Saturday, March 4, 2017

પાકિસ્તાનના આતંકના ખેલથી અજાણ નથી અમેરિકા, ડ્રોન હુમલામાં 12 વર્ષમાં 2810 આતંકીનો ખાત્મો

પોતાને આતંકથી ત્રસ્ત ગણાવતા પાકિસ્તાન પર અમેરિકા 2004થી ડ્રોન હુમલા કરી રહ્યું છે. બીજી માર્ચે ટ્રમ્પના કાર્યકાળમાં પાકિસ્તાનમાં પહેલા ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. મે-2016 બાદ અમેરિકા દ્વારા કરાયેલો ડ્રોન હુમલો સ્પષ્ટ નિર્દેશ કરે છે કે પાકિસ્તાનમાં આતંકવાદી નેટવર્ક બેરોકટોક ચાલી રહ્યું છે અને તેની પ્રતીતી અમેરિકાને છેલ્લા બાર વર્ષથી છે.... 

પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાનમાં તાલિબાન અને અલકાયદાના આતંકી ગઠબંધનને ખુલ્લી મદદ કરાઈ છે. 1996માં અફઘાનિસ્તાન પર તાલિબાનોના કબજા બાદ આતંકી સંગઠની સરકારને મંજૂરી આપનારો પહેલો દેશ પાકિસ્તાન હતો. પરંતુ 2001માં અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના હુમલામાં અલકાયદાની સંડોવણી બાદ અમેરિકાના તત્કાલિન બુશ વહીવટી તંત્ર દ્વારા અફઘાનિસ્તાન ખાતે વોર ઓન ટેરર શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ અમેરિકાને માત્ર બે વર્ષમાં ખ્યાલ આવી ચુક્યો હતો કે અફઘાનિસ્તાન ખાતેના આતંકવાદી નેટવર્કનું સંચાલન પાકિસ્તાન દ્વારા થઈ રહ્યું છે અને પાકિસ્તાનમાં નાટો અને અમેરિકાની સેના સામે લડી રહેલા આતંકવાદીઓને આશ્રય મળે છે. જેને કારણે અમેરિકાએ 2005થી પાકિસ્તાન પર ડ્રોન હુમલા કરવાના શરૂ કર્યા હતા. એક નજર કરીએ પાકિસ્તાનની સરહદમાં આતંકવાદીઓ પર ઝળુંબતા મોત પર.. 

પાકિસ્તાન દ્વારા 2005માં કરાયેલા એક ડ્રોન હુમલામાં એકનું મોત નીપજ્યું હતું. જ્યારે 2006માં અમેરિકાના ડ્રોન પાકિસ્તાની સરહદમાં બિલકુલ ખામોશ રહ્યા હતા. પરંતુ 2007માં પાકિસ્તાન ખાતે અમેરિકાએ કરેલા એક ડ્રોન હુમલામાં વીસ આતંકીઓના મોત નીપજ્યા અને પંદર આતંકવાદીઓ ઈજાગ્રસ્ત થયા હતા. 

જો કે 2008થી પાકિસ્તાનમાં અમેરિકાના ડ્રોન હુમલામાં ધરખમ વધારો થયો હતો. 2008માં પાકિસ્તાન ખાતે 19 ડ્રોન હુમલામાં 156 આતંકીઓને માર્યા ગયા હતા અને 17 ઈજાગ્રસ્ત થયા હતા. 2009માં પાકિસ્તાન ખાતેના 46 ડ્રોન હુમલામાં 536 આતંકીઓના મોત નીપજ્યા હતા અને 75 ઘાયલ થયા હતા. જ્યારે 2010માં અમેરિકાએ સૌથી વધુ 90 ડ્રોન હુમલા કર્યા હતા અને તેમા 831 આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ હુમલામાં 85થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા. 2011માં પાકિસ્તાન ખાતે 59 ડ્રોન હુમલા કરાયા હતા અને તેમા 548ના મોત નીપજ્યા હતા.. જ્યારે 52 ઈજાગ્રસ્ત થયા હતા. તો 2012મં પાકિસ્તાન ખાતે 46 ડ્રોન સ્ટ્રાઈકમાં 344 આતંકીઓ ઢેર કરાયા અને 37 ઘાયલ થયા હતા. 2012માં કરવામાં આવેલા 24 ડ્રોન હુમલામાં 158 આતંકીઓ માર્યા ગયા અને 29 ઈજાગ્રસ્ત થયા હતા. 

2013માં અમેરિકાએ પાકિસ્તાન ખાતે 24 ડ્રોન હુમલામાં 158ને મોતને ઘાટ ઉતાર્યા અને તેમા 29 આતંકીઓ ઈજાગ્રસ્ત થયા હતા. તો 2014માં 19 ડ્રોન સ્ટ્રાઈકમાં અમેરિકાએ પાકિસ્તાન ખાતે 122 આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા અને તેમા 26 ઘાયલ થયા હતા. જ્યારે 2016માં માત્ર ત્રણ ડ્રોન એટેક પાકિસ્તાન ખાતે કરાયા હતા અને તેમા સાત આતંકીઓ માર્યા ગયા અને એક ઈજાગ્રસ્ત થયો હતો. બાદમાં લાંબી ખામોશી બાદ 2 માર્ચે ફરી એકવાર ડ્રોન પાકિસ્તાની સરહદમાં ત્રાટક્યું અને આ હુમલામાં બે આતંકીઓના મોત નીપજ્યા હતા. 2005થી 2017 સુધીમાં પાકિસ્તાન ખાતે કુલ 323 જેટલા ડ્રોન એટેક કર્યા છે. અમેરિકા દ્વારા પાકિસ્તાન ખાતેના આતંકી ઠેકાણાઓમાં કરાયેલા હુમલામાં 2810 આંતકીઓ માર્યા ગયા હોવાનો દાવો કરાયો છે.. જ્યારે આ ડ્રોન હુમલાઓમાં 355થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. 

ઓબામાના કાર્યકાળમાં 2016માં કરવામાં આવેલી ડ્રોન સ્ટ્રાઈકમાં તાલિબાનોના નેતા મુલ્લા અખ્તર મંસૂરને ઠાર કરવામાં આવ્યો હતો. આ સિવાય અલકાયદા અને તાલિબાનોના નેટવર્કની કમર તોડવા માટે પાકિસ્તાનના વજીરિસ્તાન, ફાટા જેવા ડૂરાન્ડ લાઈની પેલે પારના વિસ્તારોમાં ડ્રોન એટેક અમેરિકાને ખાસા મદદરૂપ થયા છે. પરંતુ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન જર્નાલિજમ પ્રમાણે અમેરિકા દ્વારા જાન્યુઆરી-2004થી થઈ રહેલા ચારસોથી વધુ ડ્રોન હુમલાઓમાં ઘણાં નિર્દોષ લોકોના પણ જીવ ગયા છે. 
મુલ્લા અખ્તર મંસૂરના મોત બાદ અફઘાનિસ્તાનમાં કથિત શાંતિ પ્રક્રિયા ઘોંચમાં પડવાના નામે રશિયા અને ચીને પાકિસ્તાનની તરફદારી કરી હતી. છેલ્લા લગભગ દશ માસથી પાકિસ્તાનમાં અમેરિકાના ડ્રોન હુમલા બંધ હતા. પરંતુ બીજી માર્ચે ફરી એક વાર પાકિસ્તાનમાં બાઈક દ્વારા કુર્રમ એજન્સીમાં પ્રવેશી રહેલા તાલિબાની કમાન્ડર અને તેના સાથીદારને ડ્રોન સ્ટ્રાઈક દ્વારા મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. 

1 comment:

  1. સર્વપ્રતગમ તો આપના ગુજરાતી ભાષામાં કરવામાં આવતા આ અદમ્ય પ્રયાસ બાદલ આપણે ખૂબ ખૂબ અભિનંદન.

    આ લેખમાં એક માહિતી આપવી ઘટે કે અમેરિકા દ્વારા કરાયેલા મોટાભાગના ડ્રોન હુમલામાં માત્ર તહેરીકે તાલિબાન પાકિસ્તાન (TTP) ના આતંકીઓ અને તેના પરિવારજનો જ નિશાન બનાવવામાં આવ્યા છે. TTP એ પાકિસ્તાની સેના અને સેના સમાર્થીત તાલિબાન આતંકવાદી સમૂહ નું વિરોધી સંગઠન છે. એટલેકે TTP એ પાકિસ્તાન વિરુદ્ધનું સમૂહ છે. આથી આ દરેક હુમલા પાકિસ્તાન માટે સારા જ હતા. મૉટે ભાગે તો અમેરિકી ડ્રોન ને તેઓ જ ટાર્ગેટ આપતા હતા.

    ReplyDelete