- આનંદ શુક્લ
દેશમાં રહેતા
લોકો પોતાની સંસ્કૃતિમાંથી બનેલી સભ્યતા દ્વારા તેનો રાષ્ટ્રીય સ્વભાવ અને પ્રકૃતિ
બનાવે છે. આવા લોકોની વસ્તીના આંકડાનો જે-તે દેશના રાષ્ટ્રીય સ્વભાવ અને પ્રકૃતિની
ઓળખમાં સૌથી મોટો અને મુખ્ય હિસ્સો હોય છે. પણ ભારતની ભાગ્ય છે કે ભારતના
રાષ્ટ્રીય સ્વભાવને બદલવા માટે 712થી કોશિશ થઈ રહી છે. જેમાં 14 ઓગસ્ટ, 1947ના
દિવસે પાકિસ્તાન બન્યું, ત્યારે સનાતન ભારતના રાષ્ટ્રીય સ્વભાવ અને પ્રક઼ૃતિને
સૌથી મોટી ચોટ પહોંચી હતી. પાકિસ્તાન બન્યા પછી પાકિસ્તાની હુકમરાનોએ પોતાના
ઈતિહાસની ગુલબાંગો પોકારતા 712માં સિંધના રાજા દાહિરસેનને મારીને આરબ આક્રમણખોર
મોહમ્મદ –બિન- કાસિમ દ્વારા આ પ્રદેશ પર કબજો કરવામાં આવ્યો, તેને જ પાકિસ્તાનનો
પાયો ગણાવ્યો. પાકિસ્તાનના કાયદ-એ-આઝમ મોહમ્મદ અલી ઝીણાએ કહ્યુ હતુ કે ભારતના
વિભાજનના બીજ તો તે દિવસે જ પડી ગયા હતા કે જ્યારે પહેલો હિંદુ ઈસ્લામમાં દિક્ષિત
થયો હતો. મોહમ્મદ અલી ઝીણાના પૂર્વજો ગુજરાતના લોહાણા જ્ઞાતિના હતા અને તેમના દાદા
ધર્માંતરિત થઈને મુસ્લિમ બન્યા હતા. ઝીણાનું કુટુંબ તેમની ચાર પેઢી પહેલા તો હિંદુ
હતું. પણ આ માણસે ઈસ્લામના નામે અંગ્રેજો સાથે મળીને ભારતના મજહબી આધારે ભાગલા
કરાવ્યા હતા. ભારત એક વિશાળ રાષ્ટ્ર છે અને પ્રાચીન કાળમાં તેના સીમાડાંમાં આજના
અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાંનમાર સહીતના ઘણાં દેશો સામેલ હતા. પણ જેમ-જેમ
હિંદુ જે-જે વિસ્તારમાં ઘટતો ગયો, તે-તે વિસ્તાર ભારતથી અલગ થતો ગયો.
ભારતમાં મોહમ્મદ
બિન કાસિમ પછી મહમૂદ ગઝનવીના 17 આક્રમણો, મુહમ્મદ ઘોરી દ્વારા દિલ્હી જીત્યા બાદ
મુસ્લિમ સલ્તનતકાળ અને તેના પછી મુઘલકાળમાં ભારતમાં કત્લેઆમ અને બળજબરીથી તથા
ફોસલાવીને સૂફીઓ દ્વારા કરાવાયેલા ધર્માંતરણો દ્વારા પોપ્યુલેશન જેહાદ ચાલુ રહી
હતી. તેનું પરિણામ તાત્કાલિક અસરથી જોવા મળ્યું નહીં. ભારતીય મૂળના ધર્મોના લોકો
મોટાભાગે રાજકીય બાબતોથી અલિપ્ત રહીને સામાજિક રીતે પોતાને જીવંત રાખતા આવ્યા છે
અને તેના કારણે રાજા કોઈ પણ હોય પણ ભારતના સમાજજીવન પર તેની કોઈ ખાસ અસર થઈ નથી. આ
ભારતના સમાજની શક્તિ પણ છે. પણ રાજકીય વર્ચસ્વ અંગ્રેજોના આગામનની સાથે સમાજજીવન
પર પણ અસર કરવા લાગ્યું હતું. સમાજ રાજકારણ અને રાજકીય બાબતો તથા શાસકોથી અલિપ્ત
રહી શકે તેમ ન હતો. લોકાના સામાજિક ભવિષ્યના મોટા નિર્ણયો અંગ્રેજી શાસન દરમિયાન
શાસકો દ્વારા લેવાનું શરૂ કરવામાં આવ્યું હતું. આમ તો ભારતમાં ભારતીય મૂળના
ધર્મોના લોકોને તેની વધુ અસર થવા લાગી હતી. અંગ્રેજ શાસકોએ ભારતીય મૂળના ધર્મોના
સૌથી મોટા વર્ગ હિંદુઓની સામે મુસ્લિમોને ઉભા કરવાનું શરૂ કર્યું હતું. અંગ્રેજો પહેલા
ભારતમાં મુસ્લિમો શાસક વર્ગમાં હતા અને દેશમાં સૌથી મોટી લઘુમતી પણ હતી. જો કે
એટલી મોટી લઘુમતી કે જેને તમારે બીજી બહુમતી જ કહેવી પડે. પણ આપણા દેશમાં
મુસ્લિમોને લઘુમતી ગણાવવાની રાજકીય પરંપરા છે.
ભારતમાં ઈ.સ.
712થી લઈને બ્રિટિશરોના શાસન સ્થપાવા સુધી ચાલેલી પોપ્યુલેશન જેહાદનો ખુલાસો
1881થી શરૂ કરાયેલા સેન્સસ (વસ્તી ગણતરી)ના આંકડાથી થાય છે. સેન્ટર ફોર પોલિસી
સ્ટડીઝ ચેન્નઈ દ્વારા 2003માં પ્રકાશિત થયેલા પુસ્તક રિલિજિયસ ડેમોગ્રાફી ઓફ
ઈન્ડિયા (Religious Demography Of India) ના પૃષ્ઠ ક્રમાંક-16 ચેપ્ટર-2 રિલિજિયસ કોમ્પોઝિશન
ઓફ ઈન્ડિયામાં 1881થી 1941 સુધીમાં તત્કાલિન અખંડ ભારતમાં ધાર્મિક વસ્તીના
આંકડા ઘણો મોટો ખુલાસો કરે છે.
1881થી 1941
સુધીની ભારતની ધાર્મિક વસ્તીના આંકડા
|
ધર્મ |
1881 |
1891 |
1901 |
1911 |
1921 |
1931 |
1941 |
|
હિંદુ |
18.785 કરોડ |
20.756 કરોડ |
20.686 કરોડ |
21.720 કરોડ |
21.625 કરોડ |
23.862 કરોડ |
27.019 કરોડ |
|
શીખ |
18.530 લાખ |
19.050 લાખ |
21.890 લાખ |
30.080 લાખ |
32.340 લાખ |
43.250 લાખ |
56.910 લાખ |
|
જૈન |
12.20 લાખ |
14.170 લાખ |
13.340 લાખ |
12.480 લાખ |
11.770 લાખ |
12.510 લાખ |
14.490 લાખ |
|
બૌદ્ધ |
1.670 લાખ |
2.430 લાખ |
2.93 લાખ |
3.37 લાખ |
3.69 લાખ |
4.39 લાખ |
45.8 લાખ |
|
ટ્રાઈબલ |
64.270 લાખ |
91.120 લાખ |
81.850 લાખ |
95.940 લાખ |
90.720 લાખ |
76.300 લાખ |
87.910 લાખ |
|
ભારતીય મૂળના ધર્મો |
19.752 કરોડ |
22.024 કરોડ |
21.886 કરોડ |
23.138 કરોડ |
23.010 કરોડ |
25.227 કરોડ |
28.658 કરોડ |
|
મુસ્લિમ |
4.995 કરોડ |
5.707 કરોડ |
6.212 કરોડ |
6.783 કરોડ |
7.100 કરોડ |
7.930 કરોડ |
9.445 કરોડ |
|
ખ્રિસ્તી |
17.780 લાખ |
21.640 લાખ |
27.760 લાખ |
36.67 લાખ |
44.98 લાખ |
59.67 લાખ |
74.27 લાખ |
|
પારસી |
85 હજાર |
90 હજાર |
94 હજાર |
1 લાખ |
1.010 લાખ |
1.090 લાખ |
1.150 લાખ |
|
યહૂદી |
12 હજાર |
17 હજાર |
18 હજાર |
20 હજાર |
21 હજાર |
23 હજાર |
22 હજાર |
|
અન્ય ધર્મો |
5.183 કરોડ |
5.934 કરોડ |
6.501 કરોડ |
7.162 કરોડ |
7.562 કરોડ |
8.540 કરોડ |
10.201 કરોડ |
|
અન્યો |
8.080 લાખ |
- |
- |
- |
- |
3 હજાર |
4.100 લાખ |
|
કુલ |
25.015 કરોડ |
27.958 કરોડ |
28.387 કરોડ |
30.300 કરોડ |
30.572 કરોડ |
33.768 કરોડ |
38.900 કરોડ |
ઉપરના કોઠા મુજબ,
1881થી 1941 વચ્ચે તત્કાલિન અખંડ ભારતમાં હિંદુઓની વસ્તીમાં 8.234 કરોડનો વધારો
થયો હતો. જ્યારે ભારતીય મૂળના ધર્મોના અનુયાયીઓની સંખ્યા આ સમયગાળામાં 8.906
કરોડનો વધારો થયો હતો. જ્યારે 1881થી 1941 વચ્ચે દેશમાં મુસ્લિમોની સંખ્યામાં 4.45
કરોડ જેટલો વધારો થયો હતો. એટલે કે આ સમયગાળામાં હિંદુઓ અને મુસ્લિમોની સંખ્યામાં વધારા
વચ્ચેનો તફાવત માત્ર 4.456 કરોડનો હતો. દેશમાં 1881થી 1941 વચ્ચે ખ્રિસ્તીઓની
વસ્તી 56.49 લાખ જેટલી વધી હતી. જ્યારે ભારતીય મૂળ સિવાયના ધર્મોના અનુયાયીઓની
સંખ્યા આ સમયગાળામાં 5.018 કરોડ જેટલી વધી હતી.
1881થી 1941
વચ્ચે ભારતની ધાર્મિક વસ્તીના પ્રતિશત (%) માં આંકડા
|
ધર્મ |
1881 |
1891 |
1901 |
1911 |
1921 |
1931 |
1941 |
|
હિંદુ |
75.093 % |
74.241 % |
72.873 % |
71.681 % |
70.733 % |
70.666 % |
69.457 % |
|
શીખ |
0.741 % |
0.681% |
0.771% |
0.993% |
1.058% |
1.281% |
1.463% |
|
જૈન |
0.448 % |
0.507% |
0.470% |
0.412% |
0.385% |
0.370% |
0.372% |
|
બૌદ્ધ |
0.067% |
0.087% |
0.103% |
0.111% |
0.121% |
0.130% |
0.118% |
|
ટ્રાઈબલ |
2.569% |
3.259% |
2.883% |
3.166% |
2.9675% |
2.260% |
2.260% |
|
ભારતીય મૂળના ધર્મો |
78.958% |
78.776% |
77.100% |
76.363% |
75.264% |
74.708% |
73.671% |
|
મુસ્લિમ |
19.969% |
20.412% |
21.883% |
22.387% |
23.225% |
23.486% |
24.280% |
|
ખ્રિસ્તી |
0.711% |
0.774% |
0.978% |
1.210% |
1.471% |
1.767% |
1.909% |
|
પારસી |
0.034% |
0.032% |
0.033% |
0.033% |
0.033% |
0.032% |
0.030% |
|
યહૂદી |
0.005% |
0.006% |
0.006% |
0.007% |
0.007% |
0.007% |
0.006% |
|
અન્ય ધર્મો |
20.178% |
21.225% |
22.900% |
23.637% |
24.736% |
25.292% |
26.224% |
|
અન્ય |
0.323 |
- |
- |
- |
- |
0.001% |
0.105% |
સેન્ટર ફોર
પોલિસી સ્ટડીઝ ચેન્નઈ દ્વારા 2003માં પ્રકાશિત થયેલા પુસ્તક રિલિજિયસ ડેમોગ્રાફી
ઓફ ઈન્ડિયા (Religious Demography Of India) ના ચેપ્ટર-2 રિલિજિયસ કોમ્પોઝિશન ઓફ ઈન્ડિયામાં પૃષ્ઠ ક્રમાંક-21 પરના કોઠા મુજબ,
1881થી 1941 વચ્ચે હિંદુઓની વસ્તીમાં 5.636 ટકાનો મોટો ઘટાડો નોંધાયો હતો. જ્યારે
આ સમયગાળામાં મુસ્લિમોની વસ્તીમાં 4.311 ટકાનો મોટો વધારો જોવા મળ્યો છે. આ
ઉપરોક્ત કોઠા મુજબ, તત્કાલિન ભારતમાં કે જેમાં આજના પાકિસ્તાન અને બાંગ્લાદેશ પણ
સામેલ હતા, તેમાં ભારતીય મૂળના ધર્મોની વસ્તીમાં 1881થી 1941 દરમિયાન 5.287 ટકાનો
મોટો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે આ સમગાળામાં અન્ય ધર્મોના લોકોની વસ્તીમાં
6.046 ટકાનો મોટો વધારો જોવા મળ્યો હતો. આ સમયગાળામાં તત્કાલિન ભારતમાં
ખ્રિસ્તીઓની વસ્તીમાં 1.198 ટકાનો વધારો જોવા મળ્યો હતો. આ ઘણાં ક્ષેત્રોમાં
હિંદુઓની સંખ્યા ઘટી હતી અને મુસ્લિમ-ખ્રિસ્તીઓની સંખ્યા વધી હતી.
ઉપરના આંકડા મુજબ, ભારતમાં જ્યારે મુસ્લિમોની વસ્તી 20 ટકાથી વધી છે, ત્યારે તેની નેતાગીરીઓ અલગ રાજકીય ચોકો કે મંચ ઉભો કર્યો છે. 30 ડિસેમ્બર, 1906ના રોજ ઢાકામાં મુસ્લિમ લીગની સ્થાપના કરાઈ હતી અને તે વખતે 1901ની વસ્તીગણતરીના આંકડા મુજબ, દેશમાં મુસ્લિમોની વસ્તી 21.883 ટકા હતી. જ્યારે મુસ્લિમ લીગે લાહોરમાં રાવી નદીના કાંઠે 23 માર્ચ, 1940ના દિવસે પાકિસ્તાન પ્રસ્તાવ પારીત કર્યો હતો, ત્યારે દેશમાં મુસ્લિમોની સંખ્યા 1931ના સેન્સસ મુજબ 23.486 ટકા અને 1941ના સેન્સસ મુજબ 24.280 ટકા હતી, એટલે કે દેશમાં મુસ્લિમોની વસ્તી ત્યારે 25 ટકાની નજીક હતી. જેના કારણે 16 ઓગસ્ટ, 1946ના રોજ ઝીણાએ ડાયરેક્ટ એક્શન ડેની ઘોષણા કરીને કોલકત્તા સહીતના ઘણાં વિસ્તારોમાં મુસ્લિમ લીગી ગુંડાઓ દ્વારા હિંદુઓની કત્લેઆમ કરાવી હતી. જેનું પરિણામ હતું કે 14 ઓગસ્ટ, 1947ના રોજ પાકિસ્તાન નામનો દેશ જેમાં પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાન સામેલ હતા, તે દુનિયાના નક્શામાં અસ્તિત્વમાં આવ્યો હતો. 1941ની વસ્તીગણતરી મુજબ, આજના પાકિસ્તાનમાં મુસ્લિમો 78.824 ટકા હતા અને ભારતીય મૂળના ધર્મોના અનુયાયીઓની સંખ્યા 19.687 ટકા હતી. આજના બાંગ્લાદેશમાં 1941માં મુસ્લિમોની સંખ્યા 70.261 ટકા હતી અને ભારતીય મૂળના ધર્મોના અનુયાયીઓની સંખ્યા 27.970 ટકા હતી.
પાકિસ્તાન બન્યું ત્યારે આ બંને મુસ્લિમ
બહુમતીવાળા વિસ્તારોમાં હિંદુ-શીખોના મોટાપાયે વિસ્થાપનો થયા હતા અને કત્લેઆમ થઈ
હતી. ભારતમાંથી પણ મુસ્લિમો પાકિસ્તાનમાં ગયા હતા. પણ તેમાં સ્વેચ્છાએ પાકિસ્તાન
જનારાઓની સંખ્યા ઘણી મોટી હતી. હિંદુ ઘટયો અને દેશ તૂટયો, આ ઘટના ભારતીય મૂળના
ધર્મોના અનુયાયીઓ જ્યાં ઘટયા ત્યાં ભારત રાષ્ટ્ર તરીકે નબળું પડયું અને તે
ક્ષેત્રની રાષ્ટ્રીય પ્રકૃતિ બદલાઈ અને તેને કારણે વિભાજનની માગણી ભાગલા સુધી
પહોંચેલી દેખાઈ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો