 વર્ષ અને
અંગ્રેજોના 150 વર્ષના શાસનમાં ભારતની હિંદુ ઓળખ અકબંધ અને અડિખમ રહી. પરંતુ ખંડિત
થઈને આઝાદ બનેલા ભારતના સત્તાઘેલા રાજકારણીઓએ ભારતની એક પછી એક હિંદુ ઓળખની સાથે
દુશ્મન બનીને તેને ખતમ કરવાની શરૂઆત કરી. હિંદુ ઓળખ ભૂંસવાના કામને ભારતમાં
સેક્યુલારિઝમ અને આધુનિકતાનું નામ આપવામાં આવ્યું.
દુનિયામાં જે કાળું છે,
તેને ભારતમાં ધોળું ગણવામાં આવે છે. દુનિયામાં જે ધોળું છે, તેને ભારતમાં કાળું
ગણવામાં આવે છે. કાયદો બધાં માટે સરખો અને કાયદા સામે સૌ સરખા-એ કાયદાની પ્રાથમિક
શરત છે. પરંતુ ભારતમાં બધાં કાયદા બધાં માટે સરખા નથી અને કાયદા સામે સૌ સરખા પણ
નથી. દેશને ખંડિત થવા પાછળ સૌથી મોટું કારણ હતું, મુસ્લિમોની સુપરસ્ટેટની
પાનઈસ્લામિક મૂવમેન્ટ. પરંતુ આઝાદ ભારતમાં મુસ્લિમોની અલગતાવાદી સુપરસ્ટેટની
પાનઈસ્લામિક મૂવમેન્ટ ચાલુ રહે, તેવી બંધારણીય અને કાયદાકીય જોગવાઈ કરવામાં આવી. ભારતની
બંધારણીય જોગવાઈઓમાં મુસ્લિમોને વીઆઈપી ટ્રીટમેન્ટ મળે તેના માટે લઘુમતીઓને વિશેષ
દરજ્જાની સગવડ કેટલાંક અનુચ્છેદોમાં કરવામાં આવી છે. આ બંધારણીય અનુચ્છેદો પ્રમાણે
તેમને આમ હિંદુ કરતા વિશેષ બંધારણીય અધિકારો મળે છે. મુસ્લિમ સહીતની લઘુમતીઓને
દેશમાં તેમના ધર્મના પ્રચાર, ધાર્મિક-સામાજિક-શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાના અધિકાર
અને તેમની ઓળખ જળવાય રહે તેવી વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. પરંતુ સેક્યુલર
ભારતમાં હિંદુઓની હિંદુ તરીકેની ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક ઓળખ
જળવાય રહે અને તેનું દ્રઢીકરણ થાય તેવી કોઈ જોગવાઈ ભારતના બંધારણ સહીત કોઈપણ
કાયદામાં નથી. ભારત એવો સેક્યુલર દેશ છે કે જેમાં હિંદુને હિંદુ તરીકે કંઈપણ કરવા
માટે કાયદાકીય રીતે અસમર્થ બનાવી દેવામાં આવ્યો છે.
વિશ્વમાં કોઈપણ ઠેકાણે
સ્થાનિક બહુમતી ઈચ્છે તે પ્રમાણે વ્યવસ્થા અને તંત્ર ચાલે છે. વ્યવસ્થા અને તંત્ર
પણ સ્થાનિક બહુમતીના હાથમાં રહે છે. પરંતુ ભારત જ એક એવો દેશ છે કે જેની વ્યવસ્થા
અને તંત્ર દેશમાં હિંદુ ઓળખવાળી બહુમતી હોવા છતાં તેમની ઈચ્છા અને આંકાક્ષાઓ
પ્રમાણે આઝાદીના 65 વર્ષ છતાં ચાલી શકી નથી. મુસ્લિમ પર્સનલ લો, હિંદુ કોડ બિલ
સહીતના ધાર્મિક ઓળખોને અલગ કરતા લગ્ન અને વારસાધિકારના કાયદાઓને ભારતના તમામ
નાગરીકો માટે સમાન કરવા માટે સમાન નાગરીક ધારો લાવવા માટે માગણી કરવામાં આવી છે. વિશ્વમાં
અન્ય કોઈ ઠેકાણે આ માગણી કરવામાં આવત, તો તેને સહર્ષ સ્વીકારી લેવામાં આવત. પણ
દુનિયામાં ધોળું ભારતમાં કાળું ગણાય છે. ભારતમાં સમાન નાગરીક ધારાની માગણીને
કોમવાદી ગણવામાં આવે છે, કારણ કે ભારતની સૌથી મોટી કથિત લઘુમતી મુસ્લિમોને સમાન
નાગરીક ધારાને કારણે પોતાની ઓળખ ગુમાવવાનો ખતરો મહેસૂસ થાય છે. પરંતુ જો ભારત
સેક્યુલર હોય, ભારત બિનસાંપ્રદાયિક દેશ હોય અને આ દેશમાં હિંદુઓને પોતાની ઓળખ
જાળવવા માટે કાયદાકીય સંરક્ષણ મળેલું ન હોય તો મુસ્લિમોને આવું સંરક્ષણ શેના માટે?
મુસ્લિમોની અલગ જળવાયેલી
ઓળખને કારણે દેશને ઘણું નુકસાન જઈ રહ્યું છે. દેશમાં આતંકવાદ અને અલગતાવાદની સૌથી
મોટી સમસ્યાઓ પાછળ મુસ્લિમોની અલગ ઓળખ જ કારણભૂત છે. ત્યારે દેશમાં રાષ્ટ્રીય
પ્રવાહથી દૂર રહેલા મુસ્લિમોને મુખ્યધારામાં જોડવા માટે કોઈ કાયદાકીય પ્રયત્ન કરવાની
પહેલ કરવામાં આવી નથી. મુસ્લિમોને દેશના મુખ્યપ્રવાહમાં ભેળવવા માટે સમાન નાગરીક
ધારો બહુ મોટું માધ્યમ બની શકે છે. પરંતુ તેનો વિરોધ મુસ્લિમોની અલગ ઓળખથી તેમને
દેશની મુખ્યધારાથી દૂર કરીને રાજકીય ખિચડી પકવનારા તથાકથિત સેક્યુલર રાજકીય પક્ષો
કરી રહ્યા છે. ત્યારે પ્રશ્ન એ થાય કે સેક્યુલર એટલે તમામ ધર્મ પ્રત્યે સમભાવથી
જોવું તેવો અર્થ કરવામાં આવતો હોય તો શું ભારતના સેક્યુલરો હિંદુ ધર્મીઓને
મુસ્લિમોની જેમ સમદ્રષ્ટિથી જોવે છે? ભારતમાં લઘુમતી અને તેમાંય ખાસ મુસ્લિમ તરફી
હોવું એટલે સેક્યુલર, એવી માનસિકતા પ્રવર્તી રહી છે. આ માનસિકતાનો દેશ પ્રત્યક્ષ
અને અપ્રત્યક્ષ રીતે શિકાર બની રહ્યો છે.
ભારતમાં આઝાદી વખતથી
કાશ્મીર સમસ્યા સામે આવી. જમ્મુ-કાશ્મીર રાજ્યનું ભારતમાં વિલીનીકરણ તત્કાલિન
મહારાજા હરિસિંહના સંમતિપત્ર પર સહી કરાયા પછી થયું. પરંતુ આજે પણ જમ્મુ-કાશ્મીરને
ભારતીય સંઘમાં રાજ્ય તરીકે સ્પેશ્યલ સ્ટેટસ અનુચ્છેદ-370 નીચે મળેલું છે. શું
તેનું એકમાત્ર કારણ એ છે કે જમ્મુ-કાશ્મીરમાં મુસ્લિમોની બહુમતી છે? જમ્મુ-કાશ્મીરને
વિશેષ દરજ્જો આપતા અનુચ્છેદ-370ને દૂર કરવાનું કામ તો કોઈ રાજકીય નેતા કરતો નથી,
પરંતુ તેને ઓટોનોમસ એટલે કે સ્વશાસિત પ્રદેશ બનાવવાની અને કેટલાંક તો 1953
પહેલાનું સ્ટેટસ કાયમ કરવાની ચળવળો ચલાવી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ-370
લાગુ હોવાને કારણે આ રાજ્ય સિવાયના ભારતના અન્ય લોકો અહીં જમીન ખરીદી શકતા નથી અને
કાયમી વસવાટ પણ કરી શકતા નથી. જ્યારે જમ્મુ-કાશ્મીરના લોકોને ભારતમાં અન્ય ઠેકાણા
પર રહેવા, વેપાર કરવા અને જમીન ખરીદવા સહીતના ભારતીય બંધારણે આપેલા તમામ મૂળભૂત
અધિકારો ભોગવવા મળે છે. ત્યારે મુસ્લિમ તરફી રાજનીતિમાં મસ્ત બનેલા તથાકથિત
સેક્યુલર રાજકીય પક્ષો દ્વારા અનુચ્છેદ-370ને ચાલુ રાખવાની વાત કરવામાં આવે છે, તે
કોમવાદી હરકત નથી?
ભારતમાં હિંદુ સ્વાભિમાન
જગાડનારી રામજન્મભૂમિ મુક્તિની ચળવળ ચાલી. દેશની રાજનીતિમાં હિંદુઓ કેન્દ્રસ્થાને
આવવાની શરૂઆત થઈ. પરંતુ ફરીથી સેક્યુલર દેખાવવાની રાજરમતમાં રામજન્મભૂમિ આંદોલનમાં
રામરથયાત્રા કરનારાઓએ જ મુસ્લિમ તરફી સેક્યુલર ગણાતી રાજનીતિ શરૂ કરી. આઝાદી પછી
મરાઠા યુગ પછી પહેલી વખત દેશમાં હિંદુ રાજનીતિ કેન્દ્રસ્થાને આવી હતી. હિંદુઓએ
પોતાની રાજકીય અભિવ્યક્તિ સ્વરૂપે રામરથ પર ચઢનારાઓને દેશમાં સૌથી વધારે બેઠકો આપી
હતી. દેશમાં હિંદુ જનજાગરણનો માહોલ હતો. પરંતુ તેવા સમયે માટીપગા નેતાઓએ પાણીમાં
બેસીને દેશની ઓળખ સ્થાપિત કરનારા ત્રણ મુદ્દાઓને છોડવાનું પાપ કર્યું. તે વખતે
બનેલી ગઠબંધન સરકારે પોતાના કોમન મિનિમમ પ્રોગ્રામમાંથી રામજન્મભૂમિ પર
રામમંદિરનું નિર્માણ, જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370ની નાબુદી અને સમાન નાગરીક
ધારો લાગુ કરવા જેવા મુસ્લિમો સાથે ગોઠવણવાળા પક્ષોને ખુશ કરવા વિવાદિત ગણી
લેવાયેલા મુદ્દાઓને બહાર રાખ્યા.
1996-97 પછી જ મુસ્લિમ
તરફી ગોઠવણો અને સમજૂતીને કારણે હિંદુ જનજાગરણનું આંદોલન હતાશા તરફ ધકેલાવાની
શરૂઆત થઈ. તો સામેપક્ષે મુસ્લિમો તરફી રાજનીતિની શરૂઆત થઈ. હજ ક્વોટા વધ્યા, ઉર્દૂ
શિક્ષકોની મોટાપાયે ભરતી થઈ, ઝીણાની કબરે રામરથયાત્રાના નાયકે માથું નમાવ્યું.
બાબરી ધ્વંસના દિવસને દુખદ ગણાવ્યો, ઝીણાને સેક્યુલર ગણાવ્યા. 2004 પછીની
પરિસ્થિતિ તેનાથી પણ વધારે ભયાનક સાબિત થઈ. સચ્ચર કમિટી થકી સેના અને ન્યાયતંત્ર
સહીત મુસ્લિમોની ગણતરી થઈ. દેશના સંસાધનો પર સૌથી પહેલો હક ગરીબો અને ભારતીય
નાગરીકોનો નહીં, પરંતુ મુસ્લિમોનો હોવાની વાત દેશના વડાપ્રધાન મનમોહન સિંહે કરી.
માત્ર મુસ્લિમોના ઉત્થાન માટે 15 સૂત્રીય કાર્યક્રમોની શરૂઆત થઈ. મુસ્લિમોની
ધર્મના નામે અનામત આપવાની ભલામણ રંગનાથ મિશ્ર પંચે કરી. આંધ્ર પ્રદેશ જેવા
રાજ્યમાં મુસ્લિમોને શૈક્ષણિક સંસ્થાઓ અને નોકરીઓમાં અનામત આપવાની કોશિશ કરાઈ. જો
કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટે આવી કોશિશોને નાકામ બનાવી.
પરંતુ ઉત્તર પ્રદેશ
વિધાનસભાની ચૂંટણીમાં મુસ્લિમોને 9 ટકા અને 18 ટકા અનામતના વાયદા થયા. કોંગ્રેસના
કેન્દ્રીય મંત્રીએ તો મુસ્લિમોને અનામત આપવા માટે મરવાની પણ તૈયારી બતાવી. મુલાયમ
સિંહે 1989માં રામજન્મભૂમિ આંદોલનના કારસેવકો પર ગોળીબાર કરાવ્યો અને તેમની લાશોને
સરયૂમાં રેતીના કોથળા બાંધીને ડૂબાડી દીધી. આ જ મુલાયમસિંહ યાદવે ઉત્તર પ્રદેશ
વિધાનસભાની તાજેતરની ચૂંટણીમાં દિલ્હીના પાકિસ્તાનપરસ્ત ઈમામ બુખારીનો ખુલ્લેઆમ
સાથ લીધો. યૂપીમાં મુસ્લિમ નેતા આઝમખાનને સમાજવાદી પાર્ટીમાં મુલાયમે મહાસચિવનું
પદ આપ્યું અને હાલ યૂપીની અખિલેશ યાદવની સરકારમાં મોટા માનપાન અને પ્રધાનપદું
આપ્યું છે.
તાજેતરમાં ડીઝલના ભાવમાં
વધારો, રાંધણગેસ સિલિન્ડરનું રેશનિંગ અને રિટેલમાં એફડીઆઈના મુદ્દે યુપીએ સરકારને
ટેકો પાછો ખેંચતી વખતે તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી
મમતા બેનર્જીએ કહ્યુ કે તેમના પક્ષના પ્રધાનો જુમ્મા (શુક્રવાર)ના દિવસે જુમ્માની
નમાજ બાદ વડાપ્રધાનને પોતાના રાજીનામા સોંપશે. આ પ્રકારની ભાષા અને ઘટના ભારતીય
રાજકારણમાં પહેલીવાર બની રહી છે. આજ સુધી જુમ્માની નમાજને કોઈ રાજકીય પગલા સાથે
સાંકળવાની કોઈપણ પક્ષે હિંમત કરી ન હતી. પરંતુ ભૂંસાય ગેયલા હિંદુ જનજાગરણના
અભિયાનના પગલે દેશમાં ફરીથી મુસ્લિમ રાજકારણ કેન્દ્ર સ્થાને આવવા લાગ્યું છે. દરેક
પક્ષને લઘુમતીઓમાં મુસ્લિમોના થોક વોટબેંકની દરકાર છે. કોઈને હિંદુઓના વોટની દરકાર
નથી, કારણ કે હિંદુ દલિત, આદિવાસી, બ્રાહ્ણણ, વૈશ્ય, જેવી જાતિગત અને ભાષા આધારેની
પ્રાદેશિકતાઓમાં વહેંચાયેલો છે. જેના કારણે થોક મુસ્લિમ વોટબેંકની સામે હિંદુ
વોટની રાજકીય પક્ષો ગણતરી કરવા માટે અને તેની દરકાર લેવા માટે પણ તૈયાર નથી. અરે
હદ તો ત્યારે થાય છે કે હિંદુત્વના પરંપરાગત ગઢ ગણાતા ગુજરાતમાં પણ હિંદુ વોટોથી
જીતનારા પક્ષે કેટલા મુસ્લિમ મતો મેળવ્યા તેની ગણતરી આરંભી છે. ગુજરાતમાં પણ
મુસ્લિમો પ્રત્યે સદભાવના દેખાડવાની રાજ્યની સરકારી રાહે ફેશન ચાલી રહી છે. દેશમાં
હિંદુત્વના ગઢ ગુજરાતમાં હિંદુઓ આવી કફોડી સ્થિતિમાં હોય, તો અન્ય ઠેકાણે હિંદુ
તરીકેની ઓળખ સાથે જીવનારા હિંદુઓની શું દશા હશે તેની તો કલ્પના જ કરવી રહી? તેથી જ
કહેવાનું મન થાય છે કે ભારતમાં સેક્યુલર હોવાનો અર્થ માત્ર મુસ્લિમોની તરફદારી
કરવી તેવો કરી દેવામાં આવ્યો છે.
કોંગ્રેસ અને તેના
યુપીએમાં રહેલા સાથીપક્ષો મોંઘવારી વધારી રહ્યા છે, ભ્રષ્ટાચારમાં કેટલેક ઠેકાણે
સપડાયેલા માલૂમ પડયા છે, લાખો કરોડોના ગોટાળા સામે આવ્યા છે. પરંતુ તેમને વિશ્વાસ
છે કે તેઓ હિંદુઓને વિભાજિત કરી શકશે અને મુસ્લિમોની થોક વોટબેંકને સેક્યુલારિઝમની
તેમની આગવી મુસ્લિમ તરફી રાજનીતિથી પોતાની તરફે વાળી શકશે. ભારતીય રાજકારણમાં શરૂ
થયેલા આ ખતરનાક ટ્રેન્ડને કારણે મુસ્લિમ રાજનીતિ જ તથાકથિત સેક્યુલર રાજકીય પક્ષો
દ્વારા વર્ચસ્વ પામતી લાગે છે, બાકી મોંઘવારી, ભ્રષ્ટાચાર, આતંકવાદ, વિદેશોમાં
કાળું નાણું, લોકપાલ સહીતના મુદ્દાઓ બિનઅસરકારક જ રહે તેવી આશા તથાકથિત સેક્યુલર
પક્ષો દ્વારા સેવાય રહી છે.
http://www.viniyogparivar.org/Gujarati%20Satya%20Na%20Chasma.html
જવાબ આપોકાઢી નાખો