આનંદ શુક્લ : આસામ (Assam) માં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી (Assembly Elections) યોજાવાની છે. આસામમાં ભાજપની સરકાર ગત ત્રણ ટર્મથી સત્તામાં છે. પૂર્વોત્તરનું સૌથી મોટું રાજ્ય તેના સ્ટ્રેટજિક લોકેશન (Strategic Location) અને બાંગ્લાદેશ (Bangladesh) સાથેની તેની બોર્ડર (Border) ને કારણે ભારત (India) માટે અતિ મહત્ત્વનું છે અને અહીં ઉગ્રવાદ-આતંકવાદ (Extremism-Terrorism) જેવી સમસ્યાઓ પણ દાયકાઓથી છે. આ સિવાય આસામમાં તેની ધાર્મિક ડેમોગ્રાફી (Religious Demography) ના આંકડા પણ ઘણાં ચિંતાપ્રદ છે. આસામ (Assam) માં મુસ્લિમો (Muslims) ની વસ્તી 35 ટકાથી વધુ થઈ ગઈ છે અને આસામના હાલના મુખ્યમંત્રી હિમંત બિસ્વ સરમા (Himanta Biswa Sarma)નો દાવો છે કે આગામી કેટલાક વર્ષોમાં અહીં મુસ્લિમોની સંખ્યા 40 ટકાથી વધુ થઈ જશે. આની પાછળ બાંગ્લાદેશથી થઈ રહેલી ઘૂસણખોરી (Infiltration) અને વસ્તી વૃદ્ધિ દર (Population Growth Rate) ને જવાબદાર માનવામાં આવે છે. હવે ભાજપ (BJP) આસામને ફરી એકવાર જીતવા માટે કમર કસી રહ્યું છે.
ભૂપેન બોરા કૉંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા
ચૂંટણી પહેલા જ આસામ કૉંગ્રેસના દિગ્ગજ નેતા ભૂપેન બોરા (Bhupen Borah) એ પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janta Party) માં સામેલ થવાનું સ્વીકાર્યું છે. ભૂપેન બોરા (Bhupen Borah) ત્રણ દશકથી વધુ સમય કૉંગ્રેસમાં રહ્યા અને તેઓ આસામ પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ પણ રહી ચુક્યા છે. ભૂપેન બોરાને સંગઠનના વ્યક્તિ માનવામાં આવે છે. તેમણે કોંગ્રેસ છોડતી વખતે નિવેદન આપ્યું છે કે આસામ કૉંગ્રેસ હવે સંપૂર્ણપણે ધુબરી (Dhubri) ના સાંસદ રકીબુલ હુસૈન (rakibul hasan) ના હાથમાં છે.
ભૂપેન બોરા જેવા આસામ કૉંગ્રેસના દિગ્ગજ નેતા રહેલા વ્યક્તિ તરફથી આપવામાં આવેલા આ નિવેદનને કારે કૉંગ્રેસ પરના મુસ્લિમ તુષ્ટિકરણ (Muslim Appeasement) ના આરોપો રાજ્યના જનમાનસમાં વધુ દ્રઢ થયા છે અને તેની સાથે જ આસામની અહોમ અસ્મિતા (Ahom Identity) ની રાજનીતિ કરી રહેલા કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈ (Gaurav Gogoi) નું મહત્ત્વ પણ આ નિવેદનથી ઘટયું છે. ભૂપેન બોરાના નિવેદનથી આસામના મતદાતાઓમાં સ્પષ્ટ સંદેશ ગયો છે કે ગૌરવ ગોગોઈ (Gaurav Gogoi) ની ઉપર કૉંગ્રેસ હાઈકમાન્ડના વરદ હસ્ત સાથે રકીબુલ હુસૈનનો પ્રભાવ વધી ગયો છે. આના કારણે આસામના અહોમ લોકો નારાજ થશે. આ નારાજગી વિધાનસભાની આગામી ચૂંટણીમાં કૉંગ્રેસને ભારે પડવાની સંભાવના છે.
હવે વિધાનસભાના ચૂંટણીના પરિણામોમાં જ ખબર પડે કે ભાજપનો ભૂપેન બોરા (Bhupen Borah) ને પાર્ટીમાં સામેલ કરવાનો માસ્ટર સ્ટ્રોક કેટલો સફળ થાય છે. પરંતુ ભૂપેન બોરા (Bhupen Borah) ના ભાજપમાં આવ્યા બાદ આસામ પ્રદેશ ભાજપના નેતાઓ પાર્ટીના કૉંગ્રેસીકરણ (Congressization) ને લઈને ગણગણાટ કરી રહ્યા છે. તેમને મુશ્કેલી એ છે કે પાર્ટીના મોટાભાગના મહત્ત્વપૂર્ણ પદો પર કોંગ્રેસમાંથી આવેલા લોકોને બેસાડવામાં આવ્યા છે અને તેના ચક્કરમાં ભાજપ-આરએસએસના જૂના લોકોની અણદેખી થઈ રહી છે.
આમ તો આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાના કૉંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થવાની સાથે જ આ પ્રક્રિયા શરૂ થઈ હતી. પરંતુ જ્યારે તેઓ પોતાની પહેલી ટર્મમાં મુખ્યમંત્રી બન્યા ત્યારે પાંચ વર્ષમાં આસામ ભાજપમાં કોંગ્રેસી નેતાઓના આગમનમાં તેજી આવી. આસામ કોંગ્રેસના 100થી વધુ મોટા નેતાઓ ભાજપ (BJP) માં સામેલ થઈ ચુક્યા છે. ભૂપેન બોરા (Bhupen Borah) સિવાય રાણા ગોસ્વામી (Rana Goswami) જેવા દિગ્ગજ નેતાઓ પણ આમા સામેલ છે. રાણા ગોસ્વામી આસામ પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ રહી ચુક્યા છે. આ સિવાય ભૂતપૂર્વ ધારાસભ્ય સુશાંત બોરગોહેન (Sushant Borgohen) પણ આમા સામેલ છે. સંજૂ બરુઆ (Sanju Barua) અને સરબનારાયણ દેઉરી (Sarab Narayan Deuri) પણ આ યાદીમાં સામેલ છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો