બુધવાર, 27 મે, 2026

જ્યારે દેવકાંત બરુઆએ ઈન્દિરા ગાંધીને કહ્યુ કે મને બનાવી દો PM !

 

આનંદ શુક્લ: 12 જૂન, 1975નો દિવસ હતો. અલ્હાબાદ હાઈકોર્ટ (Allahbad High Cpurt) ના ન્યાયાધીશ જસ્ટિસ જગમોહન સિંહા  (Justice Jagmohan Sinha)  એ જે આદેશ આપ્યો, તે દેશના લોકતાંત્રિક ઈતિહાસના સૌથી બેબાક આદેશોમાંનો એક હતો. જસ્ટિસ જગમોહન સિંહા  (Justice Jagmohan Sinha)  એ દેશના તત્કાલિન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધી (Indira Gandhi) કે જેઓ પોતાની સત્તાના સર્વોચ્ચ શિખર પર સૌથી શક્તિશાળી વ્યક્તિ તરીકે વિરાજમાન હતા, તેમની 1971ની લોકસભાની ચૂંટણીને ગેરબંધારણીય ગણાવી હતી અને તેમણે અયોગ્ય સાધનોનો ઉપયોગ કરીને જીત પ્રાપ્ત કરી હોવાનું પોતાના આદેશમાં જણાવ્યું હતું.

 

શું હતા આરોપ?

 

1971ની લોકસભાની ચૂંટણીમાં ઈન્દિરા ગાંધી (Indira Gandhi) રાયબરેલી (raebareli) બેઠક પરથી રાજનારાયણ (Rajnarayan) સામે જીતી ગયા હતા. પરંતુ ચૂંટણી પરિણામો બાદ રાજનારાયણે (Rajnarayan) પોતાની ચૂંટણી અરજીમાં આરોપ લગાવ્યો હતો કે ઈન્દિરા ગાંધીએ પોતાની જીત નિર્ધારીત કરવા માટે એક વ્યક્તિને 50 હજાર રૂપિયાની લાંચ આપીને ચૂંટણી લડાવી હતી. જેથી તે વ્યક્તિ જીતનારા ઉમેદવારના વોટ કાપી શકે. રાજનારાયણનો બીજો આરોપ હતો કે શ્રીમતી ગાંધીએ સેનાના વિમાનનો દુરુપયોગ કર્યો છે અને લોકોને ખોટી રીતે પોતાની તરફ વાળવાની કોશિશ કરી છે.

 

આ આરોપો પર અલ્હાબાદ હાઈકોર્ટમાં કેસ ચાલ્યો અને ત્યારે સંબંધિત ન્યાયાધીશ જગમોહન સિંહા (Justice Jagmohan Sinha) પર અયોગ્ય પ્રભાવ નાખવાની કોશિશ કરવામાં આવી હતી. કોંગ્રેસના એક સાંસદની આને લઈને ડ્યૂટી લગાવી દેવાઈ હતી કે તે આ જજના ઘરે દરરોજ જઈને ઈન્દિરા ગાંધીની તરફેણમાં ચુકાદો આપવા માટે દબાણ બનાવતા રહે. જજને એવો સંદેશ પણ મોકલાયો હતો કે તેમને પ્રમોશન આપીને સુપ્રીમ કોર્ટના જજ બનાવી દેવામાં આવશે. આ તમામ દબાણ, પ્રલોભનો વચ્ચે જસ્ટિસ જગમોહન સિંહે (Justice Jagmohan Sinha) દેશના સૌથી શક્તિશાળી વ્યક્તિની વિરુદ્ધ આદેશ આપ્યો હતો.

 

વિપક્ષી દળો થયા એકજૂટ

 

આ આદેશ બાદ દેશના તત્કાલિન વિપક્ષી દળો જયપ્રકાશ નારાયણ (Jayprakash Narayan) જેવા નેતાઓના નેતૃત્વમાં એકજૂટ થઈ ગયા. તેમના નેતૃત્વથી ઈન્દિરા ગાંધીને રાજકીય ડર પણ લાગવા લાગ્યો હતો. જનમત ઝડપથી ઈન્દિરા ગાંધીથી દૂર ખસી રહ્યો હતો.

 

ઈન્દિરા ગાંધી (Indira Gandhi) એ બોલાવી બેઠક

 

12 જૂન, 1975ના દિવસે ઈન્દિરા ગાંધી (Indira Gandhi) ના નિવાસસ્થાને એક વિશેષ બેઠકમાં કૉંગ્રેસના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત હતા. કૉંગ્રેસના તત્કાલિન અધ્યક્ષ દેવકાંત બરુઆ (Devkant Barooah)  ખૂબ સક્રિય દેખાઈ રહ્યા હતા. પશ્ચિમ બંગાળના તત્કાલિન મુખ્યમંત્રી સિદ્ધાર્થ શંકર રે (Siddhartha Shankar Ray) અને હરિયાણાના તત્કાલિન મુખ્યમંત્રી બંસીલાલ (Bansi lal) પણ ત્યાં હજાર હતા. તમામ નેતાઓ ઈન્દિરા ગાંધીની વાતને ધ્યાનથી સાંભળી રહ્યા હતા. ઈન્દિરા ગાંધીએ રાજીનામું આપવાનું નક્કી કરી નાખ્યં હતું.

 

પરંતુ સિદ્ધાર્થ શંકર રે તો 6 માસથી દેશમાં કટોકટી (Emergency) લગાવીને સત્તા ટકાવવાની સલાહ આપતા રહ્યા હતા. તો ઈન્દિરા ગાંધીને તેમના નજીકના નેતાઓ દેશમાં રાષ્ટ્રપતિ શાસન પ્રણાલી લાગુ કરવાની સલાહ આપી રહ્યા હતા. પી. એન. હક્સર (P.N.Hakshar) નામના એક અધિકારીએતો તેમને દેશમાં પ્રશાસનિક અધિકારીઓના માધ્યમથી શાસન ચલાવવાની સલાહ આપીને દેશમાં ચૂંટણી કરાવવી કોઈપણ રીતે યોગ્ય નહીં હોવાનું જણાવયું હતું.

 

દેવકાંત બરુઆ (Devkant Barooah)  એ મૂક્યો ખુદને વડાપ્રધાન બનાવવાનો પ્રસ્તાવ!

 

કોંગ્રેસના તત્કાલિન અધ્યક્ષ દેવકાંત બરુઆ (Devkant Barooah)  એ તો 12 જૂનની બેઠકમાં ઈન્દિરા ગાંધી સમક્ષ પ્રસ્તાવ જ મૂક્યો કે તમે પદ પરથી રાજીનામું આપો તો તેના પછીના થોડા સમયગાળા માટે મને દેશના વડાપ્રધાન બનાવી દો. આ દરમિયાન મારુતિ ઉદ્યોગમાં વ્યસ્ત ઈન્દિરા ગાંધીના નાના પુત્ર સંજય ગાંધી (Sanjay Gandhi) બેઠકમાં પ્રવેશ્યા. તેમણે દેવકાંત બરુઆ (Devkant Barooah)  ની વાત સાંભળી અને ઈન્દિરા ગાંધી (Indira Gandhi) ને અલગ કક્ષમાં બોલાવીને તેમને કહ્યુ કે વડાપ્રધાન પદેથી રાજીનામું આપવાની જરૂર નથી. તેમણે દેવકાંત બરુઆ (Devkant Barooah)  ની વાત પર વિશ્વાસ નહીં કરવાની વાત પણ પોતાની માતા ઈન્દિરા ગાંધીને કરી હતી. તેમણે કહ્યુ હતુ કે એકવાર દેવકાંત બરુઆ વડાપ્રધાન બની જશે, તો તે તમને ક્યારેય સત્તામાં પાછા નહીં ફરવા દે. ઈન્દિરા ગાંધી આખી વાત સમજી ગયા.

 

દેવકાંત બરુઆ (Devkant Barooah)  ની "ચમચાગીરી"

 

સંજય ગાંધીએ ઈન્દિરા ગાંધીને શું કહ્યુ હશે, તે દેવકાંત બરુઆ (Devkant Barooah) સમજી ગયા હતા. તેથી તેમણે ઈન્દિરા ગાંધી (Indira Gandhi) પ્રત્યે પોતાની વફાદારી સાબિત કરવા માટેની કોશિશના ભાગરૂપે "Indira Is India and India is Indira" ("ઈન્દિરા ભારત છે અને ભારત ઈન્દિરા છે") જેવું સૂત્ર પોતાના ભાષણમાં આપ્યું હતું. ત્યારે તે સમયના તમામ કોંગ્રેસી નેતાઓએ તેમાં સાદ પણ પુરાવ્યો હતો. આ દેવકાંત બરુઆને ભાજપના વરિષ્ઠ નેતા અને દેશના ત્રણ વખત વડાપ્રધાન બનેલા અટલ બિહારી વાજપેયી (Atal Bihari Vajpayee) એ પોતાની એક કવિતામાં 'ચમચાઓના સરતાજ' ગણાવ્યાહતા. સમય આવ્યે આ વફાદારીનો દમ ભરનાર નેતા ડી. દેવરાજ ઉર્સ (D. Devaraj Urs) સાથે કૉંગ્રેસ ઉર્સ (Congress-Urs) માં ચાલ્યો ગયો હતો.

 

ઈમરજન્સી (Emergency) : લોકશાહી (Democracy) નું ખૂન

 

આ તમામ ઘટનાક્રમ વચ્ચે સિદ્ધાર્થ શંકર રે (Siddhartha Shankar Ray) ની સાથે હરિયાણાના તત્કાલિન મુખ્યમંત્રી બંસીલાલે (Bansi lal) પણ કટોકટી લાગુ કરવાની ઈન્દિરા ગાંધીને સલાહ આપી અને હરિયાણાની જેલોમાં વિપક્ષ નેતાઓને ઠૂસી દેવાની સલાહ આપી. લગભગ એક લાખ જેટલા વિપક્ષી નેતાઓ, પત્રકારો, લેખકોને જેલોમાં નાખવામાં આવ્યા અને તેમની સાથે ક્રૂરતાથી વર્તાવ કરવામાં આવ્યો.

 

ભારતીય રાજનીતિના ઈતિહાસમાં 12 જૂન, 1975નો દિવસ એક એવો વળાંક હતો જેણે દેશના લોકશાહી માળખાને હચમચાવી દીધું હતું. અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાથી લઈને કટોકટી (Emergency) લાદવા સુધીના ઘટનાક્રમની મુખ્ય વિગતો નીચે મુજબ છે:

 

જસ્ટિસ જગમોહન સિંહાનો ઐતિહાસિક ચુકાદો

રાજનારાયણ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતા જસ્ટિસ જગમોહન સિંહાએ ઈન્દિરા ગાંધીની 1971ની રાયબરેલી બેઠક પરની જીતને ગેરબંધારણીય જાહેર કરી.

 

મુખ્ય આરોપો: સરકારી મશીનરી અને વિમાનનો દુરુપયોગ તથા ચૂંટણીમાં ભ્રષ્ટ રીતરસમો અપનાવવી.

 

ન્યાયિક નિડરતા: ભારે રાજકીય દબાણ અને પ્રલોભનો છતાં, જસ્ટિસ સિંહાએ દેશના સૌથી શક્તિશાળી વડાપ્રધાન વિરુદ્ધ ચુકાદો આપવાની હિંમત બતાવી.

 

દેવકાંત બરુઆની વડાપ્રધાન બનવાની મહત્વાકાંક્ષા

જ્યારે ચુકાદા બાદ ઈન્દિરા ગાંધી રાજીનામું આપવા અંગે વિચારી રહ્યા હતા, ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ દેવકાંત બરુઆએ એક ચોંકાવનારો પ્રસ્તાવ મૂક્યો:

 

પ્રસ્તાવ: બરુઆએ ઈન્દિરા ગાંધીને કહ્યું કે તેમના રાજીનામાં બાદ થોડા સમય માટે તેમને (બરુઆને) વડાપ્રધાન બનાવી દેવામાં આવે.

 

સંજય ગાંધીનો હસ્તક્ષેપ: સંજય ગાંધીએ આ વાત સાંભળી લીધી અને માતા ઈન્દિરા ગાંધીને ચેતવ્યા કે જો બરુઆ એકવાર ખુરશી પર બેસી જશે, તો તે ક્યારેય સત્તા પાછી નહીં સોંપે.

 

પરિણામ: આ ઘટના બાદ દેવકાંત બરુઆએ પોતાની વફાદારી સાબિત કરવા "Indira is India and India is Indira" નું સૂત્ર આપ્યું, જેને અટલજીએ 'ચમચાગીરી'ની પરાકાષ્ઠા ગણાવી હતી.

 

કટોકટી (Emergency): લોકશાહીનું કાળું પ્રકરણ

સિદ્ધાર્થ શંકર રે અને બંસીલાલ જેવા નેતાઓની સલાહ પર અમલ કરતા ઈન્દિરા ગાંધીએ સત્તા ટકાવી રાખવા માટે દેશમાં કટોકટી લાદી દીધી.

 

દમન: જયપ્રકાશ નારાયણ સહિત એક લાખથી વધુ વિપક્ષી નેતાઓ અને પત્રકારોની ધરપકડ કરવામાં આવી.

 

પરિણામ: મીડિયા પર સેન્સરશીપ લાદવામાં આવી અને લોકશાહીના મૂળભૂત અધિકારો છીનવી લેવામાં આવ્યા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો