લેબલ Veer Savarkar સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ Veer Savarkar સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

બુધવાર, 27 મે, 2026

"આપણે Gandhiji ને રાષ્ટ્રપિતા કહેવાનું બંધ કરવું પડશે !": Pa. Deendayal Upaddhyay એ આવું શા માટે કહ્યું?

 

આનંદ શુક્લ: ભારતીય જનસંઘના વરિષ્ઠ નેતા અને એકાત્મ માનવવાદના પ્રણેતા પંડિત દીનદયાલ ઉપાધ્યાયે પાંચજન્ય અને ઓર્ગેનાઈઝરમાં પ્રકાશિત પોતાના તંત્રીલેખોમાં હંમેશા ગાંધીજીને મહાત્મા તરીકે સંબોધિત કરત્યા હતા, પણ રાષ્ટ્રપિતા તરીકે તેમણે સંબોધન કર્યુ ન હતું. પંડિત દીનદયાલ ઉપાધ્યાય ગાંધીજીના ક્ટ્ટર વિરોધી ન હતા. તેમણે ખુદ સ્વીકાર્યું હતું કે ગાંધીજીએ ભારતીય રાજનીતિમાં નૈતિકતા અને ભારતીય મૂલ્યો લાવવાનું કામ કર્યું હતું. તેઓ ગાંધીજીને યુગપુરુષ અને મહાન સમાજ સુધારક માનતા હતા, પરંતુ રાષ્ટ્રપિતાની શબ્દાવલિ તેમના માટે વાપરવી તેમને યોગ્ય લાગતી ન હતી. ઘણાં ચિંતકો-વિચારકોના મતે, દીનદયાલજીનું માનવું હતું કે રાષ્ટ્રનું નિર્માણ પૂર્વજોના સદીઓના તપ અને સંસ્કૃતિથી થાય છે, કોઈ એક વ્યક્તિના પ્રયત્નોથી નહીં. તેથી કોઈ વ્યક્તિને પિતાનું બિરુદ આપવું એ રાષ્ટ્રની પ્રાચીનતાનું અપમાન કરવા સમાન છે. દીનદયાલજીએ તેમના લેખો અને ભાષણોમાં વારંવાર ભાર મૂક્યો હતો કે રાષ્ટ્ર એ કોઈ નવી રચના નથી કે જેનો કોઈ પિતાહોય. રાષ્ટ્ર એક જીવંત એકમ છે જે યુગોથી અસ્તિત્વ ધરાવે છે. તેની સાથે જ જો ભારતને માતા એટલે કે ભારતમાતા માનવામાં આવે છે, તો કોઈપણ વ્યક્તિ તેનો પિતા હોઈ શકે નહીં. આ આખી વાતને મહાત્મા ગાંધી પ્રત્યે પૂર્ણ સમ્માન સાથે સમજવાની કોશિશ પણ થવી જોઈએ.

 

સનાતન કે અનાદિકાળથી અસ્તિત્વમાં રહેલા ભારતના પિતા કોણ?

 

આપણને સૌને નાનપણથી એક પ્રશ્ન થતો જ હશે કે ભારત સનાતન રાષ્ટ્ર છે, અનાદિકાળથી આપણા દેશનું અસ્તિત્વ છે. પણ 15 ઓગસ્ટ, 1947ના રોજ ભારતને ભાગલાના દુ:ખ વચ્ચે સ્વતંત્રતા મળી. ભારતે 26 જાન્યુઆરી, 1950ના રોજ નવા બંધારણનો પણ સ્વીકાર કર્યો. પણ ભારતની સ્વતંત્રતા પહેલાથી આપણા દેશના રાષ્ટ્રપિતા તરીકે મહાત્મા ગાંધીને સમ્માન આપવામાં આવે છે. 6 જુલાઈ, 1944ના રોજ સિંગાપોરથી રેડિયો સંબોધનમાં આઝાદ હિંદ ફોજના સર્વોચ્ચ કમાન્ડર અને આરઝી હુકૂમતના રાષ્ટ્રપતિ-પ્રધાનમંત્રી અને યુદ્ધમંત્રી નેતાજી સુભાષચંદ્ર બોઝે મહાત્મા ગાંધીનો સૌથી પહેલા રાષ્ટ્રપિતા તરીકે પોતાના સંબોધનમાં ઉલ્લેખ કર્યો હતો. તેના પછી તેમને રાષ્ટ્રપિતા તરીકે સંબોધિત કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું.

જો કે ભારતીય બંધારણમાં મહાત્મા ગાંધીને સત્તાવાર રીતે રાષ્ટ્રપિતા જાહેર કરવામાં આવ્યા નથી. મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા તરીકેનું સંબોધન કેટલાક સવાલો પણ પેદા કરે છે. મહાત્મા ગાંધીના વ્યક્તિત્વ-કતૃત્વનું સંપૂર્ણ સમ્માન છે અને કરવું જોઈએ. પણ સવાલ એ છે કે સનાતન અને અનાદિકાળથી અસ્તિત્વમાં રહેલા ભારતનો કોઈ પિતા હોઈ શકે અને હોય તો પરમાત્મા-પરબ્રહ્મ સિવાય કોણ હોઈ શકે?

 

ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ જેવા અવતારી પુરુષોને પણ ભારતના પિતા નહીં પણ પુત્ર જ ગણવામાં આવે છે. ચક્રવર્તી સમ્રાટો પણ ભારતના પિતા નહીં, પણ પુત્ર જ ગણવામાં આવે છે. રાષ્ટ્રનું સર્જન ઋષિ-મુનિઓ અને પૂર્વજોના બલિદાનથી થયું છે. ત્યારે રાજનીતિમાં પોતાના મહાત્માપણા માટે જાણીતા રાજકીય નેતાને આખા રાષ્ટ્રના પિતા ગણવા સનાતન પ્રવાહ અને ઈતિહાસની અવગણના કરવા સમાન નથી?

 

રાષ્ટ્રીય ચેતનામાં ઘટાડાને લઈને જ્યારે થયું હતું મંથન

 

1960-61માં ભારતના પ્રાંતીય શિક્ષણ મંત્રીઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભારતમાં રાષ્ટ્રીય ચેતનામાં ઘટડા પર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને યુવાવર્ગમાં રાષ્ટ્રીય ચેતનાના નિર્માણની પદ્ધતિ અને ઉપાય સૂચવવા માટે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહી ચુકેલા ડૉ. સંપૂર્ણાનંદની અધ્યક્ષતામાં એક સમિતિની પણ રચના કરવામાં આવી હતી. કૉંગ્રેસે પણ રાષ્ટ્રીય એકાત્મતાના પ્રશ્ન પર વિચારણા કરવા માટે ઈન્દિરા ગાંધીની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી હતી.

 

ભારતીય જનસંઘના મહામંત્રી પંડિત દીનદયાલ ઉપાધ્યાયે આ સમગ્ર ઘટનાક્રમને લઈને અવલોકન કર્યું હતું કે જ્યાં શિક્ષણ મંત્રી રાષ્ટ્રવાદ બાબતે પ્રાદેશિક આધારે વિચારણા કરે છે, તો કૉંગ્રેસ કાર્ય સમિતિ આના પર કોમવાદી અને પંથવાદી રાહે વિચારણા કરે છે. પણ હકીકત એ છે કે રાષ્ટ્રવાદ ન તો રાજ્યોને સંઘ છે અને ન તો સમુદાયોનો સમૂહ છે. રાષ્ટ્રવાદ એક જીવંત અવધારણા છે અને ઉર્ધ્વગામી આધારો પર કોઈ ઉપવર્ગીકરણ કરવું અને ખંડોને માન્યતા આપવી આખી આ અવધારણાનો આકાર બગાડવા જેવું છે. આવી સ્થિતિમાં જ્યારે ઘટક અંશોને લાગે છે કે તેમની પોતાની ઓળખને અલગ રાખવી વધુ નફાનો સોદો છે, અને આ પ્રકારે રાષ્ટ્રીય ઓળખ ઉભારવી અને વિવિધ પ્રકારે પ્રગટ થવાના સ્થાને વિભક્ત થવું અને ટુકડામાં વિખેરાવાનું શરૂ થયા છે.

 

ગાંધીજીને રાષ્ટ્રપિતા તરીકે સંબોધિત નહીં કરવાનું દીનદયાલજીનું સૂચન!

 

પંડિત દીનદયાલ ઉપાધ્યાયનું માનવું હતું કે સૌથી પહેલા આપણે રાષ્ટ્રવાદની મૂળ અવધારણા સંદર્ભે સ્પષ્ટ થવું પડશે. દુર્ભાગ્યથી ભારતમાં આપણાં રાષ્ટ્રીય સ્વ સંદર્ભે ઘણો ભ્રમ રહ્યો છે. રાષ્ટ્રવાદના નામે ગત અડધી સદી દરમિયાનના પ્રયાસોએ હકીકતમાં રાષ્ટ્રવાદના મૂળિયાં પર પ્રહાર કર્યો છે અને એક ઘણાં મોટાપ્રમાણમાં લોકોનું અ-રાષ્ટ્રીયકરણ કરાયું છે. તેની સાથે જ તેમણે ભૂતકાળની શૈક્ષણિક, રાજનીતિક અને સામાજિક નીતિઓને સંશોધિત કરવાથી જ ભવિષ્ય માટે કોઈ આશા ઉભી થઈ શકે છે, તેવો પણ તેમનો અભિપ્રાય હતો.

 

પંડિત દીનદયાલ ઉપાધ્યાયે ગાંધીજી પ્રત્યે સંપૂર્ણ સમ્માન સાથે તેમને રાષ્ટ્રપિતા કહેવાનું બંધ કરવાનું સૂચન પણ કર્યુ હતું. ભારતીય જનસંઘના વરિષ્ઠ નેતા અને હાલની ભાજપના વૈચારિક પ્રેરણાસ્ત્રોત એવા પંડિત દીનદયાલ ઉપાધ્યાયના શબ્દોમાં જ જોઈએ તો, તેમણે કહ્યુ હતુ કે જો આપણે રાષ્ટ્રીય ચેતનાનું નિર્માણ કરવા માંગીએ છીએ, તો આપણે પહેલા તેના પ્રાચીન મૂળિયાંને માન્યતા આપવી પડશે, આપણે ખુદને એ ખોટી ધારણાંથી મુક્ત કરવા પડશે કે ભારતમાં રાષ્ટ્રવાદ બ્રિટિશ શાસનની આધીનતામાં અથવા ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની સાથે શરૂ થયો.

 

ગાંધીજી પ્રત્યે પૂર્ણ સમ્માન સાથે આપણે તેમને રાષ્ટ્રપિતા કહેવાનું બંધ કરવું પડશે. જો તેમને ભારતમાતાના એક મહાન પુત્ર તરીકે સંબોધવામાં આવે, તો તે વધારે સમ્માનીય હશે.

પંડિત દીનદયાલ ઉપાધ્યાયે સ્પષ્ટપણે કહ્યુ કે "જો આપણે રાષ્ટ્રવાદના આ જૂના આધારને સમજીએ છીએ, તો એ સ્પષ્ટ થઈ જશે કે આ હિંદુત્વથી વધુ કંઈપણ નથી. વાસ્તવમાં હિંદુત્વ એકલું જ ભારતના 40 કરોડ લોકોન બાંધે છે.  તમામ ઉપખંડ ફીકા પડીને નિરર્થક થઈ જાય છે, જ્યારે તેમને અહેસાસ થાય છે કે તે હિંદુ છે. જો કોઈ ઈતિહાસ એવો છે કે જે આપણને પ્રેરણા આપે છે અને આપણા સંબંધોને મજબૂત કરી શકે છે, તો આ હિંદુ ઈતિહાસ છે. જો કોઈ સંસ્કૃતિ છે, જે આપણી તમામ સ્પષ્ટ વિવિધતાઓને એક વાસ્તવિકતા અને એકતા આપી શકે છે, જો કોઈપણ એવું જીવન છે, જે રાષ્ટ્રીય જીવન કહી શકાય છે, તો તે હિંદુ જીવન છે. જો આ દેશમાં એવા લોકો છે, જે હિંદુત્વના દાયરાની બહાર છે, તો રાષ્ટ્રવાદના હિતમાં એ તેમનું કર્તવ્ય છે કે તે હિંદુ જીવન શૈલીનું અનુકરણ કરે અને તેમાં સમેલ થાય. જો કે એ સ્પષ્ટપણે સમજી લેવું જોઈએ કે હિંદુત્વ ખુદને ન તો કોઈ વિશેષ પૂજાપદ્ધતિથી બાંધે છે અને ન ઈશ્વર પ્રાપ્તિની કોઈ વિધિથી."  મહત્ત્વપૂર્ણ છે કે દીનદયાલજીએ જે 40 કરોડ લોકોની વાત કરી છે, તે ભારતની તત્કાલિન કુલ વસ્તીની વાત છે.  (સંદર્ભ: પૃષ્ઠ ક્રમાંક- 26, दीनदयाल उपाध्याय संपूर्ण वाड्.मय खंड-9, સંપાદક- ડૉ. મહેશ ચંદ્ર શર્મા, પ્રથમ સંસ્કરણ- 2016, પ્રભાત પ્રકાશન)

 

 

પંડિત દીનદયાલ ઉપાધ્યાયે રાષ્ટ્રીય ચેતનાના સંરક્ષણ અને પ્રોત્સાહન માટે સેંકડો જૂની સંસ્થાઓ અને પરંપરાઓનો ઉપયોગ કૉંગ્રેસના ટોચના નેતૃત્વ દ્વારા ઘડવામાં આવેલી વાતોની સામે ઉપયોગ કરવાનું પણ સૂચન કર્યું હતું. તેમણે રાષ્ટ્રીય ચેતના માટે નવી પદ્ધતિઓના સ્થાને જૂની પદ્ધતિઓને શોધવાની જરૂર હોવાનું જણાવીને કહ્યુ હતુ કે જૂના ઋષિ, શંકારાચાર્ય, અવાતર, સ્મૃતિકાર, સંત અને કવિ એવું ઘણું બધું કરી હગયા છે, જેનાથા આપણે એક રાષ્ટ્રીય જીવન જીવી શકીએ. તેની સાથે જ દેશની યુવા પેઢીના અ-રાષ્ટ્રીયકરણને રોકવાની જરૂર હોવાનું જણાવીને તેમમે આશા વ્યક્ત કરી હતી કે આગામી પેઢી નિશ્ચિતપણે ભારતીય રાષ્ટ્રવાદની જીવનશક્તિનું પ્રગટીકરણ કરશે.

 

સાવરકર પણ મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા કહેવાનો વિરોધ કરી ચુક્યા છે

 

વિનાયક દામોદર સાવરકર કે જેઓ હિંદુ મહાસભાના અધ્યક્ષ રહી ચુક્યા છે, તેમણે ગાંધીજીને એક મોટા નેતા કે મહાત્મા તરીકે સ્વીકાર્યા હતા, પણ તેમને રાષ્ટ્રપિતા ગણાવવા સામે વિરોધ વ્યક્ત કરતા હતા. સાવરકરે કહ્યુ હતુ કે રાષ્ટ્ર કોઈ સંતાન નથી કે જેને કોઈ પિતા હોય. રાષ્ટ્ર એક પ્રવાહ છે. જે રાષ્ટ્ર વેદકાળથી જીવંત છે, તેનો જન્મ 19મી કે 20મી સદીમાં થયો હોવાનું માની શકાય નહીં.

 

મહત્ત્વપૂર્ણ છે કે ભારતના બંધારણમાં પણ મહાત્મા ગાંધીને સત્તાવાર રીતે રાષ્ટ્રપિતા તરીકે જાહેર કરવામાં આવ્યા નથી. ભારત સરકારના ગૃહ મંત્રાલયે એક આરટીઆઈના જવાબમાં સ્પષ્ટ કર્યું છે કે બંધારણ મુજબ કોઈને પણ રાષ્ટ્રપિતા જેવું બિરુદ સત્તાવાર રીતે આપી શકાય નહીં. કલમ-18 મુજબ, શિક્ષણ અને લશ્કરી સિવાયની ઉપાધિઓ પર પ્રતિબંધ છે.

Savarkar Reminiscence: સાવરકરની પ્રેરણાથી સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજની સ્થાપના કરી હતી!

 

આનંદ શુક્લ : મુસ્લિમ લીગના અધ્યક્ષ મુહમ્મદ અલી જિન્નાહ સાથે હિંદુ-મુસ્લિમ એકતાને લઈને ફોરવર્ડ બ્લોકના અધ્યક્ષની રુએ નેતાજી સુભાષચંદ્ર બોઝે વાતચીત કરી હતી. પણ જિન્નાહે આ મુદ્દે હિંદુ પ્રતિનિધિ તરીકે હિંદુ મહાસભાના અધ્યક્ષ વિનાયક દામોદર સાવરકર સાથે વાતચીત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. 26 ફેબ્રુઆરી, 1966ના રોજ સાવરકરે આત્માર્પણ કરીને દેહત્યાગ કર્યો હતો. ત્યારે તેમની પુણ્યતિથિ તરીકે તેમના એવા સંસ્મરણો યાદ કરવા છે કે જેમાં ભારતની આઝાદીના એક સ્વર્ણિમ પ્રકરણે આકાર લીધો હતો.

 

તેના પછી 22 જૂન, 1940ના રોજ મુંબઈમાં સાવરકર સદન ખાતે સાવરકર અને નેતાજી વચ્ચે ફોરવર્ડ બ્લોક અને હિંદુ મહાસભા વચ્ચે સહયોગની સંભાવનાઓ શોધવા માટે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિન્નાહ સાથેની પોતાની મુલાકાતની સુભાષચંદ્ર બોઝે વાત કરી હતી. પણ સાવરકરજીએ દેશની તત્કાલિન પરિસ્થિતિ પ્રમાણે સુભાષચંદ્ર બોઝ સાથે જે વાત કરી, તેનાથી ભારત સ્વતંત્રતા માટેની લડતમાં આઝાદ હિંદ ફોજ નામનું એક સુવર્ણ પૃષ્ઠ ઉમેરાયું હતું.

 

તે વખતે બીજું વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું અને સાવરકરે દેશમાં હિંદુઓના સૈનિકીકરણ અને રાજકારણના હિંદુકરણની હાકલ કરી હતી. આનો ઉદેશ્ય નેતાજી સુભાષચંદ્ર બોઝ સાથેની વાતચીતમાં સમજાવાનો હતો.

 

સાવરકરની સુભાષબાબુને સૈનિકીકરણની હાકલનો ઉદેશ્ય સમજાવ્યો

 

સાવરકર સમગ્ર- સ્વાતંત્ર્યવીર વિનાયક દામોદર સાવરકર, વોલ્યૂમ-8, સંસ્કરણ-2014, પ્રભાત પ્રકાશનના પૃષ્ઠ ક્રમાંક- 718, 719 પર સાવરકરે ખુદ વર્ણવ્યો છે. તેના પ્રમાણે, સાવરકરે સુભાષબાબુને સીધું જ કહ્યુ કે આ બધું છોડો. મને એટલું જણાવો કે હાલ મહાયુદ્ધના સંકટમાં હિંદુસ્થાનમાં રહીને હાલવેલના પુતળા કોલકત્તાના માર્ગમાંથી ઉખાડવાના આંદોલન જેવા સરખામણીએ તુચ્છ આંદોલનને કારણે બ્રિટિશરોની જેલમાં સડતા રહેવાનો કોઈ અર્થ છે ભલા?

 

સ્વભાવથી ક્રાંતિકારી સુભાષચંદ્ર બોઝે કંઈક નિરાશાના સ્વરમાં કહ્યુ જનતામાં કંઈપણ કરતા રહીને બ્રિટિશરોના વિરોધમાં આગ સળગતી રાખવી પડશે. નહીંતર શું કરવામાં આવે?

સાવરકરે વધુ સ્પષ્ટતાથી પ્રશ્ન કર્યો કે તમારી આસ્થા હું સમજી શકું છું. પરંતુ હું ફરીથી આપને પુછી રહ્યો છું કે ગવર્નર જનરલ સાથે આ સત્તાધારી હજારો બ્રિટિશ અત્યાચારી હિંદુસ્થાન પર રાજ કરે છે, હાલવેલ જેવા મૃત બ્રિટિશ પરપીડકની મૂર્તિઓને સ્થાનાંતરિત કરવામાં જેનો વ્યય થાય છે તે પણ શું નિરર્થક નથી?

 

ખુદના સ્થાને દુશ્મનને જેલમાં કેદ કરાવતી રાજનીતિને  વાસ્તવિક રાજનીતિ ગણાવીને સાવરકરે સુભાષબાબુ સાથે વાતચીત ચાલુ રાખી. તેમણે સુભાષચંદ્ર બોઝને પુછયું પણ ખરું કે તમે સશસ્ત્ર ક્રાંતિ કાર્યોમાં સક્રિય નથી તે સાચું પણ તેમની સાથે સંબંધ રાખો છો. તમે ગુપ્તતા રાખી શકો છો. સુભાષબાબુ જ્યારે કૉંગ્રેસના અધ્યક્ષ હતા, ત્યારે પણ સાવરકર સાથે તેમની એક ગુપ્ત મુલાકાત થઈ હતી. સાવરકરે તેને યાદ કરીને કહ્યુ કે એટલા જ વિશ્વાસ સાથે અને તે સૂત્રને પકડીને અનુરોધ કરવા માંગુ છું કે આજકાલ બ્રિટિશ હિંદી સેનામાં વધુમાં વધુ હિંદુઓની ભરતી કરવા માટે હિંદુ મહાસભાની ઢાલની નીચે મેં જે સૈનિકીકરણના ભારતવ્યાપી તથા હવે મોટાભાગે સફળતાના પગ ચુમી રહેલું આંદોલન છેડયું છે, તે મૂળભૂત રીતે ક્રાંતિકારી આંદોલન છે.

 

હિંદુઓના સૈનિકીકરણના આંદોલનની સામે ચાલતા પ્રચારનો ઉલ્લેખ કરીને સાવરકરે કહ્યુ કે તમે વિચાર્યું કે આ આંદોલન દ્વારા હું પણ કૉંગ્રેસના નરમ પક્ષના અન્ય નેતાઓની જેમ બ્રિટિશરોની માનવ બળથી મદદ કરી રહ્યો છું. તેમણે સુભાષબાબુને હકીકત જણાવતા પ્રથમ વિશ્વયુદ્ધમાં સશસ્ત્ર ક્રાંતિકારીઓની જર્મની સાથેની સંધિ અને બ્રિટિશ હિંદી સેનાના જર્મનીના હાથમાં લાગેલા હિંદી સૈનિકોની મદદથી ક્રાંતિસેના ઉભી કરવાની જાણકારી આપી હતી. રાસબિહારી બોઝે મોકલેલા તાજા પત્રની ચર્ચા કરીને કહ્યુ કે આ વર્ષની અંદર જાપાન યુદ્ધની ઘોષણા કરશે. જો આમ થશે તો પોતાના દેશની સ્વાધીનતા માટે જર્મની, જાપાનના અત્યાધુનિક શસ્ત્રો સાથે તથા લડાઈમાં યુદ્ધકેદી બનેલા હજારો હિંદી સૈનિકો સાથે આ આક્રમણ કરવાનો સુવર્ણ અવસર, જે આ સુધી ક્યારેય મળ્યો નથી તે હવે સાધ્ય થશે.

 

સાવરકરે નેતાજીને ભારતની બહાર જઈને લડવા માટે પ્રેરિત કર્યા

સાવરકર સમગ્ર- સ્વાતંત્ર્યવીર વિનાયક દામોદર સાવરકર, વોલ્યૂમ-8, સંસ્કરણ-2014, પ્રભાત પ્રકાશનના પૃષ્ઠ ક્રમાંક- 718, 719ના વર્ણન મુજબ, સાવરકરે નેતાજીને સ્પષ્ટ શબ્દોમાં દેશમાં ચાલતા આંદોલનથી ખુદને બળપૂર્વક દૂર રાખીને જેલમાં જવાથી બચવાની સીધી સલાહ આપી હતી. તેની પાછળનું કારણ એ હતું કે ત્યારે કૉંગ્રેસના અહિંસાવાદી આંદોલનને કારણે તેમની તુલનામાં બ્રિટિશ પ્રશાસન સૌથી પહેલા ઉગ્રપંથી કે ક્રાંતિકારી નેતાઓને જેલમાં નાખવાની ફિરાકમાં હતું. આવા સમયે રાસબિહારી બોઝ જેવા ઘણાં સશસ્ત્ર ક્રાંતિકારી નેતા અંગ્રેજોને ઝાંસો આપીને જાપાન, જર્મની જેવા દેશોમાં પહોંચી ગયા હતા. સાવરકરે સુભાષચંદ્ર બોઝને સલાહ આપી હતી કે તેઓ જર્મની, ઈટાલી જેવા દેશોના હાથમાં આવેલા હજારો હિંદી સૈનિકોના નેતા બને અને હિંદુસ્થાની સંપૂર્ણ સ્વતંત્રતાની ઘોષણા કરે. જો જાપાન યુદ્ધમાં કૂદે તો બંગાળની ખાડી કે બ્રહ્મદેશમાંથી હિંદુસ્થાનની બ્રિટિશ સત્તા પર બહારથી હુમલો કરે.

 

સાવરકરનું સ્પષ્ટપણે માનવું હતું કે કેટલાક સશસ્ત્ર તથા સાહસી પરાક્રમ વગર હિંદુસ્થાનની સ્વતંત્રતા સાકાર બની નહીં શકે. સાવરકરે સુભાષચંદ્ર બોઝને સંબોધીને વાતચીત દરમિયાન કહ્યુ કે આવું પરાક્રમ અને સાહસ કરવા માટે જે બે-ત્રણ લોકો આજે મને સમર્થ દેખાઈ રહ્યા છે, તેમાં એક તમે છો. જેમાં મારી દ્રષ્ટિ તમારી ઉપર જ છે.

 

સાવરકરે બોલવાનું બંધ કર્યું અને સુભાષબાબુ માથું નીચે રાખીને નિશબ્દતાથી કોઈક વિચારોમાં ખોવાઈને નીચે સ્થિર નજરે જોઈ રહ્યા હતા. આ જોઈને સાવરકરે સુભાષબાબુના My Strange illness શીર્ષક હેઠળ લખાયેલા લેખની ચર્ચા વિષયાંતર માટે શરૂ કરી. પરંતુ સુભાષબાબુએ ખુદ સાવરકરને કહ્યુ કે હવે હું પહેલા કોલકત્તા જઈને જોવું છે, ત્યાં શું થાય છે, પછી હું મારો આગળનો કાર્યક્રમ નિશ્ચિત કરીશ. આ તરફ આવીશ તો તમારા દર્શન જરૂરથી કરીશ. આ મામલે બાદમાં સાવરકરે વધુ સ્પષ્ટીકરણને લગતા સવાલો કરવાનું ટાળ્યું હતું.

 

કોલકત્તામાં નેતાજીની ધરપકડ અને તેમનું વિદેશ ગમન

 

સુભાષબાબુ કોલક્ત્તા પહોંચ્યા તો તેમને પુતળા કાંડમાં અંગ્રેજોએ બંદી બનાવીને જેલમાં નાખ્યા. પરંતુ સાવરકર સાથેની મુલાકાત બાદ સુભાષબાબુએ પોતાનું સંપૂર્ણ ધ્યાન જેલમાંથી કોઈપણ ભોગે છૂટીને જર્મની, જાપાન તરફ જવાના પ્રયાસો પર કેન્દ્રીત કર્યું. તેઓએ જેલમાં અન્નનો ત્યાગ પણ કર્યો અને સશર્તી છૂટકારો મેળવીને ફરીથી જેલમાં આવવાની ઘડી પહેલા જ ખૂબ સાહસ અને હિંમત સાથે કુશળતાપૂર્વક બ્રિટિશરોને ઝાંસો આપીને તેઓ હિંદુસ્થાનથી બહાર ચાલ્યા ગયા.

 

નેતાજી દ્વારા આઝાદ હિંદ ફોજની સ્થાપના

 

જર્મની પહોંચીને નેતાજીએ ભારતીય સ્વતંત્રતા સંગઠન અને આઝાદ હિંદ રેડિયોની સ્થાપના કરી . તેમની જર્મનીના ચાન્સેલર હિટલર સાતથે મુલાકાત થઈ. નેતાજી ભારતની સ્વતંત્રતા માટે દુનિયાભરની મદદ ઈચ્છતા હતા. હિટલરે એક સીમા સુધી નેતાજીની મદદ પણ કરી. હિટલર સુભાષબાબુથી ઘણો પ્રભાવિત થયો હતો. જર્મનીથી નેતાજી સબમરીન દ્વારા સિંગાપુર પહોંચ્યા. સિંગાપુરમાં 21 ઓક્ટોબર, 1943ના રોજ વેફથે નામના હોલમાં દેશભક્ત રાસબિહારી બોઝના માર્ગદર્શનમાં સુભાષચંદ્ર બોઝે આર્ઝી હુકૂમતે આઝાદ હિંદ એટલે કે સ્વાધીન ભારતની વચગાળાની સરકારની રચના કરી. આ સરકારને જાપાન, ઈટાલી, જર્મની, રશિયા, બર્મા, થાઈલેન્ડ, ફિલિપિન્સ, મલેશિયા સહીતના 9 દેશોએ માન્યતા આપી. આઝાદ હિંદ સરકારના રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને યુદ્ધમંત્રીના પદની શપથ લેતા સુભાષચંદ્ર બોઝે કહ્યુ કે હું મારા આખરી શ્વાસ સુધી સ્વતંત્રતા યજ્ઞને પ્રજ્વલિત કરતો રહીશ.

 

ઘણાં લોકોને જાણકારી નથી, પણરાસબિહારી બોજ જાપાનમાં હિંદુ મહાસભાના અધ્યક્ષ હતા. જાપાનમાં હિંદુ મહાસભાની સ્થાપના રાસબિહારી બોઝ અને સાવરકરને કારણે થઈ હતી. જાપાનની યુદ્ધની ઘોષણા અને નેતાજી દ્વારા સિંગાપુર પહોંચવા સુધી બંને નેતાઓ વચ્ચે પત્રાચાર ચાલુ હતો.

 

"તમે મને લોહી આપો, હું આઝાદી આપીશ"

 

નેતાજીએ પૂર્વ એશિયા અને જાપાન પહોંચીને આઝાદ હિંદ ફોજના વિસ્તારનું કામ શરૂ કર્યું. રંગૂનના જુબલી હોલમાં સુભાષચંદ્ર બોઝે પોતાના ભાષણમાં કહ્યુ કે સ્વતંત્રતા સંગ્રામના મારા સાથીદારો, સ્વતંત્રતા બિલદાન ચાહે છે. તમે આઝાદી માટે ઘણો ત્યાગ કર્યો છે, પરંતુ હજી પ્રાણોની આહુતિ આપવાની બાકી છે. આઝાદીને આજે પોતાના શીશ ફૂલની જેમ ચઢાવનારા પૂજારીઓની આશ્યકતા છે, જે પોતાનું માથું કાપીને સ્વાધીનતાના દેવીને ભેંટ ચઢાવી શકે. તમે મને ખૂન આપો, હું તમને આઝાદી આપીશ. લોહી પણ એક-બે ટીપા નહીં, પરંતુ એટલું કે લોહીનો એક મહાસાગર તૈયાર થઈ જાય અને તેમાં બ્રિટિશ સામ્રાજ્યને ડૂબાડી શકું.

 

સાવરકરની સૈનિકીકરણની હાકલની પ્રશંસા

 

 સુભાષબાબુએ 50-60 હજાર સૈનિકોની આઝાદ હિંદ ફોજ ઉભી કરી હતી. પૂર્વ બ્રિટિશ સેનામાં હજારો હિંદુ સૈનિકોની ભરતી કરવાના સાવરકરના સૈનિકીકરણના આંદોલનને કારણે આ શક્ય બન્યું હતું. સાવરકર સમગ્ર- સ્વાતંત્ર્યવીર વિનાયક દામોદર સાવરકર, વોલ્યૂમ-8, સંસ્કરણ-2014, પ્રભાત પ્રકાશનના પૃષ્ઠ ક્રમાંક-721ના વર્ણન મુજબ, સિંગાપુરમાં આઝાદ હિંદ આકાશવાણી પર 25 જૂન, 1944ના દિવસે પોતાના ભાષણમાં સુભાષબાબુએ આનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેમણે કહ્યુ હતુ કે કોંગ્રેસના મોટાભાગના અદૂરદર્શી નેતા બ્રિટિશ હિંદી સેનાને માત્ર ભાડાના ટટ્ટૂ અને પેટ ભરનારા ગણાવીને આવતા-જતાં નિંદા કરતા હતા, તેમ છતાં ઉત્સાહજનક વાત એ કે વીર સાવરકર નિર્ભયતાપૂર્વક હિંદી યુવકોને સશસ્ત્ર સેનામાં પ્રવેશ કરવા માટે સતત પ્રોત્સાહિત કરી રહ્યા છે. બ્રિટિશ હિંદી સેનામાં પ્રવેશેલા આ હિંદી યુવકોથી આજે અમારી હિંદી રાષ્ટ્રીય સેનાને, I.N.A. ને, સમરકાળમાં પારંગત અને પ્રશિક્ષિત માણસો તથા સૈનિકોની ભરતી થઈ રહી છે.

 

6 જુલાઈ, 1944ના રોજ આઝાદ હિંદ રેડિયો પર પોતાા ભાષણમાં ગાંધીજીને સૌથી પહેલીવાર રાષ્ટ્રપિતા તરીકે સંબોધિત કરીને આઝાદ હિંદ ફોજની સ્થાપનાના ઉદેશ્યની વાત કરતા યુદ્ધમાં તેમના આશિર્વાદ પણ માંગ્યા હતા. ભારતની આઝાદીની લડાઈમાં આઝાદ હિંદ ફોજના બલિદાનોની પણ એક મોટી ભૂમિકા છે. જેના કારણે અંગ્રેજ સેનામાં સ્વતંત્રતા આંદોલનને લઈને હિંદી સૈનિકોમાં મોટી હલચલ જોવા મળી હતી. આઝાદ હિંદ ફોજની સ્વતંત્રતા આંદોલનમાં ભૂમિકા પર પણ ઘણાં મોટા સંશોધનની હવે દેશને જરૂર છે. જેથી દેશને ખબર પડે કે આપણી 'આઝાદી બિના ખડગ બિના ઢાલ' નહીં, પણ હજારો બલિદાનોના કારણે મળી છે.

Savarkar Sansmaran: જ્યારે સુભાષચંદ્ર બોઝને જિન્નાએ કહ્યુ, સાવરકર હિંદુઓના પ્રતિનિધિ

 

આનંદ શુક્લ: સ્વતંત્રતા જ્યોતને પ્રજ્વલિત કરવા માટે ઘણાંની જીવનજ્યોતિ તેમાં વિલીન થઈ છે. આ સ્વતંત્રતા જ્યોતને અખંડ રાખવામાં આંદોલન દરમિયાન જે સ્વતંત્રતાસેનાનીઓની ભૂમિકા હતી, તેમાં વિનાયક દામોદર સાવરકર ઉપાખ્ય વીર સાવરકરની ભૂમિકા અનન્ય હતી. 26 ફેબ્રુઆરી, 1966ના રોજ તેમનું 82 વર્ષની વયે નિધન થયું હતું. આજે તેમની પુણ્યતિથિ નિમિત્તે તેમના કેટલાક સંસ્મરણો યાદ કરવા જેવા છે.

 

સાવરકર- એક ક્રાંતિકારી, વિચારક, લેખક, સ્વતંત્રતાસેનાની

 

આજના રાજકારણમાં વીર સાવરકરને લઈને અનેક વિવાદો ચાલી રહ્યા છે કે ચલાવવામાં આવી રહ્યા છે. પરંતુ હકીકત એ છે કે તેમણે પોતાના વિચારો અને કતૃત્વથી અનેક સ્વતંત્રતાસેનાનીઓ અને ક્રાંતિકારીને પ્રેરણા આપી. તેમને બે કાળાપાણી-જન્મટીપની સજા અંગ્રેજી હુકૂમતે ફટકારી હતી. તેમ છતાં તેમણે અનેક કષ્ટો સહન કરીને ભારતમાતાને ગુલામીની બેડીઓમાંથી મુક્ત કરાવવાની ચળવળ ચાલુ રાખી.

 

અંગ્રેજોની કેદ-નજરકેદમાંથી મુક્ત થયા બાદ સાવરકર હિંદુ મહાસભાના અધ્યક્ષ બન્યા હતા અને મુંબઈમાં દાદર ખાતે સાવરકર સદનમાં રહેતા હતા. સાવરકરને ભારતીય રાજનીતિના મુખ્ય પ્રવાહમાંથી તિરસ્કૃત ગણવામાં આવતા હતા. પણ માન્યતા હકીકતથી વેગળી છે.

 

સાવરકરને મહાત્મા ગાંધીથી માંડીને નેતાજી સુભાષચંદ્ર બોઝ સુધીના નેતાઓ ઘણીવાર મળતા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંસ્થાપક ડૉ. કેશવરાવ બલિરામ હેડગેવારથી માંડીને શહીદ-એ-આઝમ ભગત સિંહ સુધીના નેતાએ પોતાના જીવનકાળમાં કોઈને કોઈ સમયગાળામાં સાવરકરના વિચારો કે તેમના પુસ્તકોમાંથી પ્રેરણા મેળવી છે. 1923માં સાવરકરનું હિંદુત્વ અને 1857નો પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ આ બંને પુસ્તકો આ શ્રેણીમાં આવે છે.

 

સુભાષચંદ્ર બોઝ જ્યારે સાવરકરને મળ્યા...

 

આજે સાવરકર સંસ્મરણમાં તેમની સાથેની નેતાજી સુભાષચંદ્ર બોઝની મુલાકાતની વાત કરવી છે. 22 જૂન, 1940ના દિવસે નેતાજી સુભાષચંદ્રબોઝ અચાનક મુંબઈ ખાતેના દાદરમાં સાવરકર સદન પહોંચ્યા હતા. આ મુલાકાતની જાણકારી સાવરકરના નિકટવર્તી સાથીદારોને જ ખબર હતી. આ એવો સમયગાળો હતો કે જ્યારે મુસ્લિમ લીગ દ્વારા પાકિસ્તાનને લઈને દેશના મુસ્લિમોમાં ઉશ્કેરણીઓ થઈ રહી હતી. મુસ્લિમ લીગે 1940માં જ પાકિસ્તાન પ્રસ્તાવ પારીત કર્યો હતો.

 

આ ઘટનાક્રમમાં મુસ્લિમ લીગના તત્કાલિન અધ્યક્ષ મોહમ્મદ અલી ઝીણાને સમજાવવા માટે મહાત્મા ગાંધીથી માંડીને ઘણાં નેતાઓ કોશિશ કરી રહ્યા હતા. આવી જ કોશિશ નેતાજી સુભાષચંદ્ર બોઝે પણ કરી હતી. તેઓ મુંબઈમાં હિંદુ-મુસ્લિમની એકતાના પ્રશ્નને હંમેશા માટે સુલજાવવા માટે આવ્યા હતા. સાવરકર સમગ્રના વોલ્યૂમ - 8ના પૃષ્ઠ ક્રમાંક 717 પર સુભાષચંદ્ર બોસ સાથેની અચાનક મુલાકાતની ઘટના વર્ણવવામાં આવી છે. તેમાં સાવરકરે ઉલ્લેખ કર્યો છે કે વૃત્તપત્રમાં તે સમયે વપરાયેલી ભાષા, જે મેં વાંચી, તેમાં કહ્યુ તો બૈ. જિન્નાને સમજવવા માટે તેઓ ગાંધીજીના પણ ચાર પગથી આગળ જવાના હતા. (He was going to outbid Gandhiji.)

 

સુભાચંદ્ર બોઝની જિન્ના સાથેની વાતચીત

 

સાવરકર સમગ્ર- સ્વાતંત્ર્યવીર વિનાયક દામોદર સાવરકર, વોલ્યૂમ-8, સંસ્કરણ-2014, પ્રભાત પ્રકાશનના પૃષ્ઠ ક્રમાંક- 717 પર આ વાતચીતનું વર્ણન સાવરકરે જ કર્યું છે. જે કંઈક આવું હતું. સાવરકરે આ વાતચીતનો ઉલ્લેખ કરતા લખ્યું છે કે આ વૃત્તપત્રની ભાષાને છોડીએ તો નેતાજી સુભાષચંદ્ર બોઝે સાવરકર સાથેની મુલાકાતમાં હસતાં-હસતાં વાતચીતની શરૂઆત કરી.

 

સુભાષચંદ્ર બોઝ: અજી, હમણાં-હમણાં હું જિન્નાને મળીને આવ્યો છું. કેવી રીતે કહું ભાઈ, મજાની વાત. તેમણે મને પુછયું, મિ. સુભાષ બાબુ પરંતુ તમે કોના તરફથી આ સમજૂતીની વાતચીત કરવા માટે આવ્યા છો?

 

તેના જવાબમાં સુભાષબાબુએ કહ્યુ, કૉંગ્રેસ તરફથી.

 

જિન્નાએ તુરંત જવાબ આપ્યો, પરંતુ તમને તો કૉંગ્રેસે બહિષ્કૃત કર્યા છે.

 

સુભાષચંદ્ર બોઝ પરંતુ ફોરવર્ડ બ્લોકનો તો હું અધિકૃત નેતા છું ને? તેમના તરફથી હું બોલી શકું છું.

 

જિન્ના પરંતુ જો તમે મારી સાથે મુસ્લિમોના નેતા તરીકે હિંદુ-મુસ્લિમોની સમજૂતી માટે મળવા ચાહો છો, તો જ વાત કરવામાં તર્ક છે, કે જેને હિંદુઓનું પ્રતિનિધિત્વ કરવાનો અધિકાર છે. શું તમારું ફોરવર્ડ બ્લોક પોતાને હિંદુ સંસ્થા ગણાવે છે?

 

સુભાષચંદ્ર બોઝે તાત્કાલિક ઉત્તર વાળ્યો, ના. તો પછી એક હિંદુ તરીકે હું હિંદુ-મુસ્લિમ સમજૂતીના વિષયમાં બોલવા ચાહું છું.

 

જિન્નાએ કહ્યુ તો પછી તમે પહેલા સાવરકરને જઈને મળો. તેઓ હિંદુઓનું પ્રતિનિધિત્વ કરી શકે છે. ભાઈ, વ્યક્તિ-વ્યક્તિ સાથે ચર્ચા કરીને શું ફાયદો? સાવરકર આવશે તો આપણે કંઈક ચર્ચા કરીશું.

 

સાવરકર સદન પહોંચેલા નેતાજી સુભાષચંદ્ર બોઝે વીર સાવરકરને કહ્યુ કે જિન્નાના આ શબ્દો સાંભળીને હું તેમના ઘરેથી નીકળીને સીધો તમારી પાસે આવી ગયો.

 

આ સાંભળીને સુભાષચંદ્ર બોઝ હસવા લાગ્યા અને પછી તેમણે વીર સાવરકરને કહ્યુ કે આમ પણ આ વખતે મારે તમારી પાસે આવવાનું જ હતું.