આનંદ શુક્લ: પંડિત દીનદયાલ ઉપાધ્યાય ભારતીય જનસંઘના દિગ્ગજ નેતા હતા. તેઓ સંગઠન કાર્યમાં સરળતા, સાદગી અને અનુકંપા માટે કાર્યકર્તા અને જનતામાં વિખ્યાત હતા. આજની ભારતીય જનતા પાર્ટીના નેતાઓ માટે પણ તેઓ પ્રેરણારૂપ છે. પંડિત દીનદયાલજી તેમના શાંત સ્વભાવ માટે પણ જાણીતા હતા. પરંતુ આ ઘટના એવી છે કે જેમાં તેમણે રૌદ્રાવતાર ધારણ કરી લીધો હતો. આ જોઈને તેમને ઓળખનારાઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
દિલ્હીથી મધ્યપ્રદેશ જતી વેળાની ઘટના...
ભારતીય જનસંઘને અનુલક્ષીએ કોઈ કામ માટે દિલ્હીથી પંડિત દીનદયાલ ઉપાધ્યાય અને યજ્ઞદત્ત શર્મા મધ્યપ્રદેશના કોઈ સ્થાન પર જઈ રહ્યા હતા. દિલ્હી સ્ટેશનથી બંને પોતાની ટ્રેનના કોચમાં ચઢયા અને ટ્રેન ઉપડવાની તૈયારીમાં જ હતી.
ત્યારે તેમના કોચમાં બે ભિખારણો ચઢી અને તેમની પાછળ-પાછળ પોલીસ પણ ચઢી. એક પોલીસકર્મીએ લાઠીથી આ ભિખારણોને માર મારવાનું શરૂ કર્યું. આ દ્રશ્ય જોઈને પંડિતજી પોતાની સીટ પરથી ઉભા થયા અને પોલીસકર્મીનો હાથ પકડીને તેને ભિખારણોને માર મારતો રોક્યો.
પંડિત દીનદયાલ ઉપાધ્યાયે આ પોલીસકર્મીને ક્હ્યુ કે આ બિચારીઓને શા માટે મારી રહ્યા છો? આ યોગ્ય નથી. પોલીસકર્મીએ કહ્યુકે આ ચોરી કરનારી મહિલાઓ છે, તેનાથી તમારા જેવા પ્રવાસીઓને જ મુશ્કેલી થાય છે. તમે ચુપચાપ તમારી જગ્યાએ જઈને બેસી જાવ અને મને મારું કામ કરવા દો.
પંડિતજીનું રૌદ્ર-સ્વરુપ
પોલીસકર્મીએ ભિખારણો સાથેનો દુર્વ્યવહાર ચાલુ રાખ્યું. પંડિતજીને ગુસ્સો આવ્યો અને તેમણે પોલીસકર્મીને ફરીથી કહ્યુ કે આ મહિલાઓ અપરાધી હોય તો ન્યાયાધીશ તેમને દંડ આપશે. તેમની આવી અમાનુષી રીતે માર મારવાનો તને કોઈ અધિકાર નથી. પંડિતજી આટલું કહીને થંભ્યા નહીં અને તેમણે ભિખારણોને માર મારનારા પોલીસકર્મીનો હાથ જોરથી પકડી લીધો.
તેમની સાથે પ્રવાસ કરી રહેલા યજ્ઞદત્ત શર્મા તો આ જોઈને આભા જ બની ગયા. વર્ષોથી તેઓ પંડિત દીનદયાલ ઉપાધ્યાય સાથે કામ કરતા હતા. પરંતુ તેમણે પંડિતજીનું આવું રૌદ્રસ્વરુપ પહેલા ક્યારેય જોયું ન હતું. ઉત્પીડિત સાધારણ માનવ માટે આ સીધા-સરળ વ્યક્તિને આવો રૌદ્રાવતાર ધારણ કરવો પડયો હતો. સ્વાભાવિકછે ગરીબો - શોષિતો - વંચિતો - દબાયેલા - કચડાયેલા લોકો માટેની આવી અનુકંપા ધરાવતું હ્રદયમાં જ અંત્યોદય જેવી ભાવનાનો વિચાર ઉછરી શકે છે.
તમે શેર કરેલી આ ઘટના પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીના વ્યક્તિત્વનું એક અત્યંત મહત્વનું પાસું ઉજાગર કરે છે. સામાન્ય રીતે અત્યંત શાંત અને સૌમ્ય જણાતા પંડિતજી જ્યારે અન્યાય સામે 'રૌદ્રાવતાર' ધારણ કરે છે, ત્યારે તેમની પાછળની કરુણા અને 'અંત્યોદય' (સમાજના છેલ્લા માણસનો ઉદય) ની ભાવના સ્પષ્ટ દેખાય છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો