સોમવાર, 8 જૂન, 2026

Corporate Jihad: નાસિકનો TATA ની TCS કંપનીનો કાંડ હિંદુ મહિલાઓ માટે વોર્નિંગ!

આનંદ શુક્લ (Anand Shukla) : ખુદ્દારી, સ્વાભિમાન, આત્મબોધ જેવા શબ્દોનું મલ્ટીનેશનલ (multinational) કે કોર્પોરેટ  (Corporate) કંપનીઓમાં કોઈ મહત્ત્વ હોતું નથી. આવું માનનારા યા તો કંપનીમાં એક સ્તરથી ઉપર આગળ વધી શકતા નથી કે પછી તેમે કોર્પોરેટ કલ્ચર (Corporate Culture) છોડવું પડે છે. કોર્પોરેટ કલ્ચરનું સૌથી મોટું નુકશાન છે, માનવીય સંવેદનાઓની અણદેખી કરવી અને કંપનીને પ્રોફિટ પર પ્રોફિટ બુક કરતી કરવી. આમા કર્મચારીઓ એક માત્ર સાધન છે અને સાધના માત્ર પ્રોફિટ છે.

 

કોર્પોરેટ  કંપનીઓમાં ટોપ મોસ્ટ મેનેજમેન્ટ હંમેશા રિપોર્ટ્સ પર જ ચાલતું હોય છે અને આ રિપોર્ટ્સ આપનારા ટીમ લીડર્સ હોય છે. જેને કારણે ટોચ સુધી સાચી માહિતી પહોંચતી જ નથી અને તેને કારણે ટીમ લીડર્સ ખુદને જે-તે ક્ષેત્રમાં પોતાની ટીમના રાજા માનવા લાગે છે.

 

કહેવા માટે ઘણાં મિકેનિઝમ હોય છે, પણ આવા મિકેનિઝમ અલ્પ-કાર્યરત કે માત્ર કાગળ પર જ હોય છે. જેને કારણે ખુદને રાજા માનતા ટીમ લીડર્સ એક એવા ઝોનમાં આવી જતા હોય છે કે તેઓ ચાહે તે કરી શકે છે.

 

Nashik TCS BPO Scandal : હવે તો આંખ ઉઘાડો

 

એક જૂની ઉક્તિ છે કે માણસને સત્તા ભ્રષ્ટ બનાવે છે અને સંપૂર્ણ સત્તા તેને સંપૂર્ણપણે ભ્રષ્ટ બનાવે છે. કંઈક આવી જ સ્થિતિ નાસિકમાં ટાટા (TATA) ની ટીસીએસ (TCS) કંપનીના બીપીઓ (BPO) યૂનિટમાં આવેલા એક પ્રકરણમાં જોવા મળી રહી છે. આ કંપનીમાં કુલ 300 કર્મચારીઓ હતા, જેમાથી લગભગ 40 જેટલા મુસ્લિમ (Muslim) સમુદાયના છે. આરોપ છે કે તેમાંથી કેટલાકે અલગ વ્હોટ્સએપ ગ્રુપ (whatsapp group) બનાવ્યું હતું અને તેમાં ખાસ કરીને હિંદુ (Hindu) યુવતીઓને ટાર્ગેટ કરવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. આરોપોમાં એક સંગઠિત પેટર્ન જોવા મળી છે અને તેમાં હિંદુ ધર્મની યુવતીઓને નિશાન બનાવવી, દોસ્તીના બહાના બનાવીને શારીરિક સંબંધ બનાવ્યા બાદ બ્લેકમેલ કરવું, ગૌમાંસ ખવડાવીને ધર્મ ભ્રષ્ટ કરવા અને ધર્માંતરણ માટે દબાણ નાખવું જેવા આરોપ લગાવવામાં આવ્યા છે. આ મામલે 2022થી ફરિયાદો થઈ રહી હતી. પણ માર્ચ-એપ્રિલ 2026માં મામલામાં ખુલાસો થયો છે. સાત મહિલા પોલીસકર્મીઓ બીપીઓમાં કર્મચારી બનીને દાખલ થઈ અને તેમણે પુરાવા એકઠા કર્યા છે. પોલીસે પોલીસે આઠ ટીમ લીડર્સ (Team Leaders) ને એરેસ્ટ કર્યા છે અને તેઓ મુસ્લિમ છે. મહિલા એચઆર (HR) નિદા ખાન (Nida Khan) પર પણ મહિલા કર્મચારીઓ વિરુદ્ધ યૌન શોષણ, બ્લેકમેલ, બળજબરીથી ધર્માંતરણ અને ધાર્મિક દબાણ નાખવાના આરોપો લાગ્યા છે.

 

પોલીસે જે 9 એફઆઈઆર (Fir) નોંધી છે, તેના આધારે જે મોડસ ઓપરેન્ડી સામે આવી છે, તે પણ ચોંકાવનારી છે. આ આખી ગેંગે હિંદુ યુવા મહિલા કર્મચારી કે જે નબળી સ્થિતિની હોય કે નવી હોય તેને નિશાન બનાવી હતી. ટીમ લીડર્સે મિત્રતા કે મદદના બહાને તેમની સાથે ધરોબો કેળવીને તેમને પિકનિક કે અન્ય સ્થાને લઈ જઈને ઘનિષ્ઠતા કેળવીને તેના ફોટોગ્રાફ્સ અને/અથવા વીડિયો ક્લિક કર્યા હતા. પછી શારીરિક સંબંધ બનાવીને બ્લેકમેલ કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. જૉબ, પ્રમોશન અને પગાર વધારાના બદલામાં છણકા અથવા ધર્માંતરણ માટે દબાણ ઉભું કરવાનું કામ આ ગેંગ દ્વારા થતું હતું. એચઆર કર્મી નિદા ખાન પર ફરિયાદો દબાવવાનો પણ આરોપ છે.

 

શું કંપનીની કોઈ જવાબદારી નથી?

 

સામાન્ય રીતે થતું હોય છે, તેમ કંપની દ્વારા કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેઓ POSH ( Prevention of Sexual Harassment) ની કાયદાકીય જોગવાઈઓનું પાલન કરે છે અને તપાસમાં સહયોગ કરી રહી છે. પણ શું આટલું પુરતું છે? કે ત્રણ-ચાર વર્ષથી ચાલી રહેલા એક સંગઠિત અપરાધને લઈને કોઈ કાર્યવાહી ન થવી શું દર્શાવે છે? TCS ટાટા જૂથની કંપની હોવાની સાથે દેશની સૌથી મોટી આઈટી કંપની પણ છે. જો આવી મોટી કંપનીમાં આવા હાલ હોય તો કે જ્યાં સુનિયોજિત યૌન ઉત્પીડન કાંડનો ખુલાસો એક હિંદુ મહિલાકર્મીના રોજા રાખવાના ઘટનાક્રમથી સામે આવે અને ત્રણ-ચાર વર્ષે મહિલા પોલીસકર્મીઓ દ્વારા આનો ખુલાસો થાય તો નાની-મોટી કંપનીઓની તો કેવી સ્થિતિ હશે?

નાસિકના ટીસીએસ કંપનીમાં બનેલા કાંડને ઘણાંએ કોર્પોરેટ જેહાદ ગણાવી છે કારણ કે આવા હથકંડા અપનાવીને શિકાર બનાવાયેલી વ્યક્તિને ધર્માંતરીત કરવાની સાથે સરકારી અને પ્રાઈવેટ પ્રોપર્ટી પર કબજો કરીને (આના માટે પ્રોપર્ટીના માલિક થવું જરૂરી નથી) હંદુઓને આર્થિક નુકશાન પહોંચાડવાની પણ મનસા કટ્ટરપંથીઓના દિમાગમાં હોય છે.

 

આ કોઈ પહેલી ઘટના નથી.....

 

1992માં અજમેર કાંડ (Ajmer Scandal) માં ખ્વાજા ગરીબ નવાજના ખાદિમ અને તેના સાથીદારો દ્વારા 100 જેટલી હિંદુ યુવતીઓને નિશાન બનાવીને હેવાનિયતનો ખેલ ખેલવાનો ઘટનાક્રમ બની ચુક્યો છે.

 

એક વર્ષ પહેલા અજમેરમાં ફરી એકવાર હિંદુ યુવતીઓના યૌન શોષણ અને બળજબરીથી ધર્મંતરણનો મામલો સામે આવ્યો હતો.

 

ભોપાલની એક કોલેજમાં મુસ્લિમ યુવકો દ્વારા હિંદુ નામ રાખીને હિંદુ યુવતીઓને ફસાવીને ધર્માંતરણનો ખેલ ખેલવાની ઘટના સામે આવી ચુકી છે.

 

યુપીમાં બલરામપુરમાં છાંગુર બાબાએ પણ હિંદુઓના ધર્માંતરણ કરવ્યા છે. કેરળથી લવજેહાદમાં ફસાયેલી હિંદુ-ખ્રિસ્તી યુવતીઓને અફઘાનિસ્તાન, સીરિયા લઈ જવાની કોશિશની પણ ધ કેરાલા સ્ટોરી જેવી ફિલ્મમાં ચર્ચા થઈ ચુકી છે. 

 

બાંધછોડ કરી આગળ વધવાની માનસિકતાને તિલાંજલિ જરૂરી

 

ત્યારે આ તમામ બદઈરાદાઓ સામે હિંદુ (Hindu) ઓની એકતા બેહદ જરૂરી છે. જેથી કોઈને સોફ્ટ ટાર્ગેટ કરીને તેનું બ્રેનવૉશ કરીને જેહાદી તત્વો તેમના બદઈરાદામાં સફળ થઈ ન શકે.

 

તેની સાથે હિંદુ પરિવારોમાં એવો માહોલ પણ બનવો જોઈએ કે સ્વાભિમાન, આત્મબોધ અને ખુદ્દારીના ભોગે કોઈ બાંધછોડ કરીને આગળ વધવાનું નામંજૂર છે એટલે કે નૈતિકતાને સમાજમાં વધુ મજબૂત કરીને સ્થિર કરવાની જરૂર છે અને આમા ધર્મનો એન્ગલ પણ નથી. આવી બાંધછોડ કોઈની પણ સામે કરવાની નથી, તેવી દ્રઢતા હિંદુ મહિલાઓ જ નહીં પુરુષોમાં પણ હોવી જોઈએ. નાસિક ટીસીએસ કાંડમાં એક હિંદુ યુવાકર્મીને પણ ધાર્મિક ટોર્ચરનો ભોગ બનવું પડયું હતું. હિંદુને ગેરકાયદેસર રીતે ધર્માંતરીત કરવાની સનક મુલ્લા-મૌલવીઓમાં જ નથી, પણ ભણેલા-ગણેલા લોકોમાં પણ છે. નાસિકમાં ટાટાની ટીસીએસના બીપીઓમાં ચાલેલા કોર્પોરેટ જેહાદના ખેલે આવી માનસિકતાને જ ઉજાગર કરી છે.

 

ભારતના ઘણાં કટ્ટરપંથી (Fundamentalist) મુસ્લિમોનો વૈશ્વિક પ્લાન દેશના હિંદુઓને સાંસ્કૃતિક, સામાજિક ને આર્થિક રીતે નીચું દેખાડીને બિનકાયદેસર રીતે ઈસ્લામ અપનાવવા માટે આસાનીથી તેમનો શિકાર માની જાય તેવો માહોલ ઉભો કરવાનો હોય છે. જેને કારણે લવ જેહાદ (Love Jihad) , લેન્ડ જેહાદ (Land Jihad) , ઈકોનોમિક જેહાદ (Economic Jihad) , ફૂડ જેહાદ (Food Jihad) અને કોર્પોરેટ જેહાદ (Corporate Jihad) જેવા શબ્દો અને મામલાઓની ચર્ચા થાય છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો