Saturday, March 4, 2017

ટ્રમ્પ પાકિસ્તાનને અમેરિકાનું દોસ્ત ગણતા નથી

અમેરિકાના 45મા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભૂતકાળમાં પાકિસ્તાનને પરમાણુ હથિયારોને કારણે અમેરિકા માટે માથાના દુખાવારૂપ દેશ ગણાવ્યો છે. તો પાકિસ્તાન અમેરિકાનું દોસ્ત નહીં હોવાનું પણ ટ્રમ્પ ભૂતકાળમાં જણાવી ચુક્યા છે. જો કે ચૂંટાયા બાદ ઈસ્લામાબાદની આતંકની નીતિને નાપસંદ કરનારા ટ્રમ્પે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ સાથે ખૂબ સારી વાતચીત કરી હતી. 

માર્ચ-2016માં ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રોને કારણે તેને અમેરિકા માટે ઘાતક દેશ ગણાવ્યો હતો. અમેરિકાની ચૂંટણી પહેલા સીએનએનને આપેલા એક ઈન્ટરવ્યૂમાં તેમણે ક્હ્યુ હતુ કે અમેરિકા માટે પાકિસ્તાન ઘણી ઘણી ઘાતક સમસ્યા છે.. કારણ કે તેમની પાસે પરમાણુ હથિયારો છે. ફોક્સ ન્યૂઝને મે-2016માં આપેલા ઈન્ટરવ્યૂમાં ટ્રમ્પે કહ્યુ હતુ કે પરમાણુ શસ્ત્રો ધરાવતા પાકિસ્તાનથી બિલકુલ બાજુમાં હોવાને કારણે તેઓ અફઘાનિસ્તાનમાં ઓછામાં ઓછા દશ હજાર સૈનિકોને રાખવાની તરફદારી કરે છે. 

2011માં અલકાયદા ચીફ ઓસામા બિન લાદેનના એબટાબાદ ખાતે ઠાર થયા બાદ જુલાઈ-2012 ટ્રમ્પે ટ્વિટ કર્યું હતું કે ઓસામા બિન લાદેનને સુરક્ષિત ઠેકાણું પુરું પાડવા બદલ પાકિસ્તાન ક્યારે અમેરિકાની માફી માંગશે? કેટલાક સાથી.. 

2016માં લાહોર ખાતે ખ્રિસ્તી સમુદાયને નિશાન બનાવીને કરાયેલા વિસ્ફોટમાં 74 લોકોના જીવ ગયા હતા. ત્યારે ટ્રમ્પે ટ્વિટ કર્યું હતું કે એકલા ઉકેલી શકીશું.. સીએનએનને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે લાહોર બ્લાસ્ટને ખ્રિસ્તી સમુદાયને નિશાન બનાવીને કરાયેલો ભયાનક હુમલો ગણાવ્યો હતો. 

2011માં એક ભારતીય ન્યૂઝચેનલે પોતાના અહેવાલમાં જણાવ્યુ હતુ કે પાકિસ્તાન પરમાણુ હથિયારોનો નાશ કરે નહીં ત્યાં સુધી અમેરિકાની મદદ રોકવાની ટ્રમ્પે હાકલ કરી છે. ટ્રમ્પે ત્યારે પાકિસ્તાન અમેરિકાનું મિત્ર નહીં હોવાનું પણ જણાવ્યું હતું. ટ્રમ્પે એમ પણ કહ્યુ હતુ કે અમેરિકા જાણે છે કે ઘણાં અન્ય આતંકવાદીઓ પણ પાકિસ્તાનમાં છે. 
જૂન-2016માં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ હતુ કે પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને સોમાલિયાના મૂળના લોકો અમેરિકા માટે ખતરો છે. ત્યારે તેમણે 11 સપ્ટેમ્બર-2001ના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના આતંકી હુમલાની ઘટનાનો ખાસ ઉલ્લેખ પણ કર્યો હતો. 

જો કે અમેરિકાના 45મા રાષ્ટ્રપ્રમુખ તરીકેનો પદભાર ગ્રહણ કર્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે સાત મુસ્લિમ દેશોના નાગરિકો પર અમેરિકામાં હંગામી પ્રવેશબંધી ફરમાવી હતી. આ મુસ્લિમ દેશોના નામ હતા- સોમાલિયા, સુડાન, લીબિયા, સીરિયા, ઈરાક, યમન અને ઈરાન. જો કે તેમા પાકિસ્તાન અને સાઉદી અરેબિયાનો સમાવેશ કરાયો ન હતો. 

ચૂંટાયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ અને પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ વચ્ચે વાતચીતની કેટલીક ચર્ચાઓ પાકિસ્તાની મીડિયાને ટાંકીને ચાલી હતી. જેમાં ટ્રમ્પે શરીફની ખૂબ સારી પ્રતિષ્ઠા ધરાવતા હોવાનું જણાવીને તેમને જબરદસ્ત વ્યક્તિ ગણાવ્યા હતા. ટ્રમ્પે શરીફ સાથેની વાતચીતમાં પાકિસ્તાનીઓને કથિતપણે દુનિયાના સૌથી બુદ્ધિશાળી લોકો ગણાવ્યા હતા. 

પાકિસ્તાની મીડિયાના દાવા મુજબ ટ્રમ્પે શરીફને કહ્યુ છે કે લાંબા સમયથી વિલંબિત સમસ્યાઓના ઉકેલ માટે તેઓ કોઈપણ ભૂમિકા નિભાવવા માટે તૈયાર છે. શરીફે ટ્રમ્પને પાકિસ્તાન આવવા માટે આમંત્રિત કર્યા ત્યારે તેમણે કહ્યુ હતુ કે તેમને અસાધરણ દેશ.. અસાધરણ સ્થાન અને અસાધારણ લોકોને મળવાનું ગમશે. જો કે બાદમાં ટ્રમ્પની ટ્રાન્સિશન ટીમે સ્પષ્ટીકરણ આપ્યું હતું. જો કે ટ્રમ્પના શપથગ્રહણ સમારંભમાં પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને કોઈ ભાવ આપવામાં આવ્યો નથી. તો પાકિસ્તાનના રાજદ્વારીઓના ટ્રમ્પના વહીવટીતંત્ર સાથે સંપર્કોની કોશિશો પણ એટલી કામિયાબ રહી નથી. 

No comments:

Post a Comment