- આનંદ શુક્લ
વાજપેયી સરકારમાં ડિસઈન્વેસ્ટમેન્ટ ખાતાના કેબિનેટ પ્રધાન રહેલા જાણીતા પત્રકાર અરુણ શૌરીના મતે મોદી સરકારની આર્થિક નીતિ એટલી આશાજનક રહી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક વર્ષના સમયગાળામાં ઈન્ડિયન ઈકોનોમીનો મળી રહેલો કાડિયોગ્રામ દર્શાવે છે કે અર્થતંત્રનું આરોગ્ય પહેલાની સરખામણીએ ચોક્કસ સુધર્યું છે. પરંતુ તેમ છતાં નિરાશાજનક સ્થિતિ પેદા થવાના કેટલાંક નક્કર કારણો પણ છે. મોદી સરકારની એટલા માટે પણ ટીકા થઈ રહી છે કે જેટલી ઝડપની આશા રાખવામાં આવી હતી તેટલી ગતિથી અર્થતંત્રની હાલત સુધારવા માટે ઘણાં નક્કર કામ કરવાના હજી બાકી છે.
નરેન્દ્ર મોદીના ગુજરાતના મુખ્યપ્રધાન તરીકેના કાર્યકાળને વિકાસ માટેના સુવર્ણકાળ તરીકે ભારતભરમાં અને દુનિયામાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ દ્વારા પ્રચારીત કરાયો છે. મોદીના મુખ્યપ્રધાનથી વડાપ્રધાન થવા સુધીની સફરમાં વિકાસના ગુજરાત મોડલનો ઘણો મોટો ફાળો છે. આવા સંજોગોમાં વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીનું એક વર્ષ વિકાસના મામલે પણ સમીક્ષકોના અભ્યાસનો વિષય છે. મેક ઈન ઈન્ડિયા પ્રોજેક્ટ દ્વારા ભારતના ઔદ્યોગિક વિકાસ અને તેના માટે મેન્યુફેક્ચરિંગ સેક્ટરને મજબૂત બનાવવાની મોદી સરકારની મનસા છે. જો કે તેમાંથી ઘણી બધી બાબતો હજી ખૂબ પ્રાથમિક સ્તરે છે. પરંતુ મોદી સરકાર વિકાસનો નક્શો અમલી બનાવવામાં કામિયાબ થાય તો આગામી દશકામાં ભારત મોટી હરણફાળ ભરી શકે તેમ છે.
મનમોહનસિંહની સરકારના કાર્યકાળમાં ભારતની અર્થવ્યવસ્થા વેન્ટિલેટર પર પહોંચી હોવાની ટીપ્પણીઓ મોદી અને ભાજપના નેતાઓ કરતા રહ્યા છે. અત્યારે મોદી સરકારને એક વર્ષમાં ઘણું બધું કર્યું છે.. આર્થિક નીતિને સ્થિર કરવા માટે સારા પ્રયત્નો કર્યા છે. રૂપિયો હવે ડોલર સામે સ્થિર થઈ રહ્યો છે. પણ મનમોહનસિંહના કાર્યકાળ કરતા ઘણો મોટો ફરક હજી સુધી દેખાયો નથી. આવા સંજોગોમાં મોદી સરકારના એક વર્ષના કાર્યકાળમાં વિકાસ દર ગતિ પકડતો દેખાયો છે. આંકડા પર નજર કરીએ તો...વર્ષ- 2012-13માં ભારતનો વિકાસ દર 5.1 ટકા હતો. 2013-14માં 6.9 ટકા અને 2014-15માં વિકાસ દર 7.4 ટકા રહેવાનું અનુમાન છે. હકીકતમાં આ અનુમાનો વાસ્તવિક નથી.. પરંતુ માત્ર પ્રચાર છે.. તેવું ભાજપના જ વરિષ્ઠ નેતા અરુણ શૌરીએ એમના એક ઈન્ટરવ્યૂમાં કહ્યું છે અને ગ્રોથ રેટ ન હોવાના કારણે નાણાં પ્રધાન અરુણ જેટલી અને આરબીઆઈના ગવર્નર રઘુરામ રાજન વચ્ચે મતભેદોના કારણે વ્યાજદરો ઘટતા નથી.
મોંઘવારી તાજેતરના વર્ષોમાં ભારતની જનતા માટે મોટી મુસીબત છે. યુપીએ સરકારના કાર્યકાળમાં પણ ફૂગાવામાં બેફામ વધારાથી જનતાને મહામુસીબતોનો સામનો કરવો પડયો છે. મોદી સરકાર પાસે મોંઘવારી પર કાબુ મેળવવાની મોટી અપેક્ષા જનતા રાખી રહી છે. આંકાડ જોઈએ તો મોંઘવારી અને ફૂગાવાનો દર ઘટયો છે. કન્ઝયૂમર પ્રાઈસ ઈન્ડેક્સ પ્રમાણે ગત એક વર્ષમાં ફૂગાવાનો દર 6.8 ટકાથી ઘટીને 5.2 ટકા થયો છે. તો હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સ પ્રમાણે ગત એક વર્ષમાં ફૂગાવાનો દર 5.7 ટકાથી – 2.3 ટકા થયો છે. આ આંકડાઓ સરકારી ફાઈલોમાં ચોક્કસ ઘટયા છે... પરંતુ ફાઈલોમાં ઘટેલી મોંઘવારીથી જનતાને કોઈ રાહતનો અનુભવ થઈ રહ્યો નથી.
વહીવટીય ખર્ચને કારણે દર વર્ષે નાણાંકીય ખાદ્ય થતી હોય છે. સરકાર આવી નાણાંકીય ખાદ્યને જીડીપીના ચાર ટકાથી નીચે લઈ જવાનું લક્ષ્ય રાખે છે. આંકડા જોઈએ તો... 2014ના નાણાંકીય વર્ષમાં નાણાંકીય ખાદ્ય જીડીપીના 4.4 ટકા હતી. જ્યારે 2015માં નાણાંકીય ખાદ્ય જીડીપીના 4.1 ટકા રહી છે. જ્યારે 2016ના વર્ષમાં નાણાંકીય ખાદ્ય જીડીપીના 3.9 ટકા સુધી લઈ જવાની સરકારની ગણતરી છે. પરંતુ ખુદ વડાપ્રધાન મોદીના વિદેશ પ્રવાસો અને ઓબામા.. જિનપિંગ જેવા વિદેશી મહેમાનોની આગતા-સ્વાગતામાં કરતા ખર્ચીલા તામજામનો ફાળો પણ વહીવટીય ખર્ચમાં નાણાંકીય ખાદ્યને વધારવામાં કારણભૂત છે.
મોદી સરકારના એક વર્ષના ગાળામાં બહારી આર્થિક પરિવર્તનો સામે પ્રતિરોધક ક્ષમતા ભારતે સારા એવા પ્રમાણમાં પ્રાપ્ત કરી લીધી છે. આંકડો જોઈએ તો... 2013ના નાણાંકીય વર્ષમાં વિદેશી હૂંડિયામણનું ભંડોળ 292.6 અબજ ડોલર હતું. 2014માં 303.7 અબજ ડોલર અને 2015માં વિદેશી હૂંડિયામણનું ભંડોળ 343.9 અબજ ડોલરનું રહ્યું છે. 2013ના વર્ષમાં કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ જીડીપીના 4.7 ટકા, 2014માં કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ જીડીપીના 1.7 ટકા અને 2015માં તે 1.3 ટકા રહ્યું છે. જો કે ભારતનું ચલણ રૂપિયો ડોલરની સરખામણીએ જેટ સ્પીડથી ઘટી રહ્યો હોવાનો મુદ્દો ચૂંટણી પ્રચારમાં નરેન્દ્ર મોદીએ ઉઠાવ્યો હતો. 1 જાન્યુઆરી-2015માં એક ડોલરની કિંમત 63.164 રૂપિયા.. 1 ફેબ્રુઆરી-2015ના રોજ એક ડોલરની કિંમત 62.097 રૂપિયા, 1 માર્ચ-2015ના રોજ ડોલરનો ભાવ 61.644 રૂપિયા, 1 એપ્રિલ-2015ના રોજ ડોલરની કિંમત 62.32 રૂપિયા અને 6 મે-2015ના રોજ ડોલરની કિંમત 63.35 રૂપિયા હતો. જો તેની સરખામણી મનમોહનસિંહની સરકારના કાર્યકાળમાં આ સમયગાળા સાથે કરવામાં આવે.. તો 1 જાન્યુઆરી-2014ના રોજ ડોલરના 61.905 રૂપિયા હતા. 1 ફેબ્રુઆરી-2014ના રોજ ડોલરના 62.5 રૂપિયા, 1 માર્ચ-2014ના રોજ ડોલરના 61.831 રૂપિયા, 1 એપ્રિલ-2014ના રોજ ડોલરના 59.96 રૂપિયા ચુકવવા પડતા હતા. જો કે 6 મે-2014ના રોજ ડોલરના 60.20 રૂપિયા હતા. આમ મોદી હોય કે મનમોહન રૂપિયાની તબિયતમાં કોઈ મોટો સુધારો દેખાયો નથી.
મોદી સરકારના એક વર્ષના કાર્યકાળ દરમિયાન રોકાણમાં તબક્કાવાર ઝડપ આવી રહી છે. 2013માં ગ્રોસ ફિક્સ્ડ કેપિટલ ફોર્મેશન -0.3 ટકા, 2014માં 3.0 ટકા અને 2015માં 4.1 ટકા રહ્યું છે. મોદી સરકાર મેક ઈન ઈન્ડિયા જેવા પ્રોજેક્ટ સાથે ઔદ્યોગિક ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રીત કરવા ઈચ્છે છે. પરંતુ માંદુ મેન્યુફેક્ચરિંગ સેક્ટર ઈન્ડેક્સ ઓફ ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન માટે ચિંતાનો વિષય બની ચુક્યું છે. ઈન્ડેક્સ ઓફ ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનનો દર મે-2014માં 5.6 ટકા હતો. ઓક્ટોબર-2014માં – 2.7 ટકા અને ફેબ્રુઆરી-2015માં 5.0 ટકા રહ્યો છે.
ભારતના અથતંત્રનો મોટો આધાર સેવા ક્ષેત્રો પર છે અને નિશ્ચિતપણે સારા ચોમાસાથી કૃષિ ક્ષેત્ર પણ ઓક્સિજન પુરું પાડતું રહે છે. ભારતીય અર્થતંત્રના વિકાસની પ્રક્રિયાની આગેવાની કરી શકે તેવો ઔદ્યોગિક વિકાસ દર હજી સુધી પ્રાપ્ત કરી શકાયો નથી. તેના માટે કારોબાર સ્થાપિત કરવામાં મુશ્કેલી.. મોટા રોકાણની જરૂરિયાત.... રોકાણકારોનો ઓછો ભરોસો.. મૂળભૂત માળખાગત સુવિધાનો અભાવ અને વર્ક કલ્ચરનો અભાવ પણ કારણભૂત છે. સાથે સ્કિલ્ડ લેબરની અછતે પણ ઔદ્યોગિક વિકાસના પાછળ રહેવામાં મોટી ભૂમિકા ભજવી છે.
મેન્યુફેક્ચરિંગ ક્ષમતાના માપદંડો તરીકે કેટલાક કેન્દ્રીય ઉદ્યોગોના દેખાવને ધ્યાન પર લેવામાં આવે છે. આવા કેન્દ્રીય ઉદ્યોગમાં સિમેન્ટ.. સ્ટીલ.. ખાતર.. કોલસો, ક્રૂડ ઓઈલ.. નેચરલ ગેસ.. રિફાઈનરી ઉત્પાદનો અને વીજળીનો સમાવેશ થાય છે. માર્ચ-2015ના આંકડા દર્શાવે છે કે આ સેક્ટરનો વિકાસ હકીકતમાં 0.1 ટકા સાથે સમેટાયો છે. આ દેખાવ ઓક્ટોબર-2013 પછીનું સૌથી ખરાબ પ્રદર્શન છે.
ફેબ્રુઆરી-2014માં વિકાસ દર 6.1 ટકા હતો અને ફેબ્રુઆરી-2015માં 1.4 ટકાના વધારા સાથે આગળ વધી રહ્યો છે. 2014-15ના નાણાંકીય વર્ષમાં ઉદ્યોગોના આ સેક્ટરમાં 3.5 ટકાનો વિકાસ દર નોંધાયો હતો. આ ઔદ્યોગિક વિકાસ દર ગત 6 વર્ષમાં સૌથી નીચો છે. કોર ઈન્ડસ્ટ્રીનું ઈન્ડેક્સ ઓફ ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનમાં યોગદાન 38 ટકા જેટલું છે. માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે આ ઉદ્યોગોનું મહત્વ અને જરૂરિયાતને જોતા તાજેતરના આંકડા ચિંતા ઉપજાવનારા છે. તેનાથી આ સેક્ટરોમાં સૂચક મંદીનો સંકેત મળે છે.
મેન્યુફેક્ચરિંગ સેક્ટર્સને ફરીથી ચેતનવંતુ બનાવવા માટે રોકાણકારોને પ્રોત્સાહનની તાતી જરૂરિયાત છે. કાચામાલની સપ્લાઈમાં અડચણ, તેના માટે અપુરતી માંગ અને સંબંધિત આર્થિક નીતિના મુદ્દાઓને સારી રીતે સમજવા જરૂરી છે અને ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસ માટે ઉદ્યોગોવાર પગલા લેવા જરૂરી છે. તો બીજી તરફ ભારતીય રિઝર્વ બેન્ક પર વ્યાજદરો ઘટાડવા માટેનું દબાણ વધી રહ્યું છે. પરંતુ આરબીઆઈનો સંરક્ષણાત્મક સૂર અને ફૂગાવાના દરને કાબુમાં રાખવાની પ્રાથમિકતાને કારણે વ્યાજદરમાં ઘટાડો થવાની શક્યતા હાલ દેખાતી નથી. જો કે એક વર્ષના આંકડા અને એક માસના તાજેતરના ડેટા કોઈપણ સંપૂર્ણ નીતિગત નિષ્કર્ષ સુધી પહોંચવા માટે પુરતા નથી. પ્રવર્તમાન ટ્રેન્ડથી સંકેત મળી રહ્યા છે કે મંદી તરફ ઔદ્યોગિક ક્ષેત્ર આગળ વધી રહ્યું છે અને આવા સંજોગોમાં ઈન્ડસ્ટ્રીયલ સ્ટ્રેટજી પર પુનર્વિચારણા દેશના અર્થતંત્રના સારા આરોગ્ય માટે જરૂરી છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો