સોમવાર, 15 જૂન, 2026

કચ્છને ‘પરોક્ષ પાકિસ્તાન’ બનવા દેવાય નહીં

   - આનંદ શુક્લ

ગુજરાતનો કચ્છ જિલ્લો રાજ્યનો સૌથી મોટો જિલ્લો તો છે જ. તેની સાથે ભારતના સૌથી મોટા જિલ્લામાં પણ તેનો સમાવેશ થાય છે. કચ્છ જિલ્લાનો વિસ્તાર 45,674 વર્ગ કિલોમીટર થાય છે. આ કચ્છ જિલ્લાની 508 કિલોમીટર લાંબી સરહદ પાકિસ્તાન સાથે જોડાયેલી છે. કચ્છ જિલ્લામાં 10 તાલુકા અને 939 ગામડાં છે. ગુજરાત-ભારતના સંવેદનશીલ બોર્ડર ડિસ્ટ્રિક્ટમાં સામેલ કચ્છમાં સીરક્રીક વિસ્તારના 98 કિલોમીટરના સરહદી વિવાદે ભૂતકાળમાં ખાસો તણાવ પેદા કરવાનું કામ કર્યું છે. પાકિસ્તાને કચ્છ જિલ્લાના કુખ્યાત હરામી નાળા કે જ્યાંથી તસ્કરી અને ઘૂસણખોરી ભૂતકાળમાં થઈ છે, તેની સામેના મોટા વિસ્તારને ચીની કંપનીઓને લીઝ પર આપી દીધો છે. આ સિવાય પણ કચ્છ જિલ્લાની સરહદને પેલેપાર ચીન-ચીની કંપનીઓ સારા એવા પ્રમાણમાં સક્રિય છે.

કચ્છ પર પાકિસ્તાનનો કાગડોળો-

કચ્છ જિલ્લાની ઐતિહાસિકતા બેમિસાલ છે. સિંધુ ઘાટીની સભ્યતાના સૌથી મોટા કેન્દ્રોમાં સામેલ ધોળાવીરા કચ્છમાં છે. કચ્છ ભારત માટે વ્યૂહાત્મક રીતે અતિમહત્વનું ક્ષેત્ર છે. કચ્છ પર પાકિસ્તાનનો ડોળો શરૂઆતથી મંડાયેલો હતો. 1950ની શરૂઆતમાં પાકિસ્તાની સૈન્ય અને સિંધ રેન્જર્સે છાડબેટ વિસ્તારમાં ઘૂસણખોરી કરીને પેટ્રોલિંગ શરૂ કર્યું હતું અને ભારતીય પશુપાલકોને ત્યાં આવતા રોક્યા હતા. ફેબ્રુઆરી -1956માં ભારતીય સેનાએ જવાબી કાર્યવાહી કરીને પાકિસ્તાની સેનાને ત્યાંથી ભગાડી મૂકી હતી અને છાડબેટ પર પોતોની મજબૂત પોસ્ટ સ્થાપિત કરી હતી. 1965ના યુદ્ધની શરૂઆત પણ કચ્છ સરહદે કંજરકોટ, સરદાર પોસ્ટ અને છાડબેટ નજીકના વિસ્તારોમાં પાકિસ્તાની સેનાના ઓપરેશન ડેઝર્ટ હૉક સાથે થઈ હતી.

1965ના યુદ્ધની સ્થિતિ વચ્ચે સીમાનું નિરીક્ષણ કરવા ગયેલા ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી બળવંતરાય મહેતાના પ્લેનને નિશાન બનાવીને પાકિસ્તાન દ્વારા હુમલો કરાયો હતો અને તેમાં ગુજરાતના તત્કાલિન સીએમનું મૃત્યુ થયું હતું. 1968માં ઈન્ટરનેશનલ ટ્રિબ્યૂનલે છાડબેટ સહીતના કેટલાક આશરે 350 ચોરસ માઈલના વિસ્તારની પાકિસ્તાનને સોંપણી કરવાનો આદેશ આપ્યો હતો. આ ચુકાદામાં કચ્છ રણનો આશરે 90 ટકા હિસ્સો ભારતનો હોવાનું સ્વીકારાયું હતું. કચ્છના સીરક્રીક વિસ્તારમાં પાકિસ્તાન દ્વારા સતત વિવાદને જીવતો રાખવાની કોશિશ થઈ રહી છે. 98 કિલોમીટરનો સીમા વિવાદ હજીપણ પાકિસ્તાન જીવતો રાખી રહ્યું છે. પાકિસ્તાની તાનાશાહ જનરલ પરવેઝ મુશર્રફ આગ્રા સમિટ માટે ભારત આવ્યા હતા, ત્યારે સીરક્રીકનો મુદ્દો ઉઠાવીને તેને વિવાદીત ક્ષેત્ર ગણાવ્યું હતું.



કચ્છી નવવર્ષ અષાઢી બીજે રિલિજિયસ ડેમોગ્રાફી પર મંથન જરૂરી-

કચ્છનો ઈતિહાસ અને કચ્છીઓની ખુમારીએ હંમેશા આ ક્ષેત્રના ગૌરવને અણનમ રાખ્યું છે. પણ કચ્છના મોટા વિસ્તારોમાં ધાર્મિક વસ્તી અસંતુલનને લઈને ચર્ચાઓ થઈ રહી છે. કચ્છી નવવર્ષ અષાઢી બીજની ઉજવણી વખતે તેના પર કચ્છને પ્રેમ કરનારા તમામ લોકોએ વિચાર કરવો પડે તેમ છે. 1881ના સેન્સસ મુજબ કચ્છમાં 64 ટકા હિંદુ, 15 ટકા જૈન અને 21 ટકા મુસ્લિમ હતા. 1901માં હિંદુ 61.5 ટકા, જૈન 14.3 ટકા અને મુસ્લિમ 22.5 ટકા હતા. 1951ના સેન્સસ મુજબ હિંદુઓ 70.5 ટકા, જૈન 10 ટકા અને મુસ્લિમ 19 ટકા હતા. 1951નો સેન્સસ ભાગલા પછીનો પહેલો સેન્સસ હતો અને મુસ્લિમ વસ્તીમાં 3 ટકાનો ઘટાડો આ પરિબળને આભારી છે જો કે 2011ના સેન્સસમાં કચ્છ જિલ્લામાં 76.89 ટકા હિંદુ, જૈનો 10 ટકામાંથી માત્ર 1.21 ટકા અને મુસ્લિમો વધીને 21.14 ટકા થયા છે.

કચ્છમાં 19મી સદીમાં વ્યાપાર, શિપિંગ અને પ્રાદેશિક પ્રશાસનમાં જૈનોનો મોટો દબદબો હતો. 19મી સદીમાં ભારતમાં સૌથી વધુ 14થી 15 ટકા જૈનો કચ્છમાં વસવાટ કરતા હતા. પરંતુ 1889-1900ના દુકાળ અને 1901ના સેન્સસમાં હિંદુ-જૈનોની વસ્તીમાં અનુક્રમે 3.5 ટકા અને 0.7 ટકાનો ઘટાડો થયો હતો. જ્યારે મુસ્લિમોની વસ્તી 1901ના સેન્સસમાં 1.5 ટકા વધી હતી. 1947ની 14મી ઓગસ્ટે ભારતના ભાગલા થયા અને સિંધ પાકિસ્તાનમાં ગયું અને તેના પછી સિંધમાંથી હિંદુ-જૈનો કચ્છ જિલ્લામાં સ્થળાંતરિત થયા હતા. જેને કારણે 1951ના સેન્સસમાં કચ્છમાં હિંદુઓની વસ્તી 9 ટકા, જૈનોની વસ્તી 6.7 ટકા વધી હતી. જ્યારે મુસ્લિમોની વસ્તી 1951ના સેન્સસમાં 3.5 ટકા ઘટી હતી. 1965 અને 1971ના યુદ્ધ પહેલા અને પછી પાકિસ્તાનમાં સરહદી વિસ્તારોમાં રહેતા હિંદુઓએ સ્થળાંતરો કર્યા હતા અને મોટાભાગે સ્થળાંતરિત થઈને આવેલા સોઢા રાજપૂતોને કચ્છના સરહદી વિસ્તારો નજીક વસાવવામાં આવ્યા હતા.

2001ના ભૂકંપની પણ અસર-

26 જાન્યુઆરી, 2001ના ભૂકંપમાં કચ્છમાં સૌથી વધુ અસર પહોંચી હતી અને તેમાં અહીં 17 હજારથી વધુ લોકોના જીવ ગયા હતા. પણ આ ભૂકંપને કારણે કચ્છમાં લાંબાગાળાનું આંતરિક સ્થળાંતર થયું હતું. જેને કારણે ઘણાં તાલુકાઓમાં ધાર્મિક સંતુલનમાં લાંબાગાળાના સ્થિર પરિવર્તનો થયા હતા. ભૂકંપ વખતે સરહદી વિસ્તારો નજીકના ઘણાં ગામડાંઓ એવા હતા કે જ્યાંથી હિંદુ અનુસૂચિત જાતિના લોકોને સ્થાનિક મુસ્લિમ વસાહતોની કનડગતને કારણે પોતાના ગામડાં પણ છોડવા પડયા હતા અને ત્યારે આવા પ્રકારના મીડિયા અહેવાલોએ પણ મોટી ચર્ચા જગાવી હતી.

2011ના સેન્સસના આંકડા પરથી 2001થી 2011 વચ્ચે કચ્છમાં 32.16 ટકાનો વસ્તી વૃદ્ધિ દર નોંધાયો હતો. તેની પાછળનું મોટું કારણ ભૂકંપ બાદ ટેક્સ હોલીડે અને સ્પેશયલ ઈકોનોમિક ઝોન્સ અને અન્ય ઔદ્યોગિક નીતિઓને કારણે શ્રમિકો, ઈજનેરો અને કોર્પોરેટ વર્કર્સ કચ્છમાં મોટાપ્રમાણમાં આવ્યા હતા. આ સમયગાળમાં ગુજરાતનો વસ્તી વૃદ્ધિનો દર 19 ટકા નોંધાયો હતો. કચ્છમાં શહેરી વિસ્તારોમાં થયેલા સ્થળાંતરોને કારણે આ વિસ્તારોમાં હિંદુઓની વસ્તીમાં વધારો થયો હતો. મતલબ કે કચ્છના 900થી વધુ ગામડાંઓમાં મુસ્લિમોની સરખામણીએ હિંદુઓની વસ્તી ઘટી છે.

કચ્છના સીમાવર્તી ક્ષેત્રમાં ધાર્મિક વસ્તી અસંતુલન-

સૌથી વધુ ચિંતાજનક બાબત છે કચ્છના સરહદી વિસ્તારોમાં ધાર્મિક વસ્તી અસંતુલનની સ્થિતિ. પાકિસ્તાન સરહદ નજીકના કચ્છી ગામડાઓમાં મુસ્લિમોની વસ્તી વધી રહી છે અને હિંદુઓએ અહીંથી સ્થળાંતર કરવું પડયું છે.

6 જાન્યુઆરી, 2025ના રોજ પ્રસિદ્ધ કરાયેલી મતદારયાદીમાં જણાવેલા ડેટાનો સંદર્ભ લઈને ગુજરાતી અખબાર દિવ્ય ભાસ્કરે કચ્છના 23 ગામોનો રિયાલિટી ચેક કર્યો હતો. આ અહેવાલ મુજબ, 23માંથી 6 ગામડાંમાં એકપણ હિંદુ પરિવાર વસવાટ કરતો નથી. આમમાં નાના ભીટારા, ભદ્રાવાંઢ, મોટા ગુગરીયાણા, નાના ગુગરીયાણા, મેડી અને ભંગોડીવાંઢનો સમાવેશ થાય છે. કચ્છના ખાવડા ક્ષેત્રમાં મોટા દિનાર ગામ છે અને ત્યાં 500 વર્ષ જૂનું એક મંદિર પણ છે. અહીં પહેલા હિંદુઓના 30 પરિવારો હતા. પણ આજે આ ગામમાં માત્ર એક જ હિંદુ પરિવાર વસવાટ કરી રહ્યો છે.

કચ્છના સુઠારી ગામમાં થોડા વર્ષો પહેલા કેટલાક વર્ષો પહેલા 2500ની વસ્તી હતી. જે હવે ઘટીને 1000ની થઈ છે. આ ગામમાં હિંદુઓ પોતાનું પૈતૃક ગામ છોડી અન્યત્ર સ્થળાંતરીત થયા છે અને કેટલાક મુસ્લિમો બહારથી ત્યાં આવીને વસવાટ કરવા લાગ્યા છે. કચ્છના મોટા દિનારા જૂથના 6 ગામ છે અને તેમાં 5000ની વસ્તીમાં હિંદુઓના માત્ર 20-25 ઘર છે. શેહ ગામમાં 160 વોટર્સમાંથી ખાલી 8 મતદારો જ હિંદુ છે. લખપત ગામમાં 1500થી 2000ની વસ્તીમાં હિંદુઓના ઘર માત્ર 15-20 છે. સુથરી ગામમાં 3500ની વસ્તીમાં જૈનો માત્ર 15 અને હિંદુઓના માત્ર 60 ઘર છે. અહીં અગાઉ 150 ઘર હતા.

ચૂંટણી પંચના ડેટા મુજબ, ધોરડોમાં 710માંથી 10, લુણામાં 344માંથી 10, છેર નાનીમાં 538માંથી 89, મુંધવાયમાં 507માંથી 8, કનોજમાં 238માંથી 60, મફતનગરમાં 107માંથી 49, ગોલાયમાં 574માંથી 17, કડુલીમાં 334માંથી 82 અને સુથરીમાં 1605માંથી 497 મતદારો જ હિંદુ છે. લખપત અને કાનેરાના લોકો કામ માટે સુરત અને મુંબઈ જવા લાગ્યા છે. જ્યારે બહારથી આવીને મુસ્લિમો આ વિસ્તારોમાં વસવાટ કરવા લાગ્યા છે.

આ વિસ્તારોમાં હિંદુ વસ્તી ઘટવી અને મુસ્લિમ વસ્તી વધવી એક મોટું પરિવર્તન છે. તેને લઈને ડ્રગ્સની હેરાફેરી અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને લઈને આરોપો પણ થઈ રહ્યા છે. મુસ્લિમો દ્વારા ગામડાંની સરકારી જમીન સહીતની બધી જમીન કબજે કરાયાના પણ આરોપ લાગ્યા છે. વળી કચ્છમાં મુસ્લિમ વસ્તી જેમજેમ વધી રહી છે અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારો અને સરહદી વિસ્તારોમાં કટ્ટરવાદના વાહકો અને આને લગતી સંસ્થાઓના લોકો પણ પહોંચી રહ્યા છે. જેને કારણે કચ્છ જિલ્લામાં ઘણાં વિસ્તારો પરોક્ષપણે પાકિસ્તાન કે પાકિસ્તાન જેવા બનતા દેખાય રહ્યા છે.



કચ્છના તાલુકાઓમાં ધાર્મિક વસ્તી અસંતુલનના આંકડા-

2011ના સેન્સસના આંકડા મુજબ, ઓછી વસ્તી ગીચતા ધરાવતા લખપત તાલુકામાં મુસ્લિમોની વસ્તીનું પ્રમાણ આખા કચ્છ જિલ્લામાં સૌથી વધુ છે. લખપત તાલુકામાં મુસ્લિમોની વસ્તી 41.20 ટકા છે. અબડાસા તાલુકો તેના જૈન વારસા માટે જાણીતો છે અને અહીં ગ્રામ્ય વિસ્તારોમાં મુસ્લિમોની ઘણી મોટી સંખ્યા છે. આખા અબડાસા તાલુકામાં મુસ્લિમોની વસ્તી 38.01 ટકા છે. કચ્છ જિલ્લાનું વડું મથક ભૂજ છે. ભૂજ શહેરાં હિંદુઓ 68.62 ટકા છે અને મુસ્લિમો 25.6 ટકા છે. પરંતુ ભૂજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મુસ્લિમોની વસ્તી 40 ટકા જેટલી છે. ઐતિહાસિક રીતે જૈન-મુસ્લિમ વેપારીઓનું વર્ચસ્વ ધરાવતા દરિયાઈ વ્યાપારના એક સમયના કેન્દ્ર એવા માંડવીમાં હિંદુઓ 59.82 ટકા અને મુસ્લિમો 39.18 ટકા છે. મુંદ્રા શહેરમાં મુસ્લિમોની વસ્તી 35.16 ટકા છે. અંજાર તાલુકામાં 20.76 ટકા, ભચાઉ તાલુકામાં 14.79 ટકા, રાપર તાલુકામાં 10.72 ટકા, નખત્રાણા તાલુકામાં 15-18 ટકા અને ગાંધીધામ તાલુકામાં મુસ્લિમો 5.48 ટકા છે.

ભૂજ તાલુકાના ઉત્તરીય ક્ષેત્રમાં આવેલા બન્ની ક્ષેત્રમાં 48 જેટલા વાંઢ (માલધારી વસાહતો)માં કોઈપણ હિંદુઓ નથી એટલે કે આ આખા વિસ્તારમાં 100 ટકા મુસ્લિમ વસ્તી છે. 2500 વર્ગ કિલોમીટરના ક્ષેત્રમાં 19 પંચાયતો અને 48 ગામડાં છે. જેમાં વરનોરા, ધોરડો, ગોરેવાલી, હોડકા જેવા ગામડાં 90થી 100 ટકા મુસ્લિમ વસ્તી ધરાવતા ગામડાં છે. કચ્છના કંડલામાં ભારતનું અગ્રિમ પોર્ટ આવેલું છે. આ કંડલામાં મુસ્લિમોની વસ્તી 54.32 ટકા અને હિંદુઓની વસ્તી 44.95 ટકા છે. દેશનું સૌથી મોટું પ્રાઈવેટ પોર્ટ ધરાવતા મુંદ્રામાં મુસ્લિમોની 35.16 ટકા અને માંડવીમાં મુસ્લિમોની વસ્તી 36.69 ટકા છે.

રાયઘણપર પર હુમલાની ઘટના લાલબત્તી-

કચ્છમાં ધાર્મિક વસ્તી અસંતુલનની અસર પણ વ્યાપકપણે જનમાનસ પર જોવા મળી રહી છે. 30 મે, 2026ની રાત્રે લગભગ 10.30 વાગ્યે દર્શન બારડિયા નામનો એક હિંદુ યુવક પોતાના મિત્રો સાથે રાયઘણપર ગામના પાદરે બેઠો હતો. ત્યારે સલીમ, અબુ સુફિયાન, સાહિલ, અબ્બાસ અને સમીર વગેરે આવ્યા અને અમારી સામે કેમ જુઓ છો, કહીને ઝઘડો શરૂ કર્યો અને બીજીવાર જોશો તો મારવા પડશે, તેવું કહી ધાકધમકી-ગાળાગાળી કરીને ઉગ્ર ઝઘડો કર્યો. બોલાચાલી દરમિયાન રઝાક સિદ્દીક નામનો શખ્સ એક પિકઅપ વાન લઈને આવ્યો અને હિંદુ યુવકો સાથે માથાકૂટ કરીને મુસ્લિમ શખ્સોને સાથે લઈને ચાલ્યો ગયો. આ મામલો અહીં અટક્યો ન હતો. રઝાક સિદ્દીકી ફરી એકવાર આવ્યો અને તે વખતે વરનોરાનો ફિરોઝ રજાક મેમણ, શોયેબ સિદ્દીક મોખા, અમન કરીમ મેમણ, અકરમ જુસબ મેમણ અને મજીદ ઈબ્રાહીમ કેવર રાયઘણપરમાં ઝઘડાને કારણે એકઠા થયેલા લોકો પર બોલેરો ભયજનક રીતે પુરઝડપે હંકારીને તેમના પર ગાડી ચઢાવી દેવાની કોશિશ કરી હતી. આરોપીઓએ ફોન કરીને વધુ મુસ્લિમોને બોલાવ્યા હતા. આ ફોન બાદ વરનોરાથી મોટી સંખ્યામાં બાઈક્સ અને વાહનોમાં મુસ્લિમો પહોંચ્યા હતા.

મુસ્લિમ ટોળું પહોંચ્યું તેના પછી ગામની વીજળી બંધ કરવામાં આવી હતી અને રાયઘણપરમાં પથ્થરમારો શરૂ કરાયો હતો. હિંદુઓના રહેણાંક વિસ્તારને નિશાન બનાવવામા આવ્યો હતો. આ હિંસક ઘટનાની જાણકારી પછી પોલીસ ટુકડીઓ પણ અહીં પહોંચી હતી, તો મુસ્લિમોના ટોળાએ પોલીસ વાહનોને પણ નિશાન બનાવ્યા હતા. આ પૂર્વનિયોજિત કાવતરું હોવાનું હિંદુ આગેવાનોએ જણાવ્યું. આ ઘટનામાં ગામની લાઈટો અને સીસીટીવી બંધ કરીને 10-15 માણસો નહીં હિંદુઓના આખા ગામ પર મુસ્લિમ ટોળાએ જેહાદી માનસિકતા સાથે હુમલો કર્યો હતો. આ ઘટના વિસ્તારથી એટલા માટે લખવામાં આવી છે, કારણ કે ધાર્મિક વસ્તી અસંતુલન ખોરવાતા કેવી સ્થિતિનો સામનો કરવાનો વારો આવે છે, તેની જાણકારી લોકો સુધી પહોંચાડી શકાય.

થોડીક વાત રાજકારણની પણ કરી લઈએ-

હવે રાજકારણની પણ વાત કરી લઈએ. કચ્છ જિલ્લામાં વિધાનસભાની કુલ 6 બેઠકો છે. આ વિધાનસભા બેઠકોમાંથી અબડાસા, માંડવી અને ભૂજની બેઠકો પર મુસ્લિમ મતદાતાઓની સંખ્યા સૌથી વધુ છે. (પણ આ બેઠકો પર મુસ્લિમ મતદાતાઓ બહુમતીમાં એટલે કે 50 ટકાથી વધુ નથી, તેની ખાસ નોંધ લેવી.) અબડાસા બેઠક પર 27.62 ટકા, માંડવીમાં 22.49 ટકા, ભુજમાં 31.01 ટકા, અંજારમાં 16.94 ટકા, ગાંધીધામમાં 9.15 ટકા, રાપરમાં 8 ટકા જેટલા મુસ્લિમ મતદાતાઓ છે. તાજેતરની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કચ્છની ભૂજ નગરપાલિકાના વોર્ડ નંબર -1ની ચાર બેઠકોમાંથી ત્રણ બેઠકો પર અસદુદ્દીન ઓવૈસીની ઓઈ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM) ને ત્રણ બેઠકો મળી છે અને એક બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે. કચ્છ જિલ્લામાં આ હિસાબથી હિંદુઓની રાજકીય એકતાને કારણે મુસ્લિમ મતોના વર્ચસ્વની અસર એટલી નોંધપાત્ર નથી. પરંતુ હિંદુઓની પોલિટિકલ યુનિટી તોડવાના સોગઠાં પણ અહીં રાજકીય રાહે ગોઠવવાની કોશિશો થઈ રહી છે. મુસ્લિમો વોટબેંક સાથે સાંઠગાંઠ કરીને રાજકારણ ખેલનારા હિંદુઓની પોલિટિકલ યુનિટીને તોડીને જાતિગત સમીકરણો સાથે મુસ્લિમ વોટબેંકથી ખુરશી સુધી પહોંચવાની કોશિશોમાં લાગેલા છે. જો હિંદુઓની પોલિટિકલ યુનિટીને કચ્છ ક્ષેત્રમાં તોડવામાં મુસ્લિમ વોટબેંકનો ખેલ ખેલનારાઓને સફળતા મળશે, તો તેની વ્યાપક, વિપરીત અસર આ સંવેદનશીલ સરહદી જિલ્લામાં પડશે અને તેથી જ કચ્છના હિંદુઓએ હિંદુઓની પોલિટિકલ યુનિટીને વધુ મજબૂત કરીને ગ્રામ્ય વિસ્તારોમાં મુસ્લિમોના વધી રહેલા વર્ચસ્વને રોકવા માટે ચિંતન, મનન અને મંથન કરવું પડશે, કારણ કે સિંધુ સભ્યતાથી ભારતીય સંસ્કૃતિ, પરંપરા, સંસ્કાર અને સભ્યતાના વાહક એવા કચ્છને પરોક્ષપણે પાકિસ્તાન બનવા દેવાય નહીં!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો