બુધવાર, 27 મે, 2026

સરદાર પટેલ પર ગુજરાતમાં મુસ્લિમોના ટોળાંએ ક્યાં અને કેમ જીવલેણ હુમલો કર્યો હતો, જાણો છો?

 

આનંદ શુક્લ: બારડોલી સત્યાગ્રહથી દેશભરમાં ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલ સ્વતંત્રતા આંદોલનના પ્રથમ હરોળના નેતા તરીકે લોકપ્રિય થઈ ચુક્યા હતા. મુસ્લિમ લીગ દ્વારા સાંપ્રદાયિક માગણીઓને પરિણામે દેશભરમાં વાતાવરણ કલુષિત થઈ રહ્યું હતું, ત્યારે દેશી રજવાડાઓમાં પ્રજા પરિષદને મજબૂત બનાવવા માટે સરદાર પટેલ પ્રવાસો કરી રહ્યા હતા.

30 એપ્રિલ, 1939ના રોજ ભાવનગરના પ્રજાવત્સલ મહારાજાએ જાહેરનામું પ્રસિદ્ધ કરીને રાજ્યમાં ધારાસભા સ્થાપીને પ્રજાહિતના કેટલાક પગલાં લેવાનું જાહેર કર્યું હતું. જો કે કેટલોક અસંતોષ હતો અને તેને લઈને સરદાર પટેલ ભાવનગર પ્રવાસે આવવાના હતા.

 

સરદાર પટેલ પર મુસ્લિમ ટોળાનો હુમલો!

 

14 મે, 1939ના દિવસે સરદાર સવારે ભાવનગરના એરોડ્રામ પર વિમાન દ્વારા ઉતર્યા. એરોડ્રામ ભાવનગરથી 6 માઈલ દૂર હોઈ ત્યાંથી તેમને ભાવનગર સ્ટેશને લઈ જઈને તેમનો જાહેર સત્કાર કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન મુજબ ભાવનગરના સાર્વજનિક મંડળો અને આગેવાનો કે જેમાં મુસ્લિમો પણ હતા, તેમના તરફથી હારતોરા પહેરાવ્યા બાદ તેમનું એક સરઘસ કાઢવામાં આવ્યું હતું.

 

આ સરઘસ નગીના મસ્જિદ પાસેથી પસાસ થઈ રહ્યું હતું. ત્યારે સરદારની મોટર ત્યાં પહોંચી હશે, તેમ માનીને 30 જેટલા મુસ્લિમોના ટોળાએ મસ્જિદની બહાર ધસી આવ્યું હતું. પણ સરદારની મોટર થોડીક પાછળ હતી. પેલા ટોળા પાસે લાઠીઓ, કુહાડીઓ, છરા જેવા હથિયારો હતા. આ જોઈને નાનાભાઈ ભટ્ટ નામના વ્યક્તિ મસ્જિદ પાસે જ ઉભા રહ્યા. તેમને ખસી જવાનું કહ્યું,  પણ તેમણે સરદાર પટેલની મોટર પસાર થાય નહીં ત્યાં સુધી ત્યાંથી હટવાનો ઈન્કાર કર્યો. તો તેમના માથામાં લાઠીનો ફટકો મારવામાં આવતા તેમના માથામાંથી લોહીની ધાર વહેવા લાગી અને બીજા એક કાર્યકર્તા આત્મારામ ભટ્ટ પર પણ લાઠીથી હુમલો થયો. તેના પછી ચાર-પાંચ અન્ય વ્યક્તિઓ પર પણ છરા અને કુહાડીના વાર થયા. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. આ તમામ ઘટનાક્રમ વચ્ચે બચુભાઈ વીરજી પટેલ અને જાદવજી મોદીની નજર ટોળા પર પડી, તેમણે જાણ કે સરદાર પટેલની આસપાસ સુરક્ષા કવચ બનાવ્યું હોય તેમ જીવલેણ હુમલાના પ્રહાર ખુદ પર લઈ લીધા.

 

આ ભયાનક હુમલામાં બચુભાઈનું ઘટનાસ્થળે જ વીરગતિ પામ્યા અને કુહાડીના વારથી ઘાયલ જાધવજી મોદી હોસ્પિટલમાં વીરગતિને પ્રાપ્ત થયા.

 

નાનાભાઈ ભટ્ટ નીતરતે લોહીએ સરદારની મોટર પાસે પહોંચ્યા અને આ જોઈને સરદારે તેમને મોટરમાં લઈ લીધા અને તાત્કાલિક તેમને હોસ્પિટલમાં ખસેડયા અને પાટાપીંડી કરવી. આ દિવસે પ્રજા પરિષદનો કાર્યક્રમ રદ્દ થયો. સરદાર પટેલે શાંતિની અપીલ કરી અને પ્રજા પરિષદના કાર્યમાં વધારે ઉત્સાહ અને પ્રેમથી ભાગ લઈને પરિષદ શાંતિથી અને સફળતાથી પૂર્ણ કરવા હાકલ કરી.

 

ગાંધીજીને સરદાર પટેલે તાર કર્યો

 

સરદાર પટેલે સમગ્ર ઘટનાની જાણ કરતો તાર રાજકોટમાં આવેલા મહાત્મા ગાંધીને કર્યો. સરદાર પટેલે તારમાં જણાવ્યું કે સવારે અહીં પહોંચ્યા બધા વર્ગનાલોકોએ ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું, મોટું સરઘસ મસ્જિદની આગળથી લગભગ પસાર થઈ ગયું હતું તે વખતે થોડા મુસલમાનો મારી મોટર ત્યા આવી પહોંચી હશે એમ માની પહેલેથી નક્કી કરેલી યોજના પ્રમાણે ધસી આવ્યા અને લાઠી કુહાડી તથા છરા વડે સરઘસ પર હુમલો કર્યો નાનાભાઈ મારી મોટરની આગળ હતા તેમને મેલી રમતની કાઈક ગંધ આવી એટલે તેઓ મસ્જિદ આગળ ઉભા રહ્યા પેલાઓએ તેમને ચાલ્યા જવા કહ્યુ પણ સરદારની મોટર સહીસલામત પસાર થઈ જાય નહીં ત્યાં સુધી ત્યાંથી ખસવાની તેમણે ના પાડી તરત જ તેમના માતામાં લાઠીનો ફટકો પડયો પછી લોહી નીતરતે માથે તેઓ મારી મોટર પાસે આવ્યા બીજા ચારને પણ સખત ઈજા થઈ છે એક મૃત્યુ પામ્યા છે. બીજાઓની સ્થિતિ બહુ ગંભીર છે. સરઘસ અટકાવીને નાનાભાઈને મોટરમાં લઈ લીધા અને હોસ્પિટલ તરફ મોટર હંકારી ઘા ઉપર પાટો બંધાવ્યો. હવે સ્થિતિ સારી છે પરિસ્થિતિ કાબૂમાં આવી ગઈ છે. (પૃ. -421, સરદાર વલ્લભભાઈ ભાગ-2, લેખક-નરહરિ પરીખ, પ્રથમ આવૃત્તિ- ડિસેમ્બર, 1952, મુદ્રક અને પ્રકાશક- જીવણજી ડાહ્યાભાઈ દેસાઈ, નવજીવન મુદ્રણાલય, અમદાવાદ-9)

 

ગાંધીજીનો જવાબ

 

આભો બની ગયો ઈશ્વર આપણે દોરશે આશા રાખું છું. નાનાભાઈ અને બીજાહવે સારા હશે વધારે વિગતોની રાહ જોઉં છું. (પૃ. -421, સરદાર વલ્લભભાઈ ભાગ-2, લેખક-નરહરિ પરીખ, પ્રથમ આવૃત્તિ- ડિસેમ્બર, 1952, મુદ્રક અને પ્રકાશક- જીવણજી ડાહ્યાભાઈ દેસાઈ, નવજીવન મુદ્રણાલય, અમદાવાદ-9)

 

પ્રજા પરિષદની બેઠક યોજાઈ

 

આ ઘટનાના બીજા દિવસે 15 મે, 1939ના રોજ ભાવનગરના મુસ્લિમોની એક જાહેરસભા થઈ અને તેમાં ઠરાવ પસાર કરીને બનાવને વખોડવામાં આવ્યો. પ્રજા  પરિષદની બેઠક પણ નિર્વિઘ્ને પૂર્ણ થઈ હતી.

 

સ્મારક માટે યોજાયેલી સભામાં સરદારની સીધી વાત

 

16 મે, 1939ના દિવસે સમોસરણના વંડામાં આ તોફાનો વિષે અને શહીદ થયેલા બે ભાઈઓના સ્મારક માટે એક જાહેરસભા યોજાઈ અને તેમાં સરદાર પટેલે પોતાના સંબોધનમાં કહ્યુ કે અંદર અંદરના કજિયાકંકાસ સમાવીને આવા તોફાની તત્વોને અળગા પાડી દબાવી દેવા આપણે કશું ન કરીએ તો આપણા આખા સમાજ ઉપર તેઓ ચઢી બેસે. આ કાળ એવો છે કે ગુંડાઓ નાના નાના રાજ્યોને તો દબાવી દે આજે બધે વાયુમંડળમાં ગુંડાગીરી જોર પકડી રહી છે. આ ક્ષણિક ક્રોધમાં આવીને કરેલું કામ નથી. આની પાછળ તો અગાઉથી ગોઠવાયેલી બુદ્ધિપૂર્વકની રચના છે કોઈ તમને શાણી સલાહ આપતા હશે કે આ વસ્તુને ભૂલી જાઓ એ સાણી સલાહ સાંભળવામાં વાંધો નથી, પણ આપણે મૂરખમાં કે કાયરમાં ન ખપવું જોઈએ. હું બધી કોમોની એકતા ચાહું છું, પણ જો સાચી એકતા સાચવવીહોય તો જે માણસો આ કરપીણ બનાવોનીપાછળ છે તેનો તાગ લેવો જોએ એના હ્રદયમાં જ્યાં સુધી પ્રસ્તાવાની લાગણીપેદા ન થાય ત્યાં સુધી આ વાતને છોડવી જોઈએ નહીં. આપણે મૂરખ છીએ, નબળા છીએ, એમ ન થવું જોઈએ. (પૃ. -423, સરદાર વલ્લભભાઈ ભાગ-2, લેખક-નરહરિ પરીખ, પ્રથમ આવૃત્તિ- ડિસેમ્બર, 1952, મુદ્રક અને પ્રકાશક- જીવણજી ડાહ્યાભાઈ દેસાઈ, નવજીવન મુદ્રણાલય, અમદાવાદ-9)

 

સરદાર પટેલે કહ્યુ હતુકે જે માણસો ખૂની માણસોને સંઘરતા હોય, આશ્રય આપતા હોય, અથવા એમના પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હોય તો એ પણ એના જેટલા જ ભયંકર છે એવા માણસોની પણ જોખમદારી સરખી જ છે એની સાથે મિત્રાચારી ક્યાં સુધી રખી શકાય એ પણ વિચારી લેવાનું છે સાપના દરમાંક્યાં સુધી હાધ ઘાલવો એનુ જોખમ વિચારી લેવું જોઈએ આજે આપણે જ્વાળામુખીના શિખર પર બેઠા છીએ તે વખતે કેવળ રાજ્યસત્તા પર ભરોસો રાખીને બેસવું એ આંખ મીંચીને ચાલવા જેવું અને ખાડામાં પડવા જેવું છે. (પૃ. -423, સરદાર વલ્લભભાઈ ભાગ-2, લેખક-નરહરિ પરીખ, પ્રથમ આવૃત્તિ- ડિસેમ્બર, 1952, મુદ્રક અને પ્રકાશક- જીવણજી ડાહ્યાભાઈ દેસાઈ, નવજીવન મુદ્રણાલય, અમદાવાદ-9)

 

તેમણે ભાવનગર રાજ્યને પણ હાકલ કરી હતી કે રાજ્યને અગાઉથી ચેતવણી આપવામાં આવી હતી, મુસલમાન કોમના આગેવાન માણસોને અધિકારીઓએ બોલાવ્યા હતા. તેમણે રાજ્યને ખાતરી આપ્યા છતાં આ થયું એનો અર્થ તો એ છે કે રાજ્ય સાથે દગો રમાયો છે. એ ભેદ શોધી કાઢવો એ રાજ્યનું કર્તવ્ય છે. રાજ્યની એવી ઈચ્છા હોય કે આવા પ્રસંગો ભુલાઈ જાય તો સારું. પણ આમ ભીનુંસંકેલી મેળ બાધવા જતા ભવિષ્યમાં વધારે મોટું ગાબડું પડવાનો સંભવ છે.  એટલે ગુનેગારોને પકડી કાવતું કરનારા તત્વોને શોદી કાઢવા જોઈએ. (પૃ. -423,સરદાર વલ્લભભાઈ ભાગ-2, લેખક-નરહરિ પરીખ, પ્રથમ આવૃત્તિ- ડિસેમ્બર, 1952, મુદ્રક અને પ્રકાશક- જીવણજી ડાહ્યાભાઈ દેસાઈ, નવજીવન મુદ્રણાલય, અમદાવાદ-9)

 

દોષિતોને સજા

 

આ મામલામાં ભાવનગર રાજ્ય તરફથી કરવામાં આવેલી કાર્યવાહીમાં કેટલાક આરોપીઓને એરેસ્ટ કરવામાં આવ્યા હતા. સરદાર વલ્લભભાઈ પટેલની સુરક્ષામાં તેનાત કરાયેલા સિપાહી આઝાદઅલી, રુસ્તમ અલીને ફાંસીની સજા કરાય. જ્યારે કાસમ ડોસા ઘાંચી, લતીફ મિયાં કાજી, મોહમ્મદ કરીમ સિપાહી, સૈયદ હુસૈન સિપાહી,ચાંદ ગુલાબ સિપાહી, હાશમ સુમરા સંધી, લોહાર મૂસા અબ્દુલ્લા, અલી મિયાં અહમદ મિયાં સૈયદ, અલી મામદ સુલેમાન, મોહમ્મદ સુલેમાન કુંભાર, અબૂ બકર અબ્દુલ્લા લોહાર, અહમદિયા મોહમ્મદ મિયાં કાજીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

 

હુમલાનું આ હતું કારણ...

 

કોર્ટમાં આ હુમલાખોરોએ પોતાના નિવેદનમાં કહ્યુ હતુ કે સરદાર વલ્લભભાઈ પટેલે કોલકત્તામાં મુસ્લિમ લીગની વિરુદ્ધ ભાષણ આપ્યું હતું, તેના કારણે તેમની હત્યાની સાજિશ રચવામાં આવી હતી.

 

 

(સરદાર વલ્લભભાઈ ભાગ-2, લેખક-નરહરિ પરીખ, પ્રથમ આવૃત્તિ- ડિસેમ્બર, 1952, મુદ્રક અને પ્રકાશક- જીવણજી ડાહ્યાભાઈ દેસાઈ, નવજીવન મુદ્રણાલય, અમદાવાદ-9)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો