લેબલ Mahatma Gandhi સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ Mahatma Gandhi સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

બુધવાર, 27 મે, 2026

"આપણે Gandhiji ને રાષ્ટ્રપિતા કહેવાનું બંધ કરવું પડશે !": Pa. Deendayal Upaddhyay એ આવું શા માટે કહ્યું?

 

આનંદ શુક્લ: ભારતીય જનસંઘના વરિષ્ઠ નેતા અને એકાત્મ માનવવાદના પ્રણેતા પંડિત દીનદયાલ ઉપાધ્યાયે પાંચજન્ય અને ઓર્ગેનાઈઝરમાં પ્રકાશિત પોતાના તંત્રીલેખોમાં હંમેશા ગાંધીજીને મહાત્મા તરીકે સંબોધિત કરત્યા હતા, પણ રાષ્ટ્રપિતા તરીકે તેમણે સંબોધન કર્યુ ન હતું. પંડિત દીનદયાલ ઉપાધ્યાય ગાંધીજીના ક્ટ્ટર વિરોધી ન હતા. તેમણે ખુદ સ્વીકાર્યું હતું કે ગાંધીજીએ ભારતીય રાજનીતિમાં નૈતિકતા અને ભારતીય મૂલ્યો લાવવાનું કામ કર્યું હતું. તેઓ ગાંધીજીને યુગપુરુષ અને મહાન સમાજ સુધારક માનતા હતા, પરંતુ રાષ્ટ્રપિતાની શબ્દાવલિ તેમના માટે વાપરવી તેમને યોગ્ય લાગતી ન હતી. ઘણાં ચિંતકો-વિચારકોના મતે, દીનદયાલજીનું માનવું હતું કે રાષ્ટ્રનું નિર્માણ પૂર્વજોના સદીઓના તપ અને સંસ્કૃતિથી થાય છે, કોઈ એક વ્યક્તિના પ્રયત્નોથી નહીં. તેથી કોઈ વ્યક્તિને પિતાનું બિરુદ આપવું એ રાષ્ટ્રની પ્રાચીનતાનું અપમાન કરવા સમાન છે. દીનદયાલજીએ તેમના લેખો અને ભાષણોમાં વારંવાર ભાર મૂક્યો હતો કે રાષ્ટ્ર એ કોઈ નવી રચના નથી કે જેનો કોઈ પિતાહોય. રાષ્ટ્ર એક જીવંત એકમ છે જે યુગોથી અસ્તિત્વ ધરાવે છે. તેની સાથે જ જો ભારતને માતા એટલે કે ભારતમાતા માનવામાં આવે છે, તો કોઈપણ વ્યક્તિ તેનો પિતા હોઈ શકે નહીં. આ આખી વાતને મહાત્મા ગાંધી પ્રત્યે પૂર્ણ સમ્માન સાથે સમજવાની કોશિશ પણ થવી જોઈએ.

 

સનાતન કે અનાદિકાળથી અસ્તિત્વમાં રહેલા ભારતના પિતા કોણ?

 

આપણને સૌને નાનપણથી એક પ્રશ્ન થતો જ હશે કે ભારત સનાતન રાષ્ટ્ર છે, અનાદિકાળથી આપણા દેશનું અસ્તિત્વ છે. પણ 15 ઓગસ્ટ, 1947ના રોજ ભારતને ભાગલાના દુ:ખ વચ્ચે સ્વતંત્રતા મળી. ભારતે 26 જાન્યુઆરી, 1950ના રોજ નવા બંધારણનો પણ સ્વીકાર કર્યો. પણ ભારતની સ્વતંત્રતા પહેલાથી આપણા દેશના રાષ્ટ્રપિતા તરીકે મહાત્મા ગાંધીને સમ્માન આપવામાં આવે છે. 6 જુલાઈ, 1944ના રોજ સિંગાપોરથી રેડિયો સંબોધનમાં આઝાદ હિંદ ફોજના સર્વોચ્ચ કમાન્ડર અને આરઝી હુકૂમતના રાષ્ટ્રપતિ-પ્રધાનમંત્રી અને યુદ્ધમંત્રી નેતાજી સુભાષચંદ્ર બોઝે મહાત્મા ગાંધીનો સૌથી પહેલા રાષ્ટ્રપિતા તરીકે પોતાના સંબોધનમાં ઉલ્લેખ કર્યો હતો. તેના પછી તેમને રાષ્ટ્રપિતા તરીકે સંબોધિત કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું.

જો કે ભારતીય બંધારણમાં મહાત્મા ગાંધીને સત્તાવાર રીતે રાષ્ટ્રપિતા જાહેર કરવામાં આવ્યા નથી. મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા તરીકેનું સંબોધન કેટલાક સવાલો પણ પેદા કરે છે. મહાત્મા ગાંધીના વ્યક્તિત્વ-કતૃત્વનું સંપૂર્ણ સમ્માન છે અને કરવું જોઈએ. પણ સવાલ એ છે કે સનાતન અને અનાદિકાળથી અસ્તિત્વમાં રહેલા ભારતનો કોઈ પિતા હોઈ શકે અને હોય તો પરમાત્મા-પરબ્રહ્મ સિવાય કોણ હોઈ શકે?

 

ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ જેવા અવતારી પુરુષોને પણ ભારતના પિતા નહીં પણ પુત્ર જ ગણવામાં આવે છે. ચક્રવર્તી સમ્રાટો પણ ભારતના પિતા નહીં, પણ પુત્ર જ ગણવામાં આવે છે. રાષ્ટ્રનું સર્જન ઋષિ-મુનિઓ અને પૂર્વજોના બલિદાનથી થયું છે. ત્યારે રાજનીતિમાં પોતાના મહાત્માપણા માટે જાણીતા રાજકીય નેતાને આખા રાષ્ટ્રના પિતા ગણવા સનાતન પ્રવાહ અને ઈતિહાસની અવગણના કરવા સમાન નથી?

 

રાષ્ટ્રીય ચેતનામાં ઘટાડાને લઈને જ્યારે થયું હતું મંથન

 

1960-61માં ભારતના પ્રાંતીય શિક્ષણ મંત્રીઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભારતમાં રાષ્ટ્રીય ચેતનામાં ઘટડા પર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને યુવાવર્ગમાં રાષ્ટ્રીય ચેતનાના નિર્માણની પદ્ધતિ અને ઉપાય સૂચવવા માટે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહી ચુકેલા ડૉ. સંપૂર્ણાનંદની અધ્યક્ષતામાં એક સમિતિની પણ રચના કરવામાં આવી હતી. કૉંગ્રેસે પણ રાષ્ટ્રીય એકાત્મતાના પ્રશ્ન પર વિચારણા કરવા માટે ઈન્દિરા ગાંધીની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી હતી.

 

ભારતીય જનસંઘના મહામંત્રી પંડિત દીનદયાલ ઉપાધ્યાયે આ સમગ્ર ઘટનાક્રમને લઈને અવલોકન કર્યું હતું કે જ્યાં શિક્ષણ મંત્રી રાષ્ટ્રવાદ બાબતે પ્રાદેશિક આધારે વિચારણા કરે છે, તો કૉંગ્રેસ કાર્ય સમિતિ આના પર કોમવાદી અને પંથવાદી રાહે વિચારણા કરે છે. પણ હકીકત એ છે કે રાષ્ટ્રવાદ ન તો રાજ્યોને સંઘ છે અને ન તો સમુદાયોનો સમૂહ છે. રાષ્ટ્રવાદ એક જીવંત અવધારણા છે અને ઉર્ધ્વગામી આધારો પર કોઈ ઉપવર્ગીકરણ કરવું અને ખંડોને માન્યતા આપવી આખી આ અવધારણાનો આકાર બગાડવા જેવું છે. આવી સ્થિતિમાં જ્યારે ઘટક અંશોને લાગે છે કે તેમની પોતાની ઓળખને અલગ રાખવી વધુ નફાનો સોદો છે, અને આ પ્રકારે રાષ્ટ્રીય ઓળખ ઉભારવી અને વિવિધ પ્રકારે પ્રગટ થવાના સ્થાને વિભક્ત થવું અને ટુકડામાં વિખેરાવાનું શરૂ થયા છે.

 

ગાંધીજીને રાષ્ટ્રપિતા તરીકે સંબોધિત નહીં કરવાનું દીનદયાલજીનું સૂચન!

 

પંડિત દીનદયાલ ઉપાધ્યાયનું માનવું હતું કે સૌથી પહેલા આપણે રાષ્ટ્રવાદની મૂળ અવધારણા સંદર્ભે સ્પષ્ટ થવું પડશે. દુર્ભાગ્યથી ભારતમાં આપણાં રાષ્ટ્રીય સ્વ સંદર્ભે ઘણો ભ્રમ રહ્યો છે. રાષ્ટ્રવાદના નામે ગત અડધી સદી દરમિયાનના પ્રયાસોએ હકીકતમાં રાષ્ટ્રવાદના મૂળિયાં પર પ્રહાર કર્યો છે અને એક ઘણાં મોટાપ્રમાણમાં લોકોનું અ-રાષ્ટ્રીયકરણ કરાયું છે. તેની સાથે જ તેમણે ભૂતકાળની શૈક્ષણિક, રાજનીતિક અને સામાજિક નીતિઓને સંશોધિત કરવાથી જ ભવિષ્ય માટે કોઈ આશા ઉભી થઈ શકે છે, તેવો પણ તેમનો અભિપ્રાય હતો.

 

પંડિત દીનદયાલ ઉપાધ્યાયે ગાંધીજી પ્રત્યે સંપૂર્ણ સમ્માન સાથે તેમને રાષ્ટ્રપિતા કહેવાનું બંધ કરવાનું સૂચન પણ કર્યુ હતું. ભારતીય જનસંઘના વરિષ્ઠ નેતા અને હાલની ભાજપના વૈચારિક પ્રેરણાસ્ત્રોત એવા પંડિત દીનદયાલ ઉપાધ્યાયના શબ્દોમાં જ જોઈએ તો, તેમણે કહ્યુ હતુ કે જો આપણે રાષ્ટ્રીય ચેતનાનું નિર્માણ કરવા માંગીએ છીએ, તો આપણે પહેલા તેના પ્રાચીન મૂળિયાંને માન્યતા આપવી પડશે, આપણે ખુદને એ ખોટી ધારણાંથી મુક્ત કરવા પડશે કે ભારતમાં રાષ્ટ્રવાદ બ્રિટિશ શાસનની આધીનતામાં અથવા ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની સાથે શરૂ થયો.

 

ગાંધીજી પ્રત્યે પૂર્ણ સમ્માન સાથે આપણે તેમને રાષ્ટ્રપિતા કહેવાનું બંધ કરવું પડશે. જો તેમને ભારતમાતાના એક મહાન પુત્ર તરીકે સંબોધવામાં આવે, તો તે વધારે સમ્માનીય હશે.

પંડિત દીનદયાલ ઉપાધ્યાયે સ્પષ્ટપણે કહ્યુ કે "જો આપણે રાષ્ટ્રવાદના આ જૂના આધારને સમજીએ છીએ, તો એ સ્પષ્ટ થઈ જશે કે આ હિંદુત્વથી વધુ કંઈપણ નથી. વાસ્તવમાં હિંદુત્વ એકલું જ ભારતના 40 કરોડ લોકોન બાંધે છે.  તમામ ઉપખંડ ફીકા પડીને નિરર્થક થઈ જાય છે, જ્યારે તેમને અહેસાસ થાય છે કે તે હિંદુ છે. જો કોઈ ઈતિહાસ એવો છે કે જે આપણને પ્રેરણા આપે છે અને આપણા સંબંધોને મજબૂત કરી શકે છે, તો આ હિંદુ ઈતિહાસ છે. જો કોઈ સંસ્કૃતિ છે, જે આપણી તમામ સ્પષ્ટ વિવિધતાઓને એક વાસ્તવિકતા અને એકતા આપી શકે છે, જો કોઈપણ એવું જીવન છે, જે રાષ્ટ્રીય જીવન કહી શકાય છે, તો તે હિંદુ જીવન છે. જો આ દેશમાં એવા લોકો છે, જે હિંદુત્વના દાયરાની બહાર છે, તો રાષ્ટ્રવાદના હિતમાં એ તેમનું કર્તવ્ય છે કે તે હિંદુ જીવન શૈલીનું અનુકરણ કરે અને તેમાં સમેલ થાય. જો કે એ સ્પષ્ટપણે સમજી લેવું જોઈએ કે હિંદુત્વ ખુદને ન તો કોઈ વિશેષ પૂજાપદ્ધતિથી બાંધે છે અને ન ઈશ્વર પ્રાપ્તિની કોઈ વિધિથી."  મહત્ત્વપૂર્ણ છે કે દીનદયાલજીએ જે 40 કરોડ લોકોની વાત કરી છે, તે ભારતની તત્કાલિન કુલ વસ્તીની વાત છે.  (સંદર્ભ: પૃષ્ઠ ક્રમાંક- 26, दीनदयाल उपाध्याय संपूर्ण वाड्.मय खंड-9, સંપાદક- ડૉ. મહેશ ચંદ્ર શર્મા, પ્રથમ સંસ્કરણ- 2016, પ્રભાત પ્રકાશન)

 

 

પંડિત દીનદયાલ ઉપાધ્યાયે રાષ્ટ્રીય ચેતનાના સંરક્ષણ અને પ્રોત્સાહન માટે સેંકડો જૂની સંસ્થાઓ અને પરંપરાઓનો ઉપયોગ કૉંગ્રેસના ટોચના નેતૃત્વ દ્વારા ઘડવામાં આવેલી વાતોની સામે ઉપયોગ કરવાનું પણ સૂચન કર્યું હતું. તેમણે રાષ્ટ્રીય ચેતના માટે નવી પદ્ધતિઓના સ્થાને જૂની પદ્ધતિઓને શોધવાની જરૂર હોવાનું જણાવીને કહ્યુ હતુ કે જૂના ઋષિ, શંકારાચાર્ય, અવાતર, સ્મૃતિકાર, સંત અને કવિ એવું ઘણું બધું કરી હગયા છે, જેનાથા આપણે એક રાષ્ટ્રીય જીવન જીવી શકીએ. તેની સાથે જ દેશની યુવા પેઢીના અ-રાષ્ટ્રીયકરણને રોકવાની જરૂર હોવાનું જણાવીને તેમમે આશા વ્યક્ત કરી હતી કે આગામી પેઢી નિશ્ચિતપણે ભારતીય રાષ્ટ્રવાદની જીવનશક્તિનું પ્રગટીકરણ કરશે.

 

સાવરકર પણ મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા કહેવાનો વિરોધ કરી ચુક્યા છે

 

વિનાયક દામોદર સાવરકર કે જેઓ હિંદુ મહાસભાના અધ્યક્ષ રહી ચુક્યા છે, તેમણે ગાંધીજીને એક મોટા નેતા કે મહાત્મા તરીકે સ્વીકાર્યા હતા, પણ તેમને રાષ્ટ્રપિતા ગણાવવા સામે વિરોધ વ્યક્ત કરતા હતા. સાવરકરે કહ્યુ હતુ કે રાષ્ટ્ર કોઈ સંતાન નથી કે જેને કોઈ પિતા હોય. રાષ્ટ્ર એક પ્રવાહ છે. જે રાષ્ટ્ર વેદકાળથી જીવંત છે, તેનો જન્મ 19મી કે 20મી સદીમાં થયો હોવાનું માની શકાય નહીં.

 

મહત્ત્વપૂર્ણ છે કે ભારતના બંધારણમાં પણ મહાત્મા ગાંધીને સત્તાવાર રીતે રાષ્ટ્રપિતા તરીકે જાહેર કરવામાં આવ્યા નથી. ભારત સરકારના ગૃહ મંત્રાલયે એક આરટીઆઈના જવાબમાં સ્પષ્ટ કર્યું છે કે બંધારણ મુજબ કોઈને પણ રાષ્ટ્રપિતા જેવું બિરુદ સત્તાવાર રીતે આપી શકાય નહીં. કલમ-18 મુજબ, શિક્ષણ અને લશ્કરી સિવાયની ઉપાધિઓ પર પ્રતિબંધ છે.

હિંદુ યુવકે ગાંધીજીને કાયર ગણાવ્યા, પણ મહાત્માનું ભાષણ ચાલુ રહ્યું! ઘટના બની પઠાણ નેતાની પ્રેરણા

 

આનંદ શુક્લ: આજે એક એવા નેતાની વાત કરવી છે, જેઓ ભારત (India) ના સ્વતંત્રતા આંદોલન (Freedom Struggle) માં પખ્તૂનિસ્તાન (Pakhtunistan) માં ગાંધી (Gandhi) ચિંધ્યા માર્ગે આઝાદી (Freedom) નો અલખ જગાવી રહ્યા હતા. પઠાણ (Pathan) સમુદાયમાંથી આવતા હોવા છતાં તેઓ આજીવન અહિંસાવ્રતી હતા. તેમણે પોતાના જીવનમાં ખુદાઈ ખિદમતગાર તરીકે સમાજસેવાનું પ્રણ લીધું હતું અને ક્યારેય કોઈ પદ સ્વીકારવાની તેમણે ઈચ્છા કરી ન હતી. ગુલામી કાળમાં 15 વર્ષ અંગ્રેજોની જેલમાં કાપ્યા અને સ્વતંત્રતાબાદ પાકિસ્તાનના નોર્થ-વેસ્ટ ફ્રન્ટિયર કે પખ્તૂનિસ્તાન (Pakhtunistan) નો ભારતમાં વિલય શક્ય નહીં હોવાથી તેમને પાકિસ્તાન (Pakistan) માં જ રહેવું પડયું. તો પાકિસ્તાનની સરકારે તેમને 15 વર્ષ જેલમાં ઠૂસી દીધા. ભારત સરકારે તેમને ભારતરત્ન (Bharat Ratna) થી સમ્માનિત કર્યા હતા. આ ગૌરવશાળી નેતા એટલે ખાન અબ્દુલ ગફાર ખાન (Khan Abdul Gaffar Khan) જેમને બાદશાહખાન (Badshah Khan) તરીકે ઓળખવામાં આવતા હતા અને પખ્તૂનિસ્તાન (Pakhtunistan) ના પખ્તૂન  (Pakhtun) એટલે કે પઠાણો (Pathans)  પ્રેમથી તેમને બાચ્ચાખાન (Baccha Khan) કહીને બોલાવતા હતા. તેમણે 1929માં ખુદાઈ ખિદમતગાર (Khudai Khidmadgar) નામનું એક સમાજિ સંગઠન પણ ઉભું કર્યું હતું. આ બાદશાહ ખાન (Badshah Khan)  એટલે કે ખાન અબ્દુલ ગફાર ખાન (Khan Abdul Gaffar Khan) ને સીમાંત ગાંધી (Simant Gandhi) કે સરહદના ગાંધી (Sarhad na Gandhi) તરીકેનું બિરુદ તેમની જીવનદ્રષ્ટિને કારણે મળ્યું હતું. તેઓ જે વિસ્તાર અને જે સમુદાયમાંથી આવતા હતા, ત્યાં અહિંસાની કલ્પના થઈ શકે તેમ ન હતી. આજે પણ આ પખ્તૂનિસ્તાન અને તેની સાથે લાગેલા અફઘાનિસ્તાનની સ્થિતિથી આપણે સૌ વાકેફ છીએ.

 

ખાન અબ્દુલ ગફ્ફાર ખાંન (Simant Gandhi), ગાંધીજી (Gandhiji) ના મહાત્માપણાંથી થયા પ્રભાવિત

 

ખાન અબ્દુલ ગફારખાન (Khan Abdul Gaffar Khan) ના જીવનમાં બનેલી એક ઘટનાએ તેમને ગાંધીજી (Gandhiji)  ના મહાત્માપણાથી પ્રભાવિત કરી દીધા હતા. ખાન અબ્દુલ ગફાર ખાને આ વિગતો પોતાની આત્મકથા અને સરહદી ગાંધી નામના પ્યારેલાલના પુસ્તકમાં વર્ણવી છે. સરહદી ગાંધી-ખાન અબ્દુલ ગફ્ફાર ખાં (Khan Abdul Gaffar Khan) ("ત્યાગ, બલિદાન તથા નીતિનિષ્ઠ જીવનની સચિત્ર, રોમાંચકારી કહાની), લેખક- પ્યારેલાલ, પ્રથમ આવૃત્તિ-1970, સસ્તા સાહિત્ય મંડળ પ્રકાશન, નવી દિલ્હી દ્વારા પ્રકાશિત પુસ્તકના પૃષ્ઠ ક્રમાંક - 282 પર તેમણે કહ્યુ હતુ કે "मैं चाहता हू कि आपको बताऊ कि मैं गांधीजी से कैसे मुतास्सिर (प्रभावित) हुआ. 1928 में कलकत्ता में आल इंडिया कांग्रेस कमेटी और खिलाफत कमेटी की मीटिंग हो रही थी. मैं खिलाफत कमेटी में था और कांग्रेस की सबजेक्ट्स कमेटी की मीटिंग देखने के लिए गया था. उस वक्त गांधीजी तकरीर कर रहे थे. और एक नौजवान, जिसका नाम रामा था, दौराने तकरीर बार-बार मुखिल (बाधक) हो रहा था. कहता था, गांधीजी, "यू आर ए कावर्ड" (आप बुजदिल है.). गांधीजी उसे सुनकर हँस देते और अपनी तकरीर जारी रखते थे. मैं इससे बहुत मुतास्सिर हुआ. " (હું હિંદુસ્તાન આવું અને ગાંધીજીની જન્મ-સદીમાં ભાગ લવું. ગાંધીજીની સાથે મારો ઘણો નજીકનો સંબંધ હતો. આવા મહેરબાન દોસ્તની જન્મ-સદી મનાવાય અને હું સામેલ ન થવુ, આ કેવી રીતે બની શકતું હતું. હું ચાહું છું કે તમે જણાવું કે હું ગાંધીથી કેવી રીતે પ્રભાવિત થયો. 1928માં કોલકત્તામાં ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી અને ખિલાફત કમિટીની બેઠકથઈ રહી હતી. હું ખિલાફત (Khilafat) કમિટીમાં હતો અને કોંગ્રેસ (Congress) ની સબજેક્ટ્સ કમિટીની બેઠક જોવા માટે ગયો હતો. તે સમયે ગાંધીજી ભાષણ કરી રહ્યા હતા અને એક નવયુવાન, જેનું નામ રામા હતું, ભાષણ વચ્ચે વારંવાર અડચણરૂપ બની રહ્યો હતો. કહેતો હતો ગાંધીજી, You are a coward (તમે બુઝદિલ છો). ગાંધીજી તેને સાંભળીને હસી નાખતા અને પોતાનું ભાષણ ચાલુ રાખતા હતા. હું તેનાથી ઘણો પ્રભાવિત થયો.") * 1

 

ખિલાફત કમિટીની બેઠકમાં મંચ પર જ થયો હતો ઝઘડો

 

આ આખી ઘટનાને ખાન અબ્દુલ ગફાર ખાં (Khan Abdul Gaffar Khan) એ પોતાની આત્મકથા (આત્મકથા-ખાન અબ્દુલ ગફ્ફાર ખાં, વર્ષ-1968, હિંદ પૉકેટ બુક્સ પ્રાઈવેટ લિમિટેડ, દિલ્હી)ના પૃષ્ઠ ક્રમાંક 74,75 પર વર્ણવી છે. આખી ઘટના કંઈક આ પ્રકારે હતી. ખાન અબ્દુલ ગફ્ફાર ખાં અંગ્રેજી સત્તા સામેના ખિલાફત આંદોલનમાં સક્રિય હતા અને અંગ્રેજ સરકારના નિશાને હતા. તેઓ કલકત્તા ખાતેની ડિસેમ્બર, 1928માં ખિલાફત સમિતિની બેઠકમાં ભાગ લેવા આવ્યા હતા. ત્યારે રાત્રે સબ્જેક્ટ કમિટીની બેઠકમાં એક પંજાબી નેતા મુહમ્મદ અલીની આલોચના કરી રહ્યા હતા. મુહમ્મદ અલી ખાન અબ્દુલ ગફ્ફાર ખાં સાથે જ મંચ પર બેઠેલા હતા. આ ટીકા તેમનાથી સહન થઈ નહીં અને તેમના મોંઢામાંથી ટીકા કરનારા પંજાબી નેતા સામે અસભ્ય વાક્યો નીકળી ગયા. તેમની નજીક એક બીજો પંજાબી નેતા બેઠેલો હતો અને તેણે જેવું મુહમ્મદ અલી (Muhammad Ali) ના મોંઢામાંથી નીકળતી ગાળો સાંભળી તો તેણે પોતાની પાસેનું ચાકું કાઢયું અને ઉભો થઈને મુહમ્મદ અલીને ગાળો આપવા લાગ્યો. મંત પર હંગામો થયો. ખાન અબ્દુલ ગફ્ફાર ખાંએ પોતાની આત્મકથામાં કહ્યુ છે કે " हम पठान लोग उस रात सबजेक्ट कमेटी की बैठक में बहुत अधिक संख्या में थे, हम उठ खडे हुए और झगडा समाप्त करा दिया, एवं मुहम्मद अली को उससे छुटकारा दिला दिया. यदि हम न होते, तो उन्होंने मुहम्मद अली का घोर अपमान किया होता." (આ સારું થયું કે અમે પઠાણ લોકો તે રાત્રે સબજેક્ટ કમિટીની બેઠકમાં ઘણી વધારે સંખ્યામાં હતા, અમે ઉભા થયા અને ઝઘડો સમાપ્ત કરી દીધો, અને મુહમ્મદ અલીને તેનાથી છૂટકારો અપાવી દીધો. જો અમે ન હોત, તો તેમણે મુહમ્મદ અલીનું ઘોર અપમાન કર્યું હોત. ) *2

 

તે જ સમયગાળામાં કોલકત્તામાં કૉંગ્રેસનું અધિવેશન પણ યોજાઈ રહ્યું હતું અને પોતાના અધ્યક્ષીય ભાષણમાં મુહમ્મદ અલીએ હિદુઓની સભ્યતા, સંસ્કૃતિ, સામાજિકતા અને રીતિ-રિવાજોની ટીકા કરી હતી. તેનાથી પ્રતિપાદિત થતું હતું કે મુહમ્મદ અલી (Muhammad Ali) હિંદુ (Hindu) ઓથી નારાજ હતા. આ બાબતો એક નેતાને શોભે તેવી ન હતી. 1919માં ખિલાફત આંદોલન અંગ્રેજો સામે ખલીફાની તુર્કીમાં સત્તાવાપસીની લાગણીને માન આપીને મહાત્મા ગાંધીએ તેનું સમર્થન કર્યું હતું અને અસહયોગ આંદોલનમાં તેને સમ્મલિત પણ કરી લીધું હતું. એટલે કે સ્વતંત્રતા આંદોલન અને ખિલાફત આંદોલન સાથેસાથે ચાલી રહ્યા હતા. આવી સ્થિતિમાં પણ ખિલાફત કમિટીના સભ્યો દ્વારા હિંદુઓની સામે ટીકા-ટીપ્પણીઓ થઈ રહી હતી. ખાન અબ્દુલ ગફ્ફાર ખાં આવી ટીકા-ટીપ્પણીઓને બિલકુલ શોભાસ્પદ માનતા ન હતા.

 

કૉંગ્રેસની બેઠકમાં ગાંધીજીના સદવ્યવહારથી પ્રભાવિત થયા બાદશાહ ખાન

 

કોલકત્તા (kolkata) માં તે સમયે જ કોંગ્રસની વિષય સમિતિની બેઠક યોજાઈ રહી હતી. ખાન અબ્દુલ ગફ્ફાર ખાં પહેલા ક્યારેય કૉંગ્રેસના કાર્યક્રમમાં સામેલ થયા ન હતા. પણ તેમણે કોંગ્રેસ વિષય સમિતિની બેઠકમાં સામેલ થવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેઓ કૉંગ્રેસની વિષય સમિતિની બેઠક જોવા માટે ગયા. આ ઘટનાને ખાન અબ્દુલ ગફ્ફાર ખાં (Khan Abdul Gaffar Khan) એ વર્ણવતા પોતાની આત્મકથામાં કહ્યુ છે કે હું કૉંગ્રેસના કાર્યક્રમોમાં પહેલા ક્યારેય સમ્મલિત થયો ન હતો. તે સમયે ગાંધીજી (Gandhiji) ભાષણ કરી રહ્યા હતા. ત્યાં એક નવયુવાન છોકરો હતો, જેને લોકો રાજા કહીને બોલાવતા હતા. તે તેમના ભાષણમાં વચ્ચે વારંવાર ઉભો થઈ જતો અને ગાંધીજી પર આક્રમણ કરતો. ગાંધીજી બિલ્કુલ ગુસ્સે થતા ન હતા, પણ તેઓ હસવા લાગતા હતા અને પછી પોતાનું ભાષણ શરૂ કરી દેતા હતા. તે નવયુવાન ફરીથી હસ્તક્ષેપ કરતો. ગાંધીજી ફરીથી હસી નાખતા. આ વાતનો અસીમ પ્રભાવ મારા પર થયો અને હું જ્યારે પાછો પોતાની શિબિરમાં વ્યો, તો મેઆ આખું વૃતાંત મારા સાથીદારોને સંભળાવ્યું અને મેં તેમને કહ્યુ કે આ જોઈ લો, આ હિંદુ નેતા છે. તેમના ચરિત્રને જુઓ અને આપણી કોન્ફરન્સના આ નેતાઓના આચરણને પણ જુઓ.

 

"આ જુઓ, જંગલી પઠાન મુહમ્મદ અલીને સમજાવવા આવ્યા છે"!

 

આ ઘટના બાદ ખિલાફત (Khilafat) સબ્જેક્ટ કમિટીની બેઠકમાં સામેલ થવા આવેલા સીમાંત પ્રાંતના પખ્તૂન પ્રતિનિધિઓમાંથી કેટલાક મુહમ્મદ અલી પાસે ગયા. તેઓ તેમની સાથે કંઈક વાત કરવા માંગતા હતા, કારણ કે તેઓ તેમના નેતા હતા. ખાન અબ્દુલ ગફ્ફાર ખાં (Khan Abdul Gaffar Khan) એ આ ઘટનાને પોતાની આત્મકથામાં વર્ણવતા લખ્યું છે કે "हमने मुहम्मद अली साहब से अपनी बातचीत आरम्भ की, मुहम्मद अली साहब! आप हम मुसलमानों के नेता हैं. हम आपका सम्मान-समादर करते है. हम कल कांग्रेस की विषय समितिकी बैठक मैं गये थे. उस समय गांधीजी भाषण कर रहे थे. उनके भाषण के बीच ही में एक नौजवान उनका विरोध और उनकी कडी आलोचना करता था. यहां तक कि उन्हें असभ्य शब्दों से सम्बोधित करता था. लेकिन गांधीजी उसके सामने हंस देते थे. और हमने यह भी देखा कि इस विरोध औऱ कडी आलोचना के कारण शायद दी उनके भाषण में किसी प्रकार की उत्तेजना या कटुता पैदा हुई हो. यह बात आपको हम इसलिए बता रहे है कि आप हमारे नेता है. हम आपकी प्रतिष्ठा और श्रेष्ठता के इच्छुक है. इसलिए आप अपने अन्दर धैर्य भाव पेदा कर लेंगे, तो यह बहुत ही अच्छी बात होगी. " (અમે મુહમ્મદ અલી સાહેબ સાથે પોતાની વાતચીતનો પ્રારંભ કર્યો, મુહમ્મદ અલી (Muhammad Ali) સાહબ, તમે અમારા મુસલમાનોના નેતા છો. અમે તમારું સમ્માન-સમાદર કરીએ છીએ. અમે કાલે કોંગ્રેસની વિષય સમિતિની બેઠકમાં ગયા હતા. તે સમયે ગાંધીજી ભાષણ કરી રહ્યા હતા. તેમના ભાષણની વચ્ચે જ એક યુવાન તેમનો વિરોધ અને તેમની આકરી ટીકા કરી રહ્યો હતો. પરંતુ ગાંધીજી તેની સામે હસી નાખતા હતા. અને અમે આ જોયું પણ કે આ વિરોધ અને આકરી પ્રતિક્રિયાને કારણે ભાગ્યે જ તેમના ભાષણમાં કોઈ પ્રકારની ઉત્તેજના કે કટુતા પેદા થઈ હોય. અમે તમને એટલા માટે જણાવી રહ્યા છીએ કે તમે અમારા નેતા છો. અમે તમારી પ્રતિષ્ઠા અને શ્રેષ્ઠતાના ઈચ્છુક છીએ. માટે તમે પોતાની અંદર ધૈર્ય ભાવ પેદા કરી લેશો, તો આ ઘણી જ સારી વાત હશે. )

 

 

પખ્તૂન પ્રતિનિધિઓની આટલી વાત સાંભળતાની સાથે જ મુહમ્મદ અલી ગુસ્સે ભરાયા અને તેમણે જે શબ્દો કહ્યા તેનું વર્ણન કરતા પોતાની આત્મકથામાં ખાન અબ્દુલ ગફ્ફાર ખાંએ લખ્યું કે यह देखो, जंगली पठान मुहम्मद अली को समझाने आए है.  (આ જુઓ, જંગલી પઠાન મુહમ્મદ અલી ને સમજાવવા આવ્યા છે.)

 

આમ કહીને તેઓ (મુહમ્મદ અલી) ઉભા થયા અને રજૂઆત કરવા આવેલા પ્રતિનિધિઓને આગળ કંઈપણ કહ્યા વગર ત્યાંથી ચાલ્યા ગયા.) મુહમ્મદ અલીના આ વ્યવહારથી પખ્તૂન પ્રતિનિધિઓ ખૂબ જ દુખી થયા હતા.  દિવસ પછી ક્યારેય ખાન અબ્દુલ ગફ્ફાર ખાં (Khan Abdul Gaffar Khan) ખિલાફત (Khilafat) ના કાર્યક્રમમાં સામેલ થયા વગર જ પાછા ચાલ્યા ગયા.


સંદર્ભ (Reference) :

 

1.  પૃષ્ઠ ક્રમાંક- 282, સરહદી ગાંધી-ખાન અબ્દુલ ગફ્ફાર ખાં ("ત્યાગ, બલિદાન તથા નીતિનિષ્ઠ જીવનની સચિત્ર, રોમાંચકારી કહાની), લેખક- પ્યારેલાલ, પ્રથમ આવૃત્તિ-1970, સસ્તા સાહિત્ય મંડળ પ્રકાશન, નવી દિલ્હી

2. પૃષ્ઠ ક્રમાંક -74, આત્મકથા-ખાન અબ્દુલ ગફ્ફાર ખાં, વર્ષ-1968, હિંદ પૉકેટ બુક્સ પ્રાઈવેટ લિમિટેડ, દિલ્હી

3.  પૃષ્ઠ ક્રમાંક- 75, આત્મકથા-ખાન અબ્દુલ ગફ્ફાર ખાં, વર્ષ-1968, હિંદ પૉકેટ બુક્સ પ્રાઈવેટ લિમિટેડ, દિલ્હી

4. પૃષ્ઠ ક્રમાંક- 75, આત્મકથા-ખાન અબ્દુલ ગફ્ફાર ખાં, વર્ષ-1968, હિંદ પૉકેટ બુક્સ પ્રાઈવેટ લિમિટેડ, દિલ્હી