રવિવાર, 29 એપ્રિલ, 2012

હિંદુ-મુસ્લિમ એકતા માટે મુસ્લિમ તુષ્ટિકરણની રાહે ચાલતા ઉંટવૈદોથી સાવધાન


-ક્રાંતિવિચાર
ગત માસ હું સુરતથી અમદાવાદ તરફ આવતો હતો. ગુજરાત રાજ્ય પરિવહન નિગમની વોલ્વો બસમાં જૂજ મુસાફરો સાથે મળીને બપોરના ત્રણ વાગ્યે સુરતથી અમદાવાદ તરફ આવવા નીકળ્યો. વોલ્વો તેની પૂરઝડપે અમદાવાદ તરફ દોડી રહી હતી. પરંતુ સાંજે બરાબર સાડા પાંચની આસપાસનો સમય થયો, તો મારી બસમાં બેઠેલા કેટલાંક મુસ્લિમ શખ્સો ડ્રાઈવર સાથે મસલત કરતા નજરે પડયા. આ ઘટનાના થોડા સમય પહેલા બસ એક જગ્યાએ નાસ્તો-પાણી કરવા ઉભી રહી હતી. પરંતુ મુસ્લિમ શખ્સોની ડ્રાઈવર સાથેની મસલતની અડધો કલાક બાદ ખબર પડી. 6 વાગ્યાની આસપાસ ટોલનાકા પછી બસને ઉભી રાખી દેવામાં આવી. મુસ્લિમ શખ્સો બસની નીચે ઉતર્યા અને તેમણે બસની આગળ જ ચાદર પાથરીને નમાજ પઢવાની શરૂ કરી. લગભગ 15થી 20 મિનિટ સુધી બસ ત્યાં રોકાઈ. બસમાં રહેલા અન્ય મુસાફરો મુસ્લિમ શખ્સોની શાલીનતાભરી ધાર્મિક દાદાગીરી સહન કરી રહ્યા હતા અને હું સમસમીને બેસી રહ્યો હતો. પરંતુ મારે જાણવું હતું કે સામાન્ય બસ પ્રવાસી મુસ્લિમ શખ્સોની શાલીનતાભરી ધાર્મિક દાદાગીરી સંદર્ભે શું વિચારી રહ્યા છે? તેમના મતે બસ રોકીને નમાજ પઢવી મુસ્લિમોનો અધિકાર હતો, બસનો ડ્રાઈવર પણ મુસ્લિમ ન હતો. છતાં તેણે મુસ્લિમોને નમાજ પઢવા દેવા બસ રોકવી પડી. તપાસ કરતાં માલૂમ પણ પડયું છે કે ગુજરાત સરકારનો આવો કોઈ લેખિત પરિપત્ર બહાર પડયો નથી કે મુસ્લિમોને બસ રોકીને નમાજ પઢવા દેવી.
પરંતુ આ ઘટના પછી મને કેટલાંક સવાલો થયા. શું કોઈ હિંદુ બ્રાહ્મણને ત્રિકાળ સંધ્યા કરવી હોત અને તેણે આ રીતે બસ ઉભી રાખવાની માગણી કરી હોત, તો શું બસ ડ્રાઈવરે માગણી માની હોત? શું હિંદુઓ પોતાની ધાર્મિકતાને આવી રીતે સરેરાહ મનાવવા માટે બસ, ટ્રેનોમાં મનસ્વી વર્તન કરે છે? માત્ર મુસ્લિમો જ આ પ્રકારનું મનસ્વી વર્તન કેમ કરે છે? આ ઘટના બાદ થયું કે આનો ઉકેલ માત્ર બસની ફરીયાદ બુકમાં ફરીયાદ નોંધાવાથી થવાનો નથી. ભારતના હિંદુઓએ રામજન્મભૂમિને મુક્ત કરવા માટે ભારે મોટી લડાઈ લડી છે અને હજી પણ કોર્ટમાં ચુકાદા બાદ પણ રામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિરની હજી પણ કોઈ સંભાવના દેખાતી નથી. કાશીવિશ્વનાથ અને કૃષ્ણ જન્મભૂમિના પણ હાલ કંઈ સારા નથી. 121 કરોડના દેશમાં લગભગ 97-98 કરોડ લોકો હિંદુ છે. પરંતુ તેમને તેમની કોઈ ધાર્મિકતા સંદર્ભે ક્યારેય મુસ્લિમો દ્વારા આઝાદીના 65 વર્ષે સમ્માન મળ્યું નથી. હિંદુઓના ધર્મસ્થાનોમાં પણ મુસ્લિમ શાસકો દ્વારા બળજબરીથી બનાવાયેલા ઢાંચા મસ્જિદો, દરગાહો કે અન્ય રીતે ઉભા છે. પરંતુ તેને પણ દેશના 97-98 કરોડ હિંદુઓ દૂર કરી શકતા નથી. પરંતુ આ દેશના 18 કરોડ મુસ્લિમો પોતાનું મનસ્વી વર્તન ધર્મના નામે ચાલુ રાખી શકે છે. આ દેશની આ વિડંબણા છે. હિંદુ સમાજ માટે ખરેખર આ આત્મશોધ, આત્મચિંતન અને આત્મ વિશ્લેષણનો વિષય છે.
દેશમાં આઝાદી પહેલેથી હિંદુ-મુસ્લિમ એકતા માટેના પ્રયત્નો થતા આવ્યા છે, પરંતુ તેમાં મુસ્લિમ તુષ્ટિકરણનો પારાવાર સમાવેશ થયો છે. હિંદુઓએ જાતે પોતે મુસ્લિમોને સુપિરિયર ગણીને તેમનું તુષ્ટિકરણ કરવાની નીતિ સદાકાળથી ભારતમાં હિંદુ-મુસ્લિમ એકતાના નામે થતી આવી છે. ભારતના મહાત્મા ગાંધી સરીખા નેતાઓથી માંડીને કોંગ્રેસ અને ભાજપની કેન્દ્ર અને રાજ્યોમાં આવેલી સરકારો અને અન્ય પ્રાદેશિક પક્ષોએ પણ હંમેશા મુસ્લિમોનું તુષ્ટિકરણ કરવાની નીતિ અપનાવી છે. પછી આ નીતિ તેમને અનામત આપવાની હોય કે હજ સબસિડી આપવાની. રામજન્મભૂમિ પર કબજો રાખવાની હોય કે વડાપ્રધાનના 15 સૂત્રીય કાર્યક્રમ ચલાવવાની વાત હોય. બધી જ જગ્યાએ મુસ્લિમોની ભારતમાં જોહુકમી ચાલી રહી છે. ક્યારેક વિચાર આવે છે કે હિંદુ-મુસ્લિમ સંબંધોને કારણે ભારતને ભારત તરીકે ઘણું ગુમાવવું પડયું છે. હિંદુ-મુસ્લિમ સંબંધો તુષ્ટિકરણના આધારે ક્યારેય સુધરી શકવાના નથી, આ વાત ઈતિહાસ અને પ્રવર્તમાન ઘટનાઓના આધારે સમજી શકાય છે. ત્યારે તેમની સાથે સદભાવના દર્શાવવાના તરકટોથી કોઈ મોટો ફાયદો પડવાનો નથી. મુસ્લિમોની સાથે બેસવું, તેમના ભાઈબાપા કરવાની સાથે સાથે તેમનું બૌદ્ધિક તુષ્ટિકરણ પણ થઈ રહ્યું છે. જેમાં હિંદુ સમુદાયના કેટલાંક નપાવટ નેતાઓ દ્વારા મુસ્લિમોને શિષ્ટતાથી ખુશ રાખવાનો પ્રયત્ન કરવામાં આવે છે, પરંતુ આ તમામ કવાયતોનું પરિણામ ધાર્યા કરતા તદ્દન વિપરીત આવે છે અને હિંદુ સમાજને તથા હિંદુસ્થાનને બમણા જોરથી નુકસાન થવાનું ચાલુ રહે છે.
આવું કરીને હિંદુ સમાજને વાસ્તવમાં ભ્રમિત કરવામાં આવી રહ્યો છે અને તેના થકી હિંદુ સમાજના ભવિષ્યને દાંવ પર લગાવાય રહ્યો છે. સારું હોત જો હિંદુ તથ્ય નિષ્ટ રીતે મુસ્લિમોની સામે તેમના કટુ સત્યો મૂકત. બિલકુલ આ કટુસત્યો કર્ણપ્રિય અને મધુર નથી. પરંતુ તે મુસ્લિમ સમાજની કરણી અને કથનીની વાસ્તવિકતા છે. એ જરૂરી પણ છે કે મુસ્લિમ સમાજ પોતાના વિષયમાં કટુસત્યનો સામનો કરે. બની શકે કે આવી ઘટનાઓ ટૂંકા ગાળામાં કષ્ટકારી હોય, પરંતુ લાંબા ગાળે તે હિંદુસ્થાન માટે કલ્યાણકારી હશે. હિંદુ સમાજે તો મધ્ય અને આધુનિક કાળમાં ઘણાં સમાજ સુધારક પેદા કર્યા, જેમણે સામાજિક કુરીતિઓ અને રુઢિવાદ સામે થઈને તેનો વિરોધ કર્યો, પરંતુ મુસ્લિમ સમાજમાં આવું કેમ થયું નથી તે વિચારવાનો પ્રશ્ન છે. મુસ્લિમ સમાજ આજ પોતાની રુઢિવાદિતાઓ અને ભ્રાંતિઓ તથા ધાર્મિક ભ્રમણાનો શિકાર છે. આ તમામ બાબતો મુસ્લિમ સમાજને ઉગ્ર બનાવી રહી છે અને કટ્ટર બનાવીને આતંકવાદી પણ બનાવી રહી છે. વળી આશ્ચર્યની વાત એ છે કે મુસ્લિમ તુષ્ટિકરણના પ્રયોગો કરીને હિંદુ સમાજ પણ હિંદુ-મુસ્લિમ એકતાના નામે મુસ્લિમોને વધુ ઉગ્ર બનાવામાં મદદ કરી રહ્યો છે. મુસ્લિમ સમાજમાં મહિલાઓની જે સ્થિતિ છે, તેના સંદર્ભે મહિલા અધિકારના કાર્યકર્તાઓના મોઢા કેમ સિવાય જાય છે? ગોવધની ઘટનાઓ પર પશુ રક્ષા માટે કામ કરનારા કાર્યકર્તાઓની આંખો કેમ બંધ થઈ જાય છે? મુસ્લિમો દ્વારા પરિવાર નિયોજનનો વિરોધ કરવામાં આવે છે, પરંતુ દેશનું આરોગ્ય તંત્ર વસ્તી નિયંત્રણના મોટામોટા લક્ષ્યાંકો લે છે, પરંતુ મુસ્લિમ સમાજમાં પરિવાર નિયોજનની ચિંતા કેમ કરતું નથી? ઘણાં અભ્યાસો જણાવી રહ્યા છે કે ધાર્મિક વસ્તીના અસંતુલનથી દેશ પર દૂરગામી પરિણામો પડયા છે અને હજી પણ પડશે. પરંતુ આપણે, આપણી સેક્યુલર સરકાર આને મુસ્લિમોની આંતરીક સમસ્યા ગણીને એ બંધારણીય સિદ્ધાંતોની ઘોર ખોદી રહ્યા છીએ કે જેના પર આ દેશની શાસન પદ્ધતિ ઉભી છે.
અખબારો અને ટેલિવિઝન પર મુસ્લિમોના એક તથાકથિત ઉદારવાદી વર્ગે કબજો જમાવ્યો છે. આ વર્ગને સામાન્ય રીતે મુસ્લિમ સમાજ સંદર્ભે લોકોની સમજ વધારવા માટે કંઈ પુછવામાં આવતું નથી. પરંતુ દેશને ઈસ્લામના વિષયમાં હિંદુઓને ભ્રમિત કરવાનું કામ આ તથાકથિત ઉદારવાદી મુસ્લિમો સારી રીતે કરી લે છે. તેઓ કહે છે કે ઈસ્લામ ભાઈચારો અને શાંતિનો મજહબ છે. તેઓ તેના ટેકામાં કુરાને શરીફની કેટલીક આયાતોને પણ ટાંકે છે અને કેટલીક જાણીજોઈને છુપાવે છે. તેમનું કુલ મળીને કહેવું હોય છે કે ઈસ્લામ મજહબમાં તો સારી વાતો છે, પરંતુ કેટલાંક ગુમરાહ લોકો તેનો દુરુપયોગ કરી રહ્યા છે. પરંતુ તેઓ એ જણાવતા નથી કે ઈસ્લામનો ઈતિહાસ સામ્રાજ્યવાદનો ઈતિહાસ છે કે નહીં, ઈસ્લામમાં બિનમુસ્લિમો સાથે ક્યો વ્યવહાર અપેક્ષિત છે, શું હિંદુસ્થાન પર આક્રમ અને શાસન કરનારા સુલ્તાન અને બાદશાહ જેમણે મંદિરો પણ તોડયા હતા અને જજિયા પણ લાગ્વયો હતો, તેઓ ઈસ્લામનું અનુસરણ કરતા હતા કે દુરુપયોગ. આ મુદ્દાઓને ઉઠાવતા તેઓ ઘણી વખત કહે છે કે આ બધી ઈતિહાસની વાતો છે. પરંતુ આ બાબત હિંદુઓ માટે રેડસિગ્નલ સમાન છે.
ઈતિહાસ ભૂલવા માટે નથી, ઈતિહાસ યાદ રાખવા માટે છે કે જેથી તેનું ફરીથી પુનરાવર્તન થાય નહીં. પરંતુ હિંદુઓને તથાકથિત ઉદારવાદીઓની ચિકણી વાતો આ કટુ ઈતિહાસને ભૂલાવી દેવા મથે છે અને તેને કારણે મુસ્લિમોની ધાર્મિક જોહૂકમીઓ તેઓ જાણે-અજાણે ચલાવે છે. પરંતુ એક સવાલ છે કે ભૂતકાળમાં મધ્ય એશિયાઈ શાસકોએ જે કર્યું, તેના માટે આજના મુસ્લિમ સમાજમાં જે માનસિકતા ઘર કરી ગઈ છે તે ઉત્તરદાયી હતી કે નહીં? સાથે સવાલ એ પણ છે કે મુસ્લિમ એ ધાર્મિક સ્થાનો પર કબજો જમાવી રાખવા કેમ ચાહે છે, જેને બળજબરીથી મધ્યયુગમાં મંદિરમાંથી મસ્જિદ બનાવવામાં આવ્યા હતા? તેઓ વક્ફ સંપત્તિની એક ઈંચ જમીન છોડવા માટે પણ કેમ રાજી નથી કે જ્યારે વક્ફ સંપત્તિ મૂળરૂપથી લૂંટવામાં આવેલી સંપત્તિ છે? આ દેશનો મુસલમાન ગોહત્યા કેમ ચાલુ રાખવા માંગે છે અને ગોપાલનમાં કેમ રસ દાખવતો નથી? આનો અર્થ એ થયો કે પ્રવર્તમાન મુસ્લિમ સમાજ આ બધી બાબતોને હિંદુઓ પાસેથી જીતવામાં આવેલી વસ્તુઓ તરીકે જોવે છે. આ બધી બાબતો કરવામાં મુસ્લિમ સમાજ પોતાનો અધિકાર સમજી રહ્યો છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશની ધરતી પણ આ રીતે જીતવામાં આવી છે. આધુનિક ભારતમાં ગાંધીજીથી લઈને અત્યાર સુધી હિંદુ-મુસ્લિમ એકતાના ઘણાં નિષ્ફળ પ્રયોગો થયા છે, કારણ કે આ તમામ પ્રયોગો બૌદ્ધિક નિષ્કપટતા પર નહીં, પણ બૌદ્ધિક તુષ્ટિકરણ પર આધારીત હતા. જો રોગનું નિદાન યોગ્ય ન થાય, તો દવા રોગને ઠીક કરવામાં કામમાં આવતી નથી. તેની સાથે નિષ્ણાત ડૉક્ટરની કડવી દવા કે શૈલ્ય ચિકિત્સા કરવાની જરૂરત હોય તો ઉંટવૈદોની મીઠી મધ જેવી દવા કામમાં આવતી નથી.

રવિવાર, 22 એપ્રિલ, 2012

ટીમ અણ્ણામાં મુસ્લિમો સાથે ભેદભાવનો કાજમીનો આક્ષેપ ગંભીર


-ક્રાંતિવિચાર

ભ્રષ્ટાચારથી આજે દેશ ત્રસ્ત છે. વિદેશમાં અઢળક કાળું ધન ભારતમાં પાછું લાવવાના દિવાસ્વપ્નો બાબા રામદેવ થકી દેખાડવામાં આવી રહ્યા છે. જનલોકપાલ બિલ હર દર્દ કી દવા અદરકની જેમ ટીમ અણ્ણા દ્વારા માર્કેટિંગ થઈ રહ્યું છે. લોકો ગત વર્ષ અણ્ણા હજારેના આંદોલનમાં એકઠા થયા હતા. તેમને અણ્ણામાં એક આશાનું કિરણ દેખાયું હતું. અણ્ણામાં ભારતના લોકોને યુગપુરુષના દર્શન થયા હતા. કદાચ લોકોને આશા જાગી હતી કે નાથુરામ ગોડસેની ગોળીથી વિંધાયેલો આપણો રાષ્ટ્રપિતા ગાંધીબાપુ ફરીથી પાછો ફર્યો છે. પરંતુ જે રીતે હિસ્સારની ચૂંટણીમાં કોંગ્રેસ વિરોધી પ્રચાર કરીને પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભ્રષ્ટાચારને ભૂલીને કોંગ્રેસને હરાવવાની વાતો થવા માંડી ત્યારથી ટીમ અણ્ણાના પાપે અણ્ણા હજારેની ગાંધીબાપુની છબી લોકોના દિલોદિમાગમાં કંપવા લાગી. લોકોને લાગ્યું કે ફરીથી મહાત્મા આવશે અને કલ્યાણના માર્ગે આપણને દોરી જશે. પરંતુ તેમની આજુબાજુના તકલાદી અને તકવાદી લોકોએ આખા આંદોલનને રાજકીય બનાવી દીધું હોવાની પ્રતીતિ પણ લોકોને થઈ.

ભ્રષ્ટાચાર સામેનું જનલોકપાલ માટેનું આંદોલન કોઈ ચોક્કસ પાર્ટી તરફી આંદોલન થઈ ગયું હોય તેવું પણ લાગવા લાગ્યું. લોકોને ફરીથી ઠગાવાનો અહેસાસ થયો અને તેનો પડઘો મુંબઈમાં અણ્ણાના અધવચ્ચેથી છોડાયેલા અનશનમાં જોવામાં મળ્યો. મુંબઈમાં 15 હજારની ક્ષમતાવાળા મેદાનમાં પહેલા દિવસે પુરાં પાંચસો લોકો પણ એકઠા થયા ન હતા. જ્યારે પોતાને મહાન બુદ્ધિપ્રધાન માનતા અને નેતાના વહેમમાં આવી ગયેલા પ્રશાંત ભૂષણ અને તેમની સાથે ભારતના સૌથી પહેલા મહિલા આઈપીએસ કિરણ બેદીને અનશનમાં સાથ આપવા માટે દિલ્હીના રામલીલા મેદાનમાં પુરાં પચ્ચાસ લોકો પણ ન હતા.

બાબા રામદેવ પર ગત વર્ષ 4 જૂને થયેલા પોલીસના બર્બર અત્યાચારની યાદ હજી તાજી છે. પરંતુ ભ્રષ્ટાચાર સામેના લોકોના આક્રોશને જોતા ફરીથી અણ્ણા હજારે અને બાબા રામદેવે ફરીથી સાથે મળીને ધારદાર આંદોલન માટે પ્રેસ કોન્ફરન્સ કરીને લોકોમાં આશા જગાવી. પરંતુ ટીમ અણ્ણાની નોઈડામાં મળેલી બેઠકમાં થયેલી તોડફોડે ફરીથી ભ્રષ્ટાચાર સામેના આંદોલનને જનલોકપાલ માટેના આંદોલનને ફરીથી શરૂ થતા પહેલા કમજોર થતું અને વિવાદોમાં ઘેરાતુ જોઈ રહ્યા છે. ઈન્ડિયા અગેન્સ્ટ કરપ્શનના સંસ્થાપક મુસ્લિમ સભ્ય મુફ્તિ શમૂન કાજમીએ ટીમ અણ્ણાને ભારે ખટાશભર્યા હ્રદયે રૂખસદ આપી છે. મુફ્તિ શમૂન કાજમીએ ટીમ અણ્ણા છોડતા પહેલા તેના પર ગંભીર આક્ષેપ કર્યો છે. કાજમીએ કહ્યુ છે કે ટીમ અણ્ણા કોમવાદી છે. અહીં મુસ્લિમો સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે.

કાજમીએ કહ્યુ છે કે ટીમ અણ્ણાને મુસ્લિમ બરદાશ્ત થતા નથી. અરવિંદ કેજરીવાલ અને અન્ય કેટલાંક મહત્વના સભ્યો મુસ્લિમોને નજરઅંદાજ કરે છે. તેમણે કહ્યુ કે જ્યારે પણ તેઓ કંઈ બોલે છે, તો યા તો તેમને બોલવા દેવામાં આવતા નથી અથવા તેમની વાતની અણદેખી કરી દેવામાં આવે છે. તેમણે કહ્યુ કે ટીમ અણ્ણામાં કોર કમિટી નામની રહી ગઈ છે, નિર્ણયો કેટલાંક લોકો જ લે છે અને તેને કોર કમિટી પર લાદી દેવામાં આવે છે.

ટીમ અણ્ણા પર પહેલી વખત મુસ્લિમો સાથે ભેદભાવ થતો હોવાનો ગંભીર પ્રકારનો આક્ષેપ તેના સંસ્થાપક મુસ્લિમ સભ્યે કર્યો છે. કેજરીવાલ અને અન્ય કેટલાંક મહત્વના કોર કમિટીની સભ્યો મુસ્લિમોને નજરઅંદાજ કરતા હોવાની વાત પણ કાજમીએ ભારપૂર્વક કહી છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો છે કે કેજરીવાલ અને મનીષ સિસોદિયા પોતાની હિત સાધના માટે આગળ વધી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યુ છે કે અણ્ણાના આંદોલનનું રાજનીતિકરણ થઈ ગયું છે.

ત્યારે ટીમ અણ્ણાએ ખરેખર લોકોને આ દેશના 121 કરોડ લોકોને કે જેમના તેઓ પ્રતિનિધિ હોવાનો દાવો કરે છે તેમને જણાવવું જોઈએ કે શું તેઓને મુસ્લિમ બરદાશ્ત થતા નથી? શું ટીમ અણ્ણામાં મુસ્લિમો સાથે ભેદભાવ કરવામાં આવે છે? શું અણ્ણાનું જનલોકપાલ બિલ માટેનું ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન રાજકીય થઈ ગયું છે? ટીમ અણ્ણાના કાજમીના જણાવ્યા પ્રમાણે મુસ્લિમ સાથે ભેદભાવ કરતા વલણથી ચિંતાની લહેરખી છે. ભારતમાં 121 કરોડની વસ્તીમાંથી 18 કરોડ મુસ્લિમો છે. મુસ્લિમો દેશની સૌથી મોટી લઘુમતી છે. 18 કરોડ મુસ્લિમોને બાદ કરીને ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈ લડી શકાય તેમ નથી. તેમ છતાં ગત વર્ષથી ચાલુ થયેલા અણ્ણાના આંદોલનમાં મુસ્લિમો ગેરહાજર હોવાની એક માન્યતા બની છે. આ માન્યતાને કારણે આક્ષેપો પણ થયા છે કે અણ્ણા અને રામદેવના આંદોલનની પાછળ ભગવા સંગઠનોની શક્તિ છે અને દોરીસંચાર પણ છે. પરંતુ અણ્ણાએ પોતાના આંદોલનને 100 ટકા સેક્યુલર ગણાવ્યું છે.

જો કે મુસ્લિમો તેમની સાથે જોડાયેલા નહીં હોવાનો મુદ્દો વધારે પ્રમાણમાં ઉછળતા અણ્ણાના ત્રીજા તબક્કાના આંદોલનમાં મુસ્લિમોને સાથે લેવા માટે ટીમ અણ્ણાએ ઘણાં હવાતિયાં માર્યા છે. મુસ્લિમ ચહેરાઓને આગળ કરવા. અણ્ણાની પાછળથી પહેલા ભારતમાતાના ચિત્રને ગાંધીજીની તસવીરથી રિપ્લેસ કર્યું અને બાદમાં મૌલાના અબ્દુલ કલામ દેખાય તે રીતે ક્રાંતિકારીઓના ચિત્રો ગોઠવી જોયા. ટીમ અણ્ણાની સૌથી ઘૃણાસ્પદ હરકત હતી, દિલ્હીની જામા મસ્જિદના ઈમામ બુખારી પાસે ભ્રષ્ટાચાર વિરુદ્ધમાં ટેકો માંગવા જવો. કેજરીવાલ અને કિરણ બેદી બંને ઈમામ બુખારી પાસે ભારતમાંથી ભ્રષ્ટાચાર ભગાડવા માટે મુસ્લિમ સમુદાયની સાથે તેમના સામેલ થવાની વિનંતી કરવા ગયા હતા.

પરંતુ ત્યારે કેજરીવાલ અને કિરણ બેદી ભૂલી ગયા કે ભારતીય રાજકારણમાં સૌથી કટ્ટરવાદી મુસ્લિમ ચહેરો કોઈ હોય તો તે ઈમામ બુખારીનો છે. ઈમામ બુખારી એ પંગતમાં બેસનાર વ્યક્તિ છે કે જેમની માનસિકતાથી પાકિસ્તાન પેદા થયું છે. પાકિસ્તાન પેદા કરનારાઓએ ભારતની આઝાદીની લડાઈમાં તે સમયમાં વાતાવરણમાં પણ કોઈ યોગદાન આપ્યું ન હતું. ઈતિહાસ સાક્ષી છે કે મુસ્લિમ લીગના નેજા નીચે પાકિસ્તાન પરસ્ત તત્વોએ ભારતની આઝાદીની લડાઈ માટે અંગ્રેજો સામે કોઈ આંદોલનમાં ક્યારેય ભાગ લીધો નથી. આવા પાકિસ્તાન પરસ્ત તત્વોની પંગતમાં બેસવા જેટલી કાબેલિયત ધરાવતા ઈમામ બુખારી જેવા નખશીખ કોમવાદી અને કટ્ટરવાદી શખ્સ પાસે ભ્રષ્ટાચારના આંદોલનમાં સામેલ થવા માટે યોગદાન માગવું નરી બાલિશતા હતી.પરંતુ આ ઘટના પછી ભારતમાં મુસ્લિમ કટ્ટરવાદીઓ તરફથી અણ્ણાના આંદોલનમાં મુસ્લિમોની ગેરહાજરીને પુરવાની જગ્યાએ તેને ચર્ચાનો વિષય બનાવાયો.

ભ્રષ્ટાચાર ભાગશે તો કંઈ આ દેશનો એકલો હિંદુ જ થોડો સુખી થવાનો છે, આ દેશનો મુસલમાન અને અન્ય તમામ ધર્મ-પંથ-સંપ્રદાયના લોકોના જીવન બદલાઈ જવાના છે. પરંતુ તેમ છતાં મુસ્લિમો એક વ્યવસ્થિત ષડયંત્ર હેઠળ દૂર રહે તેના માટે પ્રચારીત કરવામાં આવ્યું કે અણ્ણા આરએસએસ સાથે ગાઢપણે જોડાયેલા છે. પરંતુ અણ્ણાના વ્યવહાર પરથી હજી સુધી કોઈપણ ઠેકાણે તેઓ મુસ્લિમ વિરોધી હોવાનું નજરે પડયું નથી. કાજમીએ પણ જે આક્ષેપ કર્યો છે તે અણ્ણા સામે નહીં, ટીમ અણ્ણાના સભ્યો અરવિંદ કેજરીવાલ અને અન્ય સામે કર્યો છે. ત્યારે ખરેખર દેશની જનતા સામે આવવું જોઈએ કે ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં સામેલ આઈઆઈટી પાસઆઉટ અને ભૂતપૂર્વ આઈએએસ કેજરીવાલ મુસ્લિમ વિરોધી છે કે આ વાત ખોટી છે?

આ સિવાય ટીમ અણ્ણાની બેઠકમાં કાજમી ઓડિયો રેકોર્ડિંગ કરીને તેની માહિતી બેઠકની બહાર પહોંચાડતા હોવાથી તેમને કોર કમિટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હોવાની વાત પણ ટીમ અણ્ણાએ કરી છે. તેમણે કહ્યુ છે કે કાજમીના મોબાઈલમાં આવી ત્રણ રેકોર્ડિંગ ક્લિપ હતી. પરંતુ હંમેશા પારદર્શકતાની વાતો કરનારી ટીમ અણ્ણા કાજમીની માત્ર ત્રણ ઓડિયો ક્લિપથી હલી ગઈ,તે જોઈને આશ્ચર્ય થઈ રહ્યું છે. જનતાને હજીપણ યાદ છે કે ટીમ અણ્ણાએ જનલોકપાલ સંદર્ભેની ચર્ચા કરવા માટે સરકારને મીડિયા સામે આવવા માટે આહ્વવાન કર્યું હતું. તેમણે સૌથી પહેલા લોકપાલ બિલનો મુસદ્દો ઘડવા માટે બનેલી ટીમ અણ્ણા અને સરકારના સભ્યોની કમિટીમાં વીડિયો રેકોર્ડિંગ કરીને ચર્ચાને જાહેર કરવાની વાત પણ કરી હતી. ત્યારે પ્રશ્ન એ છે કે કાજમીએ કરેલા ઓડિયો રેકોર્ડિંગમાં એવી તે શું વાત હતી કે ગાંધીવાદી અણ્ણા હજારેની ગાંધીવાદી ટીમ અણ્ણાએ કાજમીને હાંકી કાઢવા પડયા? મીડિયામાં સરકાર સાથે પારદર્શક ચર્ચા કરતા પહેલા ટીમ અણ્ણાએ અહીં પારદર્શક થવાની જરૂરત છે.

જનલોકપાલ આંદોલનની શરૂઆતથી ટીમ અણ્ણા કહી રહી છે કે આ આંદોલન અરાજનીતિક સ્વભાવનું છે. તેનો હેતુ સરકાર બદલવાનો નહીં, પરંતુ ભ્રષ્ટાચાર ભગાડવા માટે જનલોકપાલ બિલ લાવવાનો છે. પરંતુ સૌથી પહેલા ટીમ અણ્ણાએ કાજમી દ્વારા કરાયેલા આક્ષેપ કે આંદોલન હવે રાજકીય બની ગયું છે, તેનો જવાબ આપવો જોઈએ. ટીમ અણ્ણાએ જવાબ આપવો જોઈએ કે હિસ્સારમાં કોંગ્રેસ વિરુદ્ધ પ્રચાર કર્યા બાદ જનલોકપાલ બિલ માટેનું અણ્ણાનું આંદોલન કઈ રીતે અરાજનીતિક બની ગયું? પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી દરમિયાન અણ્ણા નાદુરસ્ત તબિયતને કારણે પ્રચાર અભિયાન કરી શક્યા નહીં. પરંતુ તેમના સહીત ટીમ અણ્ણાએ કોંગ્રેસને જોઈ લેવાની ખુલ્લી ધમકી આપી હતી. ત્યારે પ્રશ્ન એ છે કે સંસદમાં લોકપાલ બિલ પસાર નહીં થવા પાછળ માત્ર કોંગ્રેસ જ જવાબદાર છે? શું તેમને ખાતરી છે કે ભાજપ અને અન્ય પક્ષો કડક લોકપાલ બિલ માટે ઝુરી રહ્યા છે? 2014માં લોકસભા ચૂંટણી સુધી લોકોને જાગરૂક કરી રહી છે, ટીમ અણ્ણા, પરંતુ આ જાગરૂકતા કોંગ્રેસ વિરુદ્ધની હોવા પાછળની કોઈને શંકા નથી. પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં કેટલેક ઠેકાણે પ્રશાંત ભૂષણ,કેજરીવાલે કોંગ્રેસ વિરોધી નિવેદનો અને પ્રચારનો પ્રયત્ન કરી જોયો છે. હિમાચલ પ્રદેશમાં વારંવાર જઈ રહેલા કેજરીવાલ અને મનીષ સિસોદિયા ત્યાં કોઈ રાજકીય જમીન શોધતા ન હોય તો તેઓ આની સ્પષ્ટતા કેમ કરતા નથી. પ્રશાંત ભૂષણને ચૂંટણી લડવી હોવાની વાત પણ ચર્ચામાં છે, ત્યારે અઢળક પીઆઈએલ કરનારા વકીલ પોતાના તરફથી કોઈ સફાઈ કેમ આપતા નથી?

અણ્ણા હજારે અને બાબા રામદેવ સાથે મળીને ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન કરશે તો તેની અસર ઘણી પ્રભાવી હોવાનો અંદાજ લેવાય રહ્યો છે. જો કે ટીમ અણ્ણાએ નિર્ણય કર્યો છેકે બાબા રામદેવ સાથે આંદોલન કરશે નહીં, પરંતુ તેને ટેકો આપશે. ત્યારે તેનાથી ભ્રષ્ટાચાર વિરોધી આંદોલને અસર પડવાની સંભાવનાઓ પણ વ્યક્ત થઈ રહી છે. ત્યારે જો ટીમ અણ્ણા મુસ્લિમો સાથે ભેદભાવભર્યું કોમવાદી વલણ રાખતી હોય, વીડિયો રેકોર્ડિંગનો ચર્ચામાં આગ્રહ કરનારી ટીમ અણ્ણા ઓડિયો ક્લિપથી ધ્રૂજી ઉઠતી હોય અને આંદોલન અરાજનીતિક સ્વભાવનું ન રહેવાનું હોય, તો તે શું લોકોનો વિશ્વાસ ફરીથી જીતી શકશે? ટીમ અણ્ણાની મહત્વકાંક્ષાઓથી માત્ર આંદોલન જ ખોરંભે પડવાનું નથી, પરંતુ રાષ્ટ્રના હિતને બહુ મોટું નુકસાન થવાનું છે.

રવિવાર, 15 એપ્રિલ, 2012

હિંદુ સમાજ માટે બળ એ જ પુણ્ય છે અને દુર્બળતા મહાપાપ


આધુનિકકાળમાં હિંદુત્વના વિચારને દ્રઢીભૂત કરવામાં જેમની અલગ અને અનોખી ભૂમિકા રહી છે, તેવા સ્વામી વિવેકાનંદનું કહેવું છે કે બળ જ પુણ્ય છે અને દુર્બળતા જ પાપ છે.એટલે કે બળશાળી હિંદુ સમાજ પુણ્ય છે, દુર્બળ હિંદુ સમાજ પાપ છે. બળશાળી હિંદુ સમાજ દેશ-દુનિયામાં સહઅસ્તિત્વનો ઈન્કાર કરનારા લોકોને પુણ્ય કરવા માટે બાધ્ય કરી શકશે. હિંદુ સમાજની દુર્બળતા સહઅસ્તિત્વનો ઈન્કાર કરનારા સમાજોને દેશ-દુનિયામાં મનસ્વી વર્તન કરવા માટે છૂટોદોર આપી દેશે.

વેદ અને ઉપનિષદમાં જો કોઈ એવો શબ્દ છે કે જેના પર સૌથી વધારે ભાર મૂકવામાં આવ્યો છે, તો તે છે નિર્ભયતા. ભય જ પતન અને પાપનું કારણ છે. ભયથી દુ:ખ ઉભા થાય છે, તે મૃત્યુનું કારણ પણ છે. તમામ બુરાઈઓની જડ છે, ભય. શક્તિ, બળ ભયનો લોપ કરે છે. ભય શક્તિથી દૂર ભાગે છે. શક્તિ અને બળથી આત્મ વિશ્વાસ આવે છે અને આ આત્મવિશ્વાસ વ્યક્તિ અથવા સમાજમાંથી ભયને ભગાડીને તેને નિર્ભય બનાવે છે.

હિંદુ તત્વજ્ઞાનનું પ્રત્યેક પૃષ્ઠ શક્તિનો સંદેશ આપે છે. ઉપનિષદો કહે છે કે હે માનવ તેજસ્વી બનો, વીર્યવાન બનો અને દુર્બળતાને ત્યાગીને શક્તિવાન બનો. પરંતુ આ વેદ અને ઉપનિષદના ઉપદેશો ભૂલીને ગત એક હજાર વર્ષોથી આપણા સમાજ જીવનનું એકમાત્ર લક્ષ્ય હેતુ રહ્યો છે કે કેવી રીતે આપણે આપણી જાતને અને આપણા સમાજને દુર્બળથી વધારે દુર્બળ બનાવીએ. હિંદુ સમાજની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે પારકા અને જેને પોતાના ગણીએ છીએ તેવા લોકો પણ પગમાં આળોટતા કીડા ગણીને હિંદુ સમાજને કચડીને આગળ વધવાની તમન્ના ધરાવે છે. જે પણ હોય આવા અનિષ્ટો હિંદુ સમાજની સમજને કચડવાનું અભિયાન ચલાવી રહ્યા છે. ત્યારે હિંદુ સમાજને માત્ર શક્તિ જોઈએ. આપણને માત્ર શક્તિ જોઈએ.

આપણે ત્યાં યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તયૈ, નમસ્તયૈ, નમસ્તયૈ નમો નમ્-ને પ્રાર્થના રૂપમાં વણી લેવામાં આવ્યું છે. પરંતુ શક્તિ એ સાધના છે અને શક્તિ એ જ સાધ્ય છે. શક્તિની અવિરત સાધનાથી શક્તિના પાદૂર્ભાવનું સાધ્ય પ્રાપ્ત થાય છે. શક્તિને અવિરત અને અવિરલ રીતે આપણા હિંદુ સમાજના પ્રવાહની સમજમાં વણી લેવાની તાતી જરૂર છે. શક્તિના પાદૂર્ભાવનો સીધો સંબંધ આત્મવિશ્વાસ સાથે છે અને આત્મવિશ્વાસનો સીધો સંબંધ નિર્ભિયતાથી છે.

હિંદુ સમાજે પોતાની સમજને શક્તિમાં બદલીને પોતાની તમામ મર્યાદાઓની રક્ષા કરવી જોઈએ. આમ નહીં થવાને કારણે જ ખંડિત પણ આઝાદ ભારતમાં સહઅસ્તિત્વને નકારનારાઓ હિંદુઓની અવજ્ઞા અને અપમાન કરે છે. તેનાથી ખોટી નીતિઓને આશ્રય મળે છે. શિક્ષણ, સમજ અને સભ્યતામાં હિંદુ સંસારના કોઈપણ સમાજથી હીન નથી, તેનાથી વિપરીત તે અન્ય સમાજોથી આ બધી બાબતોમાં સુપિરિયર છે, શ્રેષ્ઠ છે. પરંતુ હિંદુ સમાજ શક્તિની સાધનાને પૂજા-પાઠ અને કર્મકાંડ સુધી મર્યાદિત રાખે છે, તેના કારણે હિંદુ સમાજની શક્તિનો સામાજિક જીવનમાં શક્તિ પાદૂર્ભાવની ઘટનાઓ ઘણી ઝૂઝ જોવા મળે છે. તેના કારણે હિંદુ વ્યક્તિગત રીતે ગમે તેટલો શ્રેષ્ઠ હોય, પણ સમાજજીવનની દ્રષ્ટિએ સમાજની સમજની દ્રષ્ટિએ તે પોતાને હીન માને છે. જેને કારણે વિરોધીઓ અને પોતાના કહેવાતા લોકો દ્વારા તે રસ્તાના પથ્થર જેવો ગણવામાં આવે છે. તેને કોઈપણ ઠોકરે ચઢાવીને આગળ વધવાના મનસૂબા પાળે છે. કોઈપણ સાધારણ કક્ષાના લોકો હિંદુ સમાજને ડંડા મારવાની ચેષ્ટા કરી લે છે અને તેને આપણે નિર્ભયતાના વેદ-ઉપનિષદના ઉપદેશો ભૂલી જવાથી સહન કરી લઈએ છીએ. શક્તિની સાધના કરીએ છીએ, પરંતુ હજી સુધી તેને વાસ્તવિકરૂપમાં કાયમ માટે સાધ્ય બનાવી નથી.

જેના કારણે હિંદુ સમાજની અવગણના કરીને સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય સ્તરે તેને રાસ્તે કા પથ્થર બનાવવાની ચેષ્ટાઓ ચાલી રહી છે. આ ચેષ્ટાઓ બંધ થાય તેના માટે કોઈના પર પણ આધાર રાખ્યા વગર હિંદુ સમાજે પોતાની તમામ શક્તિ અને તેના કેન્દ્રોને એકત્રિત કરીને નિર્ભયતાથી તેજસ્વી બનીને વીર્યવાન બનીને ઉભા થવાની જરૂર છે.

નિર્ભયતાની કિંમત પણ ચુકવવી પડશે. જ્યારે કોઈ ઘર્ષણમાં ઉતરવામાં આવશે. તો નિશ્ચિત છે કે થોડા ઘસરકા આપણી જાત પર લાગશે. લડાઈ છે, દર્દ પણ હશે અને જખ્મ પણ થશે. તેને સહેવાની શક્તિ હિંદુ સમાજને તેની શક્તિની સાધનાને સાધ્ય બનાવવાની સમજથી પ્રાપ્ત થશે. ક્યારેક બની શકે કે કોઈ બળથી પુણ્યનું કામ કરતા તમને રોકવાની કોશિશ કરવામાં આવે. કોઈ વખતે જેલ પણ થાય. તો તેવી પરિસ્થિતિમાં શું હિંદુ સમાજ માટે કામ કરીને સમાજની સમજમાં આત્મવિશ્વાસ ભરવાનું છોડીને વ્યક્તિગત રીતે તૂટી જવું કે સમાજને દોષ દેવો યોગ્ય છે?

સમાજમાં નિર્ભયતા લાવવા માટે અખૂટ શક્તિની જરૂર છે અને અખૂટ શક્તિનો સમાજની સમજને અહેસાસ કરાવવા માટે દુર્બળતા ત્યાગીને અખૂટ બળ પ્રાપ્તિ કરીને તેની અભિવ્યક્તિ માટે બલિદાનોની વણઝારની જરૂર પડશે. ત્યારે હિંદુ સમાજે પોતાની એક હજાર વર્ષની શાહમૃગ વૃતિવાળી સમજને ત્યાગીને બલિદાનોની વણઝાર માટે અલગ જ તાસીરનો પરિચય આપવો પડશે.

શક્તિની સાધના ક્રાંતિ તરફ દોરી જાય છે. શક્તિની સાધનાથી ક્રાંતિપથ પર ચાલનારાઓની સંખ્યા ઘણી ઓછી રહેશે. તેમને તોડી પાડવા માટે અવનવા પ્રયત્નો થયા છે અને થતા રહેશે. પરંતુ શક્તિનો સાધક પોતાની સાધનાના પથ પર એકલો હોવા છતા અડગ રહેશે તે તેની સાધનાની સર્વોચ્ચતા રહેશે. આવો સાધક સમાજની સમજને ક્રાંતિ તરફ દોરી જશે. આ ક્રાંતિથી જ અસમંજસમાં લાગતા ભારતમાં શાંતિ સ્થપાશે.

રવિવાર, 8 એપ્રિલ, 2012

32મો સ્થાપના દિવસ: ભાજપની સફર હિંદુત્વથી ચાલતા ચાલતા ક્યાં પહોંચી?


ભાજપના પૂર્વવતી ભારતીય જનસંઘની સ્થાપના વખતે આરએસએસના તત્કાલિન સરસંઘચાલક એમ. એસ. ગોલવલકરે આશિર્વાદ આપ્યા હતા, પરંતુ 2009માં નિયુક્તિ વખતે સરસંઘચાલક મોહન ભાગવતે ભાજપને કેમોથેરેપી આપવાની વાત કરી હતી. આ સિવાય કેટલાંક હિંદુવાદી સંગઠનો અને વિચારકો 1990થી 1999 સુધી હિંદુઓની રાજકીય અભિવ્યક્તિના મંચ તરીકે ભાજપને જોતા હતા. પરંતુ અત્યારે આ લોકો અને સંગઠનો જ હિંદુત્વ માટે અન્ય વૈકલ્પિક રાજકીય મંચની વાત કરી રહ્યા છે..........

દેશની રાજનીતિના બીજા ધ્રુવ તરીકે જાણીતી ભારતીય જનતા પાર્ટીનો આજે 32મો સ્થાપના દિવસ છે. પરંતુ 32મા સ્થાપના દિવસે ભારતની રાજનીતિમાં સ્વતંત્રતા આંદોલનનો તમામ જશ ખાટી જનારી કોંગ્રેસ પાર્ટીની મોનોપોલી તોડનાર ભાજપે ઉજવણીની સાથે સાથે થોડું આત્મમંથન કરવું જોઈએ. ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપ 32 વર્ષના ગાળામાં ત્રણ વખત કેન્દ્રની સત્તા પર આવવામાં સફળ થઈ અને હાલ નવ રાજ્યોમાં તેની અથવા તેના વડપણ હેઠળના એનડીએની સરકાર છે. 2014માં કોંગ્રેસના વડપણવાળી યુપીએ સરકારના ખરાબ પ્રદર્શન અને ગોટાળાના વિક્રમો વચ્ચે ભાજપને ખૂબ મોટો ફાયદો થાય તેવી શક્યતા રહેલી છે.

પરંતુ હાલ જૂથબંધી અને નેતાઓના અહમની સમસ્યાઓથી ઘેરાયેલા ભાજપે અટલ બિહારી વાજપેયી જેવા કરિશ્માઈ નેતાનો વિકલ્પ ઉભો કરવા, હાલના સૌથી મોટા માસ લીડર ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની નારાજગી દૂર કરવા અને યેદિયુરપ્પાની દાદાગીરીનો તોડ મેળવવાની સમસ્યાથી તો સમાધાન મેળવવું પડશે. પરંતુ તેની સાથે યૂપી સહીતના હિંદી બેલ્ટમાં ફરીથી પોતાના પ્રભાવ દ્રઢ બનાવવા માટે પણ વિચાર કરવો પડશે. હાલ બિહાર અને મધ્ય પ્રદેશમાં ભાજપનો ખાસો પ્રભાવ છે અને તે ત્યાં સરકારમાં છે. પરંતુ હિંદી બેલ્ટમાંથી રાજસ્થાન અને યૂપીની આમાથી બાદબાકી કરી શકાય તેમ નથી. વળી ઉત્તરાખંડમાં પણ પાતળી બહુમતીથી કોંગ્રેસ સરકાર બનાવવામાં સફળ રહી છે.

2014ની લોકસભાની ચૂંટણી પહેલા એક સર્વસંમત નેતાની પસંદગી ભાજપની હાલની સૌથી મોટી સમસ્યા છે. આ સિવાય વિચારધારાનું સંકટ પણ ભાજપ પર ઘણાં લાંબા સમય એટલે કે 2004ની લોકસભાની ચૂંટણીથી મંડરાઈ રહ્યું છે. ભાજપની પૂર્વવતી પાર્ટી ભારતીય જનસંઘની સ્થાપના 1951-52માં ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીએ કરી હતી. ભારતીય જનસંઘની સ્થાપના કોંગ્રેસ સાથેની કેટલીક વૈચારીક અસહમતિઓ સંદર્ભે ભારતીય રાજકારણમાં જવાબ આપવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તત્કાલિન સરસંઘચાલક એમ. એસ. ગોલવલકરની પ્રેરણાથી કરવામાં આવી હતી.

ભારતીય જનસંઘને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની રાજકીય પાંખ તરીકે જ ઓળખવામાં આવતી હતી. તેમાં બલરાજ મધોક, દીનદયાળ ઉપાધ્યાય, અટલ બિહારી વાજપેયી, નાનાજી દેશમુખ અને અડવાણી સહીતના ઘણાં મોટા નેતાઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાંથી જ પાર્ટીમાં ઉતારવામાં આવ્યા હતા. તેથી સ્વાભાવિક છે કે ભારતીય જનસંઘ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો પ્રભાવ ઘણો મોટો હતો.

ભારતીય જનસંઘની સ્થાપના સમયે આઝાદી સમયે વિભાજનની વેદના પણ સમાજમાં બહુ મોટા પ્રમાણમાં જોવા મળતી હતી. વિભાજન માટે કોંગ્રેસની કેટલીક નીતિઓને અને રાજકારણને જવાબદાર માનનાર ઘણો મોટો વર્ગ હતો. પરંતુ તેની રાજકીય અભિવ્યક્તિ ન હતી. તેથી ભારતીય જનસંઘ હિંદુત્વ અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની વિચારધારા સાથે મેદાનમાં આવ્યો હતો. જો કે તેના સંસ્થાપક પ્રમુખ શ્યામ પ્રસાદ મુખર્જીનું 1953માં કાશ્મીર સત્યાગ્રહ દરમિયાન જમ્મુ-કાશ્મીરની જેલમાં વિવાદાસ્પદ સંજોગોમાં નિધન થયું હતું. જેને કારણે ભારતીય જનસંઘને લોકો સુધી પહોંચાડવામાં ઘણો મોટો ફટકો પડયો હતો. પરંતુ ત્યાર બાદ જનસંઘની બાગડોર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક દીનદયાળ ઉપાધ્યાયના હાથમાં આવી હતી.

પોતાની સ્થાપનાના પહેલા દશકમાં ભાજપના પૂર્વવતી ભારતીય જનસંઘે જમ્મુ-કાશ્મીરના ભારતમાં અર્થપૂર્ણ જોડાણ, ગૌહત્યા પ્રતિબંધ, ક્ષેત્રીય અખંડતા, હિંદુત્વ જેવા મુદ્દાઓ પર વધારે ધ્યાન કેન્દ્રીત રહ્યુ હતું. આ સિવાય જમીનદારી અને જાગીરદારી વિરુદ્ધ આ પાર્ટીએ વિરોધનું બ્યૂગલ વગાડયું હતું. પરમિટ લાઈસન્સ રાજ વિરુદ્ધ પણ આ પાર્ટીએ અવાજ ઉઠાવ્યો હતો. ભારત પરમાણુ શક્તિ બને તેના પક્ષમાં પણ ભારતીય જનસંઘ તેની શરૂઆતના ગાળાથી જ હતો.

આ મુદ્દાઓને કારણે જનતામાં ભારતીય જનસંઘની લોકપ્રિયતા વધવા લાગી હતી. જેના કારણે 1967માં કોંગ્રેસને સત્તા પરથી હટવું પડયું. પંજાબથી લઈને બંગાળ સુધી તમામ જગ્યાએ કોંગ્રેસ વિરોધી સરકાર અને અમૃતસરથી લઈને કોલકત્તા સુધી કોંગ્રેસનું ક્યાંય નામોનિશાન ન હતું.

પંડીત દીનદયાળ ઉપાધ્યાયની અધ્યક્ષતામાં કાલીકટમાં અભૂતપૂર્વ સંમેલન આયોજિત કરવામાં આવ્યું. અહીં રાષ્ટ્રીય ભાષા નીતિ પર વિચાર વિમર્શ કરવામાં આવ્યો અને નિર્ણય કરવામાં આવ્યો કે તમામ ભારતીય ભાષાઓનો સમાદર કરતા, દેશમાં રાજભાષાની ગંગા વહેવડાવામાં આવશે.

પરંતુ આ ઐતિહાસિક સંમેલન બાદ પં. દીનદયાળ ઉપાધ્યાયની કેટલાંક દિવસોમાં હત્યા કરી દેવામાં આવી અને તેમની લાશ મુગલસરાય રેલવે સ્ટેશન પર પડેલી મળી હતી. ભારતીય જનસંઘને દીનદયાળ ઉપાધ્યાયની હત્યાથી ઘણો મોટો ફટકો પડયો હતો. તે વખતે સીબીઆઈની તપાસની માગણી કરવામાં આવી પરંતુ જે પ્રકારની તપાસ કરવામાં આવી તે રાજકારણથી પ્રેરીત હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો.

ત્યાર બાદ જનસંઘમાં બલરાજ મધોક અને અટલ બિહારી વાજપેયી વચ્ચેના રાજકીય દંગલમાં મધોકને જનસંઘ છોડવું પડયું. અટલ બિહારી વાજપેયીના હાથમાં ભારતીય જનસંઘની બાગડોર આવી હતી. તેમના નેતૃત્વમાં બાંગ્લાદેશના મુક્તિ આંદોલન માટે આ પક્ષે ઉત્સાહપૂર્વક ભાગ લીધો.

જનસંઘે જેપી આંદોલનને પુરજોર સમર્થન આપ્યું. કટોકટી વખતે પણ જનસંઘી નેતાઓ અને કાર્યકર્તાઓની ધરપકડો કરવામાં આવી હતી. જનસંઘના કટોકટી સામેના પ્રયત્નોને દેશભરમાં ઘણી પ્રશંસા મળી હતી. 1977માં ઈન્દિરા ગાંધીની સરકારના પતન બાદ સત્તા પર આવેલી મોરારજી દેસાઈના વડપણવાળી જનતા પાર્ટીની સરકારમાં જનસંઘ પણ જોડાયું હતું. તે વખતે અટલ બિહારી વાજપેયી વિદેશ મંત્રી અને એલ. કે. અડવાણી માહિતી અને પ્રસારણ પ્રધાન બન્યા હતા. જો કે આ સરકાર 30 માસના ટૂંકાગાળામાં આંતરીક ડખાને કારણે પડી ગઈ હતી.

પરંતુ આ સમયગાળામાં જનસંઘની રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં સદસ્યતાના મુદ્દે બેવડી સદસ્યતાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. જેના કારણે જનસંઘને જનતા પાર્ટીમાં ભેળવી દેવામાં આવ્યું હતું. પરંતુ ચૌધરી ચરણસિંહની ટૂંકાગાળાની સરકારના પણ ઘર ભેગા થયા બાદ જનતા પાર્ટીનું વિખંડન થયું અને 1980ની 6 એપ્રિલે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરવલામાં આવી.

ભારતીય જનતા પાર્ટીની સ્થાપના વખતે તેને પાર્ટી વિથ ધ ડિફરન્સ હોવાનો દાવો કરવામાં આવ્યો. તેની સાથે અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં ગાંધીયન સોશ્યાલિજમની વિચારધારા હેઠળ 1984માં ચૂંટણીમાં ઉતરી. પરંતુ ઓપરેશન બ્લૂ સ્ટારના વિરોધમાં તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની શીખ અંગરક્ષકો દ્વારા હત્યા બાદ કોંગ્રેસને સિમ્પથી વોટ મળ્યા અને ત્રણ ચતુર્થાંસ બહુમતી સાથે રાજીવ ગાંધી કોંગ્રેસ તરફથી વડાપ્રધાન બન્યા. જો કે ઓપરેશન બ્લૂ સ્ટાર અને શીખ વિરોધી રમખાણોનો ભાજપે ખૂબ વિરોધ કર્યો હતો. પરંતુ 1984ની ચૂંટણીમાં ગાંધીયન સોશ્યલિજમ સાથે અટલ બિહારી વાજપેયીની નેતૃત્વમાં આખા દેશમાંથી ભાજપને માત્ર બે બેઠકો મળી હતી.

આ હાર બાદ ભાજપની નેતાગીરીમાં ખૂબ આત્મમંથનનો દોર ચાલ્યો. ત્યાર બાદ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370ની નાબૂદી, સમાન નાગરીક ધારા સહીત રામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિર નિર્માણના મુદ્દાને આગળ વધારવા માટે સહમતિ બની. રામજન્મભૂમિ આંદોલનમાં વિશ્વ હિંદુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ટેકામાં ભાજપના લાલકૃષ્ણ અડવાણીએ કમાન સંભાળી. જો કે 1984થી 1989 સુધી રામજન્મભૂમિ આંદોલને એટલી તીવ્રતા પકડી ન હતી. બોફોર્સ કાંડને કારણે તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધી સામે ભ્રષ્ટાચારના આરોપને કારણે લોકજુવાળ ઉભો થયો હતો. અને વી. પી. સિંહની બગાવતે કોંગ્રેસને સત્તામાંથી દૂર કરવામાં સફળતા મેળવી. 1989માં કેન્દ્રમાં જનતાદળની મોરચા સરકાર સત્તા પર આવી.

પરંતુ ઉત્તર પ્રદેશમાં મુલાયમ સિંહની સરકાર દ્વારા કારસેવકો પર ગોળીબારની ઘટના અને વી. પી. સિંહના વડપણ હેઠળની જનતાદળ મોરચા સરકારને બહારથી ટેકો આપી રહેલા ભાજપના હિંદુત્વના કાર્ડના તોડ માટે મંડલની રાજનીતિ શરૂ કરવામાં આવી. અનામતની રાજનીતિને આગળ વધતી રોકવા માટે ભાજપને તે વખતે નિર્ણય લેવો જરૂરી હતો. જો મંડલ રાજનીતિને આગળ વધારવામાં તત્કાલિન વડાપ્રધાન વી. પી. સિંહ સફળ થઈ જાત તો કદાચ ભાજપ માટે હિંદુત્વના કાર્ડ હેઠળ રામજન્મભૂમિ મુદ્દાને આગળ વધારવો અઘરો પડે તેમ હતું.

આથી અડવાણીએ આરએસએસ અને વીએચપીની સહમતિથી રામરથ યાત્રાની જાહેરાત કરી અને બિહારમાં સમસ્તીપુર ખાતે ધરપકડ વ્હોરી. ત્યાર બાદ વી. પી. સિંહની સરકારને ભાજપે ટેકો પાછો ખેંચતા તેને ઘર ભેગા થવું પડયું હતું.

રામજન્મભૂમિ આંદોલનમાં અગ્રિમ ભૂમિકાને કારણે અને અન્ય રાજકીય પક્ષો સાથે ગઠબંધનને પરિણામો ભાજપે 1989માં 89 બેઠકો પર જીત મેળવી અને 1991માં અયોધ્યા મુદ્દાના પરિણામે 119 બેઠકો પર વિજય હાંસલ કર્યો હતો.

1996માં ભાજપ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે ઉભરી અને તત્કાલિન રાષ્ટ્રપતિ શંકર દયાળ શર્માએ અટલ બિહારી વાજપેયીને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું. જો કે આ સરકાર બહુમતી સાબિત ન કરી શકતા 13 દિવસ જ ચાલી હતી. ત્યાર બાદ 1998માં ભાજપ 13 માસ માટે ગઠબંધનથી સત્તામાં આવી. પરંતુ જયલલિતા દ્વારા ટેકો પાછો ખેંચાતા, ગૃહમાં મતદાન વખતે એક વોટથી વાજપેયી સરકાર બહુમત હારી ગઈ.

1999માં એનડીએ ગઠબંધન હેઠળ ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી અને અટલ બિહારી વાજપેયીના નેતૃત્વ નીચે પાંચ વર્ષ શાસન ટકાવી રાખવામાં સફળતા મેળવી. અટલ બિહારી વાજપેયીની પહેલી બિનકોંગ્રેસી સરકાર હતી કે જેણે કેન્દ્રમાં પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો. જો કે એનડીએના કોમન મિનિમમ પ્રોગ્રામમાં રામમંદિર નિર્માણ, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370ની નાબૂદી અને સમાન નાગરીક ધારા જેવાં ત્રણ તેની વૈચારિક ધરાતલ સાથે સંકળાયેલા મુદ્દાને બહાર રાખ્યા.

જેના કારણે વીએચપી અને આરએસએસમાં અંદરખાને નારાજગી પ્રવર્તી રહી હતી. જો કે લોકોને પણ ભાજપ દ્વારા કરવામાં આવેલું રાજકીય સમાધાન ગમ્યુ ન હતું. તેનો જવાબ જનતાએ 2004ની ચૂંટણીમાં આપ્યો. 2004માં ભાજપ હિંદુત્વ અને રાષ્ટ્રવાદના મુદ્દા સિવાય ફીલ ગુડ સાથે ઈન્ડિયા શાઈનિંગ કેમ્પેઈન હેઠળ અટલ બિહારી વાજપેયી અને વિકાસના મુદ્દા સાથે ચૂંટણી મેદાનમાં ઉતરી. પરંતુ જનતાએ 2004માં એનડીએને બહુમતી આપી નહીં. ત્યાર બાદ 2009માં પણ એનડીએ હેઠળ ભાજપને સત્તા મળી નહીં.

જેના પરિણામો ભાજપમાં બેક ટુ ધ બેસિક્સની ચર્ચા ફરીથી શરૂ થઈ. પરંતુ લોકોમાં પાર્ટી વિથ ધ ડિફરન્સ પરથી વિશ્વાસ તદ્દન હટી ગયો હોય તેવી ઘટનાઓ એક પછી એક બનવા લાગી. લોકોએ ભ્રષ્ટાચાર વિરોધી અને કાળા ધનના મુદ્દે અણ્ણા હજારે અને બાબા રામદેવ સાથે શરૂઆતમાં ઉભા રહેવાનું પસંદ કર્યું પણ ભાજપને ટેકો આપ્યો નહીં. તો મોંઘવારી જેવા મુદ્દાને પણ ભાજપ સારી રીતે ઉઠાવી શક્યું નહીં. મુંબઈ પરના આતંકવાદી હુમલા બાદની અડવાણીની ભારત સુરક્ષા યાત્રા પણ નિષ્ફળ ગઈ. જે કામ વિરોધ પક્ષમાં રહીને ભાજપે કરવાનું હતું, તે કામ અણ્ણા હજારે અને બાબા રામદેવ કરી રહ્યા છે. આ ભાજપની વિરોધ પક્ષ તરીકેની અત્યાર સુધીની સૌથી મોટી નિષ્ફળતા છે.

ત્યારે ભાજપને આત્મમંથન કરવું જોઈએ કે કોંગ્રેસ અને યુપીએની તરફેણમાં એકપણ સ્થિતિ નહીં હોવા છતાં તેને યૂપીમાં સફળતા કેમ મળતી નથી? મોંઘવારીથી ત્રસ્ત જનતા તેના મોંઘવારી વિરોધી આંદોલનમાં કેમ સાથ આપતી નથી? ભ્રષ્ટાચાર અને કાળા ધન જેવાં આંદોલનના વિષયો અણ્ણા હજારે અને બાબા રામદેવના હાથમાં કેવી રીતે જવા દીધા?

ભાજપના પૂર્વવતી ભારતીય જનસંઘની સ્થાપના વખતે આરએસએસના તત્કાલિન સરસંઘચાલક એમ. એસ. ગોલવલકરે આશિર્વાદ આપ્યા હતા, પરંતુ 2009માં નિયુક્તિ વખતે સરસંઘચાલક મોહન ભાગવતે ભાજપને કેમોથેરેપી આપવાની વાત કરી હતી. આ સિવાય કેટલાંક હિંદુવાદી સંગઠનો અને વિચારકો 1990થી 1999 સુધી હિંદુઓની રાજકીય અભિવ્યક્તિના મંચ તરીકે ભાજપને જોતા હતા. પરંતુ અત્યારે આ લોકો અને સંગઠનો જ હિંદુત્વ માટે અન્ય વૈકલ્પિક રાજકીય મંચની વાત કરી રહ્યા છે.

ભાજપમાં હાલ વિચારધારાના સંકટની સાથે સાથે નેતૃત્વનું પણ સંકટ ચાલી રહ્યું છે. નીતિન ગડકરીને સંઘના દોરીસંચાર નીચે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાયા. પરંતુ તેઓ માસ લીડર તો જવા દો, રાજ્ય સ્તરના પણ કદ્દાવર નેતા નથી. તેમને રાષ્ટ્રીય રાજનીતિનો અનુભવ નથી. પરંતુ અડવાણી, સુષ્મા, જેટલી, વેંકૈયાની ચોકડીના પ્રભાવને દૂર કરવાની જવાબદારી ગડકરીને સોંપવામાં આવી.

વાજપેયીની સક્રિય રાજકારણમાંથી દૂર થયા બાદ કરિશ્માઈ નેતૃત્વ માટે ઉમા ભારતી અને નરેન્દ્ર મોદી તરફ આશાથી જોવામાં આવતું હતું. પરંતુ ઉમા ભારતીને ભાજપમાંથી વનવાસ આપી દેવામાં આવ્યો અને હવે છેક 2011-12માં તેમની ઘરવાપસી કરવામાં આવી છે. જ્યારે નરેન્દ્ર મોદીને કેન્દ્રીય નેતાગીરી સાથે સંજય જોશીને ફરીથી પક્ષમાં લેવા માટે વિવાદના વાવડ છે. વળી કેન્દ્રીય નેતાગીરી ઈચ્છતી હોય તેમ લાગતું નથી કે નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય ફલક પર મોટી ભૂમિકામાં આવે. તેમને પાર્ટીમાં રહેલા વિરોધીઓ એક ચોક્કસ ઈમેજ હેઠળ ગુજરાત સુધી જ સીમિત રાખવા માંગે છે.

દક્ષિણ ભારતમાં યેદિયુરપ્પાના ભ્રષ્ટાચારના મામલામાં નામ આવવાથી કર્ણાટકના મુખ્યમંત્રી પદેથી દૂર કરવામાં આવ્યા. પરંતુ હવે તેમણે ફરીથી કર્ણાટકના મુખ્મમંત્રી બનાવાના ઉધામા શરૂ કર્યા છે. જેના કારણે કર્ણાટકમાં ભાજપ માટે કફોડી સ્થિતિ વધુ વિકટ બને તેવી શક્યતાઓ સેવાય રહી છે. તો બીજી તરફ પાંચ રાજ્યોની તાજેતરની ચૂંટણીમાં ગોવા અને પંજાબના બાદ કરતા ભાજપ સત્તામાં અન્ય ત્રણ રાજ્યોમાં પહોંચી શકી નથી. યૂપીમાં સંજય જોશી અને ઉમા ભારતીના સંપૂર્ણ કમાન્ડ છતાં ભાજપને સફળતા મળી નથી.

બીજી તરફ તાજેતરના પશ્ચિમ બંગાળ, યૂપી, બિહારની વિધાનસભાના પરિણામો પ્રમાણે ભાજપ અને કોંગ્રેસ સિવાયના પક્ષોને વધારે સફળતા મળી છે. યૂપીમાં સમાજવાદી પાર્ટીના ખૂબ મોટી બહુમતીથી સત્તામાં આવ્યા બાદ મુલાયમ સિંહને પણ વડાપ્રધાન બનવાના સપના આવવા લાગ્યા છે. દેશમાં ભાજપ અને કોંગ્રેસ સિવાયના ત્રીજા વિકલ્પનો મુદ્દો પણ જોરશોરથી રાજકીય વર્તુળોમાં ચર્ચાવા લાગ્યો છે. ત્યારે લાગી રહ્યું છે કે ભાજપ માટે 2014ની લોકસભાની ચૂંટણીમાં વિજય મેળવવા માટે લાંબુ ખેડાણ કરવાનું હજી બાકી છે.

બુધવાર, 4 એપ્રિલ, 2012

સેમ પિત્રોડાને પ્રેસિડેન્ટ નહીં, CM પદના ઉમેદવાર બનાવવા જોઇએ


ગુજરાતના સીએમ નરેન્દ્ર મોદી ભારતના પીએમ બને તેવી રાજ્ય અને દેશની જનતાની ઈચ્છા હોવાની વાતો ઘણાં વખતથી ચાલતી રહી છે, ત્યારે ગુજરાતમાં મોદીના કોંગ્રેસી વિકલ્પ તરીકે વિકાસની ગતિને આગળ વધારવા માટે સેમ પિત્રોડાના નામનો વિચાર થાય અને તેઓ મુખ્મમંત્રી બની જાય તો ગુજરાતની પ્રજા ખુશ થાય. પરંતુ મોદી માટે દિલ્હીની સલ્તનત મેળવવી ખૂબ કઠિન છે, ગુજરાત આપતા તો આપી દે, પણ દિલ્હી મળે તેવી સંભાવનાઓ ઓછી જણાય છે. કારણ કે ગુજરાત કરતા દિલ્હીમાં મોદીના ઘરના દુશ્મનો ઘણાં છે.

ગુજરાતમાં આગામી ડીસેમ્બર માસમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ટાઈમ મેગેઝીન પ્રમાણે લોકપ્રિયતામાં અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક હુસૈન ઓબામા સાથે સ્પર્ધા કરી રહ્યા છે. ટાઈમ મેગેઝીન ગુજરાતના વિકાસપુરુષની પ્રશંસા કરી રહ્યું છે. નરેન્દ્ર મોદી ગાંધી, સરદાર પટેલ બાદ ત્રીજા ગુજરાતી છે કે જેમણે ટાઈમ મેગેઝીનના કવર પેજ પર સ્થાન મેળવ્યું છે. ભાજપ અધ્યક્ષ નીતિન ગડકરીના જણાવ્યા પ્રમાણે, નરેન્દ્ર મોદી 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ તરફથી પાંચ-છ વડાપ્રધાન પદના વિચારણા હેઠળના ઉમેદવારોમાંથી એક છે.

મુખ્યમંત્રી પદના ભાજપના સક્ષમ ઉમેદવાર સામે કોંગ્રેસ તરફથી 2002થી અત્યાર સુધીની ચૂંટણીમાં કોઈ સર્વસંમત મુખ્યમંત્રી પદનો ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો નથી. વળી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે તેમની રાજનેતા સિવાયની અન્ય કાબેલિયત સાથે સ્પર્ધા કરે તેવો કોઈ કોંગ્રેસી નેતા ગુજરાતના પ્રદેશ સ્તરની નેતાગીરીમાં હાલ ઉપલબ્ધ નથી. પરંતુ કોંગ્રેસ માટે હવે આ શોધ ખતમ થઈ ગઈ હોય તેમ લાગે છે.

કોંગ્રેસના ઓબીસી નેતા ગણતા ટેક્નોક્રેટ સેમ પિત્રોડાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આગામી ચૂંટણીમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે ઉતારવા માટે વિચારી શકે છે. જો સેમ પિત્રોડા કોંગ્રેસ તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે ઉતારવામાં આવે, તો મોદી વિરુદ્ધ પિત્રોડાનો જંગ વધારે રસપ્રદ અને ટક્કરનો પણ બની શકે તેમ છે.

એક અગ્રણી અંગ્રેજી અખબારમાં પ્રતિષ્ઠિત પત્રકારની ન્યૂઝ સ્ટોરી જોવા મળી. તેના પ્રમાણે જાણીતા ટેક્નોક્રેટ અને ગાંધી પરિવારના ખૂબ નજીકના અને વિશ્વાસુ ગણાતા ગુજરાતી સેમ પિત્રોડા જુલાઈ માસમાં યોજનારી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં યુપીએ તરફથી ઉમેદવારી મામલે ‘ડાર્ક હોર્સ’ સાબિત થઈ શકે છે.

સત્યનારાયણ ગંગારામ પંચાલ ઉર્ફે સેમ પિત્રોડા ભારતની સંચાર ક્રાંતિમાં ઘણું મોટું કામ કરી ચુક્યા છે. તેમને ભારતના સૌથી યુવાન વડાપ્રધાન રાજીવ ગાંધીએ કોંગ્રેસમાં સામેલ કરાવ્યા હતા અને ભારતમાં કમ્પ્યુટર વિકાસ માટે તેમને અમેરિકાથી ભારત આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમણે તે આમંત્રણ સ્વીકારીને ઘણી ટેકનોલોજીકલ બાબતોમાં દેશને હરણફાળ ભરાવી છે. હવે ગુજરાતનું સૂકાન તેમને સોંપવું જોઇએ. તેઓ હળવદથી ચૂંટણી લડી શકે છે.

જુલાઈ માસમાં રાષ્ટ્રપતિ પદના યુપીએ તરફથી ઉમેદવારોના લિસ્ટમાં ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી, લોકસભા સ્પીકર મીરાકુમાર, નાણાંમંત્રી પ્રણવ મુખર્જી અને કર્ણ સિંહ જેવા કોંગ્રેસીઓના નામ લોકોની જબાન પર આવી રહ્યા છે. તેમની સાથે ગુજરાતી મૂળના સેમ પિત્રોડાનું નામ મુકાય તે ગુજરાત માટે ગર્વની વાત છે. એક ગુજરાતી તરીકે સૌને તેના માટે ગર્વ થવું જોઈએ. વળી તે રાષ્ટ્રપતિ બની જાય તો રાષ્ટ્રપતિ બનનાર તેઓ પહેલા ગુજરાતી હશે.

પરંતુ વિકાસ ક્રાંતિ રથ પર બિરાજમાન ગુજરાતને વિકાસ પથ પર બમણી ગતિથી દોડાવવા માટે સેમ પિત્રોડાની ગુજરાતમાં વધારે જરૂરત છે. આમ તો ગુજરાતમાં કોંગ્રેસની નેતાગીરીમાં મુખ્યમંત્રી પદ માટે કોઈ સર્વસંમત નેતા નક્કી થઈ શકતો નથી. શક્તિસિંહ ગોહિલ, અર્જૂન મોઢવાડિયા, શંકરસિંહ વાઘેલા, નરહરિ અમીન વગેરે નામો દેખાય છે. પરંતુ ગુજરાતના હાલના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ટાઈમ મેગેઝીનમાં ચમકતા હોય અને સોશ્યલ મીડિયા અને ટેકનોલોજીમાં પણ આ કોંગ્રેસી નેતાઓ કરતા ખૂબ આગળ દેખાતા હોય, ત્યારે જરૂરથી કોંગ્રેસની ગુજરાત પ્રદેશની નેતાગીરીએ ડીસેમ્બર-2012માં આવનારી ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં સક્ષમ કોંગ્રેસી નેતાને મુખ્યમંત્રી પદ માટે પ્રોજેક્ટ કરવા જોઈએ.

કદાચ રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી કરવામાં ડાર્ક હોર્સ ગણાતા સેમ પિત્રોડા ગુજરાતના મુખ્યમંત્રી પદ માટે કોંગ્રેસ તરફથી સૌથી સક્ષમ ઉમેદવાર બની શકે છે. કારણ કે તેઓ વિકાસની વાતો જ નથી કરતા પણ દેશને ટેક્નોલોજીના આધારે વિકાસ પથ પર ચાલતુ કરનારા વ્યક્તિઓમાંના એક છે. 2004માં કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકાર બન્યા બાદ પિત્રોડા નોલેજ કમિશનના ચેરમેન બનાવાયા છે.

તાજેતરમાં પિત્રોડા તરફ લોકોનું ધ્યાન ત્યારે જવાનું શરૂ થયું કે જ્યારે યૂપીમાં રાહુલ ગાંધીએ ચૂંટણી ઢંઢેરો જારી કરવા માટે તેમને મોકલ્યા. તેમના નામને આગળ વધારીને કોંગ્રેસે પોતાના દલિત-પછાત એજન્ડાને પણ વધારવા ચાહે છે. મહત્વપૂર્ણ છે કે પિત્રોડા મિસ્ત્રી સમુદાયમાંથી આવે છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ઓબીસી સમુદાયમાંથી આવે છે. ભાજપમાં નરેન્દ્ર મોદીની ગણતરી ઓબીસી નેતા તરીકે પણ થાય છે. તેમને યૂપીમાં ચૂંટણી પ્રચાર વખતે ઓબીસી વોટને ખેંચવા માટે ભાજપની કેન્દ્રીય નેતાગીરી ઉતરાવા માંગતી હતી. જો કે તેઓ યૂપી સહીત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર માટે ઉતર્યા ન હતા, તે ચર્ચાનો અલગ મુદ્દો છે. પરંતુ જ્યારે ભાજપ તરફથી ડીસેમ્બર-2012માં મુખ્યમંત્રી પદના નિર્વિવાદ ઉમેદવાર નરેન્દ્ર મોદી છે અને તેમની ગણતરી ભાજપ તરફથી વિચારણા હેઠળના પાંચ-છ વડાપ્રધાન પદના ઉમેદવારોમાં થઈ રહી છે.

ત્યારે કોંગ્રેસ માટે પણ તેમની સામે સક્ષમ ઉમેદવાર મુખ્યમંત્રી પદ માટે ઉતરવો એ ગુજરાતના ચૂંટણી ગણિતને અસર કરનાર મહત્વનું પરિબળ સાબિત થઈ શકે છે. 2012ની ચૂંટણી પહેલા માણસામાં 17 વર્ષે કોંગ્રેસને મળેલી જીત ઘણી આશાઓ સર્જી રહી છે. પરંતુ મોદી સામે લડવા માટે થનગનતી કોંગ્રેસની સેના હાલ સેનાપતિ વગરની છે. પરંતુ સેમ પિત્રોડા ગુજરાત કોંગ્રેસને સક્ષમ નેતાગીરી પુરી પાડવાના તમામ ગુણધર્મો ધરાવે છે.

મોદી ટેક્નોક્રેટ મુખ્યમંત્રી ગણાય છે, સેમ પિત્રોડા ખુદ દેશના અગ્રણી અને નિવડેલ ટેક્નોક્રેટ છે. મુખ્યમંત્રી મોદી વિકાસપુરુષ છે, તો સેમ પિત્રોડાએ દેશના વિકાસમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરી દેખાડયો છે. મોદી ઓબીસી સમુદાયમાંથી હોવા છતાં લોકોમાં સ્વીકૃત છે. તો સેમ પિત્રોડા પણ ઓબીસી સમુદાયમાંથી આવવા છતાં માત્ર તેમના સમુદાયમાં કેદ થઈને રહ્યા નથી.

સેમ પિત્રોડાને કોંગ્રેસ બહાર મમતા બેનર્જી, શરદ પવાર અને નવીન પટનાયકના પણ નજીકના માનવામાં આવે છે. જેવી રીતે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ભાજપ સિવાય જયલલિતા, પ્રકાશસિંહ બાદલ અને એમએનએસના રાજ ઠાકરે પસંદ કરે છે. જો કે મોદીને હાલ ભાજપના કેન્દ્રીય નેતાગીરી સાથે ખટરાગના અણસાર છે.

મોદીને ચૂંટણી ગણિત બેસાડવામાં અને ચૂંટણી જીત માટેના ખૂબ સારા સ્ટ્રેટર્જીસ્ટ ગણવામાં આવે છે. ત્યારે સેમ પિત્રોડાએ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના પોલિટિકલ કેમ્પેઈનની યોજના બનાવી હતી. આ યોજનાને સફળતા મળતા પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી મુખ્યમંત્રી બન્યા છે.

જો કે સેમ પિત્રોડા માટે એક વાત થોડી અલગ છે. તેમના પિતા ગુજરાતમાંથી ઓડિશામાં સ્થાયી થયા હતા. એટલે કે તેઓ એનઆરજી છે. ગુજરાતમાં વાઈબ્રન્ટ ગુજરાત બાદ એનઆરજીઓને ઘણું સારું મહત્વ મળી રહ્યું છે. ત્યારે બની શકે કે ગુજરાતના મુખ્યમંત્રી મોદી પણ પોતાની સામે કોંગ્રેસના એનઆરજી ઉમેદવારથી કોંગ્રેસ સામે થોડું કૂણું વલણ દાખવે. કારણ કે મુખ્યમંત્રી એનઆરજીઓને દેશ-વિદેશમાંથી ગુજરાતના વિકાસ માટે વાઈબ્રન્ટ ગુજરાતમાં આમંત્રે છે.

જો સેમ પિત્રોડાને કોંગ્રેસ તરફથી ગુજરાતમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવામાં આવે, તો ગુજરાતમાં વિકાસ પુરુષ સામે વિકાસપુરુષની ટક્કર જોવા મળે. વળી પરિણામ કોઈપણ આવે ગુજરાત વિકાસના માર્ગ પર આગળ વધે તેવી ગુજરાતની પ્રજાને હૈયા ધારણ બંધાય શકે છે. શું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આ સંદર્ભે વિચાર કરી શકે? ગુજરાતના વિકાસ માટે, ગુજરાતના હિત માટે રાષ્ટ્રપતિ પદના સંભવિત કોંગ્રેસી ઉમેદવાર એવા સેમ પિત્રોડાને ગુજરાતમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરીને મોદીને જવાબ આપવા માટે કંઇક નવો પ્રયોગ સરાહનિય છે.

શનિવાર, 17 માર્ચ, 2012

મુસ્લિમોના ગુપ્ત એજન્ડાવાળી રાજનીતિ સામે હિંદુ હિતનું રાજકારણ પ્રભાવી બને


ભારતનું દુર્ભાગ્ય રહ્યું છે કે દેશના રાજકારણ પર હિંદુઓનો હિંદુત્વના નામે પ્રભાવ ખૂબ ટૂંકાગાળા માટે અને સીમિત રહ્યો છે. આઝાદી પહેલા ભારતમાં હિંદુત્વના આધારવાળો રાષ્ટ્રવાદ ઉગ્ર બન્યો અને તેને કારણે ભારતે અંગ્રેજોની ગુલામીની બેડીઓ તોડવા માટે ઉદ્યમ આદર્યો. પરંતુ ગાંધીના ભારત આગમનથી દેશની રાજનીતિમાં રાષ્ટ્રવાદી પરિબળોને મુસ્લિમ કટ્ટરપંથીઓ સામે હિંદુ-મુસ્લિમ એકતાના નામે ઘૂંટણિયે પાડવાની રાજનીતિ રાષ્ટ્રીય મજબૂરીના નામે શરૂ થઈ. આઝાદીના આંદોલન વખતે મુસ્લિમ રાજનીતિનો અખંડ ભારતમાં ઘણો મોટો પ્રભાવ હતો. અંગ્રેજોએ મુસ્લિમોને પોતાના તરફે કરીને આઝાદી માટે લડી રહેલા હિંદુઓ વિરુદ્ધ ઉભા કરી દીધા હતા. મુસ્લિમ લીગનો તેની સ્થાપનાના સમયે 1906થી મુસ્લિમ સમાજ પર મોટો પ્રભાવ હતો. મુસ્લિમ લીગ અંગ્રેજી શાસન સામેના કોઈ આંદોલનમાં ક્યારેય જોડાઈ ન હતી. ઉલ્લેખનીય છે કે અખંડ ભારતના 95 ટકાથી વધારે મુસ્લિમો 1947માં મુસ્લિમ લીગને ટેકો આપતા હતા. હિંદુઓએ ભારતની આઝાદીની જમીન તૈયાર કરી અને મુસ્લિમ લીગે 95 ટકા મુસ્લિમોના ટેકાથી 1947માં તેમની વસ્તીના પ્રમાણમાં ઘણું મોટું 25 ટકા સ્વતંત્ર ભૂમિ દેશ તરીકે અંકે કરીને અનામત મેળવી લીધું હતું. ખંડિત આઝાદી પછી ભારત હિંદુ દેશ જાહેર થયો નહીં અને સેક્યુલર કલેવર જાળવી રાખ્યું. તો પાકિસ્તાને ઈસ્લામિક દેશ તરીકેની પોતાની ઓળખ સાથે લઘુમતીઓ પર જુલમો કરીને 14 ટકા હિંદુઓના સ્થાને હાલની સ્થિતિ પ્રમાણે 2.5 ટકા હિંદુઓને નર્કાગાર જેવું જીવન જીવવા માટે મજબૂર કર્યા છે.

તેની સામે સેક્યુલર ભારતના તથાકથિત સેક્યુલર નેતાઓએ 1947થી જ મુસ્લિમો અને અન્ય લઘુમતીઓની વોટબેંક બનાવીને તેની આળપંપાળ કરીને તેમના તુષ્ટિકરણ કર્યા છે. 1989 સુધી ખૂબ મોટા લઘુમતી-મુસ્લિમ તુષ્ટિકરણ છતાં પરિસ્થિતિ દેશના કાબુમાં હતી. કારણ કે દેશની સંસદ અને ધારાસભાઓમાં મુસ્લિમો મોટી સંખ્યામાં જતા ન હતા. તેવામાં 1984થી શરૂ થયેલા રામજન્મભૂમિ મુક્તિ આંદોલને દેશના રાજકારણને હિંદુ દિશા આપી. પહેલી વખત હિંદુઓએ રામજન્મભૂમિની મુક્તિ માટે હિંદુ તરીકે હિંદુ હિતને ટેકો આપનારી પાર્ટી ભાજપની તરફેણમાં વોટિંગ કર્યું. વી. પી. સિંહના જનતાદળની સાથે જોડાણ કરીને ભાજપે કેન્દ્રમાં સત્તામાં ભાગીદારી કરી. પરંતુ વી. પી. સિંહની માનસિકતા હિંદુ પ્રભાવી રાજનીતિને જમીન પુરી નહીં પાડવાની હતી. તેમણે કમંડલ સામે મંડલ કાર્ડ ખેલીને હિંદુ સમાજને જાતિવાદી રાજકારણમાં વિભાજિત કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તેમ છતાં અડવાણીની રામરથ યાત્રાને ભારતમાં પ્રચંડ સમર્થન મળ્યું. તેનું પરિણામ ત્યાર પછીની રાજનીતિમાં દેખાવા લાગ્યું.

રામજન્મભૂમિ આંદોલનની સૌથી વધારે અસર ઉત્તર અને પશ્ચિમ ભારતમાં રહી. દક્ષિણ ભારતમાં તેને સમર્થન મળ્યું, પણ ત્યાંની પ્રાદેશિક રાજકીય દિશાને હિંદુત્વ તરફ વાળવામાં તે વખતે સફળતા મળી નહીં. 1992માં બાબરી ધ્વંસ કરીને હિંદુઓએ રાષ્ટ્રવાદની અભિવ્યક્તિ કરી. કારણ કે હુમલાખોર બાબરના સેનાપતિ મીર બાંકીએ ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરને નિર્મમતાથી ધ્વસ્ત કરીને તેના કાટમાળ પર બાબરી ઢાંચો ઉભો કરી દીધો હતો. હિંદુઓએ લગભગ 500 વર્ષ બાદ હુમલાખોર બાબરનો રાષ્ટ્રીય અપમાન સમો ઢાંચો હટાવી દીધો. બાબરી ઢાંચાની સાથે દેશમાં મુસ્લિમ તુષ્ટિકરણનું રાજકારણ પણ તેનો પ્રભાવ ગુમાવવા લાગ્યું. હિંદુ વોટબેંક મજબૂત બનવા લાગી અને તેની મુસ્લિમ તુષ્ટિકરણ કરનારા પક્ષોને પણ દરકાર થવા લાગી. 1998 સુધીમાં તો ઘોર મુસ્લિમ તુષ્ટિકરણ કરનારી કોંગ્રેસના દોઢા મુસ્લિમ નેતા ઠાકુર દિગ્વિજય સિંહે પણ મધ્ય પ્રદેશની ચૂંટણી જીતવા માટે સોફ્ટ હિંદુત્વ અપનાવાની શરૂઆત કરી. પરંતુ તેમને તેમા સફળતા મળી નહીં.
1998 અને 1999માં ભાજપના સેક્યુલર ચહેરા સમા અટલ બિહારી વાજપેયીની નેતૃત્વમાં એનડીએની સરકાર અસ્તિત્વમાં આવી. તે વખતે રામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિર નિર્માણ, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370ની નાબૂદી અને દેશમાં સમાન નાગરીક ધારો લાગુ કરવા જેવા પ્રખર રાષ્ટ્રવાદી મુદ્દાઓને સત્તાપિપાસુ ભાજપની લોબી કોમન મિનિમમ પ્રોગ્રામમાંથી બહાર રાખવામાં સફળ થઈ.

ત્યાર પછીનો જે દોર હતો તેમાં હિંદુ હિતની વાત કરનારા લોકો પણ મુસ્લિમ મતોની લાલસામાં તેમના તુષ્ટિકરણના માર્ગે ચાલવા લાગ્યા. કોંગ્રેસ કરતાં પણ મુસ્લિમોના વધારે નજીકના સગાં હોય તેમ વર્તવા લાગ્યા. મુસ્લિમ મતોના આધારે ચૂંટણી જીતના સમીકરણો રચવા લાગ્યા. 2004 પછી મુસ્લિમ મતોની લાલસામાં મુસ્લિમોની કટ્ટરવાદી રણનીતિને ભારતની રાજનીતિમાં ફરીથી સ્થાન મળવા લાગ્યું. સચ્ચર કમિટી અને ત્યાર બાદ રંગનાથ મિશ્ર પંચે મુસ્લિમ અને અન્ય લઘુમતીઓ માટે 15 ટકા અનામત અને અન્ય લાભો આપવાની ભલામણો કરી. સત્તામાં આવેલી કોંગ્રેસના વડપણવાળી યુપીએ સરકારે મુસ્લિમોની પોતાના જમાઈઓની જેમ આળપંપાળ કરવાની ચાલુ કરી.

રામજન્મભૂમિ આંદોલનને કારણે દેશમાં મુસ્લિમોની કટ્ટરપંથી રણનીતિ ભારતની રાજનીતિમાંથી શૂન્ય થઈ ગઈ હતી, તેને મુસ્લિમ મતોના દલાલો જેવા રાજકારણીઓએ ફરીથી પુનર્જીવિત કરી. મુસ્લિમ મતોના પ્રભાવથી ચૂંટાવામાં આ દલાલો ગર્વ કરવા લાગ્યા. રામરથ યાત્રા પર ચઢનારા લોકો પણ કહેવા લાગ્યા અમને પણ મુસ્લિમ મતો મળે છે. હિંદુત્વના સૌથી મજબૂત ગઢમાં પણ સદભાવનાની રાજરમત રમાવા લાગી. અહીં પણ 65 ટકા અને 30 ટકા મુસ્લિમ મતો મળતા હોવાની ગણતરીઓ થવા લાગી. દેશમાં હિંદુ આંદોલનના નબળા પડવાથી અને તેને રાજકીય મંચ નહીં મળવાથી મુસ્લિમ રાજનીતિ ફરીથી પ્રભાવી બનવા લાગી છે. મુસ્લિમોને નોકરીઓ અને શિક્ષણમાં અનામતની જાહેરાત કરવામાં આવી છે. હજી પણ મુસ્લિમોના કટ્ટરપંથી નેતાઓ પણ દેશના વહીવટી તંત્ર અને સંસદ-ધારાસભામાં પોતાનો સંપૂર્ણ પ્રભાવ પાથરવાના પ્રયત્નો કરી રહ્યા છે.

તર્કો આપવાના શરૂ થયા છે કે મુસ્લિમો દેશમાં અંદાજે 15 ટકા વસ્તી ધરાવે છે. પરંતુ તેમનું વહીવટી તંત્ર અને ધારાસભા-સંસદમાં વસ્તીના પ્રમાણમાં ભાગીદારી નથી. ભારતના બંધારણમાં ધર્મના આધારે કોઈપણ પ્રકારની ભાગીદારીનો નિષેધ કરવામાં આવ્યો છે. ભારતનો દરેક નાગરીક કાયદા સામે સમાન છે અને ભારતનો કાયદો દરેક નાગરીક માટે સમાન છે. તેમ છતાં દેશમાં ધર્મના નામે નવી વ્યૂહરચના સાથે બાબરી ઢાંચાના ધ્વંસ પછી મુસ્લિમો તેમની વોટબેંકના દલાલો સાથે નવી રણનીતિ સાથે રાજનીતિના આખાડામાં આવ્યા છે.

મુસ્લિમોની બાબરી ધ્વંસ પછીની રાજનીતિ રહી છે કે ગુપ્ત રણનીતિને આધારે સંસદ અને વિધાનસભામાં વધુમાં વધુ મુસ્લિમ ઉમેદવારો વિજય બને તેવી રાજકીય વ્યૂહરચના કરવી. ઉત્તર પ્રદેશની તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં મુસ્લિમ નેતાઓની આ ગુપ્ત વ્યૂહરચના સફળ થઈ છે. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીઓના ઈતિહાસમાં આ વખતે સૌથી વધારે સંખ્યામાં મુસ્લિમ ઉમેદવારો ચૂંટાયા છે. તેમની સંખ્યા 70 થઈ છે. ભાજપને બાદ કરતાં લગભગ તમામ પક્ષોની ટિકિટ પર મુસ્લિમ ઉમેદવાર ચૂંટાયા છે. ખાસ વાત એ રહી છે કે મુસ્લિમ નેતાઓની મુસ્લિમોને મોટા પ્રમાણમાં ઉત્તર પ્રદેશની વિધાનસભામાં મોકલવાની ગુપ્ત રણનીતિની કોઈને ભનક સુદ્ધાં આવી નથી.

જ્યાં સુધી હિંદુ મતદાતાઓનો સવાલ છે તે મુસ્લિમોની પ્રતિક્રિયાના સ્વરૂપે એકજૂથ થઈ શકતા હતા. હિંદુઓ હિંદુ તરીકે મતદાન કરત તો યૂપી વિધાનસભામાં 70 મુસ્લિમ ઉમેદવારો ચૂંટાત નહીં. પરંતુ ભાજપના નેતાઓ પોતાના ચૂંટણી અભિયાનોમાં હિંદુ મતદાતાને હિંદુ તરીકે મતદાન કરાવવામાં નિષ્ફળ ગયા. જેના દુષ્પરિણામ ઉત્તર પ્રદેશથી આવવાના શરૂ થયા છે.

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં પ્રત્યેક પાર્ટીનો પ્રયત્ન રહ્યો હતો કે તેઓ મુસ્લિમોના મતોમાં વધારેમાં વધારે ભાગ પડાવે. તેનાકારણે સમાજવાદી પાર્ટીએ 82 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હતી, તેમાંથી 42 ઉમેદવારો ચૂંટાયા છે. બહુજન સમાજ પાર્ટીએ 85 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હતી, તેમાંથી 16 ઉમેદવારો વિજયી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીએ 62 મુસ્લિમ ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા, તેમાંથી માત્ર 6 મુસ્લિમ વિજયી રહ્યા છે.તેના સિવાય એક ડઝનથી વધે મુસ્લિમ પાર્ટીઓ મેદાનમાં ઉતરી હતી. પરંતુ તેમાંથી ત્રણ પાર્ટીઓને બાદ કરતાં કોઈ અન્ય પાર્ટીઓના ઉમેદવાર જીતવામાં સફળ થયા નથી. પીસ પાર્ટીના ચાર ધારાસભ્યોમાંથી ત્રણ મુસ્લિમ છે. અપના દળના બે મુસ્લિમ ઉમેદવાર યૂપી વિધાનસભામાં પહોંચ્યા છે.જ્યારે ઈતિહાદુલ્લ મિલલ્ત પાર્ટીનો એક ઉમેદવાર જીતવામાં સફળ થયો છે.

ઉપરોક્ત આંકડા પરથી સ્પષ્ટ છે કે એક નક્કી કરવામાં આવેલી પેટર્ન પ્રમાણે મુસ્લિમ મતદાતાઓએ એકજૂથ થઈને મુસ્લિમ ઉમેદવારોને વિજયી બનાવવા માટે વોટિંગ કર્યું હતું. યૂપીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી માયાવતીની પહેલી પ્રતિક્રિયા હતી કે 70 ટકા મુસ્લિમ મતદાતાઓએ સમાજવાદી પાર્ટીને મત આપ્યા છે. સમાજવાદી પાર્ટીને મુસ્લિમોએ ખોબલેને ખોબલે મત આપ્યા તેની પાછળનું કારણ એ છે કે મુસ્લિમોને લાગતું હતું કે યૂપીમાં માયાવતી પાસેથી મુલ્લાયમ સિંહ સમાજવાદી પાર્ટી સત્તા છીનવી શકે છે. માટે જો તેમને સત્તામાં ભાગીદારી કરવી હોય અને પોતાનો પ્રભાવ ચાલુ રાખવો હોય તો તેમણે સમાજવાદી પાર્ટીને વોટિંગ કરવું જોઈએ. યૂપીની વોટિંગ પેટર્ન પરથી મુસ્લિમોની રાજકીય સાક્ષરતાનો દર દર્શાવે છે. દેશમાં સાક્ષરતાના દરના સરેરાશ કરતા મુસ્લિમોમાં સાક્ષરતાનો દર નીચો છે. પરંતુ એક હકીકત એ છે કે દેશમાં રાજકીય સાક્ષરતના સરેરાશ કરતાં મુસ્લિમોની રાજકીય સાક્ષરતાનો દર ઘણો ઉંચો છે.

માયાવતીએ પોતાના શાસનકાળમાં દેશભરના ઉર્દૂ અખબારોમાં પૃષ્ઠોના પૃષ્ઠો ભરીને જાહેરાતો આપી હતી. મુસ્લિમોના ઉત્થાન માટે માયાવતી સરકારે લીધેલા પગલાને ખૂબ જોરશોરથી પ્રચારીત કરવામાં આવ્યા હતા. પરંતુ રાજકીય સાક્ષરતાનો ઉંચો દર ધરાવતા મુસ્લિમો યૂપીમાં માયાજાળમાં ફસાયા નહીં. તો કોંગ્રેસે અમૂલ બેબી રાહુલ ગાંધીના નેતૃત્વમાં દોઢા મુસ્લિમ નેતા દિગ્વિજય સિંહની આગેવાનીમાં મુસ્લિમ વોટો અંકે કરવા માટે પોતાની પુરી તાકાત લગાવી દીધી. ઉત્તર પ્રદેશની કોઈ એવી દરગાહ નથીજેના પર કોંગ્રેસના યુવરાજ અમૂલ બેબી રાહુલ ગાંધીએ હાજરી આપી ન હોય. દારુલ ઉલૂમ દેવબંધથી લઈને દારુલ ઉલૂમ નદવા સુધી કોઈ એવી પ્રભાવી મુસ્લિમ સંસ્થા બાકી બચી નથી જેના અગ્રણીઓના દરવાજે રહાલુ ગાંધી અને તેના દરબારીઓ સજદા કરવા પહોંચી ગયા ન હોય.

યુપીએ સરકારે મુસ્લિમ વોટબેંક અંકે કરવાની શતરંજમાં ઓબી અનામત ક્વોટામાંથી લઘુમતીઓને 4.5 ટકા સબક્વોટા આપવાની જાહેરાત કરીને રાષ્ટ્રઘાતક રાજકારણ ખેલ્યું.જો કે કોઈપણ મુસ્લિમ નેતા અથવા અખબારે કોંગ્રેસના આ પગલાંનું સ્વાગત કર્યું નથી. તેના કારણે લઘુમતી મામલાના મંત્રી જનાબ સલમાન ખુર્શિદે ઘોષણા કરવી પડી કે કોંગ્રેસ જીતશે તો મુસ્લિમોને 9 ટકા અનામત આપશે. તેમણે એવી પણ જાહેરાત કરી કે મુસ્લિમોના હિત માટે તેઓ ફાંસી પર ચઢવા માટે પણ તૈયાર છે. જ્યારે ચૂંટણી પંચે વાંધો લીધો, તો સલમાન ખુર્શિદ શહીદની અદાથી ટસના મસ થયા નહીં. ત્યાર બાદ બેનીપ્રસાદ વર્મા અને દિગ્વિજય સિંહ પોતાને દોઢા મુસ્લિમ નેતા સાબિત કરવા માટે નિવેદનો આપવાની દોડમાં સામેલ થયા.મુસ્લિમ મતો મેળવવા માટે ઓછી રાજકીય સમજ ધરાવતા અમૂલ બેબી રાહુલ ગાંધીએ એક નવો દાવ ખેલ્યો. તેમણે દિલ્હી અને ઉત્તર પ્રદેશના ઉર્દૂ ભાષાના અખબારોના પત્રકારોની સાથે મુલાકાત કરીને મુસ્લિમોને થઈ રહેલા તથાકથિત અન્યાયનું ઠીકરું વહીવટી તંત્રમાં કથિતપણે ઘૂસેલા આરએસએસની મનોવૃતિવાળા અધિકારીઓના માથે ફોડયું.

દોઢ ડાહ્યા મુસ્લિમ નેતા દિગ્વિજય સિંહે ઉત્તર પ્રદેશમાં મુસ્લિમ મતો લેવા માટે છેલ્લા બે વર્ષથી મોરચો સંભાળ્યો છે. તેમણે મુસ્લિમોની સહાનુભૂતિ એકઠી કરવા માટે આરએસએસ વિરુદ્ધ ઝેરીલો પ્રચાર કરીને ભગવા આતંકવાદની વિભાવના ઘડી નાખી. દિલ્હીના બટલા હાઉસ એન્કાઉન્ટરનો મુદ્દો ઉછાળ્યો અને આજમગઢની વારંવાર હજયાત્રા કરી. આ મામલામાં સલમાન ખુર્શિદ પણ પાછળ કેવી રીતે રહે. તેમણે પણ રહસ્યોદ્ધાટન કરી નાખ્યું કે તેઓ બટલા હાઉસ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા બે વિદ્યાર્થીઓની તસવીર લઈને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના દરબારમાં હાજર થયા હતા. સોનિયા ગાંધી ઠાર થયેલા મુસ્લિમ વિદ્યાર્થીઓની તસવીરો જોઈને રડી પડયા હતા. મુસ્લિમ મતદાતાઓને પ્રભાવિત કરવા માટેની તમામ કોંગ્રેસી નોટંકી બેઅસર રહી. મુસ્લિમ મતદાતાઓને પ્રભાવિત કરવા માટે કોંગ્રેસ હાઈકમાન્ડથી નજીકના મુસ્લિમ નેતાઓએ મક્કાના ઈમામને પણ મેદાનમાં ઉતાર્યા. આખરી તબક્કાના મતદાન પહેલા દિલ્હીના રામલીલા મેદાનમાં જમાતે અહિલે હદીશ તરફથી નમાજનું આયોજન કરવામાં આવ્યું. તેમાં ભાગ લેવા માટે પશ્ચિમી ઉત્તર પ્રદેશથી મુસ્લિમોને બસો ભરીને મોટી સંખ્યામાં નવી દિલ્હી લાવવામાં આવ્યા. આ સમારંભમાં કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી કપિલ સિબ્બલ પણ હાજર રહ્યા હતા. પરંતુ કોંગ્રેસનો મુસ્લિમ મતો અંકે કરવાનો ખેલ નિષ્ફળ રહ્યો.

કારણ કે રાજકીય સાક્ષરતા ધરાવતા મુસ્લિમોની રણનીતિ માયાવતીને સત્તાથી હટાવવાની હતી. પરંતુ તેઓ ઈચ્છતા ન હતા કે ભાજપ કોઈપણ કિંમતે સત્તાની નજીક પહોંચી શકે નહીં. તેમની નજરમાં કોંગ્રેસ અને અન્ય નાની-મોટી પાર્ટીઓ કોઈપણ કિંમતે સત્તામાં આવવાની સ્થિતિમાં ન હતી. મુસ્લિમ મજલિસ મિશરાવાતે ઉત્તર પ્રદેશના મુસ્લિમોને અપીલ કરી હતી કે તેઓ પોતાના વોટનો સમજી વિચારીને ઉપયોગ કરે. પોતાના મતને વિભાજિત કરીને વ્યર્થ કરે નહીં. તેઓ એવા મુસ્લિમ ઉમેદવારને પોતાનો મત આપે કે જે જીતવાની સ્થિતિમાં હોય. જો આ શક્ય ન હોય તો તેઓ સાચા સેક્યુલર (મુસ્લિમ તુષ્ટિકરણ કરતાં એમ વાંચવું) ઉમેદવારને પોતાનો વોટ આપીને તેને જીતવામાં સફળ બનાવે. કહેવામાં આવે છે કે યૂપીના ગામોમાં ફેલાયેલી મસ્જિદોના ઈમામોને પણ એ નિર્દેશ આપવામાં આવ્યો કે તેઓ મુસ્લિમ ઉમેદવારોને જીતાડવામાં કોઈ કોરકસર બાકી રાખે નહીં.

2007ની ચૂંટણીમાં યૂપીના મુસ્લિમોએ મુલાયમ સિંહ સામે કલ્યાણ સિંહની સાથેની તેમની દોસ્તીના કારણે નારાજગી વ્યક્ત કરી હતી. કારણ કે મુસ્લિમો બાબરી ધ્વંસ માટે યૂપીના તત્કાલિન મુખ્યમંત્રી કલ્યાણસિંહને દોષિત માને છે. તેથી તે વખતે સત્તામાં આવવાની શક્યતાવાળી બહુજન સમાજ પાર્ટીને તેમણે વોટ આપીને માયાવતીને મુખ્યમંત્રી બનાવ્યા હતા. પરંતુ આ વખતે મુસ્લિમોમાં પોતાનો રંગ જમાવવા માટે મુલ્લાયમ સિંહે શાહી ઈમામ અહમદ બુખારી, આજમખાન અને શાહીદ સિદ્દીકી જેવા મુસ્લિમોને મેદાનમાં ઉતાર્યા હતા. મુલ્લાયમ સિંહે મુસ્લિમોને 18 ટકા અનામત અને 40 હજાર ઉર્દૂ શિક્ષકોની ભરતી કરવાનો વાયદો કર્યો હતો. તેથી મુસ્લિમોએ નાની-મોટી મુસ્લિમ પાર્ટીઓને નજરઅંદાજ કરીને મુલ્લાયમ સિંહની મતોની ભૂખ પોતાની રાજકીય હિતસાધના માટે સંતોષી.

મુસ્લિમ નેતાઓની રણનીતિ એ છે કે વધારેમાં વધારે મુસ્લિમ ધારાસભ્યો અને સાંસદો જીતીને ધારાસભાઓ અને સંસદમાં પહોંચે. જેથી એક પ્રેશર ગ્રુપ તરીકે સરકારી નીતિઓને અસર પહોંચાડી શકાય. જ્યાં સુધી ઉત્તર પ્રદેશમાં ચૂંટાનારા મુસ્લિમ ધારાસભ્યોનો સંબંધ છે, તેના સંદર્ભે આંકડા જોવા બેહદ જરૂરી છે. 1952માં 17, 1957માં 21, 1962માં 20, 1967માં 28, 1971માં 25, 1977માં 30, 1980માં 46, 1984માં 47, 1989માં 31, 1991માં 20, 1996માં 24, 1998માં 28, 1999માં 31, 2002માં 47, 2007માં 57 અને 2012માં 70 મુસ્લિમ ઉમેદવારો યૂપીની વિધાનસભાના ધારાસભ્ય બનવામાં સફળ થયા છે.

2012ની વિધાનસભામાં ઘણાં ઓછા માર્જિનથી હારનારા 68 મુસ્લિમ ઉમેદવારો છે. યૂપીમાં કુલ વસ્તીના 18 ટકા મુસ્લિમ મતદાતા છે. યૂપીની લગભગ 139 બેઠકો પર મુસ્લિમો ચૂંટણી સમીકરણો બનાવવા અને બગાડવા માટે સક્ષમ છે. દેશભરમાં સૌથી વધારે મુસ્લિમ મતદાતાઓ યૂપીમાં છે. જ્યારે રામજન્મભૂમિ આંદોલનને પરિણામે દેશમાં હિંદુત્વની રાજનીતિ ડ્રાઈવિંગ સીટ પર હતી, ત્યારે યૂપી અને દેશની લોકસભામાં મુસ્લિમોની સંખ્યા ઘટવા લાગી હતી. પરંતુ જેવા રાષ્ટ્રવાદી મુદ્દાઓને કોલ્ડબોક્ષમાં સત્તાપિપાસુઓએ પુરી દીધા છે, ત્યારથી મુસ્લિમો ધારાસભાઓ અને સંસદમાં મોટા પ્રમાણમાં પહોંચી રહ્યા છે. તેને કારણે મુસ્લિમ અનામતનું અને મુસ્લિમ તુષ્ટિકરણનું દેશવટો પામેલું રાજકારણ ફરીથી રાજકારણીઓની સદભાવના પામી રહ્યું છે.

આ દેશમાં મુસ્લિમો ક્યારેય તેમની કોઈપણ વૃતિથી 1857ને બાદ કરતાં રાષ્ટ્રીય પ્રવાહ સાથે રહ્યા નથી. તેને કારણે 1947થી દેશની વોટિંગ પેટર્ન દર્શાવે છે કે મુસ્લિમોએ રાષ્ટ્રીય હિત પ્રમાણે નહીં, પણ તેમના તુષ્ટિકરણ કરનારને જ વોટ આપ્યા છે. તેમની રાજકીય સાક્ષરતાને પરિણામે તેઓ રાજકીય પક્ષો પાસેથી પોતાના સમુદાયના હિતના એજન્ડા સિદ્ધ કરાવવામાં સફળ થતા રહે છે, પછી આ હિત એજન્ડાઓ રાષ્ટ્રહિત વિરુદ્ધના હોય તો પણ રાજકારણીઓ તેને મુસ્લિમ મતોને ખાતર મંજૂરી આપતા નજરે પડે છે. તેમા મુસ્લિમ અનામતની વાત તાજો દાખલો છે. શિક્ષણ અને નોકરીઓમાં મુસ્લિમોને ધર્મના નામે અનામત આપવાની વાત દૂર સુધી જઈ શકે છે. તેની રાજકીય સાક્ષરતા હિંદુ સમાજમાં પેદા કરવી જરૂરી છે. ભાજપને લઘુમતી અને મુસ્લિમ અનામતને ગેરબંધારણીય કહ્યું છે. પરંતુ લઘુમતી અને મુસ્લિમ અનામત હિંદુ વિરોધી હોવાની વાત હિંદુ સમુદાય સામે હિંમતથી મૂકી નથી. તેને કારણે ભાજપને હિંદુઓના મત હિંદુ તરીકે મળ્યા નથી. વળી છેલ્લા એક દાયકાથી ભાજપ તરફથી પણ હિંદુઓનો વિશ્વાસ તોડવાની કેટલીક ઘટનાઓ બની છે. જેને કારણે હિંદુ હિંદુ તરીકે વોટિંગ કરવાનું ભૂલી ગયો છે. તેનું કારણ છે કે હિંદુ હિતની વાતો કરનારા હવે મુસ્લિમ લીગ સાથે બેસવા લાગ્યા છે અને મુસ્લિમ મતોથી જીતવાની ગુલબાંગો પોકારી રહ્યા છે. ત્યારે દેશના રાજકારણમાં હિંદુઓની રાજકીય સાક્ષરતા વધે અને મુસ્લિમ પ્રભાવથી ચૂંટણી જીતનારા ઉમેદવારોનું પ્રમાણ ઘટે તેવી રણનીતિ પ્રમાણે હિંદુ નેતાઓએ આગળ વધવું સમયની માંગ છે. જો આમ નહીં થાય તો લોકસભાની ચૂંટણીમાં મુસ્લિમ વોટિંગની યૂપી પેટર્નનું પુનરાવર્તન થશે. લોકસભાની 543 બેઠકોમાંથી 100 બેઠકો મુસ્લિમ મતોના ચૂંટણી સમીકરણોવાળી છે. ત્યારે લોકસભામાં મુસ્લિમોના કટ્ટરવાદી નેતાઓ તેમના ગુપ્ત એજન્ડામાં સફળ ન થાય, તે જોવું હિંદુઓના રાજકીય હિતમાં છે.

રવિવાર, 4 માર્ચ, 2012

નાગપુરમાં ભાજપનું મુસ્લિમ લીગ સાથે જોડાણ, ગડકરીની સંઘને કેમોથેરાપી


gadkari's chemotherapy to rss bjp and muslim leage coalation in nagpur corporation

આરએસએસના સરસંઘચાલકે ભાજપને કેમોથેરપી આપવા માટે નીતિન ગડકરીને પાર્ટીના અધ્યક્ષ તરીકે આગળ કર્યા. પરંતુ પરિસ્થિતિ એવી આવી રહી છે કે નીતિન ગડકરી સંઘને કેમોથેરપી આપી રહ્યા હોય...!! પોતાની રાષ્ટ્રવાદી નીતિ અને દ્રષ્ટિકોણનો ઢોલ પીટી રહેલા સંઘના મુખ્યમથક નાગપુર ખાતે મહાનગરપાલિકામાં સત્તા લેવા માટે ભાજપે મુસ્લિમ લીગના બે કોર્પોરેટરોનો સાથ લીધો છે.

વળી આમા મોટી વાત એ છે કે ભાજપે પોતાના લગભગ બે દાયકા જૂના સાથીપક્ષ શિવસેનાના 6 કોર્પોરેટરોના સાથને દરકિનાર કર્યો છે. સંઘના મુખ્યમથક નાગપુરની 145 સભ્યોવાળી નગરપાલિકામાં ભાજપને 62 બેઠકો મળી છે. રાજકારણમાં સત્તાકારણ ચલાવી રહેલા ગડકરીએ શિવસેનાને દરકિનાર કરીને 10 અપક્ષ અને મુસ્લિમ લીગના બે કોર્પોરેટરોનો સાથ મેળવીને 74ની સંખ્યા મેળવી નાગપુર નગરપાલિકા પર સત્તાની દાવેદારી નોંધાવી દીધી છે.

આમ તો સંઘના મુખ્યમથક નાગપુરમાં જ તેની રાજકીય પાંખ ગણાતા ભાજપનું જોર ધીમું રહ્યું છે. અહીંના 18 લાખ વોટરોમાં સાડા ચાર લાખ દલિત અને ચાર લાખ મુસ્લિમ વોટરો છે. એટલે કે કુલ સાડા આઠ લાખ વોટરો મહદ અંશે ભાજપ વિરુદ્ધ વોટિંગ કરે છે. જેને કારણે નાગપુરમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપનો દેખાવ ઘણો નિરાશાજનક રહે છે. પરંતુ પ્રત્યક્ષ રીતે રાજનીતિમાં નહીં એવો સંઘ ભાજપમાં સ્વયંસેવકો મોકલીને રાજનીતિ કરે છે, તે કોઈનાથી છૂપું નથી.

1998માં એનડીએના નેજા નીચે સત્તાના રસચટકા ભરવા દિલ્હી પહોંચેલા સંઘના સ્વયંસેવકોએ ધીમેધીમે કરીને 2004 બાદ સંઘને ભાવ આપવાનું બંધ કરી દીધું. તેથી 2009માં સરસંઘચાલક પદે આસિન થતાંની સાથે જ સરસંઘચાલક મોહન ભાગવતે ભાજપની કેમોથેરપીની વાત કરી. તે વખતે ચર્ચા હતી કે ભાજપ ફરીથી હિંદુત્વના રાષ્ટ્રવાદી મુદ્દાઓને હાથ પર લેશે. પરંતુ એક પછી એક વિચારધારાના ધરાતલ પર રાજકીય સમાધાનો નીતિન ગડકરીએ શરૂ કર્યા છે.

ગડકરીએ ઝારખંડમાં ભ્રષ્ટાચાર અને હત્યાના કેસમાં સપડાયેલા શિબૂ સોરેન સાથે સમજૂતી કરીને શરમજનક સ્થિતિમાં સરકાર બનાવી છે. તેની પાછળ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સંઘની શીર્ષસ્થ નેતાગીરીને એવી રીતે વિશ્વાસમાં લેવામાં આવી છે કે ઝારખંડ આદિવાસી ક્ષેત્ર છે અને ત્યાં ખ્રિસ્તી મિશનરીઓ ધર્માંતરણનું કામ કરી રહી છે અને નક્સલવાદી પ્રવૃતિઓને પણ ટેકો આપી રહી છે. તેથી જો ઝારખંડમાં ભાજપ સત્તામાં હશે તો તેને પર અંકુશ મૂકીને પરિસ્થિતિ વણસવા નહીં દેવામાં સફળતા પ્રાપ્ત થશે.

ઉત્તર પ્રદેશમાં પણ નીતિન ગડકરીએ પહેલા ભાજપમાંથી કાઢી મૂકાયેલા ઉમા ભારતીને પાર્ટી તરફથી ચૂંટણી પ્રચારના પ્રભારી બનાવ્યા અને સીડીકાંડમાંથી બેઈજ્જત બરી થયેલા નરેન્દ્ર મોદીના રાજકીય પ્રતિસ્પર્ધી સંજય જોશીને ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવીને ગડકરીએ કદાચ સંઘના દોરીસંચાર નીચે જ મોદીને કદ પ્રમાણે વેતરવાનો તખ્તો તૈયાર કર્યો છે. માનવામાં આવે છે કે ઉત્તર પ્રદેશમાં ભાજપનો દેખાવ સારો રહેશે, તો સંજય જોશીને ભાજપમાં સંઘના ફૂલ-ટાઈમર માટે અનામત એવી સૌથી ઉંચા રાષ્ટ્રીય મહાસચિવના પદે ગોઠવી દેવામાં આવશે.

બીજી તરફ માયાવતી સરકારમાં રહીને એનએચઆરએમ કૌભાંડમાં શંકાના દાયરામાં આવનારા ભૂતપૂર્વ મંત્રી બાબુસિંહ કુશવાહાને ભાજપમાં લેવાના એપિસોડમાં પણ ગડકરીની ભૂમિકા પર ભારે હોબાળો મચ્યો હતો. જો કે ગડકરીએ સ્પષ્ટીકરણના ટોનમાં કુશવાહાના માધ્યમથી ઓબીસી કાર્ડ ખેલવાની રણનીતિ યૂપીના નેતાઓને સમજાવાની કોશિશ કરી હતી. પરંતુ યોગી આદિત્યનાથ અને મેનકા ગાંધીના પુરજોર વિરોધને કારણે કુશવાહાએ ભાજપમાં પોતાનું સભ્યપદ સ્થગિત રાખવાની નીતિન ગડકરીને વિનંતી કરીને મામલો થાળે પાડવાની કોશિશ કરી.

હવે થોડા સમય પહેલા સમાચાર ચમક્યા હતા કે ડીસેમ્બરમાં ભાજપ અધ્યક્ષ તરીકે નીતિન ગડકરીની ટર્મ પૂર્ણ થઈ રહી છે. તેવા સંજોગોમાં ભાજપના નવા અધ્યક્ષની શોધખોળ તેજ બની છે. પરંતુ સંઘ નીતિન ગડકરીના કામથી ખુશ હોવાથી 2014ની ચૂંટણી તેમના અધ્યક્ષ પદ હેઠળ લડવામાં આવે તેવા પ્રબળ સંકેતો મળી રહ્યા છે.

પરંતુ નીતિન ગડકરીની નબળી બાજુ એ રહેલી છે કે સંઘે ભાજપ પર પોતાની સર્વોપરીતા સિદ્ધ કરવા માટે એવા વ્યક્તિને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યા છે કે જેઓ વિધાનસભાની ચૂંટણી પણ જીતી શકતા નથી. તેની પાછળનો હેતુ સ્વયંસેવકોના માધ્યમથી રાજનીતિ કરી રહેલા સંઘનું તેની લાઈનની બહાર ગયેલા સ્વયંસેવકોને ઠેકાણે લાવવાનો હતો. ત્યારે એવી ચર્ચા છે કે ગડકરી દ્વારા ભાજપની રાજનીતિ પર વર્ચસ્વ જમાવવાનો પ્રયત્ન કરી રહેલા ધડા માટે ગડકરીનું કદ વધે તે ઘણું જરૂરી છે. આ ત્યારે શક્ય બને કે નીતિન ગડકરી જ્યારે નાગપુરથી લોકસભાની ચૂંટણી જીતી લે. ચર્ચા એવી પણ છે કે ભાજપના પાંચ-છ વડાપ્રધાન પદના મુરતિયાંમાં છાને ખૂણે નીતિન ગડકરીની પણ ગણતરી થઈ રહી છે. તેવામાં તેઓ જો લોકસભાની ચૂંટણી જીતે તો તેમનું રાજકીય કદ વધે અને દિલ્હીના રાજકારણમાં તેમને માન્યતા પણ મળે.

નાગપુરમાં મહાનગરપાલિકામાં મુસ્લિમ લીગના બે કોર્પોરેટરોને સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાની શરતે સમજૂતી કરનારા ગડકરીએ આખી શતરંજની બાજી એવી રીતે બિછાવી છે કે જેનાથી સંઘ પરિવારની અંદર પહેલો સંકેત એ જાય કે સંઘના વિચારને નાગપુરમાં જ્યાં સુધી માન્યતા મળશે નહીં, ત્યાં સુધી દેશનો રસ્તો પાર કરવો સપનાથી આગળનો કિસ્સો નથી. તેથી મુસ્લિમ લીગના કોર્પોરેટરોના ટેકા પર આરએસએસની અંદર સવાલ ઉઠે તે પહેલા સરસંઘચાલક મોહન ભાગવતે તેના સંદર્ભે ચુપકીદી સેવવાના સંકેતો આપી દીધા છે.

નાગપુરમાં સંઘના મુખ્યમથકના ઈશારે જેમણે જિન્નાની કબર પર માથું ટેકવીને તેમને સેક્યુલર કહેવાના કસૂર બદલ લાલકૃષ્ણ અડવાણીને પાર્ટી અધ્યક્ષ પદેથી ખસેડવાની કવાયત કરી હતી, તેઓ પણ ગડકરીના આ પગલાં સંદર્ભે કદમતાલ કરી શક્યા નથી. કારણ કે અડવાણીને જિન્નાહ એપિસોડમાં ભારે પડનારા સંજય જોશી અત્યારે નીતિન ગડકરીના પડખામાં બેઠા છે. જો કે સ્વયંસેવકોમાં ચર્ચા છે કે જિન્નાહની કબરે માથું ટેકવનારા લોકોનો કોઈ ભરોસો નથી, તેઓ મુસ્લિમ લીગ સાથે ગઠબંધન ન કરત તો પણ નવાઈ લાગે. કદાચ 2014માં નાગપુર જેવી પરિસ્થિતિ કેન્દ્રમાં પેદા થાય તો તેવા સંજોગોમાં પણ ભાજપ પોતાના જૂના હિંદુત્વવાદી સાથી શિવસેનાને દરકિનાર કરીને મુસ્લિમ લીગ સાથે બેસવામાં શરમ અનુભવે નહીં.

જો કે સંઘ કાર્યકર્તાઓના રોષ સિવાય યા તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ખુદને પરિવર્તિત કરી ચુક્યું છે અથવા ભાજપ અધ્યક્ષ નીતિન ગડકરીએ ચૂંટણીની શતરંજમાં સત્તા માટે સંઘની વિચારધારાને દરકિનાકર કરી નાખી છે. જે પણ કંઈ હોય પરંતુ આરએસએસના ગઢ નાગપુરમાં જ મહાનગરપાલિકામાં ભાજપની સત્તા થકી પોતાનું વર્ચસ્વ સિદ્ધ કરવા ગડકરીએ જે માસ્ટર સ્ટ્રોક ખેલ્યો છે, તેનાથી કોંગ્રેસ સુદ્ધાંની હવા નીકળી ગઈ છે. ત્યારે હવે એ દિવસો પણ દૂર નથી કે ભાજપ અને મુસ્લિમ લીગ એકસાથે ઉભા રહી શકે છે અને સંઘની વિચારધારા જ નહીં સંઘના સ્વયંસેવકોની જમાત સાથે મુસ્લિમ લીગ અથવા મુસ્લિમ લીગી માનસિકતાવાળા વ્યક્તિઓ અને સંગઠનો પણ સત્તામાં એકસાથે ભાગીદારી કરી શકે છે. ત્યારે સવાલ એ છે કે સત્તા પર પહોંચવા માટે હિંદુત્વનો સહારો લઈને શું ભાજપને અત્યાર સુધી રામમંદિરના નામે ઉધામા કરીને સ્યૂડો હિંદુત્વનું રાજકારણ ખેલ્યું? હવે જ્યારે હિંદુત્વના મુદ્દાઓ સુષુપ્ત થઈ ગયા છે, જ્યારે સેક્યુલારિઝમના નામે મુસ્લિમ લીગીઓ સાથે જોડાણ કરવા સુધીનું રાજકારણ ખેલીને શું ભાજપ પોતાનું વૈચારીક ધરાતલ ગુમાવી રહ્યું હોવાનું મનાય છે.