લેબલ મુસ્લિમ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ મુસ્લિમ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

સોમવાર, 18 ઑગસ્ટ, 2025

પૂર્વજ એક હોવા છતાં હિંદુ-મુસ્લિમ વચ્ચે હુલ્લડો થાય છે કેમ?

- Anand shukla

    તમામ ભારતીયોના પૂર્વજો એક છે. આપણે સૌ એક છીએ. પૂજાપદ્ધતિ બદલાવાથી પૂર્વજો નથી બદલાતા અને એટલે સભ્યતા, સંસ્કૃતિ પણ બદલાતા નથી. પરંતુ ભારતમાં ભારતીય મૂળ સિવાયના પંથ-સંપ્રદાયોમાં મતાંતરણ રાષ્ટ્રાંતરણ બની ગયાનું સૌથી મોટું ઉદાહરણ આપણી માતૃભૂમિનું વિભાજન છે. કોમવાદની લાગણીને કારણે હુલ્લડો થાય છે. આ હુલ્લડો સ્વતંત્રતા પહેલાના દોઢસોથી વધુ વર્ષની સમસ્યા છે અને વિભાજન સાથે મળેલી આઝાદી પછી પણ હુલ્લડનું તંત્ર યથાવત છે. કેટલાક અપવાદરૂપ કિસ્સાઓને બદ કરતા હુલ્લડો હિંદુ અને મુસ્લિમો વચ્ચે થાય છે. ભારતમાં સ્વતંત્રતા પહેલા અને પછી મુસ્લિમોને લઘુમતીનો દરજ્જો મળેલો છે. પરંતુ ભારતમાં દિલ્હી સહિતના ઘણાં સ્થાનો પર 800 વર્ષ સુધી શાસનતંત્રમાં રહેલા મુસ્લિમો ભારતની લઘુમતી નહીં,પણ બીજી સૌથી મોટી બહુમતી છે. પરંતુ બ્રિટિશરો દ્વારા તેમણે કરેલી રાજનીતિને કારણે અને ભારતીય નેતાઓની દૂરંદેશીમાં સર્જાયેલી લઘુમતી તુષ્ટિકરણની ખામીને કારણે હુલ્લડોની સમસ્યા યથાવત રહી છે. જ્યાં સુધી દેશમાં ચાલી રહેલી ધાર્મિકતાના આધારે લઘુમતી-બહુમતીના ભેદભાવો યથાવત રહેશે, ત્યાં સુધી દેશમાં રાષ્ટ્રીય સમન્વયની સ્થિતિમાં ખામી રહેશે અને આ ખામી હુલ્લડ તંત્રને યથાવત રાખશે.

    હુલ્લડોનું તંત્ર ભારતમાં કેમ યથાવત છે, તેને વસ્તુનિષ્ઠ રીતે મૂલવવાની જરૂર છે. ઈસ્લામી મજહબી સિદ્ધાંતોની મૂળ એવી વર્ગ-વિભાજનની દ્રષ્ટિને આના માટે સમજવાની જરૂર છે. મોમિન-કાફિર, દારુલ હરબ-દારુલ ઈસ્લામ, જાયજ-નાજાયજ જેવા વર્ગ-વિભાજન આની પાછળના કારણો છે. માત્ર ધર્મ, ઈશ્વર જ નહીં, પણ સભ્યતા અથા જીવનની તમામ વસ્તુઓને બે વિભાગમાં વિભાજીત કરવામાં આવી છે એટલે કે વિશ્વને મુસ્લિમ અને બિનમુસ્લિમ દૃષ્ટિકોણ વચ્ચે વહેંચી દેવામાં આવે છે. સામાન્ય મુસ્લિમોની વચ્ચે જ જેહાદી અને આતંકી જૂથો કે તેમની સાથે સહાનુભૂતિ ધરાવતા લોકો સ્થાન બનાવી લેતા હોય છે. દિલ્હીના શાહીનબાગ ખાતેના દેખાવો અને તેના પછી થયેલા હુલ્લડોને લઈને આવી ઘણી વાતો કહેવાય છે. ભૂતકાળના ઘણાં હુલ્લડોને લઈને પણ આવી ચર્ચાઓ વખતોવખત થતી રહી છે.

    હિંદુઓ વૈચારિક પૃષ્ઠભૂમિ અને દ્રષ્ટિકોણથી તૈયાર થયેલી માનસિકતા પ્રમાણે શાંતિપ્રિય એટલે કે હિંસાથી બચનારા લોકો છે. તેનો ફાયદો મજહબી સિદ્ધાંતોથી ઉન્માદી બનેલા લોકો સંગઠિત હિંસા કરે છે. કાશ્મીર ખીણમાંથી હિંદુઓને પોતાના જ દેશમાં ખદેડીને વિસ્થાપિત કરવાની ઘટના આનું સૌથી મોટું ઉદાહરણ છે. ઈતિહાસમાં આવા બીજા ઘણાં ઉદાહરણો છે. સામાન્ય મુસ્લિમોને રાજનીતિક ઈસ્લામિક સિદ્ધાંતોના આધારે ગેરમાર્ગે દોરીને ઈસ્લામના નામે દરેક દેશી-વિદેશી અભિયાનને મદદ કરવા માટે અને તેના દ્વારા ઈસ્લામી વર્ચસ્વને વધારવાની વ્યૂહરચનાની દિશામાં મુસ્લિમ સમુદાયના જેહાદી તત્વો હુલ્લડો માટે અને તેના દરમિયાન કામ કરતા હોય છે. આપણા બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરે પણ નોંધ્યું છે કે मुसलमान केलिए तो जहां इस्लामी शासन है, वही उसका देश है.(મુસલમાનો માટે તો જ્યાં ઈસ્લામી શાસન છે, તે તેમનો દેશ છે) રાજનીતિક ઈસ્લામના સિદ્ધાંતો મુલ્લા-મૌલવીઓના સંસર્ગમાં પાક્કા બનેલા મુસલમાનને ક્યારેય મંજૂરી આપી શકે નહીં કે તે બિનઈસ્લામિક શાસન ધરાવતા દેશને માતૃભૂમિ તરીકે સ્વીકારે અને કોઈ બિનમુસ્લિમને પોતાના બંધુ-બાંધવ સમજે. કૉંગ્રેસના અધ્યક્ષ રહી ચુકેલા વિદુષી એની બેસન્ટે બરાબર 100 વર્ષ પહેલા કહ્યું હતું કે  हम यह मानने केलिए मजबूर हैं कि मुसलमानों का मुख्य लगाव मुस्लिम देशों से है, मातृभूमि से नहीं. वे अच्छे और विश्वसनीय नागरिक नहीं हो सकते. स्वतंत्र भारत में मुस्लिम आबादी स्वतंत्रता केलिए खतरा होगी. (આપણે એ માનવા માટે મજબૂર છીએ કે મુસ્લિમોનો મુખ્ય લગાવ મુસ્લિમ દેશોથી છે, માતૃભૂમિથી નહીં. તે સારા અને વિશ્વસનીય નાગરિક થઈ શકે નહીં. સ્વતંત્ર ભારતમાં મુસ્લિમ વસ્તી સ્વતંત્રતા માટે એક ખતરો હશે.)

હુલ્લડ તંત્રમાં સામેલ રાજકીય મજહબી સિદ્ધાંતોથી પ્રેરિત આવા તત્વો બિનમુસ્લિોને ઘૃણિત, હીન, ભ્રમિત અથવા દુષ્ટ સમજે છે, કે જેમણે આજે નહીં તો આવતી કાલે ઈસ્લામ સ્વીકારવાનો છે અથવા સમાપ્ત થવાનું છે. પછી પંદર મિનિટ પોલીસ હટાવવાની  નિવેદનબાજી હોય કે 20-25 કરોડ વિરુદ્ધ 100 કરોડની વાતો કરનારા જેહાદી સિદ્ધાંતોથી પ્રેરિત કહેવાતા રાજકીય નેતાઓ હોય, કે મજહબી ઉન્માદથી પ્રેરિત થઈને લોહી વહેવડાવનારા દહેશતગર્દો હોય, આ બધાં એક જેવા છે. બિનમુસ્લિમોએ આ સમસ્યાને સમજવી જરૂરી છે. અહીં પૂજાપદ્ધતિના ભેદભાવ કારણભૂત નથી, પરંતુ વાત પૂજાપદ્ધતિથી આગળની વર્ગ-વિભાજનના સિદ્ધાંતોથી ઘડાયેલી મજહબી માનસિકતાની છે. આ નહીં સમજાય ત્યાં સુધી હુલ્લડ કે તેના આતંકથી પંજાબીઓ, બંગાળીઓ, કાશ્મીરીઓ, કેરાળીઓની જેમ બિનમુસ્લિમોને હિંસાચારનો સામનો કરવો પડશે.

    ભારત જેહાદ અને રાજનીતિક ઈસ્લામથી પેદા થયેલા આતંકને સહન કરનારો દેશ છે. વિભાજન થવું અને પશ્ચિમી પંજાબ, સિંધ જેવા વિસ્તારોના ઘણાં ભાગો હવે પાકિસ્તાન છે, ત્યાં હિંદુઓ લગભગ સમાપ્તિની સ્થિતિમાં છે. પૂર્વ બંગાળ જે પૂર્વ પાકિસ્તાનમાંથી ભારતીય સેનાના પરાક્રમથી બાંગ્લાદેશ બન્યું છે, ત્યાં પણ ત્રણ ચતુર્થાંસ જેટલા હિંદુઓ સમાપ્ત થયા છે, અથવા ભારતમાં ખદેડી દેવાયા છે અથવા તેમને ધર્માંતરિત કરી દેવામાં આવ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે આવી જ કોશિશો સ્વતંત્ર ભારતમાં કાશ્મીરથી કેરળ સુધી થઈ રહી છે. સંસદ પર હુમલો કરનારા અફઝલ ગુરુ અને કાશ્મીરમાં આતંક ફેલાવનારા બુરહાન વાની જેવા આતંકીઓને આતંકી નહીં માનવા તેવું કહેનારાઓની એક જમાત ઉભી થઈ છે અને હિંદુઓ સામેના હિંસાચાર સામે અવાજ ઉઠાવનારને આતંકી-કોમવાદી જેવા શબ્દોથી માંડી અપશબ્દો કહેવામાં આવે છે. સ્વતંત્ર ભારતમાં કાશ્મીરથી લઈને કેરળ અને નગાલેન્ડથી લઈને ભારતના બીજા છેડા સુધી જો કોઈને સામુહિક અપમાન, વિસ્થાપન અને હિંસાનો સામનો કરવો પડયો છે, તો તે હિંદુ સમુદાય છે. ભારતમાં હિંદુઓની બહુમતી છે. તેમ છતાં આમ બને છે. એટલે કે લઘુમતીની સુરક્ષાના નામે બહુમતીને અસુરક્ષિત રાખવામાં આવે છે. કહેવામાં આવે છે કે બહુમતીને સુરક્ષાની જરૂર નથી, માત્ર લઘુમતીઓને હોય છે. ગુજરાતના 2002ના ગોધરકાંડ પછી થયેલા હુલ્લડ પર સેંકડો રિસર્ચ પેપર્સ, ડઝનબંધ પુસ્તકો, અગણિત ચોપાનિયાં અને ફિલ્મ સુદ્ધાં બનાવવામાં આવ્યા. એકેડેમિક અભ્યાસ અને સાંસ્કૃતિક ગતિવિધિઓના નામે ગુજરાતના હિંદુઓની સામે જાણેકે ગોધરામાં ટ્રેન સળગાવનારાઓ પ્રત્યે સહાનુભૂતિ ધરાવનારા તત્વોને છાવરીને તેમને બૈદ્ધિક સંરક્ષણ આપવામાં આવ્યું. પણ હિંદુઓની સામુદાયિક સુરક્ષાની અણદેખી કરવામાં આવી.

    આની પાછળનું મૂળ કારણ હિંદુ-મુસ્લિમ હુલ્લડો પર મૂળભૂત તથ્યો પર વિચાર કરવાની જગ્યાએ તેનાથી બચવાની કોશિશ હોય છે. વાસ્તવિકતા છૂપાવવાથી એક રીતે સમાજમાં નિર્માલ્યતા આવતી હોય છે. પૂજાપદ્ધતિના ભેદભાવ કરતાં માનસિકતા આવા હુ્લ્લડો માટે જવાબદાર છે. 1978માં અલીગઢ, 1979માં જમશેદપુર, 1980માં મુરાદાબાદ, 1982માં મેરઠ, 1989માં ભાગલપુર, 1992-93માં મુંબઈ કે 2002માં ગુજરાતના રમખાણો હોય, તેની શરૂઆત મુસ્લિમ કટ્ટરપંથીઓ દ્વારા કરવામાં આવી હતી. હુ્લલડખોરોને ગુનાહિત તત્વો કહીને ઉપદેશાત્મક ભાષણબાજી એક ક્ષુલ્લક બાબત છે. આવા વ્યવહારથી મૂળ ગુનો અને ગુનેગાર બંને બચી જાય છે. હિંદુ અને મુસ્લિમો ભારતમાં સદીઓથી રહે છે અને એકબીજાને જોવે, સમજે છે. બંને સમુદાયોના લોકો દુનિયાના અન્ય દેશોમાં અન્ય સમુદાયો સાથે પણ રહે છે. આ દરમિયાન બંને સમુદાયોના લોકોના જે-તે દેશ અને ત્યાંના સ્થાનિકો સાથેના સંબંધો પણ આખી દુનિયાને દેખાય છે. અપ્રવ્રાસી હિંદુઓની મોટી સંખ્યા અમેરિકા, યુરોપ, આફ્રિકા અને મધ્ય-પૂર્વ એશઇયાના ઘણાં દેશોમાં લાંબા સમયથી છે. પરંતુ તેમને ઝઘડાળુ સમુદાય તરીકે જોવામાં આવતા નથી અને તેમનો ક્રાઈમ રેટ પણ નીચો છે. જ્યારે મુસ્લિમ સમુદાયના લોકોનો દુનિયાના મોટાભાગના દેશોામં અન્ય સમુદાય સાથે વિવાદ, હિંસા અને શંકા-કુશંકાના સંબંધો છે.

ભારતીય મુસ્લિમ સમુદાયમાંથી અલકાયદા કે આઈએસઆઈએસમાં જનારા મુસ્લિમોની સંખ્યા ઓછી હોવાની દલીલબાજી કરવામાં આવે છે. પરંતુ અલકાયદાના ચીફ ઓસામા બિન લાદેને અમેરિકા બાદ તેનું લક્ષ્ય ભારત હોવાનું જણાવ્યું હતું. તેના વારસદાર આતંકી  અલ ઝવાહિરીએ પણ 3 સપ્ટેમ્બર, 2014ના રોજ ભારતમાં અલકાયદાની શાખા ખોલતી વખતે પુનરોચ્ચાર કર્યો હતો કે તે આસામ, કાશ્મીર અને ગુજરાત પર પોતાનું કામ કેન્દ્રિત કરશે, કારણ કે ત્યાં મુસ્લિમો સારી સંખ્યામાં છે. તાજેતરના વર્ષોમાં અલકાયદા અને આઈએસઆઈએસ સહીતના આતંકી સંગઠનો સાથે જોડાયેલા ઘણાં લોકોની ધરપકડો કરવામાં આવી છે. એક હજાર વર્ષથી જગજાહેર છે કે વિદેશી આક્રમણખોર મુસ્લિમ, ભારતમાં શાસક રહેલા મુસ્લિમ અને હિંદુઓના પાડોશી મુસ્લિમ-સૌની માનસિકતા હિંદુઓ માટે એક સરખો વ્યવહાર કરનારી છે. હિંદુ મંદિરો અને દેવીદેવતાઓની મૂર્તિઓ તોડવી, અપમાન, બળજબરીથી ધર્માંતરણ અને હત્યા. આવું ત્યારે થઈ રહ્યું છે કે જ્યારે પૂજાપદ્ધતિને લઈને કોઈ ભેદભાવની હિંદુઓની માનસિકતા નથી અને તમામ ભારતીયોના(ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ) પૂર્વજો એક છે. રાજનીતિક ઈસ્લામની ચાર દશક પહેલા લેનિનવાદ-માઓવાદ કે માર્ક્સવાદની કરાતી ટીકાની જેમ શા માટે આલોચના કરાતી નથી? શું લેનિનવાદ કે માઓવાદની ટીકા રશિયન કે ચીનીઓની વિરુદ્ધ ઘૃણા ફેલાવતી હતી. આજે રાજનીતિક ઈસ્લામની ગતિવિધિઓની ટીકા કરવથી બચવા માટે લેવાતી ચતુરાઈની મદદ દર્શાવે છે કે આ જ વૈચારિક સંઘર્ષનું કેન્દ્રબિંદુ છે. આ બિલકુલ અહિંસક લડાઈ છે, જે કોમવાદી હિંસાના મૂળ કારણને સમાપ્ત કરી શકે છે અથવા નિષ્ક્રિય કરી શકે છે. પણ આ કેન્દ્રબિંદુ પર લડાઈનો પ્રારંભ થઈ શક્યો નથી અને તેને કારણે હુલ્લડો થાય છે અને હુલ્લડોનું તંત્ર પણ યથાવત છે.

No comments:

મંગળવાર, 15 ઑક્ટોબર, 2013

હિંદુ રાજકીય નેતૃત્વની માનસિકતા એક કોયડો

-         પ્રસન્ન શાસ્ત્રી
છેલ્લા 1200 વર્ષથી હિંદુ રાજકીય નેતૃત્વની માનસિકતા એક વણઉકેલ્યો કોયડો બની રહી છે. આમ તો માનસિકતા વ્યવહારો સાથે સંબંધિત છે. પોતાના અન્યો સાથેના વ્યવહારો અને અન્યોના પોતાની સાથેના વ્યવહારો માનસિકતા ઘડતા હોય છે. ત્યારે હિંદુઓની એક સમાજ તરીકે અને એક રાષ્ટ્ર તરીકે ઉચ્ચ નૈતિક મૂલ્યો સાથેની દ્રઢનિશ્ચયી માનસિકતા રહેલી છે. હિંદુ સમાજ અને રાષ્ટ્રે પોતાની આકાંક્ષાઓ પ્રમાણે સદઈચ્છાપૂર્વક છેલ્લા 1200 વર્ષમાં અપાર આક્રમક પ્રતિકારપૂર્વકના પ્રયત્નો કર્યા છે. પરંતુ હિંદુ સમાજ અને રાષ્ટ્રની આકાંક્ષાઓ પૂર્ણ કરવામાં હિંદુઓનું રાજકીય નેતૃત્વ અને તેમની માનસિકતા હંમેશા વામણાં અને નિષ્ફળ પુરવાર થયા છે. જેમાં અમુક અપવાદો છે, પરંતુ તે ઘણાં ઓછા છે. આમ તો યથા રાજા તથા પ્રજા અને યથા પ્રજા તથા રાજા કહેવાય છે. એટલે હિંદુઓના રાજકીય નેતૃત્વની માનસિકતા અને તેની વામણાપણાંની ઈતિહાસકથા માટે હિંદુ સમાજની અને હિંદુ રાષ્ટ્રની વ્યક્તિગતઅને સામૂહિક ચિંતનમાં કોઈ મુશ્કેલી તરફ સંકેત જરૂર થાય છે. શિષ્ટ ભાષામાં છેલ્લા 1200 વર્ષના હિંદુ રાજકીય નેતૃત્વને મધ્યમમાર્ગી અને વ્યવહારીક ગણવામાં આવે છે. પરંતુ ઈતિહાસનું તથ્યોના આધારે અર્થપરક ચિંતન કરવામાં આવે, તો આ હિંદુ રાજકીય નેતૃત્વની માનસિકતા સતત સમજૂતીવાદી અને ક્યારેક મુસ્લિમો તો ક્યારેક અંગ્રેજો તો ક્યારેક અમેરિકનો તો ક્યારેક ચીનાઓ સામે ઘૂંટણિયે પડતી નજરે પડે છે. તેની પાછળ પ્રથમ દ્રષ્ટિએ આમ હિંદુઓની રાજકીય સાક્ષરતા સામે પ્રશ્નાર્થો ઉદભવે છે. હિંદુ સમાજ અને રાષ્ટ્રના સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય અને આર્થિક હિતોના મુદ્દાઓ પ્રત્યે આમ હિંદુઓની ઘોર ગુનાહિત બેદરકારી કારણભૂત છે. જેનો લાગ માત્ર વ્યક્તિગત વિકાસ અને પોતાના રાષ્ટ્રીય હિતોના ભોગે વિશ્વ અને હિંદુ સિવાયના સમાજ અને દેશોમાં વાહવાહી લૂંટવા માટેની હિંદુ રાજકીય નેતૃત્વની માનસિકતા ઉઠાવે છે. જ્યારે આની ખબર પડે છે, ત્યારે હિંદુ સમાજ હંમેશા ઉંઘતો ઝ઼ડપાયો છે.
યૂનાન (ગ્રીસ)થી એલેકઝાન્ડર એટલે કે સિકંદર વિશ્વવિજય અને ભારત વિજયની મહેચ્છાથી ચઢી આવ્યો હતો. ત્યારે તક્ષશિલાના રાજકુમાર આંભિએ પોતાના દેશી શત્રુઓને પરાજિત કરવા માટે રાષ્ટ્રના વિદેશી શત્રુ સિકંદર સાથે હાથ મિલાવ્યો હતો. ત્યારે તક્ષશિલાના ગુરુકુળમાં એક અસાધારણ શિક્ષક આચાર્ય વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્યે રાષ્ટ્રયજ્ઞની શરૂઆત કરી. રાષ્ટ્રયજ્ઞમાં રાષ્ટ્રને સર્વસ્વ અર્પણ કરનાર શિષ્યોની ચંદ્રગુપ્ત મૌર્યના નેતૃત્વમાં ટુકડી તૈયાર કરી. ભારત વિજય માટે આગળ વધી રહેલા સિંકદરને અટકાવવા સિંધુથી મગધ સુધી અખંડ ભારત માટેની ભાવનાઓ જગાડી. સિકંદર સામે પોરસ અને અન્ય રાજાઓએ પ્રતિકાર કર્યો. જેના પરિણામે વિશ્વવિજય ગણાતા સિકંદરના લશ્કરે ગંગાનો કિનારો ઓળંગીને આગળ વધવાનો ઈન્કાર કરી દીધો હતો. સિકંદરના ભારતમાંથી પાછા ફર્યા બાદ પણ અખંડ ભારતની ભાવના સાથે હિંદુઓનું એક સક્ષમ રાષ્ટ્રવાદી નેતૃત્વ ચાણક્ય અને ચંદ્રગુપ્ત મૌર્યની જોડીના સ્વરૂપે સામે આવ્યું. ચાણક્ય અને ચંદ્રગુપ્તે રાષ્ટ્ર અને તેના હિતોની ઘોર ઉપેક્ષા કરનારા મગધના આતતાયી રાજા ધનનંદનો કુળ સહીત નાશ કર્યો. અખંડ ભારતના સપનાને સાકાર કર્યું. ચંદ્રગુપ્ત અને ચાણક્ય સ્વરૂપે પેદા થયેલા સક્ષમ હિંદુ રાજકીય નેતૃત્વની અસર નીચે ભારત સદીઓ સુધી લગભગ 1000 વર્ષ સુધી સુરક્ષિત રહ્યું. આ સમયગાળા દરમિયાન ભારતનું હિંદુ રાજકીય નેતૃત્વ દ્રઢનિશ્ચયી અને આક્રમક રહ્યું. જો કે ઈતિહાસના કાળખંડમાં તક્ષશિલાના રાજકુમાર આંભિની જેમ રાષ્ટ્રના વિદેશી શત્રુની મદદથી વ્યક્તિગત વિકાસ કરનારી માનસિકતાવાળું હિંદુ રાજકીય નેતૃત્વ પણ ફાલવા લાગ્યું. દર વખતે ભારતનું ભાગ્ય એટલું નસીબવાન રહ્યું નહીં કે તેની અખંડિતતાની સુરક્ષા માટે ચાણક્ય અને ચંદ્રગુપ્ત જેવા મહાજ્ઞાની અને મહારથીઓનું રાજકીય નેતૃત્વ મળે.
ઈસ્લામના ઉદય પછી ગણતરીની સદીઓમાં જ સિંધના હિંદુ રાજા દાહિરસેન પર ખલીફાના રખડું સેનાપતિ મહંમદ-બિન-કાસિમે હુમલો કર્યો. રાષ્ટ્રના વિદેશી શત્રુઓની મદદથી પોતાનો વ્યક્તિગત વિકાસ ઈચ્છનારા નેતૃત્વના કેટલાંક તત્વોના સતત રાષ્ટ્રદ્રોહના પરિણામે મહંમદ બિન કાસિમ ઈ.સ. 712માં સિંધ જીતી શક્યો. જો કે તેના માટે તેણે ઘણાં આક્રમણો અને યુદ્ધો કરવા પડયા. ભારતમાં ઈસ્લામનો સૌ પ્રથમ રાજકીય પ્રવેશ મહંમદ બિન કાસિમના આક્રમણથી થયો હતો. ત્યાર બાદ લગભગ 300 વર્ષના સમયગાળા બાદ અફઘાનિસ્તાનના ગઝનીમાંથી ઈસ્લામના નામે મહંમદ ગઝનવી નામનો જંગલી જેહાદી ભારત પર ઈ.સ. 1000થી 1027 વચ્ચે 17 વખત આક્રમણો કરીને ત્રાટક્યો. મહંમદ ગઝનવીએ પોતાના આક્રમણોમાં સોમનાથ સહીતના અનેક ઐતિહાસિક મંદિરો ધ્વસ્ત કર્યા અને લૂંટયા. ગઝનવીએ અનેક લૂંટ, હત્યાઓ, બળાત્કાર ધર્મના નામે કર્યા. ત્યારે પહેલી વખત સિંઘની સરહદોમાં કેદ થયેલી ઈસ્લામિક માનસિકતાનો ગઝનવી થકી આખા ભારતને અનુભવ થયો. જો કે ગઝનવીના દરેક આક્રમણોનો પ્રતિકાર થયો હોવા છતાં હિંદુઓના રાજકીય નેતૃત્વની માનસિકતામાં રાષ્ટ્રીય ચરિત્રનો અભાવ દેખાતો હતો. જેના કારણે મહંમદ ગઝનવી 17 વખત ભારત પર ઈસ્લામના નામે હુમલો કરવાની હિંમત કરી શક્યો અને તેમા તે સફળ પણ થયો.
ગઝનવી પછી મહંમદ ઘોરીએ ભારત પર ઈસ્લામના નામે આક્રમણો શરૂ કર્યા. ગુજરાતના પાટનગર અહણિલવાડ પાટણ પર ઘોરીએ આક્રમણ કર્યું. જેમાં ગુજરાતના આઠ વર્ષના બાળરાજા મૂળરાજ દ્વિતિયની બહાદૂર સેનાએ તેને કારમી રીતે પરાજિત કર્યો હતો. દિલ્હીશ્વર અનંગપાળે પોતાના દોહિત્ર અને અજમેરના રાજકુમાર પૃથ્વીરાજ ચૌહાણને રાજગાદી સોંપી . તેનો ડંખ કનોજ નરેશ અને અનંગપાળના બીજા દોહિત્ર જયચંદના દિલમાં વાગ્યો. જેના પરિણામે તરાઈની પહેલી લડાઈમાં પૃથ્વીરાજ સામે ભૂંડી રીતે હારી જનારા મહંમદ ઘોરીને તરાઈની બીજી લડાઈમાં જયચંદની પ્રપંચી રાજરમતો થકી જીત મળી. જો કે ઘોરીએ જયચંદનો પણ બાદમાં વધ કર્યો.
આંભિથી શરૂ થયેલા હિંદુઓના રાજકીય નેતૃત્વના તત્વોની જયચંદી માનસિકતા મોગલોના ભારત પરના આક્રમણો અને ત્યાર બાદના મોગલોના રાજને ભારતમાં સ્થિર કરવા માટે મદદરૂપ નીવડી. અકબરના રાજને સ્થિર કરવામાં જયપુર-આમેરના હિંદુ રાજા માનસિંહ અને અન્ય હિંદુ મનસબદારોએ સિંહફાળો આપ્યો. જો કે મેવાડના મહારાણા પ્રતાપે અકબર સામે સ્વતંત્રતાની ટેક પોતાના ભાલા અને તલવારથી અડગ રાખી. પણ મોગલકાળમાં રાષ્ટ્રીય ભાવના રાજા માનસિંહ જેવા વ્યક્તિગત રીતે શ્રેષ્ઠ હિંદુઓમાં ન હતી. ધીમે ધીમે હિંદુ સમાજના રાજકીય નેતૃત્વમાં આવા તત્વોની માનસિકતાએ સમજૂતીવાદી પક્કડ જમાવી હતી. ધર્માંધ ઔરંગઝેબના શાસનકાળમાં હિંદુ પદપાદશાહીના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજ સામે લડનારા મોગલ સેનાપતિ રાજા  જયસિંહ હતા. આમ જોવો તો સમગ્ર મોગલકાળમાં હિંદુઓ જ હિંદુની સામે લડયા અને મર્યા. જેના પરિણામે ગાદી મોગલોની સ્થિર થઈ હતી.
ઔરંગઝેબના મૃત્યુ બાદ મરાઠા અને શીખ સામ્રાજ્યો મજબૂત બન્યા. કટકથી અટક સુધી ભગવો ધ્વજ લહેરાવનારા મરાઠાઓને અહમદશાહ અબ્દાલી સામે પાણીપતના ત્રીજા યુદ્ધમાં કારમી હાર ખાવી પડી. તેના માટે તત્કાલિન હિંદુ રાજકીય નેતૃત્વની માનસિકતામાં રાષ્ટ્રહિતના સ્થાને વ્યક્તિગત હિતો વધારે પ્રભાવી હોવાનું કારણભૂત માનવામાં આવે છે. જેના કારણે મરાઠાઓનેજાટ, રાજપૂત અને શીખ રાજાઓની પુરતી મદદ મળી શકી નહીં અને અફઘાન મુસ્લિમ આક્રમણખોરોની સેના સામે મરાઠાઓની હિંદુ સેનાને કારમી હાર સહન કરવી પડી. જો કે પાણીપતના ત્રીજા યુદ્ધ પછી પણ મરાઠાઓની દિલ્હી પર આણ પ્રવર્તી રહી હતી. મોગલ શહેનશાહોની સત્તા દિલ્હીમાં તેમના મહેલ બહાર પણ ચાલતી ન હતી. તેમ છતાં મરાઠાઓએ દિલ્હી સર કરવાનો વિચાર કર્યો નહીં. શિવાજી અને પેશ્વાઓના શાસન દરમિયાન ક્યારેય કોઈ મુસ્લિમ ધર્મસ્થાનો તોડવામાં આવ્યા નહીં. તેની સામે ઈસ્લામના નામે બાદશાહોએ ભારતમાં કાશીવિશ્વનાથ, કૃષ્ણજન્મભૂમિ અને રામજન્મભૂમિ સહીત લાખો હિંદુ મંદિરોને તોડીને તેના સ્થાને કે તેની નજીકમાં મસ્જિદ બનાવી છે. સોમનાથ મંદિરને ગઝનવીથી માંડીને ઔરંગઝેબ સુધીના મુસ્લિમ આક્રમણખોરો અને બાદશાહોએ 17 વખત ધ્વસ્ત કર્યુ હતું. જો કે આઝાદી પછી દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલના પ્રયત્નોથી આજે સોમનાથમાં સરકારી મદદ વગર ભવ્ય શિવમંદિર સ્થાપિત કરી શકાયું છે. તે વખતે નહેરુએ સરકારી રાહે મંદિર નિર્માણનો વિરોધ કર્યો હતો અને મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં વડાપ્રધાન હોવા છતા હાજર રહ્યા નહીં. પરંતુ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્રબાબુ નહેરુની નારાજગી છતાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહ્યા હતા.
મોગલો બાદ ભારતમાં અંગ્રેજોનું કંપનીરાજ અને બાદમાં બ્રિટિશ તાજનું શાસન આવ્યું. આ અંગ્રેજી સલ્તનત અને તેની સેનાઓને મજબૂત કરવામાં સૌથી વધારે લોહી રેડનારા હિંદુઓ હતા. ભારતના હિંદુ રાજકીય નેતૃત્વની નબળી અને દિશાહીન માનસિકતાને કારણે ભારતના હિંદુઓ અને કંપનીના હિંદુ નોકરિયાતો કંપનીરાજ માટે જવાબદાર હતા. અંગ્રેજી કેળવણી લેવામાં પણ હિંદુઓ આગળ રહ્યા હતા. અંગ્રેજોની સંગતમાં પોતાની અંદરનું હિંદુપણું ખતમ કરીને અંગ્રેજીયત ઓઢવાની ફેશન સુધારાના નામે ચાલુ થઈ. આ ફેશન આઝાદીના 67 વર્ષે પણ ચાલુ છે. 1757ના પ્લાસીના યુદ્ધમાં બંગાળના નવાબ સિરાજ-ઉદ-દૌલાના સેનાપતિ મીરજાફરે દગો કર્યો અને અંગ્રેજ સેનાપતિ રોબર્ટ ક્લાઈવને જીત મળી. 1857ના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામમાં ભારતના ક્રાંતિકારીઓ તાત્કાલિક જીત મેળવવામાં નિષ્ફળ રહ્યા. કારણ કે કંપનીરાજની સેનાના શીખ, ગોરખા, રાજપૂત અને પઠાણ સિપાહીઓએ પોતાની વફાદારી અંગ્રેજો પ્રત્યે રાખી હતી. જો કે ત્યારબાદ દેશભરમાં સ્વતંત્રતા માટે અસંખ્ય ક્રાંતિકારી પ્રયત્નો થયા. 1900થી 1915 સુધી દેશ અને વિદેશમાં ગદર આંદોલન ચાલ્યું. પણ ભારતીય રાજનીતિમાં ગાંધીના મહાત્માપણાના ઉદય સાથે ક્રાંતિ અને બલિદાનોને બાજુમાં મુક્તી અહિંસાના નામે વેવલી, તુષ્ટિકરણ અને સમજૂતીવાદી રાજનીતિ પ્રભાવી બની.
સરદાર ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ, રામપ્રસાદ બિસ્મિલ જેવા અનેક નામી-અનામી ક્રાંતિકારીઓને ભારતના સ્વતંત્રતા આંદોલનના સંગ્રામના ઈતિહાસમાં ઢાંકી દેવામાં આવ્યા. આજે પણ ભારતના બાળકોને શીખવાડાય છે કે ભારતને ગાંધીજીએ અહિંસા થકી આઝાદી અપાવી છે. આ વાત ઐતિહાસિક રીતે ક્રાંતિકારીઓના બલિદાનોને અવગણનારી અને તથ્યોથી વિરુદ્ધની છે.
ઘણાં રાજકીય ચિંતકોનું માનવું છે કે ગાંધીજી સાંસ્કૃતિક રીતે શ્રેષ્ઠ હિંદુ હતા. પરંતુ રાજકીય દ્રષ્ટિએ હિંદુઓના રાજકીય-સામાજિક હિતોના સૌથી મોટા દુશ્મન ગાંધીજી જ સાબિત થયા છે. ગાંધીજીની હિંદુવિરોધી મુસ્લિમ તુષ્ટિકરણની નીતિ પાકિસ્તાનના નિર્માણ માટેની મુસ્લિમ લીગી જિન્નાવાદી માનસિકતાની પોષક હતી. તેમ છતાં આજે પણ આઝાદ ભારતમાં ગાંધીજીના મહાત્માપણાની હિંદુઓ માટે નકારાત્મક અસરો પેદા કરનારી બાજુઓને ઉજાગર કરવા માટે કોઈ તૈયાર નથી. ભારતનું આજેનું નેતૃત્વ પણ ગાંધીના મહાત્માપણાની આડમાં આતંકવાદ, ચીન અને જેહાદી તત્વો સામેની પોતાની કાયરતા છુપાવી રહ્યું છે. તો કેટલાંક નેતાઓ દહીંમા અને દૂધમાં પગ રાખવા માટે પોતાની સહૂલિયત પ્રમાણે સેક્યુલરવાદી અને હિંદુ રાષ્ટ્રવાદીનો ચહેરો ઓઢતા રહે છે. તેઓ ગાંધીના નામનો ઉપયોગ કરીને પોતે મહાત્મા નહીં હોવા છતાં મહાત્મા સાબિત થવાની ગ્લોબલ રાજરમતો કરી રહ્યા છે.
પાકિસ્તાનના નિર્માણ માટે જિન્નાવાદી મુસ્લિમ લીગી માનસિકતા અને ગાંધીવાદી કોંગ્રેસની મુસ્લિમ તુષ્ટિકરણની નીતિ સમાનપણે જવાબદાર છે. તેમ છતાં ભારતને ખંડિત આઝાદી મળ્યા બાદ દેશના હિંદુઓએ કોંગ્રેસને લગભગ 48 વર્ષ સુધીકેન્દ્રની સત્તા ભોગવવા દીધી છે. આજે પણ છેલ્લા દશ વર્ષથી કોંગ્રેસના નેતૃત્વવાળુ યુપીએ ગઠબંધન દેશની સત્તા ભ્રષ્ટાચારી રીતે ભોગવી રહ્યું છે.
જો કે 1984થી શરૂ થયેલા રામજન્મભૂમિ આંદોલન થકી દેશના રાજકારણની દશા અને દિશા હિંદુવાદી તથા હિંદુતરફી બનવા લાગી હતી. 1992માં બાબરી ઢાંચો હટાવાયા બાદ દેશભરમાં હિંદુ લાગણીઓ જોરમાં હતી. પણ હિંદુ રાજકીય નેતૃત્વની સમજૂતીવાદી માનસિકતા ફરીથી નડી ગઈ. 1998માં હિંદુ હિતના હિંદુ એજન્ડાના ત્રણ મહત્વપૂર્ણ મુદ્દાઓ (જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370 દૂર કરવો, રામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિરનું નિર્માણ કરવું અને દેશમાં સમાન નાગરીક ધારો લાવવો) તેને ઠેકાણે મૂકવામાં આવ્યા. ત્યાર બાદ 17 વર્ષના સમયગાળામાં ઉભી થયેલી હિંદુ વોટબેંક અને લહેરને વિખેરવાનું પાપ હિંદુ રાજકીય નેતૃત્વએ કર્યું. જો કે હિંદુઓની ઉભી થયેલી વોટબેંકને એક યા બીજા કારણે સત્તાની ગણતરીમાં પડેલા લોકોને મત આપવા સિવાય કોઈ વિકલ્પ ન હતો. પરંતુ લહેરમાં ઉભા થયેલા હિંદુ વોટરો રાજકીય નેતૃત્વના દગાને કારણે ફરીથી કોંગ્રેસ અને અન્ય પક્ષો તરફ વિચારધારાત્મક વિખેરણને કારણે ઢળ્યા. 2004 અને 2009માં વિકાસના નામે વોટ માંગનારા હિંદુ રાજકીય નેતૃત્વને હિંદુઓએ નકાર્યું. પરંતુ હિંદુઓ પાસે અન્ય કોઈ રાજકીય વિકલ્પ નહીં હોવાથી તેનો ફાયદો તેમના નિષ્ક્રિય રહેવાથી કે બીજા પક્ષો તરફ ઢળવાથી વોટોના સમીકરણોમાં કોંગ્રેસને મળ્યો અને કોંગ્રેસના નેતૃત્વવાળું યુપીએ દશ વર્ષથી કેન્દ્રમાં સત્તા ભોગવી રહ્યું છે. આઝાદ ભારતમાં વારંવાર હિંદુદ્રોહ કરનારા નેતાઓ અને રાજકીય પક્ષોને હિંદુઓએ એક યા બીજા કારણે મત આપીને ચૂંટવા પડે છે. હિંદુઓની સામાન્ય માનસિકતા ઝડપથી અન્ય રાજકીય વિકલ્પ ઉભો કરવાની ક્યારેય રહી નથી. ત્યારે તાત્કાલિક રાજકીય વિકલ્પના અભાવમાં પાણીમાં બેસી ગયેલા હિંદુ રાજકીય નેતૃત્વને તેની માનસિકતા બદલીને હિંદુત્વનિષ્ઠ બનાવવી હિંદુઓની પેહલી પ્રાથમિકતા છે.
 
ભારતમાં અધર્મ અને અસત્ય સામે હંમેશા યુદ્ધ થયું છે અને તે જીતવા માટે જ આદરવામાં આવ્યું હતું. મહાભારતકાળથી ઈતિહાસ તેનો સાક્ષી છે. પરંતુ રાષ્ટ્રધર્મ અને રાષ્ટ્રભાવનાને વિકૃત કરનારી કાયરતા સામે ગાંધીછાપ સેક્યુલારિઝમ અને તેમના મહાત્માપણાને ઢાલ તરીકે આજે પણ ઉપયોગમાં લેવાય છે. ભારતની વિચારધારા વેદ, પુરાણ, રામાયણ, મહાભારત, જૈન, બૌદ્ધ, શીખ પંથના અનેક સનાત વિચારના ગ્રંથોએ ઘડી છે. હિંદુઓમાં આ મહાન ગ્રંથોનું ધાર્મિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક-સામાજિક મહત્વ છે. આ ગ્રંથો હંમેશા અધર્મ સામે જીતવાની અને ધર્મનું આચરણ કરવાની પ્રેરણા આપે છે. અધર્મને પરાજિત કરવા માટે ભગવાન શ્રીકૃષ્ણના માર્ગદર્શન હેઠળ મહાભારતનું યુદ્ધ થયું હતું. હિંદુત્વ હંમેશા અધર્મ સામેના યુદ્ધને મંજૂરી આપે છે. પણ સાથે બ્રહ્મજ્ઞાનીનો નાશ થાય નહીં, તેવી પણ પ્રેરણા આપે છે. અસૂર અને આસૂરીવૃતિનો વિનાશ કરવો હિંદુત્વનો અંતર્નિહિત ભાવ છે. પરંતુ હિંદુ રાજકીય નેતૃત્વની સમજૂતીવાદી વિચારધારા હિંદુ સમાજ અને રાષ્ટ્ર સાથે ખતરનાક પ્રયોગો કરી રહી છે. આપણે ભારતના લોકોએ આવા ખતરનાક પ્રયોગો સામે હિંદુત્વવાદી દ્રષ્ટિકોણ સાથે સાવધ થવાની જરૂરત છે. સાથે કેટલાંક સવાલના જવાબ આમ હિંદુ તરીકે હિંદુઓએ સામૂહિક ચિંતનથી મેળવવા જોઈએ.

-          અંગ્રેજો અને મુસ્લિમો સામે કાયર સાબિત થયેલા તુષ્ટિકરણવાદી ગાંધીછાપ હિંદુ નેતૃત્વને હિંદુઓએ શા માટે પસંદ કર્યું?
-
-          ગાંધીજીની નીતિઓ મુસ્લિમોનું તુષ્ટિકરણ કરનારી હિંદુ વિરોધી હતી, છતાં ઉગ્ર હિંદુ રાષ્ટ્રવાદી સાવરકરને હિંદુઓએ આઝાદીની લડત વખતે ટેકો કેમ આપ્યો નહીં?
-
- દેશ તૂટયા પછી પણ લાંબા સમય સુધી કોંગ્રેસ જ દેશના હિંદુઓનો એકમાત્ર રાજકીય વિકલ્પ કેમ બની રહી?

- હિંદુત્વવાદી મુદ્દાઓ થકી સત્તાપર પહોંચનારા રાજકીય વિકલ્પે હિંદુત્વવાદી મુદ્દાઓ સાથે 17 વર્ષ સમજૂતી કરવાની હિંમત કેમ દાખવી?
આના ઉત્તરોની રાહ હિંદુ સમાજ જોઈ રહ્યો છે. આ પ્રશ્નો દરેક હિંદુઓએ પોતાની જાતને પુછવાના છે અને તેના જવાબો શોધવાના છે.

મંગળવાર, 19 ફેબ્રુઆરી, 2013

ધર્મનિરપેક્ષતાનો દંભ છોડો, સાચા હિંદુ બનો


-          ક્રાંતિવિચાર

શું મનુષ્ય ધર્મથી નિરપેક્ષ રહી શકે? ધર્મથી નિરપેક્ષ રહેનારા મનુષ્યમાં અને પ્રાણીમાં કોઈ ફેર રહે? પણ ભારતમાં 1950માં અમલમાં આવેલા બંધારણમાં 1976માં કટોકટી વખતે ધર્મનિરપેક્ષ શબ્દ ઉમેરવામાં આવ્યો છે. આ શબ્દ બંધારણના મૂળ ઘડવૈયાઓએ બંધારણમાં મૂક્યો ન હતો. પરંતુ કટોકટી વખતે ઈન્દિરા ગાંધીના શાસનમાં બંધારણીય સુધારા દ્વારા આ શબ્દ ભારતીય બંધારણના આમુખમાં પાછળથી મૂકવામાં આવ્યો. આમ તો ભારતને ધર્મનિરપેક્ષ બનાવવાનું ચલણ 1947થી અસ્તિત્વમાં હતું. પરંતુ 1976માં તેને બંધારણમાં સામેલ કરીને ભારતીય રાજનીતિની દિશાને ડામાડોળ કરવામાં આવી.

દેશમાં વોટબેંકની એક નવી રાજનીતિ શરૂ થઈ. ભારત સાથે અસ્તિત્વમાં આવેલા પાકિસ્તાનમાં રહેતા હિંદુઓને નાગરીક તરીકેના ઘણાં અધિકારોમાં કાપ મૂકવામાં આવ્યો. આજે પણ પાકિસ્તાનની સામાન્ય ચૂંટણીઓમાં હિંદુ વોટરો પ્રભાવહીન રહે તેવી વ્યવસ્થા અસ્તિત્વમાં છે. તેની વિરુદ્ધ ભારતમાં 14 ટકાની આસપાસ રહેલા મુસ્લિમોને ભારતની તમામ ચૂંટણીઓમાં સમાન અધિકાર અને પ્રભાવથી વોટ કરવાનો અધિકાર છે. જેના પરિણામે હંમેશા એક ચોક્કસ દિશામાં વોટિંગ કરનારા મુસ્લિમ મતદારોને પોતાની સાથે જોડી રાખવા માટે કોંગ્રેસના સૌથી પ્રભાવી વડાપ્રધાનો જવાહરલાલ નહેરુ અને ઈન્દિરા ગાંધીએ ધર્મનિરપેક્ષતાના નામે મુસ્લિમ તુષ્ટિકરણની ભારતના અસ્તિત્વ માટે જોખમી રાજનીતિ શરૂ કરી.

આ રાજનીતિ દર દસકે સતત નીચેના સ્તરે પહોંચતી ગઈ છે. હાલની પરિસ્થિતિ પ્રમાણે, મુસ્લિમોની હાલતને અનુસૂચિત જાતિના લોકો કરતા પણ ખરાબ ગણતો સચ્ચર કમિટીનો રિપોર્ટ આવ્યો છે. ત્યાર બાદ મુસ્લિમ વોટો સાચવવા માટે વડાપ્રધાન મનમોહનસિંહે 15 મુદ્દાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. અલગ લઘુમતી મામલાનું મંત્રાલય બનાવ્યું છે. વડાપ્રધાન મનમોહનસિંહે જાહેર કર્યું છેકે દેશની સંપત્તિ પર પહેલો અધિકાર મુસ્લિમોનો છે. ધર્મનિરપેક્ષતાની મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિનું આનાથી વરવું ઉદાહરણ બીજું કોઈ મળે તેમ નથી. હવે મુસ્લિમોને શિક્ષણ અને નોકરીઓમાં અનામત આપવાની માગણી થઈ રહી છે. આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં કોંગ્રેસ અને ડાબેરી પક્ષોની સરકારોએ મુસ્લિમોને અનામત આપવાનો પ્રયત્ન કર્યો છે. જો કે આંધ્ર પ્રદેશમાં મુસ્લિમ અનામતનો કોર્ટની રાહે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. જેમાં સુપ્રીમ કોર્ટ સુધી સરકારની ધર્મના નામે અનામત આપનારી નીતિ સાથે કોર્ટે ખાસી અસહમતિ દર્શાવી છે.

ભારતની આઝાદીનો ઈતિહાસ આપણને ભણાવાય છે. પરંતુ સાથે ભારતના ભાગલાનો ઈતિહાસ પણ ભણાવવો જોઈએ. ભારતના ભાગલા ધર્મના નામે થયા તેમ કહેવાય છે. પરંતુ હકીકત એ છે કે ભારતના ભાગલા ઈસ્લામ અને મુસ્લિમોના નામે થયા છે. તત્કાલિન બ્રિટિશ સરકારે સેપરેટ ઈલેક્ટોરેટની વ્યવસ્થાને મંજૂરી આપીને ભારતના ભાગલાનું મૂળ નાખી દીધું હતું. આઝાદ પણ ખંડિત ભારતમાં હાલ મુસ્લિમોને 9 ટકા અને 18 ટકા અનામતના વચનો આપનારા નેતાઓ છે. અત્યારે શિક્ષણ અને નોકરીઓમાં મુસ્લિમોને અનામતની વાત થઈ રહી છે. પરંતુ આવનારા દિવસોમાં અત્યારની ધર્મનિરપેક્ષતાના નામે ચાલી રહેલી મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિ જોતા લાગી રહ્યું છે કે મુસ્લિમોને રાજકીય ક્ષેત્રમાં પંચાયતો, વિધાનસભાઓ અને સંસદમાં અનામતની માગણી પણ ઉઠશે. લોકસભામાં લોકપાલ બિલની ચર્ચા વખતે પોતાને ધર્મનિરપેક્ષ ગણાવતા નેતાઓની દલીલો જોઈ હોય તો તેના પરથી આના સંકેતો મળે છે. લોકપાલની નિયુક્તિ માટેની પસંદગી સમિતિમાં એસસી, એસટી અને લઘુમતીના નામે મુસ્લિમો સભ્યને અનામત કરવાની માગણી ઉઠી હતી. તે પહેલા ક્યારેય કોઈપણ બંધારણીય પદ માટેની પસંદગીમાં ધર્મના નામે અનામતની માગણી થઈ નથી.

ધર્મનિરપેક્ષતાના નામે મુસ્લિમ તુષ્ટિકરણનું ઝેર ભારતની વ્યવસ્થામાં હવે તેની ચેતનાને અસર કરવા લાગ્યું છે. ભારતની સેનાની ત્રણેય પાંખ, પોલીસ અને જ્યુડિશરીમાં કેટલાં મુસ્લિમો છે, ક્યા પદ પર છે તેના આંકડા સચ્ચર કમિટી બનાવીને મેળવવામાં આવ્યા છે. સચ્ચર કમિટી દ્વારા મુસ્લિમ સિવાયની અન્ય લઘુમતીઓ સંદર્ભે વિસ્તૃત અભ્યાસ અને આકલનો પુરતા પ્રમાણમાં આપવામાં આવ્યા નથી. તેના પરથી ચોક્કસ માનવાને કારણ છે કે સચ્ચર કમિટી કોંગ્રેસની આગેવાનીવાળા યુપીએ ગઠબંધનની મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિને પ્રાસંગિક બનાવવાની એક વ્યવસ્થાનો ભાગ હતી. ભારતમાં હાલ ગરીબોની મોટી સંખ્યા છે. કહેવામાં આવે છે કે ગરીબી ઘટી રહી છે. પરંતુ આમ આદમીની સ્થિતિને જોવામાં આવે તો ગરીબો 42 ટકાની આસપાસ છે. જો કે સરકાર પાસે અલગ-અલગ રિપોર્ટો પ્રમાણે જુદાંજુદાં આંકડા છે. પરંતુ બધાનો એકમત છે કે ભારતમાં ગરીબો ઘણા મોટા પ્રમાણમાં છે. તો શું આ ગરીબોમાંથી 80 ટકા લોકો મુસ્લિમ હશે? સચ્ચાઈ એ છે કે ભારતમાં રહેનારા ગરીબોમાંથી 80 ટકા હિંદુઓ છે. તો લાભ ગરીબોને મળવો જોઈએ કે મુસ્લિમોને?

છેલ્લા 15 વર્ષથી ભારતમાં ગરીબલક્ષી યોજનાઓને મુસ્લિમલક્ષી યોજનામાં ફેરવવાનું વલણ સામે આવ્યું છે. દેશની સંપત્તિની ભાગબટાઈ ધર્મના નામે થઈ રહી છે. યોજનાઓમાં લઘુમતીઓના નામે મુસ્લિમોના ભાગને અલગ કરવાનું વલણ અપનાવાય રહ્યું છે. ત્યારે આ નીતિ બનાવનારી સરકારોએ જવાબ આપવો જોઈએ કે 125 કરોડના દેશમાં હિંદુઓ 84 ટકા છે. ભારતને ટેક્સની જે આવક થાય છે, તેમા 85 ટકા હિસ્સો હિંદુઓનો છે. તો જે ટેક્સ આપનારા લોકો છે, તેના નાણાનો ઉપયોગ ધર્મના નામે ભાગબટાઈમાં કેમ કરવામાં આવે છે? આનાથી પણ મોટું આશ્ચર્ય ત્યારે થાય છે કે મંદિરોમાં હિંદુઓ દ્વારા કરવામાં આવતા દાનનો ઉપયોગ હિંદુ ધાર્મિક કાર્યો સિવાય અન્ય કામોમાં વપરાય છે. કેટલેક ઠેકાણે મુસ્લિમોને સબસિડી અને મદરસાઓના કામમાં હિંદુઓ દ્વારા મંદિરોને દાનમાં અપાયેલા નાણાંમાંથી ફંડ ફાળવવામાં આવતા હોવાના ઉદાહરણો પણ કેટલેક ઠેકાણે સામે આવ્યા છે.

ધર્મનિરપેક્ષતાના નામે દેશમાં વોટબેંકની રાજનીતિ ચાલી રહી છે. જેનાથી દેશને નુકસાન થઈ રહ્યું છે. કસાબ જેવા જેહાદી આતંકીને ભારત સરકારે ધર્મનિરપેક્ષતાની રાજનીતિના પરિણામે સાડા ચાર વર્ષ સાચવી રાખ્યો..તો સંસદ પર હુમલાના દોષિત અફઝલ ગુરુને લાંબા સમય સુધી તિહાડમાં બિરયાની ખવડાવી પડી. આ બંને નરરાક્ષસોને ભારત સરકારે છુપી રીતે ફાંસી આપી. ફાંસીની તારીખો પહેલેથી જાહેર કરવામાં પણ સરકારને જોખમ દેખાતું હતું. આ ધર્મનિરપેક્ષતાની રાજનીતિમાં મજબૂર બનેલી ભારતની વ્યવસ્થાની કહાણી છે.

મુસ્લિમ બહુલ જમ્મુ-કાશ્મીર રાજ્યને બંધારણીય રીતે વિશેષ દરજ્જો આપતી કલમ-370 દૂર કરવાની વાત કરવી ભારતની રાજનીતિમાં કોમવાદી ગણાય છે. ચાર લગ્નો માટે સ્વતંત્ર મુસ્લિમોને સમાન નાગરીક ધારા હેઠળ કાયદા સામે તેમને સમાન કરવાની વાતને ભારતમાં સાંપ્રદાયિક ગણવામાં આવ છે. મોગલ લૂંટારા બાબરના બર્બર સેનાપતિ મીર બાંકી દ્વારા ધ્વસ્ત કરાયેલા રામમંદિરના સ્થાનેથી બાબરી ઢાંચો હટાવવાના કામને હિંસાનું કારણ ગણવામાં આવે છે. રામ ભારત રાષ્ટ્રના શિખર પુરુષોમાંના એક છે. રામજન્મભૂમિ પર રામમંદિર નિર્માણ ભારતની અસ્મિતાનું પુનર્સ્થાપન છે. પરંતુ આને કટ્ટરપંથી કામ ગણવામાં આવે છે. દુનિયામાં જે ધોળું છે, તે ભારતમાં કાળું છે. દુનિયાના કોઈપણ દેશમાં કોઈ રાજ્યનો વિશેષ દરજ્જો તે દેશની એકતા અને અખંડિતામાં અડચણ બનતો હોત, તો તેને તુરંત દૂર કરવામાં આવ્યો હોત. દુનિયામાં કોઈ દેશમાં કોઈ ધર્મના લોકોના વિશેષાધિકાર દેશની દુર્ગતિનું કારણ બનતા હોત, તો તેને તુરંત સમાન નાગરીક ધારા નીચે લાવવામાં આવ્યા હોત. વિશ્વના કોઈ દેશની અસ્મિતાને કોઈ લૂંટારાએ ખંડિત કરી હોત, અપમાનિત કરી હોત, તો તેનું પુનર્સ્થાપન કરવામાં આવ્યું હોત. ભારતમાં ચાલી રહેલી રાજનીતિને કારણે આપણે ભારતના લોકો આમ કરી શકતા નથી.

કાળાને ધોળું અને ધોળાને કાળું કરવાની રાજનીતિનો પર્યાય ધર્મનિરપેક્ષતા બની ગઈ છે. ધર્મનિરપેક્ષતાના નામે અપનાવવામાં આવેલી મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિને કારણે મુસ્લિમોની ખૂબ આળપંપાળ કરવામાં આવી રહી છે. જેને કારણે મુસ્લિમોના અસામાજિક તત્વોને નજરઅંદાજ કરવામાં આવે છે. જેહાદના નામે ચાલતા આતંકવાદની સામે આંખ આડા કાન કરવામાં આવે છે. મુસ્લિમોને અનામતથી માંડીને આર્થિક સહાયતા પુરી પાડવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે. આ બધી બાબતોમાં હિંદુઓના અધિકારો અને હિતોને બલિ ચઢાવવામાં આવે છે. ક્યારેક કાર્લ માર્ક્સે ધર્મને અફીણ સમાન ગણાવ્યું હતું. પરંતુ ભારતના રાજકારણમાં ધર્મનિરપક્ષેતા અફીણ સમાન છે. જેના કારણે હિંદુઓને ઘોર અન્યાય થઈ રહ્યો છે. ભારતના હિતોને આઘાતજનક નુકસાન થઈ રહ્યું છે. ભારતની સમસ્યાઓ ઉકેલાવાના બદલે ધર્મનિરપેક્ષ રાજનીતિને પરિણામે વધારે ગુંચવાય છે. ત્યારે પોતાને હિંદુ નહીં, પણ ધર્મનિરપેક્ષ ગણાવતા હિંદુઓએ પુનર્વિચાર કરવો પડે તેવી સ્થિતિ પેદા થઈ રહી છે. ધર્મનિરપેક્ષ માત્ર હિંદુઓ થઈ રહ્યા છે. ધર્મનિરપેક્ષોની સંખ્યા આઝાદી પહેલા મુસ્લિમો કરતા હિંદુઓમાં વધારે હતી. આઝાદી પછી પણ આ પરિસ્થિતિમાં કોઈ મોટો ફેર પડયો નથી. મુસ્લિમ વ્યક્તિ રાષ્ટ્રીય, સામાજિક અને સાંસ્કૃતિક એવી કોઈપણ પ્રકારની ઓળખમાં પોતાની ધાર્મિક ઓળખને સૌથી વધારે અને પહેલુ પ્રાધાન્ય આપે છે. ત્યારે ધર્મનિરપેક્ષતાના નામે હિંદુઓ પોતાની રાષ્ટ્રીય, સામાજિક અને સાંસ્કૃતિક ઓળખને પાતાળમાં ધકેલીને ઓળખવિહીન થઈ રહ્યા છે. આ દેશમાં હિંદુઓ ઓળખવિહીન બનશે, તો ખરેખર ભારતના અસ્તિત્વ પર જોખમ આવશે. તેવા સંજોગોમાં ધર્મનિરપેક્ષતાના નામે ચાલી રહેલી મુસ્લિમ તુષ્ટિકરણની નીતિને દેશવટો આપવો જોઈએ.

બાકી આખા વિશ્વના કલ્યાણની ભાવના ધરાવતા, વિશ્વના તમામ જડચેતનને સુખી કરવાની લાગણી ધરાવતા અને દરેક પ્રાણીઓમાં સદભાવનાની સ્થાપનાની ઈચ્છા કરનાર હિંદુને કોઈ ધર્મનિરપેક્ષતા શીખવાની જરૂર નથી. હિંદુઓની આવી ઉદાત્ત ભાવનાથી મહાન ધર્મનિરપેક્ષતા નથી. પોતાને ધર્મનિરપેક્ષ ગણાવનારા વ્યક્તિઓમાં આ ભાવનાઓ ગાયબ હોય છે. ત્યારે ધર્મનિરપેક્ષ કરતા હિંદુ બની રહેવું ભારત માટે વધારે હિતાવહ છે. 

ગુરુવાર, 20 સપ્ટેમ્બર, 2012

ભારતમાં સેક્યુલારિઝમના નામે મુસ્લિમ તરફદારીની વરવી રાજરમત


-          આનંદ શુક્લ
દેશમાં સત્તા કોણ નક્કી કરે, બહુમતી કે લઘુમતી? તો જવાબ હશે કે દેશમાં લોકશાહી પદ્ધતિ પ્રમાણે બહુમતી સત્તા નક્કી કરે. પરંતુ ભારતમાં શું બહુમતીએ સત્તા નક્કી કરી છે અને તે સત્તા નક્કી કરી રહી છે? આ બંને સવાલનો જવાબ નકાર જ હશે. ભારતમાં આઝાદી વખતે પણ ઈસ્લામ આધારીત દેશની ચર્ચાથી શરૂ થયેલી મુસ્લિમ તરફી રાજનીતિએ આઝાદ અને ખંડિત ભારતમાં ક્યારેય બહુમતી હિંદુઓને સત્તા નક્કી કરવા દીધી નથી. આ દેશનું કમનસીબ છે કે હિંદુના નામે આ દેશની સત્તા નક્કી થઈ શકી નથી. આઝાદી પહેલા ધર્મના નામે સત્તાનું રાજકારણ ખેલાયું. પરંતુ મુસ્લિમોને ઈસ્લામના નામે અલગ દેશ પૂર્વ-પશ્ચિમ પાકિસ્તાન મળ્યો. પરંતુ હિંદુઓને હિંદુઓ હોવાના નાતે કંઈ જ મળ્યું નહીં!

દેશ આઝાદી વખતે તત્કાલિન રાજનેતાઓ પાસે આશા રાખી રહ્યો હતો કે હજાર વર્ષની અફઘાન-તુર્ક મુસ્લિમો અને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મેળવ્યા બાદ દેશ પોતાની હિંદુ તરીકેને ઓળખને મુખર અને પ્રખર બનાવશે. પરંતુ દુર્ભાગ્ય છે કે દેશના નેતાઓએ આઝાદીના 65 વર્ષમાં એક જ કામ કર્યું અને તે કામ હિંદુ ઓળખને ભૂંસવાનું કર્યું. તેના માટે તેમણે સેક્યુલર નામના શબ્દને ઢાલ બનાવી. સેક્યુલારિઝમની તથાકથિત રાજનીતિના પગલે તેમણે ભારતની હિંદુ ઓળખને એક પછી એક સમાપ્ત કરવાની શરૂઆત કરી. મુસ્લિમોના 700 વર્ષ અને અંગ્રેજોના 150 વર્ષના શાસનમાં ભારતની હિંદુ ઓળખ અકબંધ અને અડિખમ રહી. પરંતુ ખંડિત થઈને આઝાદ બનેલા ભારતના સત્તાઘેલા રાજકારણીઓએ ભારતની એક પછી એક હિંદુ ઓળખની સાથે દુશ્મન બનીને તેને ખતમ કરવાની શરૂઆત કરી. હિંદુ ઓળખ ભૂંસવાના કામને ભારતમાં સેક્યુલારિઝમ અને આધુનિકતાનું નામ આપવામાં આવ્યું.

દુનિયામાં જે કાળું છે, તેને ભારતમાં ધોળું ગણવામાં આવે છે. દુનિયામાં જે ધોળું છે, તેને ભારતમાં કાળું ગણવામાં આવે છે. કાયદો બધાં માટે સરખો અને કાયદા સામે સૌ સરખા-એ કાયદાની પ્રાથમિક શરત છે. પરંતુ ભારતમાં બધાં કાયદા બધાં માટે સરખા નથી અને કાયદા સામે સૌ સરખા પણ નથી. દેશને ખંડિત થવા પાછળ સૌથી મોટું કારણ હતું, મુસ્લિમોની સુપરસ્ટેટની પાનઈસ્લામિક મૂવમેન્ટ. પરંતુ આઝાદ ભારતમાં મુસ્લિમોની અલગતાવાદી સુપરસ્ટેટની પાનઈસ્લામિક મૂવમેન્ટ ચાલુ રહે, તેવી બંધારણીય અને કાયદાકીય જોગવાઈ કરવામાં આવી. ભારતની બંધારણીય જોગવાઈઓમાં મુસ્લિમોને વીઆઈપી ટ્રીટમેન્ટ મળે તેના માટે લઘુમતીઓને વિશેષ દરજ્જાની સગવડ કેટલાંક અનુચ્છેદોમાં કરવામાં આવી છે. આ બંધારણીય અનુચ્છેદો પ્રમાણે તેમને આમ હિંદુ કરતા વિશેષ બંધારણીય અધિકારો મળે છે. મુસ્લિમ સહીતની લઘુમતીઓને દેશમાં તેમના ધર્મના પ્રચાર, ધાર્મિક-સામાજિક-શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાના અધિકાર અને તેમની ઓળખ જળવાય રહે તેવી વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. પરંતુ સેક્યુલર ભારતમાં હિંદુઓની હિંદુ તરીકેની ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક ઓળખ જળવાય રહે અને તેનું દ્રઢીકરણ થાય તેવી કોઈ જોગવાઈ ભારતના બંધારણ સહીત કોઈપણ કાયદામાં નથી. ભારત એવો સેક્યુલર દેશ છે કે જેમાં હિંદુને હિંદુ તરીકે કંઈપણ કરવા માટે કાયદાકીય રીતે અસમર્થ બનાવી દેવામાં આવ્યો છે.

વિશ્વમાં કોઈપણ ઠેકાણે સ્થાનિક બહુમતી ઈચ્છે તે પ્રમાણે વ્યવસ્થા અને તંત્ર ચાલે છે. વ્યવસ્થા અને તંત્ર પણ સ્થાનિક બહુમતીના હાથમાં રહે છે. પરંતુ ભારત જ એક એવો દેશ છે કે જેની વ્યવસ્થા અને તંત્ર દેશમાં હિંદુ ઓળખવાળી બહુમતી હોવા છતાં તેમની ઈચ્છા અને આંકાક્ષાઓ પ્રમાણે આઝાદીના 65 વર્ષ છતાં ચાલી શકી નથી. મુસ્લિમ પર્સનલ લો, હિંદુ કોડ બિલ સહીતના ધાર્મિક ઓળખોને અલગ કરતા લગ્ન અને વારસાધિકારના કાયદાઓને ભારતના તમામ નાગરીકો માટે સમાન કરવા માટે સમાન નાગરીક ધારો લાવવા માટે માગણી કરવામાં આવી છે. વિશ્વમાં અન્ય કોઈ ઠેકાણે આ માગણી કરવામાં આવત, તો તેને સહર્ષ સ્વીકારી લેવામાં આવત. પણ દુનિયામાં ધોળું ભારતમાં કાળું ગણાય છે. ભારતમાં સમાન નાગરીક ધારાની માગણીને કોમવાદી ગણવામાં આવે છે, કારણ કે ભારતની સૌથી મોટી કથિત લઘુમતી મુસ્લિમોને સમાન નાગરીક ધારાને કારણે પોતાની ઓળખ ગુમાવવાનો ખતરો મહેસૂસ થાય છે. પરંતુ જો ભારત સેક્યુલર હોય, ભારત બિનસાંપ્રદાયિક દેશ હોય અને આ દેશમાં હિંદુઓને પોતાની ઓળખ જાળવવા માટે કાયદાકીય સંરક્ષણ મળેલું ન હોય તો મુસ્લિમોને આવું સંરક્ષણ શેના માટે?

મુસ્લિમોની અલગ જળવાયેલી ઓળખને કારણે દેશને ઘણું નુકસાન જઈ રહ્યું છે. દેશમાં આતંકવાદ અને અલગતાવાદની સૌથી મોટી સમસ્યાઓ પાછળ મુસ્લિમોની અલગ ઓળખ જ કારણભૂત છે. ત્યારે દેશમાં રાષ્ટ્રીય પ્રવાહથી દૂર રહેલા મુસ્લિમોને મુખ્યધારામાં જોડવા માટે કોઈ કાયદાકીય પ્રયત્ન કરવાની પહેલ કરવામાં આવી નથી. મુસ્લિમોને દેશના મુખ્યપ્રવાહમાં ભેળવવા માટે સમાન નાગરીક ધારો બહુ મોટું માધ્યમ બની શકે છે. પરંતુ તેનો વિરોધ મુસ્લિમોની અલગ ઓળખથી તેમને દેશની મુખ્યધારાથી દૂર કરીને રાજકીય ખિચડી પકવનારા તથાકથિત સેક્યુલર રાજકીય પક્ષો કરી રહ્યા છે. ત્યારે પ્રશ્ન એ થાય કે સેક્યુલર એટલે તમામ ધર્મ પ્રત્યે સમભાવથી જોવું તેવો અર્થ કરવામાં આવતો હોય તો શું ભારતના સેક્યુલરો હિંદુ ધર્મીઓને મુસ્લિમોની જેમ સમદ્રષ્ટિથી જોવે છે? ભારતમાં લઘુમતી અને તેમાંય ખાસ મુસ્લિમ તરફી હોવું એટલે સેક્યુલર, એવી માનસિકતા પ્રવર્તી રહી છે. આ માનસિકતાનો દેશ પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે શિકાર બની રહ્યો છે.

ભારતમાં આઝાદી વખતથી કાશ્મીર સમસ્યા સામે આવી. જમ્મુ-કાશ્મીર રાજ્યનું ભારતમાં વિલીનીકરણ તત્કાલિન મહારાજા હરિસિંહના સંમતિપત્ર પર સહી કરાયા પછી થયું. પરંતુ આજે પણ જમ્મુ-કાશ્મીરને ભારતીય સંઘમાં રાજ્ય તરીકે સ્પેશ્યલ સ્ટેટસ અનુચ્છેદ-370 નીચે મળેલું છે. શું તેનું એકમાત્ર કારણ એ છે કે જમ્મુ-કાશ્મીરમાં મુસ્લિમોની બહુમતી છે? જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતા અનુચ્છેદ-370ને દૂર કરવાનું કામ તો કોઈ રાજકીય નેતા કરતો નથી, પરંતુ તેને ઓટોનોમસ એટલે કે સ્વશાસિત પ્રદેશ બનાવવાની અને કેટલાંક તો 1953 પહેલાનું સ્ટેટસ કાયમ કરવાની ચળવળો ચલાવી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ-370 લાગુ હોવાને કારણે આ રાજ્ય સિવાયના ભારતના અન્ય લોકો અહીં જમીન ખરીદી શકતા નથી અને કાયમી વસવાટ પણ કરી શકતા નથી. જ્યારે જમ્મુ-કાશ્મીરના લોકોને ભારતમાં અન્ય ઠેકાણા પર રહેવા, વેપાર કરવા અને જમીન ખરીદવા સહીતના ભારતીય બંધારણે આપેલા તમામ મૂળભૂત અધિકારો ભોગવવા મળે છે. ત્યારે મુસ્લિમ તરફી રાજનીતિમાં મસ્ત બનેલા તથાકથિત સેક્યુલર રાજકીય પક્ષો દ્વારા અનુચ્છેદ-370ને ચાલુ રાખવાની વાત કરવામાં આવે છે, તે કોમવાદી હરકત નથી?

ભારતમાં હિંદુ સ્વાભિમાન જગાડનારી રામજન્મભૂમિ મુક્તિની ચળવળ ચાલી. દેશની રાજનીતિમાં હિંદુઓ કેન્દ્રસ્થાને આવવાની શરૂઆત થઈ. પરંતુ ફરીથી સેક્યુલર દેખાવવાની રાજરમતમાં રામજન્મભૂમિ આંદોલનમાં રામરથયાત્રા કરનારાઓએ જ મુસ્લિમ તરફી સેક્યુલર ગણાતી રાજનીતિ શરૂ કરી. આઝાદી પછી મરાઠા યુગ પછી પહેલી વખત દેશમાં હિંદુ રાજનીતિ કેન્દ્રસ્થાને આવી હતી. હિંદુઓએ પોતાની રાજકીય અભિવ્યક્તિ સ્વરૂપે રામરથ પર ચઢનારાઓને દેશમાં સૌથી વધારે બેઠકો આપી હતી. દેશમાં હિંદુ જનજાગરણનો માહોલ હતો. પરંતુ તેવા સમયે માટીપગા નેતાઓએ પાણીમાં બેસીને દેશની ઓળખ સ્થાપિત કરનારા ત્રણ મુદ્દાઓને છોડવાનું પાપ કર્યું. તે વખતે બનેલી ગઠબંધન સરકારે પોતાના કોમન મિનિમમ પ્રોગ્રામમાંથી રામજન્મભૂમિ પર રામમંદિરનું નિર્માણ, જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370ની નાબુદી અને સમાન નાગરીક ધારો લાગુ કરવા જેવા મુસ્લિમો સાથે ગોઠવણવાળા પક્ષોને ખુશ કરવા વિવાદિત ગણી લેવાયેલા મુદ્દાઓને બહાર રાખ્યા.

1996-97 પછી જ મુસ્લિમ તરફી ગોઠવણો અને સમજૂતીને કારણે હિંદુ જનજાગરણનું આંદોલન હતાશા તરફ ધકેલાવાની શરૂઆત થઈ. તો સામેપક્ષે મુસ્લિમો તરફી રાજનીતિની શરૂઆત થઈ. હજ ક્વોટા વધ્યા, ઉર્દૂ શિક્ષકોની મોટાપાયે ભરતી થઈ, ઝીણાની કબરે રામરથયાત્રાના નાયકે માથું નમાવ્યું. બાબરી ધ્વંસના દિવસને દુખદ ગણાવ્યો, ઝીણાને સેક્યુલર ગણાવ્યા. 2004 પછીની પરિસ્થિતિ તેનાથી પણ વધારે ભયાનક સાબિત થઈ. સચ્ચર કમિટી થકી સેના અને ન્યાયતંત્ર સહીત મુસ્લિમોની ગણતરી થઈ. દેશના સંસાધનો પર સૌથી પહેલો હક ગરીબો અને ભારતીય નાગરીકોનો નહીં, પરંતુ મુસ્લિમોનો હોવાની વાત દેશના વડાપ્રધાન મનમોહન સિંહે કરી. માત્ર મુસ્લિમોના ઉત્થાન માટે 15 સૂત્રીય કાર્યક્રમોની શરૂઆત થઈ. મુસ્લિમોની ધર્મના નામે અનામત આપવાની ભલામણ રંગનાથ મિશ્ર પંચે કરી. આંધ્ર પ્રદેશ જેવા રાજ્યમાં મુસ્લિમોને શૈક્ષણિક સંસ્થાઓ અને નોકરીઓમાં અનામત આપવાની કોશિશ કરાઈ. જો કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટે આવી કોશિશોને નાકામ બનાવી.

પરંતુ ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં મુસ્લિમોને 9 ટકા અને 18 ટકા અનામતના વાયદા થયા. કોંગ્રેસના કેન્દ્રીય મંત્રીએ તો મુસ્લિમોને અનામત આપવા માટે મરવાની પણ તૈયારી બતાવી. મુલાયમ સિંહે 1989માં રામજન્મભૂમિ આંદોલનના કારસેવકો પર ગોળીબાર કરાવ્યો અને તેમની લાશોને સરયૂમાં રેતીના કોથળા બાંધીને ડૂબાડી દીધી. આ જ મુલાયમસિંહ યાદવે ઉત્તર પ્રદેશ વિધાનસભાની તાજેતરની ચૂંટણીમાં દિલ્હીના પાકિસ્તાનપરસ્ત ઈમામ બુખારીનો ખુલ્લેઆમ સાથ લીધો. યૂપીમાં મુસ્લિમ નેતા આઝમખાનને સમાજવાદી પાર્ટીમાં મુલાયમે મહાસચિવનું પદ આપ્યું અને હાલ યૂપીની અખિલેશ યાદવની સરકારમાં મોટા માનપાન અને પ્રધાનપદું આપ્યું છે.

તાજેતરમાં ડીઝલના ભાવમાં વધારો, રાંધણગેસ સિલિન્ડરનું રેશનિંગ અને રિટેલમાં એફડીઆઈના મુદ્દે યુપીએ સરકારને ટેકો પાછો ખેંચતી વખતે તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યુ કે તેમના પક્ષના પ્રધાનો જુમ્મા (શુક્રવાર)ના દિવસે જુમ્માની નમાજ બાદ વડાપ્રધાનને પોતાના રાજીનામા સોંપશે. આ પ્રકારની ભાષા અને ઘટના ભારતીય રાજકારણમાં પહેલીવાર બની રહી છે. આજ સુધી જુમ્માની નમાજને કોઈ રાજકીય પગલા સાથે સાંકળવાની કોઈપણ પક્ષે હિંમત કરી ન હતી. પરંતુ ભૂંસાય ગેયલા હિંદુ જનજાગરણના અભિયાનના પગલે દેશમાં ફરીથી મુસ્લિમ રાજકારણ કેન્દ્ર સ્થાને આવવા લાગ્યું છે. દરેક પક્ષને લઘુમતીઓમાં મુસ્લિમોના થોક વોટબેંકની દરકાર છે. કોઈને હિંદુઓના વોટની દરકાર નથી, કારણ કે હિંદુ દલિત, આદિવાસી, બ્રાહ્ણણ, વૈશ્ય, જેવી જાતિગત અને ભાષા આધારેની પ્રાદેશિકતાઓમાં વહેંચાયેલો છે. જેના કારણે થોક મુસ્લિમ વોટબેંકની સામે હિંદુ વોટની રાજકીય પક્ષો ગણતરી કરવા માટે અને તેની દરકાર લેવા માટે પણ તૈયાર નથી. અરે હદ તો ત્યારે થાય છે કે હિંદુત્વના પરંપરાગત ગઢ ગણાતા ગુજરાતમાં પણ હિંદુ વોટોથી જીતનારા પક્ષે કેટલા મુસ્લિમ મતો મેળવ્યા તેની ગણતરી આરંભી છે. ગુજરાતમાં પણ મુસ્લિમો પ્રત્યે સદભાવના દેખાડવાની રાજ્યની સરકારી રાહે ફેશન ચાલી રહી છે. દેશમાં હિંદુત્વના ગઢ ગુજરાતમાં હિંદુઓ આવી કફોડી સ્થિતિમાં હોય, તો અન્ય ઠેકાણે હિંદુ તરીકેની ઓળખ સાથે જીવનારા હિંદુઓની શું દશા હશે તેની તો કલ્પના જ કરવી રહી? તેથી જ કહેવાનું મન થાય છે કે ભારતમાં સેક્યુલર હોવાનો અર્થ માત્ર મુસ્લિમોની તરફદારી કરવી તેવો કરી દેવામાં આવ્યો છે.

કોંગ્રેસ અને તેના યુપીએમાં રહેલા સાથીપક્ષો મોંઘવારી વધારી રહ્યા છે, ભ્રષ્ટાચારમાં કેટલેક ઠેકાણે સપડાયેલા માલૂમ પડયા છે, લાખો કરોડોના ગોટાળા સામે આવ્યા છે. પરંતુ તેમને વિશ્વાસ છે કે તેઓ હિંદુઓને વિભાજિત કરી શકશે અને મુસ્લિમોની થોક વોટબેંકને સેક્યુલારિઝમની તેમની આગવી મુસ્લિમ તરફી રાજનીતિથી પોતાની તરફે વાળી શકશે. ભારતીય રાજકારણમાં શરૂ થયેલા આ ખતરનાક ટ્રેન્ડને કારણે મુસ્લિમ રાજનીતિ જ તથાકથિત સેક્યુલર રાજકીય પક્ષો દ્વારા વર્ચસ્વ પામતી લાગે છે, બાકી મોંઘવારી, ભ્રષ્ટાચાર, આતંકવાદ, વિદેશોમાં કાળું નાણું, લોકપાલ સહીતના મુદ્દાઓ બિનઅસરકારક જ રહે તેવી આશા તથાકથિત સેક્યુલર પક્ષો દ્વારા સેવાય રહી છે.  

સોમવાર, 23 જુલાઈ, 2012

દ્વિરાષ્ટ્રવાદને ખોટો ઠેરવવા ભારતે હિંદુ ઓળખ ધારણ કરવી પડશે


પાકિસ્તાન ઈસ્લામના પાયા પર રચાયું છે. પાકિસ્તાન હિંદુ વિરોધના આધાર પર રચાયું છે. પાકિસ્તાન સહસ્ત્રાબ્દિઓથી અસ્તિત્વ ધરાવતા ભારત નામના રાષ્ટ્રના વિરોધના આધારે બન્યું છે. તેના કારણે પાકિસ્તાને પાછળથી બનાવેલી પોતાની રાજધાનીને ઈસ્લામાબાદ નામ આપ્યું છે. પરંતુ અખંડ ભારતના ભાગલા થકી પાકિસ્તાનના કપાયા બાદ બાકી રહેલા ખંડિત ભારતમાં હિંદુઓના નામે કોઈ વસ્તુ સરકારી રાહે થઈ નથી. ભારતના અસ્તિત્વના મૂળમાં હિંદુ તરીકે ઓળખાતી મહાજાતિની સનાતની વિચારધારા છે. ભારતમાં હિંદુઓની બહુમતી છે. ભારતનો આત્મા અને ઓળખ હિંદુઓની જીવનપદ્ધતિ છે. પરંતુ ભારતને હિંદુ ઓળખ હજી સુધી મળી શકી નથી. ભારતને હિંદુ ઓળખ નહીં મળવા માટે સૌથી વધારે જવાબદાર હોય, તો તે છે તથાકથિત સેક્યુલારિઝમના નામે વિભાજન કાળથી ભારતમાં વસી ગયેલા મુસ્લિમોની ખુશામતની નીતિ, મુસ્લિમોના તુષ્ટિકરણની નીતિ, મુસ્લિમોથી ભયભીત થઈને હથિયાર હેઠાં મૂકી દેવાની સરકારી નીતિ.

ભારતે સેક્યુલર બંધારણીય કલેવરમાં જે પણ કંઈ મેળવ્યું છે, તે ઘણું ઓછું છે. ભારતે હિંદુ ઓળખ સાથે આગળ વધવાનું નક્કી કર્યું હોત, તો દેશે આત્મવિશ્વાસ સાથે ઘણી વધારે સિદ્ધિઓ હાંસલ કરી હોત. ઈતિહાસ સાક્ષી છે કે ગાંધીજીએ દ્વિરાષ્ટ્રવાદના મહંમદ અલી ઝીણાના વિચાર સાથે દ્રઢતાથી અસહમતિ દર્શાવી હતી. દ્વિરાષ્ટ્રવાદના સિદ્ધાંતના ઈન્કાર સ્વરૂપે સરદાર પટેલ અને ડૉ. બાબાસાહેબ આંબેડકરની ઈચ્છા છતાં ગાંધીજી અને જવાહરલાલ નેહરુએ ખંડિત ભારત તથા પાકિસ્તાનમાં હિંદુ-મુસ્લિમ વસ્તીઓની તબાદલા-એ-આબાદીની વાતનો અસ્વીકાર કર્યો હતો. જો કે ભારતમાં રહેનારો મુસ્લિમ પોતાને હિંદુ સંસ્કૃતિ અને ધર્મનું અભિન્ન અંગ ગણે તેવી માનસિકતા દેશમાં 1857ની પ્રથમ ક્રાંતિ પહેલા શરૂ થયેલા અરબસ્તાની વહાબી આંદોલનને કારણે શક્ય બની શકી નથી. વહાબી અને તેના જેવાં કટ્ટર ઈસ્લામપંથી નવજાગરણ આંદોલનોએ દ્વિરાષ્ટ્રવાદની મુસ્લિમ લીગી માનસિકતાને ખિલવા માટે ખુલ્લુ આકાશ પુરું પાડયું છે. મુસ્લિમોની ઉપાસના પદ્ધતિ અલગ હોવા માત્રથી તેમને હિંદુ સંસ્કૃતિ અને ધર્મથી અલગ ગણી ન શકાય તે વાત જેટલી સાચી છે, તેટલી જ સાચી વાત એ છે કે મુસ્લિમોની ઉપાસના પદ્ધતિ જ અલગ નથી, તેમણે વહાબી આંદોલન થકી પોતાની જીવનશૈલીને પણ હિંદુઓથી અલગ કરવા માટે ભરચક પ્રયત્નો કર્યા છે. જેમાં તેમને મહદઅંશે સફળતા મળી છે.

આમ પણ આક્રમણોના રસ્તે ભારતમાં પગ જમાવવામાં કામિયાબ થયેલા ઈસ્લામના અનુયાયીઓમાં ભરપૂર હિંદુ વિરોધ તો હતો. જેના કારણે દેશમાં ઘણી મોટી સંખ્યામાં હિંદુઓની કતલ કરવી મુસ્લિમ બાદશાહોનું ધાર્મિક કૃત્ય હતુ. હિંદુઓના ધર્માંતરણ મુસ્લિમ બાદશાહોની શાન ગણાતા. પરંતુ ભક્તિ આંદોલન અને સૂફીઓના વધતા પ્રભાવ હેઠળ હિંદુ-મુસ્લિમો ખરેખર એકમેકમાં ભળીને ભારતના હિંદુ પ્રવાહમાં સામેલ થઈ રહ્યા હતા. પરંતુ આ વાત અરબસ્તાન તરફ મોઢું રાખીને વટલાયેલા હિંદુઓને કટ્ટર મુસ્લિમ બનાવવાની મનસા સેવનારા મુલ્લા-મૌલવીઓને ખૂબ ખૂંચી હતી. તેથી ધાર્મિકતાના રંગમાં આ મૌલવીઓ અને મુલ્લાઓએ અરબસ્તાનના વહાબી આંદોલનને ભારતમાં ઈસ્લામના નવજાગરણ હેતુથી આણ્યું. જેના કારણે ભારતના મુસ્લિમોમાં કટ્ટરતાએ પગદંડો જમાવવા માંડ્યો.

વહાબી આંદોલન સિવાય પણ અન્ય કેટલાંક કટ્ટર ઈસ્લામપંથી આંદોલનો ભારતના જુદાંજુદાં વિસ્તારોમાં ચાલ્યા. જેનો હેતુ ભારતમાં મુસ્લિમના નામે અલગ અને કટ્ટર ધાર્મિક ઓળખ ઉભી કરીને હિંદુ સંસ્કૃતિ અને ધર્મમાં ભળવાને કારણે ઓછા થતા ઈસ્લામના પ્રવાહને નવજાગૃત કરવાનો હતો. કટ્ટર ઈસ્લામપંથી આંદોલનો થકી ભારતમાં મુસ્લિમો પોતાને હિંદુ સંસ્કૃતિ અને ધર્મથી અલગ ગણવા લાગ્યા. જેના ભાગરૂપે મુસ્લિમોએ ટૂંકો લેંઘો અને કમીઝનો પહેરવેશ અપનાવ્યો, જ્યારે હિંદુઓ ધોતી અને ઝભ્ભો પહેરતા. હિંદુઓ હિંદી સહીતની પ્રાદેશિક ભાષા બોલતા, પરંતુ મુસ્લિમોએ ઉર્દૂને પોતાની બોલચાલની ભાષા બનાવવાનો પ્રયત્ન કર્યો. હિંદુસ્થાનમાં હિંદુ-મુસ્લિમ લશ્કરી છાવણીઓમાં પેદા થયેલી ઉર્દૂ ભાષા મુસ્લિમોની ભાષા તરીકે ઓળખાવાની શરૂઆત થઈ. મુસ્લિમોએ હિંદુ સંસ્કૃતિ અને ધર્મની નાની-મોટી વાતોનો પોતાના નવજાગરણ આંદોલનમાં વિરોધ કરવાનું શરૂ કર્યું. ભાષા, પહેરવેશ, ખાનપાન, રહેણી-કરણીથી માંડીને તમામ નાની-મોટી વાતોમાં હિંદુઓથી અલગ દેખાવાની કોશિશ શરૂ કરી. મુસ્લિમ કટ્ટરપંથીઓને ઈસ્લામના અનુયાયીઓ પોતે અલગ રાષ્ટ્ર હોવાની ભાવનાને દ્રઢીભૂત કરવામાં સફળતા, સિંધ, સરહદ પ્રાંત, પાકિસ્તાન, ઉત્તર ભારત અને બંગાળમાં મોટા પ્રમાણમાં મળી.

એક રાષ્ટ્ર તરીકે અસંખ્ય આક્રમણો છતાં અકબંધ રહેલું ભારત કટ્ટર ઈસ્લામપંથી નવજાગરણના વહાબી જેવા આંદોલનોના તબક્કામાં જ દ્વિરાષ્ટ્રમાં રૂપાંતરીત થવા લાગ્યું હતું. આ દેશને એક રાષ્ટ્ર તરીકે ગણવો ભારતમાતા તરફની આપણી હિંદુ લાગણીનું કારણ છે. પરંતુ જ્યારે આપણે દેશને એક રાષ્ટ્ર તરીકે ગણતા હોઈએ અને તેવા વખતે દેશની બીજી મોટી વસ્તી મુસ્લિમો પોતાને અલગ રાષ્ટ્ર ગણતા હોય તો તેનું પરિણામ વિભાજન જ આવે. જે આપણે 1947માં દશ લાખ હિંદુઓની કત્લેઆમ સાથે જોઈ ચુક્યા છીએ. આઝાદી બાદ પણ ભારતમાં મુસ્લિમોમાં પોતે હિંદુઓથી અલગ રાષ્ટ્ર હોવાની ભાવના ગઈ નથી. ઉલ્ટાનું દેશના શાસકોની હિંદુ વિરોધી માનસિકતાથી ચાલેલી મુસ્લિમ ખુશામત અને તુષ્ટિકરણની સેક્યુલારિઝમની નીતિઓને કારણે મુસ્લિમોની પોતે અલગ રાષ્ટ્ર હોવાની ભાવના વધારે દ્રઢ બની છે. જેના પરિણામે દેશના ઘણાં મુસ્લિમ બહુલ વિસ્તારોમાં ભારતથી અલગપણાની ભાવના સ્પષ્ટ દેખાય છે. જમ્મુ-કાશ્મીર તેનું સૌથી મોટું ઉદાહરણ છે કે જ્યાં 70 હજાર સૈનિકોના બલિદાન છતાં આજે પણ મુસ્લિમ આતંકવાદ અને અલગતાવાદે પગ જમાવેલો છે. કાશ્મીર ખીણમાં 97 ટકા મુસ્લિમ વસ્તી છે, જેના પરિણામે ત્યાં ખતરનાક રીતે આતંકવાદી પ્રવૃતિઓ ચાલી રહી છે.

આ સિવાય ભારતમાં ચાલતી ઈસ્લામિક આતંકવાદી પ્રવૃતિઓને દેશના અન્ય મુસ્લિમ પ્રભુત્વવાળા વિસ્તારોમાંથી ટેકો મળતો હોવાની વાત ગુપ્તચર સંસ્થાઓએ અલગ-અલગ સ્તરે કરી છે. સેક્યુલરવાદીઓની દલીલ છે કે પાકિસ્તાન સાથેના 1971ના યુદ્ધમાં બાંગ્લાદેશ બનવાને કારણે ઝીણાની દ્વિરાષ્ટ્રવાદની થિયરી ખોટી પડી છે. પરંતુ પાકિસ્તાન અને બાંગ્લાદેશની ભૌગોલિક સ્થિતિ જોઈએ તો બંને ધર્મના નામે 1947થી 1971 સુધી એક રહ્યા તે હકીકત સામે આંખ આડા કાન કરી શકાય તેમ નથી. જો પાકિસ્તાનના શાસકોએ બાંગ્લાદેશ પ્રત્યે સ્નેહાળ અભિગમ અપનાવ્યો હોત, તો આજે પણ બંને એક હોત તે વાતનો પણ ઈન્કાર કરી શકાય તેમ નથી. ભાગલાના 65 વર્ષ બાદ પણ 1971 બાદનું પાકિસ્તાન અનેક ગૃહયુદ્ધો અને કપરી પરિસ્થિતિ છતાં ભારત સામે તો એકજૂટ થઈને ઉભું છે. 1971 બાદ બાંગ્લાદેશનું હજી સુધી વિભાજન થયું નથી. શું પાકિસ્તાન અને બાંગ્લાદેશની એકજૂટતાના પાયામાં ઈસ્લામ નથી? શું ઈસ્લામ સામે પાકિસ્તાન અને બાંગ્લાદેશની હાલની તમામ પ્રાદેશિકતાઓ નિષ્પ્રભાવી નથી? શું આ અખંડ ભારતમાં રહેલા મુસ્લિમોની પોતે અલગ રાષ્ટ્ર હોવાની માનસિકતાની સાબિતી નથી?

પાકિસ્તાન અને બાંગ્લાદેશ એકબીજા સાથે જમીનથી જોડાયેલા હોત, તો તેઓ અલગ થયા ન હોત અથવા ભારત 1971ના યુદ્ધની જેમ તેમને અલગ કરી શક્યું ન હોત. આજે પણ પાકિસ્તાન અને બાંગ્લાદેશના મુસ્લિમો પોતે હિંદુઓ કરતા અલગ રાષ્ટ્ર હોવાની માનસિકતાને કારણે બંને દેશોના અસ્તિત્વ ટકાવી રાખીને જીવી રહ્યા છે. ખંડિત ભારત તરફથી ભારત-પાકિસ્તાન-બાંગ્લાદેશના મહાસંઘ અથવા ભાગલા ખતમ થઈ જવાની દલીલો અલગ-અલગ સ્તરે જુદીજુદી સંસ્થાઓ અને લોકોએ કરી છે. પરંતુ પાકિસ્તાન કે બાંગ્લાદેશમાં આવી કોઈ દલીલબાજી કે નિવેદનબાજી કરવામાં આવી નથી અને ભવિષ્યમાં પણ આવી કોઈ શક્યતા નથી. તેનું કારણ છે કે તેઓ પોતાને હિંદુઓથી અલગ રાષ્ટ્ર માને છે. કોઈ અસ્તિત્વ ધરાવતી વસ્તુનો ઈન્કાર કરવાથી જમીન પરની હકીકતો બદલાઈ જતી નથી. કોઈને જમીની હકીકતને નજરઅંદાજ કરવાથી તેવી બાબતોના અસ્તિત્વ ખતમ થઈ શકતા નથી.

ભારતની અત્યાર સુધીની અખંડિતતા માટે તેની વિવિધતા અને સેક્યુલર કલેવરને જવાબદાર માનીને તેમને જશ આપવામાં આવે છે. પરંતુ તમે કલ્પના કરો કે ભારતમાં જમ્મુ-કાશ્મીરની જેમ મુસ્લિમ પ્રભાવવાળા અને મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ જેવા ખ્રિસ્તી પ્રભાવવાળા રાજ્યોની સંખ્યા વધારે હોય, તો તેવા સંજોગોમાં ભારત આઝાદીના 65 વર્ષ સુધી અખંડ રહી શકત. ભારતમાં હિંદુ બહુમતીમાં છે, તેવા એકપણ વિસ્તારમાં અલગતાવાદી અથવા આતંકવાદી આંદોલનો-પ્રવૃતિઓ થઈ નથી. આ દેશના એકપણ હિંદુ સંગઠન કે વ્યક્તિએ પોતે હિંદુ હોવાની ઓળખને આગળ કરીને ભારત વિરુદ્ધ કોઈ અલગતાવાદી કે આતંકવાદી આંદોલન કર્યા નથી. ભારતની 65 વર્ષની અખંડિતાનું કારણ દેશમાં હિંદુઓની બહુમતીનો પ્રભાવ હોવાનું છે. દેશ સેક્યુલર સરકાર ધરાવે છે, પરંતુ હિંદુ ઓળખ વગરનો સેક્યુલર સમાજ અસ્તિત્વમાં આવશે તે દિવસે ભારતની એકતા અને અખંડિતા પર મોટું જોખમ હશે. ભારતને પોતાનું માનવાનો ભાવ હિંદુ હોવાને કારણે વ્યક્તિમાં સ્વાભાવિકપણે પેદા થાય છે. જેનું ઉદાહરણ દેશવિરોધી પ્રવૃતિઓ અને આતંકવાદમાં બિનહિંદુઓની બહુલતા છે. (નોંધ:માઓવાદ અને નક્સલવાદ દેશવિરોધી આંદોલન છે, પરંતુ અલગતાવાદી આંદોલન નથી. તેમને ભારતથી અલગ દેશ બનાવવો નથી, પરંતુ ભારતની સત્તા કબજે કરવી છે. તેમનો વિરોધ શાસન અને શાસકો સામે છે. નક્સલવાદી અને માઓવાદી પ્રવૃતિમાં હિંદુ લોકોની બહુલતા છે. પરંતુ તેઓ પોતાને હિંદુ તરીકે ઓળખાવતા નથી. જેથી આને કારણ બનાવીને કુતર્કો કરતા પહેલા પોતાને બૌદ્ધિક કહેનારાઓએ વિચારવું જ રહ્યું.)

ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશના સંયુક્ત ઐતિહાસિક ઘટનાક્રમના તથ્યો પરથી સ્પષ્ટ છે કે હિંદુઓ દ્વિરાષ્ટ્રવાદની થિયરીને માનતા નહીં હોવા છતાં ઈસ્લામના આધારે દેશનું વિભાજન થયું. મુસ્લિમો દ્વિરાષ્ટ્રવાદની થિયરીને માનતા હોવાને કારણે પાકિસ્તાન અને બાંગ્લાદેશ બંને ભારતના વિરોધમાં આજે પણ અસ્તિત્વમાં છે. ભારત હિંદુ બહુમતીના પ્રભાવમાં હોવાને કારણે આઝાદીના 65 વર્ષે હજી પણ અખંડિત રહ્યું છે. દેશમાં બિનહિંદુઓની બહુમતીવાળા ક્ષેત્રોમાં અલગતાવાદ, આતંકવાદ અને દેશદ્રોહી પ્રવૃતિ વધારે પ્રમાણમાં થઈ રહી છે. આથી પાકિસ્તાનનું વિભાજન દ્વિરાષ્ટ્રવાદની થિયરીની નિષ્ફળતા ગણાવી દેવી તથ્યો સામે આંખ આડા કાન કરવાની વાત બની રહેશે. એટલે કે દ્વિરાષ્ટ્રવાદની મુસ્લિમોને પોતે અલગ રાષ્ટ્ર હોવાની ઝીણાની થિયરી પાકિસ્તાનના વિભાજન છતાં પણ નિષ્ફળ ગઈ નથી. તેને નિષ્ફળ બનાવવા માટે ભારતે મુસ્લિમ ખુશામતખોરીવાળું સેક્યુલર કલેવર છોડીને હિંદુ ઓળખને ધારણ કરવી પડશે. ભારતને વિકૃત મુસ્લિમોની ખુશામત અને તુષ્ટિકરણ કરનારા સેક્યુલરવાદે બેહદ નુકસાન કર્યું છે.

શનિવાર, 23 જૂન, 2012

હિંદુત્વ: સાવરકર, સંઘ અને મોદી

-આનંદ શુક્લ

હિંદુત્વ ફરીથી ચર્ચાના કેન્દ્ર સ્થાને છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે નીતીશ કુમારને જવાબ આપતા કહ્યુ છે કે ભારતના વડાપ્રધાન હિંદુત્વવાદી નેતા કેમ બની શકે નહીં? નીતીશ કુમારે ઈકોનોમિક ટાઈમ્સને આપેલી મુલાકાતમાં જણાવ્યુ હતુ કે એનડીએના વડાપ્રધાન પદના ઉમેદવાર ધર્મનિરપેક્ષ છબી ધરાવતા હોવા જોઈએ. નીતીશ કુમારનો સ્પષ્ટ ઈશારો તેમના રાજકીય પ્રતિસ્પર્ધી નરેન્દ્ર મોદીની વડાપ્રધાનપદ માટેની મહત્વકાંક્ષામાં અડચણ ઉભી કરવાનો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારકમાંથી ગુજરાતના મુખ્યમંત્રી બનેલા નરેન્દ્ર મોદીની લોકછબી હિંદુત્વવાદી છે. 2002ના ગુજરાત રમખાણોને કારણે તેમની છબીને કોમવાદી પણ ગણવામાં આવી છે. અવાર-નવાર ભાજપની અંદરના અને બહારના રાજકીય નેતાઓ દ્વારા મોદીની કોમવાદી છબીને ઉછાળવાનો પ્રયત્ન કરવામાં આવે છે. મોદીને ગુજરાત સુધી સીમિત રાખવામાં 2002ના રમખાણોના કલંકિત પૃષ્ઠોનો ઉપયોગ કરવામાં આવે છે. મોદીને મુસ્લિમ વિરોધી હિંદુત્વવાદી નેતા તરીકે પ્રચારીત કરવામાં આવે છે.

પરંતુ જ્યાં સુધી હિંદુત્વનો સવાલ છે, તે કોઈની પ્રતિક્રિયામાં ઉભી થયેલી વિચારધારા નથી. સનાતન સંસ્કૃતિના ગર્ભમાંથી દેશની ઓળખ અને અસ્તિત્વ માટે ઉભી થયેલી વિચારધારા હિંદુત્વ છે. હિંદુત્વ કોઈ ઉપાસના પદ્ધતિ અથવા પંથની ઓળખ સુધી સીમિત નથી. તેમાં ભારતની બહુમતી હિંદુ પ્રજાના ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય, આર્થિક જેવાં તમામ પાસાંઓનો સમાવેશ કરતા ભાવ અને લાગણીઓનું નામ હિંદુત્વ છે. હિંદુત્વની વિચારધારાનું ઉદ્ગમસ્થાન વેદ, વેદાંત, રામાયણ, મહાભારત, ભગવદ ગીતા, ઉપનિષદો અને પુરાણ છે. શિવ, રામ, કૃષ્ણ તેના આદ્યદેવો છે. ચાણક્ય અને ચંદ્રગુપ્ત, પૃથ્વીરાજ ચૌહાણ, રાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી, ગુરુ ગોવિંદસિંહ,મહારાજા રણજીતસિંહ, મહારાષ્ટ્રની પેશ્વાઈ તમામ હિંદુત્વની અવિરત વિચારધારામાં આવેલા ઘાટ છે.

હિંદુત્વની વિચારધારાને સૌથી પહેલી આધુનિક ઓળખ વિનાયક દામોદર સાવરકરે 1923માં આપી. વીર સાવરકર તરીકે ઓળખાતા વી. ડી. સાવરકરે પોતાના જેલમાંથી લખાયેલા હિંદુત્વ નામના પુસ્તકમાં હિંદુની વ્યાખ્યા સ્પષ્ટ કરીને હિંદુત્વની વિચારધારા લોકો સામે મૂકી. હિંદુ નામ ભારતીયોને 8મી સદીની આસપાસ મળ્યું. ઈરાની અને અરબી લોકોએ સિંધુ પાર રહેતા લોકોને શબ્દ ઉચ્ચારણની મર્યાદાને કારણે આપણને હિંદુ તરીકે ઓળખ્યા. મોટાભાગે નામ પારકા પાડતા હોય છે. પરંતુ આ નામ આપણી ઓળખ બની જાય છે. હિંદુ શબ્દોના કેટલીક ઉર્દૂ ડિક્શનેરીમાં ઉતરતા અર્થો કરવામાં આવ્યા છે. તેમ છતા આપણે ભારતના સનાતન ધર્મીઓએ હિંદુ શબ્દને આપણી ઓળખ અને અસ્તિત્વ માટે ગૌરવથી માથે ઓઢી રાખ્યો છે. વીર સાવરકરની હિંદુની વ્યાખ્યા પ્રમાણે, ભારતને પિતૃભૂમિ અને પુણ્યભૂમિ માનનારા તમામ લોકો હિંદુ છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આદ્યસંસ્થાપક ડૉ. કેશવરામ બલિરામ હેડગેવાર સાવરકરની હિંદુ અને હિંદુત્વની વ્યાખ્યા સાથે સંપૂર્ણપણે સહમત હતા. 1923માં હિંદુત્વ પુસ્તકની નકલ જેલમાંથી બહાર આવી, ત્યારે તેને હેડગેવારે લોકોમાં ગુપ્તરાહે પ્રચારીત પણ કરી હતી. જો કે 1925થી સંઘની યાત્રા શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં હિંદુ અને હિંદુત્વની વ્યાખ્યામાં ઘણી નરમાશ આવી ગઈ છે. સાવરકર જેવી ધારદાર વાત હવે આરએસએસની વ્યાખ્યાઓમાં નથી. આરએસએસના સરસંઘચાલક પદે આસિન થયા બાદ મોહન ભાગવતે ખુદ કહ્યુ છે કે જે લોકો પોતાને હિંદુ તરીકે ઓળખાવે છે અને જેને આપણે હિંદુ તરીકે ઓળખીએ છીએ તે તમામ હિંદુ છે. હિંદુની વ્યાખ્યાનું સરળીકરણ થયું. હિંદુમાં ભારતીય મૂળના ન હોય તેવા ધર્મના અનુયાયીઓને પણ હિંદુ માનવા માટેના તર્કો દાખલ કરવામાં આવ્યા. એટલે કે સંઘની હિંદુત્વની વિચારધારા સાવરકરની મૂળ હિંદુત્વની વિચારધારા કરતા ઘણી નરમ બની ગઈ છે.

સંઘને નખશિખ હિંદુત્વવાદી ગણવામાં આવે છે. પરંતુ જે હિંદુત્વના વિચારની ધારાની ઓળખ સાવરકરે કરી હતી તેનાથી તે હવે યોજનો દૂર પહોંચી ગઈ છે. સંઘ દ્વારા રાષ્ટ્રવાદી મુસ્લિમ મંચ પણ બનાવવામાં આવ્યો છે. મુસ્લિમ અને ખ્રિસ્તીઓ પોતાની સાથે હોવાની વાત પણ હિંદુત્વની વિચારધારાના ઝંડાધારીઓ અવાર-નવાર કરતા રહે છે. સેક્યુલર વિચારધારાના આક્રમણોમાં સંઘનું હિંદુત્વ કોકટેલ બની ગયું છે. તેના પર સેક્યુલર પ્રભાવ સ્પષ્ટ જોવામાં આવે છે. સંઘના કેટલાંક વિચારકોના મતે, ભારતમાં રહેનારા દરેક લોકો હિંદુ છે, જેમાં મુસ્લિમ અને ખ્રિસ્તી પંથના લોકોનો પણ સમાવેશ થઈ જાય છે. એટલે કે સંઘની હિંદુત્વની વિચારધારા પ્રમાણે, એવું લાગ્યા વગર રહે નહીં કે તેઓ કેટલાંક પ્રચલિત શબ્દોના સ્થાને હિંદુ શબ્દનો ઉપયોગ માત્ર કરવા માંગે છે. આમ હિંદુત્વનો મૂળ સાવરકર દ્વારા ઓળખ પામેલો વિચાર સંઘના વિચારકોએ તબક્કાવાર નરમ કરી દીધો છે. કેટલાંક સંઘ વિચારકોના મતે સાવરકર પ્રવર્તમાન ભારતમાં પ્રસ્તુત નથી. તેમને સાવરકરના નામ અને વિચારોની એલર્જી પણ છે.

જ્યારે હિંદુત્વના વિચારોને વિચારધારાત્મક સંગઠનોની બહાર રહેલા લોકો એક સંકુચિત ધાર્મિક વિચાર માત્ર ગણે છે. હિંદુત્વવાદી એટલે કટ્ટર ધાર્મિક, મુસ્લિમ-ખ્રિસ્તી વિરોધી, કોમવાદી, હુલ્લડખોર. દેશમાં રામજન્મભૂમિ આંદોલન અને બાબરી ધ્વંસ બાદ હિંદુત્વવાદીની આવી છબીને કોંગ્રેસી અને તથાકથિત સેક્યુલર રાજકારણીઓએ મીડિયાની મદદથી વધારે દ્રઢ બનાવી. તેમાં 2002ની ગોધરકાંડની ઘટના બાદ ફાટી નીકળેલા રમખાણોને પણ હિંદુત્વની વિચારધારા સાથે જોડવામાં આવ્યા. જો કે હકીકત એવી છે કે દેશમાં થતા હુલ્લડોને હિંદુત્વના વિચાર સાથે ક્યારેય કોઈ સંબંધ રહ્યો નથી. આ દેશમાં કોમી રમખાણોનો એક ઘણો મોટો અને વિકરાળ ઈતિહાસ રહેલો છે. આ ઈતિહાસ સાવરકરના પુસ્તક હિંદુત્વના પ્રકાશન પહેલાથી ચાલ્યો આવે છે. હિંદુત્વવાદી ગણાતી સરકારોના કાર્યકાળ કરતા વધારે રમખાણો પોતાને સેક્યુલર કહેવડાવતી કોંગ્રેસના કાર્યકાળમાં થયા છે. એટલે કે હિંદુત્વના વિચાર અને કોમી રમખાણોને કોઈ લેવાદેવા નથી. કોમી રમખાણો માટે તુષ્ટિકરણની સરકારી નીતિ હંમેશા કારણભૂત રહી છે. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર હિંદુત્વના સાચા અર્થને જાણતા નથી. તેમના મતે હિંદુત્વ કોમવાદી, સંકુચિત, મુસ્લિમ વિરોધી વિચાર છે.

પરંતુ તથાકથિત ધર્મનિરપેક્ષો અહીં ગોથું ખાઈ જાય છે. હિંદુત્વ આ દેશનો આત્મા છે. આ દેશના સમાજજીવનમાંથી હિંદુવિચારને બહાર કાઢી લેવામાં આવે, તો બાકી કંઈ જ બચતું નથી. આ દેશની ઉદારતાનું પણ એક મોટું કારણ અહીંની હિંદુ બહુમતી છે. દેશના ભાગલા પડયા અને પાકિસ્તાન-બાંગ્લાદેશ નામના બે મુસ્લિમ દેશોમાં લઘુમતીઓની હાલત અત્યંત કફોડી છે. જેના માટે સહઅસ્તિત્વનો ઈન્કાર કરનારી ઈસ્લામિક વિચારધારા છે. જ્યારે હિંદુ બહુમતી ધરાવતા ધર્મનિરપેક્ષ ભારતમાં મુસ્લિમોના તુષ્ટિકરણની નીતિ સેક્યુલરવાદના નામે પૂરજોર ચાલી રહી છે. આને હિંદુઓની ઉદારતા કરતાં તેમની કમજોરી અને નાસમજ ગણવી વધારે યોગ્ય છે. પોતાના હક છોડવાએ ઉદારતા નથી, પરંતુ અસ્તિત્વ અને ઓળખ સામેનું મહાસંકટ છે. ભારતમાં હિંદુઓએ પોતાના આર્થિક, શૈક્ષણિક, રોજી-રોટીના હકો તથાકથિત સેક્યુલર રાજનીતિમાં છોડી દીધા છે અથવા છોડવા માટે મજબૂર બનવું પડયું છે. હવે રાજકીય, ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક અધિકારો પર પણ મુસ્લિમ અને ખ્રિસ્તી તરફી રાજકારણીઓની નજર છે. હિંદુઓ પોતાના હક છોડે તે ઉદારતા નથી. ઉદારતા એને કહેવાય કે પોતાના હક જાળવીને બીજાના અધિકારો પર તરાપ ન મારવી. જો કે મુસ્લિમ-ખ્રિસ્તીના અધિકારો જાળવવા માટે ભારતની સરકારો હિંદુઓના અધિકારો પર તરાપ મારતી હંમેશા નજરે પડી છે. હિંદુત્વ આ દેશની જીવનપદ્ધતિ હોવાની વાત ખુદ ભારતની સુપ્રીમ કોર્ટે કહી છે. જીવનપદ્ધતિ હંમેશા પંથનિરપેક્ષ હોય છે. જીવનપદ્ધતિ કોમવાદી ને સંકુચિત હોતી નથી. જીવનપદ્ધતિ કોઈના વિરોધમાં ઉભી થતી નથી. માટે હિંદુત્વની જીવનપદ્ધતિ મુસ્લિમ કે ખ્રિસ્તી વિરોધી નથી.

પરંતુ હવે સવાલ એ છે કે મોદી ઉપરોક્ત ક્યાં ત્રણ પ્રકારના હિંદુત્વમાંથી ક્યાં પ્રવાહને અનુસરી રહ્યા છે? મોદીનું હિંદુત્વ મૂળ સનાતની વિચાર પર રચાયેલું સાવરકરનું હિંદુત્વ છે કે સંઘનું નરમ કરી દેવાયેલું હિંદુત્વ છે અથવા હિંદુત્વ એટલે કોમવાદી એવી છાપ ધરાવતું હિંદુત્વ છે? હિંદુત્વની વિચારધારામાં ગોહત્યા ઘણો મોટો મોટો મુદ્દો રહ્યો છે. ગુજરાતમાં થોડા સમય પહેલા ગોહત્યાઓનો મુદ્દો ખૂબ ચગ્યો હતો. જો ગુજરાતમાં ગોહત્યાઓ થતી હોય, તો મોદીના શાસનને હિંદુત્વવાદી કેવી રીતે ગણવું? ગુજરાતમાં 250 જેટલા મંદિરો મોદી સરકારે તોડાવી નખાવ્યા. મોદીને વીએચપીના તત્કાલિન અધ્યક્ષ અશોક સિંઘલે ગઝની સાથે સરખાવ્યા. નિરીક્ષક નામના વિચારપત્રમાં જાણીતા મુસ્લિમ ઈતિહાસકારે મોદી સાથેની વ્યક્તિગત ચર્ચાને ટાંકીને લખ્યુ છે કે મોદીના શાસનમાં સૌથી વધારે હિંદુ મંદિરો તૂટયા, છતાં મોદીને હિંદુત્વવાદી ગણવામાં આવે છે. ગુજરાતામાં મુસ્લિમ ધાર્મિક સ્થાનોને આ સરકારે ઉની આંચ પણ આવવા દીધી નથી. ગુજરાતમાં હિંદુઓ સુખી હોય કે ન હોય પણ સચ્ચર કમિટીના રિપોર્ટના આધારે રાજ્યના મુસ્લિમો દેશમાં સૌથી વધારે સુખી હોવાની ગુલબાંગો પોકારવામાં આવે છે. હિંદુ તીર્થસ્થાનોની યાત્રામાં ક્વોટા સંદર્ભે મોદી સરકાર ચિંતિત નથી, તેટલી ચિંતિત હજયાત્રાના ક્વોટા માટે ચિંતિત છે. ભારતમાં ક્રિકેટ જોવા આવતા પાકિસ્તાનીઓને અજમેરની યાત્રા કરાવવાની ભાવના ગુજરાતના હિંદુત્વવાદી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની છે. રાજ્યમાં ગોચરની જમીનો ખતમ કરવા માટે પણ મોદી સરકાર સૌથી વધારે જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. જમીન સંદર્ભેના રાજ્યસ્તરના રેકોર્ડો 2006-07 બાદ હજીસુધી ઉપલબ્ધ નથી. જેના લીધે ખેતીલાયક, બિનખેતીલાયક, વન્ય અને ગોચરની જમીનના આંકડા હાલ અધ્ધરતાલ જ છે.

આમ જોવો તો મોદીનું હિંદુત્વ માત્ર ગુજરાતની ગાદી પર પહોંચીને ટકવા માટેનું તકવાદી હિંદુત્વ છે. ગાંધીનગરથી દિલ્હી જવામાં હિંદુત્વ નડતું હોવાથી મોદીએ સદભાવના મિશન કરીને પોતાની સેક્યુલર છબી બનાવવાનો પ્રયત્ન કરી જોયો. પરંતુ તેમા તેઓ નિષ્ફળ ગયા છે. નીતીશ કુમાર સહીતના તથાકથિત સેક્યુલર નેતાઓએ મોદીના સેક્યુલર ગિલેટને નકારી કાઢયો છે. હાલ એનડીએ તૂટવાની દિશામાં આગળ વધી રહ્યું છે. જેડીયૂ ધર્મનિરપેક્ષતાના મુદ્દે સમજૂતી કરવાના મૂડમાં નથી. એટલે કે ભાજપ મોદી સાથે આગળ વધશે તો તેમને જેડીયૂનો સેક્યુલર સાથ મળશે નહીં. તેવા સંજોગોમાં એનડીએમાં ભાજપ, શિવસેના અને અકાલીદળ એમ ત્રણ પક્ષો જ બચશે. ભાજપ ફરીથી 2014ની લોકસભાની ચૂંટણીમાં મોદીને આગળ કરીને હિંદુત્વનો વંટોળ જગાવવાની કોશિશ કરી શકે છે. પરંતુ તેમાં તેમને ફરી વખત જનતાને છેતરવામાં સફળતા મળશે કે કેમ તેના વિશે વિશ્લેષકોને શંકા છે. હાલ હિંદુત્વનું દોઢ દાયકા પહેલા ઉઠેલું મોજું શાંત છે. એવી કોઈ હિંદુત્વની લહેર નથી કે લોકો ફરીથી આંદોલિત થાય. તેમ છતાં ભાજપ મોદીને આગળ કરીને હિંદુત્વના મુદ્દે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવે, તો ત્યાર પછી તેમને ગઠબંધન બનાવતી વખતે હિંદુત્વના મુદ્દા કોરાણે જ મૂકવા પડશે. તેવા સંજોગોમાં ભાજપ ફરી એક વખત જનતાની ભાવનાને છેહ આપશે.

ગુરુવાર, 7 જૂન, 2012

ધર્મનિરેપક્ષ ભારતની સરકારનું કોમવાદી પગલું!


-આનંદ શુક્લ
સચ્ચર કમિટીની એક મહત્વપૂર્ણ ભલામણ સ્વીકારતા કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને મુસ્લિમોની બહુમતીવાળા વિસ્તારોમાં ઓછામાં ઓછો એક મુસ્લિમ પોલીસ અધિકારી તહેનાત કરવા માટે તાકીદ કરી છે. કેન્દ્રીય ગૃહ સચિવે દેશના તમામ રાજ્યોના મુખ્ય સચિવો પાસે જૂનના આખર સુધીમાં સ્થિતિ અહેવાલ રજૂ કરવા માટે જણાવ્યું છે.

9 માર્ચ, 2005માં કેન્દ્ર સરકાર દ્વારા જસ્ટિસ રાજિન્દર સચ્ચરના અધ્યક્ષ પદે રચાયેલી સચ્ચર કમિટીને દેશના મુસ્લિમ સમુદાયની આર્થિક, શૈક્ષણિક અને સામાજિક સ્થિતિની હકીકતો જાણવાની કામગીરી સોંપવામાં આવી હતી. જસ્ટિસ સચ્ચરે દેશની ત્રણેય સેનાઓ અને ન્યાયતંત્ર સહીત તમામ સ્તરે મુસ્લિમોની ગણતરી કરી હતી. જેના કારણે તે સમયે મોટો વિવાદ થયો હતો. સચ્ચર સમિતિ પહેલા દેશના ન્યાયતંત્ર અને ત્રણેય સૈન્ય પાંખમાં કામ કરનારા વ્યક્તિઓનો વિચાર હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ અથવા અન્ય કોઈ ધર્મના અનુયાયી તરીકે થયો ન હતો. જેના કારણે ભાજપ અને સંઘપરિવારે સચ્ચર સમિતિને દેશમાં ભાગલાવાદી પ્રવૃતિઓને વધારનારો ગણાવ્યો હતો. તેમણે કોંગ્રેસની આગેવાની નીચેની યુપીએ સરકાર પર મુસ્લિમ વોટબેંકની રાજનીતિ ખેલવાનો આરોપ લગાવ્યો હતો.

સચ્ચર સમિતિની ભલામણોને આધારે વડાપ્રધાન મનમોહન સિંહે પોતાના પ્રથમ કાર્યકાળમાં 15 સૂત્રીય કાર્યક્રમની જાહેરાત કરી હતી. તે પ્રસંગે તેમણે આ દેશના સંસાધનો પર સૌથી પહેલો અધિકાર મુસ્લિમોનો હોવાનું પણ વિવાદાસ્પદ નિવેદન પણ આપ્યું હતું. સચ્ચર સમિતિની ભલામણો યુપીએ સરકાર અલગ-અલગ રસ્તાઓથી ધીમે ધીમે લાગુ કરી રહી છે. યૂપી ઈલેક્શન પહેલા કેન્દ્ર સરકારે લઘુમતીઓ માટે ઓબીસી ક્વોટામાં 4.5 ટકા અનામત આપવાની જાહેરાત કરી હતી. યૂપી ઈલેક્શનમાં પ્રચાર અભિયાન દરમિયાન કેન્દ્રીય કાયદા પ્રધાન સલમાન ખુર્શિદે રાજ્યમાં કોંગ્રેસના સત્તામાં આવ્યા બાદ લઘુમતી અનામત 9 ટકા કરવાની જાહેરાત કરી હતી.
લઘુમતી અનામતથી શરૂ થયેલી લઘુમતી વોટબેંકની રાજનીતિ હવે ઘણી આગળ નીકળી રહી છે. મુસ્લિમ વિસ્તારોમાં ઓછામાં ઓછા એક મુસ્લિમ અધિકારીની તહેનાતી કરવાની કેન્દ્ર સરકારની ભલામણ ખરેખર ભારતના ધર્મનિરપેક્ષ કલેવર માટે મોટી શરમ છે. આઝાદીના 65 વર્ષે પણ ભારતનું સ્વરૂપ સાચા અર્થમાં ધર્મનિરપેક્ષ થઈ શક્યું નથી. આ દેશનું વ્યવસ્થા-તંત્ર ધર્મનિરપેક્ષ થઈ શક્યું નથી. દેશની વ્યવસ્થાને ધર્મનિરપેક્ષ બનાવવાના સ્થાને તેને ચોક્કસ ધર્માંવલંબી બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી મુસ્લિમ વિસ્તારોમાં ઓછામાં ઓછા એક મુસ્લિમ પોલીસ અધિકારીની તહેનાતીની તાકીદનો અર્થ ઘણો ભયાનક છે. આ સમગ્ર બાબત દેશની ધર્મનિરપેક્ષ લોકશાહી માટે જોખમરૂપ છે. આ દેશમાં ધર્મના આધારે હિંદુઓની બહુમતી છે. પરંતુ આજ સુધી કોઈ 100 ટકા હિંદુ વિસ્તારમાં કોઈ મુસ્લિમ અધિકારી ન હોવો જોઈએ તેવી માગણી કરવામાં આવી છે? શું 100 ટકા હિંદુ વિસ્તારોમાં મુસ્લિમ પોલીસ અધિકારીઓ અને કલેક્ટરો તહેનાત કરવામાં આવતા નથી?

ઉદાહરણ તરીકે આવી કોઈ માગણી ઉઠી હોત તો દેશમાં સેક્યુલર કાગડાંઓની કાગારોળ મચી હોત. હિંદુ વિસ્તારમાંથી મુસ્લિમ પોલીસ અધિકારીને  ખસેડવાની માગણીને કોમવાદી ગણવામાં આવી હોત. ત્યારે પ્રશ્ન એ છે કે મુસ્લિમ વિસ્તારમાં ઓછામાં ઓછો એક મુસ્લિમ પોલીસ અધિકારી તહેનાત કરવાની સરકારની તાકીદ કોમવાદી નથી? જ્યારે કોમી રમખાણો કે તેવી અન્ય પરિસ્થિતિ ઉભી થશે ત્યારે આગળ જતાં સરકાર પર સેનાને પણ ધર્મના આધારે તહેનાત કરવાની માગણી પણ કરવામાં આવે તો હવે નવાઈ પામવા જેવું નથી.

સચ્ચર કમિટીની ભલામણોને વ્યાપકતાથી વિચારીએ તો જમ્મુ-કાશ્મીર, પંજાબ, મિઝોરમ, નાગાલેન્ડ, મેઘાલય જેવા બિનહિંદુઓની બહુમતીવાળા રાજ્યોમાં હિંદુ વિસ્તારોમાં ઓછામાં ઓછા એક હિંદુ પોલીસ અધિકારીની તહેનાતી કરવામાં આવશે? કેરળમાં 23 ટકા મુસ્લિમ 21 ટકા ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ છે, તો આ રાજ્યમાં હિંદુ બહુલ વિસ્તારો માટે પણ કોઈ વિશેષ જોગવાઈ કરવામાં આવશે?

આ દેશનું બંધારણ કોઈ ધર્મનો વિરોધ કે કોઈ ધર્મની તરફેણ કરતું નથી. આ દેશે બંધારણ દ્વારા પોતાનો કોઈ ધર્મ નહીં હોવાનું જાહેર કર્યું છે. તો આઝાદીના 65 વર્ષે આ દેશમાં વ્યવસ્થાનું તંત્ર ધર્મથી પર થઈને કામ કરે તેવું કેમ થઈ શક્યું નથી? ધર્મનિરપેક્ષ બંધારણની નીચે હંમેશા દેશમાં ધર્મનું વોટબેંક પોલિટિક્સ ખેલાયું છે. કોઈ પક્ષે લઘુમતી સમુદાયોના નામે રાજકારણ ખેલ્યું, તો કોઈ પક્ષે બહુમતી સમુદાયના નામે. તેમાં પણ 1984ના દિલ્હીના શીખ વિરોધી રમખાણો, 1989ના ભાગલપુરના હુલ્લડો, 1992 અને 2002ના કોમી હૂતાસણોમાં બનેલી ઘટનાઓ આપણને અવશ્ય વિચારતા કરી શકે કે જેમને રાજધર્મ નિભાવવાનો હતો, તેઓ તેમાં નિષ્ફળ ગયા છે.

શાસકની પહેલી ફરજ છે પોતાની તાબેદારી હેઠળના તમામ લોકોને કોઈપણ ભોગે સુરક્ષા ઉપલબ્ધ કરાવે. પરંતુ કેટલાંક કિસ્સાઓમાં એવું માનવાને કારણ છે કે વ્યવસ્થા-તંત્રના કેટલાંક લોકોએ ધર્મના આધારે પક્ષપાત કર્યો હોય તેવી શક્યતા રહેલી છે. પરંતુ તેના કારણે ધર્મનિરપેક્ષ વ્યવસ્થાતંત્રમાં જે લોકો પોતાની ફરજની બજવણી પૂર્ણ નિષ્ઠાથી કરી રહ્યા છે, તેમની નિષ્ઠા પર કેન્દ્ર સરકાર શા માટે શંકા પેદા કરી રહી છે? તેના કરતા તો એ કરવું સારું હોત કે વ્યવસ્થાતંત્રમાં કામ કરનારા જે લોકોએ પોતાની ફરજની યોગ્ય બજવણી કરી નથી તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. 

શુક્રવાર, 4 નવેમ્બર, 2011

ભારતની ધાર્મિક જનસાંખ્યાયિકીમાં અસંતુલન જોખમી


-ક્રાંતિ વિચાર

ધર્માંતરણ રાષ્ટ્રાંતરણ હોવાની વાત ભારતના વિભાજન અને ત્યાર બાદના ભારતમાં ચાલી રહેલી ભાગલાવાદી અને આતંકવાદી ઘટનાઓથી સાબિત થઈ ગયું છે. ભારતમાં હિંદુ ધર્માંતરીત થયો અને મુસ્લિમ બન્યો તો પહેલા અફઘાનિસ્તાન અને ત્યાર બાદ પાકિસ્તાન ભારતથી કપાઈને અલગ થયું. આજે ભારતમાં સદીઓથી ચાલેલા બળજબરીપૂર્વકના મુસ્લિમ ધર્માંતરણથી અખંડ ભારતના પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવાં દેશો બન્યા છે. વિભાજન બાદની આઝાદી પછીના ભારતમાં જમ્મુ-કાશ્મીરના મુસ્લિમ બહુલ ખીણ વિસ્તારમાં મુસ્લિમ ભાગલાવાદ અને આતંકવાદ શરૂ થયો. ત્યાંથી ત્રણ લાખ હિંદુ પંડિતોને વિસ્થાપિત કરવામાં આવ્યા. અત્યારે પણ પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરમાં ધર્મના નામે ભાગલાવાદી પ્રવૃતિઓને પ્રોત્સાહીત કરી રહ્યું છે. આસામ અને પશ્ચિમ બંગાળના મુસ્લિમ બહુલ વિસ્તારોમાં પણ દેશ વિરોધી પ્રવૃતિઓ જોરશોરથી ચાલી રહી છે. આઈએસઆઈને ઉત્તર પ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત સહીતના મુસ્લિમ બહુલ વિસ્તારોમાં સ્લિપર સેલ મળી રહે છે. જેના કારણે ભારતમાં વિસ્ફોટોનું એક દુષ્ચક્ર ચાલી રહ્યું છે. મુંબઈ હુમલામાં પણ છેલ્લે છેલ્લે સ્થાનિક મદદની વાત બહાર આવી રહી છે.

આ સિવાય પૂર્વોત્તર ભારતમાં ખ્રિસ્તી મતનો પ્રભાવ અને તેના મતાવલંબીઓની સંખ્યા વધી તેમ તેમ ત્યાં પણ અલગતાવાદી પ્રવૃતિઓએ માઝા મૂકી છે. ભારત વિરોધી પ્રવૃતિમાં ખ્રિસ્તી મિશનરીઓના દોરીસંચારથી પહેલા મિઝોરમ બાદમાં નાગાલેન્ડ, મેઘાલય, ત્રિપુરા વગેરે સ્થાનો પર આતંકવાદી પ્રવૃતિઓ થઈ રહી છે. દેશના છત્તીસગઢ, ઝારખંડ, ઓરિસ્સા, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશના વનવાસી વિસ્તારોમાં ખ્રિસ્તી મિશનરીઓના સક્રિય થવાને કારણે ખ્રિસ્તી મતાવલંબી વધ્યા છે અને ભારત વિરોધી હિંસક માઓવાદી પ્રવૃતિઓ પણ વધી છે. ઓરિસ્સામાં ખ્રિસ્તી મિશનરીઓના ધર્માંતરણનો વિરોધ કરનારા સ્વામી લક્ષ્મણાનંદને પોતાના જીવનું બલિદાન આપવું પડયું છે. તેમની હત્યામાં પણ ખ્રિસ્તી મિશનરીઓ અને માઓવાદીઓ સામેલ છે. છતાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કોઈ નક્કર પરિણામ લાવીને ખરા દોષિતોને સજા કરવાનું પગલું ભરી રહી નથી.

ગુજરાતના ડાંગ જિલ્લામાં પણ ખ્રિસ્તી મિશનરીઓ સક્રિય છે. અહીં 1951ની સરખામણીએ ખ્રિસ્તીઓની સંખ્યા ઘણી વધારે છે. આ સિવાય ગુજરાતના નર્મદા, સાબરકાંઠા, જેવાં વિસ્તારોમાં પણ ખ્રિસ્તી મિશનરીઓની વટાળ પ્રવૃતિ ચાલી રહી છે. કચ્છના સરહદી વિસ્તારોમાં મુસ્લિમ મદરેસાઓ અને સંસ્થાઓ દ્વારા ધર્માંતરણને ઉત્તેજન અપાઈ રહ્યું છે. ભારતમાં હિંદુઓ 2011ના સેન્સસ પ્રમાણે 80 ટકાની અંદર રહેશે તેવું અનુમાન કરવામાં આવે છે. હિંદુઓનો વસ્તીવૃદ્ધિનો દર દેશના મુસ્લિમો અને ખ્રિસ્તીઓના વસ્તી વૃદ્ધિદરના પ્રમાણમાં ઘણો ઓછો છે. દેશમાં ધર્માંતરણ, બહુપત્નીત્વ, કુટુંબ નિયોજનના કાર્યક્રમમાં અસહકાર, લવ જેહાદ વગેરેને કારણે મુસ્લિમ અને ખ્રિસ્તીઓની વસ્તી વધી રહી છે. દેશમાં ધાર્મિક સમુદાયોની વસ્તીનું સંતુલન ખૂબ મોટા પ્રમાણમાં ખોરવાઈ રહ્યું છે. તાજેતરના વર્ષોની ઘટના-દુર્ઘટનાઓ પરથી સામે આવી રહ્યું છે કે દેશના જે ભાગમાં હિંદુ ઘટયા તે ભાગ ભારતના મૂળથી કપાઈ રહ્યાં છે. દેશમાં ખ્રિસ્તી અને મુસ્લિમ વસ્તીનું પરિદ્રશ્ય નીચે દર્શાવ્યું છે.


ભારતમાં ખ્રિસ્તી મતના લોકોની વસ્તી

ભારતમાં સેન્સસ-2011 પ્રમાણે દેશની વસ્તી 121 કરોડે પહોંચી છે. દેશની કુલ વસ્તીમાંથી ખ્રિસ્તી મતને અનુસરનારા લોકોની સંખ્યા 2001ના સેન્સસ પ્રમાણે, 2.3 ટકા એટલે કે 2 કરોડ 40 લાખ થાય છે. સેન્સસ-2011ના ધર્મ આધારીત જનસંખ્યાના આંકડા હજી સુધી બહાર પડયા નથી. પરંતુ અનુમાન છે કે દેશના સરેરાશ વસ્તીવૃદ્ધિના દર કરતાં ખ્રિસ્તીઓની વસ્તીનો વૃદ્ધિદર વધારે રહેશે. તેવા સંજોગોમાં ખ્રિસ્તી મતના અનુયાયીઓની સંખ્યા ભારતમાં વધી છે. ખ્રિસ્તી મતના અનુયાયીઓમાં ભારતમાં સૌથી વધારે સાક્ષરતા દર છે. ખ્રિસ્તી મતના લોકોની વસ્તી વધવાનું મુખ્ય કારણ દેશમાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા વનવાસી વિસ્તારો અને દલિત વસ્તીઓમાં ચાલી રહેલા ધર્માંતરણના કામ છે. દેશમાં ખ્રિસ્તી મતાવલંબીઓમાંના 67.4 ટકા રોમન કેથોલિક, 18.3 ટકા પ્રોટેસ્ટંટ અને 14.3 ટકા ઈસ્ટર્ન ઓર્થોડોક્સ નામના પેટાપંથના છે.

2001ના સેન્સસના ધર્મ આધારીત મતાવલંબીઓના આંકડા પ્રમાણે, દેશની વસ્તીના 2.3 ટકા ખ્રિસ્તીઓ છે. તેમાં મિઝોરમમાં 90.5 ટકા, નાગાલેન્ડમાં 90.0 ટકા, મેઘાલયમાં 70.3 ટકા, મણિપુરમાં 34 ટકા, ગોવામાં 26 ટકા, અંદમાન-નિકોબારમાં 21.7 ટકા, કેરળમાં 19 ટકા, અરુણાચલ પ્રદેશમાં 18.7 ટકા, પોન્ડિચેરીમાં 7 ટકા, સિક્કિમમાં 6.6 ટકા, તમિલનાડુમાં 6.06 ટકા, ઝારખંડમાં 4.05 ટકા, આસામમાં 3.7 ટકા, ત્રિપુરમાં 3.2 ટકા, ઓરિસ્સામાં 2.4 ટકા, કર્ણાટકમાં 2 ટકા, આંધ્ર પ્રદેશમાં 1.5 ટકા, મહારાષ્ટ્રમાં 1.09 ટકા ખ્રિસ્તી મતાવલંબી લોકો છે. ઉલ્લેખનીય છે કે 1901ના સેન્સસ પ્રમાણે, કે જેને અંગ્રેજોએ કર્યો હતો- તેમાં પૂર્વોત્તર ભારતમાં ખ્રિસ્તીઓની સંખ્યા માંડ 2 ટકા હતી. અત્યારે પૂર્વોત્તર ભારતના આસામ અને ત્રિપુરા સિવાયના રાજ્યોમાં ખ્રિસ્તીકરણ તેના પૂર્ણ લક્ષ્યાંકોને પામી રહ્યું છે.

આસામ સિવાયના બાકીના પૂર્વોત્તર રાજ્યોમાં 1901માં માંડ 2.22 ટકા ખ્રિસ્તીઓ હતા. હાલ 2001ના સેન્સસના આંકડા પ્રમાણે અહીં કુલ 6 રાજ્યોની વસ્તીમાં ખ્રિસ્તીઓની સંખ્યા 38.96 ટકા થાય છે.

દેશની કુલ ખ્રિસ્તી વસ્તીમાંથી અનુસૂચિત જાતિમાંથી ધર્માંતરીત થયેલાઓની સંખ્યા 9.0 ટકા છે, જ્યારે અનુસૂચિત જાતિમાંથી ધર્માંતરીત થયેલાઓની સંખ્યા 32.80 ટકા છે. અન્ય પછાત વર્ગોમાંથી ખ્રિસ્તી બનેલાઓની સંખ્યા 24.8 ટકા છે તથા અન્ય જાતિઓમાંથી ખ્રિસ્તી હોય તેવા 33.3 ટકા લોકો છે. (સચ્ચર કમિટીના કાસ્ટ ડેમોગ્રાફીક ડેટા પરથી)

આસામ અને ત્રિપુરા સિવાયના બાકીના તમામ પૂર્વોત્તર ભારતના રાજ્યોમાં ખ્રિસ્તી મિશનરીઓએ 1901થી શરૂ કરેલું ધર્માંતરણનું કામ તેના પૂર્ણ લક્ષ્યાંક સુધી પહોંચી ગયું છે. મિઝોરમ અને નાગાલેન્ડમાં તો 1991માં જ ખ્રિસ્તીકરણ સંપૂર્ણ બન્યું હતું. પૂર્વોત્તર ભારતના આ રાજ્યોમાં ઉગ્રવાદ અને આતંકવાદ થકી અલગતાવાદની ઘણી મોટી સમસ્યા છે. ભારતની એકતા અને અખંડિતતા માટે જોખમરૂપ બનેલા અનેક આતંકવાદી સંગઠનોને ખ્રિસ્તી મિશનરી પૂર્વોત્તર ભારતમાં નૈતિક અને અન્ય પ્રકારના ટેકાઓ પૂરા પાડી રહી છે. તેમ છતાં પૂર્વોત્તર ભારતમાં અત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિંદુ પરિષદ સહીતની અન્ય રાષ્ટ્રવાદી સંસ્થાઓના પ્રયત્નોથી ખ્રિસ્તી ધર્માંતરણ પર કંઈક હદે કાબુ મેળવી લેવાયો છે. પરંતુ હજી તે પુરતું નથી. તેના માટે ભારતના અન્ય ભાગોમાંથી સહયોગ સાથે સરકારનો સહકાર પણ ઘણો જરૂરી છે. ભારતના પૂર્વોત્તરના રાજ્યોમાં રહેલા આતંકવાદી જૂથને હાથો બનાવીને ચીન અને પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ પોતાના હિતો સાધી રહી છે.

1972માં ભારતમાં 26 મિશનરી એજન્સીઓ હતી, 1997માં તેની સંખ્યા 200ની થઈ અને અત્યારે તે હજારનો આંકડો વટાવી ગઈ છે. તેમાં સેવાકાર્યો અને સેક્યુલારિઝમના આંચળા નીચે વટાળ પ્રવૃતિઓને પ્રોત્સાહીત કરનારી એજન્સીઓનો પણ સમાવેશ થાય છે. ભારતમાં દરરોજ પાંચ હજાર લોકો ખ્રિસ્તી મતમાં ધર્માંતરીત થાય છે. એટલે કે દર 17.28 સેકન્ડે ભારતમાં હિંદુ ખ્રિસ્તી મતમાં ધર્માંતરીત થાય છે.

ભારતમાં મુસ્લિમોની વસ્તીના આંકડા

ભારતમાં 2030 સુધીમાં મુસ્લિમોની વસ્તી દેશની કુલ વસ્તીના 16 ટકા થાય તેવી સંભાવના છે. પીસ ફોરમ ઓન રિલિજન એન્ડ પબ્લિક લાઈફ દ્વારા જારી કરાયેલા રિપોર્ટમાં અનુમાન કરવામાં આવ્યું છે કે 2030માં દેશમાં મુસ્લિમોની વસ્તી 23 કરોડ 61 લાખ 82 હજારને પાર કરી જશે. ધ ફ્યૂચર ઓફ ધ ગ્લોબલ મુસ્લિમ પોપ્યુલેશનમાં અનુમાન કરવામાં આવ્યું છે કે ભારત સહીત વિશ્વમાં મુસ્લિમોની વસ્તીમાં બેગણો વધારો થશે. 2010માં ભારતમાં મુસ્લિમોની વસ્તી 17 કરોડ 72 લાખ 86 હજાર હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે, જે દેશની કુલ વસ્તીના 14.6 ટકા છે. માનવામાં આવે છે કે 2030માં દુનિયામાં સૌથી વધારે મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ ભારત બની જશે.

મુસ્લિમોની વસ્તીવૃદ્ધિનો દર દેશના વસ્તી વૃદ્ધિદરની સરખામણીએ 10 ટકા વધારે છે. 1991-2001ના દશકમાં હિંદુઓનો વસ્તી વૃદ્ધિદર 20.3 ટકા હતો, જ્યારે મુસ્લિમોની વસ્તીવૃદ્ધિ 36 ટકાના દરથી થઈ હતી. (સરકારે આંકડાની માયાજાળ કરીને મુસ્લિમ વસ્તી વૃદ્ધિદર સુધારીને નીચો કર્યો હતો.)

દેશના સૌથી વધારે મુસ્લિમો ઉત્તર પ્રદેશમાં રહે છે. જમ્મુ-કાશ્મીર દેશનું મુસ્લિમ બહુમતીવાળું રાજ્ય છે. જ્યાં કાશ્મીર ખીણ પ્રદેશ 95 ટકા મુસ્લિમ વસ્તી ધરાવે છે. અહીંથી ત્રણ લાખ જેટલાં કાશ્મીરી પંડિતોને 1990ના વર્ષમાં વિસ્થાપિત કરવામાં આવ્યા હતા. તેઓ ભારતના જમ્મુ અને દિલ્હી જેવાં અન્ય શહેરોમાં શરણાર્થી તરીકે જીવન ગુજારે છે.

ભારતમાં મુસ્લિમ વસ્તીવૃદ્ધિનો દર દિલ્હીમાં સૌથી ઉંચો 51.45 ટકા છે. દિલ્હીમાં 9.44 ટકા મુસ્લિમો છે. ત્યાર બાદ આસામમાં 41.62 ટકાનો મુસ્લિમ વસ્તી વૃદ્ધિદર છે. આસામમાં 28.43 ટકા મુસ્લિમો છે. રાજસ્થાનમાં મુસ્લિમ વસ્તી વૃદ્ધિનો દર 41.46 ટકા છે. રાજસ્થાનમાં 8.01 ટકા મુસ્લિમો છે. ઉત્તર પ્રદેશમાં 36. 54 ટકાના વસ્તી વૃદ્ધિદર સાથે મુસ્લિમો કુલ વસ્તીના 17.33 ટકા છે. પશ્ચિમ બંગમાં 29.50ના વસ્તી વૃદ્ધિદર સાથે મુસ્લિમો કુલ વસ્તીના 23.61 ટકા છે. બિહારમાં 29.50ના વસ્તી વૃદ્ધિદર સાથે મુસ્લિમો કુલ વસ્તીના 14.81 ટકા છે. મહારાષ્ટ્રમાં 31.40 ટકાના વસ્તી વૃદ્ધિદર સાથે મુસ્લિમો કુલ વસ્તીના 9.67 ટકા છે. કેરળમાં મુસ્લિમોની વસ્તી વૃદ્ધિનો દર 25.49 ટકા છે અને તેઓ અહીં 23.33 ટકા છે. આંધ્ર પ્રદેશમાં 30.66 ટકાના વૃ્દ્ધિ દરથી મુસ્લિમો રાજ્યની કુલ વસ્તીના 8.91 ટકા છે. કર્ણાટકમાં મુસ્લિમ વસ્તી વૃદ્ધિદર 25.71 ટકા છે અને ત્યાં મુસ્લિમો કુલ વસ્તીના 11.64 ટકા છે. જમ્મુ-કાશ્મીરમાં 30 ટકાના વસ્તી વૃદ્ધિદર સાથે મુસ્લિમો રાજ્યની કુલ વસ્તીના 64.18 ટકા થાય છે. ગુજરાતમાં 24.05 ટકના વૃદ્ધિદરથી મુસ્લિમો રાજ્યની કુલ વસ્તીના 8.73 ટકા થાય છે. મધ્ય પ્રદેશમાં 31.21 ટકાના વૃદ્ધિદર સાથે મુસ્લિમોની ટકાવારી 4.96 ટકા છે. તમિલનાડુમાં 21.14 ટકાના વૃદ્ધિદર સાથે મુસ્લિમો કુલ વસ્તીના 5.47 ટકા છે. લક્ષદ્વીપમાં મુસ્લિમો 90 ટકા છે.

મુસ્લિમોમાં 39.2 ટકા ઓબીસીમાંથી ધર્માંતરીત થયેલા લોકો છે. 0.80 ટકા મુસ્લિમો અનુસૂચિત જાતિમાંથી અને 0.50 ટકા મુસ્લિમો અનુસૂચિત જનજાતિમાંથી ધર્માંતરીત થયેલા છે. 59.5 ટકા મુસ્લિમો કેટલીક સદીઓ પહેલા અન્ય જાતિઓમાંથી ધર્માંતરીત થયેલા છે.

દેશમાં ધાર્મિક જનસાંખ્યાયકીના આટલા ભયજનક આંકડા પાછળ મુસ્લિમ અને ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા આઝાદી પહેલા અને પછી ચલાવવામાં આવેલું ધર્માંતરણનું કારણ સૌથી મોટું છે. ધર્માંતરણે ભારતના રાષ્ટ્રીય ચરિત્ર પર આઘાત કર્યો છે. 1947માં ભાગલાના જનોઈવઢ ઘા પછી ભારતમાં ફરીથી તેવી પરિસ્થિતિ પેદા ન થાય તેના માટે ભારતના લોકોએ વિચારવાનો સમય પાકી ગયો છે. ભારતમાં આતંકવાદીઓ સાથેના મુસ્લિમ સમાજના પાંચમી કતારિયાના સંબંધો અને ખ્રિસ્તી મિશનરીઓના માઓવાદીઓ તથા પૂર્વોત્તરના ઉગ્રવાદીઓ સાથેના સંબંધો ઉજાગર કરીને તેને તાત્કાલિક નશ્યત કરવાની દિશામાં પગલા લેવા જોઈએ. ભારતે ફરીથી વિભાજનના ઈતિહાસનું પુનરાવર્તન ટાળવું હશે તો ભારતની ધરતી પર પેદા થઈને વિકસેલા તમામ ધર્મોના લોકોમાં ધર્માંતરણ રોકવું પડશે. આ સિવાય જે લોકો ધર્માંતરીત થઈને મુસ્લિમ અથવા ખ્રિસ્તી બન્યા છે, તેમને ભારતીય જીવનધારા સાથે જોડવા માટે પ્રયત્નો કરવા પડશે.

ગુરુવાર, 4 ઑગસ્ટ, 2011

કોમવાદના બહાને હિંદુઓને ગુનેગાર ઠેરવતું શેતાની બિલ!


- આનંદ શુક્લ

કોંગ્રેસની મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિની પરાકાષ્ઠા જોવા મળી રહી છે. પહેલા સચ્ચર સમિતિના રિપોર્ટ હેઠળ ભારતમાં મુસ્લિમોની પરિસ્થિતિ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કરતાં પણ ખરાબ હોવાનું સર્ટિફિકેટ કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકારે અપાવ્યું. ત્યાર બાદ રંગનાથ મિશ્ર પંચના અહેવાલ હેઠળ મુસ્લિમ અને અન્ય લઘુમતીઓને તેમની સ્થિતિ સુધારવા માટે શિક્ષણ અને નોકરીઓમાં 15 ટકા અનામત આપવાની ભલામણ કરવામાં આવી. આ દેશના સંસાધનો પર સૌથી પહેલો અધિકાર મુસ્લિમોનો હોવાની વાત વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ ભૂતકાળમાં બોલી ચુક્યા છે, તેમણે પંદર સૂત્રીય કાર્યક્રમ પણ લાગુ કરાવી દીધો છે. પરંતુ આ દેશની કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકારની મુસ્લિમ પરસ્તી આટલેથી અટકતી નથી.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના વડપણ નીચેની નેશનલ એડવાઈઝરી કમિટી (રાષ્ટ્રીય સલાહકાર સમિતિ) નેશનલ ઔરંગઝેબ કમિટી બનીને વર્તી રહી છે. આ કમિટીએ કોમવાદી અને લક્ષ્ય કેન્દ્રીત હિંસા નિવારણ વિધેયક-2011 બનાવ્યો છે. આ બિલનો મુસદ્દો ઘડવામાં એ વાતની ચિવટ રાખવામાં આવી છે કે કોમવાદી અને લક્ષ્ય કેન્દ્રીત હિંસા-હુલ્લડો માટે માત્ર બહુમતી હિંદુઓ જ ગુનેગાર હોઈ શકે, જ્યારે મુસ્લિમ-ખ્રિસ્તી અને અન્ય લઘુમતીઓ પીડિત જ હોઈ શકે. કોંગ્રેસની મુસ્લિમ પરસ્ત રાજનીતિની ધાર વધુ તીખી કરનારા આ બિલને બનાવવામાં જે લોકોની સમિતિ હતી, તે ઘોર હિંદુ વિરોધી, નેહરુ-ગાંધી પરિવારના ભક્તો અને ઢોંગી સેક્યુલારિસ્ટોની લોબી છે. એનએસીની કોમવાદી અને લક્ષ્ય કેન્દ્રીત હિંસા નિવારણ વિધેયક-2011 બનાવનારી સમિતિમાં હર્ષ મંડર, ફરહ નકવી, ગોપાલ સુબ્રમણ્યમ, માજા દારુવાલા, નજમ બાજિરી, પી. આઈ. જોસ, તીસ્તા સીતલવાડ, ઉષા રાનાથન અને વૃંદા ગ્રોવરનો સમાવેશ થાય છે.

દેશના પંથનિરપેક્ષ હિંદુઓ પર જનોઈવઢ ઘા કરનારા આ બિલને કાયદાના નિષ્ણાતો ટાડા કરતાં પણ વધારે ખતરનાક ગણાવી રહ્યાં છે. તેમના મતે આ બિલથી દેશના પંથનિરપેક્ષ તાણાં-વાણા અને સંઘીય માળખાને ગંભીર જોખમ છે. આ કાયદાનો મુસદ્દો વાંચ્યા બાદ કોઈને પણ એવું લાગે કે સોનિયા ગાંધીના વડપણવાળી એનએસી પોતાના શેતાની બિલ દ્વારા દેશના કોમી સૌહાર્દને નષ્ટ-ભ્રષ્ટ કરવાનું બંધારણ વિરોધી ષડયંત્ર કરી ચુક્યા છે. આ બિલ કેન્દ્ર સરકારને રાજ્યોના મામલાઓમાં હસ્તક્ષેપના નવા-નવા બહાના ઉપલબ્ધ કરવાનો કારસો છે.

ભારતમાં કોમી રમખાણો માત્ર હિંદુઓ કરે છે અને મુસ્લિમો-ખ્રિસ્તીઓનો કોઈપણ વાંક ન હોવાની થિયરી પર બિલનું ઘડતર થયું છે. આ દેશના 35 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 28માં બહુમતી હિંદુઓને કોમવાદી હિંસા માટે જવાબદાર ગણાવાની વાત સોનિયા એન્ડ કંપનીએ ઘડેલા બિલમાં કરવામાં આવી છે. આ બિલની જોગવાઈ પ્રમાણે, કોમવાદી હિંસા અને કોમવાદી દુર્ભાવના માટે માત્ર હિંદુઓ પર જ કેસ ચાલશે, માત્ર હિંદુઓને જ દોષિત માનવામાં આવશે અને સજા માત્ર હિંદુઓને જ મળશે. જાણે કે હિંદુ હોવું આ દેશમાં મોટો ગુનો હોય! મુસદ્દામાં સૌથી મોટી શરારત સમૂહ શબ્દની પરિભાષામાં કરવામાં આવી છે. સમૂહનો અર્થ ભારતના કોઈ રાજ્યમાં ધાર્મિક અથવા ભાષાકીય લઘુમતી અથવા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિથી છે. આ હિંદુ વિરોધી શરારતથી મોટાભાગના રાજ્યોમાં બહુમતીમાં રહેલા હિંદુઓ સમૂહની મર્યાદામાં આવશે નહીં. હિંદુઓ કોમવાદી હિંસા નિવારક કાયદા હેઠળ કોઈ સંરક્ષણ મેળવી શકશે નહીં, પછી તેઓ ભલે મુસ્લિમ કે ખ્રિસ્તી કોમવાદ, ઘૃણા અને હિંસાનો શિકાર હોય.

ઉદાહરણ તરીકે જો ગોધરા ખાતે સાબરમતી એક્સપ્રેસના એસ-6 ડબ્બાને બાળી નાખવાની ઘટના વખતે આ કાયદો હોત, તો ગોધરાકાંડની ઘટના માટે હિંદુઓની હત્યા બદલ ફરીયાદ થઈ શકી ન હોત. પરંતુ ગોધરાકાંડ બાદ થયેલા કોમી રમખાણોની ઘટનામાં સાંપ્રદાયિક હિંસા નિવારક બિલની જોગવાઈઓનો ઉપયોગ કરી શકાત. બોલો છે ને, કોંગ્રેસી ન્યાય? તમે વિચારો કે પીડિતો વચ્ચે ધર્મ-જાતિ-ભાષા-વર્ગના આધારે ભેદભાવ કરવો કેટલો વ્યાજબી છે? આ બિલ કોમવાદી હિંસાના શિકાર હિંદુઓને બીજા દરજ્જાના નાગરીક તરીકે જોવાની તંત્રને ફરજ પાડશે.

પ્રસ્તાવિત કાયદાના મુસદ્દા પ્રમાણે, પીડિતની વ્યાખ્યામાં લઘુમતી એટલે કે મુસ્લિમ અને ખ્રિસ્તી સમુદાયના સભ્ય તરીકે કરવામાં આવી છે. પીડિત મુસ્લિમ કે ખ્રિસ્તી એટલે કોમવાદી હિંસામાં શારીરિક, માનસિક, મનોવૈજ્ઞાનિક, આર્થિક નુકસાન પહોંચ્યું હોય અથવા તેની સંપત્તિને નુકસાન થયું હોય. તેની મર્યાદામાં તેના સંબંધી, કાયદેસરના વાલી અને ઉત્તરાધિકારીનો પણ સમાવેશ થઈ જાય છે. લઘુમતી સમુદાયનો વ્યક્તિ હિંદુ પર મનોવૈજ્ઞાનિક નુકસાનનો ખોટો આરોપ લગાવે તેવી પ્રબળ શક્યતાઓ રહેલી છે. આ બિલ કાયદો બને, તો કોઈપણ ગુમનામ મુસ્લિમ અથવા અન્ય લઘુમતી ફરીયાદકર્તા કોમવાદી ઘૃણા ભડકાવવા માટે કોઈ હિંદુ વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી શકે છે અને પોલીસ આને એક બિનજામીનપાત્ર ગુનો ગણીને ફરીયાદીની ઓળખ જાહેર કર્યા વગર આરોપી હિંદુની ધરપકડ કરશે અને આરોપી તરીકે પકડાયેલા હિંદુને ત્યાં સુધી દોષિત માની લેવાશે કે જ્યાં સુધી તે પોતાની જાતને નિર્દોષ સાબિત ન કરે. આ એક ગેરબંધારણીય બાબત છે. કારણકે ભારતમાં પ્રવર્તી રહેલા મોટાભાગના કાયદામાં આરોપીને દોષિત સાબિત કરવાની જવાબદારી ફરીયાદીના સિરે રહેલી છે. આવા મામલાઓને એસસી અને એસટી સામેની એટ્રોસિટીને સમાંતર ચલાવવામાં આવશે.

આ વાત આટલેથી અટકતી નથી હિંદુઓને અસભ્ય મૂર્તિપૂજકો અને કાફિર કહેનારા ખ્રિસ્તી-મુસ્લિમો હિંદુ દેવી-દેવતાના અપમાન કરશે, તો પણ તેમને ભારતીય બંધારણ દ્વારા હંમેશા નિર્દોષ ગણાવાશે. હિંદુ દેવી-દેવતા અને ભારતમાતાને નગ્ન ચિતરનારા ચિતારા મકબૂલ ફિદા હુસેનનો કિસ્સો હજીપણ લોકોની સામે છે. મકબૂલ ફિદા હુસેનનું ભલે અવસાન થયું, પણ આ કાયદાથી નવા મકબૂલ ફિદા હુસેનો ફૂટી નીકળે તો નવાઈ પામવા જેવું નથી. આ સિવાય હુલ્લડો દરમિયાન હિંદુ મહિલાઓ પર બળાત્કાર કે જાતિય અત્યાચારની ઘટના બનશે, તો તેના માટે હિંદુઓ આ બિલની જોગવાઈ પ્રમાણે ફરીયાદ નોંધાવી શકશે નહીં. જાતિય શોષણ અને જાતિય ગુનાના મામલા પણ માત્ર અને માત્ર મુસ્લિમો હિંદુઓ વિરુદ્ધ દાખલ કરાવી શકશે. હિંદુઓને બિલની જોગવાઈ પ્રમાણે તથાકથિત ગુના માટે બે વખત અલગ-અલગ કાયદા હેઠળ દંડિત કરાશે.

આ બિલ પોલીસ અને સૈન્ય અધિકારીઓ વિરુદ્ધ આતંકવાદીઓ અને આઈએસઆઈની જેમ વર્તશે. મુસ્લિમો-ખ્રિસ્તીઓ વિરુદ્ધ હુલ્લડો દરમિયાન સુરક્ષાદળો પ્રભાવી ઢંગથી કામ કરી સ્થિતિ પર નિયંત્રણ નહીં કરે તો તેમની વિરુદ્ધ મુખ્ય આપરાધિક કલમો પ્રમાણે કેસ ચાલશે. આ બિલ મુસ્લિમ-ખ્રિસ્તી તરફી સ્પષ્ટ ઝુકાવવાળું, કેન્દ્ર અને રાજ્યોમાં અફસરશાહી નિર્મિત કરનારું અને કેન્દ્ર-રાજ્યના સંબંધો પર નકારાત્મક અસર ઉભી કરનારું છે. કોમી હિંસાને આંતરીક ઉપદ્રવ ગણીને કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને બરખાસ્ત કરીને જે-તે રાજ્યમાં રાષ્ટ્રપતિશાસન લાગુ કરી શકે તેવી પણ જોગવાઈ છે. એટલે કે કેન્દ્રમાં સત્તા પર રહેલી પાર્ટીને કોઈ રાજ્યની સરકારને ગબડાવી હશે, તો ત્યાં કોમી રમખાણો કરાવીને તેઓ તેમ કરી શકશે! (ભારતના રાજકારણની હાલની નીચતાને કારણે આવી પરિસ્થિતિ ઉભી થઈ પણ શકે છે.) જો બહુમતીનું સરઘસ લઘુમતી વિસ્તારમાંથી કાઢવામાં આવે અને મુસ્લિમ-ખ્રિસ્તી લઘુમતી એમ કહે છે કે તેમને આ સરઘસથી મનોવૈજ્ઞાનિક ક્ષતિ થઈ છે, તો તેને સરકાર વળતર આપશે. બિલ પ્રમાણે આવી ઘટનાઓમાં આરોપી બહુમતી હિંદુ જ હશે અને આવા આરોપી વ્યક્તિઓની સંપત્તિ તાત્કાલિક જપ્ત કરી લેવાશે, તે ત્યાં સુધી જપ્ત રહેશે કે જ્યાં સુધી તે કોર્ટના ચુકાદાથી નિર્દોષ છૂટી ન જાય.

આ સિવાય સત્તાના બીજા કેન્દ્ર જેવી વિશિષ્ટ અધિકારવાળી એક રાષ્ટ્રીય સમિતિ કે પંચની પણ બિલમાં વકીલાત કરવામાં આવી છે. બિલ પ્રમાણે, કોમી સૌહાર્દ, ન્યાય અને ક્ષતિપૂર્તિ માટે એક સાત સભ્યોની રાષ્ટ્રીય સમિતિ હશે. આ સમિતિના સાત સભ્યોમાંથી ચાર સભ્યો મુસ્લિમ-ખ્રિસ્તી અથવા અન્ય લઘુમતી સમુદાયાના હશે. આવી સમિતિઓ રાજ્ય સ્તરે પણ રચવામાં આવશે. સરકારે આ સમિતિને પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓ ઉપલબ્ધ કરાવવાની રહેશે. આ સમિતિને કોઈ ફરીયાદની તપાસ કરવા, કોઈ ઈમારતમાં ઘુસવાની, છાપો મારવાની અને તપાસ કરવાના વિશિષ્ટ અધિકારો આપવામાં આવશે. આ સમિતિ કેન્દ્ર અને રાજ્યોને નિર્દેશ જારી કરી શકશે. આ સમિતિની નિમણૂક માટે વડાપ્રધાન, ગૃહમંત્રી, સંસદના બંને ગૃહોના વિપક્ષના નેતાઓ અને પ્રત્યેક રાજકીય પક્ષના એક નેતાનું કોલેજિયમ બનાવવામાં આવશે. રાજ્યોના સ્તરે પણ આવી વ્યવસ્થા હશે.

આ સિવાય સીઆરપીસીની કલમ-161 નીચે નિવેદન નોંધવામાં આવશે નહીં. પીડિતના નિવેદન માત્ર કલમ-164 હેઠળ એટલે કે કોર્ટની સામે લેવાશે. આ જોગવાઈ હેઠળ સરકારને સંદેશાઓ અને ટેલિકોમ્યુનિકેશન બાધિક કરવા અને રોકવાનો અધિકાર હશે. બિલના ઉપબંધ-67 પ્રમાણે, લોકસેવક વિરુદ્ધ મામલો ચલાવવા માટે સરકારની મંજૂરીની જરૂર નથી. ફરીયાદકર્તા પીડિતના હિતમાં કામ કરવામાં આવશે, પીડિતનું નામ અને ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. કેસની પ્રગતિનો રિપોર્ટ પોલીસ ફરીયાદકર્તાને જણાવશે.

જો કે આ ડ્રેકોનિયન લો વિશિષ્ટ દરજ્જો પામેલા મુસ્લિમ બહુલ જમ્મુ-કાશ્મીર રાજ્યમાં ત્યાંની વિધાનસભાની સંમતિ બાદ જ લાગુ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં 1989માં અલગતાવાદે આતંકવાદના સ્વરૂપે માથું ઉંચક્યું અને સેંકડો હિંદુઓની કતલ કરીને ત્રણ લાખ જેટલાં કાશ્મીર ખીણમાં રહેતા હિંદુઓને તેમના આઝાદ દેશ ભારતમાં નિરાશ્રિત બનાવી દેવામાં આવ્યા છે. આ કામ ઈસ્લામિક જેહાદના રંગે રંગાયેલા મુસ્લિમ આતંકવાદીઓએ કર્યું છે. આજે પણ કાશ્મીરમાં પરિસ્થિતિ નિયંત્રણમાં રાખવા માટે સુરક્ષાદળોએ ઘણી મહેનત કરવી પડે છે. અલગતાવાદ અને આતંકવાદની સ્થિતિ જેમની તેમ છે. ત્યારે જો કોમવાદી હિંસા નિવારક કાયદો જમ્મુ-કાશ્મીરમાં જ લાગુ ન થાય, તો તેનો અર્થ શો રહેવાનો?

વળી આ બિલ કોમી હિંસા અને ઘૃણાના તમામ પીડિતો અને દોષિતોને બરાબરીથી જોતું નથી. ત્યારે સરકારે આ બિલની સાથે કેટલાંક આંકડાઓ પણ જાહેર કરવા જોઈએ. દેશમાં આઝાદી પહેલા અને આઝાદી બાદ ક્યાં સ્થાનો પર કોમી હિંસા થઈ? થયેલી આ કોમી હિંસામાં કોને સૌથી વધારે ભોગવવું પડયું? આ કોમી રમખાણોમાં મરનાર હિંદુઓ અને અન્ય લઘુમતીઓની સંખ્યા કેટલી? આ કોમી રમખાણો થવાના કારણ અથવા કારણો ક્યાં હતા? પોલીસ ગોળીબારમાં માર્યા ગયેલા હિંદુઓ અને અન્ય લઘુમતીઓની સંખ્યા કેટલી? આ આંકડાઓથી જ ખબર પડી શકે કે દેશમાં કોમી રમખાણો માટે માત્ર હિંદુ જ જવાબદાર છે કે મુસ્લિમ-ખ્રિસ્તીઓ પણ જવાબદાર હોય છે?
ભારતમાં જમ્મુ-કાશ્મીર અને લક્ષદ્વીપમાં મુસ્લિમ, પંજાબમાં શીખ, નાગાલેન્ડ, મેઘાલય, મિઝોરમમાં ખ્રિસ્તીઓની બહુમતી છે. ત્યારે આ રાજ્યોમાં કોમી હિંસાની ઘટનામાં સરકાર ક્યાં પ્રકારનું વલણ લેશે? આ સિવાયચ મણિપુર અને અરુણાચલ પ્રદેશ જેવાં રાજ્યોમાં કોઈ ધર્મના લોકોની સંખ્યા પચાસ ટકાથી ઉપર નથી અને કોઈને સ્પષ્ટ બહુમતી નથી. આ બંને રાજ્યોમાં કોમવાદી હિંસા વિરોધી કાયદાનો અમલ સરકાર કોને દોષિત ગણીને કરશે? કેરળનો મામલો પણ છે, જ્યાં 56.20 ટકા હિંદુ છે. જો તેમાંથી 22 ટકા અનુસૂચિત જાતિ અને જનજાતિને અલગ કરી દેવામાં આવે તો હિંદુઓની ટકાવારી શું હશે?

આ બિલ કોંગ્રેસ દ્વારા હિંદુ-મુસ્લિમો વચ્ચે દુશ્મની પેદા કરીને ગલીએ ગલીએ દેશભરમાં રમખાણો કરીને પોતાની વોટબેંક મજબૂત કરવાની સાજિશ છે. શું આ કોમવાદી હિંસા નિવારક બિલથી દેશમાં કોમી સદભાવનાને ખરેખર પ્રોત્સાહન મળશે? ભારતમાં હિંદુઓ લઘુમતીમાં હોય તેવા શહેર અને જિલ્લાઓ ઘણાં છે. તો ત્યાં કોમવાદી હિંસા અને હુલ્લડો માટે કોને દોષિત ઠેરવવામાં આવશે? એક મુસ્લિમ બહુલ અને એક હિંદુ બહુલ શહેર વચ્ચે હુલ્લડો ફાટી નીકળે, તો પછી પોલીસ શું કરશે? આવી પરિસ્થિતિઓમાં પણ પોલીસ માત્ર હિંદુઓની ધરપકડ કરશે, કારણ કે ભારતીય કાયદામાં આ ઉલ્લેખિત છે? શું આ બિલ મુસ્લિમો અને ખ્રિસ્તીઓને દેશમાં હિંદુઓ પર હુમલા કરવાની પરવાનગી આપી દેશે?