બુધવાર, 27 મે, 2026

Decline of Hindu Population in Bangladesh: બાંગ્લાદેશમાં 5 કરોડ Hindu ઓનો થઈ ચુક્યો છે 'વહીવટ', 1947માં 33 %થી 2026માં 8 %

 

Anand Shukla: 1947માં બાંગ્લાદેશ (Bangladesh) જ્યારે પાકિસ્તાન (Pakistan) નો હિસ્સો હતું, ત્યારથી અહીં હિંદુ (Hindu) ઓ સામે હિંસા કરાય છે અથવા તેમને વિસ્થાપિત કરાય છે. ભારતની મદદથી પૂર્વ પાકસ્તાન 1971માં બાંગ્લાદેશ બન્યું, પણ અહેસાન માનવાના સ્થાને હજીપણ હિંદુઓની અહીં દુર્ગતિ યથાવત છે. 1988માં બાંગ્લાદેશમાં ઈસ્લામને રાજકીય મજહબ બનાવી દીધો અને હિંદુઓની કાયદાકીય સ્થિતિ નીચલા દરજ્જાની થઈ ગઈ.

 

બાંગ્લાદેશમાં 33% થી 8% થયા હિંદુઓ

 

અમેરિકાના લેખક રિચર્ડ બેંકિને (Richard L Benkin)પોતાના પુસ્તક એ ક્વાઈટ કેસ ઓફ એથનિક ક્લિન્સિંગ-ધ મર્ડર ઓફ બાંગ્લાદેશઝ હિંદુજ (A Quiet Case of Ethnic Cleansing: The Murder of Bangladesh's Hindus) (2012) માં પાડોશી દેશના હિંદુઓની સ્થિતિનું આકલન આપ્યું હતું. તેનાથી દેખાય છે કે સતત સંહાર અને અત્યાચારથી બાંગ્લાદેશમાં હિંદુઓની વસ્તી ઝડપથી ઘટી. 1951માં ત્યાં 33 ટકા હિંદુઓ હતા  અને તેમની વસ્તી 1971માં ઘટીને 20 ટકા થઈ હતી. પરંતુ 2026માં આકલનો મુજબ તેમની સંખ્યા 8 ટકાથી પણ ઓછી થઈ ચુકી છે.

 

નાઝી હોલોકૉસ્ટ (Nazi holocaust) માં 60 લાખ યહૂદીઓના ખાત્મા બાદ વિશ્વ હચમચી ગયું હતું, પરંતુ બાંગ્લાદેશમાં અંદાજે 5 કરોડ હિંદુઓના ખાત્મા કે વિસ્થાપન કે બળજબરીથી ધર્માંતરણના મુદ્દે દુનિયામાં કોઈના પેટનું પાણી હલ્યું નથી. ભારતમાં પણ અમુક નિવેદનબાજીથી વધારે કંઈ કરવામાં આવ્યું નથી.

 

બાંગ્લાદેશની સ્થિતિની પ. બંગાળ પર પણ અસર

 

બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળની સામાજિક, રણનીતિક સ્થિતિ અભિન્ન છે. પશ્ચિમ બંગાળ (West Bengal) માં વિધાનસભાની ચૂંટણીઓ પણ ઘૂસણખોરોના નામે લડાવાની છે. પણ બાંગ્લાદેશના જેહાદી અને રાજકીય તત્વોને ખબર છે કે હાલની સ્થિતિમાં માત્ર નિવેદનબાજીના કર્મકાંડ સિવાય કોઈ વસ્તુ થવાની શક્યતા નથી. તેથી જ તેઓ પૂર્વોત્તર ભારતને ચિકનનેક કાપીને અલગ કરવાની ધમકીઓ આપતા રહે છે અને 1971ના યુદ્ધમાં બાંગ્લાદેશીઓના સહકારથી ભારતને મોટી જીત મળ્યાની નિવેદનબાજી કરીને તણાવમાં વધારો પણ કરી રહ્યા છે. બાંગ્લાદેશની રાષ્ટ્રીય ચૂંટણી અને તેના પછી થનારી પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીઓમાં આ તણાવની અસર જોવા મળવાની છે અને તેમાં સોફ્ટ ટાર્ગેટ હિંદુને જ બનાવવામાં આવશે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી.

 

બાંગ્લાદેશમાં નાઝી હોલોકોસ્ટ (Nazi holocaust) ની જેમ સામુહિક હત્યાકાંડની હાલ કોઈ સ્થિતિ નથી, પણ બાંગ્લાદેશના 1થી 1.5 કરોડ હિંદુઓ ધીમેધીમે હિંસાનો શિકાર બની રહ્યા છે કે બનવા તરફ આગળ વધી રહ્યા છે. બાંગ્લાદેશથી હિંદુ ભાગીને મોટાભાગે પશ્ચિમ બંગાળમાં આવે છે. પશ્ચિમ બંગાળમાં પણ સ્થાનિક સત્તાદારી પાર્ટીઓના કાર્યકર્તાઓ અને જેહાદી તત્વોની સાંઠગાંઠથી ઘણીવાર હિંદુ શરણાર્થીઓની જૂની જગ્યાઓ પર કબજો કરીને તેમને ભગાડી દેવામાં આવે છે. પશ્ચિમ બંગાળના ઘણાં ગામમાં લાવારિસ મંદિર દર્શાવી રહ્યા છે કે જ્યાં ભગવાનની મૂર્તિ પર પુષ્પ અર્પણ કરનાર કોઈ રહ્યું ન હોય.

 

તિબેટની જેમ મૌન રહેવું પડશે ભારે

 

બાંગ્લાદેશમાં હિંદુઓની ઘટતી વસ્તી કોઈ વિદેશી મામલો રહ્યો નથી. તેની અસર ભારત પર પડી રહી છે. વિદેશી મામલો ગણીને છટકવાની પ્રવૃત્તિ ભારતમાં ખતરનાક સ્થિતિ પેદા કરી શકે છે.  આ બિલકુલ એવું છે કે જ્યારે 75 વર્ષ પહેલા ચીને તિબેટ પર કબજો કરીને બૌદ્ધ દેશને પોતાને આધિન કર્યો હતો અને ભારતે મૌન જાળવ્યું અને દુનિયાએ આની દરકાર કરી નહીં. ચીન ત્યારે નબળું હતું. બાંગ્લાદેશ પણ દુર્બળ છે અને પશ્ચિમ પર નિર્ભર છે. આવી સ્થિતિમાં તેની અયોગ્ય નીતિમાં ફેરફાર કરાવીને હિંદુઓને સમાન નાગરિક અધિકાર મળે તેવી કોશિશો થઈ શકે તેમ છે.

 

ઈતિહાસમાંથી પણ શીખવું જરૂરી

 

પણ ભારતમાં 1919થી ખિલાફત આંદોલનને ટેકો આપીને સ્વતંત્રતા પ્રાપ્ત કરવાની ગણતરીબાજ રાજનીતિએ હજી સુધી પુરેપુરું પડખું ફર્યું નથી. 1947માં અંગ્રેજોના હટયા પછી સત્તા પર ભારતીય રાજનેતાઓ આવ્યા, પણ નીતિ-રણનીતિ-રાજનીતિ બધું જ ખિલાફત આંદોલન સમયનું યથાવત રહ્યું. આની અસર નીચે ભારતમાં રાજકીય સમસ્યાઓ સામાજિક-સાંસ્કૃતિક અને આર્થિક સ્તરે વધુ જટિલ બની રહી છે અને પાડોશી દેશો પાકિસ્તાન-બાંગ્લાદેશમાં લઘુમતી એવા હિંદુ-શીખ-બૌદ્ધ- સહીતના બિનમુસ્લિમ સમુદાયોની સ્થિતિ બદથી બદતર થઈ રહી છે.

 

કોઈપણ પ્રકારની દૂરંદેશી વગર ખામોશીથી ખતમ થઈ જવું એટલે આવી બાબતો સામે આંખ આડા કાન કરવા. ઢાકા અને લાહોર પણ વિકસિત હતા અને હાલ પણ પ્રમાણમાં વિકસિત જ છે. વિકસિત થવાથી આવી સમસ્યાઓનો આપોઆપ અંત આવી જશે, તેવું માનવું ખરેખર મૂઢતા છે.

 

કોન્સ્ટેન્ટિનોપલ 10મી સદીમાં ઈસ્લામિક આક્રમણો વખતે વિકસિત હતું અને 1453માં જ્યારે તેનાપર કબજો થયો ત્યારે તેને ઈસ્તંબુલ બનવું પડયું . હજાર વર્ષ પહેલા કોન્સ્ટેન્ટિનોપોલમાં 100 ટકા ખ્રિસ્તીઓ હતા અને હવે ઈસ્તંબુલ બન્યા પછી ત્યાં માત્ર 2 ટકા ખ્રિસ્તીઓ થયા. લેબનાનમાં 1910માં 20 ટકા મુસ્લિમ હતા અને હવે અહીં 75 ટકા મુસ્લિમ છે. 1900માં કોસાવોમાં 40 ટકા મુસ્લિમ હતા અને હવે અહીં 95 ટકા મુસ્લિમ વસ્તી છે.

 

હવે ભારતે પણ વિચારવું પડશે કે જે દુનિયાના અન્ય ભાગોમાં થયું છે, તેને ભારતના પાડોશમાં પણ ચાલવા દઈને દેશની સરહદોની અંદર પણ આવી સ્થિતિ ચાલુ રહે તેને સહન કરવી છે કે તેને રોકવી છે. ભારતમાં વિકાસ નીતિ સાથે દેશને સદીઓ સુધી વિકાસિત સ્થિતિમાં પહોંચાડવાની રાજનીતિ અને રણનીતિ પર પણ રાષ્ટ્રીય ચર્ચાઓ થવી જોઈએ. હિંદુઓનો મૌનપણે ઘટાડો ખરેખર દક્ષિણ એશિયા જ નહીં, પણ આખા વિશ્વ માટે એક ખતરનાક સ્થિતિ હશે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો