આનંદ શુક્લ: એક તરફ દેશ આખો અંગ્રેજો (Britishers) ના શાસનમાંથી મુક્ત થવા માટે સ્વતંત્રતા આંદોલનમાં ક્રાંતિકારી અને અહિંસક (Non-Violence) માર્ગે સંગ્રામ ખેલી રહ્યો હતો. ત્યારે 1926માં એક વિવાદ પેદા થયો કે 1761માં પાણીપત (Panipat) માં લડાયેલા ત્રીજા યુદ્ધ (Third Battle of Panispat) માં કોનો વિજય થયો હતો? ઈતિહાસમાં અફઘાનિસ્તાનના બાદશાહ અહમદશાહ અબ્દાલી (Ahmad Shah Abdali) ની સેનાઓ દ્વારા મરાઠા સામ્રાજ્ય (Maratha Empire) ના પેશ્વા (Peshwa) ની સેનાને હરાવવામાં આવ્યાનું નોંધાયું છે.
આને લઈને મુસ્લિમોનો દર્ક હતો કે તે અહમદશાહ અબ્દાલી (Ahmad Shah Abdali) નો મહાન વિજય હતો, કારણ કે તેમની પાસે માત્ર એક લાખ સિપાહી હતા, જ્યારે મરાઠા સેનામાં 4થી 6 લાખ સુધી સૈનિકો હતા.
હિંદુઓનો જવાબ હતો કે આ તેમનો જ વિજય હતો, કારણ કે તેના પછી સતત થનારા મુસ્લિમ આક્રમણો થંભી ગયા હતા.
મૌલાનાનો પડકાર Dr. Ambedkar ના શબ્દોમાં
બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરે (Dr. B. R. Ambedkar) આ પ્રસંગનો ઉલ્લેખ કરતા લખ્યું છે કે "પણ મુસ્લિમ હિંદુઓથી હાર માનવા માટે તૈયાર ન હતા, કારણ કે તે ખુદને હિંદુઓથી શ્રેષ્ઠ માનતા હતા અને કહેતા હતા કે તેઓ હંમેશા હિંદુઓથી શ્રેષ્ઠ સાબિત થશે. આ સિદ્ધ કરવા માટે મુસ્લિમ હંમેશાથી હિંદુઓથી શ્રેષ્ઠ હોય છે, નજીબાબાદના એક મૌલાના અકબર શાહ ખાને ખૂબ ગંભીરતાથી કહ્યુ કે હિંદુઓ અને મુસ્લિમોનું ચોથું યુદ્ધ વિશેષ શરતો હેઠળ તે ભાગ્ય નિર્ણાયક પાણીપતના મેદાનમાં થવું જોઈએ." * (1) (પૃષ્ઠ-307, बाबासाहेब डॉ. अम्बेडकर संपूर्ण वाड्गमय खंड-15, पाकिस्तान अथवा भारत का विभाजन, 11મું સંસ્કરણ - (2020 (ઓગસ્ટ)), પ્રકાશન - ડૉ. આંબેડકર પ્રતિષ્ઠાન, સામાજિક ન્યાય ઔર અધિકારિતા મંત્રાલય, ભારત સરકાર, નવી દિલ્હી, મુદ્રક- અરાવલી પ્રિંટર્સ એન્ડ પબ્લિશર્સ પ્રા. લિમિટેડ, નવી દિલ્હી)
હિંદુ મહાસભાના વરિષ્ઠ નેતા પંડિત મદન મોહન માલવીયા (Pandit Madan Mohan Malviya) ને મૌલાના અકબર શાહ ખાને આપેલો પડકાર ડૉ. આંબેડકરના શબ્દોમાં જ જોઈએ. ડૉ. આંબેડકરે આના સંદર્ભે લખ્યું છે કે "માલવીયજી, જો તમે પાણીપતના યુદ્ધના પરિણામને ખોટા સાબિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો, તો હું આ તથ્યના પરીક્ષણની એક સરળ અને શાનદાર પદ્ધતિ જણાવું છું. તમે તમારા સર્વવિદિત પ્રભાવથી બ્રિટિશ સરકારને કહો કે તેઓ પાણીપતનું ચોથું યુદ્ધ થવા દે, જેથી આ હુકૂમત વગર લડી શકાય." * (2) (પૃષ્ઠ-307, बाबासाहेब डॉ. अम्बेडकर संपूर्ण वाड्गमय खंड-15, पाकिस्तान अथवा भारत का विभाजन, 11મું સંસ્કરણ - (2020 (ઓગસ્ટ)), પ્રકાશન - ડૉ. આંબેડકર પ્રતિષ્ઠાન, સામાજિક ન્યાય ઔર અધિકારિતા મંત્રાલય, ભારત સરકાર, નવી દિલ્હી, મુદ્રક- અરાવલી પ્રિંટર્સ એન્ડ પબ્લિશર્સ પ્રા. લિમિટેડ, નવી દિલ્હી)
મૌલાના અકબર શાહ ખાને (Maulana Akbar Shah Khan) પાણીપતના આ ચોથા યુદ્ધ (Forth Battle of Panipat) ના પ્રસ્તાવમાં ભારતની તત્કાલિન વસ્તીના પ્રમાણમાં હિંદુ અને મુસ્લિમને યુદ્ધના મેદાનમાં લાવવાની વાત પણ કરી હતી. ડૉ. આંબેડકરે (Dr. Ambedkar) આ મૌલાના દ્વારા અપાયેલા પડકારનું વર્ણન કરતા લખ્યું છે કે "હું હિંદુઓ અને મુસ્લિમોના પરાક્રમ અને સાહસનું તુલનાત્મક તથ્ય રજૂ કરવા માટે તૈયાર છું. જેવું ભારતમાં 7 કરોડ મુસ્લિ છે અને હું નિર્ધારીત તારીખે પાણીપતના મેદાનમાં 700 મુસ્લિમોને લઈને આવીશ, આ પ્રકારે જેમ કે ભારતમાં 22 કરોડ હિંદુઓ છે, માટે હું મેદાનમાં 2200 હિંદુઓને લઈને આવવાની તમને છૂટ આપું છું. આ યોગ્ય હશે કે તોપ, મશીનગન અને બોમ્બોનો ઉપયોગ ન કરીને માત્ર તલવારો, બરછા, ભાલા, ધનુષબાણો અને કટારોનો જ ઉપયોગ કરવામાં આવે અને જો તમારા સેનાનાયકના પદમાં કોઈ હિંદુને સામેલ કરવા ચાહો તો સદાશિવરાવ અથવા વિશ્વાસરાવના કોઈ વંશજને લઈ શકો છો, જેથી 1761માં તમારા પૂર્વજોની હારનો બદલો લેવાનો મોકો મેળવી શકો." * (3) (પૃષ્ઠ- 307, बाबासाहेब डॉ. अम्बेडकर संपूर्ण वाड्गमय खंड-15, पाकिस्तान अथवा भारत का विभाजन, 11મું સંસ્કરણ - (2020 (ઓગસ્ટ)), પ્રકાશન - ડૉ. આંબેડકર પ્રતિષ્ઠાન, સામાજિક ન્યાય ઔર અધિકારિતા મંત્રાલય, ભારત સરકાર, નવી દિલ્હી, મુદ્રક- અરાવલી પ્રિંટર્સ એન્ડ પબ્લિશર્સ પ્રા. લિમિટેડ, નવી દિલ્હી)
મહત્ત્વપૂર્ણ છે કે 1761માં પાણીપતના ચોથા યુદ્ધમાં વિશ્વાસરાવ (Vishwas Rao) અને સદાશિવરાવે (Sadashiv Rao) મરાઠા સેના (Maratha Army) ઓનું નેતૃત્વ કર્યું હતું.
મૌલાના દ્વારા માલવિયને અપાયેલા પડકાર પર ડૉ. આંબેડકરે (Dr. Ambedkar) આગળ લખ્યું છે કે "પરંતુ તમે કૃપા કરીને દર્શક બનીને જરૂર આવો, કારણ કે યુદ્ધનું પરિણામ જોયા બાદ તમારે તમારા વિચારોને બદલવા પડી શકે છે અને હું સમજું છું કે આ દેશમાં જે અંતર્દ્વંદ્વ અને કલેશ ચાલી રહ્યો છે, તે સમાપ્ત થઈ જશે. અંતમાં , હું એક વાત વધુ કહેવા માંગીશ ખે આ 700 મુસ્લિમોમાં હું પઠાણો અથવા અફઘાનોને નહીં લાવું કારણ કે તમે લોકો તેમનાથી મોટાભાગે આતંકિત રહો છો. તેથી હું મારી સાથે માત્ર સારા ભારતીય મુસ્લિમ પરિવારોના મુસ્લિમોન ને જ લઈને આવીશ, જે શરિયતના કટ્ટર અનુયાયી છે." * (4) (પૃષ્ઠ- 308, बाबासाहेब डॉ. अम्बेडकर संपूर्ण वाड्गमय खंड-15, पाकिस्तान अथवा भारत का विभाजन, 11મું સંસ્કરણ - (2020 (ઓગસ્ટ)), પ્રકાશન - ડૉ. આંબેડકર પ્રતિષ્ઠાન, સામાજિક ન્યાય ઔર અધિકારિતા મંત્રાલય, ભારત સરકાર, નવી દિલ્હી, મુદ્રક- અરાવલી પ્રિંટર્સ એન્ડ પબ્લિશર્સ પ્રા. લિમિટેડ, નવી દિલ્હી)
1926-27માં બ્રિટિશ હુકૂમત સામે સ્વતંત્રતા આંદોલન વખતે એક ટોચના હિંદુ નેતા (Hindu Leader) અને એક મૌલાના વચ્ચે પાણીપતના ચોથા યુદ્ધ (Forth Battle of Panipat) ની વાતો હકીકતમાં અંગ્રેજોને પોતાના શાસનના ટકવાને લઈને એક ખાત્રી આપી રહી હતી કે તમને હાલ કંઈપણ થશે નહીં.
તેની સાથે શરિયતના કટ્ટર અનુયાયી કોઈપણ મુસ્લિમ (Muslim) હિંદુઓ (Hindus) નો મુકાબલો કરીને તેમને હરાવી શકે છે, તેવી માનસિકતા પણ મૌલાના અકબર શાહ ખાન (Maulana Akbar Khan) જેવા મુસ્લિમો ત્યારે ધરાવતા હોવાનું પણ સ્પષ્ટ તરી આવે છે.
આપણે કેટલીક ચૂંટણીમાં 15 મિનિટ માટે પોલીસ હટાવીને 100 કરોડ વિરુદ્ધ 15-25 કરોડના મુકાબલાની વાતો કરનારા મુસ્લિમ નેતાઓના નિવેદનોના વિવાદોથી આપણે સૌ વાકેફ છીએ. પણ આના મૂળિયા ખૂબ ઊંડા છે અને તેનો ઉલ્લેખ બંધારણના ઘડવૈયાઓ પોતાના લખાણોમાં કર્યો છે.
ભારતના રાષ્ટ્રીય પ્રવાહમાં સમરસતામાં જે પણ કોઈ અડચણો અને વિક્ષેપ છે, તે આવી માનસિકતાના કારણે છે. જો હિંદુ અને મુસ્લિમો આવા પાણીપતના ચોથા યુદ્ધની વાતોમાં પડયા વગર સાથે મળીને વધુ તીવ્રતાથી લડયા હોત તો ભારતને સ્વતંત્ર થવા માટે 1947ની રાહ પણ ન જોવી પડત અને 14 ઓગસ્ટ, 1947 જેવો દિવસ પણ ન આવત કે જ્યારે ભારતના પડખા અલગ કરીને અલગ પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાન બનાવીને દેશના ભાગલા પાડીને સ્વતંત્રતા આપવી પડી હતી.
પાણીપતના ત્રણ યુદ્ધો (Three Battles of Panipat) ભારતના ટર્નિંગ પોઈન્ટ
પાણીપતનું પ્રથમ યુદ્ધ (First Battle Of Panipat)
21 એપ્રિલ, 1526ના રોજ હરિયાણાના પાણીપતના મેદાનમાં મુઘલ શાસક બાબર અને દિલ્હી સલ્તનતના શાસક ઈબ્રાહીમ લોદી વચ્ચે લડાયું હતું અને તેમાં બાબરની જીત થઈ હતી. આ યુદ્ધ બાદ દિલ્હીમાં મુઘલ શાસનની શરૂઆત થઈ હતી.
પાણીપતનું બીજું યુદ્ધ (Second Battle Of Panipat)
5 નવેમ્બર, 1556ના રોજ પાણીપતના મેદાનમાં બીજું યુદ્ધ દિલ્હીના અંતિમ હિંદુ શાસક હેમચંદ્ર વિક્રમાદિત્ય (હેમુ - Hemu) અને મુઘલ શાસક અકબર (Akbar) ના સેનાપતિઓ ખાન ઝમાન અને બહેરામ ખાન વચ્ચે લડાયું હતું. આ યુદ્ધમાં અકબરની સેનાઓ જીતી હતી અને દિલ્હીમાં ફરીથી મુઘલ શાસક સ્થાપિત થયું હતું.
બાબરના મૃત્યુ પછી દિલ્હીની ગાદી પર આવેલા તેના પુત્ર હુમાયૂં (Humayu) ને શેરશાહ સૂરી (Sher Shah Suri) એ ગાદી પરથી હટાવીને શાસન કબજે કર્યું હતું. શેરશાહ સૂરી અફઘાન શાસક હતો. તેના નિધન બાદ દિલ્હીનું શાસન હેમુ (Hemu) ના હાથમાં આવ્યું હતું અને હુમાયૂના કંદહારમાં નિધન બાદ નાની વયે ગાદી પર આવેલા તેના પુત્ર અકબરના સેનાપતિઓએ દિલ્હી કબજે કરવા હેમુ પર આક્રમણ કર્યું હતું. આ બીજા યુદ્ધ પછી દિલ્હીમાં મુઘલ શાસન ફરીથી સ્થાપિત થયું હતું.
પાણીપતનું ત્રીજું યુદ્ધ (Third Battle Of Panipat)
14 જાન્યુઆરી, 1761ના રોજ પાણીપતનું ત્રીજું યુદ્ધ મરાઠા સામ્રાજ્ય અને અફઘાનિસ્તાનના બાદશાહ અહમદશાહ દુર્રાની વચ્ચે થયું હતું. તેને દોઆબના અફઘાન રોહિલ્લા અને નવાબ શુઝા ઉદ દૌલાએ મદદ કરી હતી. આ યુદ્ધમાં મરાઠા સેનાની હાર થઈ હતી. લગભગ 1 લાખ મરાઠા સૈનિકોનું આ યુદ્ધમાં બલિદાન થયું હતું. આ યુદ્ધને કારણે અટકથી કટક સુધી ફેલાયેલા મરાઠા સામ્રાજ્યને વળતાપાણી જોવાનો વારો આવ્યો હતો. જો કે આ સ્થિતિ ઘણાં લાંબા સમય બાદ સામે આવી હતી અને તેમાં આગળ જતાં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું ફેક્ટર પણ ઉમેરાયું હતું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો