આનંદ શુક્લ: આજે એક એવા નેતાની વાત કરવી છે, જેઓ ભારત (India) ના સ્વતંત્રતા આંદોલન (Freedom Struggle) માં પખ્તૂનિસ્તાન (Pakhtunistan) માં ગાંધી (Gandhi) ચિંધ્યા માર્ગે આઝાદી (Freedom) નો અલખ જગાવી રહ્યા હતા. પઠાણ (Pathan) સમુદાયમાંથી આવતા હોવા છતાં તેઓ આજીવન અહિંસાવ્રતી હતા. તેમણે પોતાના જીવનમાં ખુદાઈ ખિદમતગાર તરીકે સમાજસેવાનું પ્રણ લીધું હતું અને ક્યારેય કોઈ પદ સ્વીકારવાની તેમણે ઈચ્છા કરી ન હતી. ગુલામી કાળમાં 15 વર્ષ અંગ્રેજોની જેલમાં કાપ્યા અને સ્વતંત્રતાબાદ પાકિસ્તાનના નોર્થ-વેસ્ટ ફ્રન્ટિયર કે પખ્તૂનિસ્તાન (Pakhtunistan) નો ભારતમાં વિલય શક્ય નહીં હોવાથી તેમને પાકિસ્તાન (Pakistan) માં જ રહેવું પડયું. તો પાકિસ્તાનની સરકારે તેમને 15 વર્ષ જેલમાં ઠૂસી દીધા. ભારત સરકારે તેમને ભારતરત્ન (Bharat Ratna) થી સમ્માનિત કર્યા હતા. આ ગૌરવશાળી નેતા એટલે ખાન અબ્દુલ ગફાર ખાન (Khan Abdul Gaffar Khan) જેમને બાદશાહખાન (Badshah Khan) તરીકે ઓળખવામાં આવતા હતા અને પખ્તૂનિસ્તાન (Pakhtunistan) ના પખ્તૂન (Pakhtun) એટલે કે પઠાણો (Pathans) પ્રેમથી તેમને બાચ્ચાખાન (Baccha Khan) કહીને બોલાવતા હતા. તેમણે 1929માં ખુદાઈ ખિદમતગાર (Khudai Khidmadgar) નામનું એક સમાજિ સંગઠન પણ ઉભું કર્યું હતું. આ બાદશાહ ખાન (Badshah Khan) એટલે કે ખાન અબ્દુલ ગફાર ખાન (Khan Abdul Gaffar Khan) ને સીમાંત ગાંધી (Simant Gandhi) કે સરહદના ગાંધી (Sarhad na Gandhi) તરીકેનું બિરુદ તેમની જીવનદ્રષ્ટિને કારણે મળ્યું હતું. તેઓ જે વિસ્તાર અને જે સમુદાયમાંથી આવતા હતા, ત્યાં અહિંસાની કલ્પના થઈ શકે તેમ ન હતી. આજે પણ આ પખ્તૂનિસ્તાન અને તેની સાથે લાગેલા અફઘાનિસ્તાનની સ્થિતિથી આપણે સૌ વાકેફ છીએ.
ખાન અબ્દુલ ગફ્ફાર ખાંન (Simant Gandhi), ગાંધીજી (Gandhiji) ના મહાત્માપણાંથી થયા પ્રભાવિત
ખાન અબ્દુલ ગફારખાન (Khan Abdul Gaffar Khan) ના જીવનમાં બનેલી એક ઘટનાએ તેમને ગાંધીજી (Gandhiji) ના મહાત્માપણાથી પ્રભાવિત કરી દીધા હતા. ખાન અબ્દુલ ગફાર ખાને આ વિગતો પોતાની આત્મકથા અને સરહદી ગાંધી નામના પ્યારેલાલના પુસ્તકમાં વર્ણવી છે. સરહદી ગાંધી-ખાન અબ્દુલ ગફ્ફાર ખાં (Khan Abdul Gaffar Khan) ("ત્યાગ, બલિદાન તથા નીતિનિષ્ઠ જીવનની સચિત્ર, રોમાંચકારી કહાની), લેખક- પ્યારેલાલ, પ્રથમ આવૃત્તિ-1970, સસ્તા સાહિત્ય મંડળ પ્રકાશન, નવી દિલ્હી દ્વારા પ્રકાશિત પુસ્તકના પૃષ્ઠ ક્રમાંક - 282 પર તેમણે કહ્યુ હતુ કે "मैं चाहता हू कि आपको बताऊ कि मैं गांधीजी से कैसे मुतास्सिर (प्रभावित) हुआ. 1928 में कलकत्ता में आल इंडिया कांग्रेस कमेटी और खिलाफत कमेटी की मीटिंग हो रही थी. मैं खिलाफत कमेटी में था और कांग्रेस की सबजेक्ट्स कमेटी की मीटिंग देखने के लिए गया था. उस वक्त गांधीजी तकरीर कर रहे थे. और एक नौजवान, जिसका नाम रामा था, दौराने तकरीर बार-बार मुखिल (बाधक) हो रहा था. कहता था, गांधीजी, "यू आर ए कावर्ड" (आप बुजदिल है.). गांधीजी उसे सुनकर हँस देते और अपनी तकरीर जारी रखते थे. मैं इससे बहुत मुतास्सिर हुआ. " (હું હિંદુસ્તાન આવું અને ગાંધીજીની જન્મ-સદીમાં ભાગ લવું. ગાંધીજીની સાથે મારો ઘણો નજીકનો સંબંધ હતો. આવા મહેરબાન દોસ્તની જન્મ-સદી મનાવાય અને હું સામેલ ન થવુ, આ કેવી રીતે બની શકતું હતું. હું ચાહું છું કે તમે જણાવું કે હું ગાંધીથી કેવી રીતે પ્રભાવિત થયો. 1928માં કોલકત્તામાં ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી અને ખિલાફત કમિટીની બેઠકથઈ રહી હતી. હું ખિલાફત (Khilafat) કમિટીમાં હતો અને કોંગ્રેસ (Congress) ની સબજેક્ટ્સ કમિટીની બેઠક જોવા માટે ગયો હતો. તે સમયે ગાંધીજી ભાષણ કરી રહ્યા હતા અને એક નવયુવાન, જેનું નામ રામા હતું, ભાષણ વચ્ચે વારંવાર અડચણરૂપ બની રહ્યો હતો. કહેતો હતો ગાંધીજી, You are a coward (તમે બુઝદિલ છો). ગાંધીજી તેને સાંભળીને હસી નાખતા અને પોતાનું ભાષણ ચાલુ રાખતા હતા. હું તેનાથી ઘણો પ્રભાવિત થયો.") * 1
ખિલાફત કમિટીની બેઠકમાં મંચ પર જ થયો હતો ઝઘડો
આ આખી ઘટનાને ખાન અબ્દુલ ગફાર ખાં (Khan Abdul Gaffar Khan) એ પોતાની આત્મકથા (આત્મકથા-ખાન અબ્દુલ ગફ્ફાર ખાં, વર્ષ-1968, હિંદ પૉકેટ બુક્સ પ્રાઈવેટ લિમિટેડ, દિલ્હી)ના પૃષ્ઠ ક્રમાંક 74,75 પર વર્ણવી છે. આખી ઘટના કંઈક આ પ્રકારે હતી. ખાન અબ્દુલ ગફ્ફાર ખાં અંગ્રેજી સત્તા સામેના ખિલાફત આંદોલનમાં સક્રિય હતા અને અંગ્રેજ સરકારના નિશાને હતા. તેઓ કલકત્તા ખાતેની ડિસેમ્બર, 1928માં ખિલાફત સમિતિની બેઠકમાં ભાગ લેવા આવ્યા હતા. ત્યારે રાત્રે સબ્જેક્ટ કમિટીની બેઠકમાં એક પંજાબી નેતા મુહમ્મદ અલીની આલોચના કરી રહ્યા હતા. મુહમ્મદ અલી ખાન અબ્દુલ ગફ્ફાર ખાં સાથે જ મંચ પર બેઠેલા હતા. આ ટીકા તેમનાથી સહન થઈ નહીં અને તેમના મોંઢામાંથી ટીકા કરનારા પંજાબી નેતા સામે અસભ્ય વાક્યો નીકળી ગયા. તેમની નજીક એક બીજો પંજાબી નેતા બેઠેલો હતો અને તેણે જેવું મુહમ્મદ અલી (Muhammad Ali) ના મોંઢામાંથી નીકળતી ગાળો સાંભળી તો તેણે પોતાની પાસેનું ચાકું કાઢયું અને ઉભો થઈને મુહમ્મદ અલીને ગાળો આપવા લાગ્યો. મંત પર હંગામો થયો. ખાન અબ્દુલ ગફ્ફાર ખાંએ પોતાની આત્મકથામાં કહ્યુ છે કે " हम पठान लोग उस रात सबजेक्ट कमेटी की बैठक में बहुत अधिक संख्या में थे, हम उठ खडे हुए और झगडा समाप्त करा दिया, एवं मुहम्मद अली को उससे छुटकारा दिला दिया. यदि हम न होते, तो उन्होंने मुहम्मद अली का घोर अपमान किया होता." (આ સારું થયું કે અમે પઠાણ લોકો તે રાત્રે સબજેક્ટ કમિટીની બેઠકમાં ઘણી વધારે સંખ્યામાં હતા, અમે ઉભા થયા અને ઝઘડો સમાપ્ત કરી દીધો, અને મુહમ્મદ અલીને તેનાથી છૂટકારો અપાવી દીધો. જો અમે ન હોત, તો તેમણે મુહમ્મદ અલીનું ઘોર અપમાન કર્યું હોત. ) *2
તે જ સમયગાળામાં કોલકત્તામાં કૉંગ્રેસનું અધિવેશન પણ યોજાઈ રહ્યું હતું અને પોતાના અધ્યક્ષીય ભાષણમાં મુહમ્મદ અલીએ હિદુઓની સભ્યતા, સંસ્કૃતિ, સામાજિકતા અને રીતિ-રિવાજોની ટીકા કરી હતી. તેનાથી પ્રતિપાદિત થતું હતું કે મુહમ્મદ અલી (Muhammad Ali) હિંદુ (Hindu) ઓથી નારાજ હતા. આ બાબતો એક નેતાને શોભે તેવી ન હતી. 1919માં ખિલાફત આંદોલન અંગ્રેજો સામે ખલીફાની તુર્કીમાં સત્તાવાપસીની લાગણીને માન આપીને મહાત્મા ગાંધીએ તેનું સમર્થન કર્યું હતું અને અસહયોગ આંદોલનમાં તેને સમ્મલિત પણ કરી લીધું હતું. એટલે કે સ્વતંત્રતા આંદોલન અને ખિલાફત આંદોલન સાથેસાથે ચાલી રહ્યા હતા. આવી સ્થિતિમાં પણ ખિલાફત કમિટીના સભ્યો દ્વારા હિંદુઓની સામે ટીકા-ટીપ્પણીઓ થઈ રહી હતી. ખાન અબ્દુલ ગફ્ફાર ખાં આવી ટીકા-ટીપ્પણીઓને બિલકુલ શોભાસ્પદ માનતા ન હતા.
કૉંગ્રેસની બેઠકમાં ગાંધીજીના સદવ્યવહારથી પ્રભાવિત થયા બાદશાહ ખાન
કોલકત્તા (kolkata) માં તે સમયે જ કોંગ્રસની વિષય સમિતિની બેઠક યોજાઈ રહી હતી. ખાન અબ્દુલ ગફ્ફાર ખાં પહેલા ક્યારેય કૉંગ્રેસના કાર્યક્રમમાં સામેલ થયા ન હતા. પણ તેમણે કોંગ્રેસ વિષય સમિતિની બેઠકમાં સામેલ થવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેઓ કૉંગ્રેસની વિષય સમિતિની બેઠક જોવા માટે ગયા. આ ઘટનાને ખાન અબ્દુલ ગફ્ફાર ખાં (Khan Abdul Gaffar Khan) એ વર્ણવતા પોતાની આત્મકથામાં કહ્યુ છે કે હું કૉંગ્રેસના કાર્યક્રમોમાં પહેલા ક્યારેય સમ્મલિત થયો ન હતો. તે સમયે ગાંધીજી (Gandhiji) ભાષણ કરી રહ્યા હતા. ત્યાં એક નવયુવાન છોકરો હતો, જેને લોકો રાજા કહીને બોલાવતા હતા. તે તેમના ભાષણમાં વચ્ચે વારંવાર ઉભો થઈ જતો અને ગાંધીજી પર આક્રમણ કરતો. ગાંધીજી બિલ્કુલ ગુસ્સે થતા ન હતા, પણ તેઓ હસવા લાગતા હતા અને પછી પોતાનું ભાષણ શરૂ કરી દેતા હતા. તે નવયુવાન ફરીથી હસ્તક્ષેપ કરતો. ગાંધીજી ફરીથી હસી નાખતા. આ વાતનો અસીમ પ્રભાવ મારા પર થયો અને હું જ્યારે પાછો પોતાની શિબિરમાં વ્યો, તો મેઆ આખું વૃતાંત મારા સાથીદારોને સંભળાવ્યું અને મેં તેમને કહ્યુ કે આ જોઈ લો, આ હિંદુ નેતા છે. તેમના ચરિત્રને જુઓ અને આપણી કોન્ફરન્સના આ નેતાઓના આચરણને પણ જુઓ.
"આ જુઓ, જંગલી પઠાન મુહમ્મદ અલીને સમજાવવા આવ્યા છે"!
આ ઘટના બાદ ખિલાફત (Khilafat) સબ્જેક્ટ કમિટીની બેઠકમાં સામેલ થવા આવેલા સીમાંત પ્રાંતના પખ્તૂન પ્રતિનિધિઓમાંથી કેટલાક મુહમ્મદ અલી પાસે ગયા. તેઓ તેમની સાથે કંઈક વાત કરવા માંગતા હતા, કારણ કે તેઓ તેમના નેતા હતા. ખાન અબ્દુલ ગફ્ફાર ખાં (Khan Abdul Gaffar Khan) એ આ ઘટનાને પોતાની આત્મકથામાં વર્ણવતા લખ્યું છે કે "हमने मुहम्मद अली साहब से अपनी बातचीत आरम्भ की, मुहम्मद अली साहब! आप हम मुसलमानों के नेता हैं. हम आपका सम्मान-समादर करते है. हम कल कांग्रेस की विषय समितिकी बैठक मैं गये थे. उस समय गांधीजी भाषण कर रहे थे. उनके भाषण के बीच ही में एक नौजवान उनका विरोध और उनकी कडी आलोचना करता था. यहां तक कि उन्हें असभ्य शब्दों से सम्बोधित करता था. लेकिन गांधीजी उसके सामने हंस देते थे. और हमने यह भी देखा कि इस विरोध औऱ कडी आलोचना के कारण शायद दी उनके भाषण में किसी प्रकार की उत्तेजना या कटुता पैदा हुई हो. यह बात आपको हम इसलिए बता रहे है कि आप हमारे नेता है. हम आपकी प्रतिष्ठा और श्रेष्ठता के इच्छुक है. इसलिए आप अपने अन्दर धैर्य भाव पेदा कर लेंगे, तो यह बहुत ही अच्छी बात होगी. " (અમે મુહમ્મદ અલી સાહેબ સાથે પોતાની વાતચીતનો પ્રારંભ કર્યો, મુહમ્મદ અલી (Muhammad Ali) સાહબ, તમે અમારા મુસલમાનોના નેતા છો. અમે તમારું સમ્માન-સમાદર કરીએ છીએ. અમે કાલે કોંગ્રેસની વિષય સમિતિની બેઠકમાં ગયા હતા. તે સમયે ગાંધીજી ભાષણ કરી રહ્યા હતા. તેમના ભાષણની વચ્ચે જ એક યુવાન તેમનો વિરોધ અને તેમની આકરી ટીકા કરી રહ્યો હતો. પરંતુ ગાંધીજી તેની સામે હસી નાખતા હતા. અને અમે આ જોયું પણ કે આ વિરોધ અને આકરી પ્રતિક્રિયાને કારણે ભાગ્યે જ તેમના ભાષણમાં કોઈ પ્રકારની ઉત્તેજના કે કટુતા પેદા થઈ હોય. અમે તમને એટલા માટે જણાવી રહ્યા છીએ કે તમે અમારા નેતા છો. અમે તમારી પ્રતિષ્ઠા અને શ્રેષ્ઠતાના ઈચ્છુક છીએ. માટે તમે પોતાની અંદર ધૈર્ય ભાવ પેદા કરી લેશો, તો આ ઘણી જ સારી વાત હશે. )
પખ્તૂન પ્રતિનિધિઓની આટલી વાત સાંભળતાની સાથે જ મુહમ્મદ અલી ગુસ્સે ભરાયા અને તેમણે જે શબ્દો કહ્યા તેનું વર્ણન કરતા પોતાની આત્મકથામાં ખાન અબ્દુલ ગફ્ફાર ખાંએ લખ્યું કે यह देखो, जंगली पठान मुहम्मद अली को समझाने आए है. (આ જુઓ, જંગલી પઠાન મુહમ્મદ અલી ને સમજાવવા આવ્યા છે.)
આમ કહીને તેઓ (મુહમ્મદ અલી) ઉભા થયા અને રજૂઆત કરવા આવેલા પ્રતિનિધિઓને આગળ કંઈપણ કહ્યા વગર ત્યાંથી ચાલ્યા ગયા.) મુહમ્મદ અલીના આ વ્યવહારથી પખ્તૂન પ્રતિનિધિઓ ખૂબ જ દુખી થયા હતા. દિવસ પછી ક્યારેય ખાન અબ્દુલ ગફ્ફાર ખાં (Khan Abdul Gaffar Khan) ખિલાફત (Khilafat) ના કાર્યક્રમમાં સામેલ થયા વગર જ પાછા ચાલ્યા ગયા.
સંદર્ભ (Reference) :
1. પૃષ્ઠ ક્રમાંક- 282, સરહદી ગાંધી-ખાન અબ્દુલ ગફ્ફાર ખાં ("ત્યાગ, બલિદાન તથા નીતિનિષ્ઠ જીવનની સચિત્ર, રોમાંચકારી કહાની), લેખક- પ્યારેલાલ, પ્રથમ આવૃત્તિ-1970, સસ્તા સાહિત્ય મંડળ પ્રકાશન, નવી દિલ્હી
2. પૃષ્ઠ ક્રમાંક -74, આત્મકથા-ખાન અબ્દુલ ગફ્ફાર ખાં, વર્ષ-1968, હિંદ પૉકેટ બુક્સ પ્રાઈવેટ લિમિટેડ, દિલ્હી
3. પૃષ્ઠ ક્રમાંક- 75, આત્મકથા-ખાન અબ્દુલ ગફ્ફાર ખાં, વર્ષ-1968, હિંદ પૉકેટ બુક્સ પ્રાઈવેટ લિમિટેડ, દિલ્હી
4. પૃષ્ઠ ક્રમાંક- 75, આત્મકથા-ખાન અબ્દુલ ગફ્ફાર ખાં, વર્ષ-1968, હિંદ પૉકેટ બુક્સ પ્રાઈવેટ લિમિટેડ, દિલ્હી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો