સોમવાર, 8 જૂન, 2026

ખરેખર પ્રેમ હોય તો હિંદુ સમાજ આંતરજ્ઞાતિય લગ્નો સ્વીકારે! આનાથી લવજેહાદ પણ અટકશે

આનંદ શુક્લ : ગુજરાત (Gujarat) માં લવજેહાદ (Love Jihad) ના મામલાઓની પહેલા ખૂબ ચર્ચા રહેતી, પણ છેલ્લા કેટલાક સમયથી આંતરજ્ઞાતિય પ્રેમલગ્નો (Inter Caste Love Marriages) પણ ચર્ચામાં છે. તાજેતરમાં ગુજરાત સરકારે લગ્ન નોંધણીના કાયદાને કડક પણ બનાવ્યા છે. ગુજરાતમાં મામલો લવજેહાદને અટકાવવાથી શરૂ થયો અને હવે આંતરજ્ઞાતિય લગ્નો સુધી પહોંચેલા પ્રેમલગ્નો હિંદુ સમાજમાં જ તણાવ અને વૈમનસ્ય પેદા કરી રહ્યા છે.

 

લગ્ન એ હિંદુ ધર્મમાં 16 સંસ્કારોમાંથી મહત્વનો સંસ્કાર છે. તેનું સમ્માન પણ થવું જોઈએ અને સમાજનું પણ સમ્માન થવું જોઈએ. તેની સાથે પ્રેમ પવિત્ર હોય છે અને ખરેખર પ્રેમનો મામલો હોય તો સમાજ-પરિવારે પરિપક્વતાથી આંતરજ્ઞાતિય લગ્નોને લઈને પોતાના વલણને તેના પ્રમાણે ઢાળવું જોઈએ.

 

આંતરજ્ઞાતિય લગ્નો અને વિવાદ

 

ગુજરાતી ગાયિકા કિંજલ દવે (Kinjal Dave) અને આરતી સંઘાણી (Arati Sanghani) બાદ વધુ એક ગુજરાતી ગાયિકા કિંજલ રબારી (Kinjal Rabari) ના પ્રેમલગ્ન કે જે આંતરજ્ઞાતિય (Inter Caste Love Marriages)  છે, તેની ચર્ચા અને કેટલીક ગંભીર નિવેદનબાજીઓ થઈ રહી છે.

 

સિંગર કિંજલ રબારી (Kinjal Rabari) એ સોશયલ મીડિયા પર આવીને એક વીડિયો શેયર કરીને પોતે આંતરજ્ઞાતિય લગ્ન કર્યાનું જણાવ્યું છે અને તેની સાથે જ તેમમે પોતાને અને તેમના પતિને જીવનું જોખમ હોવાની વાત જણાવીને પોલીસ સુરક્ષાની માગણી કરી છે.

 

મૂળ પાટણ (Patan) જિલ્લાના રાધનપુર  (RadhanPur) તાલુકાના સિનાડના વતની ગુજરાતી સિંગર કિંજલ રબારી (Kinjal Rabari) એ પોતાની મરજીથી પ્રેમી અશોક ચૌધરી સાથે આંતરજ્ઞાતિય લગ્ન કર્યા છે.

 

સમાજના અગ્રણીની પ્રતિક્રિયા

 

કિંજલ રબારી મામલે પ્રતિક્રિયા આપતા ઠાકરશી રબારીએ (Thakarshi Rabari) જણાવ્યું હતું કે, 'લેભાગુ તત્વો એવું ન સમજે કે સમાજ દીકરીઓની પાછળ નથી. અમે અમારી સમાજની દીકરીઓ માટે લડી લેવા તૈયાર છીએ.' તેમણે વધુમાં ઉમેર્યું કે જે કોઈ આમાં સંડોવાયેલ હોય તેઓ જ્યાં હોય ત્યાંથી સરેન્ડર (Surrender) થઈ જાય. સમાજમાં આ પ્રકારની ઘટનાઓને કારણે પરંપરાગત મૂલ્યોને ઠેસ પહોંચી હોવાની લાગણી વ્યાપી છે.

 

સમાજના અગ્રણી તરીકે તેમની ચિંતા વ્યાજબી પણ હશે, કે કોઈ પ્રેમના નામે પ્રપંચ કરીને કોઈ બહેન-દીકરીને ફસાવી તો રહ્યું નથી ને? કિંજલ રબારીના કહેવા મુજબ, તેમણે તેમના માતાપિતાને સમજાવવાની કોશિશ પણ કરી હતી. પણ તેઓ આના માટે સંમત થયા ન હતા. ગુજરાત રાજ્યના નવા લગ્ન નોંધણી નિયમો મુજબ આમા કાયદેસરની કાર્યવાહીનો ક્યો વિકલ્પ છે, તેને પરિવારના લોકો અને સમાજના અગ્રણીઓએ તપાસવા જોઈએ.

 

પણ જો ખરેખર પ્રેમનો મામલો હોય અને આમા કોઈ બીજું પાસું સામેલ ન હોય, તો આ મામલે બે સમાજ એટલે કે રબારી સમાજ અને આંજણા પટેલ સમુદાય વચ્ચેનો નથી પણ કિંજલ રબારીના પરિવાર અને અશોક ચૌધરીના પરિવાર વચ્ચેનો મામલો છે. તેને કારણે રબારી સમાજ અને આંજણા પટેલ સમુદાય વચ્ચે કોઈપણ પ્રકારનું વૈમનસ્ય ફેલાય કે કોઈ તણાવ સર્જાય તેવી નિવેદનબાજી કોઈપણ પક્ષકારે ટાળવી જોઈએ.

 

કિંજલ રબારીએ ખુદ આવીને જ્યારે પ્રેમલગ્ન કરી લીધા હોવાનું જણાવ્યું છે, તો હવે બંને પરિવારોએ સાથે બેસીને મામલાને યોગ્ય રીતે થાળે પાડવો જોઈએ કે આમા આગળ શું થઈ શકે? આને કારણે હિંદુ સમાજની એકતાને અસર પહોંચે તેવી કોઈપણ સ્થિતિથી બંને તરફના સમાજના અગ્રણીઓએ પરિપકવતા દાખવવી જોઈએ. આમા જે હકીકતો અત્યાર સુધી સામે આવી છે, તેમાં કોઈપણ પ્રકારની જોરજબરદસ્તી કે લાલચ કે દબાણની સ્થિતિ હોય તેવું ક્યાંય પ્રદર્શિત થતું નથી.

 

ડૉ. આંબેડકર-સાવરકરે આંતરજ્ઞાતિય લગ્નો પર કહેલી વાત યાદ કરીએ...

 

કિંજલ રબારી (Kinjal Rabari) અને અશોક ચૌધરી (Ashok Chaudhary) ના પ્રેમલગ્ન એક ઘટના છે, પણ આવી ઘટનાના સંદર્ભે બંધારણના ઘડવૈયા ડૉ. બી. આર. આંબેડકરે (Dr. B. R. Ambedkar) કહેલી વાત પણ યાદ કરાવવી અત્યારે યોગ્ય લાગી રહી છે કે स्वराज का कोई मतलब नहीं रह जाएगा, अगर आप इसकी रक्षा न कर पाए. स्वराज से ज्यादा महत्वपूर्ण प्रश्न स्वराज के अंतर्गत हिन्दुओं को बचाना है. मेरे विचार से हिन्दु समाज जब एक जातिहीन समाज बन जाएगा, तभी इसके पास स्वयं को बचाने के लिए काफी शक्ति होगी. इस आंतरिक ताकात के बिना हिन्दुओं के लिए स्वराज, गुलामी की ओर केवल एक कदम होगा. (સ્વરાજનો કોઈ મતલબ નહીં રહી જાય, જો તમે તેની રક્ષા નહીં કરી શકો. સ્વરાજથી વધારે મહત્વપૂર્ણ પ્રશ્ન સ્વરાજ હેઠળ હિંદુઓને બચાવવાનો છે. મારા વિચારથીહિંદુ સમાજ જ્યારે એક જાતિહીન સમાજ બની જશે, ત્યારે તેની પાસે ખુદને બચાવવા માટે ઘણી શક્તિ હશે. આ આંતરિક તાકાત વગર હિંદુઓ માટે સ્વરાજ, ગુલામી તરફ માત્ર એક પગલું હશે. )

 

(પૃષ્ઠ ક્રમાંક-93, बाबासाहेब डॉ. अम्बेडकर संपूर्ण वाड्.मय, खंड-1, भारत में जातिप्रथा एवं जातिप्रथा - उन्मूलन,  13મું સંસ્કરણ- 2020 (ઓગસ્ટ), પ્રકાશક - ડૉ. આંબેડકર પ્રતિષ્ઠાન, નવી દિલ્હી)

 

ડૉ. બાબાસાહેબ આંબેડકર (Dr. B. R. Ambedkar) એ ખુદ હિંદુ સમાજને શક્તિશાળી બનાવવા માટેનો ઉપાય જણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે मेरी यह दृढ मान्यता है कि जब तक आप अपने समाज का ढांचा नहीं बदलते तब तक आप प्रगति नहीं कर सकते, तब तक आप अपने समाज की आत्मरक्षा के लिए संगठित नहीं कर सकते. सामाजिक व्यवस्था बदले बिना न तो राष्ट्र का निर्माण कर सकते है और न ही नैतिकता व सदाचार का निर्माण किया जा सकता है. जाति-प्रथा की नींव पर आप जो कुछ भी निर्माण करोगे वह चटक जाएगा, टूटे बिना नहीं रह सकेगा और कभी भी एक परिपूर्ण नहीं हो पाएगा. (મારી એ દ્રઢ માન્યતા છે કે જ્યાં સુધી તમે તમારા સમાજના માળખાંને બદલતાં નથી, ત્યાં સુધી તમે પ્રગતિ કરી શકતા નથી, ત્યાંસુધી તમે તમારા સમાજની આત્મરક્ષા માટે સંગઠિત નહીં કરી શકો. સામાજિક વ્યવસ્થા બદલ્યા વગર ન તો રાષ્ટ્રનું નિર્માણ કરી શકીએ છીએ અને ન તો નૈતિકતા તથા સદાચારનું નિર્માણ કરી શકાય છે. જાતિપ્રથાના પાયા પર તમે જે કંઈ પણ નિર્માણ કરશો તે ધસી જશે, તૂટ્યા વગર રહી શકશે નહીં અને ક્યારેય પણ એક પરિપૂર્ણ નહીં થઈ શકે. )

 

(પૃષ્ઠ - 48, जात-पांत का विनाश (Annihilation of CASTE) , લેખક- ડૉ. બી. આર. આંબેડકર, અનુવાદક- ડૉ. એમ. એલ. પરિહાર, પ્રથમ સંસ્કરણ- 9 જુલાઈ, 2017 , પ્રકાશક-બુદ્ધમ પબ્લિશર્સ, જયપુર)

 

ડૉ. બાબાસાહેબ આંબેડકર (Dr. B. R. Ambedkar) એ જાતિપ્રથાનના સુધારાની દિશામાં સૌથી પહેલું પગલું પેટાજાતિઓને સમાપ્તિને ગણાવ્યું હતું. તેના પછી બીજું પગલું જાતિઓ વચ્ચે પરસ્પર ભોજન શરૂ કરવાનું હોવાનું તેમણે જણાવ્યું હતું. આંતરર્જાતીય ભોજનનું પ્રચલન ઘણી જાતિઓમાં પહેલેથી જ અસ્તિત્વમાં છે અને તેને જ્યાં આનું પ્રચલન નથી ત્યાં લઈ જવાની તેમણે વાત કરીને કહ્યુ હતુ કે मुझे विश्वास है कि अन्तर्जातीय विवाह ही इसका असली इलाज छे. रिश्तों के द्वारा रक्त के मिलाप से ही अपनापन और आपसी भाईचारे की भावना पैदा की जा सकती है और जब तक भाईचारे की यह भावना नहीं होगी, संबंधी होने तथा जुडे होने की भावना (Kith and Kin) सर्वोपरि नहीं होगी तब तक जाति द्वारा पैदा की गई अलगाव की भावना, पराया होने की भावना कभी दूर नहीं होगी. अन्य धर्मो की अपेक्षा हिंदुओं के सामाजिक जीवन में अन्तर्जातीय विवाह ज्यादा प्रभावशाली साबित होंगे. क्योंकि जिस समाज में पहले से ही दूसरे संबंधों के कारण खूब मेल मिलाप हो उनमें विवाह जीवनकी एक साधारण सी घटना होती है. लेकिन जहां समाज कट-कटकर टुकडे-टुकडे हो चुका हो वहां विवाह एक एकता करने वाली शक्ति के तौर पर जरुरी है. इस लिए अन्तर्जातीय विवाह ही इस बीमारी का सही इलाज है. अन्य कोई और इलाज जातिप्रथा की कुरीति मिटाने का काम नहीं कर सकता. (મને વિશ્વાસ છે કે આંતરજ્ઞાતિય લગ્ન જ તેનો અસલી ઈલાજ છે. સંબંધો દ્વારા રક્તના મિલાપથી જ પોતાનાપણું અને પરસ્પર ભાઈચારાની ભાવના પેદા થઈ શકે છે અને જ્યાં સુધી ભાઈચારાની આ ભાવના નહીં હોય, સંબંધી હોવું તથા જોડાયેલા હોવાની ભાવના સર્વોપરિ નહીં હોય ત્યાં સુધી જાતિ દ્વારા પેદા કરાયેલી અલગાવની ભાવના, પારકાં હોવાનીભાવના ક્યારેય પણ દૂર નહીં થાય. અન્ય ધર્મોની અપેક્ષા હિંદુઓના સામાજિક જીવનમાં આંતરજ્ઞાતિય લગ્ન વધારે પ્રભાવશાળી સાબિત થશે, કારણ કે જે સમાજમાં પહેલેથી જ અન્ય સંબંધોને કારણે ખૂબ મેલમિલાપ હોય તેમાં લગ્ન જીવવની એક સાધારણ ઘટના જ હોય છે. પરંતુ જ્યાં સમાજ કપાઈ-કપાઈ ટુકડે-ટુકડે થઈ ચુક્યો હોય ત્યાં લગ્ન એક એકતા કરનારી શક્તિ તરીકે જરુરી છે. માટે આંતરજ્ઞાતિય લગ્ન જ આ બીમારીનો યોગ્ય ઈલાજ છે. અન્ય કોઈ બીજો ઈલાજ જાતિપ્રથાની કુરીતિને મિટાવવાનું કામ કરી શકે નહીં.)

 

(પૃષ્ઠ - 49, जात-पांत का विनाश (Annihilation of CASTE) , લેખક- ડૉ. બી. આર. આંબેડકર, અનુવાદક- ડૉ. એમ. એલ. પરિહાર, પ્રથમ સંસ્કરણ- 9 જુલાઈ, 2017 , પ્રકાશક-બુદ્ધમ પબ્લિશર્સ, જયપુર)

 

ડૉ. આંબેડકરની જેમ જ હિંદુ સમાજની એકતા માટે સ્વાતંત્ર્યવીર વિનાયક દામોદર સાવરકર પણ રોટી-બેટી બંધન સહીતના સાત બંધનો તોડવાની વાત કરી ચુક્યા છે.

 

પાકિસ્તાનમાં હિંદુઓની સ્થિતિ પણ જોઈ લો...

 

પાકિસ્તાન (પૂર્વ પાકિસ્તાન હવે બાંગ્લાદેશ અને પશ્ચિમ પાકિસ્તાન) બન્યું ન હતું, ત્યારે તે ક્ષેત્રમાં પણ હિંદુઓમાં જાતિવાદ ચરમસીમાએ હતો. જાતિ-જ્ઞાતિ, ગોળ-વર્ગમાં વહેંચાયેલો સમાજ ખૂબ મોટા પ્રમાણમાં ભાગલા વખતે વિસ્થાપિત થયો અને હવે પાકિસ્તાનમાં જે લોકો છે, તે જાતિ-વર્ગ-ગોળથી ઉપર માત્ર હિંદુ તરીકે ઓળખાય છે. આવી સ્થિતિમાં હિંદુ (Hindu) ઓએ જાતિ-જ્ઞાતિ છોડવી તેના કરતા આવી પરિસ્થિતિ આવે જ નહીં તેના માટે જાતિ-જ્ઞાતિ-વર્ગની બેડીઓને હિંદુ ઓળખની સ્વતંત્રતા માટે તોડવી બેહદ યોગ્ય અને જરૂરી પણ છે. આના પર સમાજના નેતાઓએ વિચારણા કરવી જોઈએ.

 

લગ્ન એક સંસ્કાર અને સમાજની એકતાનું પણ માધ્યમ

 

આમ તો લગ્ન હિંદુ (Hindu) ધર્મમાં 16 સંસ્કારમાંથી એક મહત્વનો ગૃહસ્થ જીવન શરૂ કરવાનો સંસ્કાર છે. તેમાં માતાપિતા-પરિવારની મંજૂરી સોનામાં સુગંધ છે. તેના માટે પોતાના સંતાનોને નાનપણથી જ આના માટે સંસ્કારિત કરવા જોઈએ. પણ જ્યારે મહિલા અને પુરુષો વચ્ચે બાળપણથી માંડીને યુવાવસ્થા સુધી સંપર્કો થઈ રહ્યા છે અને તેમાં કોઈ ખરેખર પ્રેમપ્રસંગ હોય અને તે આંતરજ્ઞાતિય પ્રકારનો હોય તો તેનો સ્વીકાર તમામ પાસાંઓને તપાસીને થવો જોઈએ. આમા જ હિંદુઓની એકતા અને હિંદુ સમાજજીવનની ભલાઈ છે.

 

ગુજરાતમાં ખામ (KHAM) થી હિંદુ  (Hindu) એકતા સુધીની રાજનીતિ

 

આનો અર્થ એ પણ નથી કે જાતિની બહાર જ આંતરજ્ઞાતિય લગ્નો કરવા પણ જો કોઈ ઘટનામાં કોઈ ખરેખર પ્રેમ પ્રસંગની ઘટના હોય તો તેને કારણે હિંદુ સમાજની એકતા કે જેને ગુજરાતમાં સ્થાપિત થવામાં 1977થી 1985ના KHAM (ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમના મત સમીકરણની જ્ઞાતિવાદી રાજકીય થિયરીનો પ્રયોગ) થિયરીના કાળથી લઈને છેક 1990થી લઈને 2026 સુધીનો એક લાંબો સમય લાગ્યો છે. ગુજરાતમાં જાતિવાદ રાજનીતિમાં હિંદુત્વ-રાષ્ટ્રવાદના વર્ચસ્વ સાથે સામાજિક વ્યવસ્થાનો ભાગ છે, પણ સામાજિક એકતામાં બાધક બને તેવી સ્થિતિમાં ન હતો. પરંતુ જ્યારથી જાતિવાદને સમાજજીવનમાં એક જ્ઞાતિ સાથે સરખામણી કરીને બીજી જ્ઞાતિને પ્રાધાન્ય મળ્યું છે કે પ્રાધાન્યની માગણી થઈ છે, ત્યારે ત્યારે ગુજરાતના રાજકારણમાં અને સમાજજીવનમાં એક તણાવની સ્થિતિ જોવા મળી છે. તેમાં હવે સેલિબ્રિટી ગુજરાતી સિંગરો કે કલાકારોના આંતરજ્ઞાતિય લગ્નો કે જેમાં કોઈ જોરજબરદસ્તી કે લાલચ કે પ્રપંચ નથી, તેને લઈને જો કોઈ નિવેદનબાજી થાય છે, તો તેનાથી પણ ગુજરાતના સામાજિક તાંતણાઓને નુકશાન પહોંચી શકે છે.

 

આંતરજ્ઞાતિય લગ્નો લવજેહાદ પણ રોકી શકે!

 

બીજું જો ખરેખર પ્રેમપ્રસંગ હોય તો તેવા આંતરજ્ઞાતીય લગ્નોને સ્વીકારવાથી ગુજરાતમાં અને દેશના અન્ય સ્થાનો પર લવજેહાદના કિસ્સાઓ પણ ઘટી જશે. પ્રેમ સંબંધ કોઈપણ પ્રકારે સંપર્કોથી થાય છે. પણ જાતિપ્રથાને કારણે સંપર્કમાં આવનારા યુગલો આમા આગળ વધવાના સ્થાને અન્ય વિકલ્પ તરીકે વિધર્મી સંપર્કો તરફ પણ વળી જતાં હોય છે. જેને કારણે લવજેહાદના મામલાઓ પણ વધે છે. શું આ એક સમાજજીવનના સંશોધનનો વિષય નથી?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો