- આનંદ શુક્લ
બ્રિટિશ
શાસનમાંથી મુક્ત થયેલા ભારતે 15 ઓગસ્ટ, 1947થી પોતાની સ્વતંત્ર દેશ તરીકેની સફર
ચાલુ કરી. મજહબી આધારે દેશના ભાગલા થવા છતાં ભારતની સત્તા સેક્યુલર રહી. 26
જાન્યુઆરી, 1950ના રોજ ભારતીય બંધારણ અમલી બન્યું. જો કે તેના આમુખમાં ત્યારે
સેક્યુલર શબ્દ સામેલ કરવામાં આવ્યો ન હતો. પરંતુ ભારતમાં લોકશાહીને સ્વતંત્રતાના
પ્રારંભના થોડાક વર્ષોમાં જ વોટબેંકની રાજનીતિનો અખાડો બનાવી દેવામાં આવી હતી.
જેના કારણે જાતિગત સમીકરણો સાથે મુસ્લિમ વોટબેંકને સાધીને સત્તા પ્રાપ્ત કરવાનો એક
ખેલ ચૂંટણી વ્યૂહરચના તરીકે ખાસો લાંબો સમય ચલાવવામાં આવ્યો.
1951માં સ્વતંત્ર ભારતની
સ્થિતિ-
સ્વતંત્ર ભારતમાં પહેલી વસ્તીગણતરી 1951માં
હાથ ધરવામાં આવી હતી. 1951માં ભારતીય મૂળના ધર્મોના અનુયાયીઓ (હિંદુ, શીખ, જૈન,
બૌદ્ધ)ની સ્વતંત્ર ભારતમાં વસ્તી 31.50 કરોડ એટલે કે 87.237 ટકા હતી. જ્યારે
1951માં મુસ્લિમોની વસ્તી 3.77 કરોડ એટલે કે કુલ વસ્તીના10.430 ટકા હતી. જ્યારે
1951માં ભારતમાં ખ્રિસ્તીઓની સંખ્યા 84.26 લાખ સાથે 2.334 ટકા હતી.
1951માં
પાકિસ્તાનની સ્થિતિ-
ભાગલા બાદ 1951માં પાકિસ્તાનમાં મુસ્લિમોની
સંખ્યા 3.273 કરોડ એટલે કે 97.119 ટકા હતી. જ્યારે 1951માં પાકિસ્તાનમાં હિંદુઓની
સંખ્યા 5.310 લાખ એટલે કે
1.576 ટકા હતી. જ્યારે પાકિસ્તાનમાં ત્યારે ખ્રિસ્તીઓ 4.53 લાખ એટલે કે 1.285 ટકા
જ હતા.
1951માં
બાંગ્લાદેશ (તત્કાલિન પૂર્વ પાકિસ્તાન) -
ભાગલા બાદ 1951માં પૂર્વ પાકિસ્તાન તરીકે
ઓળખાતા આજના બાંગ્લાદેશમાં હિંદુઓની સંખ્યા 92.39 લાખ અને બૌદ્ધોની સંખ્યા 3.19
લાખ હતી.આમ 1951માં બાંગ્લાદેશમાં ભારતીય મૂળના ધર્મોના લોકોની સંખ્યા 95.58 લાખ
એટલે કે 22.794 ટકા હતી. જ્યારે બાંગ્લાદેશમાં 1951માં મુસ્લિમોની સંખ્યા 3.22
કરોડ એટલે કે 76.854 ટકા હતી.
1941થી 1951ના
આંકડા શું કહે છે?
હવે ભાગલાથી થોડાક વર્ષો પહેલાની સ્થિતિની વાત
કરીએ, તો પાકિસ્તાનમાં 1941માં ભારતીય મૂળના ધર્મોના અનુયાયીઓની સંખ્યા 55.68 લાખ
એટલે કે 19.69 ટકા હતી. 1951માં પાકિસ્તાનમાં ભારતીય મૂળના લોકોની સંખ્યા જો ભાગલા
પડયા ન હોત તો 19.69 ટકાના હિસાબથી 79.50 લાખ થવાની હતી. પરંતુ 1951માં ભાગલા બાદ
આ સંખ્યા માત્ર 6.46 લાખ એટલે કે 1.60 ટકા જેટલી રહી હતી આમ 1941ની સરખામણીએ
1951માં પાકિસ્તાનમાં ભારતીય મૂળના ધર્મોની સંખ્યામાં 73.04 લાખનો ધરખમ ઘટાડો
નોંધાયો હતો.
જ્યારે પૂર્વ પાકિસ્તાન અને બાદમાં 1971માં
ભારતની મદદથી બનેલા બાંગ્લાદેશમાં 1941માં ભારતીય મૂળના ધર્મોના અનુયાયીઓ 1.244
કરોડ એટલે કે 29.61 ટકા હતા. જો ભાગલા ન પડયા હોત તો આ દરે 1951માં ભારતીય મૂળના
ધર્મોના અનુયાયીઓની બાંગ્લાદેશમાં સંખ્યા 1.307 કરોડ એટલે કે 29.61 ટકા હોત. પણ
ભાગલા બાદ બાંગ્લાદેશમાં ભારતીય મૂળના ધર્મોના અનુયાયીઓની સંખ્યા ઘટીને 1.011 કરોડ
એટલે કે 22.89 ટકા થઈ હતી. જો કે ભારતીય મૂળના ધર્મોના અનુયાયીઓની સંખ્યા પશ્ચિમ
પાકિસ્તાનની સરખામણીએ આજના બાંગ્લાદેશ અને તત્કાલિન પૂર્વ પાકિસ્તાનમાં ઘણી વધારે
હતી. પણ આજે બાંગ્લાદેશમાં એક અનુમાન મુજબ ભારતીય મૂળના ધર્મોના અનુયાયીઓની સંખ્યા
8 ટકાની આસપાસ છે. આ એક મોટો ધરખમ ઘટાડો છે. આ આંકડા દર્શાવે છે કે ભારતમાંથી
બનેલા પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ઈસ્લામિક ક્ટ્ટરવાદે ભારતીય મૂળના ધર્મોના
અનુયાયીઓને વિસ્થાપિત થવા કે ધર્માંતરીત થવા કે અત્યાચારોનો મુંગા મોંઢે ભોગ બનવા
માટે મજબૂર કર્યા છે.
સ્વતંત્ર ભારતમાં
હિંદુઓની વસ્તી 7.82 ટકા ઘટી
હવે સ્વતંત્ર
ભારતની વાત કરીએ, તો ભારતમાં ભારતીય મૂળના ધર્મોના અનુયાયીઓમાં હિંદુઓની સંખ્યામાં
સતત ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે મુસ્લિમોની સંખ્યામાં વધારો થયો છે. 1951થી
2011ના સેન્સસના ચોંકાવનારા આંકડાઓ ખરેખર ભારતમાં ઘટતી હિંદુ વસ્તીનો ચિતાર રજૂ
કરે છે. 2021માં કોરોનાને કારણે સેન્સસ થઈ શક્યો ન હતો. હવે 2026માં સેન્સસ થાય છે
અને આ વખતે 1931 બાદ પહેલીવાર દેશમાં જાતિગત વસ્તીગણતરી પણ થઈ રહી છે.
ઈકોનોમિક
કાઉન્સિલ ટુ ધ પ્રાઈમ મિનિસ્ટર એટલે કે PM-EAC દ્વારા Share of Religious Minorities : A Cross Country Analysis –
ના ડેટા મુજબ, 1950થી 2015 વચ્ચે ભારતમાં હિંદુઓની વસ્તીમાં
7.82 ટકાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે આ સમયગાળામાં મુસ્લિમોની વસ્તીમાં 4.25 ટકાનો વધારો થયો છે. ભારત હિંદુ બહુમતીવાળો દેશ
છે, પણ બંધારણ મુજબ હિંદુ સ્ટેટ નથી.
ભારતના કેટલાક
રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં હિંદુ લઘુમતીમાં-
ભારતમાં 28
રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો છે. તેમાંથી 6 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત
પ્રદેશો એવા છે કે જ્યાં આખા દેશમાં બહુમતીમાં રહેલો હિંદુ ત્યાં લઘુમતીમાં છે. ઈશાન ભારતના અરુણાચલ પ્રદેશમાં 30.26 ટકા સાથે
ખ્રિસ્તીઓની વસ્તી સૌથી વધુ છે. જ્યારે અહીં હિંદુઓ 29.04 ટકા અને બૌદ્ધ 11.77 ટકા
તથા અન્ય 26.74 ટકા છે. જ્યારે ઈશાન ભારતના મેઘાલયમાં 74.59 ટકા ખ્રિસ્તી અને
11.53 ટકા હિંદુ છે. મિઝોરમમાં 87.16 ટકા ખ્રિસ્તી અને 2.75 ટકા હિંદુ છે.
નાગાલેન્ડમાં 87.93 ટકા ખ્રિસ્તી અને 8.75 ટકા હિંદુ છે. પંજાબમાં શીખોની વસ્તી
57.69 ટકા અને હિંદુઓની વસ્તી 38.49 ટકા છે. આમ તો શીખ-હિંદુ બંને ભારતીય મૂળના
ધર્મો છે અને તેથી બીજી કોઈ સમસ્યા નથી. પણ અહીં હિંદુ લઘુમતીમાં હોવા એક
વાસ્તવિકતા છે. કેન્દ્રશાસિત જમ્મુ-કાશ્મીરમાં 68.31 ટકા મુસ્લિમ અને 28.44 ટકા
હિંદુઓ છે. કેન્દ્રશાસિત લક્ષદ્વીપમાં 96.58 ટકા મુસ્લિમ અને માત્ર 2.77 ટકા હિંદુ
છે. જ્યારે મણિપુરમાં હિંદુ 41.39 ટકા અને ખ્રિસ્તી 41.29 ટકા છે. આંકડાની
દ્રષ્ટિએ મણિપુરમાં હિંદુ-ખ્રિસ્તી વસ્તી લગભગ સરખી છે. જ્યારે કેન્દ્રશાસિત
લડાખમાં 2011ના સેન્સસ મુજબ
મુસ્લિમો 46.41 ટકા, બૌદ્ધો 39.65 ટકા અને હિંદુઓ 12.11 ટકા સાથે લઘુમતીમાં છે.
હિંદુઓ પર
ધાર્મિક વસ્તી સંતુલન જાળવવાનું દબાણ-
જ્યારે હિંદુઓ
ધાર્મિક વસ્તી સંતુલનમાં દબાણની સ્થિતિમાં હોય તેવા રાજ્યોમાં આસામમાં 61.47 ટકા
હિંદુઓ અને 34.22 ટકા મુસ્લિમ વસ્તી સાથે સૌથી મોખરે છે. તેના પછી પશ્ચિમ બંગાળમાં
70.54 ટકા હિંદુ અને 27.01 ટકા મુસ્લિમ વસ્તી (2011ના સેન્સસ પ્રમાણે) છે. જો કે
હવેના અંદાજ મુજબ પશ્ચિમ બંગાળમાં મુસ્લિમોની વસ્તી 30 ટકાથી પણ વધારે છે. જો કે
તાજેતરમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં બે તબક્કામાં 92 ટકા જેટલું વોટિંગ થયું અને
મુસ્લિમ વોટર્સના ટેકાવાળી ગણાતી તૃણમૂલ કોંગ્રેસને હરાવીને ભારતીય જનતા પાર્ટીને
પશ્ચિમ બંગાળમાં પ્રચંડ જીત મળી છે. આસામ અને પશ્ચિમ બંગાળ બંને સ્થાનોમાં સરહદી
જિલ્લાઓમાં મુસ્લિમ બહુમતી થઈ ચુકી છે અને બાંગ્લાદેશી ઘૂસણખોરોએ ધાર્મિક વસ્તી
સંતુલન વધુ ખોરવ્યું છે. કેરળમાં હિંદુઓ 54.73 ટકા, મુસ્લિમો 26.56 ટકા, ખ્રિસ્તી
18.38 ટકા છે. કેરળ લવજેહાદ અને આતંકી નેટવર્કને કારણે ખાસું ચર્ચામાં રહે છે. આ
સિવાય બિહારમાં 16.87 ટકા મુસ્લિમ, ઝારખંડમાં 14.53 ટકા મુસ્લિમ, કર્ણાટકમાં 12.92
ટકા મુસ્લિમ, મહારાષ્ટ્રમાં 11.53 ટકા મુસ્લિમ, તેલંગાણામાં 12.69 ટકા મુસ્લિમ,
ઉત્તરપ્રદેશમાં19.26 ટકા, ઉત્તરાખંડમાં 13.95 ટકા અને કેન્દ્રશાસિત દિલ્હીમાં
12.86 ટકા મુસ્લિમ છે.
1951થી 2011ના
સેન્સસના આંકડા-
|
ધર્મ |
1951 (%) |
1961 (%) |
1971 (%) |
1981 (%) |
1991 (%) |
2001 (%) |
2011 (%) |
|
હિંદુ |
84.10 |
83.45 |
82.73 |
82.30 |
81.53 |
80.46 |
79.80 |
|
શીખ |
1.79 |
1.79 |
1.89 |
1.92 |
1.94 |
1.87 |
1.72 |
|
બૌદ્ધ |
0.74 |
0.74 |
0.70 |
0.70 |
0.77 |
0.77 |
0.70 |
|
જૈન |
0.46 |
0.46 |
0.48 |
0.47 |
0.40 |
0.41 |
0.37 |
|
ભારતીય મૂળના ધર્મો |
86.63 |
86.44 |
85.80 |
85.37 |
84.64 |
83.51 |
82.59 |
|
મુસ્લિમ |
9.8 |
10.69 |
11.21 |
11.75 |
12.61 |
13.43 |
14.23 |
|
ખ્રિસ્તી |
2.30 |
2.44 |
2.60 |
2.44 |
2.32 |
2.34 |
2.30 |
|
પારસી |
0.13 |
0.09 |
0.09 |
0.09 |
0.08 |
0.06 |
Not counted |
|
અન્ય |
0.43 |
0.43 |
0.41 |
0.42 |
0.44 |
0.72 |
0.90 |
1951થી 2011ના
સેન્સસમાં હિંદુઓની સંખ્યા 4.30 ટકા ઘટી છે. જ્યારે 1951થી2011 દરમિયાન ભારતીય
મૂળના ધર્મોના અનુયાયીઓની વસ્તીમાં 4.04 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે મુસ્લિમોની
સંખ્યા 1951થી 2011 દરમિયાન 4.43 ટકા વધી છે. જ્યારે ખ્રિસ્તીઓની સંખ્યા 1951થી
2011 દરમિયાન ચઢાવ-ઉતાર વચ્ચે 2.30 ટકા જ રહી છે. તેની પાછળના કારણોમાં
ક્રિપ્ટો-ખ્રિશ્ચયન કે જેઓ પાળતા ખ્રિસ્તી ધર્મ હોય પણ ઓળખ છૂપાવતા હોય. આ સિવાય
ઘરવાપસીના કાર્યક્રમોની પણ મોટી અસર છે અને ધર્માંતરણ વિરોધી કાયદાઓનો પ્રભાવ પણ
ખ્રિસ્તી જનસંખ્યાની 1951થી 2011ની સ્થિરતામાં જોવા મળી રહ્યો છે.
વાંચો આ આંકડા
શું કહી રહ્યા છે?
ભારતમાં 1951થી 1961ના સેન્સસ વચ્ચે હિંદુઓનો વસ્તી
વૃદ્ધિદર 20.60 ટકા અને મુસ્લિમોનો વસ્તીવૃદ્ધિ દર 32.50 ટકા હતો. 1961થી 1971
વચ્ચે હિંદુમાં 23.70 ટકા અને મુસ્લિમોમાં 30.90 ટકા વસ્તીવૃદ્ધિ દર હતો. જ્યારે
1971થી 1981 વચ્ચે હિંદુમાં 24.10 ટકા અને મુસ્લિમોમાં 30.80 ટકા વસ્તીવૃદ્ધિ દર
હતો. 1981થી 1991 વચ્ચે હિંદુમાં 22.70 ટકા અને મુસ્લિમોમાં 32.90 ટકા વસ્તી
વૃદ્ધિનો દર હતો. 1991થી 2001 વચ્ચે હિંદુઓમાં 19.9 ટકા અને મુસ્લિમોમાં 29.50 ટકા
વસ્તી વૃદ્ધિનો દર હતો. જ્યારે 2001થી 2011 વચ્ચે હિંદુઓમાં 16.80 ટકા અને
મુસ્લિમોમાં 24.6 ટકા વસ્તી વૃદ્ધિ દર હતો. ભારતમાં 1951થી 1981 વચ્ચે
વસ્તીવૃદ્ધિનો દર સતત વધતો હતો. પરંતુ જ્યારથી પરિવાર નિયોજન કાર્યક્રમ શરૂ થયો
હતો તેની અસર 1991, 2001 અને 2011ના આંકડાઓ પર દેખાવા લાગી હતી. ભારતનો
વસ્તીવૃદ્ધિનો દર 1991થી 2011 દરમિયાન સતત ઘટતો રહ્યો છે અને 2011માં 17.6 ટકાએ
પહોંચ્યો હતો. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે જ્યારે પરિવાર નિયોજન કાર્યક્રમ તેની
ગતિ પકડી રહ્યો હતો ત્યારે હિંદુઓનો વસ્તીવૃદ્ધિ દર સતત ઘટી રહ્યો હતો, પણ 1981થી
1991ના સમયગાળામાં મુસ્લિમોનો વસ્તી વૃદ્ધિ દર 30.80 ટકાથી વધીને 32.90 ટકા થયો
હતો.
નેશનલ ફેમિલી
હેલ્થ સર્વેના ડેટા મુજબ, ટોટલ ફર્ટિલિટી રેટ (ટીએફઆર) 1992-93માં 3.4, 1998-99માં
2.9, 2005-06માં 2.7 અને 2015-16માં 2.2
થયો હતો. તેમાં 1992-93માં હિંદુઓનો ટીએફઆર 3.3 અને મુસ્લિમોનો ટીએફઆર 4.4
હતો. જ્યારે 1998-99માં હિંદુઓનો 2.8 અને મુસ્લિમોનો ટીએફઆર 3.6 હતો. 2005-06મા
હિંદુઓનો 2.6 અને મુસ્લિમોનો ટીએફઆર 3.4 હતો.2015-16માં હિંદુઓનો ટીએફઆર 2.1 અને
મુસ્લિમોનો ટીએફઆર 2.6 થયો છે. મતલબ કે પરિવાર નિયોજન કાર્યક્રમને હિંદુઓનું
જેટલું મોટું સમર્થન મળ્યું તેટલું સમર્થન મુસ્લિમો દ્વારા મળ્યું નથી. એટલે કે
હિંદુઓએ પરિવારનિયોજન અપનાવતા ઘણાં બધાં પરિવારોમાં બે બાળકો બસ અને તેના પછી હવે
એક જ સંતાન હોય તેવી સ્થિતિ છે.
વસ્તી નિયંત્રણના
કડક કાયદાની તાતી જરૂર-
દેશમાં આ
ટ્રેન્ડને કારણે ધાર્મિક વસ્તી અસંતુલન પેદા થવાની આશંકાઓને કારણે ઘણાં આગેવાનો
અને નેતાઓએ હિંદુઓને બેથી વધુ બાળકો પેદા કરવાની હાકલ કરી છે. પણ દેશની 145 કરોડ
જેટલી વસ્તી છે અને આવી સ્થિતિમાં હિંદુઓની વસ્તી વધારવી તે એક ઉકેલ છે, પણ તેનાથી
વધારે મોટો અને વ્યવહારિક ઉકેલ જેમની વસ્તી અનિયંત્રિતપણે વધી રહી છે, તેમની
વસ્તીને નિયંત્રિત કરવાનો છે.
જ્યારે ભારતમાં
20 ટકાની આસપાસ મુસ્લિમોની વસ્તી થશે, ત્યારે દેશમાં મુસ્લિમો પોતાની પોલિટિકલ
દાદાગીરી વધારશે. તેને ભારતની કથિત સેક્યુલર રાજનીતિ દ્વારા જે પણ ઈંજન મળી રહ્યું
છે, તેમાં વધારો થશે. આવી સ્થિતિમાં મુસ્લિમો અને મુસ્લિમોના રહેનુમાન બનીને ખુરશી
યોગ શોધી રહેલા રાજકારણીઓ ભારતની હિંદુ પોલિટિકલ એકતાને તોડવાનો પુરજોર પ્રયાસ કરી
રહ્યા છે. તેઓ જાતિગત વસ્તીગણતરીના આંકડાનો એક રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરીને
ફરી એકવાર ભારતીય રાજનીતિમાં જાતિગત રાજનીતિને ભડકાવીને તેમાં મુસ્લિમ વોટબેંકના
રાજકારણની ભેળસેળ દ્વારા હિંદુઓના રાજકીય વર્ચસ્વને તોડવાની કોશિશ કરી શકે છે.
લોકશાહી સંખ્યાબળ
પર આધારીત હોય છે. આવા સંજોગોમાં ભારતના 1000 હજાર વર્ષના ભવિષ્યની જ્યારે વાત
કરાતી હોય, તો ધાર્મિક વસ્તી સંતુલન ભારતના સ્વભાવ, પ્રકૃતિ અને સ્વરૂપને જાળવી
રાખવા માટે એક અતિ મહત્વની બાબત બની જાય છે. આના માટે દેશમાં વસ્તી નિયંત્રણના કડક
કાયદાઓ બનાવીને તેનો કડકાઈથી અમલ કરવાની વ્યવસ્થા ઝડપથી ગોઠવવી જોઈએ. યાદ રાખવું
જોઈએ કે ભારતમાં વિશ્વના 94 ટકા હિંદુઓ વસવાટ કરી રહ્યા છે. પ્યુ રિસર્ચ સેન્ટરના
એક અનુમાન મુજબ, 33 ટકાના વધારા સાથે ભારતમાં 1.3 અબજ હિંદુઓ હશે અને 76 ટકાના
વધારા સાથે 31.10 કરોડ મુસ્લિમ હશે. 2050માં મુસ્લિમો ભારતની વસ્તીના 18.40 ટકા
થવાનું પણ પ્યૂ રિસર્ચ સેન્ટરે અનુમાન દર્શાવ્યું છે.
ભારતના ભાગલા
પહેલાનો ઈતિહાસ જોઈએ અને તેના આંકડા તપાસીએ તો 20 ટકા મુસ્લિમ વસ્તી થાય ત્યારે
તેઓ પોતાનો આગવો પોલિટિકલ મંચ બનાવે છે. 25 ટકાની આસપાસની વસ્તી થાય ત્યારે અલગ
હોમલેન્ડની માગણી કરતા હોય છે અને રાજકીય વર્ચસ્વની સોદાબાજીમાં
દેશ-રાષ્ટ્ર-સમાજને નુકશાન પણ થતું હોય છે. 2050માં ભારત વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ
વસ્તી ધરાવતો દેશ બની જશે, તેવું પ્યૂ રિસર્ચનું અનુમાન છે. પણ જે પ્રકારે વસ્તી
અનિયંત્રિતપણે વધી રહી છે અને તેને અટકાવવા માટે કાયદાકીય વ્યવસ્થા નથી તેને જોતા
ભારતમાં સ્થિતિ અને વસ્તીના આંકડા 2050 સુધીમાં ઘણી ઝડપથી ધાર્મિક વસ્તી અસંતુલન
તરફ પણ જઈ શકે છે. બાકી એક અનુમાન મુજબ, ભારત-પાકિસ્તાન અને બાંગ્લાદેશ કે જે
ભાગલા પહેલા એક જ દેશ હતો, તેમાં 2071માં ભારતીય મૂળના ધર્મના અનુયાયીઓ અને
મુસ્લિમ વસ્તીના આંકડા બરાબરી પર આવી જશે. આની અસર હિંદુ બહુલ ભારત પર પણ પડશે.
ભારતના બંને પાડોશી દેશો પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં કટ્ટરવાદ કેવી રીતે આતંકનો
વાહક બની ચુક્યો છે, તેનાથી આપણે ભારતના લોકો સારી રીતે પરિચિત છીએ. માટે જ
દેશહિત-રાષ્ટ્રહિતમાં વસ્તી નિયંત્રણના કડક કાયદા લાવવા હવે જરૂરી બની ચુક્યા છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો